Tag: flipkart

  • વિદેશી ઈ-કોમર્સ કંપનીને મુદ્દે હવે વેપારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શરણેઃ હસ્તક્ષેપ કરવાની માગણી સાથે લખ્યો પત્ર; જાણો વિગત

    વિદેશી ઈ-કોમર્સ કંપનીને મુદ્દે હવે વેપારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શરણેઃ હસ્તક્ષેપ કરવાની માગણી સાથે લખ્યો પત્ર; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

    મંગળવાર.

    વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ફોરેન ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ અને FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) નું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ બાબતે અનેક વખત ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ આ ઓનલાઈન કંપનીઓ સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. છેવટે વેપારીઓએ હવે આ મુદ્દે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આ મુદ્દે ઘટતું કરવાની માગણી કરતો પત્ર વડાપ્રધાનને લખવામાં આવ્યો  છે.

    CAITના મહાનગરના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી સંઘટનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે,'અમેઝોન અને ફ્લીપકાર્ટ સામે નિયમોનું ઉલ્લંઘન કરવાને લગતી સતત ફરિયાદ કરવામાં આવી છે. છતાં સંબંધિત અધિકારીઓ તેમની સામે કોઈ પગલાં લેતા નથી. આ કંપનીઓ સરકારના નાક નીચે કાયદાનું ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. આ બંને કંપનીઓ દ્વારા હાલ ચાલી રહેલા ફેસ્ટિવલ સેલમાં સરકારની એફડીઆઈ પોલીસીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેને કારણે દેશના વેપારીઓને તો નુકસાન થઈ રહ્યું છે પણ દેશને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે.'

    MbPTના આ નિર્ણય સામે વેપારીઓ, ભાડૂતો સહિત દક્ષિણ મુંબઈના રહેવાસીઓએ કસી કમરઃ આ સાંસદે MbPT સામે રસ્તા પર ઉતરવાની આપી ચીમકી; જાણો વિગત

    CAITના પદાધિકારીઓના કહેવા મુજબ વડાપ્રધાન કાયદાના ઉલ્લંઘન કરનારાઓ માટે સખત વલણ રાખે છે. તેમ જ દેશના નાના વેપારીઓ અને ઉદ્યોગજગતના વિકાસ માટે તેઓ અગ્રેસર રીતે કામ કરે છે. પરંતુ સરકારી અધિકારી વિદેશી કંપનીઓને મુદ્દે વડાપ્રધાનના નિર્ધારિત માપદંડોથી અલગ કામ કરી રહી છે.  તેથી વડાપ્રધાનને પત્ર લખીને તેમને પૂરી બાબતથી વાકેફ કરવામા આવ્યા છે.

  • આ બે વિદેશી ઈ-કોમર્સ કંપની વિરુદ્ધ  CCIના માધ્યમથી ફાસ્ટ ટ્રેક તપાસ કરાવવાની  CAIT કરી માગણી; જાણો વિગત

    આ બે વિદેશી ઈ-કોમર્સ કંપની વિરુદ્ધ CCIના માધ્યમથી ફાસ્ટ ટ્રેક તપાસ કરાવવાની CAIT કરી માગણી; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 21, સપ્ટેમ્બર,2021

    મંગળવાર.

    વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ની ચાલી રહેલી તપાસને ફાસ્ટ ટ્રેક પર લાવવાની અપીલ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને  કરવામાં આવી છે.

    આ બંને ઈ-કોમર્સ કંપની સામે દિલ્હી વ્યાપાર સંઘ અને CAIT દ્વારા CCIમાં અનેક ફરિયાદો કરવામાં આવી છે. જેના પર CCI દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ તપાસમાં થઈ રહેલા વિલંબને કારણે આ બંને ઈ-કોમર્સ કંપનીઓને સંબંધિત રેકોર્ડમાં તથા પુરાવામાં ઝોલ-ઝપાટ કરવામાં સમય મળી શકે છે. છેલ્લા બે વર્ષથી આ તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે, તેને કારણે તપાસનો ઉદ્દેશ્ય જ ખતમ થઈ જાય છે. આ મુદ્દે CAIT દ્વારા સપ્ટેમ્બર 2019માં કોર્મસ મિનિસ્ટરીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એ સાથે જ કોમર્સ મિનિસ્ટરીના પ્રધાન પિયુષ ગોયલને પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત પ્રસ્તાવિત ઈ-કોમર્સના નિયમોને તુરંત અમલમાં લાવવાની માગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઈ-કોમર્સ નીતિને જલદી અમલમાં મૂકવાની માગણી પણ CAIT દ્વારા કરવામાં આવી હતી.

    જૉબ વર્ક કરાવનારા તથા 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને સરકારે GSTમાં ITC-4ના રિટર્ન ફાઈલિંગમાં આપી રાહત; જાણો વિગત

    CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રીના કહેવા મુજબ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા એમેઝોન અને ફ્લિપકાર્ટ બંનેની તપાસ પર સ્ટે લાવવાની અપીલને ફગાવી દેવામાં આવી છે. તેથી પિયુષ ગોયલે બંને કંપનીઓ વિરુદ્ધની તપાસ ફાસ્ટ ટ્રેક પર લાવવાનો આદેશ CCIને આપવો જોઈએ એવી માગણી પણ CAITએ કરી હતી.

  • વિદેશી ઈ-કૉમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે જપ્તી અને તલાશી લેવાની શા માટે CAITએ કરી માગણી? જાણો વિગત

    વિદેશી ઈ-કૉમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે જપ્તી અને તલાશી લેવાની શા માટે CAITએ કરી માગણી? જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

    મંગળવાર

    વિદેશી ઈ-કૉમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ભારત સરકારની ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી, 2018 (FDI) દ્વારા સતત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એવા સંજોગોમાં આ  બંને વિદેશી કંપનીઓના વેપારી મોડ્યુલની ચાલી રહેલી તપાસને ઝડપી બનાવવાની અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ એવી માગણી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા (CAIT) દ્વારા કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)ના ચૅરમૅન અશોકકુમાર ગુપ્તાને પત્ર લખીને કરવામાં આવી છે. બંને વિદેશી કંપનીઓ દ્વારા પ્રતિસ્પર્ધા અને નિયમોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું કેટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.

    CCIને પત્ર લખીને CAIT દ્વારા આ કંપનીઓની તપાસ થાય નહીં ત્યાં સુધી તેમના પૉર્ટલ તાત્પૂરતાં સમય માટે બંધ કરી દેવાની માગણી પણ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓએ આ કંપનીઓના તમામ સંબંધિત દસ્તાવેજો, કૉમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને અન્ય ડેટાને પણ જપ્ત કરી લેવાની માગણી પણ મૂકવામાં આવી  છે. આ વિદેશી કંપનીઓ તમામ દસ્તાવેજો અને ડેટા નષ્ટ કરી શકે છે એવો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો છે.

    અરે વાહ સારા સમાચાર. મોંઘવારી ઘટી, ફુગાવો ઘટયો

    CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે એમેઝોન અને ફ્લિપકાર્ટની  વિરુદ્ધ CCI દ્વારા તપાસ ચાલી રહી છે. એના પર સ્ટે લાવવા માટે બંને કંપનીઓની અપીલને ફગાવી દેવામાં આવી હતી. એથી તપાસ ઝડપી ગતિએ થશે એવી અપેક્ષા હતી, પરંતુ તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે. એને કારણે ભારતીય બજારમાં આ બંને કંપનીઓ ખોટી રીતે પ્રતિસ્પર્ધા આભી કરી રહી છે, જેને કારણે અન્ય વેપારીઓના હિતને નુકસાન થઈ રહ્યું છે. એથી આ બંને કંપનીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અન્યથા તપાસનો મૂળ હેતુ જ જોખમમાં આવી પડશે.

  • કર્ણાટક હાઈકોર્ટેનો એમેઝોન-ફ્લિપકાર્ટ કંપનીને ઝટકો. હવે તેમની વિરુદ્ધમાં તપાસ થઈ શકશે.

    કર્ણાટક હાઈકોર્ટેનો એમેઝોન-ફ્લિપકાર્ટ કંપનીને ઝટકો. હવે તેમની વિરુદ્ધમાં તપાસ થઈ શકશે.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

    મુંબઈ, 23  જુલાઈ  2021

    શુક્રવાર

    ભારતમાં એમેઝોન અને ફ્લિપકાર્ટની ઇ-કોમર્સ બિઝનેસ મોડેલ વિરુદ્ધ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા થઈ રહેલી તપાસ અંગે કર્ણાટક હાઇકોર્ટની ડબલ બેંચે એમેઝોન અને ફ્લિપકાર્ટની અરજીઓને ફગાવી દીધી છે.  હવે સીસીઆઈ દ્વારા ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે તપાસનો માર્ગ મોકળો થયો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી) ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે હવે સીસીઆઈએ તાત્કાલિક એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ તપાસ શરૂ કરવી જોઈએ તેમજ કોઈ વિલંબ ન હોવો જોઈએ.

    સીસીઆઈએ જાન્યુઆરી 2020 માં એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ સ્પર્ધા અધિનિયમ હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો, જેની સામે એમેઝોન અને ફ્લિપકાર્ટે ફેબ્રુઆરી 2020 માં કર્ણાટક હાઇકોર્ટ પાસેથી સ્ટેનો હુકમ લીધો હતો, ત્યારબાદ સીસીઆઇએ અપીલ દાખલ કરી હતી.

    ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત

    સીએટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી.સી. ભારતીયા અને શ્રી પ્રવીણ ખંડેલવાલે કોર્ટના આદેશને આવકારતા જણાવ્યું હતું કે આ હુકમ પછી, એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ તપાસ કાર્યવાહી શરૂ કરવામાં કોઈ અવરોધ નથી અને હવે સીસીઆઈએ તાત્કાલિક એમેઝોન, ફ્લિપકાર્ટ સામે તપાસ શરૂ કરવી જોઇએ

  • વેપાર સમાચાર : અદાણી અને ફ્લિપકાર્ટ વચ્ચે થયું જોડાણ. આટલા હજાર લોકોને રોજગાર મળશે.

    વેપાર સમાચાર : અદાણી અને ફ્લિપકાર્ટ વચ્ચે થયું જોડાણ. આટલા હજાર લોકોને રોજગાર મળશે.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, 12 એપ્રિલ 2021

    સોમવાર

    દેશની અગ્રગણ્ય કંપની એટલે કે અદાણી અને ફ્લિપકાર્ટ વચ્ચે ભાગીદારી થઇ છે. હવે આ બે કંપનીઓ ભેગી મળીને લોજિસ્ટિક નેટવર્ક ઊભું કરશે. અદાણી  ફ્લિપકાર્ટ માટે લોજિસ્ટિક પાર્ક બનાવશે તેમજ પાર્સલ ચેનમાં મદદ કરશે. બીજી તરફ આ ભાગીદારીને કારણે આશરે 2500 લોકોને મુંબઈમાં રોજગાર મળશે. ફ્લિપકાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી સાથે થયેલા કરાર મુજબ ડેટા સેન્ટર બનાવવામાં આવશે જેનો બંને કંપનીને ફાયદો થશે.

    ઉલ્લેખનીય છે કે હવે રિટેલ સેક્ટરમાં મોટી જાહેર કંપનીઓ ઝંપલાવ્યું છે. અને હવે તેમાં એક નવી પાર્ટનરશીપ ઉમેરાઈ છે.

  • ખુશ ખબર !! કોરોનાને કારણે ઓનલાઈન શોપિંગમાં ઉછાળો.. તહેવાર ટાણે આ જાયન્ટ કંપની આપશે 70 હજાર નોકરીઓ

    ખુશ ખબર !! કોરોનાને કારણે ઓનલાઈન શોપિંગમાં ઉછાળો.. તહેવાર ટાણે આ જાયન્ટ કંપની આપશે 70 હજાર નોકરીઓ

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    16 સપ્ટેમ્બર 2020

    કોરોના કાળમાં દેશ-દુનિયાની આર્થિક સ્થિતિને માઠી અસર થઈ છે. આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે. જેના કારણે તેમણે ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે એક જાણીતી કંપનીએ લગભગ 70,000 લોકોને નોકરી આપવાના સંકેત આપ્યા છે. 

    મીડિયા રિપોર્ટ મુજબ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ એ તહેવારી સીઝન પહેલા અને ઓક્ટોબરમાં થનારી ફ્લેગશિપ બિગ બિલિયન ડેઝ સેલ પહેલા લગભગ 70,000 લોકોને નોકરી આપવાના સંકેત આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટ લોકોને પોતાની સપ્લાઇ ચેન માટે નિમણૂક કરશે. સાથે જ લાખો ઇનડાયરેક્ટ નોકરીઓ ઊભી કરશે.

    ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો ઊભી થશે, જેમાં ડિલિવરી બૉય, એક્ઝિક્યુટિવ, પિકર્સ, પેકર્સ અને સોર્ટર્સ સામેલ છે. ફ્લિપકાર્ટના વેચાણના ભાગીદારો અને સ્થાનિક કોર્નર સ્ટોર્સ પર અપ્રત્યક્ષ નોકરીઓની તકો પણ ઊભી થશે.

    રિપોર્ટ મુજબ કંપની હાયરિંગ પછી લોકોને ટ્રેનિંગ આપશે. જે હેઠળ ડિજિટલ કર્મચારીઓને તૈયાર કરવા માટે સપ્લાય ચેન મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, ડિલિવરી, ઇન્સ્ટાલેશન, સેફ્ટી અને સેનિટાઇઝેશનના ઉપયોગની ટ્રેનિંગ અપાશે. સાથે જ હેન્ડ-હેલ્ડ ડિવાઇસેસ, PoS મશીન, સ્કેનર, વિવિધ મોબાઇલ એપ્લિકેશન અને ERPs ની ટ્રેનિંગ પણ આપશે. જેથી કર્મચારીઓની સ્કિલ્સમાં વધારો થશે અને તેમના ભવિષ્યમાં સુધારો થશે.

    ફ્લિપકાર્ટ, એમેઝોન.કોમ ઇન્કની ભારતીય સબસિડિયિરી ને રિલાયન્સ ઇન્ડ. લિ.નો ઈ-કોમર્સ વેપાર ઝડપથી વધતાં,  ઓનલાઇન રિટેલ માર્કેટમાં હિસ્સો વધારવા માટે ભારે પ્રયાસો કરી રહી છે. કોવિડ-19ના રોગચાળાને કારણે ઈ-કોમર્સ વેપારમાં ખાસ્સો વધારો થયો છે, કેમ કે મોટા ભાગના ભારતીયોએ કરિયાણાનો સામાન અને અન્ય  ચીજવસ્તુઓ ખરીદવા માટે ઘરે બેઠાં સ્માર્ટફોનનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે.

  • ફ્લિપકાર્ટએ હાઇપરલોકલ સર્વિસ ‘ફ્લિપકાર્ટ ક્વિક’ બેંગલુરુ માં લોન્ચ કરી. 90 મિનિટમાં ઘર બેઠાં સામાન મળશે..

    ફ્લિપકાર્ટએ હાઇપરલોકલ સર્વિસ ‘ફ્લિપકાર્ટ ક્વિક’ બેંગલુરુ માં લોન્ચ કરી. 90 મિનિટમાં ઘર બેઠાં સામાન મળશે..

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    01 ઓગષ્ટ 2020

    જાણીતી ઇ-કોમર્સની કંપની ફ્લિપકાર્ટે આજે પોતાની હાઇપરલોકલ સર્વિસ ‘ફ્લિપકાર્ટ ક્વિક’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે સ્થાનિક ફ્લિપકાર્ટ હબમાંથી ઉત્પાદનોને માત્ર 90 મિનિટમાં પહોંચાડવાનું વચન આપે છે. તે સપ્લાય ચેઇન ને વધુ સરળ બનાવવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. ફ્લિપકાર્ટનું હાઇપરલોકલ ડિલિવરી મોડેલ ગ્રાહકોને કરિયાણા, ડેરી, માંસના ઉત્પાદનો, મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઝ, સ્ટેશનરી વસ્તુઓ અને ઘરના ઉપકરણોથી લઈને અલગ અલગ કેટેગરીમાં 2,000 થી વધુ ઉત્પાદનોની હેન્ડપીક્ડ વસ્તુઓ ગ્રાહક ને પહોંચાડશે.

    ગ્રાહકો આવનારી 90 મિનિટમાં ઓર્ડર મેળવવાનું પસંદ કરી શકે છે અથવા તેમની અનુકૂળતા મુજબ 2-કલાકનો સ્લોટ બુક કરી શકે છે. ગ્રાહકો દિવસની કોઈપણ સમયે ઓર્ડર કરી શકે છે, અને તેમના ઓર્ડર સવારે 6 થી મધ્યરાત્રિ સુધીમાં ગમે તે ટાઈમે ડીલીવરી લઈ શકે છે. ઉપભોક્તાએ જોકે ₹ 29 ની ન્યૂનતમ ડિલિવરી ફી ચૂકવવી પડશે. ફ્લિપકાર્ટ ક્વિક હાલ પ્રાયોગિક ધોરણે માત્ર બેંગલુરુમાં વ્હાઇટફિલ્ડ, પાનાથુર, એચએસઆર લેઆઉટ, બીટીએમ લેઆઉટ, બનાશંકરી, કેઆર પુરમ અને ઇન્દિરાનગર સહિતના સ્થળોએ આવતા કેટલાકતાત્કાલિક ડીલીવરી આપશે. ત્યાર વાળ ધીમે ધીમે આ સેવા અન્ય શહેરોમાં પણ લાગુ કરાશે.

    ફ્લિપકાર્ટ ડિલિવરીના સ્થાનને ઓળખવા માટે પિન-કોડ સિસ્ટમના પરંપરાગત મોડેલથી દૂર, આધુનિક મેપનો ઉપયોગ કરી કવીક અને અદ્યતન તકનીકનો ઉપયોગ કરશે. જેથી ઓછા સમયમાં વધુ લોકો સુધી માલ- સામાનની ડીલીવરી કરી શકાય..

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/30Ze56i 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com