• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - feet
Tag:

feet

Delhi Election 2025 Assembly Elections PM Narendra Modi touched feet of Ravindra Singh Negi on stage during rally in Delhi
દેશ

Delhi Election 2025:પીએમ મોદીએ જાહેર મંચ પર આ ભાજપના ઉમેદવારના કર્યા ચરણ સ્પર્શ; જુઓ વિડિયો..

by kalpana Verat January 29, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવલ નગર બેઠક પર રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. જ્યારે પીએમ રેલીમાં હાજરી આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે પટપડગંજ બેઠકના ભાજપના ઉમેદવાર રવિન્દ્ર સિંહ નેગીએ તેમના પગ સ્પર્શ્યા. ત્યારબાદ પીએમએ ત્રણ વખત રવિન્દ્ર નેગીના પગ સ્પર્શ કર્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે રવિન્દ્ર સિંહ નેગી કોણ છે, જેમના પગ પીએમ મોદીએ ત્રણ વાર સ્પર્શ્યા હતા. પીએમ મોદીના આ કાર્યથી ત્યાં હાજર નેતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ભાજપના ઉમેદવાર રવિન્દ્ર નેગી પોતે અસ્વસ્થ થઈ ગયા.

संस्कार ❤️❤️❤️

भाजपा उम्मीदवार रविंद्र नेगी ने पीएम मोदी के पैर छुए।

पीएम मोदी ने ऐसा तीन बार किया। #दिल्ली_के_दिल_में_मोदीpic.twitter.com/t6Os6ZXwc0

— सिद्धांत राय 🇮🇳 (Hindu) 🔱 🆙 (@iSiddhanth) January 29, 2025

 Delhi Election 2025:રવિન્દ્ર નેગી કોણ છે?

રવિન્દ્ર સિંહ નેગી એ જ નેતા છે જેમણે ગત ચૂંટણીમાં પટપટગંજ બેઠક પર મનીષ સિસોદિયાને સખત ટક્કર આપી હતી. સિસોદિયા ખૂબ જ મુશ્કેલીથી આ બેઠક જીતવામાં સફળ રહ્યા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પોતાની બેઠક બદલી છે. આ વખતે તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને શિક્ષણવિદ અવધ ઓઝાને આ બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે. અવધ ઓઝા સામે રવિન્દ્ર સિંહ નેગી એક મજબૂત ઉમેદવાર છે. 

Delhi Election 2025: રવિન્દ્ર નેગી ઉત્તરાખંડના રહેવાસી 

મૂળ ઉત્તરાખંડના વતની રવિન્દ્ર સિંહ નેગી હાલમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય છે. તેઓ વિનોદ નગર વોર્ડ-198 ના કાઉન્સિલર છે. વિનોદ નગર વોર્ડ પટપટગંજ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. રવિન્દ્ર નેગી પટપડગંજ વિસ્તારનું એક પ્રખ્યાત નામ છે. સિસોદિયાને આટલી કડક ટક્કર આપીને તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યા છે. નેગીનો RSSમાં પણ સારો પ્રભાવ છે અને તેમણે આ ક્ષેત્રમાં વિસ્તારક જેવા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે.

આ સમાચાર પણ વાંચો : President Trump: PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને બીજા કાર્યકાળ માટે પાઠવ્યા અભિનંદન, યુક્રેનની સ્થિતિ સહિત આ મુદ્દાઓ પર ચર્ચા કરી…

Delhi Election 2025:યમુનાના પાણી અંગે પીએમ મોદી પર હુમલો

પીએમ મોદીએ દિલ્હીમાં પાણીની સમસ્યા પર AAPની ટીકા કરી અને કહ્યું કે આજે પણ દિલ્હીના લોકો પીવાના પાણી માટે તડપી રહ્યા છે અને અહીંની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીની ઓળખ બદલવાની જરૂર છે કારણ કે છેલ્લા 14 અને 11 વર્ષમાં સત્તામાં રહેલી સરકારો કોઈ અસરકારક પરિવર્તન લાવી શકી નથી. આ ઉપરાંત, પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલના તે નિવેદન પર પણ નિશાન સાધ્યું જેમાં તેમણે હરિયાણા પર યમુના નદીમાં ઝેરી એમોનિયા ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ કહ્યું કે આ નિવેદન હરિયાણા કે દિલ્હીના લોકોનું નહીં પણ ભારતનું અપમાન છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું કોઈ એવું માની શકે છે કે હરિયાણા દિલ્હીમાં રહેતા લોકોનો જીવ લેવા માટે યમુનામાં ઝેર ભેળવી દેશે જેઓ યમુનાનું પાણી પીવે છે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh khan touches amitabh bachchan and jaya bachchan feet at anant and radhika wedding
મનોરંજન

Shahrukh khan: આને કહેવાય જેન્ટલમેન, અનંત અને રાધિકા ના લગ્ન માં શાહરૂખે અમિતાભ-જયા અને રજનીકાંત સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે કિંગ ખાન ના વખાણ

by Zalak Parikh July 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માં બોલિવૂડ થી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી ના દિગ્ગ્જ કલાકારો એ હાજરી આપી હતી. આ લગ્ન માં શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો. દરમિયાન લગ્ન સ્થળ પર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રજનીકાંત જેવા સુપરસ્ટાર્સ ને જોઈ ને શાહરુખ ખાને એવું વર્તન કર્યું કે લોકો કિંગ ખાન ના વખાણ કરી રહ્યા છે. 

 આ સમાચાર પણ વાંચો:  Shahrukh khan: શું અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા મુંબઈ પરત ફર્યો શાહરુખ ખાન? કિંગ ખાન નો વિડીયો થયો વાયરલ

શાહરુખ ખાન નો વિડીયો થયો વાયરલ 

શાહરુખ ખાન નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરુખ ખાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ને તેમની સામે આવતા જોઈ તેમને પ્રણામ કરીને બંનેના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા.ત્યારબાદ શાહરૂખ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેની પત્નીને હાથ જોડીને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શાહરુખ ખાન નો આ વિડીયો જોઈ લોકો કિંગ ખાન ના વખાણ કરી રહ્યા છે ઘણા નેટિઝન્સ કિંગ ખાન ને રિયલ જેન્ટલમેન પણ કહી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonu nigam wash asha bhosle feet video goes viral
મનોરંજન

Sonu nigam: બધા ની સામે સ્ટેજ પર સોનુ નિગમે આશા ભોંસલે સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે ગાયક ન વખાણ

by Zalak Parikh June 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sonu nigam: સોનુ નિગમ બોલિવૂડ નો લોકપ્રિય ગાયક છે.  આશા ભોંસલે પણ દિગ્ગ્જ ગાયિકા છે. આશા ભોંસલે એ તેના ગીતોથી વિશ્વભરમાં ઓળખ મેળવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આશા ભોંસલેને પોતાનો રોલ મોડલ માને છે. સોનુ નિગમ પણ આ લિસ્ટમાં છે, જે આશા ભોંસલેની ખૂબ પ્રશંસા કરે છે.હાલમાં જ સોનુ નિગમ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જણે જોઈને લોકો ગાયક ના વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: KBC – 16: કેબીસી 16 લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો લોકો નો ઉત્સાહ

સોનુ નિગમ નો વિડીયો 

આશા ભોસલેએ મુંબઈમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઇવેન્ટ માં ઇન્ડસ્ટ્રી ના ઘણા સ્ટાર્સ એ હાજરી આપી હતી.આ ઈવેન્ટમાં સોનુ નિગમે આશા ભોંસલેનું ઘણું સન્માન કર્યું હતું.આ ઇવેન્ટ ના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં સોનુ નિગમ આશા ભોંસલેના પગ પાસે બેસીને પહેલા તો તેને આદરપૂર્વક આશાજીના પગને ચુંબન કર્યું અને પછી પાણીથી તેમના પગ ધોયા. આ દરમિયાન આશા ભોંસલે પણ સમયાંતરે હસતી જોવા મળી હતી.

#WATCH | Maharashtra: During the biography launch of Singer Asha Bhosle, Singer Sonu Nigam washed her feet as an expression of his respect and gratitude towards her. https://t.co/2F5FKbsZRT pic.twitter.com/6shtVKQpKp

— ANI (@ANI) June 28, 2024


સોનુ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોનુ નિગમ નું આ વર્તન જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan touches kalki 2898 ad producer feet and buy first ticket
મનોરંજન

Amitabh bachchan: કલ્કિ 2898 એડી ની ટિકિટ નો પહેલો ખરીદદાર બન્યો અમિતાભ બચ્ચન, ફિલ્મ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ માં પ્રોડ્યુસર સાથે કર્યું એવું વર્તન કે થઇ રહી છે બિગ બી ની વાહવાહી

by Zalak Parikh June 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: કલ્કિ 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થવાની છે ગઈકાલે ફિલ્મ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ માં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ, કમલ હસન અને રાણા દગ્ગુબાતી જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે પરંતુ ફિલ્મ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ માંથી અમિતાભ બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો બિગ બી ની વાહવાહી કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Alka Yagnik: વાયરલ એટેક બાદ અલકા યાજ્ઞિક થઇ આ દુર્લભ બીમારી નો શિકાર, શરીરના આ અંગ પર થઇ અસર

અમિતાભ બચ્ચને ખરીદી કલ્કિ 2898 એડી ની પ્રથમ ટિકિટ 

સોશિયલ મીડિયા પર ફિલ્મ કલ્કિ 2898 એડી ની પ્રિ રિલીઝ ઇવેન્ટ માંથી અમિતાભ બચ્ચન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અમિતાભ બચ્ચન ફિલ્મ ના નિર્માતા અશ્વિની દત્ત ને પગે લાગી રહ્યા છે તેમજ વિડીયો માં અશ્વિની દત્ત પર અમિતાભ બચ્ચન ના પગે લાગતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને ફિલ્મ ના નિર્માતા અશ્વિની દત્ત ના ખુબ વખાણ કર્યા હતા. અશ્વની દત્તે બિગ બી ને ફિલ્મ ની પ્રથમ ટિકિટ આપી હતી જેના બિગ બી એ 500 રૂપિયા પર ચૂકવ્યા હતા. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


કલ્કિ 2898 એડી ના પ્રિ રિલીઝ ઇવેન્ટ નો આ વિડીયો જોઈ લોકો અમિતાભ બચ્ચન ની વાહવાહી કરી રહ્યા છે અને તેમને એક સરળ વ્યક્તિ પણ કહી રહ્યા છે. કલ્કિ 2898 એડી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન, દિશા પટની છે. આ ફિલ્મ 27 જૂન ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
IPL 2024 Fan breaches security to hug Virat Kohli and touch his feet
ક્રિકેટ

IPL 2024: ચાલુ મેચમાં સ્ટેડિયમમાં ઘુસ્યો ફેન, કોહલીને પગે લાગ્યો.. જુઓ વિડીયો

by kalpana Verat March 26, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની છઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. RCBના હોમ ગ્રાઉન્ડ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ પોતાના પ્રશંસકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી ન હતી. કોહલીએ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. લાંબા સમય બાદ વિરાટને જોઈને તેના ચાહકો પણ પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા અને એક પ્રશંસકે તમામ સુરક્ષાને તોડીને કોહલીના ચરણ સ્પર્શ કર્યો.

 જુઓ વિડીયો 

A fan breached the field and touched Virat Kohli's feet.

– King Kohli, an icon! ❤️pic.twitter.com/s82xq8sKhW

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024

RCB vs PBKS મેચ દરમિયાન, વિરાટ કોહલીના એક ફેન્સે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે રમતને થોડા સમય માટે રોકવી પડી હતી. આ બધું એક ઓવર પછીના વિરામ દરમિયાન થયું, જ્યારે એક ચાહકે ઉત્સાહમાં બેટ્સમેનનો બેટિંગ ક્રિઝ સુધી પીછો કર્યો અને તેના ચરણને સ્પર્શ કર્યા.

આ સમાચાર પણ વાંચો : TRAI : ટ્રાઇએ ‘એમ2એમ કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી.. જાણો આનાથી શું થશે ફાયદો..

 પોલીસે અટકાયત કરી હતી

ભલે કોહલીએ ફેનને જોઈને પ્રેમભરી પ્રતિક્રિયા આપી અને તેને ગળે લગાડ્યો પણ પછી  ફેનની હાલત ખરાબ થઈ ગઈ. વાસ્તવમાં, મેચ સુરક્ષાકર્મીઓએ તેને મેદાનની બહાર મોકલી દીધો અને ત્યારબાદ પ્રશંસકને પોલીસને હવાલે કરી દીધો. હાલ પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

 વિરાટ કોહલીએ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો

મેચ પછી, કોહલીએ RCBના વફાદાર અને જુસ્સાદાર ચાહકોનો આભાર વ્યક્ત કર્યો કે જેઓ હજુ સુધી IPL જીતી શકી નથી તેવી ટીમને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. આ વર્ષોથી ચાલી રહ્યું છે અને તમે જાણો છો, જ્યારે તમે રમતો રમો છો ત્યારે લોકો ઘણી બધી અન્ય વસ્તુઓ વિશે વાત કરે છે. સિદ્ધિઓ, આંકડા, સંખ્યાઓ વિશે. દિવસના અંતે જ્યારે તમે પાછળ જુઓ છો ત્યારે તમે કશું કરી શકતા નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. શિખર ધવનના નેતૃત્વમાં પંજાબ કિંગ્સે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. RCBની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી. વિરાટ કોહલીએ 49 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ RCB vs પંજાબ કિંગ્સ લાઈવ મેચ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં વિરાટ કોહલીનો એક ફેન મેદાનની વચ્ચે પહોંચી ગયો હતો. તે સમયે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
atlee kumar touches shahrukh khan feet at zee cine award king khan reaction goes viral
મનોરંજન

Atlee kumar: ફિલ્મ જવાન ને એવોર્ડ મળતા એટલી કુમારે શાહરુખ ખાન સાથે કર્યું આવું વર્તન, કિંગ ખાન નું રિએક્શન પણ થયું વાયરલ

by Zalak Parikh March 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Atlee kumar: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું. 2023 માં શાહરુખ ખાન ની ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી રિલીઝ થઇ હતી.તાજેતરમાં એક એવોર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ એવોર્ડ નાઈટ માં ઘણા સ્ટાર્સ એ હાજરી આપી હતી. આ ફંક્શન માં શાહરુખ ખાન લુકમાં જોવા મળ્યો હતો. આ એવોર્ડ શો દરમિયાન શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ ને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. આ હવે આ એવોર્ડ નાઈટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જવાન ના ડાયરેક્ટર એટલી શાહરુખ ખાન ને પગે લાગતો જોવા મળે છે. 

આ સમાચાર પણ વાંચો : Oscar 2024: ઓસ્કાર જીતવા વાળાની થઇ જાય છે ચાંદી જ ચાંદી, વિજેતાઓ ને મળે છે ટ્રોફી સાથે કરોડો ના ઉપહાર, જાણો તે ગુડી બેગ માં શું હોય છે.

 

શાહરુખ ખાન ને પગે લાગ્યો એટલી કુમાર 

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એવોર્ડ શો દરમિયાન શ્રેષ્ઠ દિગ્દર્શક માટે એટલી ના નામની ઘોષણા થતાં જ તે સૌ પ્રથમ ઉભો થાય છે અને તેની બાજુ માં બેઠેલા શાહરુખ ખાન ને પગે લાગે છે. શાહરુખ ખાન પણ પોતાની ખુરશી પરથી ઉભો થઇ જાય છે અને એટલી કુમાર ને ગળે લગાવે છે. શાહરુખ ખાન નું આ રિએક્શન લોકો ને ખુંબ પસંદ આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


તમને જણાવી દઈએ કે આ એવોર્ડ ફંક્શન માં ફિલ્મ જવાન ને શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

March 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Papua New Guinea PM tuches Modi Feet
આંતરરાષ્ટ્રીય

પાપુઆ ન્યૂ ગિનીમાં વડાપ્રધાન મોદીનુ પ્રોટોકૉલ તોડીને સ્વાગત, PM મોદીને પગે પડીને લીધા આશીર્વાદ, જુઓ વિડિયો

by kalpana Verat May 22, 2023
written by kalpana Verat

   News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જાપાનની મુલાકાત લીધી હતી. 19 થી 21 મે સુધી વડાપ્રધાન મોદીએ હિરોશિમામાં G7 બેઠકમાં હાજરી આપી હતી. આ અવસર પર તેમણે ઘણા દેશોના વડાપ્રધાનો સાથે વાતચીત કરી. G7 એ વિશ્વના સાત વિકસિત અને ધનિક દેશોનો સમૂહ છે. જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. તેને ગ્રુપ ઓફ સેવન તરીકે પણ ઓળખવામાં આવે છે.

PM of Papua New Guinea touches the feet of PM Modi as he welcome him to PNG..No bigger visual signaling India’s rise under PM Modi! @IndiaDLive @ShamsherSLive @VivekPrakashG pic.twitter.com/X0KFNlcw4o

— Hiten Vithalani (@HitenVithalani) May 21, 2023

દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 મે રવિવારની સાંજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. રાજધાની પોર્ટ મોરેસ્બીમાં વડા પ્રધાન જેમ્સ મેરેપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મરેપે મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદીને એરપોર્ટ પર જ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. આ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.

આ સમાચાર પણ વાંચો : IRCTC વારાણસી માટે લઇને આવ્યું શાનદાર ટૂર પેકેજ, કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત સાથે ગંગા આરતીનો લાભ લો..

પાપુઆ ન્યુ ગિનીની સરકારે વડાપ્રધાન મોદીને આવકારવાની પરંપરા તોડી છે. વાસ્તવમાં, આ દેશમાં સૂર્યાસ્ત પછી કોઈ વિદેશી મુલાકાતીને રાજ્ય સન્માન સાથે આવકારવામાં આવતો નથી. પરંતુ ભારતનું મહત્વ જોઈને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો.

મરેપે મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. મોદીના સ્વાગત માટે પોર્ટ મોરેસ્બી એરપોર્ટ પર પાપુઆ ન્યુ ગિનીના કલાકારોએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ ભારતીય સમુદાયના સભ્યોએ વડાપ્રધાન મોદીને તેમની માતાનો ફોટો ભેટમાં આપ્યો હતો.

May 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

સ્વાસ્થ્ય જાણકારી- જો તમને પગમાં કે હાથમાં ઝણઝણાટી, સુન્નતા લાગે તો રહો સાવચેત-થઇ શકે છે આ બીમારી

by Dr. Mayur Parikh October 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સૂતી વખતે અંગોમાં ઝણઝણાટી આવે અથવા કળતર સામાન્ય રીતે પીડારહિત હોઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે એવું લાગે છે કે હાથ અને પગમાં ઘણી કીડીઓ ફરતી હોય છે, અથવા કોઈ તેમને સોય અથવા તીક્ષ્ણ પિન વડે ચૂંટતું હોય. તે શારીરિક સમસ્યાઓનું(body helath) પરિણામ પણ હોઈ શકે છે જેમ કે પીઠની સમસ્યાઓ અથવા આસપાસના પેશીઓના જાડા થવું, જેનાથી ચેતા પર દબાણ આવે છે. તે દિવસ કે રાત્રિના કોઈપણ સમયે થઈ શકે છે.NIH અનુસાર, આ પિન-અને-સોયની સંવેદનાને તબીબી રીતે પેરેસ્થેસિયા તરીકે ઓળખવામાં આવે છે. મોટેભાગે આનું કારણ સરળ છે. એક બાજુ સૂવાથી એક બાજુ પર સંપૂર્ણ દબાણ આવે છે અને તેના કારણે તે થઈ શકે છે. રક્તવાહિનીઓ દ્વારા રક્ત પ્રવાહમાં અવરોધને કારણે આ સમસ્યા થાય છે.હાથ અને પગની નિષ્ક્રિયતા એ અસામાન્ય લાગણી નથી. મોટા ભાગના લોકો તેને અમુક સમયે અથવા બીજા સમયે અનુભવે છે. પરંતુ જો આ નિષ્ક્રિયતા અથવા કળતર થોડા સમય માટે સતત રહે છે અથવા અન્ય લક્ષણો સાથે દેખાય છે, તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ લાગણી શરીરમાં આંતરિક રીતે વિકસિત થતા કેટલાક રોગોનું લક્ષણ પણ હોઈ શકે છે.

– માસિક સ્રાવ(periords) દરમિયાન મીઠાનું વધુ સેવન અને હોર્મોનના સ્તરમાં વધઘટનો સમાવેશ થાય છે. પાણીની જાળવણી ઘણી બધી બાબતોને કારણે થઈ શકે છે, જેમાં આનાથી આખા શરીરમાં સોજો આવી શકે છે અથવા તે શરીરના અમુક ભાગોમાં એકઠા થઈ શકે છે. ક્યારેક આ સોજો રક્ત પરિભ્રમણ અથવા રક્ત પ્રવાહમાં દખલ કરી શકે છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં કળતરની લાગણી થઈ શકે છે.

– એનસીબીઆઈમાં(NCBI) પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, વિટામિન બીની ઉણપથી શરીરમાં કળતર અથવા ઝણઝણાટી આવી શકે છે. 

– કાર્પલ ટનલ સિન્ડ્રોમ હાથ અને પગમાં ઝણઝણાટી અથવા કળતરનું કારણ બની શકે છે. આ ત્યારે થાય છે જ્યારે મધ્ય ચેતા સંકુચિત અથવા પિંચ્ડ હોય છે. એક જ હિલચાલને વારંવાર કરવાથી, જેમ કે કીબોર્ડ(keyboard) પર ટાઇપ કરવું અથવા મશીનરી પર કામ કરવું, આ સમસ્યાને ઉત્તેજિત કરી શકે છે.

– જો તમને ડાયાબિટીસ(diabetes) હોય અને નિયમિતપણે પેરેસ્થેસિયાનો અનુભવ થતો હોય, તો તે ચેતાના નુકસાનને કારણે હોઈ શકે છે. આ નુકસાનને પેરિફેરલ ન્યુરોપથી કહેવામાં આવે છે અને તે સતત હાઈ બ્લડ સુગરને કારણે થાય છે.

– સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરતી પરિસ્થિતિઓ, જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ અને હાર્ટ સ્ટ્રોક, પણ પેરેસ્થેસિયાનું કારણ બની શકે છે. મગજ(brain) અથવા કરોડરજ્જુમાં ગાંઠ પણ તેને ઉત્તેજિત કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- કબજિયાત થી લઈને હાઈ બ્લડ પ્રેશર સુધી-આ રોગોમાં ફાયદાકારક છે સેંધા મીઠાનું પાણી-જાણો તેના અન્ય લાભ વિશે

October 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

બ્યૂટી ટિપ્સ- વરસાદની ઋતુમાં પગની રાખો વિશેષ કાળજી – નહિ તો થઈ શકે છે ઇન્ફેક્શન-જાણો તેનાથી બચવાના ઉપાય

by Dr. Mayur Parikh July 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વરસાદની મોસમમાં ભેજને કારણે ચેપનું જોખમ વધી જાય છે. ખાસ કરીને પગમાં તે થવાની શક્યતાઓ વધુ છે કારણ કે પગ સૌથી વધુ ભીના થાય છે. જ્યારે પગ લાંબા સમય સુધી ગંદા પાણીમાં રહે છે, ત્યારે ફંગલ ઇન્ફેક્શનનું (fungal infection)જોખમ વધી જાય છે. જો કે પગની યોગ્ય કાળજી લેવામાં આવે તો આનાથી બચી શકાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે વરસાદની ઋતુમાં પગની કેવી રીતે કાળજી રાખવી.

1) નખ હંમેશા નાના રાખો- હાથ-પગની સુંદરતા વધારવા માટે લાંબા નખ(nail) ખૂબ સારા લાગે છે, પરંતુ ચોમાસામાં(monsoon) આના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ સિઝનમાં લાંબા નખ રાખવાનું ટાળો. કારણ કે લાંબા નખ ગંદકી અને બેક્ટેરિયાને આકર્ષે છે. તેમને ટૂંકા અને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો.

 2) પેડિક્યોર કરાવવાનું ટાળો – ચોમાસામાં પેડિક્યોર કે સ્પા (spa)માટે જવાનું ટાળો. જો તમે ઈચ્છો, તો અઠવાડિયામાં એકવાર ઘરે આ કરવાનો પ્રયાસ કરો. પગ ને પાણીમાં લાંબા સમય સુધી રાખવાનું ટાળો કારણ કે તે ભેજનું નિર્માણ કરશે અને ફૂગના ચેપ તરફ દોરી શકે છે. ચોમાસામાં ફિશ પેડિક્યોર (fish pedicure)કરાવવાનું ભૂલશો નહીં. જો તમે બહારથી પેડિક્યોર કરાવતા હોવ તો તપાસો કે બધા ટૂલ્સ સાફ છે કે નહીં.

3) ફંગલ પાવડરનો ઉપયોગ કરો – જ્યારે તમે ઘરે હોવ અથવા બહાર જતા પહેલા, તમારી હીલ્સની આસપાસ અને તમારા અંગૂઠાની વચ્ચેના વિસ્તારમાં પણ એન્ટિફંગલ પાવડર(antifungal powder) લગાવો. તેનાથી તમારા પગ શુષ્ક રહેશે અને તમે બેક્ટેરિયાથી બચી શકશો. આ સિઝનમાં પગ પર ક્રીમ લગાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ભેજ બનાવે છે, જે ફંગલ ઇન્ફેક્શન તરફ દોરી જાય છે.

4) ઘાને ખુલ્લો રાખવાનું ટાળો- ચોમાસાની ઋતુમાં ઘાને ખુલ્લો રાખવો પણ ખતરનાક સાબિત થઈ શકે છે. ચોમાસા (monsoon)દરમિયાન તમારા પગ પર કોઈ ઘા ખુલ્લો ના રહે તેની કાળજી લો, તેને ઢાંકી ને રાખો..

5) યોગ્ય ફૂટવેર પસંદ કરો- બંધ શૂઝ, સેન્ડલ, જેવા ફૂટવેર પહેરવાનું ટાળો. આ સિઝનમાં તમારા આરામ પ્રમાણે ફૂટવેર(footwear) પસંદ કરો. ચોમાસા દરમિયાન ફ્લોટર્સ, ફ્લિપ ફ્લોપ્સ, પ્લાસ્ટિક અથવા રબરના સેન્ડલ પહેરવા થી પગ માટે ખૂબ અનુકૂળ હોઈ શકે છે. તે તમારા પગને માત્ર શુષ્ક જ નહીં રાખે પણ ફંગલ ઇન્ફેક્શન થી પણ બચાવે છે.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- ચહેરા પરના પિમ્પલ્સને દૂર કરવામાં મદદરૂપ છે ડુંગળીનો ફેસ પેક-જાણો તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત વિશે

July 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અમિતાભ બચ્ચન એક નાના કલાકાર ને પગે લાગ્યો. આ છે કારણ; ફોટોગ્રાફ વાયરલ થયો.

by Dr. Mayur Parikh September 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

કૉમેડી શો 'મહારાષ્ટ્રચી હસ્યાજત્ર' નાના પડદા પર ખૂબ જ લોકપ્રિય છે અને દર્શકોને હસાવે છે. શોના તમામ કલાકારો તાજેતરમાં બૉલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'માં દેખાયા હતા. દરમિયાન કૉમેડીના બાદશાહ સમીર ચોઘુલે અમિતાભ બચ્ચન સમક્ષ નમન કરે છે. તેમની મુલાકાતનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેની ચર્ચા થઈ રહી છે.

'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર ગયા બાદ સમીર ચૌગુલે અમિતાભ બચ્ચન સાથે વાત કરવા ગયા હતા. પછી સમીરે બિગ બીને કહ્યું કે હું તમને પગે પડવા માગું છું. અમિતાભે કહ્યું, મારા પગ પર ન પડશો, હું તમારા પગ પર પડીશ. હાલમાં અમિતાભ બચ્ચન અને સમીર ચોખુલે વચ્ચેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  

લો બોલો : અમેરિકાના પોપ્યુલર WWE પ્લેયર જોન સીનાએ અર્શદ વારસી નો ફોટો શેર કર્યો. બાવડે બાજને મળ્યું આમંત્રણ

અભિનેતા પ્રસાદ ઓકે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પરથી ફોટા શૅર કર્યા છે. આ ફોટા શૅર કરતાં તેમણે લખ્યું : કેટલાક મિત્રો જીવનમાં તેમનાં સપનાં પૂરાં કરવા આવ્યા છે. તેવી જ રીતે, એક નજીકનો મિત્ર. "અમિત ફાળકે" છે. અમિતે જ 2009માં ફિલ્મ નિર્દેશનનું મારું સ્વપ્ન સાકાર કર્યું હતું અને હવે જીવનનું બીજું સ્વપ્ન તેના કારણે સાકાર થયું છે, જેને હું ભગવાન માનું છું તે દેખાયો… સાચા “બચ્ચન”સાહેબ… બચ્ચનસાહેબ નિયમિતપણે મહારાષ્ટ્રનો કૉમેડી શો 'મહારાષ્ટ્રચી હસ્યાજત્ર' જુએ છે અને એથી તેમણે અમને અમારી આખી ટીમની પ્રશંસા કરવાની તક આપી.

September 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક