Tag: fever

  • Shatrughan sinha: શું સાચે જ શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં થયો છે દાખલ? અભિનેતા ના દિકરા લવ સિન્હા એ જણાવી હકીકત

    Shatrughan sinha: શું સાચે જ શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં થયો છે દાખલ? અભિનેતા ના દિકરા લવ સિન્હા એ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    Shatrughan sinha: શત્રુઘ્ન સિન્હા ની દીકરી સોનાક્ષી સિન્હા એ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન માં શત્રુઘ્ન સિન્હા પણ હાજર હતા. તાજેતર માં શત્રુઘ્ન સિન્હા ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતા તેમાં રૂટિન ચેકઅપ માટે મુંબઈ ની કોકિલાબેન હોસ્ટિપટલ માં દાખલ થયા છે. જ્યાં તેમને મળવા સોનાક્ષી અને ઝહીર પહોંચ્યા હતા. હવે શત્રુઘ્ન સિન્હા ના દીકરા લવ સિન્હા એ અભિનેતા ના હોસ્પિટલ માં દાખલ થવા ની હકીકત જણાવી છે.  

    આ સમાચાર પણ વાંચો: Sonu nigam: બધા ની સામે સ્ટેજ પર સોનુ નિગમે આશા ભોંસલે સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે ગાયક ન વખાણ

    શત્રુઘ્ન સિન્હા થયા હોસ્પિટલ માં દાખલ 

    શત્રુઘ્ન સિન્હા ના દીકરા લવ સિન્હા એ તેના પિતા ની હેલ્થ અપડેટ આપતા મીડિયા ને જણાવ્યું કે,’લગ્ન દરમિયાન પાપા ને વાયરલ તાવ હતો તાવને કારણે તેમને ખુબજ અશક્તિ આવી ગઈ  હતી. તેથી અમે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું જેથી ડૉક્ટરો તેની તપાસ કરી શકે અને યોગ્ય સારવાર આપી શકે. પાપા ની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત પહેલા કરતા સારી છે.’

     

    View this post on Instagram

     

    A post shared by Instant Bollywood (@instantbollywood)


    હાલમાં જ સોનાક્ષી સિન્હા નો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે તેના પતિ ઝહીર ઈકબાલ સાથે પિતા શત્રુઘ્ન સિન્હા ની ખબર કાઢવા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ પહોંચી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kajol-Ajay devgn:કાજોલ સાથે હનીમૂન પર ગયેલા અજય દેવગણ નો થઇ હતી આવી હાલત, પત્ની ના સ્થાને આ વસ્તુ ની સતાવતી હતી યાદ

    Kajol-Ajay devgn:કાજોલ સાથે હનીમૂન પર ગયેલા અજય દેવગણ નો થઇ હતી આવી હાલત, પત્ની ના સ્થાને આ વસ્તુ ની સતાવતી હતી યાદ

    News Continuous Bureau | Mumbai 

    Kajol-Ajay devgn: કાજોલ અને અજય દેવગન બોલિવૂડના ક્યૂટ કપલ છે.કાજોલ અને અજય દેવગણ વચ્ચે પ્રેમ ની શરૂઆત ફિલ્મ ગુંડારાજ ના સેટ પર થઇ હતી. કાજોલે વર્ષ 1999માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. સ્વભાવ માં એકબીજા થી તદ્દન અલગ કાજોલ અને અજય દેવગણ ના સંબંધ ખુબ મજબૂત છે. એક જૂના ઈન્ટરવ્યુમાં કાજોલે તેના હનીમૂન અને અજય દેવગન વિશે મોટો ખુલાસો કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan and Jaya bachchan: અમિતાભ બચ્ચન ના એક ફેન એ તેમની 51 મી લગ્ન ની વર્ષગાંઠ પર કર્યું એવું કામ કે બિગ બી એ આ રીતે માન્યો તે ચાહક નો આભાર

    કાજોલે કર્યો અજય દેવગણ વિશે ખુલાસો 

    મીડિયા પ્રભાવક ને આપેલા જુના ઇન્ટરવ્યૂ માં કાજોલે જણાવ્યું હતું કે, મેં અજય દેવગનને પૂછ્યું, “શું તમે ખરેખર મારી સાથે લગ્ન કરવા માંગો છો?” મને કહો. જો તમે ખરેખર મારી સાથે લગ્ન કરવા માંગો છો, તો તમે મને તે હનીમૂન પર લઈ જશો. તેના પર અજય દેવગને કહ્યું હતું કે, ‘ઓકે બેબી’. પરંતુ હનીમૂનને અંતે તે થાકી ગયો. જ્યારે હનીમૂન સમાપ્ત થવાનું હતું, ત્યારે તે ઘરને ખૂબ જ યાદ કરવા લાગ્યો. 40 દિવસ પછી તે એવો હતો કે ‘હું થાકી ગયો છું, મને તાવ છે.’ તે બીમાર ઘરે આવ્યો! તેથી મેં કહ્યું, ‘ઠીક છે, આપણે હવે પાછા જઈ શકીએ છીએ.’

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    કાજોલ ના કહેવા પ્રમાણે તેણે 2 મહિના માટે હનીમૂન પર જવાનો પ્લાન બનાવ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • સ્વાસ્થ્ય જાણકારી-વાયરલ ફીવરથી છુટકારો મેળવવા અજમાવી જુઓ આ ઘરેલું ઉપાય-મળશે તમને લાભ

    સ્વાસ્થ્ય જાણકારી-વાયરલ ફીવરથી છુટકારો મેળવવા અજમાવી જુઓ આ ઘરેલું ઉપાય-મળશે તમને લાભ

    News Continuous Bureau | Mumbai

    બદલાતા હવામાનને કારણે તમારે વાયરલ ફીવરનો સામનો કરવો પડે છે. આમાં વ્યક્તિને શરદી, ઉધરસ, શરીરમાં દુખાવો, નબળાઈ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જેના કારણે તે શરીરમાં ઝડપથી ફેલાય છે. કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને વાયરલ ફીવરને નિયંત્રિત કરી શકાય છે. તો ચાલો જાણીએ, વાયરલ ફીવરથી છુટકારો મેળવવાની સરળ રીતો.

    1. આદુ

    આદુ શરદી મટાડવામાં મદદરૂપ છે. આદુની પેસ્ટ બનાવો અને તેમાં થોડું મધ ઉમેરો. પછી તેનું સેવન કરો, જો તમે ઈચ્છો તો આદુને પકવેલી પણ ખાઈ શકો છો.

    2. તુલસી

    તુલસીના પાનમાં એન્ટિબાયોટિક ગુણો જોવા મળે છે. જે વાયરલ તાવને રોકવામાં મદદ કરે છે. તમે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને ગાળી લો. જ્યારે આ પાણી હૂંફાળું થાય ત્યારે તેને પીવો. તમને આરામ મળશે.

    3. ગિલોય

    તે વાયરલ તાવને કારણે થતા દર્દને દૂર કરવામાં મદદ કરે છે. તમે ગિલોયનો ઉકાળો પી શકો છો. તેને બનાવવા માટે, એક મોટા બાઉલમાં પાણી લો, તેમાં ગિલોય ઉમેરો અને તેને ઉકાળો. જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને પીવો, આ ઉકાળો દિવસમાં 3-4 વખત પીવો.

    આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- સ્વસ્થ જીવન માટે રોજ કરો વજ્રાસન-શરીરને મળશે આ ફાયદા

    4. તજ

    તેને ખાવાથી ગળા, ખાંસી અને શરદીમાં આરામ મળે છે. તમે એક કપ પાણીમાં એક ચમચી તજ નો પાવડર મિક્સ કરો. આ પાણીને ઉકાળો, પછી ગાળી લો. જ્યારે આ પાણી હૂંફાળું થાય ત્યારે પીવો.

    5. દાડમ

    દાડમનો રસ શરીરને શક્તિ આપે છે. તાવને કારણે શરીર નબળું પડી જાય છે, આવી સ્થિતિમાં તમારે દાડમના રસનું સેવન કરવું જોઈએ. તમને આનો લાભ મળશે.

    6. અજમો 

    અજમો તાવમાં રાહત આપે છે. અજમા ને  પાણીમાં નાખીને ઉકાળો. ત્યારબાદ આ પાણી હૂંફાળું થાય એટલે પી લો.

    નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

  • આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ

    આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ

    News Continuous Bureau | Mumbai

    બોલીવુડની પંગા કવીન કંગના રનૌત(Kangana Ranaut)ને ડેન્ગ્યુ(Dengue) થઈ ગયો છે. આ વાતની જાણકારી કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ(Production House Manikarnika Films)ની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. આ પોસ્ટમાં ટીમે એ પણ જણાવ્યું કે હાઈ ફીવર(fever) હોવા છતાં પણ કંગના પોતાના અપકમિંગ પ્રોજેક્ટ(Upcoming project)ના સેટ પર કામ કરી રહી છે. મણિકર્ણિકા ફિલ્મ્સની ટીમે કંગના રનૌતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કર્યા છે.

    આ ફોટોઝમાં કંગના રનૌત બીમાર(ill) હોવા છતાં કામ કરતી જોઈ શકાય છે. ફોટોઝના કેપ્શનમાં લખ્યું છે, જ્યારે તમને ડેન્ગ્યુ થાય છે તો તમારા વ્હાઈટ બ્લડ સેલ કાઉન્ટ(white blood cell count) ઝડપથી ઘટી જાય છે અને તીવ્ર તાવ આવે છે. આ કન્ડિશનમાં પણ જો તમે કામ કરો છો તો તે જનૂન નથી પણ ગાંડપણ છે. 

     આ સમાચાર પણ વાંચો : ફોટોગ્રાફ ક્વીન જાવેદ ઉર્ફીની તબિયત લથડી- હોસ્પિટલમાં તબિયત નાજુક

    ટીમે પોસ્ટમાં આગળ લખ્યું, અમારી ચીફ કંગના રનૌત(Kangana Ranaut) આમ પણ ઇન્સ્પિરેશન છે. મેમ જલ્દીથી સાજા થઈ જાવ. મોર પાવર ટુ ક્વીન. તેના જવાબમાં કંગનાએ સ્ટોરી પર ટીમની પોસ્ટને રી-પોસ્ટ કરી લખ્યું, થેંક્યું ટીમ મણિકર્ણિકા ફિલ્મ્સ. શરીર બીમાર થાય છે, આત્મા નહીં. આટલા શબ્દો માટે આભાર.

    કંગના અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ઇમર્જન્સી(Upcoming fil emergency)ના શૂટિંગમાં વ્યસ્ત છે. કંગના આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી(Indira Gandhi)ની ભૂમિકામાં જોવા મળશે. તે સિવાય ફિલ્મમાં શ્રેયસ તલપડે(Shreyas Talpade) પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને અનુપમ ખેર(Anupam Kher) ક્રાંતિકારી નેતા જેપી નારાયણની ભૂમિકામાં જોવા મળશે.

     આ સમાચાર પણ વાંચો : જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક- દિલ્હી એઈમ્સમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

    થોડા દિવસ અગાઉ કંગના રનૌત (ઈન્દિરા ગાંધી), અનુપમ ખેર (જેપી નારાયણ) અને શ્રેયસ તલપડે (અટલ બિહારી વાજપયી)ના ફિલ્મથી ફર્સ્ટ લુક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. ફેન્સને ત્રણેય લુક ઘણા પસંદ આવ્યા હતા અને બધાએ વખાણ કર્યા હતા. એક્ટિંગની સાથે કંગના રનૌત આ ફિલ્મનું ડાયરેક્શન પણ જાતે કરી રહી છે. એટલું જ નહીં કંગના આ ફિલ્મને પોતાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ બનાવી રહી છે. ફિલ્મ ૨૫ જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. અત્યારે આ ફિલ્મનું શૂટિંગની તૈયારીઓ ચાલી રહી છે.