• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - fines
Tag:

fines

Western Railway Ahmedabad Division collected Rs. 6.34 crore in fines from various ticket checking campaigns in April and May 2025
અમદાવાદ

Western Railway : અમદાવાદ મંડળે એપ્રિલ અને મે 2025 માં વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાનો થી પ્રાપ્ત કર્યો રૂ. 6.34 કરોડનો દંડ

by kalpana Verat June 4, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ તેમના મુસાફરોની સુવિધાઓ ને નિરંતર બહેતર બનાવવા માટે કટિબદ્ધ છે. કાયદેસર મુસાફરોની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે મંડળ દ્વારા અનેક શસ્ક્ત પગલાં લેવામાં આવી રહ્યા છે.

વર્ષ 2025-26 ના એપ્રિલ અને મે મહિના દરમ્યાન અનાધિકૃત યાત્રા ને રોકવાના ઉદ્દેશ્ય થી મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગી તથા અન્ય વાણિજ્ય અધિકારીઓ દ્વારા પ્રતિદિન ટિકિટ ચેકિંગ કાર્યની સમીક્ષા કરવામાં આવી તથા તેમના માર્ગદર્શનમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન સંચાલિત કરવામાં આવ્યું.

1 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધી અમદાવાદ મંડળ દ્વારા વિભિન્ન રેલ ખંડો જેમકે મણિનગર–નડિયાદ,અસારવા–દહેગામ,મહેસાણા–પાલનપુર,પાલનપુર–ગાંધીધામ અને પ્રતિષ્ઠિત નમો ભારત રૈપિડ ટ્રેન અને અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ટિકિટ નિરીક્ષકો દ્વારા આરપીએફ નો સહયોગ પણ મળ્યો તથા કેટલાક અભિયાનોમાં વાણિજ્ય અધિકારીઓ એ પોતે જ પોતાની હાજરી દર્શાવી.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

આ વ્યાપક અભિયાન હેઠળ કુલ 80 હજાર કેસોમાં કાર્યવાહી કરવામાં આવતા ₹ 6.34 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી, જે નિર્ધારિત લક્ષ્ય કરતાં 1.28 % વધુ અને પાછલા વર્ષ કરતાં 1.87 % વધુ છે. આ પ્રદર્શન છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ રહી છે. ઉપરાંત, રેલવે પરિસરમાં ગંદકી ફેલાવનાર 319 મુસાફરો પાસેથી ₹70 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ તેના મુસાફરોને નમ્ર વિનંતી કરે છે કે કૃપા કરીને યોગ્ય અને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરો,જેથી તમારી મુસાફરી સરળ, સલામત અને આનંદદાયક રહે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rahul Gandhi fined Rahul Gandhi fined mere ₹200 by a Lucknow court – Know why and what’s the reason
રાજ્ય

Rahul Gandhi fined : વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, લખનૌની અદાલતે હાજર ન રહેતા ફટકાર્યો દંડ; સાથે આપી ચેતવણી..

by kalpana Verat March 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi fined :

  • લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. 

  • ​​​​​​લખનઉની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

  • સુનાવણીમાં સતત ગેરહાજરી બદલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટે દંડ ફટકાર્યો છે.

  • સાથે ચેતવણી આપવામાં આવી છે કે તેઓ 14 એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં હાજર થાય, જો તેઓ આ તારીખે પણ હાજર નહીં થાય તો કડક કાર્યવાહી થઈ શકે છે.

  • મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો કેસ લખનૌ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું નિવેદન સમાજમાં નફરત ફેલાવી રહ્યું છે.

 

આ સમાચાર પણ વાંચો :  રાહુલ ગાંધી આજે મુંબઈમાં ધારાવી ખાતે લોકો સાથે કરશે મુલાકાત

 

राहुल गांधी पर लखनऊ कोर्ट ने लगातार गैरहाजिर रहने पर 200 रुपए जुर्माना लगाया।

कोर्ट ने राहुल गांधी को 14 अप्रैल को पेश होने का आदेश दिया। pic.twitter.com/nnk0YhOlAI

— Sandeep Khasa (@SamKhasa_) March 5, 2025

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Local Train WR, CR To Impose Higher Fines On Ticketless Commuters
મુંબઈ

  Mumbai Local Train : ખુદાબક્ષોની હવે ખેર નહીં.. આ રેલવે લાઈન મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી દંડની રકમમાં કરશે વધારો…

by kalpana Verat January 8, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Mumbai Local Train : મુંબઈની લોકલ ટ્રેન મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાય છે. જેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવેના નિયમ મુજબ, ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારી પાસે વેલિડ ટિકિટ હોવી જરૂરી છે. ટિકિટ વગર મુસાફરી કરવી એ ગુનો છે.  પરંતુ તેમ છતાં ઘણા લોકો લોકલમાં ટિકિટ વિના પ્રવાસ કરે છે. જેના કારણે ટિકિટ કઢાવીને પ્રવાસ કરતા પ્રવાસીઓની ઘણી હેરાનગતિ થાય છે. તેથી હવે  રેલવે પ્રશાસને ટિકિટ વિના મુસાફરી કરનારા નાગરિકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Mumbai Local Train :  દંડની રકમમાં થશે વધારો 

મળતી માહિતી મુજબ રેલવે પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં દંડની રકમમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. પશ્ચિમ અને મધ્ય રેલવેએ રેલવે પ્રશાસનને આવો પ્રસ્તાવ આપ્યો છે. જેના કારણે આગામી સમયમાં લોકલમાંથી મફત મુસાફરી કરતા મુસાફરો પાસેથી દંડની વધુ રકમ વસૂલવામાં આવી શકે છે.  લોકલમાં વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરો સામે રેલવે પ્રશાસન દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

મહત્વનું છે કે દરરોજ હજારો મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે. તેમની પાસેથી વસૂલવામાં આવેલ દંડની રકમ પણ વધુ છે. આ દંડની રકમમાંથી રેલવેને સારી આવક પણ થાય છે. જો કે, રેલ્વેએ હવે આ મુક્ત મુસાફરોને સલામતીનો અહેસાસ કરાવવા માટે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં, રેલ્વે બેજવાબદાર મુસાફરો પર 250 રૂપિયાનો દંડ વસૂલે છે. જો કે દંડની રકમ ટૂંક સમયમાં વધે તેવી શક્યતા છે.

Mumbai Local Train :  દંડની રકમ રૂ.250

રેલવે દ્વારા હાલમાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા દંડની રકમ રૂ.250 છે. સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ અને એસી કોચ માટે સમાન રકમ વસૂલવામાં આવે છે. પરંતુ રેલવે પ્રશાસનને આપવામાં આવેલા પ્રસ્તાવ મુજબ સેકન્ડ ક્લાસ માટે 250 રૂપિયા, ફર્સ્ટ ક્લાસ માટે 750 રૂપિયા અને એસી લોકલ માટે 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત, પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે લાંબા અંતરની ટ્રેનો માટે વસૂલવામાં આવતા દંડ પર 5 ટકા વધારાનો GST વસૂલવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  Ukraine Russia War : યુક્રેને એક જ વારમાં 6 રશિયન ક્રુઝ મિસાઇલોનો કર્યો નાશ; રાષ્ટ્રપતિ પુતિન તણાવમાં…

Mumbai Local Train : ટિકિટ ફી અને જીએસટી વસૂલાશે

અહેવાલો મુજબ ફર્સ્ટ ક્લાસ અને એસી કોચમાં મુસાફરી કરતા ટિકિટ વિનાના મુસાફરો પાસેથી રૂ. 250, ટિકિટ ફી અને વધારાનો જીએસટી પણ વસૂલવામાં આવશે. રેલવેના નવા પ્રસ્તાવમાં અલગ-અલગ કેટેગરી અનુસાર દંડ લાદવાની ભલામણ કરવામાં આવી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. આ નિયમ મંજૂરી બાદ જ અમલમાં આવશે.

રેલવેએ આ નિર્ણય લીધો છે કારણ કે ટિકિટ વગર મુસાફરી કરતા નાગરિકોની સંખ્યા વધી રહી છે. રેલવે અધિકારીઓએ કહ્યું છે કે લાંબા અંતરની ટ્રેનો માટે દંડ વસૂલવાની વર્તમાન પ્રક્રિયા પહેલા કરતા અલગ છે. 3AC, 2AC અને 1 AC કોચ માટે અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે. તેમાં દંડની રકમ, ટિકિટની રકમ અને GSTનો પણ સમાવેશ થાય છે.

 

 

 

January 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai IIT Bombay IIT Bombay fines students up to Rs 1.2 lakh for 'derogatory' Ramayana skit
મુંબઈ

Mumbai IIT Bombay: IIT બોમ્બેમાં નાટક દરમિયાન ભગવાન રામ અને સીતાનું અપમાન, વિદ્યાર્થીઓ સામે થઇ મોટી કાર્યવાહી; ફટકારાયો અધધ આટલા લાખનો દંડ..

by kalpana Verat June 20, 2024
written by kalpana Verat

   News Continuous Bureau | Mumbai

Mumbai IIT Bombay: IIT બોમ્બેએ 31 માર્ચે ઇન્સ્ટિટ્યૂટના પર્ફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલ (PAF) દરમિયાન રામાયણનું અનુકરણ ગણાતા વિવાદાસ્પદ નાટક ‘રાહોવન’નું મંચન કરવા બદલ આઠ વિદ્યાર્થીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. 

Mumbai IIT Bombay:વિદ્યાર્થીઓ ફટકારવામાં આવ્યો દંડ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ચાર વિદ્યાર્થીઓમાંથી પ્રત્યેકને 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ દંડની રકમ એક સેમેસ્ટરની ફી જેટલી છે. જુનિયર વિદ્યાર્થીઓ પર 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની હોસ્ટેલની સુવિધા પણ છીનવી લેવામાં આવી છે. દંડનું મૂલ્યાંકન 20 જુલાઈ, 2024ના રોજ ડીન ઑફ સ્ટુડન્ટ અફેર્સની ઑફિસમાં કરવામાં આવશે. સંસ્થાએ ચેતવણી આપી હતી કે આ દંડનું કોઈપણ ઉલ્લંઘન વધુ પ્રતિબંધોમાં પરિણમશે.

Mumbai IIT Bombay:એક જૂથે આ નાટક વિરુદ્ધ ઔપચારિક રીતે ફરિયાદ કરી

વાસ્તવમાં ગત 13 માર્ચના રોજ વિદ્યાર્થીઓએ રામાયણ પર આધારિત ‘રાહોવન’ નામના નાટકમાં ભાગ લીધો હતો. આ નાટકને કારણે વિદ્યાર્થીઓના એક વર્ગનો વિરોધ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે નાટક  હિંદુ ધર્મ તેમજ રામ અને સીતા પ્રત્યે અપમાનજનક છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓના એક જૂથે આ નાટક વિરુદ્ધ ઔપચારિક રીતે ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે સંપૂર્ણ રીતે હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને હિંદુ માન્યતાઓ અને દેવી-દેવતાઓનું અપમાન અને  મજાક ઉડાવે છે. તે જ સમયે, કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે નારીવાદને પ્રોત્સાહન આપવાની આડમાં આ નાટકમાં મુખ્ય પાત્રોની મજાક ઉડાવવામાં આવી છે અને સાંસ્કૃતિક મૂલ્યોનું અપમાન કરવામાં આવ્યું  છે. 

Mumbai IIT Bombay:4 જૂને વિદ્યાર્થીઓને દંડની નોટિસ જારી 

નાટકને લગતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અગાઉ 8મી મેના રોજ શિસ્ત સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં નાટક સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો સાંભળ્યા બાદ સમિતિએ દંડ વસૂલવાની ભલામણ કરી હતી. બાદમાં IIT બોમ્બેએ 4 જૂને વિદ્યાર્થીઓને દંડની નોટિસ જારી કરી હતી.

આ સમાચાર  પણ વાંચો : Sion flyover : મુંબઈના ‘આ’ બ્રિટિશ યુગ મહત્વના પુલ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, મધ્ય રેલવેએ પાલિકાને કરી ખાસ વિનંતી.

Mumbai IIT Bombay:સંસ્થાના પગલાંને આવકાર્યું

આ નોટિસ ‘IIT B ફોર ઇન્ડિયા’ નામના કેમ્પસ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી છે. આ જૂથ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવાનો દાવો કરે છે. આ જૂથે નાટકના મંચનનો વિરોધ કરતાં સંસ્થાના પગલાંને આવકાર્યું છે. તેમની પોસ્ટ અનુસાર, નાટકમાં રામાયણને અપમાનજનક રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ભગવાન રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ નો મજાક ઉડાડવા માટે શૈક્ષણિક સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હતો.

 

 

June 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fine On Air India DGCA fines Air India 30 lakh over lack of wheelchairs after 80-year-old's death
વેપાર-વાણિજ્ય

Fine On Air India: એરપોર્ટ પર વ્હીલચેર ન મળવાને કારણે 80 વર્ષના વૃદ્ધનું થયું હતું મોત, DGCAએ એર ઈન્ડિયા પર લગાવ્યો 30 લાખનો દંડ..

by kalpana Verat February 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Fine On Air India: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કડક વલણ અપનાવ્યું છે અને વ્હીલચેર ન મળવાથી 80 વર્ષના વૃદ્ધના મૃત્યુના મામલામાં એર ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અગાઉ DGCAએ આ મામલે એરલાઈન્સને નાગરિક ઉડ્ડયન નિયમોનું પાલન ન કરવા બદલ કારણ બતાવો નોટિસ પણ પાઠવી હતી. કંપનીને સાત દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. હવે આના પર કાર્યવાહી કરતા DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

શું છે આ મામલો  

વાસ્તવમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક 80 વર્ષીય મહિલા તેના પતિ સાથે અમેરિકાના ન્યૂયોર્કથી મુંબઈ જઈ રહી હતી. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ વૃદ્ધ પેસેન્જરને એરલાઈન્સ દ્વારા એરપોર્ટ પર વ્હીલચેર આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, વૃદ્ધને એરપોર્ટ સુધી 1 કિલોમીટરથી વધુ ચાલવું પડ્યું અને આ દરમિયાન તેઓ પડી ગયા અને મૃત્યુ પામ્યા. આ કેસમાં એર ઈન્ડિયા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એરલાઈનની બેદરકારીને કારણે આ દુ:ખદ ઘટના બની હતી અને વૃદ્ધ મુસાફરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

  એર ઈન્ડિયાએ કરી આ સ્પષ્ટતા  

આ મામલાની નોંધ લેતા ડીજીસીએએ એર ઈન્ડિયાને 20 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. આ મુદ્દાના જવાબમાં એરલાઈને જણાવ્યું હતું કે વૃદ્ધ મુસાફરને તેની પત્ની સાથે વ્હીલચેરની રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે તે સમયે વ્હીલચેરની ભારે માંગ હતી. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર પેસેન્જરે વ્હીલચેરની રાહ જોઈ ન હતી અને તેની પત્ની સાથે એરપોર્ટ તરફ ચાલવા લાગ્યો હતો. એરલાઈને એમ પણ કહ્યું કે અકસ્માત બાદ એરપોર્ટ પરની મેડિકલ ટીમે તાત્કાલિક વૃદ્ધ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી અને તેમને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જોકે બાદમાં તેમનું મોત થયું હતું. એર ઈન્ડિયાએ મૃતકના પરિવારનો પણ સંપર્ક કર્યો હતો અને શક્ય તમામ મદદની ઓફર કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Millets Festival : સુરત શહેરમાં આ તારીખ દરમિયાન મિલેટ મહોત્સવનું થશે આયોજન..

 ડીજીસીએએ કહી આ વાત 

આ બાબતે ડીજીસીએના અધિકારીએ જણાવ્યું કે ડીજીસીએએ આ બાબતે એરલાઈન્સને પ્રશ્ન કર્યો હતો કે કંપનીએ આ ઘટના માટે જવાબદાર કર્મચારીઓ સામે શું કાર્યવાહી કરી છે, જે અંગેની માહિતી એર ઈન્ડિયા આપવામાં નિષ્ફળ રહી છે. આ સાથે, એરલાઇન્સ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે લેવામાં આવતા પગલાં વિશે માહિતી આપવામાં પણ નિષ્ફળ રહી છે. અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે તમામ એરલાઈન્સને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે અને તેમને પર્યાપ્ત સંખ્યામાં વ્હીલચેરની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

 

February 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Local train news : block on western railway for construction of infrastructure works at dahanu road
મુંબઈ

પશ્ચિમ રેલવેનું આકરું વલણ, ખુદાબક્ષો સામે કરી લાલ આંખ, વસુલ કર્યો અધધ આટલા રૂપિયાનો દંડ

by Dr. Mayur Parikh April 8, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

મુંબઈ ઉપનગરીય લોકલ સેવાઓ, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ વિનાના મુસાફરો સામે સતત સઘન ટિકિટિંગ ચાલુ છે. જેથી પશ્ચિમ રેલવેની તપાસ કામગીરીમાં તમામ અધિકૃત મુસાફરોને આરામદાયક મુસાફરી અને સારી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે.

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ વ્યાપારી અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ, 2022થી માર્ચ, 2023ના સમયગાળા દરમિયાન સંખ્યાબંધ ટિકિટ ચેકિંગ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી, જેમાંથી રૂ. 170.35 કરોડની રકમ દંડ તરીકે વસૂલ કરવામાં આવી હતી. તેમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી મળેલા 43.07 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો:  Realmeનો Narzo N55 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, કંપનીએ ટીઝર કર્યું રિલીઝ.. જાણો તેની ખાસિયત..

પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, માર્ચ, 2023 દરમિયાન, 1.94 લાખ ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં બુક ન કરાવેલા સામાનના કેસનો સમાવેશ થાય છે અને દંડ તરીકે રૂ. 12.07 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે એપ્રિલ, 2022થી માર્ચ, 2023ના સમયગાળા દરમિયાન ટિકિટ વગરના/અનિયમિત ટિકિટવાળા મુસાફરો અને બુક વગરના સામાનના કુલ 25.63 લાખ કેસ મળી આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાનના 18.88 લાખ કેસ કરતાં 35.75% વધુ છે. આ મુસાફરો પાસેથી રૂ. 170.35 કરોડ દંડ તરીકે વસૂલવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 113.57 કરોડ કરતાં 50% વધુ છે.

માર્ચ, 2023માં, પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી રૂ.3.08 કરોડની રકમ દંડ તરીકે પ્રાપ્ત થઈ હતી. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે વારંવાર સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. આ ડ્રાઈવ ના પરિણામે, એપ્રિલ, 2022 થી અત્યાર સુધીમાં 48691 થી વધુ અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ સામાન્ય લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.

April 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
DGCA fines Go First Airlines Rs 10 lakh for flying away without passengers
દેશMain Post

ભારે કરી.. મુસાફરોને લીધા વિના ફ્લાઈટ ઉડી ગઈ, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા યાત્રીઓ.. હવે DGCA ફટકાર્યો 10 લાખનો દંડ

by Dr. Mayur Parikh January 28, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજકાલ ફ્લાઈટ સાથે જોડાયેલ સમાચારો બહુ આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. દરમિયાન ફરી આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઇટ 50થી વધારે મુસાફરોને લીધા વિના જ ઉડી ગઈ હતી. આ તમામ યાત્રી રનવે પર બસમાં સવાર હતા. પણ ફ્લાઈટ તેમને લીધા વિના જ ઉડી ગઈ હતી.

કંપની પર ફટકારવામાં આવ્યો 10 લાખ રૂપિયાનો દંડ
હવે આ મામલે હવે કંપની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવ્યા છે. ડીજીસીએ હવે કંપનીને 10 લાખ રૂપિયા નો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે આ પહેલા વિમાનન ઊડિયન નિયામક ડીજીસીએ દ્વારા એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી.

ટર્મિનલ કોઓર્ડિનેટર કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે સંકલનનો અભાવ

DGCAએ GoFirstને આપેલી નોટિસમાં ટાંક્યું હતું કે, 9 જાન્યુઆરીએ આ લાપરવાહી સર્જાય હતી. જેના વિરુદ્ધ કારણ બતાવો નોટિસનો જવાબ પણ મંગાવવામાં આવ્યો હતો. એરલાઇન કંપનીના જવાબ અનુસાર એરક્રાફ્ટમાં મુસાફરોના બોર્ડિંગને લઈને ટર્મિનલ કોઓર્ડિનેટર (TC) કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે વાતચીત અને સંકલનનો અભાવ હતો.

આ સમાચાર પણ વાંચો:  બોરીવલી વાસીઓ માટે સારા સમાચાર, SV રોડ પર આ આવેલ બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે.. ખર્ચવામાં આવશે આટલા કરોડ રૂપિયા .

ઉલ્લેખનીય છે કે 9 જાન્યુઆરીએ ગો એરની ફ્લાઈટ બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટથી દિલ્હી જવા માટે ઉપડવાનું હતું. તે પ્લેનના મુસાફરોને ચાર બસ દ્વારા પ્લેનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ એક બસમાં ચેક-ઇન થયેલા તમામ મુસાફરો પ્લેનમાં ચઢવા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે પ્લેન ટેક ઓફ થયું હતું. જેથી મૂંઝવણ સર્જાઈ હતી. ગો એરની આ ભૂલ ઘણી ગંભીર હતી. DGCA એ તેની નોંધ લીધી છે અને તેમના પર 10 લાખનો દંડ ફટકાર્યો છે.

ગો એર એ લગભગ સાડા ત્રણ કલાક પછી બસમાં રહી ગયેલા તમામ મુસાફરોને બીજા વિમાનમાં બેસાડીને દિલ્હી મોકલ્યા. જે બાદ ગો એર એ માફી માંગી અને કહ્યું કે આ ઘટના બેદરકારીના કારણે બની છે. તેમણે ભારતમાં કોઈપણ મુસાફરોને મફત ટિકિટ આપવાનું વચન પણ આપ્યું હતું. તેણે આ ભૂલ માટે જવાબદાર તમામ ક્રૂ મેમ્બર્સને સસ્પેન્ડ પણ કર્યા.

January 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક