Tag: funny reaction

  • Viral Video: માલિકે કૂતરાની સાથે કરી મસ્તી, આ ભેદભાવ જોઈને ગુસ્સે થયો કૂતરો, જુઓ ડોગીનું ક્યૂટ રિએક્શન..

    Viral Video: માલિકે કૂતરાની સાથે કરી મસ્તી, આ ભેદભાવ જોઈને ગુસ્સે થયો કૂતરો, જુઓ ડોગીનું ક્યૂટ રિએક્શન..

    News Continuous Bureau | Mumbai

    Viral Video: શ્વાનને પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાંનું એક કહેવામાં આવે છે. પાળતુ પ્રાણી હોવાની સાથે તેમને ઘરેલું પ્રાણી પણ કહેવામાં આવે છે. મનુષ્યના સૌથી નજીકના અને શ્રેષ્ઠ મિત્રો પણ સમાન કહેવાય છે. એટલે માણસોની જેમ ગુસ્સો, ખુશી અને દુઃખ જારી કરવું પણ શીખી ગયા છે. સોશિયલ મીડિયા પર કૂતરા સાથે જોડાયેલા વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આવા જ એક કૂતરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના માલિક પર ગુસ્સે થતો જોવા મળે છે .

    જુઓ વિડીયો

    આ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિને પહેલા પોતાની સામે રાખેલા બર્ગરનો ડબ્બો ખોલ્યો. જેમાં બર્ગરને જોઈને કૂતરાની લાળ ટપકવા લાગી. પછી વારો આવ્યો કૂતરાના ડબ્બાને ખોલવાનો, પરંતુ જેવો જ તે કૂતરાના ડબ્બાને ખોલે છે તેનું બર્ગર નાનું દેખાતા તે માલિક પર ગુસ્સે થઈ જાય છે. કૂતરાની સાથે થયેલા ભેદભાવનો આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

    આ સમાચાર પણ વાંચો: Filmfare : ફિલ્મફેર એવોર્ડ 2024 ની 69 મી આવૃત્તિનું આયોજન કરશે ગુજરાત, એમઓયુ થયો સાઈન, જાણો વિગત

    કૂતરો માલિક પર ગુસ્સે થઈ ગયો

    માલિકનો ભેદભાવ જોઈને લોકોએ કૂતરાની ગુરાહટનો વીડિયો પસંદ કર્યો. તેમની સાથે થયેલા અન્યાય પર તેની લાગણી વ્યક્ત કરવાની તેની રીત પણ ગમી. તેની એક ગુરાહટ સાથે તેણે જણાવી દીધું કે તેને માલિકનું આ કૃત્ય બિલકુલ પસંદ નથી આવ્યું. હકીકતમાં, માલિકે જાણી જોઈને તેની સાથે આ મસ્તી કરી હતી. જેથી તે તેની પ્રતિક્રિયા જાણી શકે. કૂતરા ગમે તે રીતે મનુષ્યનો ફેવરિટ હોય છે, તેથી તેનો આ વીડિયો પણ લોકોને પસંદ આવી રહ્યો છે.

  • હેં- સંજય રાઉતની ધરપકડ થઈ-એટલે સવારે  8 વાગ્યાનું ભુંગળુ બંધ થયુ-એકનાથ શિંદેની રમુજી પ્રતિક્રિયા-પણ ઈડી સંદર્ભમાં આ મોટું નિવેદન આપ્યું

    હેં- સંજય રાઉતની ધરપકડ થઈ-એટલે સવારે  8 વાગ્યાનું ભુંગળુ બંધ થયુ-એકનાથ શિંદેની રમુજી પ્રતિક્રિયા-પણ ઈડી સંદર્ભમાં આ મોટું નિવેદન આપ્યું

    News Continuous Bureau | Mumbai

    શિવસેનાના નેતા(Shiv Sena Leader) સંજય રાઉતની(Sanjay Raut) રવિવારે મોડી રાતે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(Chief Minister Eknath Shinde) ઔરંગાબાદમાં(Aurangabad) રવિવારે રાત્રે એક જાહેર સભામાં સંજય રાઉતની ધરપકડ પર રમુજી પ્રતિક્રિયા(Funny reaction) આપતા કહ્યું હતું કે હવે સવારના 8 વાગે વાગનારું ભુંગળુ બંધ થઈ ગયું છે.

    ઔરંગાબાદ એક જાહેર સભામાં શિંદેએ સંજય રાઉતની ધરપકડ બાદ પોતાની રમુજી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અરે ભૂંગળું બરાબર કરો…. શું તમે મને સાંભળી શકો છો? હવે કોઈ અવાજ નહીં આવે. સવારે 8 વાગે વાગનારું  ભૂંગળું હવે બંધ થઈ ગઈ છે. ભૂંગળું અંદર જતું રહ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : ધરપકડ પહેલા સંજય રાઉતનો ભાવનાત્મક ફોટોગ્રાફ સામે આવ્યો- પોતાની માં ને વળગી પડ્યા- જુઓ વિડીયો

    અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના સાંસદ(MP) અને પ્રવક્તા સંજય રાઉત દરરોજ સવારના શિંદે ગ્રુપ પર ભાજપ(BJP) પર કટાક્ષ કરતી ટ્વીટ કરતા હતા. તેને ઉલ્લેખ કરીને શિંદેએ સંજય રાઉતની ધરપકડ બાદ આવી પ્રતિક્રિયા આપી હોવાનું કહેવાય છે.

    આ દરમિયાન સંજય રાઉતની ધરપકડની કાર્યવાહીને તેમના પરિવારે બદલાની કાર્યવાહી ગણાવી હતી. ભાજપ સંજય રાઉતથી ડરે છે તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ED એ સ્પષ્ટતા કરી નથી કે કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે એવી ટીકા સંજય રાઉતના ભાઈ અને ધારાસભ્ય સુનીલ રાઉતે કરી હતી.