Tag: Final rounds

  • Khel Mahakumbh : માલવણીમાં થશે ખેલ મહાકુંભનાં અંતિમ રાઉન્ડ અને સમાપન સમારોહ, આ સ્પર્ધાઓની યોજાશે ફાઇનલ

    Khel Mahakumbh : માલવણીમાં થશે ખેલ મહાકુંભનાં અંતિમ રાઉન્ડ અને સમાપન સમારોહ, આ સ્પર્ધાઓની યોજાશે ફાઇનલ

    News Continuous Bureau | Mumbai 

    Khel Mahakumbh : છત્રપતિ શ્રી શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે, પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાની પરિકલ્પનાનાં અમલ સ્વરૂપે યોજાયેલા શિવકાલિન રમતોના ખેલ મહાકુંભના અંતિમ રાઉન્ડ અને સમાપન સમારોહ આવતી કાલે ૨૧મી ફેબ્રૂઆરીએ માલવણીનાં ક્રીડા ભારતી મેદાન ખાતે યોજાશે.

    શિવકાલિન રમતોને પ્રોત્સાહન આપવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પરંપરાગત રમત-ગમત મહાકુંભ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ઉપનગરીય જિલ્લામાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ થી, મુંબઈ શહેર અને ઉપનગરીય જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ આ પરંપરાગત રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓની ફાઇનલ મેચો ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે. મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાએ આજે યોજાયેલી ખાસ પત્રકાર પરિષદમાં અંતિમ રાઉન્ડની સ્પર્ધાઓ અને ત્યારબાદ યોજાનારા સમાપન સમારોહની વિગતો આપી હતી.

    આ અંગે વધુ માહિતી આપતાં શ્રી. મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ, મલ્લખંબ, મલયયુદ્ધ, લેઝીમ, લંગડી, રસ્સીખેચ, કબડ્ડી, ક્લો ફાઇટીંગ અને ઢોલ તાશાની રમતગમત અને કલાની ફાઇનલ સ્પર્ધાઓ માલવાણીના ક્રીડા ભારતી મેદાન’ ખાતે યોજાશે.

    આ સમાચાર પણ વાંચો : Rajya Sabha : સોનિયા ગાંધી બન્યા રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ, ભાજપે જીતી આટલી બેઠકો…

    સ્પર્ધાના સમાપન સમારોહમાં મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી શ્રી. મંગલ પ્રભાત લોઢા, મહારાષ્ટ્ર રાજ્યના રમતગમત મંત્રી સંજય બંસોડ, ‘ક્રીડા ભારતી’ ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી. પ્રસાદ મહંકર, બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષણાધિકારી રાજેશ કંકલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

    સમાપન સમારોહ દરમિયાન, બુધવારે બપોરે એક વાગ્યે ફાઇનલ શરૂ થશે. મેયો પછી, મુખ્ય સમારોહ અને સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણનો કાર્યક્રમ સાંજે પાંચ થી છ વાગ્યા દરમિયાન યોજાશે. સાંજે એવોર્ડ વિતરણ સમારોહ બાદ જાણીતા સંગીતકાર અને ગાયક શ્રી નંદેશ ઉમપનો કાર્યક્રમ યોજાશે. મુંબઇકરોને આ સ્પર્ધાનાં અંતિમ રાઉન્ડનો આનંદ માણવા વિનંતી કરવામાં આવી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.