• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - fees
Tag:

fees

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Smriti Irani's Fee Will Blow Your Mind
મનોરંજન

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: ક્યુંકી સાસ ભી કભી બહુ થી માં સ્મૃતિ ઈરાની ની ફી સાંભળીને ઉડી જશે હોશ, એક એપિસોડ માટે વસૂલશે આટલી મોટી રકમ!

by Zalak Parikh July 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ એકવાર ફરીથી 25 વર્ષો પછી ટીવી પર દસ્તક દેવા જઈ રહ્યો છે. જૂના કલાકારો એકવાર ફરીથી તમને મળવા આવી રહ્યા છે. આ શોમાં તુલસી વિરાણી અને મિહિર વિરાણી ના પાત્રો ને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. એકવાર ફરીથી તુલસી અને મિહિર પરત ફરી રહ્યા છે. આ શો 29 જુલાઈ, 2025 થી રાત્રે 10:30 વાગ્યે શરૂ થવા જઈ રહ્યો છે

આ સમાચાર પણ વાંચો : Nora Fatehi: એરપોર્ટ પર આવી હાલત માં જોવા મળી નોરા ફતેહી, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ માટે સ્મૃતિ ઈરાનીની ફી સાંભળીને ઉડી જશે હોશ

શું તમે જાણો છો કે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ શો માટે તમારી તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની કેટલી ફી ચાર્જ કરી રહી છે? રિપોર્ટ્સ જણાવે છે કે તેની ફી આ વખતે આસમાનને સ્પર્શી રહી છે. વર્ષ 2000 માં તુલસીને પ્રતિ એપિસોડ 1,800 મળતા હતા. પરંતુ સીઝન 2 માટે તેની ફી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવોકરવામાં આવ્યો છે કે સ્મૃતિ આજે પ્રતિ એપિસોડ 14 લાખ ચાર્જ કરી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આ વખતે એકતા કપૂર ની આ ધારવાહિકના  ફક્ત 150 એપિસોડ આવશે. આવા સમયે, જો  14 લાખના હિસાબે અભિનેત્રીની કુલ કમાણી જોવામાં આવે, તો તે 21 કરોડ રૂપિયા થશે.

 

View this post on Instagram

 

A post shared by Telly Reporter (@tellyreporter)


જોકે, સ્મૃતિની 14 લાખ ફી ચાર્જ કરવા અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. હાલમાં, દર્શકોને ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ને એકવાર ફરીથી જોવા માટેનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pankaj Tripathi Doubles His Fee for Criminal Justice Season 4
મનોરંજન

Pankaj Tripathi: શું ક્રિમિનલ જસ્ટિસ 4 માટે પંકજ ત્રિપાઠી એ વધારી દીધી તેની ફી? જાણો અભિનેતા ને કેટલા કરોડ મળ્યા

by Zalak Parikh June 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી ફરી એકવાર વેબ સીરિઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ ના ચોથા સીઝનમાં એડવોકેટ માધવ મિશ્રા ના પાત્રમાં દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. આ સીઝનમાં એક હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસની તપાસ ચાલી રહી છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ પંકજ ત્રિપાઠીએ આ સીઝન માટે પોતાની ફી ડબલ કરતાં પણ વધુ કરી છે અને કુલ 10 કરોડ રૂપિયા લીધા છે

આ સમાચાર પણ વાંચો : Sitaare zameen par: સિતારે જમીન પર ના સ્ક્રીનિંગ માં પહોંચ્યો સલમાન ખાન, પાપારાઝી સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યો ભાઈજાન, જુઓ વિડીયો

દર એપિસોડ માટે મળ્યા 1.25 કરોડ રૂપિયા

મીડિયા રિપોર્ટ મુજબ પંકજ ત્રિપાઠીએ અગાઉના સીઝનમાં લગભગ  4 કરોડ ફી લીધી હતી, જ્યારે આ વખતે તેમણે દરેક એપિસોડ માટે અંદાજે  1.25 કરોડ લીધા છે. આ રીતે કુલ 8 એપિસોડ માટે તેમને 10 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે તેમની લોકપ્રિયતા અને અભિનયની કદર સતત વધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by JioHotstar (@jiohotstar)


‘ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટર’ નામથી આવતો આ સીઝન 22 મે 2025થી JioHotstar પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. મુખ્ય પાત્રોમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત મોહમ્મદ જીશાન અયૂબ, આશા નેગી, સુરવીન ચાવલા, મીતા વશિષ્ઠ, શ્વેતા બસુ પ્રસાદ, ખુશબૂ અત્રેઅને બરખા સિંહજોવા મળી રહ્યા છે. દરેક ગુરુવારે નવા એપિસોડ રિલીઝ થાય છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kiara advani charge 15 crores for toxic join highest paid actress list
મનોરંજન

Kiara advani: સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઇ કિયારા અડવાણી, સાઉથ ની આ ફિલ્મ માટે એક્ટ્રેસ એ વસૂલી અધધ આટલી ફી

by Zalak Parikh March 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kiara advani: કિયારા અડવાણી બોલીવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી છે. તાજેતર માં કિયારા તેની ગર્ભાવસ્થા ને કારણે ચર્ચામાં છે. ‘કબીર સિંહ’, ‘શેરશાહ’ અને ‘ભૂલ ભૂલૈયા 2’ જેવી સફળ ફિલ્મોમાં અભિનય કરીને કિયારા એ બોલિવૂડ માં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.હવે અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને સાઉથ ની ફિલ્મ માટે તડગી ફી વસૂલી છે. 

આ સમાચાર પણ વાંચો: Anupama Shivam khajuria: અનુપમા ની દીકરી રાહી કરતા પણ સુંદર છે પ્રેમ ની ઓફ સ્ક્રીન ગર્લફ્રેન્ડ, જાણો શિવમ ખજુરિયા ની લેડી લવ વિશે

કિયારા અડવાણી એ 15 કરોડ ફી લીધી 

કિયારા અડવાણી યશ ની ફિલ્મ ‘ટોક્સિક’ થી કન્નડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા એ આ ફિલ્મ માટે મોટી ફી લીધી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કિયારા અડવાણી યશ સ્ટારર ‘ટોક્સિક’ માટે 15 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. આ સાથે, તે દેશની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં જોડાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


એક તરફ તેની ગર્ભાવસ્થા ને કારણે કિયારા એ ડોન 3 છોડી દીધી છે તો બીજી તરફ તે ટોક્સિક માં મોટી ફી વસૂલી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss 18 salman khan khan fees
મનોરંજન

Bigg boss 18: બિગ બોસ 18 માટે સલમાન ખાને વસૂલી અધધ આટલી મોટી રકમ! ભાઈજાન ની ફી સાંભળી તમને પણ લાગશે નવાઈ

by Zalak Parikh October 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bigg boss 18: બિગ બોસ 18 નું ગઈકાલે ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. બિગ બોસ 18  OTT પ્લેટફોર્મ Jio સિનેમા અને કલર્સ ટીવી પર સ્ટ્રીમ થઇ રહ્યું છે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. બિગ બોસની આ સીઝન હોસ્ટ કરવા માટે સલમાન ખાનને માત્ર 6 અઠવાડિયામાં અધધ આટલી ફી ચૂકવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Anupama update: અનુપમા માં લિપ બાદ કિંજલ ની દીકરી પરી ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી, ટીવી સિરિયલ સોનપરી માં કરી ચુકી છે કામ

બિગ બોસ 18 માટે સલમાન ખાન ની ફી 

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ ની સીઝન 17 કરતા આ સીઝન ને હોસ્ટ કરવા માટે સલમાન ખાને તેની ફી માં વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ સિઝન 15 અઠવાડિયા સુધી ચાલુ રહે છે, તો તેના માટે નિર્માતાઓએ સલમાન ખાનને લગભગ 250 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.એટલે કે સલમાન ખાન ને એક મહિના માટે 60 કરોડ રૂપિયા ચુકવવામાં આવશે. 

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)


બિગ બોસ 18 માં એલિસ કૌશિક, શહેજાદા ધામી, શિલ્પા શિરોડકર ઉપરાંત બીજા ઘણા સ્ટાર્સ એ ભાગ લીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah jheel mehta opened up on dilip joshi fees
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતામાં સોનુ ની તુલના માં જેઠાલાલ ને મળતી હતી અધધ આટલા ગણી ફી,ઝીલ મહેતા એ શેર કર્યું કેવું હતું તેના અને દિલીપ જોશી વચ્ચે નું બોન્ડ

by Zalak Parikh September 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં ઝીલ મહેતા એ નાની સોનુ ની ભૂમિકા ભજવી હતી હવે સોનુ ઘણી મોટી થઇ ગઈ છે અને ટૂંક સમય માં તે લગ્ન પણ કરવાની છે તેવામાં ઝીલ મહેતા એ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના અને દિલીપ જોશી ના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેમજ તેની ફી વિશે પણ જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: આને કહેવાય કોન્ફિડન્સ, પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય થી થઇ હતી આવી ભૂલ, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

તારક મહેતા ની સોનુ એ દિલીપ જોશી વિશે કરી વાત 

એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઝીલ મહેતા એ જણાવ્યું હતું કે, “ મારા અને દિલીપ જોશી વચ્ચે સારું બોન્ડ હતું પરંતુ અમારી વચ્ચે સિનિયોરિટી ફેક્ટર હતું જેના કારણે હું તેમની સાથે વધુ કનેક્ટ થઈ શકી નહોતી.દિલીપ જી નો દીકરો મારી સાથે સ્કૂલમાં ભણતો હતો.” 

#TMKOC’s Former Sonu AKA #JheelMehta Reveals #DilipJoshi Used To Earn 15X More Than Her#TaarakMehtaKaOoltahChashmahhttps://t.co/6NJfzgsMpg

— @zoomtv (@ZoomTV) September 26, 2024


પોતાની વાત ને આગળ વધારતા ઝીલે કહ્યું, “મને ખાતરી નથી કે તે સાચું છે કે નહીં, મને એટલું જ યાદ છે કે જ્યારે હું 1200 રૂપિયાકમાતી હતી ત્યારે તેમને (દિલીપ જોશી)ને મારા કરતા 15 ગણા વધુ કમાતા હતા. દિલીપ સર ને જે અંદાજ લગાવવામાં આવ્યો હતો તેના કરતા ઘણો વધારે પગાર મળ્યો હશે. અને તે બરાબર છે કારણ કે તે શોને હેન્ડલ કરે છે અને તેનું કામ ઉત્તમ છે. બીજા સૌથી વધુ પગાર મેળવનાર કલાકાર દિશા દીદી અથવા શૈલેષ અંકલ હશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan fees for kbc 16 per episode
મનોરંજન

Amitabh bachchan KBC 16: કૌન બનેગા કરોડપતિ સીઝન 16 ના એક એપિસોડ માટે અધધ આટલી મોટી ફી વસુલે છે અમિતાભ બચ્ચન, કિંમત જાણી ને તમારા પણ ઉડી જશે હોશ

by Zalak Parikh August 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan KBC 16: કૌન બનેગા કરોડપતિ ની 16 મી સીઝન શરૂ થઇ ગઈ છે જેને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે.આ શો ઘણા લોકો અમિતાભ બચ્ચન ને કારણે જ જોતા હોય છે. કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કર્યા બાદ અમિતાભ બચ્ચન ની કિસ્મત બદલાઈ ગઈ હતી. હવે અમિતાભ બચ્ચન આ શો ની 16 મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે.હવે આ માટે અમિતાભ બચ્ચન મસ મોટી ફી વસૂલી રહ્યા છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે. 

આ સમાચાર પણ વાંચો: Johnny lever birthday: એક સમયે રસ્તા પર પેન વેચવાવાળો જોની લીવર આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

કેબીસી 16 માં અમિતાભ બચ્ચન ની ફી 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને કેબીસી ની પહેલી સીઝન માટે 25 લાખ ફી પેટે લીધા હતા.ત્યારબાદ જેમ જેમ કેબીસી ની વધુ સીઝન આવતી ગઈ તેમ તેમ અમિતાભ બચ્ચન ની ફી માં પણ વધારો થતો ગયો. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન ને કેબીસી 16 ના એક એપિસોડ માટે લગભગ 5 કરોડ રૂપિયા મેકર્સ ફી પેટે ચૂકવે છે. 

Amitabh Bachchan earns ₹5 crore per episode for Kaun Banega Crorepati 16

Amitabh Bachchan’s fees per season:
KBC 1 – ₹25 lakh⁰KBC 2 – ₹25 lakh⁰KBC 4 – ₹50 lakh⁰KBC 5 – ₹50 lakh⁰KBC 6 – between ₹1.5 crore and ₹2 crore⁰KBC 7 – between ₹1.5 crore and ₹2 crore⁰KBC 8 –… pic.twitter.com/eGVlMCXPVG

— CineScoop (@Cinescoop7) August 14, 2024


જોકે અમિતાભ બચ્ચન તરફ થી આ ફી અંગે કોઈ માહિતી સામે આવી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC taarak mehta aka sachin shroff fees is lesser than shailesh lodha
મનોરંજન

TMKOC Sachin shroff: આ મામલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જુના મહેતા સાહેબ એટલે કે શૈલેષ લોઢા સચિન શ્રોફ કરતા નીકળી ગયા આગળ, જાણો વિગત

by Zalak Parikh August 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC Sachin shroff: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. જ્યારથી આ સિરિયલ શરૂ થઇ ત્યાર થી આ શો માં મહેતા સાહેબ ના પાત્ર માં શૈલેષ લોઢા જોવા મળતા હતા પરંતુ ત્યારબાદ શો ના મેકર્સ સાથે ખટરાગ થતા શૈલેષ લોઢા એ આ શો ને અલવિદા કહી દીધું હવે શો માં મેહતા સાહેબ ના પાત્ર માં સચિન શ્રોફ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આ મામલે શૈલેષ લોઢા સચિન શ્રોફ કરતા આગળ નીકળી ગયા છે. 

આ સમાચાર પણ વાંચો: Zayed khan:પિતા સંજય ખાન અને ઝીનત અમાન ના સંબંધ ને લઈને ઝાયેદ ખાને તોડ્યું મૌન,કર્યો ચોંકાવનારો ખુલાસો

કમાણી ના મામલે સચિન શ્રોફ કરતા આગળ નીકળ્યા શૈલેષ લોઢા 

મીડિયા રિપોર્ટ મુજબ શૈલેષ લોઢા તેના પાત્ર મેહતા સાહેબ માટે સચિન શ્રોફ કરતા 400 ગણી વધારે ફી લેતો હતો. રિપોર્ટ અનુસાર જ્યારે શૈલેષ લોઢા એ આ સીરિયલ છોડી ત્યારે તેની પ્રતિ એપિસોડની ફી 1.5 લાખ રૂપિયા હતી. શૈલેષ લોઢા ના શો છોડ્યા પછી, નિર્માતાઓએ તારક મહેતા ના પાત્ર માટે સચિન શ્રોફની પસંદગી કરી. મીડિયા રિપોર્ટ મુજબ સચિન શ્રોફની ફી માત્ર 30 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ હતી. જે શૈલેષ લોઢા ને મળતી ફી ની તુલના માં 400 ગણી ઓછી છે. 

 

View this post on Instagram

 

A post shared by sacchin shrof (@sachinshroff1)


તમને જણાવી દઈએ કે આ શો માં  ફી જેઠાલાલ નું પાત્ર ભજવતા દિલિપ જોશી ને મળે છે દિલિપ જોશી ને પ્રતિ એપિસોડ 1.5 થી 2 લાખ રૂપિયા સુધીની ફી મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ATM Withdrawal FeesATM users may have pay more for withdrawals as operators seek hike in fees
વેપાર-વાણિજ્ય

ATM Withdrawal Fees: ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! ટ્રાન્સેકશન માટે આપવો પડી શકે છે વધારે ચાર્જ..

by kalpana Verat June 14, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

ATM Withdrawal Fees: જો તમે ATM મશીનમાંથી રોકડ ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે છે. હવે તમારે ફિક્સ ફ્રી લિમિટ પછી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. વાસ્તવમાં, દેશના ATM ઓપરેટરોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નો સંપર્ક કર્યો છે. એટીએમ ઓપરેટરો ઇન્ટરચેન્જ ચાર્જમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.

ATM Withdrawal Fees: ચાર્જ વધારીને 21 રૂપિયા કરવા વિનંતી 

મીડિયા રિપોર્ટ મુજબ કોન્ફેડરેશન ઓફ ATM ઈન્ડસ્ટ્રી (CATMI) માંગ કરી છે કે ઈન્ટરચેન્જ ફી ને પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ 23 રૂપિયા સુધી વધારી દેવી જોઈએ. આ વ્યવસાય માટે વધુ ભંડોળની ખાતરી કરવામાં મદદ કરશે. ATM નિર્માતા AGS Transact Technologies ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્ટેનલી જોન્સને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઇન્ટરચેન્જ રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. અમે આરબીઆઈનો સંપર્ક કરી રહ્યા છીએ અને લાગે છે કે તેઓ વધારાને સમર્થન આપશે. અમે એટલે કે CATMI એ ચાર્જ વધારીને 21 રૂપિયા કરવા વિનંતી કરી છે. તે જ સમયે, કેટલાક અન્ય ATM ઉત્પાદકોએ તેને વધારીને 23 રૂપિયા કરવાની માંગ કરી છે. જો કે આરબીઆઈ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ATM ઉત્પાદકના જણાવ્યા અનુસાર, ઇન્ટરચેન્જ ચાર્જમાં વધારો એ NPCI દ્વારા લેવામાં આવેલ નિર્ણય છે કારણ કે દર તેમના દ્વારા નક્કી કરવામાં આવે છે.

ATM Withdrawal Fees: છેલ્લે 2021માં વધારો થયો હતો

મહત્વનું છે કે વર્ષ 2021માં ATM ટ્રાન્ઝેક્શન પર ઈન્ટરચેન્જ ચાર્જ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવ્યો હતો. એટીએમ ઇન્ટરચેન્જ એ ચાર્જ છે જે કાર્ડ જારી કરનાર બેંક દ્વારા બેંકને ચૂકવવામાં આવે છે જ્યાં કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડવા માટે થાય છે. ઊંચા ઇન્ટરચેન્જ ચાર્જિસને કારણે, બેંકો ખર્ચની ભરપાઈ કરવા માટે મફત વ્યવહારો પછી ગ્રાહકો પાસેથી લેવામાં આવતા ચાર્જમાં વધારો કરી શકશે. હાલમાં, ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકો પાસેથી 21 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  WPI inflation : જથ્થાબંધ મોંઘવારીએ આપ્યો આંચકો! ફુગાવો એક મહિનામાં ડબલ થયો; જાણો આંકડા..

જણાવી દઈએ કે હાલમાં, બચત ખાતા ધારકો માટે મહિનામાં ઓછામાં ઓછા પાંચ વ્યવહારો મફત છે. તે જ સમયે, કેટલીક બેંકો એવી છે જેમના ATM ટ્રાન્ઝેક્શન ત્રણ ફ્રી છે. આ પછી અલગ-અલગ બેંકના એટીએમમાંથી અલગ-અલગ પ્રકારના ચાર્જ પણ વસૂલવામાં આવે છે.

 

 

June 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh salman and aamir did not charge any fees for performance in anant and radhika pre wedding function
મનોરંજન

Anant and Radhika pre wedding: શું અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરવા માટે શાહરુખ, સલમાન અને આમિરે વસૂલી છે મોટી રકમ? જાણો શું છે આ સમાચાર પાછળ ની હકીકત

by Zalak Parikh March 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding: અનંત અંબાણી ને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ હતી લઇને વિદેશી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમ માં ઘણા સેલેબ્સ એ પરફોર્મ પણ કર્યું હતું. જેમાં હોલિવુડ સ્ટાર્સ અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ હતા. એવા સમાચાર હતા કે, શાહરુખ ખાન, સલમાન ખાન ને આમિર ખાને આ ફંક્શન માં પરફોર્મ કરવા માટે અંબાણી પાસે થી મોટી ફી લીધી છે. હવે આ સમાચાર પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેને જાણી ને તમને પણ નવાઈ  લાગશે.

આ સમાચાર પણ વાંચો : Aamir khan: નવા પ્રોજેક્ટ માટે આમિર ખાને અપનાવ્યા વિવિધ રૂપ, દર્શીલ સફારી એ શેર કરી તસવીરો

શાહરુખ, સલમાન અને આમિર ની ફી 

સોશિયલ મીડિયા શાહરુખ, સલમાન અને આમિર ખાને અંબાણી ના ફંક્શન માં પરફોર્મ કરવા માટે મોટી ફી લીધી છે તેવા સમાચાર વહેતા થયા હતા. જો કે આ સમાચાર સાવ ખોટા છે. હકીકત કઈ બીજી જ છે. મીડિયા રિપોર્ટ મુજબ ત્રણેય ખાને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે એક પણ પૈસો લીધો નથી. આ સિવાય રામ ચરણે પણ કોઈ ફી લીધી નથી. મોટી ફી વસુલવાની આ વાત પાયાવિહોણી છે. આ ફંક્શન માં ખાલી ઈન્ટરનેશનલ સ્ટાર્સે પૈસા લીધા છે. 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


તમને જણાવી દઈએ કે શાહરૂખ, આમિર અને સલમાન સંગીત સેરેમનીમાં નાટુ નાટુ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતું. ત્યારબાદ નીતા અંબાણી ના કહેવા પર સ્ટેજ પર રામ ચરણ ને પણ બોલાવવામાં આવ્યો હતો  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

March 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant ambani and radhika merchant pre wedding function rihanna luggage video viral and singer charges huge amount for her performance
મનોરંજન

Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં આવેલી રિહાના નો સમાન જોઈ લોકો નું ફરી ગયું માથું,સિંગરે પરફોર્મન્સ માટે વસૂલી અધધ રકમ

by Zalak Parikh March 1, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન આજથી શરૂ થઇ રહ્યા છે. આ ફંક્શન માં હાજરી આપવા બોલિવૂડ થી લઈને હોલિવુડ ની મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે. આ અવસર પર પ્રખ્યાત હોલીવુડ કલાકાર રિહાના ની ટીમ પહોંચી છે. તેના સામાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે રેહાના નો ભારત માં વસાવા નો ઈરાદો છે કે શું 

આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી એ બતાવી ગોધરા કાંડ ની ઝલક, ધ સાબરમતી રિપોર્ટ ના વિડીયો સાથે જાહેર કરી ફિલ્મ ની રિલીઝ ડેટ

 

રિહાના ના સામાન નો વિડીયો 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરવા રિહાના તેની ટિમ અને તેના સામાન સાથે જામનગર પહોંચી છે. આ દરમિયાન રિહાના નો સામાન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રિહાના નો પરફોર્મન્સ નો સામાન એક ક્રેન માં લઇ જવામાં આવી રહ્યો છે. આ વિડીયો પર લોકો ખુબ કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે બાર્બેડિયન સિંગર, બિઝનેસવુમન અને એક્ટ્રેસ રિહાના એ મોટી રકમ વસૂલી રહી છે. જો કે આ રકમ  ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, રિહાના એક ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે રૂ. 12 કરોડ ($1.5 મિલિયન) થી રૂ. 66 કરોડ ($12 મિલિયન) વસૂલે છે. હવે રિહાના એ મુકેશ અંબાણી પાસેથી કેટલી રકમ વસૂલી છે એ તો રિહાના જ જાણે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

 

March 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક