Tag: first look

  • Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans

    Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans

    News Continuous Bureau | Mumbai

    Shahrukh khan King:  બોલીવૂડના કિંગ શાહરુખ ખાન 2 નવેમ્બરે 60 વર્ષના થયા. તેમના જન્મદિવસે મન્નત બહાર ફેન્સની ભીડ જોવા મળી. મધરાતથી જ ફેન્સે કેક કટિંગ અને ઉજવણી કરી. શાહરુખે પણ ફેન્સને મોટી ગિફ્ટ આપી – પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’ ના ટાઇટલ રિવીલ અને ફર્સ્ટ લુક.

    આ સમાચાર પણ વાંચો : Baahubali: The Eternal War: શું એસ એસ રાજામૌલી એ કરી બાહુબલી 3 ની જાહેરાત? જાણો ફિલ્મ ના નામ અને બજેટ વિશે

    ‘કિંગ’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

    શાહરુખે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેમાં તેમનો એક્શનથી ભરપૂર લુક જોવા મળે છે. વીડિયોમાં લખ્યું છે:

    “સૌ દેશમાં બદનામ, દુનિયાએ આપ્યું એક નામ – #KING #કિંગટાઇટલરિવીલ. શોનો સમય આવી ગયો છે! સિનેમાઝ 2026માં.” ફેન્સે વીડિયોને બ્લોકબસ્ટર કહીને વખાણ્યો.હાલ શાહરુખ ખાન ‘કિંગ’ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં પહેલીવાર તેમની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મ 2026માં રિલીઝ થશે.

     

    View this post on Instagram

     

    A post shared by Siddharth Anand (@s1danand)


    શાહરુખે પોતાની કરિયરનો આરંભ હેમા માલિનીની ફિલ્મ ‘દિલ આશના હૈ’ થી કર્યો હતો, જેમાં તેમને 50,000 ફી મળી હતી. તેમની પહેલી રિલીઝ ફિલ્મ ‘દીવાના’ સુપરહિટ રહી અને શાહરુખ રાતોરાત સ્ટાર બન્યા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mahavatar Vicky kaushal: છત્રપતિ સંભાજી મહારાજ બાદ ચિરંજીવી પરશુરામ ના અવતાર માં છવાયો વિકી કૌશલ, ‘મહાવતાર’ માંથી અભિનેતા નો ઉગ્ર લુક થયો વાયરલ

    Mahavatar Vicky kaushal: છત્રપતિ સંભાજી મહારાજ બાદ ચિરંજીવી પરશુરામ ના અવતાર માં છવાયો વિકી કૌશલ, ‘મહાવતાર’ માંથી અભિનેતા નો ઉગ્ર લુક થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Mahavatar Vicky kaushal: વિકી કૌશલ તેની ફિલ્મ છાવા ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તે છત્રપતિ સંભાજી મહારાજ ની  ભજવી રહ્યો છે. તેવામાં તેની આગામી ફિલ્મ ‘મહાવતાર’ માંથી વિકી નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ પૌરાણિક ફિલ્મમાં વિકી ચિરંજીવી પરશુરામનું પાત્ર ભજવતો જોવા મળશે. .

    આ સમાચાર પણ વાંચો : Akshara singh death threat: શાહરુખ-સલમાન બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ને મળી મારી નાખવાની ધમકી, કરી અધધ આટલા લાખ ની ખંડણી ની માંગ

    ‘મહાવતાર’ માંથી વિકી નો લુક થયો વાયરલ 

     ‘મહાવતાર’માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે જેમાં વિકી લાંબી દાઢી, મૂછ અને લાંબા વાળ સાથે ખૂબ જ ઉગ્ર દેખાઈ રહ્યો છે, આ સાથે તેણે હાથમાં કુહાડી પણ પકડી છે. આ ફિલ્મ માં વિકી કૌશલ ભગવાન પરશુરામનો રોલ કરી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરની સાથે મેકર્સે ‘મહાવતાર’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ વર્ષ 2026માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.

     

    View this post on Instagram

     

    A post shared by Maddock Films (@maddockfilms)


     

    વિકી કૌશલ નો આ લુક જોયા બાદ લોકો નો આ ફિલ્મ પ્રત્યે નો ઉત્સાહ વધી ગયો છે. લોકો આ પશોટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sikandar Salman khan: સલમાન ખાને આપી તેના ચાહકો ને ભેટ, ભાઈજાન એ કર્યો તેની ફિલ્મ સિકંદર નો ફર્સ્ટ લુક શેર!

    Sikandar Salman khan: સલમાન ખાને આપી તેના ચાહકો ને ભેટ, ભાઈજાન એ કર્યો તેની ફિલ્મ સિકંદર નો ફર્સ્ટ લુક શેર!

    News Continuous Bureau | Mumbai

    Sikandar Salman khan:  સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન ની આ ફિલ્મ આવતા વર્ષે ઈદ ના અવસર પર રિલીઝ થવાની છે. તેવામાં સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેને જોતા એવું લાગે છે આ તસવીર તેની ફિલ્મ સિકંદર ના ફર્સ્ટ લુક ની છે.સલમાન ખાન ની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

    આ સમાચાર પણ વાંચો : Paris fashion week 2024: પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય એ કરી તેની આ ખાસ વસ્તુ ને ફ્લોન્ટ, અભિષેક સાથે છે ખાસ કનેક્શન

    સલમાન ખાને શેર કરી તસવીર 

    સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે જેમાં તે જિમ માં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે તેના મશીન ની પાછળ સિકંદર નું પોસ્ટર લાગેલું છે. પોસ્ટના કેપ્શનમાં સલમાન ખાને હેશટેગ સિકંદર લખ્યું છે.

     

    View this post on Instagram

     

    A post shared by Salman Khan (@beingsalmankhan)


    સલમાન ખાન ની આ તસવીર પર તેના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Lalbaugcha Raja: ગણપતિ બાપ્પા મોરિયા…. ઘરે બેઠા કરો લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન, લાઈવ;  અહીંયા ક્લિક કરો.

    Lalbaugcha Raja: ગણપતિ બાપ્પા મોરિયા…. ઘરે બેઠા કરો લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન, લાઈવ; અહીંયા ક્લિક કરો.

     News Continuous Bureau | Mumbai

     Lalbaugcha Raja : મહારાષ્ટ્રમાં ભરમાં ગણેશજીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈમાં ગણેશોત્સવ દરેકને આકર્ષે છે, અહીંના ગણેશોત્સવમાં લાલબાગના રાજાનું નામ સૌથી પહેલા આવે છે. લાલબાગના રાજાના પ્રથમ દર્શન કરવા માટે ભારે ભીડ ઉમટી પડે છે. તેમજ સમગ્ર ગણેશોત્સવના સમયગાળા દરમિયાન દર્શન માટે લાંબી કતારો જોવા મળે છે. ઘણા સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો લાલબાગ રાજાના દર્શન માટે આવે છે.

    Lalbaugcha Raja :લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન

     Lalbaugcha Raja : 16 કરોડ રૂપિયાનો 20 કિલોનો મુગટ

    આ વખતે લાલબાગના રાજાનું આકર્ષણ 16 કરોડ રૂપિયાનો 20 કિલોનો મુગટ હશે. તાજ નીલમણિ અને મીનાથી જડાયેલો છે અને તેનો ઘેરાવો લગભગ છ ફૂટ છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવેલ આ તાજને જોવા માટે તમામ ભક્તો આતુર છે.

      Lalbaugcha Raja : 400.58 કરોડ રૂપિયાનો રેકોર્ડ વીમો 

    લાલબાગના રાજાના મંડપ અને આભૂષણોની હંમેશા ચર્ચા થાય છે. આ વખતે તેમાં મુકુટનો ઉમેરો થયો છે અને બોર્ડે 10 દિવસના ચાલનારા ઉત્સવ માટે 400.58 કરોડ રૂપિયાનો રેકોર્ડ વીમો લીધો છે. ગયા વર્ષે મંડલે રૂ. 360.40 કરોડનો વીમો લીધો હતો.  મંદિર તરફથી 24 કલાક દર્શન, પૂજા, અન્નદાન અને સેવા ચાલુ છે. ગણેશોત્સવના 10 દિવસમાં 60 હજાર વખત પૂજા કરવામાં આવે છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દરરોજ સરેરાશ 20 હજાર લોકો દર્શને આવે છે અને એક લાખ લોકોને ભોજન આપવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો:  Ganesh Mandals: મુંબઈના ગણેશ મંડળોને એક સાથે પાંચ વર્ષની મંજૂરી આપવા મહાપાલિકાને મંગલ પ્રભાત લોઢાની રજૂઆત.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Heeramandi: સંજય લીલા ભણસાલી ની બહુ ચર્ચિત વેબ સિરીઝ હીરામંડી નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, ભવ્ય કોસ્ટ્યૂમ માં જોવા મળી સિરીઝ ની ગણિકા

    Heeramandi: સંજય લીલા ભણસાલી ની બહુ ચર્ચિત વેબ સિરીઝ હીરામંડી નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, ભવ્ય કોસ્ટ્યૂમ માં જોવા મળી સિરીઝ ની ગણિકા

    News Continuous Bureau | Mumbai 

    Heeramandi: સંજય લીલા ભણસાલી હીરામંડી થી ઓટીટી પર ડેબ્યુ કરવા જઇ રહ્યા છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ ના નામ થી સ્ટ્રીમ થશે. સંજય લીલા ભણસાલી એ આ વેબ સિરીઝ ની જાહેરાત વર્ષ 2023 માં કરી હતી. આ સિરીઝ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં આવી હતી. આ સિરીઝ માં હીરામંડી નામની જગ્યા બતાવવામાં આવશે, જે વેશ્યાઓનો વિસ્તાર હતો અને જેના પર તેઓ રાણીઓની જેમ રાજ કરતી હતી. હવે  મેકર્સે ‘હીરામંડી’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Mannara chopra: મુનાવર ફારુકી ના કિસિંગ સ્ટેટમેન્ટ પર ગુસ્સે થઈ મન્નારા ચોપરા, બિગ બોસ 17 ના વિજેતા પાસે કરી આવી માંગણી

    ‘હીરામંડી’નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ 

    સંજય લીલા ભણસાલી ની બહુ ચર્ચિત વેબ સિરીઝ ‘હીરામંડી’નો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે.  જેમાં બજારની દુનિયાની એક ઝલક દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી છે, જ્યાં ગણિકાઓ પણ એક સમયે રાણી હતી. આ ઉપરાંત સંજય લીલા ભણસાલી ના ભવ્ય સેટ અને કોસ્ચ્યુમ જોવા મળી રહ્યા છે. 

     

    View this post on Instagram

     

    A post shared by Netflix US (@netflix)


     

    સંજય લીલા ભણસાલીની આ ભવ્ય સિરીઝ માં અદિતિ રાવ હૈદરી, મનીષા કોઈરાલા અને સોનાક્ષી સિંહાએ કામ કર્યું છે. ત્રણેય હિરામંડી નામની જગ્યાએ રહેતી ગણિકાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત રિચા ચઢ્ઢા અને શરમીન સેહગલ અને ટીવી એક્ટ્રેસ સંજીદા શેખ પણ આ સિરીઝમાં છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Bobby deol: બોબી દેઓલ ના જન્મદિવસ પર તેના ચાહકો ને મળી ખાસ ભેટ, તેની આ ફિલ્મનો ફર્સ્ટ લુક થયો જાહેર

    Bobby deol: બોબી દેઓલ ના જન્મદિવસ પર તેના ચાહકો ને મળી ખાસ ભેટ, તેની આ ફિલ્મનો ફર્સ્ટ લુક થયો જાહેર

    News Continuous Bureau | Mumbai 

    Bobby deol: બોબી દેઓલ આજે તેનો 55 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસે તેની આગામી ફિલ્મ ‘કંગુવા’ના ( kanguva  ) નિર્માતાઓએ બોબી દેઓલ પાત્ર ઉધિરન નો ક્રૂર અને ખતરનાક લુક શેર કર્યો છે. આ ફિલ્મ માં પણ બોબી દેઓલ વિલીન ની ( villain  ) ભૂમિકા માં જોવા મળશે.   

    ‘કંગુવા’ નો બોબી દેઓલ નો ફર્સ્ટ લુક 

    બોબી દેઓલના જન્મદિવસ ( birthday ) પર,’કંગુવા’ના નિર્માતાઓએ ( Film makers ) ખુલાસો કર્યો છે કે બોબી દેઓલ જે ‘શક્તિ’ ઉધીરનનું પાત્ર ભજવશે. આ ફિલ્મ માં નું અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ શેર કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ‘એનિમલ’ પછી, બોબી દેઓલ ફરી એકવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો : Animal: રણબીર કપૂર ની એનિમલ ઓટીટી પર જોઈ નારાજ થયા લોકો, ફિલ્મ ના મેકર્સે ના નિભાવ્યું તેમનું વચન

     

    View this post on Instagram

     

    A post shared by Bobby Deol (@iambobbydeol)

    બોબીએ ‘કંગુવા’માંથી ઉધીરન તરીકે તેના વિલનનો પહેલો લુક ( First look ) શેર કર્યો. પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે, ‘ક્રૂર, પાવરફુલ, અનફર્ગેટેબલ.’ આ સાથે ફિલ્મ ના નિર્માતા એ પણ તેનો લુક શેર કર્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Ayodhya Ram Mandir: કરી લો દર્શન, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામના ચહેરાનું દિવ્ય ચિત્ર સામે આવ્યું, નિહાળો મનમોહક મુરત..

    Ayodhya Ram Mandir: કરી લો દર્શન, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામના ચહેરાનું દિવ્ય ચિત્ર સામે આવ્યું, નિહાળો મનમોહક મુરત..

    News Continuous Bureau | Mumbai

    Ayodhya Ram Mandir: અયોધ્યા સ્થિત રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા ( prana-pratishtha ) ની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની ( Ram Lalla ) મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી છે. અગાઉની તસવીરમાં રામલલાની પ્રતિમાને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. પરંતુ હવે જે તસવીર સામે આવી છે તેમાં રામલલાની પ્રતિમાની આંખ પરની પટ્ટી હટાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં રામલલાની પ્રતિમાની સંપૂર્ણ ઝલક આ તસવીરમાં જોવા મળે છે. કરો- રામલલાની મૂર્તિના દિવ્ય દર્શન… 

    મીઠી સ્મિત અને કપાળ પર તિલક

    તસ્વીરમાં રામલલાની પ્રતિમામાં કપાળ પર તિલક દેખાય છે. સાથે જ ચહેરા પર મીઠુ સ્મિત પણ છે. મહત્વનું છે કે મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ ( Arun Yogiraj ) દ્વારા બનાવવામાં આવેલી રામલલાની 51 ઈંચની મૂર્તિને ગઈકાલે ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. રામલલાની આ તસવીર 22મી જાન્યુઆરીએ યોજાનાર અભિષેક સમારોહ પહેલા સામે આવી છે. રામલલાની બે તસવીરો સામે આવી છે. જેમાંથી એકમાં રામલલાની પ્રતિમાની સંપૂર્ણ ઝલક ( First look ) જોવા મળે છે. જ્યારે બીજામાં તેમના ચહેરાની નજીકની તસવીર છે.

    ગુરુવારે બપોરે વૈદિક મંત્રોચ્ચાર ( Vedic chant ) વચ્ચે ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા દ્વારા ‘પ્રધાન સંકલ્પ’ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પની ભાવના એ છે કે ભગવાન રામનો ‘અભિષેક’ દરેકના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે, માનવતાના કલ્યાણ માટે અને આ કાર્યમાં યોગદાન આપનારા લોકો માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બ્રાહ્મણોને વસ્ત્રો પણ આપવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi: પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

    16મી જાન્યુઆરીથી અભિષેક વિધિ શરૂ થઈ ગઈ છે.

    આપને જણાવી દઈએ કે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી જ જીવન અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા નિયુક્ત યજમાનોએ સમારોહની શરૂઆત કરી. આ પછી 17 જાન્યુઆરીએ 5 વર્ષ જૂના રામ લલ્લાની મૂર્તિ સાથેનો કાફલો અયોધ્યા પહોંચ્યો અને રામ લલ્લાની મૂર્તિને ક્રેનની મદદથી ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી.

    આવતીકાલે રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહને સરયૂ પાણીથી ધોવામાં આવશે

    18 જાન્યુઆરીએ ગણેશ અંબિકા પૂજા, વરુણ પૂજા, માતૃકા પૂજા, બ્રાહ્મણ વરણ અને વાસ્તુ પૂજા સાથે ઔપચારિક વિધિઓ શરૂ થઈ હતી. આજે 19 જાન્યુઆરીએ પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી હતી, જેમાંથી નવગ્રહની સ્થાપના કરવામાં આવશે અને હવન કરવામાં આવશે. આવતીકાલે 20 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહને સરયૂ પાણીથી ધોવામાં આવશે, ત્યારબાદ વાસ્તુ શાંતિ અને ‘અન્નધિવાસ’ વિધિ થશે.

    આ પછી 21 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિને 125 કળશના જળથી સ્નાન કરાવવામાં આવશે. વિધિના અંતિમ દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ સવારની પૂજા બાદ બપોરે ‘મૃગશિરા નક્ષત્ર’માં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.

  • Hrithik roshan: ફિલ્મ ફાઈટર માંથી રિતિક રોશન નો લુક થયો જાહેર, આ દિવસે રિલીઝ થશે અભિનેતા ની ફિલ્મ

    Hrithik roshan: ફિલ્મ ફાઈટર માંથી રિતિક રોશન નો લુક થયો જાહેર, આ દિવસે રિલીઝ થશે અભિનેતા ની ફિલ્મ

    News Continuous Bureau | Mumbai

    Hrithik roshan: રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ઘણી ચર્ચા છે. લોકો આ ફિલ્મ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ને લઇ ને એવું કહેવાય છે કે તે ભારત ની સૌથી મોટી એરિયલ એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફિલ્મ ‘ફાઇટર’નો પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. 

     

    રિતિક રોશને રીવીલ કર્યો તેનો લુક 

    રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ ‘ફાઇટર’ નો તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.. રિતિક રોશન દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં તે પાઈલટના લુકમાં જોવા મળી રહ્યો છે. રિતિક રોશને આ પોસ્ટમાં જણાવ્યું છે કે તે ફિલ્મ ‘ફાઇટર’માં સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયાના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થશે.


    રિતિક રોશને શેર કરેલા પોસ્ટર પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત હશે. આ ફિલ્મ થી રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. રિતિક રોશન નું આ પોસ્ટર જોઈ ને લોકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. 

    આ સમાચાર પણ વાંચોઃ Animal: ટાઇગર 3 બાદ હવે ફિલ્મ એનિમલ ને લઇ ને પણ જોવા મળ્યો લોકો નો ઉત્સાહ,ચાહકો એ થિયેટર માં આ રીતે મનાવ્યો ઉત્સવ

  • Singham Again: તે પરાક્રમી છે, તે શક્તિશાળી છે…. સિંહની જેમ ગર્જના કરતો અજય દેવગન, કિલર લુક કર્યો જાહેર

    Singham Again: તે પરાક્રમી છે, તે શક્તિશાળી છે…. સિંહની જેમ ગર્જના કરતો અજય દેવગન, કિલર લુક કર્યો જાહેર

    News Continuous Bureau | Mumbai

    Singham Again: ફિલ્મ ડાયરેક્ટર રોહિટ શેટ્ટી (Rohit Shetty) ની કોપ સિરીઝ ‘સિંઘમ’ના આગામી ભાગનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. જો કે, અત્યાર સુધી આ ફિલ્મની સ્ટોરી વિશે વધુ બહાર આવ્યું નથી, પરંતુ સમયાંતરે નવી-નવી પોસ્ટ્સ બહાર આવી રહી છે જે પ્રેક્ષકોમાં ખૂબ જ ચર્ચાનું કારણ બને છે. હવે ફિલ્મમાંથી અજય દેવગનનો  (Ajay Devgn) નવો લુક (First look) શેર કરવામાં આવ્યો છે, જેમાં તે સિંહની જેમ ગર્જતો અને ગર્જના કરતો જોવા મળી રહ્યો છે.

     લાલ આંખો, ગુસ્સાવાળો ચહેરો…

    જણાવી દઈએ કે, અભિનેતા અજય દેવગણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો ફેન્સ સાથે શેર કર્યો છે, જેમાં સિંહની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે. લાલ આંખો, ગુસ્સાવાળો ચહેરો… અજયને તેના ખૂબ જ દમદાર દેખાવ માટે તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટો શેર કરતા અજયે કેપ્શનમાં લખ્યું છે – તે પરાક્રમી છે, તે શક્તિ છે, તે ખતરનાક છે, તે તાકાત છે, ફરી ગર્જશે સિંઘમ! ચાહકોને પણ અભિનેતાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે અને હવે તેઓ સોશિયલ મીડિયા પર તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Samsung Galaxy A25 5G : મજબૂત બેટરી, શાનદાર કેમેરા વિકલ્પ સાથે સેમસંગ લોન્ચ કરશે આ બજેટેડ 5G સ્માર્ટફોન! ફીચર્સ થયા લીક

    આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોડાયા

    કોપ સિરીઝની પહેલી ફિલ્મ (Film) સિંઘમમાં અજય દેવગન સાથે અભિનેત્રી કાજલ અગ્રવાલની જોડી હતી. જ્યારે સિંઘમ 2માં કરીના કપૂર અને અજય દેવગન સાથે જોવા મળ્યા હતા. હવે અજય ફરી કરીના સાથે સિંઘમ અગેઇનમાં જોવા મળશે. પરંતુ, અન્ય ઘણા મોટા ચહેરાઓ પણ ફિલ્મમાં જોવા મળશે, જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ આ ફિલ્મના મોટા ચહેરા છે, જેઓ આ વખતે સ્ક્રીન પર જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે અને મનોરંજનનો ડોઝ બમણો કરશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીની ‘કડક સિંહ’નું ફર્સ્ટ લુક આવ્યો સામે, સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં અનોખા રૂમમાં જોવા મળશે અભિનેતા

    Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીની ‘કડક સિંહ’નું ફર્સ્ટ લુક આવ્યો સામે, સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં અનોખા રૂમમાં જોવા મળશે અભિનેતા

    News Continuous Bureau | Mumbai 

    Pankaj Tripathi: તાજેતરમાં સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’માં પોતાનો શાનદાર અભિનય બતાવનાર પંકજ આવનારા સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. દરમિયાન, પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘કડક સિંહ’નું ( Kadak Singhફર્સ્ટ લૂક ( First look ) પોસ્ટર રિલીઝ ( Poster release ) કરવામાં આવ્યું છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ પંકજ ત્રિપાઠીનું નામ ચર્ચાનો વિષય બની ગયો છે.

    ‘કડક સિંહ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ

    એક અભિનેતા ( actor ) તરીકે, પંકજ ત્રિપાઠી હિન્દી સિનેમાના એવા કલાકાર છે, જે દરેક ફિલ્મમાં પોતાના અભિનયની સારી છાપ છોડે છે. ચાહકો પંકજ ત્રિપાઠીને ફિલ્મોમાં જોવાનું પસંદ કરે છે, પછી ભલે તે સાઈડ રોલમાં હોય કે લીડ રોલમાં. એમેઝોન પ્રાઇમ વીડિયોની લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં કાલિન ભૈયા તરીકે ચાહકોનું દિલ જીતનાર પંકજ આગામી સમયમાં ફિલ્મ ‘કડક સિંહ’થી ધૂમ મચાવશે. આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે. OTT પ્લેટફોર્મ ZEE5એ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કડક સિંહ’નું આ લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું છે.

    આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે – “ઘણી વાર્તાઓ છે પરંતુ એક જ સત્ય છે. શું કડક સિંહ જૂઠાણું શોધવામાં સફળ થશે?” પંકજ ત્રિપાઠીના આ પોસ્ટર પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે કડક સિંહ એક સસ્પેન્સ થ્રિલર બનવા જઈ રહી છે. વાસ્તવમાં, ફિલ્મ ‘કડક સિંહ’માં એક્ટર પંકજ ત્રિપાઠી ફાઇનાન્સિયલ ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે, જેનું નામ છે એ.કે. શ્રીવાસ્તવ. આ ફિલ્મમાં પંકજ તમામ કૌભાંડોનો પર્દાફાશ કરતો જોવા મળશે. ફિલ્મ ‘કડક સિંહ’ પ્રખ્યાત નિર્દેશક અનિરુદ્ધ રોય ચૌધરીએ ડિરેક્ટ કરી છે. જો કે, આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

    આ સમાચાર પણ વાંચો :  NZ Vs SL: ટ્રેન્ટ બોલ્ટ સામે શ્રીલંકાના બેટ્સમેન ઘૂંટણીએ! વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, બન્યો નંબર 1 કીવી બોલર

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.