News Continuous Bureau | Mumbai
PM Narendra Modi Ethiopia visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પીએમ અબિય અહેમદ અલી વચ્ચેની બેઠક બાદ ભારત અને ઇથોપિયાએ તેમના ઐતિહાસિક સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’ (Strategic Partnership) માં બદલવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં 8 મહત્વના સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીને ઇથોપિયાના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.
8 મહત્વના કરારો અને સહયોગ
બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે 8 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા:
વ્યૂહાત્મક ભાગીદારી: સંબંધોને વ્યૂહાત્મક સ્તર પર અપગ્રેડ કરવા.
શિક્ષણ: ઇથોપિયન વિદ્યાર્થીઓ માટે AI શોર્ટ કોર્સ અને ICCR શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવી.
ટેકનોલોજી: ઇથોપિયાના વિદેશ મંત્રાલયમાં ડેટા સેન્ટરની સ્થાપના.
સ્વાસ્થ્ય: માતા અને નવજાત શિશુની આરોગ્ય સેવાઓમાં પરસ્પર સહયોગ.
સુરક્ષા: સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તાલીમ અને સીમા શુલ્ક (Customs) સહયોગ.
ગ્લોબલ સાઉથનો અવાજ
પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને ઇથોપિયા બંને લોકશાહી શક્તિઓ છે અને ગ્લોબલ સાઉથ ના સાથી તરીકે આંતરરાષ્ટ્રીય મંચો પર હંમેશા સાથે રહ્યા છે. મોદીએ યાદ અપાવ્યું કે ભારતની અધ્યક્ષતામાં જ આફ્રિકન યુનિયનને G20 નું કાયમી સભ્ય બનાવવામાં આવ્યું હતું.પીએમ મોદીએ આતંકવાદ સામેના જંગમાં ઇથોપિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ઇથોપિયાના વડાપ્રધાન અબિય અહેમદે ભારતના ભરોસાપાત્ર સાથી તરીકે વખાણ કર્યા હતા.ઇથોપિયામાં ભારત પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) નો સૌથી મોટો સ્ત્રોત છે.હાલમાં 615 થી વધુ ભારતીય કંપનીઓ ઇથોપિયામાં કાર્યરત છે, જે બંને દેશોના આર્થિક વિશ્વાસને દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો: Maruti Electric MPV: મારુતિનો માસ્ટરપ્લાન! ટૂંક સમયમાં લોન્ચ થશે પહેલી 7-સીટર ઇલેક્ટ્રિક કાર, જાણો માઇલેજ અને કિંમત.
ખાસ સન્માન અને ‘કાર ડિપ્લોમસી’
પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા’ એનાયત કરવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ વૈશ્વિક રાષ્ટ્રાધ્યક્ષ બન્યા છે. એક ખાસ કિસ્સામાં, પીએમ અબિય અહેમદ પોતે કાર ચલાવીને પીએમ મોદીને તેમની હોટેલ સુધી મૂકવા ગયા હતા, જે બંને નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે.વડાપ્રધાન બુધવારે ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
