Tag: gangrape

  • Mumbai Crime: મુંબઈ ફરી હચમચ્યું.. મુંબઈના આ વિસ્તારમાં છરીની ધાર પર, 15 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર; જાણો સમગ્ર ઘટના વિગતવાર અહીં..

    Mumbai Crime: મુંબઈ ફરી હચમચ્યું.. મુંબઈના આ વિસ્તારમાં છરીની ધાર પર, 15 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર; જાણો સમગ્ર ઘટના વિગતવાર અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Crime: શું મુંબઈ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક તરીકે જાણીતું છે, છોકરીઓ ( Girls  ) અને મહિલાઓ ( women ) માટે અસુરક્ષિત બની રહ્યું છે? મુંબઈમાં મુલુંડ ( Mulund ) રેપનો ( Rape ) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષની બાળકી પર ગેંગરેપની ( gang rape) ઘટના સામે આવી છે. માતાને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. આ ઘટનાએ મુલુંડમાં ચકચાર મચાવી દીધી છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    યુવતીઓ અને મહિલાઓ સામે હિંસામાં ( violence ) વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર નજીકના અને પરિચિત લોકો દ્વારા હિંસાની ઘટના સામે આવી છે. પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની ( Indian Penal Code ) કલમ અને પોક્સો એક્ટ ( POCSO Act ) હેઠળ કેસ નોંધ્યો છે.

    આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો..

    પોલીસના જણાવ્યા અનુસાર આ ચોંકાવનારી ઘટના મુલુંડમાં બની છે. 15 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર થયો છે. સગીર વયની બાળકી પર માતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મુલુંડ પોલીસે ગેંગ રેપ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. બીજા આરોપીની શોધમાં પોલીસની ટીમ વિદેશ મોકલવામાં આવી છે. FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સગીર છોકરીને ગુંગીચ દવા આપીને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, પોલીસે આ મામલે અલગ-અલગ એંગલથી તપાસ શરૂ કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  500 smartphone brands closed : શા માટે અચાનક બંધ થઈ રહી છે સ્માર્ટફોન કંપનીઓ? સ્માર્ટફોન માર્કેટમાંથી આટલા બ્રાન્ડ થયા ગાયબ! ચોંકવાનારા રિપોર્ટ આંકડાઓ.. જાણો શું છે આ સંપુર્ણ અહેવાલ.. વાંચો અહીં…

    છેલ્લા કેટલાક દિવસોથી ગુનેગારો મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા ખોરવી રહ્યા છે. તેથી મહિલાઓની સુરક્ષા પણ જોખમમાં છે. એવું જોવા મળે છે કે મુંબઈ પોલીસને ગુનેગારોનો કોઈ ડર નથી. જેના કારણે આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

  • મુંબઈમાં મોટો કાંડ થયો : દિલ્હી નિર્ભયા માફક મુંબઈમાં ક્રૂર ગૅન્ગ-રેપ અને મહિલાની હત્યા, શહેર આખું હલી ગયું; જાણો વિગત

    મુંબઈમાં મોટો કાંડ થયો : દિલ્હી નિર્ભયા માફક મુંબઈમાં ક્રૂર ગૅન્ગ-રેપ અને મહિલાની હત્યા, શહેર આખું હલી ગયું; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

    શનિવાર

     

    મુંબઈના સાકીનાકામાં 32 વર્ષની મહિલા પર ક્રૂરતાપૂવર્ક સામૂહિક બળાત્કાર અને હત્યાનો બનાવ બનતાં ખળભળાટ મચી ગયો હતો. ખૈરાણી રોડ પરિસરમાં એક ટેમ્પોમાં આ ચોંકાવનારો બનાવ બન્યો હતો, જેમાં દિલ્હીની નિર્ભયાની માફક મહિલા પર બળાત્કાર કરીને આરોપીઓએ તેના પ્રાઇવેટ પાર્ટમાં ખૂબ ખરાબ રીતે રોડ નાખી અરેરાટી ઊપજાવે એ રીતે તેને ત્રાસ આપ્યો હતો. ગંભીર હાલતમાં  હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિત મહિલાનું કમભાગી રીતે મૃત્યુ થયું.

    કલાકોની અંદર પોલીસે આ પ્રકરણમાં 45 વર્ષના આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરી હતી. જોકે પોલીસને આ ગુનામાં વધુ આરોપી સંકળાયેલા હોવાની શંકા છે. રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે આ દુર્ઘટનાને કમભાગી ગણાવી હતી. આ બનાવ બાદ જોકે મહારાષ્ટ્ર સરકાર હરકતમાં આવી ગઈ હતી અને મહિલાઓની સુરક્ષાને લઈને વિરોધ પક્ષે સરકારને ઘેરી લીધી હતી. દિવસે ને દિવસે મહિલાઓ પર અને બાળકીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સરકારની ભારે ટીકા કરી હતી.

    શુક્રવારે વહેલી સવારે પોલીસ કન્ટ્રોલને ખૈરાણી રોડ પર એક શખ્સ મહિલાને મારી રહ્યો હોવાનો ફોન ગયો હતો. પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં મહિલા લોહીના ખાબોચિયામાં ગંભીર રીતે જખમી અવસ્થામાં મળી આવી હતી. તેને તુરંત ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

    પોલીસને પ્રાથમિક તપાસમાં મહિલા પર બળાત્કાર કરીને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો રોડ નાખવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. રસ્તા પર પાર્ક કરવામાં આવેલા એક ટેમ્પોમાં આ બનાવ બન્યો હોવાનું પોલીસે તપાસમાં નોંધ્યું હતું. ટેમ્પોમાં લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.

    બોરીવલીમાં રહેતી સ્ત્રીઓ માટે મોટા સમાચાર : આ તારીખે 2,000 મહિલાઓને મળશે મફત રસી, આજે જ બુક કરાવી લ્યો; જાણો વિગત

    મહિલા પર બળાત્કાર કરીને ખૂબ ખરાબ  હાલતમાં તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ગંભીર રીતે જખમી કરવામાં આવતી હતી. સારવાર દરમિયાન જોકે પીડિત મહિલાનું મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ પોલીસે તુરંત તપાસ આદરીને કલાકોની અંદર જ આરોપી મોહન ચૌહાણને દબોચી લીધો હતો. તેની ધરપકડ કરી તેની સામે ઇન્ડિયન પિનલ કોડની 307 હત્યાનો પ્રયાસ તથા 376 બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને આ ગુનામાં એક કરતાં વધુ આરોપી સંકળાયેલા હોવાની શંકા છે. આરોપીની પોલીસ પૂછતાછ કરી રહી છે. તેમ જ  આજુબાજુના એરિયામાં રહેલા સીસીટીવી સહિતની વધુ તપાસ પણ પોલીસ કરી રહી છે.