Tag: entertainment

  • હવે ગુજરાતી વેબસિરીઝ પણ સુપરહિટ સાબિત થઈ રહી છે. દેવેન ભોજાણી ની  ‘યમરાજ કોલિંગ’ બની લોકો ની પસંદ

    હવે ગુજરાતી વેબસિરીઝ પણ સુપરહિટ સાબિત થઈ રહી છે. દેવેન ભોજાણી ની  ‘યમરાજ કોલિંગ’ બની લોકો ની પસંદ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

    મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

    બુધવાર 

    ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે વર્ષોથી કામ કરતી શેમારૂ એન્ટરટેઈનમેન્ટ દર્શકોની નાડ પારખવામાં આજે પણ અજોડ છે. આ વાતનો પુરાવો તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી વેબસિરીઝ ‘યમરાજ કોલિંગ’થી મળી ગયો છે. દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સ્ટારર આ વેબસિરીઝને માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ મન ભરીને આવકારી છે.

    આ સાથે જ શેમારૂમીએ સાબિત કરી દીધું છે કે ગુજરાતી દર્શકોને તેમનું મનગમતું કન્ટેન્ટ આપવામાં તેમની કોઈ જ હરિફાઈ નથી. આગામી દિવસોમાં પણ શેમારૂમી પર દર્શકોને ખડખડાટ હસાવતા, મનોરંજન આપતા નાટકો, ફિલ્મો, વેબસિરીઝ રજૂ થતા રહેશે.

    ઓમિક્રોન સામે ભારતીય કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : જાણો નિષ્ણાંતોનો શું છે દાવો

    ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ડિરેક્ટર ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરેલી ‘યમરાજ કોલિંગ’ વેબસિરીઝથી ટેલિવિઝનના લોકપ્રિય એક્ટર દેવેન ભોજાણીએ ઓટીટી ક્ષેત્રે ડેબ્યુ કર્યો છે. ખુશીની વાત એ છે કે દર્શકોએ તેમને આ વેબસિરીઝમાં જબરજસ્ત પ્રેમ આપ્યો છે. તો ફિલ્મમાં નીલમ પંચાલ, દિગ્ગજ એક્ટર દીપક ઘીવાલા, મેઝલ વ્યાસ, મીત શાહ અને મનન દેસાઈનું કામ પણ દર્શકોએ ખૂબ જ વખાણ્યું છે.

    આ વેબસિરીઝ એક એવા પિતા, પુત્ર, પતિની વાર્તા છે, જે પરિવારનું ભવિષ્ય સુધારવા માટે તેમનો વર્તમાન જ ભૂલી જાય છે. ‘યમરાજ કૉલિંગ’ વેબસિરીઝની વાર્તા અમર નામના મધ્યમવર્ગીય પુરુષની આસપાસ ફરે છે, જે એક પરિવારનો મોભી છે. જે પોતાના બાળકો, પત્ની અને પિતાના ભવિષ્યને સિક્યોર કરવા માટે દિવસ-રાત એક કરીને મહેનત કરે છે. જો કે આ મહેનત દરમિયાન તે પરિવારને સમય આપવાનું, તેમની સાથે જીવવાનું ભૂલી જાય છે. આખરે એક દિવસ અચાનક યમરાજ તેને લેવા આવે છે, ત્યારથી અમરના જીવનમાં શું થાય છે, તેની વાત આ વેબસિરીઝમાં કહેવાઈ છે.

    ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

  • હવે વધુ એક અભિનેત્રી આવી કોરોનાની ઝપેટમાં, થઇ હોમ ક્વોરેન્ટાઈન, લોકોને કરી આ ખાસ અપીલ

    હવે વધુ એક અભિનેત્રી આવી કોરોનાની ઝપેટમાં, થઇ હોમ ક્વોરેન્ટાઈન, લોકોને કરી આ ખાસ અપીલ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 01 નવેમ્બર, 2021

    સોમવાર

    દેશમાં કોરોનાની સ્થિતિ હળવી બની રહી છે અને કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે ત્યારે બોલીવૂડ સ્ટાર અને રાજકારણમાં સક્રિય ઉર્મિલા માંતોડકર કોરોનાથી સંક્રમિત થઈ છે.

    આ જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.

    ઉર્મિલાએ કહ્યુ કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મારી તબિયત સારી છે અને હું ઘરમાં જ આઈસોલેટ થઈ છું. 

    મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે હું વિનંતી કરુ છું.દિવાળીમાં લોકો પોતાનુ ધ્યાન રાખે તે જરુરી છે.

    ઉલ્લેખનીય છે કે અભિનેત્રી ઉર્મિલા હાલમાં ફિલ્મી દુનિયાથી દૂર છે, તે રાજકારણમાં વધુ સક્રિય છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે વિચારો શેર કરતી રહે છે.

    ભારતીય બેટ્સમેનો ફરી ફ્લોપ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય; ટી-20 વર્લ્ડકપમાં ભારતની આ સતત બીજી હાર

  • રિતિક અને રણબીરના ચાહકો માટે ખુશખબર, બંને એક જ ફિલ્મમાં આવી રહ્યા છે એકબીજાની સામે; જાણો વિગત

    રિતિક અને રણબીરના ચાહકો માટે ખુશખબર, બંને એક જ ફિલ્મમાં આવી રહ્યા છે એકબીજાની સામે; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 4 ઓક્ટોબર,  2021 
    સોમવાર. 

    2 ઑક્ટોબરના રિતિક રોશન અને રણબીર કપૂર સાથે જોવા મળ્યા હતા અને એવા અહેવાલ મળ્યા હતા કે તેઓ ફિલ્મ નિર્માતા જૅકી ભગનાનીની ઑફિસ ગયા હતા. બંને સ્ટાર્સના ચાહકો આશ્ચર્યમાં હતા કે શું જૅકી ભગનાની બંને સ્ટાર્સને સાથે લઈને કોઈ ફિલ્મ બનાવી રહ્યા છે? 

    પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બંને સ્ટાર્સ નમિત મલ્હોત્રાની ઑફિસ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફિલ્મ 'રામાયણ'ને લઈને નમિત, મધુ મંટેના અને ડિરેક્ટર નિતેશ તિવારી સાથે બંધ બારણે એક મિટિંગ કરી છે.

    ક્રૂઝ બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં NCBની છાપામારી બાદ હાથ લાગ્યો ડ્રગ્સ સપ્લાયર : ક્રૂઝમાં પકડાયેલા લોકો આવી જગ્યાએ છુપાવીને લાવ્યા હતા ડ્રગ્સ; જાણો વિગત

    મધુ મંટેના, અલ્લુ અરવિંદ અને નમિત મલ્હોત્રા ફિલ્મ 'રામાયણ'ને પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેને નિતેશ તિવારી અને રવિ ઉદયવાર સંયુક્ત રીતે નિર્દેશિત કરશે. પિંકવિલાએ એક સૂત્રને ટાંકીને કહ્યું કે રિતિક રોશન અને રણબીર કપૂર સાથેની આ તેની પ્રથમ સંયુક્ત બેઠક હતી, જે આ ફિલ્મમાં રાવણ અને રામની ભૂમિકા ભજવશે. તેમણે આ પ્રોજેક્ટ વિશે વાત કરી અને આગામી વર્ષના બીજા ભાગમાં એના શૂટિંગ વિશે પણ ચર્ચા કરી. ટીમ હવે સીતાનો રોલ કરવા માટે એક અભિનેત્રીની શોધમાં છે.

    ઉલ્લેખનીય છે કે એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતા મધુ મંટેનાએ માહિતી આપી હતી કે દિવાળીના અવસર પર ફિલ્મ ‛રામાયણ’ના કલાકારો વિશે જાહેરાત કરવામાં આવશે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે એમાં વિલંબ થઈ શકે છે. સૂત્રે વધુમાં ઉમેર્યું કે ટીમ સંપૂર્ણ સર્જનાત્મકતા સાથે મુખ્ય પાત્રો રામ, રાવણ અને સીતા જાહેરાત કરવા માગે છે.

  • દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

    દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરા બાનુની તબિયત લથડી છે. 

    77 વર્ષીય સાયરા બાનુને 3 દિવસ પહેલા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

    પ્રાપ્ત માહિતી અનુસાર, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

    સાથે જ તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી રહ્યું છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 29 ઓગસ્ટ ના રોજ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

    અમેરીકાની વિદાયની સાથે જ પંજશીર પર હુમલો કરવા પહોંચ્યુ તાલિબાન, બંને પક્ષ વચ્ચે થયો ગોળીબાર ; જાણો વિગતે

  • માલદિવ્સથી જાહ્નવી કપૂરે શેર કરી બોલ્ડ તસવીરો, ઓરેન્જ ઓઉટફીટમાં આવી નજર ; જુઓ તસવીરો 

    માલદિવ્સથી જાહ્નવી કપૂરે શેર કરી બોલ્ડ તસવીરો, ઓરેન્જ ઓઉટફીટમાં આવી નજર ; જુઓ તસવીરો 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧

    શુક્રવાર

    શ્રીદેવીની દીકરી અને બોલીવુડની જાણીતી હિરોઈન જાહ્નવી કપૂર તેના બોલ્ડ લૂક્સ માટે જાણીતી છે. જાહ્નવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચિત સ્ટાર કિડ્સ પૈકી એક છે. જાહ્નવી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

    જાહ્નવી  કપૂર ફરી એક વખત તેના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર મોલ્દીવ્સમાં વેકેશનની મજા માણતી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે ઓરેન્જ કલરનો ઓઉટિફટ કેરી કર્યો છે. આ તસ્વીરોમાં સ્ટારકિડ જાહ્નવી કપૂર જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે અવારનવાર જ્હાન્વી કપૂરના વિડિયોસ અને તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જાહ્નવી કપૂરના સોશિયલ મિડિયાની વાત કરવામાં આવે તો તેનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરોથી છવાયેલું છે.

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી જાહ્નવી કપૂર છેલ્લે રૂહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ જાહ્નવી રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં જોવા મળી હતી અને હવે તે ‘દોસ્તના-2 અને ‘તખ્ત’માં જોવા મળશે. જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને લોકોને જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ધડક જોડી ઘણી પસંદ પણ આવી હતી.  

  • સર્જરી બાદ પુરુષ બની ગઈ આ ફેમસ ઍક્ટ્રેસ, શૅર કર્યો 6 ઍબ્સવાળો શર્ટલેસ ફોટો; જાણો કોણ છે તે અભિનેત્રી 

    સર્જરી બાદ પુરુષ બની ગઈ આ ફેમસ ઍક્ટ્રેસ, શૅર કર્યો 6 ઍબ્સવાળો શર્ટલેસ ફોટો; જાણો કોણ છે તે અભિનેત્રી 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૯ મે ૨૦૨૧

    શનિવાર 

    કૅનેડિયન ઍક્ટ્રેસ અને પ્રોડ્યુસર એલન પેજ આજકાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે ઑસ્કાર નોમિનેટેડ ઍક્ટ્રેસે પોતાની સેક્સ ચૅન્જને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કબૂલ્યું હતું કે તે પોતે ટ્રાન્સજેન્ડર છે. થોડા દિવસ અગાઉ તે સર્જરી કરાવીને સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ હતી. હાલમાં તેણે પોતોના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટથી સિક્સપૅક ઍબ્સવાળી પોતાની નવી તસવીરો શૅર કરી છે. લોકો આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.  

    ‘ઇન્સેપ્શન’ જેવી હૉલિવુડની સુપરહિટ ફિલ્મોની અભિનેત્રી એલન પેજે દુનિયાને ચોંકાવી દીધી છે. એલન પેજ હવે સર્જરી કરાવીને ઈલિયોત પેજ બની ગયો છે. મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એલટે જણાવ્યું હતું કે મારુ બાળપણ સામાન્ય હતું, પરંતુ કિશોરવયના તબક્કા દરમિયાન,  મેં મારા શરીરમાં બદલાવ જોવાનું શરૂ કર્યું, જેનાથી હું ખૂબ અસ્વસ્થ થઈ ગયો. હું એ સમયે એક ટૉમબૉયની જેમ જીવતો હતો, પરંતુ મારી કારકિર્દી હૉલિવુડમાં ધમધમતી હોવાથી, હું પોતાની અંગત જિંદગીમાં વધુ ને વધુ અસ્વસ્થ થતો ગયો.

    એલટે વધુમાં કહ્યું કે ફિલ્મના પ્રમોશન દરમિયાન હું મહિલાઓના ડ્રેસમાં મારા ફોટો જોઈને ખૂબ જ વિચલિત થતો હતો. આને કારણે મને પૅનિક ઍટેક પણ આવા લાગ્યા હતા અને આફ્ટર પાર્ટી દરમિયાન હું ખૂબ નર્વસ થઈ જતો હતો. જ્યારે મેં સર્જરી કરાવી, ત્યારે મને લાગ્યું કે હું ફરી એક વાર પોતાને મળી ગયો. હું નાનો હતો ત્યારે મારો માનસિક સંઘર્ષ ચાલુ હતો. આને લીધે, હું ટ્રાન્સજેન્ડર લોકોના સંઘર્ષને સમજી શક્યો.

    આપને જણાવી દઈએ કે પેજે વર્ષ 2014ના કબૂલ્યું હતું કે તે એક લેસ્બિયન છે. તેના અંદાજે ચાર વર્ષ બાદ તેમણે કૅનેડાની ડાન્સર અમ્મા પૉર્ટર સાથે વર્ષ 2018માં લગ્ન કરી લીધાં હતાં. જોકે બંનેએ આ વર્ષે છૂટાછેડા માટે અરજી કરી છે. 

  •   Big B સાથે સ્મૉલ સ્ક્રીન ડેબ્યૂ કરનારી આહના કુમરાએ શૅર કરી બોલ્ડ તસવીરો, જોતજોતામાં ઇન્ટરનેટ પર થઈ વાયરલ; જુઓ તસવીરો

      Big B સાથે સ્મૉલ સ્ક્રીન ડેબ્યૂ કરનારી આહના કુમરાએ શૅર કરી બોલ્ડ તસવીરો, જોતજોતામાં ઇન્ટરનેટ પર થઈ વાયરલ; જુઓ તસવીરો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 27 મે 2021

    ગુરુવાર

    ઍક્ટ્રેસ આહના કુમરા પોતાના બોલ્ડ અંદાજ માટે હંમેશાં ચર્ચાઓમાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. તે અવારનવાર બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે. હવે ફરી એક વાર તેણે પોતાની બોલ્ડ તસવીરો શૅર કરી છે અને શૅર કરતાંની સાથે જ આ તસવીરો વાયરલ થઈ ગઈ છે.  

    આ તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરનું સ્વિમસૂટ પહેર્યું છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં આહના પોતાની ટોન્ડ બૉડી બેહદ બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આહનાના ફેન્સ તેની આ તસવીરો પર ખૂબ લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.

     

    આહના કુમરા ભારતીય ફીચર ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેત્રી છે.  કુમરા અમિતાભ બચ્ચન સાથેની સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના ‘યુદ્ધ’માં નાના પડદે પ્રવેશ માટે જાણીતી છે અને તેની મુખ્ય ભૂમિકા પણ એમાં જોવા મળી હતી.

     

    આપને જણાવી દઈએ કે આહના કુમરા 'લિપસ્ટિક અંડર માય બુરખા' ફિલ્મથી ચર્ચામાં આવી હતી. ત્યાર બાદ તેણે 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' ફિલ્મમાં પ્રિયંકા ગાંધીનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તે ઘણી વેબ-સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.

  • બૉલીવુડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝનો ‘જલપરી’ અવતાર જોઇ ફેન્સ થયા દિવાના, વાયરલ થઇ અંડરવોટર તસવીરો

    બૉલીવુડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝનો ‘જલપરી’ અવતાર જોઇ ફેન્સ થયા દિવાના, વાયરલ થઇ અંડરવોટર તસવીરો

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, ૦૫ મે 2021

    બુધવાર

    ઈલિયાના ડિક્રૂઝ માત્ર દક્ષિણમાં જ નહી પણ બોલીવુડમાં પણ ખૂબ લોકપ્રિય છે. ઈલિયાના ડિક્રૂઝ મોડલ અને અભિનેત્રી છે. અને તેણે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ ઘણુ નામ બનાવ્યુ છે. બોલિવૂડની બ્યૂટીફુલ એક્ટ્રેસ ઈલિયાના ડિસ્કૂઝ પોતાના બોલ્ડ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે. 

    તાજેતરમાં અભિનેત્રી એ કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોસ માં ઈલિયાના પાણીના ઉંડાણમાં ખૂબ બિન્દાસ્ત અંદાજમાં ડૂબકીયો મારતી જોવા મળી રહી છે. અભિનેત્રી નો અંડરવોટર અવતાર જોઈને તેમના ફેન્સ તેમને 'મર્મેડ' અને 'જલપરી' કહીને બોલાવી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે ઈલિયાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે બીચ અને પાણીની સાથે હોય તેવા ફોટોઝ શેર કરતી રહે છે એટલા માટે જ ફેન્સ તેને 'વોટર બેબી' કહે છે.

      

    વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાના ડીક્રુઝ અજય દેવગણના પ્રોડક્શનમાં તૈયાર થઈ રહેલી ફિલ્મ ધ બિગ બુલમાં અભિષેક બચ્ચન સાથે નજર આવી હતી.  હવે અનફેયર એન્ડ લવલી ફિલ્મમાં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે.

  • ટીવીજગતના આ જાણીતા ચહેરા એ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા, જણાવ્યું આ કારણ  

    ટીવીજગતના આ જાણીતા ચહેરા એ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા, જણાવ્યું આ કારણ  

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

    બુધવાર

    ટીવી જગતમાં જાણીતો ચહેરો બની ચૂકેલી આશ્કા ગોરાડિયાએ તેની અભિનયથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. અશ્કા હવે બિઝનેસ કરવા માંગે છે, તેથી તેણે અભિનયથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આ સાથે તેણે મુંબઈ છોડવાનું પણ નક્કી કર્યું છે.  

    એક ઇન્ટરવ્યૂમાં, આશ્કા એ જણાવ્યું હતું કે, બીજી ઈન્ડસ્ટ્રીની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રી પણ ખુબ મોટી છે. પરંતુ ટીવી કન્ટેન્ટ કોઈ અભિનેતાના હાથમાં નથી. અભિનય ઉપરાંત તે ઘણું કરવા માંગે છે. આશકા તેની સફરથી ખૂબ ખુશ છે અને તે કહે છે કે આ ઈન્ડસ્ટ્રીએ તેને તેના જીવનમાં ઘણું આપ્યું છે. હવે તે બિઝનેસ કરી રહી છે. લોકો હવે તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે અને તેમને એવોર્ડ પણ મળી રહ્યા છે. તેનું કહેવું છે કે, ‘બિઝનેસ’ હંમેશાં તેના લોહીમાં રહ્યો છે, અને તે અભિનયમાં તો બાય ચાન્સ આવી ગઈ હતી.  

    ઉલ્લેખનીય છે કે આશકા તાજેતરના સમયમાં અભિનયમાં બહુ સક્રિય નહોતી. વર્ષ 2018 માં, તેમણે દેશની પ્રથમ 3 ડી સ્ટીચ આઈલેશ બ્રાન્ડ 'રેનાઇ' લોન્ચ કરી. હવે તે આ તરફ વધુ ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત તે ફિટનેસ પર પણ વધારે ધ્યાન આપી રહી છે

    અભિનેત્રી આશકાએ વર્ષ 2002 માં અભિનયની શરૂઆત કરી હતી. આશ્કા કુસુમ, સાસ ભી કભી બહુ, નાગિન, લાગી તુજસે લગન, બાલવીર માં કામ કરી ચુકી છે. જો કે, તેને ટીવી સીરિયલ ‘નાગિન 2’થી અલગ જ ઓળખ મળી હતી. આ ઉપરાંત તે બિગ બોસ 6 જેવા શોમાં પણ આશકા કામ કરી ચૂકી છે.

    આશકા ગોરાડિયાએ શેર કરી બોલ્ડ તસવીરો, સમુદ્ર કિનારે પતિ સાથે યોગ કરતી આવી નજર. જુઓ તસવીરો

  • બિગ બોસ ફેમ બેનાફ્શા સુનાવાલાએ શેર કરી બોલ્ડ તસવીરો, દરિયા કિનારે મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો…

    બિગ બોસ ફેમ બેનાફ્શા સુનાવાલાએ શેર કરી બોલ્ડ તસવીરો, દરિયા કિનારે મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો…

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, 5 એપ્રિલ 2021

    સોમવાર

    રિયાલિટી શો બિગ બોસની સ્પર્ધક અને મોડેલ બેનાફશા સુનાવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના બોલ્ડ ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  

    બેનાફ્શા ફક્ત શોમાં જ નહી રીયલ લાઈફમાં પણ ખુબ જ ડેરિંગ અને બોલ્ડ છે. તાજેતરમાં જ બેનાફ્શા એ   સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે.  જેમાં  તે દરિયા કિનારે એન્જોય કરતી નજર આવી રહી છે. 

    આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજ માં પોઝ આપતી જોવા મળી રહી છે. 

    બેનફ્શા 2016ની એમટીવી રોડિઝ સિઝન-13માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ સિવાય તે એમટીવી વિજે પણ હતી. ઇનસ્ટાગ્રામ પર તેનાં ઘણાં ફોલોઅ્સ છે. ‘બિગ બોસ’માં બેનાફ્શા પ્રિયંક શર્મા સાથે નજદીકી વધારવાનાં પ્રયાસો કરવા બદલ ચર્ચામાં રહી હતી.