Tag: Gir National Park

  • Asiatic lions Gir: એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો આટલા લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત

    Asiatic lions Gir: એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો આટલા લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત

    News Continuous Bureau | Mumbai

    Asiatic lions Gir:  ગુજરાતના ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ‘ગીર રક્ષિત વિસ્તાર’માં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી  સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.  

       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવ્યા છે તેમ, જણાવી વન મંત્રી શ્રી મુળુભાઈએ કહ્યું હતું કે, નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ( Eco sensitive zone ) વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ ( Asiatic lions ) અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી  ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક ( Gir National Park ) , ગીર , પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Mission: ગૃહ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન માટે પ્રતિબદ્ધ, મંત્રાલયના કર્મચારીઓએ લીધા સ્વચ્છતાના શપથ અને આ અભિયાન હેઠળ કર્યું રોપાઓનું વાવેતર.

    રાજ્ય ( Gujarat Government ) મંત્રી શ્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા ૧૦ વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારીત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરીડોર તથા રીવર કોરીડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gir National Park: ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ પરમીટ માટે એડવાન્સ બુકિંગ ઓફિશિયલ વેબસાઇટથી જ કરો, ગુજરાત વન વિભાગે નાગરિકોને કરી આ અપીલ.

    Gir National Park: ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ પરમીટ માટે એડવાન્સ બુકિંગ ઓફિશિયલ વેબસાઇટથી જ કરો, ગુજરાત વન વિભાગે નાગરિકોને કરી આ અપીલ.

    News Continuous Bureau | Mumbai

    Gir National Park: ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in  કાર્યરત છે. ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પ્રવેશ પરમીટના બુકિંગ માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન પર સર્ચ કરતાં ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે. આવી સાઇટોને ગુજરાત સરકાર કે વન વિભાગ દ્વારા કોઇ અધિકૃત કરવામાં આવેલ નથી. આવી ખાનગી વેબસાઇટો દ્વારા નાગરિકો સાથે બુકિંગના નામે ગેરરીતિ થવાની શક્યતાઓ રહેલી છે. જેની નાગરિકો નોંધ લેવા વન વિભાગ ( Gujarat Forest Department ) દ્વારા અપીલ કરવામાં આવી છે.

    ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં ( Online booking ) થતી ગેરરિતીઓ અટકાવવા માટે ફક્ત અને ફક્ત ઉપરોક્ત દર્શાવેલ ઓફીસીયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. જેમાં એક જ આઇ.પી. એડ્રેસ, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમ્યાન વધુમા વધુ ૬ (છ) જ પરમીટનું ( Entry Permit ) બુકિંગ થઇ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે આ નંબર પર ઓ.ટી.પી.ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે. 

    આ સમાચાર પણ વાંચો :  Postal Department: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે લીધી મહેસાણા પોસ્ટ ઓફિસની નિરીક્ષણ મુલાકાત, આ યોજનામાં ડાક વિભાગ ભજવી રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • World Lion Day: PM મોદીએ વિશ્વ સિંહ દિવસની પાઠવી શુભેચ્છા, તમામ વન્યપ્રાણી પ્રેમીઓને આ  રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું .

    World Lion Day: PM મોદીએ વિશ્વ સિંહ દિવસની પાઠવી શુભેચ્છા, તમામ વન્યપ્રાણી પ્રેમીઓને આ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું .

    News Continuous Bureau | Mumbai

    World Lion Day: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ અને સુરક્ષાના કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકોની પ્રશંસા કરી. શ્રી મોદીએ ફેબ્રુઆરી 2024માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પર પ્રકાશ પાડ્યો હતો જે જાજરમાન મોટી બિલાડીઓના રક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. તેમણે તેના માટે વિશ્વભરમાંથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરી.

    પીએમ મોદીએ ( PM Modi ) તમામ વન્યપ્રાણી પ્રેમીઓને ( Wildlife lovers ) ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા અને ગુજરાતના લોકોના આતિથ્ય સત્કારનો અનુભવ કરીને સિંહના રક્ષણ ( Lion Protection ) માટે હાથ ધરાયેલા પ્રયાસોના સાક્ષી બનવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

    World Lion Day:  શ્રી મોદીએ X પર ટ્વીટ થ્રેડ પોસ્ટ કરતા કહ્યું:

    “વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પર કામ કરનારા તમામ લોકોને અભિનંદન આપું છું અને આ જાજરમાન મોટી બિલાડીઓને બચાવવા માટેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું. જેમ કે આપણે બધા જાણીએ છીએ, ભારત ગુજરાતના ગીરમાં સિંહોની વિશાળ વસ્તીનું ઘર છે. વર્ષોથી, તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે એક સારા સમાચાર છે.

    “આ વર્ષે ફેબ્રુઆરીમાં, કેન્દ્રીય કેબિનેટે વિશ્વના તે તમામ દેશોને એક સાથે લાવવા માટે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપનાને મંજૂરી આપી હતી, જ્યાં મોટી બિલાડીઓ રહે છે. તેનો ઉદ્દેશ્ય સતત વિકાસને વેગ આપવા અને આ સંદર્ભે સમુદાયના પ્રયત્નોને સમર્થન આપવા માટે એક સર્વગ્રાહી અભિગમ બનાવવા માંગે છે. આ પ્રયાસને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે.”

    આ સમાચાર પણ વાંચો: Kerala Earthquake : શું કેરળમાં વાયનાડ અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ કુદરતી ભૂકંપ આવ્યો હતો ?? ?? આ સરકારી એજન્સીએ કરી તેની પુષ્ટિ.

    “હું તમામ વન્યપ્રાણી પ્રેમીઓને જાજરમાન એશિયાટિક સિંહને શોધવા માટે ગીરમાં ( Gir National Park ) આમંત્રિત કરું છું. તે દરેકને સિંહની સુરક્ષા માટેના પ્રયાસોને જોવાની તક પણ આપશે અને સાથે જ ગુજરાતના લોકોની આતિથ્યનો અનુભવ પણ કરશે.”

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)