Tag: fake paneer

  • Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન ની રેસ્ટોરન્ટ માં નકલી પનીર પીરસવાના યુટ્યૂબર ના દાવા પર ટોરી એ આપી આવી સ્પષ્ટતા

    Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન ની રેસ્ટોરન્ટ માં નકલી પનીર પીરસવાના યુટ્યૂબર ના દાવા પર ટોરી એ આપી આવી સ્પષ્ટતા

    News Continuous Bureau | Mumbai

    Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન એક રેસ્ટોરન્ટ ચલાવે છે જેનું નામ ટોરી છે.આ આલીશાન રેસ્ટોરન્ટ માં ઘણા સેલેબ્સ આવે છે અને ભોજન ની મજા માણે છે. મુંબઈમાં સ્થિત ગૌરી ખાનના રેસ્ટોરન્ટ ટોરી હાલમાં ચર્ચામાં છે. યૂટ્યુબર દ્વારા આ રેસ્ટોરન્ટમાં ‘નકલી પનીર’ પરસવામાં આવી રહ્યું છે તેવા દાવા કરવામાં આવ્યા છે.જેના પર ટોરી ની ટિમ એ સ્પષ્ટતા આપી છે. 

    આ સમાચાર પણ વાંચો: Jewel Thief Trailer: સૈફ અલી ખાન ની જવેલથીફ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે સ્ટ્રીમ થશે જયદીપ અહલાવત ની ફિલ્મ

    યૂટ્યુબરના દાવા અને વિવાદ

    યુટ્યુબર સાર્થક સચદેવાએ મુંબઈના ઘણા સેલિબ્રિટી રેસ્ટોરન્ટ્સની મુલાકાત લીધી હતી જેથી જાણવા મળે કે કયા રેસ્ટોરન્ટ સારી ગુણવત્તા વાળુંપનીર પીરસે છે અને કયા સસ્તા અને નકલી પનીરનો ઉપયોગ કરે છે. સાર્થક વિરાટ કોહલીની વન 8 કોમ્યુન, શિલ્પા શેટ્ટીની બાસ્ટિયન, બોબી દેઓલની સમ પ્લેસ એલ્સમાં આયોડિન ટિંકચરની શીશી લઈને ગયો. તેણે સૌથી વધુ પનીર આધારિત વસ્તુઓનો ઓર્ડર આપ્યો. આ પછી, યુટ્યુબરે પનીરના ટુકડાને પાણીના બાઉલમાં ધોઈને તેના પર લગાવેલું તેલ અને મસાલા દૂર કર્યા. આ પછી તેણે પનીર ના  તે ટુકડા પર આયોડિનના ટીપાં નાખ્યા. આમાંના કોઈપણ રેસ્ટોરન્ટમાં પનીર નો એક પણ ટુકડો કાળો થયો નહીં. પરંતુ ગોરી ખાન ની ટોરી રેસ્ટોરન્ટમાં આયોડિનના સંપર્કમાં આવતાં ટોરી દ્વારા પીરસવામાં આવેલું પનીર  કાળું થઈ ગયું. સાર્થકે વીડિયોમાં કહ્યું, “શાહરૂખ ખાન ની રેસ્ટોરન્ટમાં મળેલું પનીરનકલી હતું. આ જોઈને મને આઘાત લાગ્યો!”

     

    View this post on Instagram

     

    A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva)


    યુટ્યુબર સાર્થકનો વીડિયો પર ટોરી રેસ્ટોરન્ટ એ સ્પષ્ટતા આપતા લખ્યું, “આયોડિન પરીક્ષણ પનીરની અધિકૃતતા નહીં, પણ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. વાનગીમાં સોયા-આધારિત ઘટકો હોવાથી, આ પ્રતિક્રિયા અપેક્ષિત છે. અમે અમારા પનીરની શુદ્ધતા અને ટોરીમાં અમારા ઘટકોની અખંડિતતા સાથે ઉભા છીએ,” ટોરી રેસ્ટોરન્ટે આ દાવા પર સ્પષ્ટીકરણ આપ્યું અને યૂટ્યુબરને હળવી મજાકમાં જવાબ આપ્યો કે “શું હવે મને બેન કરશો?” બાય ધ વે, તમારું ભોજન અદ્ભુત છે.” 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  •   Fake Paneer:સાવધાન.. મહારાષ્ટ્રના આ શહેરમાં 239 કિલો નકલી પનીર જપ્ત… કેવી રીતે કરવી અસલીની પરખ? જાણો કેટલીક સરળ રીતો

      Fake Paneer:સાવધાન.. મહારાષ્ટ્રના આ શહેરમાં 239 કિલો નકલી પનીર જપ્ત… કેવી રીતે કરવી અસલીની પરખ? જાણો કેટલીક સરળ રીતો

    News Continuous Bureau | Mumbai

    Fake Paneer:પનીર ચીલી, પનીર કોફ્તા, પનીર બિરયાની અને પનીર મસાલા જેવી વાનગીઓ ઘણા લોકોના પ્રિય છે. આગામી ગુડી પડવા અને રમઝાન મહિનાને કારણે બજારમાં પનીરની ભારે માંગ છે. પણ સાવધાન રહો… કારણ કે શું તમે પનીરના નામે ખરું પનીર ખાઈ રહ્યા છો કે રબર? આની ખાતરી ચોક્કસ કરો.

     Fake Paneer: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મોટી કાર્યવાહી

     મીડિયા રિપોર્ટ મુજબ ગુડી પડવાની પૃષ્ઠભૂમિમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મોટી કાર્યવાહી કરી છે. નાસિકના સાતપુરમાં 239 કિલો નકલી પનીર જપ્ત કર્યું છે. આ નકલી પનીરના સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામો છે. તેનાથી પેટના રોગો અને કેન્સરનું જોખમ પણ રહે છે. આ દરમિયાન, ચાલો જોઈએ કે તમે શુદ્ધ અને નકલી પનીર વચ્ચે કેવી રીતે તફાવત કરી શકો છો.

    Fake PaneBangladesh crisis: બાંગ્લાદેશમાં તખ્તાપલટની અફવાઓ: યુનુસે UN ની મદદ માગી
    er:નકલી પનીર કેવી રીતે ઓળખશો?

    • શુદ્ધ પનીર નરમ, એકરૂપ અને સહેજ સ્થિતિસ્થાપક હોય છે…
    • નકલી પનીર કઠણ અને રબરી જેવું હોય છે.
    • શુદ્ધ પનીરનો રંગ કુદરતી રીતે સફેદ અને થોડો પીળો હોય છે.
    • નકલી પનીરનો રંગ એકદમ સફેદ હોય છે અને તે કૃત્રિમ લાગે છે.
    • શુદ્ધ પનીરમાં હળવી મીઠી સુગંધ અને કુદરતી સ્વાદ હોય છે.
    • નકલી પનીરમાંથી રસાયણો જેવી ગંધ આવે છે અને તેમાં કોઈ સ્વાદ નથી હોતો.
    • શુદ્ધ પનીર પાણીમાં ઉકાળવાથી નરમ બને છે.
    • જો નકલી પનીરને પાણીમાં ઉકાળવામાં આવે તો તેની રચના રબરી જેવી બની જાય છે.
    • જો તમે ગરમ તવા પર શુદ્ધ પનીર મૂકો છો, તો તે સોનેરી રંગનું થઈ જશે અને દૂધ જેવી સુગંધ આવશે.
    • જો તમે ગરમ તવા પર નકલી પનીર મૂકો છો, તો તે પ્લાસ્ટિકની જેમ ઓગળી જશે અને બળવા જેવી ગંધ આવશે.

    આ સમાચાર પણ વાંચો:  Maharashtra Fort : ઔરંગઝેબ વિવાદ વચ્ચે એક્શનમાં ફડણવીસ સરકાર, કેન્દ્ર સરકાર પાસે કરી આ મોટી માંગ..

     

    Fake Paneer:  વિધાનસભામાં પણ નકલી પનીર નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો

    મહત્વનું છે કે થોડા દિવસો પહેલા વિધાનસભામાં પણ નકલી પનીર નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય વિક્રમ સિંહ પચપુતે વિધાનસભામાં નકલી પનીર લાવ્યા અને આ ગંભીર મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો. જોકે, નકલી પનીર હજુ પણ બજારમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે. નકલી પનીર બનાવનારાઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે? તેથી, આવા નકલી પનીર ને રોકવા માટે સરકાર અને વહીવટીતંત્ર શું પગલાં લે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • સાવધાન- તહેવારોમાં બજારમાં ઠલવાઈ રહ્યું છે બનાવટી પનીર-FDAએ દરોડા પાડી જપ્ત કર્યું આટલા કિલો નકલી પનીર

    સાવધાન- તહેવારોમાં બજારમાં ઠલવાઈ રહ્યું છે બનાવટી પનીર-FDAએ દરોડા પાડી જપ્ત કર્યું આટલા કિલો નકલી પનીર

    News Continuous Bureau | Mumbai

    તહેવારોમાં(Festivals) જ બનાવટી પનીરનો(Fake Paneer) મોટો જથ્થો બજારમા વેચાઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ ગણેશોત્સવમાં(Ganeshotsav) બનાવટી પનીર બનાવનારી ફેકટરી(Illegal Paneer Factory) પણ FDAએ છાપો મારીનો મોટા પ્રમાણમાં બનાવટી પનીર જપ્ત કર્યું હતું. હવે ફરી એક વખત FDAએ છાપો મારીને પુણેના વાનવાડી ખાતે નકલી પનીર બનાવવાની ફેક્ટરી સામે કાર્યવાહી કરી છે.

    લાયસન્સ(License) વગરની એક ખાનગી ફેક્ટરી પર FDAએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં 800 કિલો નકલી પનીર તૈયાર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ પનીર બનાવવા માટે 350 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર(Skimmed milk powder) અને 270 કિલો પામોલિન તેલનો(Palmoline oil) સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

    1,67, 790 રૂપિયાની કિંમતનું 799 કિલો પનીર, 1,21,800ની રૂપિયાની કિંમતનો 348 કિલો સ્કિમ્ડ મિલ્ક પાઉડર અને 39,664ની રૂપિયા કિંમતનું 268 કિલો આરબીડી પામોલીન તેલ મળીને કુલ 3 લાખ 24 હજાર રૂપિયાની કિંમતના સ્ટૉકના સેમ્પલ લીધા હતા.

    આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદ હાઈકોર્ટે શિરડીના સાંઈબાબા મંદિરના ટ્રસ્ટી મંડળને લઈને આપ્યો ચોંકાવનારો ચુકાદો- જાણો સમગ્ર મામલો

    બનાવટી પનીરનો  જપ્ત કરાયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

    છેલ્લા 15 દિવસમાં પુણેમાં(Pune) ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(Food and Drug Administration) વિભાગની આ ત્રીજી મોટી કાર્યવાહી છે. કોંઢવા વિસ્તારમાં આવેલી સદગુરુકૃપા મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ફેક્ટરી (Sadgurukripa Milk & Milk Products Factory) પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં લગભગ 1 હજાર કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ હલકી કક્ષાનું પનીર બનાવવા માટે વપરાતો 22 લાખનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
     

  • તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો

    તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો

    News Continuous Bureau | Mumbai

    તહેવારોના સમયગાળા દરમિયાન ગ્રાહકો(Customer) સાથે છેતરપિંડી થવાની અને હલકી ગુણવત્તાની ખાદ્ય ચીજવસ્તુ(Fooditems) ઓનું વેચાણ થવાના બનાવ વધી ગયા છે. હાલ દેશભરમાં ગણેશોત્સવ(Ganesh festival ) ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્યારે નકલી પનીર(Fake Paneer), માવા વેચાવવાનું પ્રમાણ પણ વધી ગયું છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તાજેતરમાં પુણે(Pune) માં એક કારખાનામાં છાપો મારીને બનાવટી 899 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યું છે.

     

    મીડિયાના અહેવાલ મુજબ FDA દ્વારા પુણેના હવેલી તાલુકાના માંજરી ખુર્દના એમ. આર. એસ ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન, એક લાઇસન્સ વિનાની ફેક્ટરીમાં નકલી પનીર બનાવવામાં આવતું હોવાનું જણાયું હતું. અહીં કાર્યવાહી કરીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને માલ જપ્ત કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : સૂર્યદેવ સિંહ રાશિમાં થયા બિરાજમાન- 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે

    આ ફેક્ટરી પર દરોડો પાડી 1,97,780 રૂપિયાની કિંમતનું 899 કિલો નકલી પનીર, રૂ. 2,19,600ની કિંમતનો 549 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર અને 4,544 રૂપિયાની કિંમતનો 28.4 કિલો આરબીડી પામોલીન તેલ(RDB Palmolin oil) એમ કુલ 4,21,924 રૂપિયાનો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તથા લીધેલા નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.