Tag: Ganga Swarupa Yojana

  • Ganga Swarupa Yojana :સંઘર્ષમય જીવનમાં નવા રંગો પૂરતી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વિકટ સંજોગોમાં પરિવારના જીવનનિર્વાહમાં જાગૃત્તિબેનને મળ્યો આર્થિક આધાર

    Ganga Swarupa Yojana :સંઘર્ષમય જીવનમાં નવા રંગો પૂરતી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, વિકટ સંજોગોમાં પરિવારના જીવનનિર્વાહમાં જાગૃત્તિબેનને મળ્યો આર્થિક આધાર

    News Continuous Bureau | Mumbai

    Ganga Swarupa Yojana :

    • ચોર્યાસી તાલુકાના જુના ગામના જાગૃત્તિબેન પટેલને ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાએ સ્વમાનભેર જીવન જીવવાનું બળ પૂરૂ પાડ્યું
    •  પતિના અવસાન બાદ વિકટ સંજોગોમાં પરિવારના જીવનનિર્વાહમાં જાગૃત્તિબેનને મળ્યો આર્થિક આધાર
    • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન, ઉજ્જવલા અને આયુષ્યમાન ભારત યોજનાનો પણ મેળવી રહ્યા છે લાભ

      રાજ્યનો અંતરિયાળ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર; ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો, વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે મળી રહ્યા છે. સમાજમાં એકલવાયું જીવન જીવતી મહિલાઓને આર્થિક સહયોગ મળી રહે, સ્વમાનભેર જીવી શકે અને કોઈને સામે હાથ લાંબો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. પરિણામે નિરાધાર ગંગાસ્વરૂપા મહિલાઓ માટે આધારરૂપ બનેલી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી અનેક માતાઓ-બહેનો શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી રહી છે.

    ચોર્યાસી તાલુકાના જુના ગામના ૪૦ વર્ષીય મહિલા જાગૃત્તિબેન રતિલાલ પટેલને પતિના અવસાનથી જીવનમાં આવી પડેલી આપત્તિ સામે લડવામાં ગંગાસ્વરૂપા સહાય યોજના આધારસ્થંભ બની છે.

    તેઓ કહે છે છે કે, વર્ષ ૨૦૧૩ માં પતિનું અચાનક અવસાન થયું, બે બાળકોનું શું થશે એની ચિંતા કોરી ખાતી હતી. ઘરનો આધાર છીનવાઈ જતાં મારા પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ હતી. બે બાળકોના ભરણપોષણની તમામ જવાબદારી મારા પર આવી આવી પડી.

    જાગૃત્તિબેન કહે છે કે, ઘરના આધાર એવા પતિ વિના એકલવાયુ જીવન જીવવું પડતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં સમાજમાં મહિલાને સ્વમાનભેર જીવન જીવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે પોતાના જીવનનો ગુજારો કરવામાં પણ તકલીફ અનુભવવી પડતી હોય છે એ મેં જાતે અનુભવ્યું છે. આવા વિકટ સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા સહાય યોજના મારા માટે સંજીવની સમાન બની. ગ્રામ પંચાયતના સભ્યએ વાત કરી કે, રાજ્ય સરકાર દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપા મહિલાઓને માસિક પેન્શન મળે છે. જેથી લાભ લેવા જણાવ્યું હતું. તેમની મદદથી મેં ‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના’નું ફોર્મ ભરતા ખૂબ ટૂંકા ગાળામાં ફોર્મ મંજૂર થઈ ગયુ અને હાલ મને માસિક રૂ.૧૨૫૦ ની સહાય મળી રહી છે. જેથી હું મારી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવી શકું છું, આજે આ યોજનામાં મળતાં પેન્શનના સહારે જ હું સ્વમાનભેર જીવન જીવી રહી છું. તેમજ ખેતીમાં શ્રમિક તરીકે પણ કામ કરૂ છું.

    આ સમાચાર પણ વાંચો : Ganga Swarupa Yojana : સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના, રેણુકાબેન સુરતીને ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો

    જાગૃત્તિબેન આયુષ્માન ભારત યોજના(PMJAY), ઉજ્જવલા યોજનાનો પણ લાભ મેળવી રહ્યા છે. તેમને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે દર મહિને ૧૫ કિલો ચોખા, ૨૦ કિલો ઘઉં અને એક કિલો ખાંડ મળે છે. જાગૃત્તિબેનના બે પુત્રો પૈકી એક હાલ ધો.૯ માં ભણે છે અને બીજો પુત્ર ITI કરી રહ્યો છે. જાગૃત્તિબેન મક્કમતાથી સમય અને સંજોગને સ્વીકારીને પુત્રને અભ્યાસ કરાવી પગભર બનાવવાની મહેનત કરી રહ્યા છે. આ સહાય મને ટેકા સ્વરૂપ સાબિત થઈ છે એમ જણાવી તેમણે રાજ્ય સરકારનો હ્રદયથી આભાર માન્યો હતો.

    આગામી તા.૭મીએ વડાપ્રધાનશ્રી દિવ્યાંગજનો, ગંગાસ્વરૂપા બહેનો તેમજ વયોવૃદ્ધજનો-વડીલોના કલ્યાણ માટે આયોજિત કાર્યક્રમમાં સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં તેમનું ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમમાં હું પણ સહભાગી થવાની છું જેનો મને આનંદ છે એમ તેમણે જણાવ્યું હતું.
    આવી કંઈ કેટલીય મહિલાઓના સંઘર્ષપૂર્ણ જીવનને ગંગા સ્વરૂપા આર્થિક યોજનાએ પીઠબળ પૂરૂ પાડ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ganga Swarupa Yojana :  સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના,  રેણુકાબેન સુરતીને ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો

    Ganga Swarupa Yojana : સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના, રેણુકાબેન સુરતીને ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો

    News Continuous Bureau | Mumbai

    Ganga Swarupa Yojana :

    • ગંગાસ્વરૂપા સહાય યોજનાના લાભથી ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર મળ્યો: લાભાર્થી રેણુકાબેન સુરતી
    • પલસાણા તાલુકાના સાકી ગામના રેણુકાબેન સુરતી ગંગાસ્વરૂપા પેન્શન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન અને આયુષ્યમાન ભારત યોજનાનો મેળવી રહ્યા છે લાભ
    • સ્વમાનભર્યા જીવનનો પર્યાય એટલે ગંગાસ્વરૂપા સહાય યોજના

    ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩’ હેઠળ અન્ન સુરક્ષા સરળતાથી પૂરી પાડવા માટે તથા વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાથી પહોંચાડવામાં આવી રહ્યા છે.

    સુરત જિલ્લા પલસાણા તાલુકાના સાકી ગામમાં રહેતા ૫૮ વર્ષીય રેણુકાબેન ધીરુભાઈ સુરતીને ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૨૫૦ ની સહાય મળી રહી છે, ત્યારે આ સહાયે ઢળતી ઉંમરે જીવનનો નવો આધાર આપ્યો હોવાનું આનંદથી જણાવે છે.

    રેણુકાબેન કહે છે કે, આજથી બે વર્ષ પહેલા મારા પતિનું લાંબી માંદગીના કારણે ૬૫ વર્ષની વયે અવસાન થયું હતું. પરિવારમાં બે દિકરા, એક દિકરી અને બે દિકરાની વહુ સાથે રહું છું. મેં ૨૫ વર્ષ આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવી છે અને હાલ નિવૃત્ત જીવન જીવી રહી છું. રાજ્ય સરકાર દ્વારા વિધવા સહાયનો લાભ મળવાથી ઢળતી ઉંમરે પણ સ્વમાનભેર જીવન જીવી રહી છું. અને મને છેલ્લા બે વર્ષથી દર મહિને રૂ.૧૨૫૦ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે મારા અકાઉન્ટમાં જમા થઈ રહ્યા છે. જેનો હું જીવનનિર્વાહમાં ઉપયોગ કરી રહી છું.

    આ સમાચાર પણ વાંચો :  Rahul Gandhi fined : વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, લખનૌની અદાલતે હાજર ન રહેતા ફટકાર્યો દંડ; સાથે આપી ચેતવણી..

    વધુમાં તેમણે કહ્યું હતું કે, વિધવા સહાય યોજના સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને ઘંઉ, ચોખા, તુવેર દાળ, ખાંડ અને તેલ મળી રહ્યું છે, અને આયુષ્યમાન ભારત (પી.એમ.જે.એ.વાય.) જેવી યોજનાનો લાભ આપીને સરકારે અમારા આરોગ્યની ચિંતા કરી છે.
    રેણુકાબેન જેવી ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતી કંઇ કેટલીય બહેનોને સરકાર દ્વારા મળી રહેલી સહાય મોટું પીઠબળ છે. વિધવા સહાય મળતા આ ગ્રામીણ મહિલાના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. રેણુકાબેન કહે છે કે, અમારા જેવા આર્થિક રીતે નબળા પરિવારોના જીવન નિર્વાહની ચિંતા સરકાર પોતે કરી રહી છે એનો અમને આનંદ છે.

    નોંધનીય છે કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓ માટે દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ વિના મૂલ્યે આપવામાં આવે છે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય)એ અનેક પરિવારોને ગરીબો, જરૂરિયાતમંદો અને નબળા પરિવારો-લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Seva Setu : ગુજરાતમાં પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન, આટલી સેવાઓનો આપવામાં આવ્યો લાભ.

    Gujarat Seva Setu : ગુજરાતમાં પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન, આટલી સેવાઓનો આપવામાં આવ્યો લાભ.

    News Continuous Bureau | Mumbai

    Gujarat Seva Setu :  ગુજરાતના નાગરિકોને  પ્રજાલક્ષી યોજનાઓના લાભ પોતાના ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાતમાં 17મી સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.  કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં ૧૩ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને આપવામાં આવ્યો હતો. માનકુવા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગંગા સ્વરુપા યોજનાના લાભાર્થીને અપાયો લાભ, જેથી હવે દર માસે મળનારી આર્થિક સહાય મારી દિકરીના ભરણપોષણમાં મદદરૂપ બનશે એમ જણાવી, લાભાર્થી કોમલબા જાડેજાએ ખરા અર્થમાં વાલી તરીકેની ફરજ અદા કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા વિધવા બહેનોના આર્થિક સ્વાવલંબન માટે ગંગા સ્વરૂપા યોજના થકી આર્થિક સહાય આપવામાં આવે છે.  

    ગંગા સ્વરૂપા યોજનાના ( Ganga Swarupa Yojana ) લાભાર્થી કોમલબા જાડેજાએ કહ્યું, ‘આજે માનકુવા ગામ ખાતે સેવાસુત કાર્યક્રમમાં ગંગા સ્વરુપા યોજનાનો મને લાભ આપવામાં આવ્યો છે, એ યોજના અંતર્ગત મને ઘર પરિવાર ચલાવવા માટે બહુ ઉપયોગી છે તે માટે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.’

    આ સમાચાર પણ વાંચો : PM Modi Maharashtra: PM મોદીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને કર્યું સંબોધન, આ યોજનાઓ કરી લોન્ચ 

    • – પ્રજાલક્ષી યોજનાઓનો લાભ નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું ( Seva Setu ) આયોજન

    • – કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા ( Swachhata Hi Seva 2024 ) અભિયાનનો પ્રારંભ

    • – ૧૩ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને એક જગ્યાએ અપાઈ રહ્યો છે લાભ

    • – ગંગા સ્વરુપા યોજના લાભાર્થી કોમલબા જાડેજાએ અપાયો લાભ

    • – આર્થિક સહાય મારી દિકરીના ભરણપોષણમાં મદદરૂપ બનશે: લાભાર્થી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.