Tag: Flags Off

  • World Environment Day : સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી

    World Environment Day : સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી

    World Environment Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પહેલ સ્વચ્છ અને હરિયાળી દિલ્હીના નિર્માણમાં ફાળો આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું દિલ્હીના લોકો માટે ‘જીવનની સરળતા’માં પણ સુધારો કરશે.

    પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

    “સ્વચ્છ અને હરિયાળી દિલ્હીનું નિર્માણ!

    સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી. વધુમાં, આ દિલ્હીના લોકો માટે ‘જીવનની સરળતા’માં પણ સુધારો કરશે.”

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Mumbai Metro Update : મુંબઈમાં ગેમચેન્જર પ્રોજેક્ટ! મુંબઈથી વિરાર સુધીની યાત્રા હવે સરળ બનશે, પહેલો તબક્કો સફળ..

    Mumbai Metro Update : મુંબઈમાં ગેમચેન્જર પ્રોજેક્ટ! મુંબઈથી વિરાર સુધીની યાત્રા હવે સરળ બનશે, પહેલો તબક્કો સફળ..

    News Continuous Bureau | Mumbai

    Mumbai Metro Update : થાણેમાં પહેલી મેટ્રો દોડી છે. મીરા-ભાયંદરમાં મેટ્રો 9 ના પ્રથમ તબક્કાનું આજે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. પહેલો તબક્કો 4.4 કિમી લાંબો છે અને તે દહિસર પૂર્વથી કાશીગાંવ સુધી ચાલશે. આ મેટ્રો લાઇન પર કુલ 8 સ્ટેશન હશે. મેટ્રો 9નો પ્રથમ તબક્કો લગભગ 96 ટકા પૂર્ણ થઈ ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મેટ્રો 9 ના પ્રથમ તબક્કાનું પરીક્ષણ કરવામાં આવ્યું.

     

    Mumbai Metro Update : ટ્રાફિક ઘટાડવા માટે મેટ્રો 9 પ્રોજેક્ટ મહત્વપૂર્ણ

    મેટ્રો 9 લાઇનના પહેલા તબક્કામાં કુલ ચાર સ્ટેશન છે. આ સ્ટેશનોના નામ દહિસર પૂર્વ, પાંડુરંગ વાડી, મીરાગાંવ અને કાશીગાંવ છે. ઉપરાંત, આ માર્ગ મીરા-ભાયંદર અને દહિસર વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ કરશે. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે મેટ્રો 9 પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટની ટેકનિકલ સમીક્ષા હાલમાં ચાલી રહી છે. ઉપરાંત, આ પ્રોજેક્ટનો એક સકારાત્મક પાસું એ છે કે પ્રથમ વખત, ડબલ-ડેકર પુલ બનાવવામાં આવ્યો છે. એટલે કે ફ્લાયઓવર અને મેટ્રો બંને એક જ થાંભલા પર જોઈ શકાય છે. ઉપરાંત, મેટ્રોને વિરાર સુધી લંબાવવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : PM Modi Meets Aamir Khan: નરેન્દ્ર મોદી ને મળ્યો આમિર ખાન, બોલિવૂડ સુપરસ્ટાર ને મળતા જ પીએમ મોદી એ પૂછ્યો આવો સવાલ

     Mumbai Metro Update : મેટ્રો અને ટ્રેન પુલ એક જ માળખામાં 

    મહામુંબઈ મેટ્રો 9 નો ટ્રાયલ તબક્કો આજે ચાલી રહ્યો છે. આ મેટ્રો 9 મીરા ભાઈંદર અને મુંબઈથી આવતા લોકોને ઘણો ફાયદો કરાવશે, અને આ પટ્ટો કાશીગાંવથી દહિસર સુધીનો છે.  એમએમઆર પ્રદેશમાં પહેલી વાર ડબલ-ડેકર બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મેટ્રો અને ટ્રેન પુલ એક જ માળખામાં જોવા મળશે. આનાથી મોટી ટ્રાફિક ભીડ ઓછી થશે. આ વિસ્તરણ વિરારમાં કરવામાં આવશે. બધા મેટ્રો એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા કામો 2027 ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

  • Bihar Rail Network : બિહારને ચાર નવી ટ્રેનોની સૌગાત, પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપી ટ્રેનોને લીલી ઝંડી

    Bihar Rail Network : બિહારને ચાર નવી ટ્રેનોની સૌગાત, પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપી ટ્રેનોને લીલી ઝંડી

    News Continuous Bureau | Mumbai

    Bihar Rail Network :  માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધુબની જિલ્લાના લોહના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ત્રણ નવનિર્મિત રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી અને બિહારને ચાર નવી ટ્રેનોની ભેટ આપી. માનનીય પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી તેમાં જયનગર પટના નમો ભારત રેપિડ રેલ અને સહરસા-લોકમાન્ય તિલક અમૃત ભારત એક્સપ્રેસ અને બે પેસેન્જર ટ્રેનોનો સમાવેશ છે.

    મો ભારત રેપિડ રેલ વિશે વિગતો આપતાં, રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે બે શહેરો વચ્ચે હાઇ-સ્પીડ, આધુનિક રેલ પરિવહનનું સ્વપ્ન હવે વાસ્તવિકતા બની ગયું છે. નમો ભારત રેપિડ રેલ એ અમૃતકાલમાં ભારતીય રેલ્વેના વિકાસનો નવો સારથિ છે. આ ટ્રેન દેશના આંતરિક ભાગોમાં સ્થાનિક લોકોને શહેરી મુસાફરી માટે આધુનિક સુવિધાઓની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે નમો ભારત રેપિડ રેલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઇન્ટરસિટી ટ્રેન જયનગરને પટના સાથે જોડશે. 16 કોચમાં 2 હજારથી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનનું સંચાલન બિહારના વિકાસને નવી ગતિ આપવા જઈ રહ્યું છે. આ ટ્રેન જયનગર અને પટના વચ્ચે મધુબની, દરભંગા, સમસ્તીપુર, બેગુસરાય, મોકામા અને પટના જિલ્લાઓને જોડશે.

    અમદાવાદ-ભુજ પછી આ દેશની બીજી ‘નમો ભારત’ ઝડપી રેલ સેવા છે. આનાથી બે શહેરો વચ્ચેનું અંતર તો ઘટશે જ, સાથે સાથે બિહારના સપનાઓને પણ નવી ઉડાન મળશે.

    ઝડપી એક્સેલરેશન અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. તેના બંને છેડે ડ્રાઇવિંગ કેબ હોવાથી, તેને ટર્નઅરાઉન્ડની જરૂર પડશે નહીં, અનાથી સમય ની બચત થશે. નમો ભારત સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ છે અને એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી બેઠકો સાથે આવે છે.
    ટ્રેનમાં વેક્યુમ-આધારિત મોડ્યુલર શૌચાલય, દિવ્યાંગ અનુકુળ શૌચાલય અને ધૂળ-પ્રૂફ સીલબંધ ગેંગવે પણ છે, જે ટ્રેનની મુસાફરીને વધુ સ્વચ્છ, સુલભ અને શાંતિપૂર્ણ બનાવે છે. આ ટ્રેનની એક ખાસ વાત એ છે કે તે ‘કવચ’ સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા, ફાયર ડિક્ટેશન સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી ટોક-બેક સિસ્ટમ સલામત મુસાફરીની ખાતરી આપે છે.

    ટ્રેનના કોચમાં ઓટોમેટિક દરવાજાવાળા સેમી પરમાનેન્ટ કપ્લર્સ યુક્ત છે, જે મુસાફરોને કોઈ પણ પ્રકારનો ઝટકો અનુભવવા દેતા નથી. આ હાઇ સ્પીડ મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવે છે. ટ્રેનમાં રૂટ-મૅપ ઇન્ડિકેટર પણ છે, જે દરેક સ્ટેશન વિશે માહિતી પ્રદાન કરશે. ઓપન લાઇન રેલ્વેમાં આ સુવિધા પહેલીવાર પૂરી પાડવામાં આવી રહી છે. ઇમરજન્સી લાઇટિંગ, એલઇડી લાઇટિંગ અને અલ્ટ્રા મૉર્ડન ડિઝાઇન મુસાફરોને શાંત અને સારી રીતે પ્રકાશિત વાતાવરણ પૂરું પાડે છે.

    સહરસા અને લોકમાન્ય તિલક વચ્ચે દોડતી અમૃત ભારત એક્સપ્રેસ વિશે વાત કરતા, રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમૃત ભારત 2.0 ટ્રેન ભારતીય રેલવેની એક આધુનિક પહેલ છે. આ ટ્રેન સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં સારી સુવિધાઓ, આરામ અને સ્વદેશી ટેકનોલોજીનો અનુભવ આપે છે. આ ટ્રેન ખાસ કરીને મધ્યમ વર્ગ અને અંત્યોદય માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેના કોચ સંપૂર્ણપણે ભારતમાં બનેલા છે અને આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. અમૃત ભારત ટ્રેન સુવિધાજનક છે. તેનો દેખાવ અને ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક છે. તે પ્રીમિયમ ટ્રેનનો અનુભવ આપે છે. રેલ્વેનો પ્રયાસ છે કે સામાન્ય માણસ પણ ગૌરવ અને આરામથી મુસાફરી કરી શકે અને આ વિચારને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

    પર્યાવરણ પ્રતિ જાગૃતિ, ઉર્જા સંરક્ષણ અને મુસાફરોની સુવિધા – આ ત્રણ પહલું આ ટ્રેનની ઓળખ છે. આ ટ્રેન દેશના વિકાસની નવી ગતિ અને બદલાતા ભારતના દેખાવની ઝલક છે. અમૃત ભારત એક્સપ્રેસની સલામતી સુવિધાઓ સમજાવતા તેમણે કહ્યું કે
    સુરક્ષા અને ટેકનિકલ દૃષ્ટિકોણથી અમૃત ભારત 2.0 ટ્રેનમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. સલામતીને ધ્યાનમાં રાખીને, કપ્લરમાં ક્રેશ ટ્યુબ અને EP-આસિસ્ટેડ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે, જે ઝડપી બ્રેક લાગી શકશે. તે સંપૂર્ણપણે સીલબંધ ગેંગવે અને વેક્યુમ ઇવેક્યુએશન સિસ્ટમથી સજ્જ છે. દરેક કોચમાં ટોક બેક યુનિટ અને ગાર્ડ રૂમમાં રિસ્પોન્સ યુનિટ હોવાથી મુસાફરોની સલામતી વધુ મજબૂત બનાવવામાં આવી છે. નોન-એસી કોચમાં પહેલીવાર ફાયર ડિટેક્શન સિસ્ટમની સુવિધા મુસાફરોની સલામતીમાં એક નવી ક્રાંતિ છે.

    આ સમાચાર પણ વાંચો: Medha Patkar arrested :સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, આ 23 વર્ષ જૂના કેસમાં થઈ મોટી કાર્યવાહી..

    અમૃત ભારત 2.0 સાથે, ભારતીય રેલ્વેમાં પહેલીવાર, ટ્રેનમાં સેમી-ઓટોમેટિક કપ્લરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રેનને જોડતી વખતે કે અલગ કરતી વખતે કોઈ આંચકો કે અવાજ થતો નથી. તેમાં સ્થાપિત ડિફોર્મેશન ટ્યુબ અથડામણની સ્થિતીમાં આંચકો ઘટાડે છે, જેનાથી મુસાફરોની સલામતી વધે છે. આ રેક લોકોમોટિવ સાથે મળીને માત્ર સ્થિરતા જ નહીં પરંતુ સૌથી વધુ ગતિ અને વધુ સારી હેન્ડલિંગ ક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે.

    આ ટ્રેન એલએચબી પુશ-પુલ ટ્રેન છે. સારી ગતિ માટે, તેના બંને છેડા પર એન્જિન લગાવવામાં આવ્યા છે, જે ઉર્જાનો વપરાશ ઘટાડે છે. ટ્રેન ઝડપથી વેગ પકડી શકે છે અને બ્રેક લગાવી શકે છે. ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ પણ તેને ગતિમાં માસ્ટર બનાવે છે. તેના કોચમાં ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઈલ હોલ્ડર, ફોલ્ડેબલ બોટલ હોલ્ડર જેવી સુવિધાઓ છે. ઉપરાંત, રેડિયમ ઇલ્યૂમિનેટેડ ફ્લોરિંગ સ્ટ્રીપ, એર સ્પ્રિંગ બોગી વગેરે જેવી સુવિધાઓ મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે. દરેક શૌચાલય ઇલેક્ટ્રો-ન્યુમેટિક ફ્લશિંગ સિસ્ટમ, ઓટોમેટિક સાબુ ડિસ્પેન્સર અને એરોસોલ-આધારિત ફાયર સેપ્રેશન પ્રણાલી જેવી સુવિધાઓથી સજ્જ છે, જે સ્વચ્છતા અને સલામતીને પ્રાથમિકતા આપે છે. દરેક મુસાફર માટે ઝડપી મોબાઇલ ચાર્જિંગ પોર્ટ, પેન્ટ્રી કાર અને વધુ સારી અને આરામદાયક બેઠકો પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, દિવ્યાંગો માટે ખાસ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બધા મુસાફરોને સમાન સુવિધાઓ મળી શકે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

    Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

      News Continuous Bureau | Mumbai 

     Green Hydrogen Plant Kandla :

    કંડલાના દિન દયાલ પોર્ટ ઓથોરિટી ખાતે 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના માટે “મેઈડ-ઇન-ઇન્ડિયા” હેઠળ ઉત્પાદિત ઈલેક્ટ્રોલાઈઝર્સ સ્થાપિત થશે
    **
    ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું

    **
              નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્ત્તવપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે “મેઈડ-ઇન-ઇન્ડિયા” હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

    Sarbananda Sonowal Virtually Flags Off Electrolysers for Green Hydrogen Plant in Kandla

     Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઇડ્રોજન માટે DPA (દિન દયાલ પોર્ટ ઑથોરિટી) નું વિઝન        

    કંડલા પોર્ટને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અનુરૂપ DPA- કંડલા દ્વારા ડિસેમ્બર 2024માં પોર્ટ સંચાલિત 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કે જેને પછીથી 10 મેગાવોટ ક્ષમતા સુધી વધારવામાં આવશે તેની સ્થાપવા માટે કામગીરી શરૂ કરી હતી.  આ પગલું ભારતના દરિયાઇ ક્ષેત્રમાં ટકાઉ ઉર્જા અપનાવવા તરફનો એક મહત્ત્તવપૂર્ણ પ્રયાસ છે. આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઇજનેરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેના પરિણામે બંદરના ઓપરેશનલ માળખામાં નવીનતા અને તકનીકી શ્રેષ્ઠતાને પ્રોત્સાહન મળશે.

    Sarbananda Sonowal Virtually Flags Off Electrolysers for Green Hydrogen Plant in Kandla

    Green Hydrogen Plant Kandla :ત્રણ મહિનાના રેકોર્ડ સમયમાં 1 મેગાવોટના ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન

    ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં L&T ને એક પ્રસ્થાપિત સંસ્થા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આશરે એક વર્ષ પહેલા ઉદ્ઘાટીત કરેલા હજીરાના 1 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની સ્થાપના પણ આ જ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. કંડલા ખાતે નિર્માણ પામનાર ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવાનું કામ પણ L&T ને સોંપવામાં આવ્યું. મેઈડ-ઇન-ઇન્ડિયા પહેલ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા L&T એ ફક્ત ત્રણ મહિનાના રેકોર્ડ સમયમાં આ 1 મેગાવોટ ઇલેક્ટ્રોલાઇઝરનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું. ઇલેક્ટ્રોલાઇઝર કોઈપણ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે, જે હાઇડ્રોજન ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

    Sarbananda Sonowal Virtually Flags Off Electrolysers for Green Hydrogen Plant in Kandla

     Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જુલાઈ 2025 સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય

    કંડલા ખાતે સાઇટનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી, આ ઇલેક્ટ્રોલાઇઝર્સને ટૂંક સમયમાં સાઇટ પર એસેમ્બલ કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જુલાઈ 2025 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેની અંદાજિત ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 18 કિલો ગ્રીન હાઇડ્રોજન છે. જે દર વર્ષે આશરે 80-90 ટન થાય છે. તેનાથી DPA કંડલા દેશનું પ્રથમ એવું બંદર બનશે જ્યાં બંદરની પરિસરમાં જ સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને કાર્યરત ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હોય. આ સુવિધામાંથી ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ફ્યુઅલ સેલ દ્વારા સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે, જે બંદર પર સ્વ-નિર્ભર અને પર્યાવરણને અનુકૂળ પાવર સોલ્યુશન્સ માટે માર્ગ મોકળો કરશે.       

    Sarbananda Sonowal Virtually Flags Off Electrolysers for Green Hydrogen Plant in Kandla

       વધુમાં, DPA પાસે પ્લાન્ટમાં જરૂરી મોડ્યુલોનો સમાવેશ કરીને ગ્રીન એમોનિયા ઉત્પાદનને એકીકૃત કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓ છે. આ વૈશ્વિક ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને કાર્બન તટસ્થતા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ફાળો આપશે. આ સીમાચિહ્નરૂપ ધ્યેયથી ભારતને માનનીય વડાપ્રધાનશ્રીના ટકાઉ અને આત્મનિર્ભર ભારતના વિઝનની નજીક લાવે છે, સાથોસાથ 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યની પ્રતિબદ્ધતા સાથે પણ સુસંગત છે. 

    આ સમાચાર પણ વાંચો: Smartphones Launching this Week : નવો ફોન લેવો છે? આ અઠવાડિયે લોન્ચ થનારા સ્માર્ટફોન વિશે જાણો: Realme P3 Ultra, Google Pixel 9a અને વધુ

              ફ્લેગ-ઓફ કાર્યક્રમમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટી.કે.રામચંદ્રન, IRSME, ચેરમેન-DPA સુશિલકુમાર સિંહ અને L&T ગ્રીન એનર્જીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેરેક એમ. શાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે DPAના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીધામથી વર્ચ્યુઅલી આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

  • Gujarat :  રાજ્ય પરિવહનની 201 નવી બસોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી

    Gujarat : રાજ્ય પરિવહનની 201 નવી બસોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી

    News Continuous Bureau | Mumbai

    Gujarat :

    •  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ નવીન બસોમાં બેસીને તેનું નિરીક્ષણ કર્યું
    • ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસો ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  ( Bhupendra Patel ) રામકથા મેદાન-ગાંધીનગર ( Gandhinagar ) ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં ૨૦૧ નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી, અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

    આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં મળી કુલ ૨૮૧૨ જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી ૧૭૦ સુપર એક્સપ્રેસ અને ૨૧ સ્લીપરકોચ મળી કુલ ૨૦૧ નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો ૩૩ જિલ્લાના ૭૮ ડેપો દ્વારા ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

    આ સમાચાર પણ વાંચો :  DoT : DoTએ ગભરાટ ફેલાવવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય નંબરો પરથી થતા મેલિશિયસ કૉલ્સ અંગે નાગરિકોને સલાહ આપી

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ( Gujarat ) એસ.ટી. નિગમ દ્વારા દરરોજ ૮૦૦૦થી વધુ બસોથી રાજ્યમાં કુલ ૩૩ લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, ૨૫ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.

    નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. શ્રી એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.