• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - flyover - Page 3
Tag:

flyover

Mankhurd Thane Travel In Just 5 Minutes Bridge Start From 15 February
મુંબઈ

Mankhurd-Thane Flyover : ટ્રાફિક જામથી મળશે છુટકારો, ‘આ‘ તારીખથી માનખુર્દથી થાણે માત્ર પાંચ મિનિટમાં જવાશે..

by Dr. Mayur Parikh January 17, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

માનખુર્દથી થાણેનું અંતર આગામી થોડા દિવસોમાં માત્ર પાંચ મિનિટમાં કવર કરી શકાશે. કારણ કે MMRDA દ્વારા શરૂ કરાયેલ સિટી ટ્રાફિક સુધારણા પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવેલ માનખુર્દ-થાણે ( Mankhurd Thane Travel  Bridge ) ફ્લાયઓવરનું કામ અંતિમ તબક્કામાં છે અને સોમવારે રાત્રે આ ફ્લાયઓવરનો છેલ્લો ગર્ડર લગાવવામાં આવ્યો હતો. બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની વાત કરતાં MMRDAએ 15 ફેબ્રુઆરીથી આ બ્રિજ પર ટ્રાફિક સેવા શરૂ કરવાનો દાવો કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો આ પુલ ખુલ્લો મુકવામાં આવશે તો છેડા નગરમાં ટ્રાફિક જામની સમસ્યા હલ થશે અને માનખુર્દથી થાણે સુધીની મુસાફરી સરળ બનશે.

ઈસ્ટર્ન એક્સપ્રેસમાં છેડા નગર જંકશન પર ભારે ટ્રાફિક જામના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ ‘છેડા નગર ટ્રાફિક સુધારણા પ્રોજેક્ટ’ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ છેડા નગરમાં ત્રણ ફ્લાયઓવર અને એક મેટ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ લેન બ્રિજમાંથી પહેલો 680 મીટર લાંબો છે. જે સાયન અને થાણેને જોડે છે. બીજો ટુ-લેન ફ્લાયઓવર 1,235 મીટર લાંબો હશે અને માનખુર્દ રોડ થઈને થાણેને સીધો જોડશે. આ માટે 249.29 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી 638 મીટર લાંબો છેડા નગર ફ્લાયઓવર માર્ચ 2022માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ફ્લાયઓવરને સાંતાક્રુઝથી ચેમ્બુર રોડ પ્રોજેક્ટમાં ઉમેરવામાં આવ્યો છે અને આ પુલ ખોલવાથી છેડા નગરમાં ટ્રાફિકની ભીડ ઓછી કરવામાં મદદ મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો:   મોટા સમાચાર: NCPના આ દિગ્ગજ નેતા ‘નોટ રિચેબલ’, અચાનક ક્યાં ગાયબ થઇ ગયા નેતાજી? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

છેડા નગર ફ્લાયઓવરની સાથે 518 મીટર લાંબો અને 37.5 મીટર પહોળો સબવેનો પ્રથમ તબક્કો પણ પૂર્ણ કરીને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: Lesser noise as sound barriers to be fitted on flyover
મુંબઈMain Post

મુંબઈમાં ટ્રાફિક જામ અને તેનાથી વધતું ધ્વનિ પ્રદૂષણ.. આ સમસ્યાના હલ માટે પાલિકા લાવી નવી યોજના.. લોકોને મળશે રાહત..

by Dr. Mayur Parikh January 17, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ( Mumbai ) બાંધવામાં આવનાર તમામ ફ્લાયઓવર ( flyover ) માં હવે સાઉન્ડ પ્રૂફિંગ સિસ્ટમ ( sound barriers ) લગાડવામાં આવશે. મુંબઈમાં અત્યાર સુધી સ્થાનિકોની ફરિયાદો બાદ ફ્લાયઓવર પર સાઉન્ડ પ્રૂફિંગ સિસ્ટમ લગાવવામાં આવતી હતી, પરંતુ હવે આ સિસ્ટમ ડેવલપમેન્ટ પ્લાન ની જોગવાઈઓ મુજબ લગાવવામાં આવશે તેમ મહાનગર પાલિકાના બ્રિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

મુંબઈમાં જેજે ફ્લાયઓવર અને શહેરના સહિતના અન્ય બ્રિજ પરના ટ્રાફિકને કારણે ઘણું ધ્વનિ પ્રદૂષણ થાય છે, આ ફરિયાદો પછી, મ્યુનિસિપલ કોર્પોરેશને સરકાર સાથે મળીને તેમના અધિકારક્ષેત્ર હેઠળના પુલો પર સાઉન્ડ પ્રૂફિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરી હતી. તદનુસાર, બોરીવલી, દાદર ટીટી, પરેલ ટીટી, માટુંગા સર્કલ અને સાયન પુલ પર સાઉન્ડ પ્રૂફિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. પરંતુ હવે મહાનગરપાલિકાના નવા ડેવલપમેન્ટ પ્લાનમાં ફ્લાયઓવર પર સાઉન્ડપ્રૂફિંગ સિસ્ટમ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: શું SBIમાં ‘લંચ ટાઈમ’ નથી? બેંકે કરી મોટી વાત, તમારે પણ જાણવી જોઈએ

નોંધનીય છે કે પાંચ વર્ષ પહેલાં ભાજપના તત્કાલિન કોર્પોરેટર સંદીપ પટેલે એવી માગણી કરી હતી કે મુંબઈમાં બનેલા અને નિર્માણાધીન ફ્લાયઓવર પર સાઉન્ડપ્રૂફિંગ સિસ્ટમ ફરજિયાત કરવી જોઈએ. પટેલે મહાનગરપાલિકામાં રજુ કરેલા ઠરાવમાં ફલાયઓવરની આસપાસ રહેણાંક, શાળા, ઓફિસ, ઈન્ડસ્ટ્રીયલ વગેરે બિલ્ડીંગોમાં રહેતા નાગરિકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ વગેરેને ધ્વનિ પ્રદૂષણ ના કારણે સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વાસ્થ્ય પર, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસર હોવાનું કહેવાય છે.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હાશકારો- દક્ષિણ મુંબઈની ટ્રાફિક સમસ્યા થશે હળવી- મહાનગરપાલિકા બનાવી રહી છે આ યોજના

by Dr. Mayur Parikh September 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ઈસ્ટર્ન ફ્રી(Eastern Freeway) બાંધ્યા બાદ પણ દક્ષિણ મુંબઈ તરફની ટ્રાફિકની સમસ્યા(Traffic problem) હજી પણ કાયમી ઉકેલ આવ્યો નથી. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકા(BMC) એ ઈસ્ટર્ન ફ્રીવેની સમાંતર એક સર્વિસ રોડ(Service Road) બનાવવાની યોજના બનાવી છે, જે દક્ષિણ મુંબઈમાં પી.ડિમેલો રોડને(P. Dimelo Road) ચેમ્બુરમાં(Chembur) ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (EEH) સાથે જોડશે.

પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ કટોકટીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના(Ambulance and Fire Brigade) વાહનો આગળ વધી શકે અને  ટ્રાફિક પણ સરળતાથી ચાલતો રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે.

BMCના રોડ ડિપાર્ટમેન્ટના(Road Department)  વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ પ્રસ્તાવિત સર્વિસ રોડ ચાર કિલોમીટર લાંબો હશે અને વડાલાના ભક્તિ પાર્કથી જીજામાતા ચોક સુધી લંબાવશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 62 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

ઈસ્ટર્ન ફ્રીવે ફ્લાયઓવરની નીચે એક મુખ્ય રસ્તો છે જે દયા શંકર માર્ગ અને બોમ્બે પોર્ટ ટ્રસ્ટ (BPT) વચ્ચે છે, તેને સમાંતર આ સર્વિસ રોડ બનાવવામાં આવશે. અગાઉ, આ રોડની જાળવણી મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા કરવામાં આવી હતી અને ફ્રીવેને ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા બાદ તેને BMCને સોંપવામાં આવ્યો હતો. તેથી પાલિકાએ હવે આ સર્વિસ રોડ બનાવવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.

આ રસ્તો ફ્લાયઓવરની નીચે જ બાંધવામાં આવશે અને ફ્રીવેની સમાંતર ચાલશે. હાલના રસ્તાની હાલની પહોળાઈ 40 મીટર છે, જ્યારે તે સામાન્ય રીતે 60 મીટર હોવી જોઈએ. 2034 ના ડેવલપમેન્ટ પ્લાન મુજબ કોઈપણ મુખ્ય માર્ગની સાથે 10-મીટર પહોળા સર્વિસ રોડ બનાવવાનું પણ ફરજિયાત છે. પર્યાપ્ત જગ્યાના અભાવને કારણે, એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન જેવા ઇમરજન્સી વાહનોને આ માર્ગ પરથી પસાર થતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.

 

September 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક

by Dr. Mayur Parikh September 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બુધવારે બે અલગ અલગ વિસ્તારમાં ફ્લાયઓવરને(flyover) લઈને સર્જાયેલી સમસ્યાને કારણે મુંબઈગરા પેનિક થઈ ગયા હતા. બુધવારે બપોરના બાંદ્રા-માહિમ(Bandra-Mahim) પાસેના ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડ્યો હતો. તો કેમ્પસ કોનર્ર(Campus Corner) પાસે બ્રિજના જોઈન્ટનો ડામર નીકળી જતા મુંબઈ ટ્રાફિક પોલીસે(Traffic Police) કલાક માટે ટ્રાફિક ડાયવર્ટ(Traffic divert) કરાવ્યો હતો.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના(Maharashtra State Road Development Corporation) અધિ કારીના જણાવ્યા મુજબ માહિમ (Mahim) પાસેના આ ફલાયઓવરનું બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવ્યું હતું. ફ્લાયઓવરના બે ભાગના વચ્ચેનો સ્લેબ બુધવારે બપોરના અચાનક તૂટી પડ્યો હતો. તેને કારણે થોડા સમય માટે ફ્લાયઓવરને બંધ કરાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જણાયું હતું કે ફ્લાયઓવરનો નીચેનો થોડો સ્લેબ તૂટી પડ્યો હતો. તેને કારણે ફ્લાયઓવરના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી(Structural stability) સામે કોઈ જોખમ ઊભું થયું હતું. તકેદારી રૂપે થોડા સમય માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો. તપાસમાં કંઈ ગંભીર નહીં જણાતા ફલાયઓવર ફરી ખુલ્લો મુકાયો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો

આ દરમિયાન જ બપોરના સમયે દક્ષિણ મુંબઈનો મહત્વનો ગણાતો કેમ્પસ કોનર્ર ફ્લાયઓવર પર ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. વાહનોને અન્ય રસ્તા પર વાળવામાં આવ્યો હતો. પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સતીશ ઠોસરના જણાવ્યા મુજબ ફ્લાયઓવરના જોઈન્ટસ વચ્ચેનો ડામર નીકળી ગયો હતો. તેથી ટ્રાફિક પોલીસે પુલ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા તુરંત તેની તપાસ કરવામાં આવતા તેમાં કોઈ ગંભીર બાબત જણાઈ નહોતી. વરસાદના સમયે ફ્લાયઓવરના જોઈન્ટ વચ્ચેનો ડામર નીકળવો સામાન્ય બાબત છે. તપાસ બાદ પુલને ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જોકે દિવસ દરમિયાન બે પુલમાં ક્રેક આવી હોવાના ન્યુઝ સોશિયલ મીડિયા પર ફરી વળતા લોકો પેનિક થઈ ગયા હતા.
 

September 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આખરે સત્તાધીશો જાગ્યા- મુંબઈમાં મહાપુરુષોના ભીંત ચિત્રો ફરી રંગાયા

by Dr. Mayur Parikh August 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western Suburbs) છેવાડે આવેલા દહિસરમાં(Dahisar) એક ફ્લાયઓવરની (flyover) નીચે દેશના મહાપુરુષોના ભીંત ચિત્રો(Murals of great men of the country)(National leaders)  ખરાબ હાલતમાં હોવાના અહેવાલ ન્યુઝ કન્ટીન્યુઝમાં આવ્યા બાદ આખરે પાલિકા પ્રશાસન જાગ્યું છે. પાલિકાએ રાતોરાત આ પુલ નીચે સાફ-સફાઈ કરી છે. તેમ જ ભીંતચિત્રોને ફરી તેની પુનઃ રૂપમાં લઈ આવવામાં આવ્યા છે.

આઝાદીના 75માં વર્ષે  "આઝાદી કા અમૃત મહોત્સવ"(Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દહિસરમાં ફ્લાયઓવર નીચેના ભીંત ચિત્રોની કોઈ પણ શરમાઈ જાય એવી હાલત હતી. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાએ મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને(Mumbai Metropolitan Region Development Authority) સતત પત્ર લખીને ફરિયાદ કરી હતી. છેવટે પાલિકા પ્રશાસન જાગ્યું હતું.

સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાના(Rajesh Pandya) જણાવ્યા મુજબ દહિસરમાં આનંદ નગરમાં(Anand Nagar) આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરની(Chhatrapati Shivaji Maharaj Flyover) નીચે બંને બાજુની ખુલ્લી જગ્યામાં સ્થાનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. તેમાં પુલના દરેક થાંભલા પર, રાષ્ટ્રીય નાયકના(National Hero) નામ અને માહિતી સાથેના ચિત્રો પણ બનાવવામાં  આવ્યા હતા. બગીચાના ઉદ્ઘાટન બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે બગીચાનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ શરૂ થઈ છે પરંતુ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નહોતો. અહીં રહેલા મહાન હસ્તીઓના ફોટાઓની પણ દુર્દર્શા થઈ ગઈ હતી. સતત ફરિયાદ બાદ આખરે પાલિકાના આર-નોર્થ વોર્ડ દ્વારા ફલાયઓવર નીચે રહેલા કાટમાળ અને કચરાને હટાવી દેવામાં આવ્યો છે. અહીં રહેલા ખાડાને પૂરી દીધા છે. તેમ જ અહીં ફ્લાયઓવરની દીવાલ પર રહેલા ચિત્રોને પણ પાણીની સ્વચ્છ કરીને ફરી સજાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફરી ગેંગસ્ટરોનો હાઉ- ફેરિયાઓ પાસેથી હપ્તાખોરીનો આતંક ફરી ફૂલ્યો ફાલ્યો

અહીં ઉલ્લેખનીય છે કે આ બગીચામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai of Jhansi), ભારત માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Father of Nation Mahatma Gandhi), લાલ બહાદુર શાસ્ત્રી(Lal Bahadur Shastri), સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel), વીર સાવરકર(Veer Savarkar), શહીદ ભગતસિંહ(Shaheed Bhagat Singh), લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, માનનીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે, લોકોના નેતા ગોપીનાથ મુંડેના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રકારો દ્વારા દોરવામાં આવેલી આ દિવાલોને માટી અને કાદવથી નુકસાન થયું હતું, જેમાં ચિત્રમાં કેટલાક મહાપુરુષોના ચિત્રો અને લેખિત માહિતી હતી.
 

August 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
BMC: There is discrimination in the allocation of funds in Mumbai Municipal Corporation.ભેદભાવ
મુંબઈ

મીરા રોડ અને ભાયંદર વચ્ચેનો ટ્રાફિક હવે ઓછો થશે-બીએમસી કરશે બ્રિજ બાંધવાનું કામ

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા મીરા રોડ(MIRA ROAD) અને ભાયંદર(Bhayander) વચ્ચેના ટ્રાફિકની સમસ્યા(Traffic problem) દૂર કરવા હવે મુંબઈ મહાનગરપિલકાએ(BMC) કમર કસી છે. એમ તો મુંબઈ મહાનગરપાલિકાની હદ દહિસર(Dahisar) સુધીની જ છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ  ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મીરારોડ-ભાઈંદર સુધીનો ફ્લાયઓવર(flyover) બાંધવાનો નિર્ણય લીધો છે.

આ ફ્લાયઓવર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(Mumbai Municipal Corporation) વતી દહિસર કંદારપાડાથી(Kandarpada) મીરા રોડના સુભાષચંદ્ર બોઝ મેદાન(Subhash Chandra Bose Maidan) સુધી બાંધવામાં આવશે. મીરા રોડથી દહિસર જવા માટે મુસાફરોને અડધોથી પોણો  કલાક સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. પરંતુ  આ પુલ બન્યા બાદ માત્ર પાંચથી સાત મિનિટમાં જ મુસાફરી શક્ય બનશે. તેનાથી વિરાર વસઈ અને મીરા રોડથી મુંબઈ આવતા નાગરિકોની મુસાફરી સરળ બનશે.

આ સમાચાર પણ વાંચો :  હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે

ભાયંદર અને દહિસર વચ્ચે ટ્રાફિક જામને(traffic jam) કારણે મુંબઈમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનોને ભારે અસર પડે છે. તેથી, આ ટ્રાફિક જામના વિકલ્પ તરીકે દહીંસર થી મીરારોડ-ભાયંદર સુધીનો પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવશે અને તે  60-60 ફૂટ પહોળાઈની બે લેન સાથેનો પુલ રહેશે.

આ પુલની કુલ લંબાઇ 5 કિમી છે અને આ માટે મીઠાગરાની જમીનનો ઉપયોગ કરવામાં આવે એવી શક્યતા છે. આથી મિઠાગર કમિશનર સાથે પત્રવ્યવહાર કરીને બ્રિજ માટે જરૂરી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરીને આ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેથી, પુલના નિર્માણ માટે કુલ રૂ. 2200 કરોડ અને જમીન સંપાદન માટે રૂ. 400 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી છ મહિનામાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યાર બાદ આગામી છ મહિનામાં પુલનું કામ ચાલુ થઈ જશે. આ બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો મોટો પ્રશ્ન હલ થશે અને ટોલ બુથ સુધી જવા માટેનો સમય પણ ઘટશે એવું માનવામાં આવે છે.
 

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરરર-મુંબઈ શહેરમાં મહાપુરુષોના ભીંત ચિત્રોની અવદશા-ફોટો જોઈને તમે પણ શરમાઈ જશો

by Dr. Mayur Parikh August 1, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

એક તરફ દેશમાં આઝાદીના 75માં વર્ષે  "આઝાદી કા અમૃત મહોત્સવ"(Azadi ka Amrit Mohotsav)ની ઉજવણી ચાલી રહી છે. તો બીજી તરફ મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western Suburbs) છેવાડે આવેલા દહિસરમાં(Dahisar) એક ફ્લાયઓવરની(flyover) નીચે દેશના મહાપુરુષોના ભીંત ચિત્રો(Murals of great men of the country)(National leaders) એકદમ ખરાબ હાલતમાં જણાઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ(Local citizens) મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને(Mumbai Metropolitan Region Development Authority) ફરિયાદ કર્યા બાદ પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે.

સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાના(Rajesh Pandya) જણાવ્યા મુજબ દહિસરમાં આનંદ નગરમાં(Anand Nagar) આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરની(Chhatrapati Shivaji Maharaj Flyover) નીચે બંને બાજુની ખુલ્લી જગ્યામાં સ્થાનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. તેમાં પુલના દરેક થાંભલા પર, રાષ્ટ્રીય નાયકના(National Hero) નામ અને માહિતી સાથેના ચિત્રો પણ બનાવવામાં  આવ્યા હતા. બગીચાના ઉદ્ઘાટન બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે બગીચાનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ શરૂ થઈ છે પરંતુ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. અહીં રહેલા મહાન હસ્તીઓના ફોટાઓની પણ દુર્દર્શા થઈ ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત-ઉત્તર મુંબઈના કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ પણ ભાજપના રસ્તે-ગત રાતનો એક વીડિયો સામે આવ્યો- જુઓ તે વિડિયો

આ બગીચામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai of Jhansi), ભારત માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Father of Nation Mahatma Gandhi), લાલ બહાદુર શાસ્ત્રી(Lal Bahadur Shastri), સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel), વીર સાવરકર(Veer Savarkar), શહીદ ભગતસિંહ(Shaheed Bhagat Singh), લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, માનનીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે, લોકોના નેતા ગોપીનાથ મુંડેના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રકારો દ્વારા દોરવામાં આવેલી આ દિવાલોને માટી અને કાદવથી નુકસાન થયું છે, જેમાં ચિત્રમાં કેટલાક મહાપુરુષોના ચિત્રો અને લેખિત માહિતી હતી. પરંતુ મેટ્રો ચાલુ થયા બાદ પણ બગીચાની હાલતમાં કોઈ સુધારો કરવામાં આવ્યો ન હોવાનું રાજેશ પંડયાએ કહ્યું હતું.

આ બગીચામાં રહેલા રાષ્ટ્રીય મહાન પુરુષોના ચિત્રોની(Portraits of National Great Men) થયેલી અવદશા બાબતે દહિસરના પાલિકાના તથા મુંબઇ મેટ્રોપોલિટન રિજન એમ બંને વિભાગના અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળી શક્યો નહોતો.


 

August 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
mumbai news: to thane chhedanagar junction flyover open eastern express route
મુંબઈ

હાશ- આખરે BMC સમય મળ્યો. બોરીવલી કોરા કેન્દ્ર ફ્લાયઓવર આજે ખુલ્લો મૂકાશે – પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન

by Dr. Mayur Parikh June 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આખરે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને બોરીવલીના ફ્લાયઓવર(Borivali flyover)ને ટ્રાફિક માટે ખોલવાનો સમય મળી ગયો છે.  આજે સાંજે પર્યાવરણ પ્રધાન અને ઉપનગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના હસ્તે આ પુલને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે.

બોરીવલી (પશ્ચિમ)માં આર.એમ.ભટ્ટ માર્ગ પર બાંધવામાં આવેલા ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં ખાસ્સો એવો વિલંબ થયો હતો. લગભગ ૧૭૩ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા બોરીવલી (પશ્ચિમ) અને (પૂર્વ)ને જોડનારા આ ફ્લાયઓવરને લઈને છેલ્લા થોડા દિવસથી ભારે વિવાદ ચાલી રહ્યો હતો. ફ્લાયઓવરના વિસ્તારીકરણના કામમાં ટેન્ડર(Tender) બહાર નહીં પાડતા જ કૉન્ટ્રેક્ટરને કામ આપી દેવા સામે કોર્ટમાં જનહિતની અરજી થઈ છે. ફ્લાયઓવરના બાંધકામમાં ખર્ચ પણ વધી ગયો છે. આ દરમિયાન સ્થાનિક નાગરિકોની સાથે જ ભાજપે(BJP) પુલ ખુલ્લો નહીં કર્યો તો તેઓ જાતે જ પુલને ખુલ્લો મૂકી દેશે એવી ચેતવણી આપી હતી..

છેવટે શનિવારે સાંજે આ પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. બોરીવલી (પશ્ચિમ)માં આર.એમ. ભટ્ટ માર્ગ પર લિંક રોડથી ફિલ્ડમાર્શલ કરિઅપ્પા ફ્લાયઓવર સુધી બાંધવામાં આવેલો આ ફ્લાયઓવર મુખ્યત્વે લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડનારો મુખ્ય રસ્તો છે.

આ સમાચાર પણ વાંચો : 

આ પુલને કારણે શ્યામપ્રસાદ મુખરજી ચોક, કલ્પના ચાવલા ચોક, સાઈબાબા નગર, રાજેન્દ્ર નગર અને નજીકના વિસ્તારના ટ્રાફિકને રાહત મળશે. સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.રોડ) જંકશન અને કલ્પના ચાવલા ચોક આ બે મહત્ત્વના જંક્શન પરથી આ પુલનું વિસ્તારીકરણ થયું હોવાથી ટ્રાફિકની મુવમેન્ટ ઝડપી બનશે.

લગભગ ૯૩૭ મીટર લંબાઈના આ ફ્લાયઓવર પર પૂર્વ-પશ્ચિમ અને પશ્ચિમ-પૂર્વ એમ બંને બાજુએ બે-બે એમ કુલ ચાર લેન છે. કંપોસિટ સેક્શન ટેકનોલોજી(Composite section technology)નો ઉપયોગ કરીને એક પીલર પદ્ધતિએ બાંધવામાં આવેલા આ ફ્લાયઓવર માટે ૧૩,૩૪૭ ઘન મીટર કૉંક્રીટ, ૨,૯૦૦ મેટ્રિક ટન રિઈન્ફોર્સમેન્ટ સ્ટીલ તો ૪,૧૮૬ સ્ટ્રક્ચરલ સ્ટીલ વાપરવામાં આવ્યું છે. 

June 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ શું વાત છે-બોરીવલી ફ્લાયઓવરનું નામ આ હોઈ શકે છે- ભાજપે કરી માંગણી

by Dr. Mayur Parikh June 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બોરીવલી (વેસ્ટ)માં(Borivali (West)) જનરલ કરિઅપ્પા બ્રિજથી(General Kariappa Bridge) સીધા શિમ્પોલી(Shimpoli) સુધી ફ્લાયઓવરનું(Flyover) કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ બ્રિજ ટ્રાફિક(Traffic) માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. ત્યારે ભાજપે આ ફ્લાયઓવરનું નામ CDS ચીફ "જનરલ બિપિન રાવત ફ્લાયઓવર"(General Bipin Rawat Flyover) રાખવામાં આવે એવી માંગણી કરી છે.

બોરીવલી(વેસ્ટ)માં જનરલ કરિઅપ્પા બ્રિજથી સીધા લિંક રોડ સુધી ફ્લાય ઓવર નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તેથી સાંસદ ગોપાલ શેટ્ટીએ(MP Gopal Shetty) કલ્પના ચાવલા ચોક ખાતેના આ ફ્લાયઓવરને ‘જનરલ બિપિન રાવત ફ્લાયઓવર’ નામ આપવામાં આવે તેવી માંગણી કરી છે. આ ફ્લાયઓવરને કારણે બોરીવલીના નાગરિકોને સ્વામી વિવેકાનંદ માર્ગ (s.v.road) પર ટ્રાફિકની ભીડમાંથી રાહત મળશે. 

સાંસદ ગોપાલ શેટ્ટીએ આ ફ્લાયઓવરના કામ અંગે સતત ફોલો-અપ કર્યું હોવાનું કહેવાય છે. હવે જ્યારે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે સાંસદ શેટ્ટીએ આ પુલને તાત્કાલિક વાહન વ્યવહાર(Transporatation) માટે ખુલ્લો મુકવાની માંગ કરી છે. ગોપાલ શેટ્ટીના કહેવા મુજબ આ ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવે તો ચોમાસામાં(Monsoon) નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી(Traffic problems) રાહત મળશે.

આ સમાચાર પણ વાંચો : બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો- આ બધા રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે- જાણો વિગતે

એ સાથે જ સાંસદ ગોપાલ શેટ્ટીએ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન(Inauguration of the flyover) કરતી વખતે મુખ્ય મહેમાનોની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ આમંત્રિત કરવાની માંગણી કરી છે. આ જ માંગણી સાથેનો પત્રને લઈને, બોરીવલી(Borivali) અને કાંદિવલી(Kandivali) વિભાગના તમામ નગરસેવકોનું એક પ્રતિનિધિમંડળ ભાજપના જિલ્લા અધ્યક્ષ(BJP district president) ગણેશ ખંકર(Ganesh Khankar) અને ભાજપના ગ્રુપ લીડર પ્રભાકર શિંદે(Prabhakar Shinde) અને પ્રવક્તા ભાલચંદ્ર શિરસાટની(Bhalchandra Shirsat) આગેવાનીમાં એડિશનલ કમિશનર(Additional Commissioner) (પ્રોજેક્ટ) પી. વેલારાસુને(P. Velarasun) મળ્યા હતા. તેમણે એવી પણ માગણી કરી હતી કે બ્રિજને તાત્કાલિક વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવો જોઈએ.
 

June 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મેટ્રોએ દહીસર ફ્લાયઓવર પાસે રસ્તાની લગાવી વાટ, પાલિકા અને મેટ્રો પ્રશાસનની ટાળમટાળ, 3 મહિનાથી વધુ સમયથી રસ્તા પર ખાડા..જુઓ ફોટા.

by Dr. Mayur Parikh May 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દહીસર(પૂર્વ)માં(Dahisar (East) આનંદ નગર(Anand Nagar) ફ્લાયઓવર(Flyover) પાસે મેટ્રો રેલના(metro rail) કામને કારણે મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. ગયા વર્ષે ચોમાસા(Monsoon) પહેલાં ખાડા પૂરવામાં આવ્યા હતા. જોકે હવે ફરી એક વખત રસ્તા પર મોટી સંખ્યામાં ખાડા પડી ગયા છે. રહેવાસીની ફરિયાદ બાદ પાલિકા(palika) ખાડા બુઝાવવી જતી હોય છે ફરી રસ્તા પર ખાડા પડતા હોય છે. તે માટે પાલિકાએ મેટ્રો પ્રશાસનને(Metro administration) જવાબદાર ગણીને હાથ ઉપર કરી રહી હોવાનો સ્થાનિક નાગરિકો આરોપ કરી રહ્યા છે.

દહીસર (પૂર્વ)માં આનંદ નગરમાં છત્રપતિ શિવાજી મહારાજ ફલાયઓવર(Chhatrapati Shivaji Maharaj Flyover) પાસે પડેલા ખાડાને પાલિકાએ સપ્ટેમ્બરમાં જ પૂર્યા હતા. બે મહિનામાં જ રસ્તા પર ફરી ખાડા પડી ગયા હતા. સામાજિક કાર્યકર્તા(Social worker) રાજેશ પંડયાએ(Rajesh Pandya) પાલિકાની દહીસર ઓફિસમાં આ બાબતે અનેક વખત ફરિયાદો કરી હતી. છેવટે 10 ફેબ્રુઆરી,2022ના પાલિકા અધિકારીઓએ જગ્યાની વિઝિટ કરી પુલ ખાતાને પત્ર મોકલવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ કામ બાબતે મેટ્રોના અધિકારીઓને પત્ર મોકલવામાં આવશે એવુ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી પત્ર મોકલ્યો કે નહીં તેની કોઈ માહિતી ન હોવાનો દાવો રાજેશ પંડયાએ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મહાવિકાસ આઘાડીમાં બિઘાડીઃ BMCમાં શિવસેનાનું અધધ કરોડ રૂપિયાનું TDR કૌભાંડ, કોંગ્રેસનો આરોપ… જાણો વિગતે

પાલિકા અને મેટ્રો દ્વારા એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવતી હોવાને કારણે નાગરિકોને હેરાન થવું પડી રહ્યું છે. વાહનચાલકોને ખાડાવાળા રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. હવે ચોમાસુ નજીક છે ત્યારે રસ્તા પર ખાડાનું પ્રમાણ વધવાની શક્યતા છે. ત્યારે જો પાલિકા અને મેટ્રો પ્રશાસને રસ્તા પરની ખાડાની નોંધ નહીં લીધી તો ના છુટકે લોકોને આંદોલન પર ઉતરવું પડશે એવી ચીમકી પણ સ્થાનિક રહેવાસીઓ આપી ચૂક્યા છે.


 

May 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક