Tag: Gautam Adani Net worth

  • Gautam Adani Net Worth: ગૌતમ અદાણી દર કલાકે કમાવી રહ્યા છે રુ. 45 કરોડ,  છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં થયો 82 ટકાનો જબદસ્ત વધારો

    Gautam Adani Net Worth: ગૌતમ અદાણી દર કલાકે કમાવી રહ્યા છે રુ. 45 કરોડ, છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં થયો 82 ટકાનો જબદસ્ત વધારો

    News Continuous Bureau | Mumbai

    Gautam Adani Net Worth:  દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપ અદાણી ગ્રુપના ( Adani Group ) ચેરમેન ગૌતમ અદાણી માટે છેલ્લું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું હતું. હિંડનબર્ગ રિપોર્ટના આઘાતમાંથી બહાર આવતાં અદાણી ગ્રુપની કંપનીઓએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ એક વર્ષ પહેલા $58.2 બિલિયન હતી, તે હવે વધીને $106 બિલિયન થઈ ગઈ હતી અને આમ હાલ અદાણી દર કલાકે 45 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.  

    અદાણી ગ્રુપે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીઓના શેરમાં ( Stock Market ) વધારાની સાથે ગૌતમ અદાણીના વેલ્યુએશનમાં પણ વધારો થયો હતો. ગૌતમ અદાણીના 61મા જન્મદિવસથી લઈને તેમના 62મા જન્મદિવસ સુધી તેમની કુલ સંપત્તિમાં 82 ટકાથી વધુનો વધારો થયો હતો. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 40 અબજ ડોલરની નીચે પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ તેમની નેટવર્થ સતત વધી રહી છે. ચાલુ વર્ષમાં જ ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 25 ટકાનો વધારો થયો હતો.

    Gautam Adani Net Worth: છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 48 અબજ ડોલરનો વધારો થયો છે…

    બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ ( Bloomberg Billionaires Index ) અનુસાર, 24 જૂન, 2023ના રોજ ગૌતમ અદાણીની કુલ નેટવર્થ $58.2 બિલિયન હતી, જે હવે વધીને $106 બિલિયન થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં ( Gautam Adani wealth )  લગભગ 48 અબજ ડોલરનો વધારો થયો છે. મતલબ કે છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં દર કલાકે 45.74 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

    આ સમાચાર પણ વાંચો :  IND vs AUS: રોહિત શર્માએ સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી.. જાણો શું છે રોહિતનો આ રેકોર્ડ.

    વર્ષ 2024માં ગૌતમ અદાણીની સંપત્તિમાં 21.3 અબજ ડોલર એટલે કે 1.77 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. મતલબ કે અદાણીની સંપત્તિમાં 25 ટકાથી વધુનો વધારો થયો હતો. આંકડા મુજબ ગૌતમ અદાણી હાલમાં વિશ્વના 14મા સૌથી ધનિક બિઝનેસમેન છે. તેમજ એશિયાના સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં પણ તેમનો સમાવેશ થાય છે. તેમની ઉપર ભારતના મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ છે. 

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Gautam Adani: મુકેશ અંબાણીને હરાવી ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો ગૌતમ અદાણીની સંપત્તિમાં કેટલો થયો વધારો…

    Gautam Adani: મુકેશ અંબાણીને હરાવી ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો ગૌતમ અદાણીની સંપત્તિમાં કેટલો થયો વધારો…

    News Continuous Bureau | Mumbai 

    Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ( Mukesh Ambani ) પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપના શેરોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપનું માર્કેટ કેપ હવે વધીને 17.94 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ હવે 111 અબજ ડોલર થઈ ગઈ છે. બીજી તરફ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ માત્ર 109 અબજ ડોલર છે. 

    બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, શુક્રવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં ( Gautam Adani Net worth ) $5.45 બિલિયન (લગભગ 45,000 કરોડ રૂપિયા)નો વધારો થયો છે. આ કારણે, તેઓ 16 મહિના પછી એશિયાનો સૌથી ધનિક વ્યક્તિનો ( Asia’s Richest Person ) ગુમાવેલો તાજ પાછો મેળવવામાં સફળ રહ્યા હતા. અનેક કટોકટીઓનો સફળતાપૂર્વક સામનો કરીને તેઓ ફરી એકવાર આ પદ પર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપની ( Adani group ) કંપનીઓને ભારે નુકસાન થયું હતું. પરંતુ, કોર્ટ દ્વારા ક્લીનચીટ મળ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ( Adani group Share ) સતત વધારો થયો છે. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઝડપથી વધારો થયો છે. 

    આ સમાચાર  પણ વાંચો:  T20 World Cup: T20 વર્લ્ડ કપની સુરક્ષામાં મોટી ચૂક, રોહિત શર્માનો પ્રશંસક સુરક્ષા તોડીને પહોંચ્યા મેદાનમાં, પોલીસે કરી કાર્યવાહી.. જુઓ વિડીયો…

    Gautam Adani: બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી હવે દુનિયાના 11માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે..

    બ્લૂમબર્ગના ( Bloomberg Billionaires Index ) રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી હવે દુનિયાના 11માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જેમાં મુકેશ અંબાણી હવે આ લિસ્ટમાં 12મા નંબર પર આવી ગયા છે. $111 બિલિયનની નેટવર્થ સાથે, ગૌતમ અદાણી હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જો કે, મુકેશ અંબાણી લાંબા સમયથી આ પદ પર બિરાજમાન છે. એની સાથે વર્ષ 2024માં સૌથી વધુ સંપત્તિ કમાતા લોકોની યાદીમાં પણ મુકેશ અંબાણી આગળ રહ્યા હતા. તેમણે જાન્યુઆરી 1, 2024 થી અત્યાર સુધી આશરે $12.7 બિલિયનની કમાણી કરી છે. 

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)