• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Godrej & Boyce
Tag:

Godrej & Boyce

Godrej Interio targets 10 percent revenue from e-commerce by FY 2025
વેપાર-વાણિજ્ય

Godrej Interio: ગોદરેજ ઇન્ટેરિયોનું નાણાકીય વર્ષ 2024માં ઓનલાઇન વેચાણ વધ્યું ત્રણ ગણું, ઇ-કોમર્સમાંથી FY 2025 માટે રાખ્યો આ લક્ષ્ય.

by Hiral Meria October 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Godrej Interio: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપનો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સની ભારતની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયો તેના ઇ-કોમર્સ વેચાણને વેગ આપીને તેની ઓનલાઇન ઉપસ્થિતિમાં નોંધપાત્ર વધારો કરવા સજ્જ છે. આ પહેલ ઝડપથી વિકસતા ડિજિટલ રિટેઇલ લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ અને વ્યક્તિગત ગ્રાહક અનુભવ પેદા કરવાના બ્રાન્ડના વિઝનને અનુરૂપ છે.

ભારતની ઇ-કોમર્સ ( E-commerce sales )  ઇન્ડસ્ટ્રી વર્ષ 2030 સુધીમાં 350 અબજ ડોલરને પાર કરી જવાનો અંદાજ છે ત્યારે ગોદરેજ ઇન્ટેરિયો આધુનિક ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને બળ આપી રહ્યું છે. આધુનિક જીવનશૈલીમાં સહાયક હોમ ફર્નિચરની માગમાં વધારાને કારણે બ્રાન્ડે છેલ્લાં એક વર્ષમાં ઓનલાઇન વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધી છે. ગોદરેજ ઇન્ટેરિયોએ 17,200 પીન કોડ ઉપર પ્રોડક્ટ્સ ડિલિવર કરવા તેની ઉપસ્થિતિ વિસ્તારી છે, જેનાથી દેશભરમાં ગ્રાહકોને સેવા પ્રદાન કરવાની તેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. 

ગોદરેજ ઇન્ટેરિયો ( Godrej Interio ) ખાતે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસ (બી2સી)ના વડા દેવ સરકારે કહ્યું હતું કે, “ગ્રાહક અનુભવમાં વધારો કરવાની અમારી કટીબદ્ધતા અમારી ઇ-કોમર્સ રણનીતિના કેન્દ્રસ્થાને છે. ડિજિટલ રિટેઇલ સેક્ટર ( Digital Retail Sector ) જબરદસ્ત વૃદ્ધિ સાધી રહ્યું છે ત્યારે અમે સરળ ઓનલાઇન ખરીદીના અનુભવનું સર્જન કરવા માગીએ છીએ, જે ગોદરેજ ઇન્ટેરિયોની ગુણવત્તા અને ઇનોવેશનને પ્રદર્શિત કરે છે. અદ્યતન ડિજિટલ ટુલ અને વ્યક્તિગત માર્કેટિંગ વ્યૂહરચનાઓનો લાભ લેતાં અમે સમગ્ર ભારતમાં ગ્રાહકો સાથે અમારું જોડાણ વધુ ગાઢ કરવા માગીએ છીએ.”

ગોદરજે ઇન્ટેરિયો ( Godrej & Boyce )  અદ્યતન ઇ-કોમર્સ ટેક્નોલોજી સાથે તેની ડિજિટલ ઉપસ્થિતિ વધારી રહ્યું છે. બ્રાન્ડની વેબસાઇટમાં નવીન ‘વિઝ્યુઅલ સર્ચ’ ટુલ છે, જે ગ્રાહકો દ્વારા અપલોડ કરાયેલી ઇમેજ અને હોમ કન્ફિગરેશનને આધારે એઆઇની મદદથી પ્રોડક્ટની ભલામણ કરે છે. ઉત્તમ નેવિગેશન, બેજોડ પ્રોડક્ટ વિઝ્યુલાઇઝેશન અને વિસ્તારીય માર્કેટિંગ પહેલો ખરીદીનો સરળ અનુભવ સુનિશ્ચિત કરે છે. તેની વેબસાઇટ ફર્નિચર એક્સચેન્જની સુવિધા પણ ઓફર કરે છે, જ્યાં જૂના ફર્નિચરને નવા સાથે એક્સચેન્જ કરી શકાય છે. ગોદરેજ ઇન્ટેરિયોએ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ( E-commerce platform ) સાથે તેના ડીલર નેટવર્કને પણ જોડ્યું છે, જેથી સીધા ઓર્ડર અને દેશવ્યાપી ડિલિવરી સક્ષમ કરી શકાય અને પરિણામે ગ્રાહક સુધીની પહોંચ અને સંચાલકીય કાર્યક્ષમતાને મહત્તમ કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : Surat Child Adoption: દિવાળી પહેલા ત્રણ પરિવારોમાં દિવાળી! સુરતમાં અનાથ બાળાશ્રમના ચાર બાળકોને આ શહેરોના પરિવારોએ લીધા દત્તક

તેની મજબૂત ઓનલાઈન હાજરી સાથે ગોદરેજ ઈન્ટરિયો વૈવિધ્યસભર અને સમજદાર ગ્રાહક આધારની માગને પહોંચી વળવા તેની પ્રોડક્ટ ઓફરિંગમાં નવીનતા પ્રદાન કરે છે. ડિઝાઇન અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ટકાઉપણું માટે બ્રાન્ડની અતૂટ પ્રતિબદ્ધતાએ ઘર અને ઓફિસ ફર્નિચર સેગમેન્ટ્સમાં તેને અગ્રણી તરીકે તેની સ્થઆપિત કરી છે. ભારતમાં ઈ-કોમર્સ લેન્ડસ્કેપ સતત વિકસિત થઈ રહ્યું છે ત્યારે ગોદરેજ ઈન્ટરિયો ઓનલાઈન ફર્નિચર રિટેલના ભાવિને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે આદર્શ સ્થિતિમાં છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

October 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej & Boyce launches 25 MW ground-mounted solar project in Maharashtra
રાજ્યવેપાર-વાણિજ્ય

Solar Projects: ગોદરેજ એન્ડ બોય્સે મહારાષ્ટ્રમાં 25 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્રોજેક્ટ કર્યો શરૂ, વાર્ષિક આટલા મિલિયન યુનિટ વીજળી પેદા કરશે.

by Hiral Meria September 20, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Solar Projects: ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપનો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્ઝના ( Godrej & Boyce ) ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ માટે મહારાષ્ટ્રના ધુલેમાં 25 મેગાવોટ એસી ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યાંની જાહેરાત કરી છે. આ વિશાળ પ્રોજેક્ટ 52 હેક્ટરથી વધુ જમીન ઉપર ફેલાયેલો છે, જે વાર્ષિક 45 મિલિયન યુનિટ વીજળી પેદા કરશે. સોલર પ્લાન્ટ ઓપન માર્કેટને વીજ સપ્લાય કરશે, જેનાથી મહારાષ્ટ્રની રિન્યૂએબલ એનર્જીની મહાત્વાકાંક્ષાઓમાં યોગદાન આપી શકાશે. આ પ્રોજેક્ટ ગોદરેજ એન્ડ બોય્સની ટકાઉ ઉર્જા અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની કટીબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. 

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસનો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સનો ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “પંચામૃત પહેલ અંતર્ગત COP26 ખાતે પ્રતિજ્ઞા મૂજબ ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઉર્જા હાંસલ કરવાનું મહાત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ લક્ષ્ય રિન્યૂએબલ એનર્જી ( Renewable Energy )  સેક્ટરની અભૂતપૂર્વ વૃદ્ધિ દર્શાવે છે. ગોદરેજ એન્ડ બોય્સ ખાતે અમે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને સહયોગ કરતાં આ વિઝનમાં યોગદાન આપતા ગર્વ કરીએ છીએ. અમે દરેક પ્રોજેક્ટના વિશિષ્ટ પડકારોને પૂર્ણ કરવા કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ વિકસિત કરવા ઉપર કેન્દ્રિત છીએ તથા આ 25 મેગાવોટ સોલર ઇન્સ્ટોલેશન ઇનોવેટ ફોર ઇન્ડિયા પ્રત્યેની અમારી ક્ષમતાને વધુ મજબૂત કરે છે, જે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ડિઝાઇન કરે છે અને તે મહત્તમ કાર્યક્ષમતા સાથે પર્યાવરણને અનુરૂપ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ( Maharashtra ) રિન્યૂએબલ એનર્જીના લક્ષ્યોમાં યોગદાન આપવા ઉપરાંત આ પ્રોજેક્ટ ભારતના સ્વચ્છ ઉર્જા ટ્રાન્ઝિશનને વેગ આપવામાં ખાનગી કંપનીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પણ દર્શાવે છે.”

આ સમાચાર પણ વાંચો :  Surat Growth Hub: દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન: ‘ગ્રોથ હબ’ સુરત, આ વિષયો પર છ સેશનમાં યોજાયા સેમિનાર.

આ પ્રોજેક્ટનું એક વિશિષ્ટ પાસું એ છે કે તેમાં ઇનોવેટિવ વેલ્યુ એન્જિનિયરીંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઉબડખાબડ જમીન અને સખત માટીના સ્તરોના પડકારોને દૂર કપવા માટે કરવામાં આવ્યો છે. જટિલ ટોપોગ્રાફી હોવા છતાં મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઊંચાઈઓ અને વિન્ડ રેઝિસ્ટન્સ ક્ષમતાઓ સાથે કસ્ટમ-ડિઝાઈન કરેલ સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ મોટા પાયે પ્રોજેક્ટ, જે મહાજેનકોની કુલ ક્ષમતાને 428.02 મેગાવોટ કરે છે તથા પડકારજનક સોલર ઇન્સ્ટોલેશનને અમલમાં મૂકવાની ટેક્નોલોજીકલ ક્ષમતા દર્શાવે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej & Boyce launches India's first lithium-ion powered forklift truck with fully indigenous battery management system
વેપાર-વાણિજ્ય

Godrej & Boyce:ગોદરેજ એન્ડ બોયસે સંપૂર્ણ સ્વદેશી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ સાથે ભારતની પ્રથમ લિથિયમ-આયન સંચાલિત ફોર્કલિફ્ટ ટ્રક લોન્ચ કર્યું

by Akash Rajbhar August 27, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • ગોદરેજ આવતા વર્ષના અંત સુધીમાં લિ-આયન સેલ્સના 100% સ્થાનિકીકરણનું લક્ષ્ય રાખે છે- જે ભારતમાં પ્રથમ વખત થશે

Godrej & Boyce: ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ અને ગ્રીન એનર્જી સોલ્યુશન્સ માટેની પ્રબળ જરૂરિયાત વચ્ચે, ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપનો એક ભાગ, એટલે કે ગોદરેજ એન્ડ બોયસ તેની નવીનતમ ઇનોવેશન સાથે ફરી એકવાર બધાથી આગળ છે. આ ગ્રુપના મટિરિયલ હેન્ડલિંગ બિઝનેસે સ્વદેશી રીતે વિકસિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) દર્શાવતી લિથિયમ-આયન બેટરી સંચાલિત ફોર્કલિફ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એક ભારતીય ઉત્પાદક દ્વારા આ પ્રકારની ઓફરિંગ સૌથી પહેલી વખત કરવામાં આવી છે. આ ઉકેલ આત્મનિર્ભર અને સુરક્ષિત લિ-આયન બેટરી સિસ્ટમ પ્રદાન કરીને ભારતના મટેરીઅલ હેન્ડલિંગ સેક્ટરની મહત્વપૂર્ણ જરૂરિયાતો પુરી કરે છે.

લિ-આયન ટેક્નોલોજીના ફાયદા વ્યાપક અને પરિવર્તનકારી છે, જે પરંપરાગત લીડ-એસિડ બેટરીની તુલનામાં બેટરીને 4 ગણા વધુ લાંબુ જીવન પ્રદાન કરે છે. લી-આયન બેટરી 5,000 ચાર્જ સાયકલ પ્રદાન કરે છે, જે લીડ-એસિડમાં 1,200 હતું, અને આમ, લાંબા ગાળાના રોકાણને ઘટાડે છે. તે ઓપોર્ચ્યુનિટી ચાર્જિંગને સક્ષમ કરે છે, ચાર્જિંગ દરમિયાન શૂન્ય ઉત્સર્જન કરે છે અને જાળવણીની જરૂરિયાત ઓછી હોઈ છે. 20% થી 80% સુધી ચાર્જ થવામાં લીડ-એસિડ માટે 6 કલાકની સરખામણીમાં લિ-આયન માટે માત્ર 2.5 કલાકનો સમય લાગે છે, અને આમ, 30% ઓછી ઉર્જાનો વપરાશ થાય છે. લિ-આયન બેટરી 2 અને 3 ટન ફોર્કલિફ્ટ માટે 15% વધુ રન ટાઈમ આપે છે. મોડ્યુલર ડિઝાઇન શ્રેષ્ઠ કામગીરીમાં મદદ કરે છે. ગોદરેજ એન્ડ બોયસ આ ટેક્નોલોજીને અન્ય મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. ઓટોમોટિવ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિટેલ સહિત ઈ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય મુખ્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આનાથી લાભ થશે.

આ સમાચાર પણ વાંચો: PM-JANMAN: મહુવા તાલુકાના ૧૪ ગામોમાં આદિમ જૂથ માટે પીએમ જનમન કેમ્પ યોજાશે

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના ભાગ, ગોદરેજ એન્ડ બોયસ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અનિલ વર્માએ જણાવ્યું હતું કે, “ભારતનું લોજિસ્ટિક્સ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ તબક્કે છે, જે ઓટોમોટિવ, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિટેલ સહિત ઈ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં ગ્રાહકની વધતી માંગને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કારણે મજબૂત વૃદ્ધિનો હાંસલ કરી રહ્યું છે. ગોદરેજ એન્ડ બોયસ ખાતે, અમે ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જે આ વૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમે આધુનિક સપ્લાય ચૈનના જટિલ પડકારોનો સામનો કરીને અત્યાધુનિક, ટેક્નોલોજી-સક્ષમ ઉકેલોને એકીકૃત કરવા પર અમારું ધ્યાન કરી રહ્યાં છીએ. આ નવીનતાઓ કામગીરીની કાર્યક્ષમતા વધારવા અને ક્ષેત્રમાં સતત પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે. ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને અનુકૂલનશીલ બનાવીને, રાષ્ટ્ર નિર્માણ અને નવીનતા પ્રત્યેની આ પ્રતિબદ્ધતા દ્વારા ભારતના લોજિસ્ટિક્સનું ભવિષ્ય ઘડવામાં આવશે.”

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના એક ભાગ, ગોદરેજ એન્ડ બોયસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, અનિલ લિંગાયતે જણાવ્યું હતું કે, “સ્વદેશી રીતે વિકસિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ દર્શાવતી અમારા લિ-આયન પાવર્ડ ફોર્કલિફ્ટ ટ્રકો લોન્ચ કરીને અમને ખુબ આનંદ થઇ રહ્યો છે. આ લોન્ચ ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રત્યેની અમારે પ્રતિબદ્ધતા અને મટિરિયલ હેન્ડલિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર ક્ષમતાઓના નિર્માણ પર ભાર મૂકે છે. એન્જિનિયરિંગમાં અમારી કુશળતાનો લાભ લઈને, અમે એક એવો ઉકેલ બનાવ્યો છે જે સુરક્ષાને વધારે છે અને પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવે છે. અમારું માનવું છે કે આ એક પરિવર્તનકારી યાત્રાની શરૂઆત છે જે મટીરીયલ હેન્ડલિંગમાં ક્રાંતિ લાવશે અને આત્મનિર્ભરતા પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાથી શું શક્ય છે તેની પુન: કલ્પના કરવા દેશભરના ઉદ્યોગોને પ્રેરણા આપશે.”

આ સમાચાર પણ વાંચો: Dahi Handi 2024: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવની ધૂમ, દહીં હાંડી ઉત્સવ દરમિયાન આટલા ગોવિંદા થયા ઇજાગ્રસ્ત..

Log9 મટિરિયલ્સ સાથે ભાગીદારીમાં વિકસિત આ નવી બેટરી સિસ્ટમ ભારતમાં સંપૂર્ણપણે ડિઝાઇન કરેલી અને બનાવવામાં આવેલી પ્રોપ્રાઇટરી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) સાથે 30% સ્થાનિક ઉત્પાદન સાથે લિથિયમ-આયન સેલ્સને એકીકૃત કરે છે. ગોદરેજે આવતા વર્ષ સુધીમાં સેલ માટે 100% સ્થાનિકીકરણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
પરંપરાગત રીતે, ભારતીય બજાર ઈમ્પોર્ટ કરેલી બેટરીઓ અને બીએમએસ સિસ્ટમ્સ પર ખૂબ આધાર રાખે છે, જે મુખ્યત્વે ચીનમાંથી પ્રાપ્ત થાય છે. આ ટેક્નોલૉજીનું સ્થાનિકીકરણ “મેક ઇન ઇન્ડિયા” વિઝન અને સ્થિતિસ્થાપક સ્થાનિક સપ્લાય ચૈનને પ્રોત્સાહન આપવા માટેના તેના સમર્પણ માટે ગોદરેજની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
From 1,20,000 sq.ft., Godrej Interio expanded its reach in the market
વેપાર-વાણિજ્ય

Godrej Interio:ગોદરેજ ઈન્ટરિયોએ બજારમાં તેની પહોંચને વિસ્તૃત કરી, નાણાકીય વર્ષ 2025માં ખોલશે104 નવા સ્ટોર્સ..

by Akash Rajbhar August 27, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • તેના ઓન-ગ્રાઉન્ડ અને ઈ-કોમ રિટેલ એક્સ્પાનશન પ્લાન્સની જાહેરાત કરી 

Godrej Interio: ભારતની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ્સમાંની એક અને ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપની કંપની, ગોદરેજ એન્ડ બોયસનો એક ભાગ, ગોદરેજ ઈન્ટરિયો તેના મહત્વાકાંક્ષી એક્સ્પાનશન પ્લાન્સ સાથે બજારમાં તેની પહોંચને વિસ્તૃત કરવા અને વૃદ્ધિને વેગ આપવા તૈયાર છે. કંપની ઓગસ્ટ 2024 સુધીમાં 1,20,000 ચોરસ ફૂટ રિટેલ સ્પેસ ઉમેરીને 1,000 ઈન્ટિરિયો ફર્નિચર સ્ટોર્સને વટાવી જવાની યોજના ધરાવે છે. આ બ્રાન્ડ નાણાકીય વર્ષ 2025માં 104 નવા સ્ટોર્સ પણ ખોલશે, જે ભારતમાં આધુનિક ઘરો માટે સ્ટાઇલિશ, ભવ્ય અને વિચારપૂર્વક ડિઝાઈન કરેલા ફર્નિચરને સુલભ બનાવવાના તેના મિશનમાં મહત્વપૂર્ણ છલાંગ લગાવશે.
રિટેલ વિસ્તરણ પર ટિપ્પણી કરતાં, ગોદરેજ ઈન્ટિરિયોના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસ (B2C)ના હેડ ડૉ. દેવ નારાયણ સરકારે જણાવ્યું હતું કે, “અમે અદ્યતન તકનીકી નવીનતાઓ સાથે વ્યાપક રિટેલ ઍક્સ્પાનશનને જોડીને અમારા ગ્રાહકો માટે હોમ ફર્નિશિંગ અનુભવને બેહતર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા ભૌતિક ટચપોઇન્ટ્સને નોંધપાત્ર રીતે વધારીને, અમે ફક્ત અમારી હાજરી નથી વધારી રહ્યાં પરંતુ ભારતીયો તેમના ફર્નિચર સાથે કેવી રીતે વર્તે છે, તેના દૃષ્ટિકોણને બદલી રહ્યા છીએ. વૃદ્ધિની અમારી રાષ્ટ્રવ્યાપી યોજના ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વીય વિસ્તારો માટે અનુક્રમે 34, 24, 19 અને 27 નવા સ્ટોર્સને લક્ષ્યાંકિત કરે છે. આ નવા સ્ટોર્સ પ્રેરણાના હબ તરીકે સેવા આપશે, જે દર્શાવે છે કે કેવી રીતે સુંદર રીતે આનંદદાયક, ટેક-ઇન્ટેગ્રેટેડ પ્રોડક્ટ્સ જીવનશૈલીમાં સુધારો કરી શકે છે અને આધુનિક ભારતીય ઇન્ટીરિયર્સમાં સુગમતા લાવી શકે છે.”

આ સમાચાર પણ વાંચોઃUnion Cabinet: કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી

આ મહત્વપૂર્ણ ઍક્સ્પાનશન ગોદરેજ ઈન્ટરિયોને ઉદ્યોગમાં મોખરે રાખે છે, જે મોડ્યુલર ફર્નિચર પર વ્યૂહાત્મક કેન્દ્ર, ગ્રાહકોના વર્તન પર હોમસ્કેપ્સ અભ્યાસ જેવા વ્યાપક સંશોધન, એક મજબૂત ઓમ્નીચેનલ હાજરી અને કન્સલ્ટિવ શોરૂમ અનુભવો દ્વારા સંચાલિત છે. એવો અનુમાનમાં લગાવવામાં આવ્યું છે કે 2022માં અંદાજે US$23.12 બિલિયનનું મૂલ્ય ધરાવતું ભારતીય ફર્નિચર બજાર, 2026 સુધીમાં US$32.7 બિલિયન સુધી પહોંચવા માટે 10.9%ના CAGRથી વૃદ્ધિ પામશે. ગોદરેજ ઈન્ટરિયો આ વર્ષે 20% વૃદ્ધિનો લક્ષ્ય રાખે છે અને નાણાકીય વર્ષ 25 માં 2,00,000 ચોરસ ફૂટથી વધુ રિટેલ સ્પેસ ઉમેરવાની યોજના ધરાવે છે. કંપની ઓગસ્ટમાં 1,000 સ્ટોર્સને વટાવી જવાની તૈયારીમાં છે, જે તેની ઍક્સ્પાનશનની યાત્રામાં નોંધપાત્ર ઉપલબ્ધી છે.

https://www.ibef.org/blogs/the-indian-online-furniture-industry
તેના ભૌતિક ઍક્સ્પાનશનને અનુરૂપ, આ બ્રાન્ડ તેની ડિજિટલ હાજરીને વધારવાનું ચાલુ રાખે છે. કંપનીનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ 17,000 થી વધુ પિન કોડ્સ પર સેવા આપે છે, જ્યારે ઈ-કોમર્સ પોર્ટલ પર 3D રૂમ પ્લાનર અને ‘વિઝ્યુઅલ સર્ચ’ ટૂલ જેવા અદ્યતન ડિજિટલ ટૂલ્સનું એકીકરણ, ગ્રાહકો માટે શોપિંગ અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. આ વિશેષતાઓ ગ્રાહકોને તેમની પોતાની જગ્યામાં ફર્નિચરને વિઝ્યુઅલાઈઝ કરવામાં મદદ કરે છે, જે તેમની ખરીદીની પહેલાની ચિંતાઓને દૂર કરે છે અને સંતોષમાં વધારો કરે છે. છેલ્લા વર્ષમાં 400 થી વધુ નવા ઉત્પાદનોની રજૂઆત, બજારની ખામીઓને દૂર કરવા અને પહોંચને વિસ્તારવાથી બ્રાન્ડની વૃદ્ધિને વધુ વેગ મળ્યો છે. આ નવી ઓફરિંગ્સ સુંદર રીતે આનંદદાયક ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ગ્રાહકોને બહેતર મૂલ્ય પ્રદાન કરવાની સાથે-સાથે જીવનશૈલીમાં સુધારે કરે છે અને ગ્રાહકની વિકસતી જરૂરિયાતો અને પસંદગીઓને પહોંચી વળવા માટે ગોદરેજ ઈન્ટરિયોની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

આ સમાચાર પણ વાંચોઃ Gujarat Rain : રાજકોટમાં મેઘાની રમઝટ, લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

વધુમાં, ગોદરેજ ઈન્ટીરિયો એ મોડેલ એપાર્ટમેન્ટ્સ માટે ડેવલપર્સ માટે પસંદગીની બ્રાન્ડ છે. આ સહયોગ ઘર ખરીદનારાઓને તેમની કન્ટેમ્પરરી લિવિંગ સ્પેસને અનુરૂપ ફર્નિચર પસંદ કરવામાં મદદ કરે છે, સેમ્પલ ફ્લેટના સૌંદર્યને પ્રતિબિંબિત કરે છે અને સાથે-સાથે રંગો, કાપડને કસ્ટમાઇઝ કરવા અને મોડ્યુલર ફેરફારો કરવા માટે વિકલ્પો પ્રદાન કરે છે. પછી બ્રાન્ડ દ્વારા નવા ઘરોમાં પસંદ કરેલ ફર્નિચર મુકવામાં આવે છે, જે ઘરના માલિકો માટે તેમની પર્સનલાઇઝડ, સ્ટાઇલિશ લિવિંગ સ્પેસમાં આરામદાયક અનુભવની ખાતરી આપે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej & Boyce Delivers One of India's Largest Rooftop Solar Projects in Madhya Pradesh
વેપાર-વાણિજ્યરાજ્ય

Godrej & Boyce: ગોદરેજ એન્ડ બોય્સે મધ્ય પ્રદેશમાં ભારતનો સૌથી મોટો રૂફટોપ સોલર પ્રોજેક્ટ પૈકીનો એક ડિલિવર કર્યો

by Hiral Meria July 10, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Godrej & Boyce: ગોદરેજ એન્ડ બોય્ઝના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સે મધ્ય પ્રદેશમાં ( Madhya Pradesh ) ટેક્સટાઇલ સુવિધા માટે 12.5 MWp રૂફટોપ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યાંની જાહેરાત કરી છે. આ ઇન્સ્ટોલેશન 1 મિલિયન ચોરસફૂટથી વધુ વિશાળ મેન્યુપેક્ચરિંગ શેડમાં ફેલાયેલું છે, જે મધ્ય પ્રદેશમાં સૌથી મોટું અને ભારતમાં ત્રણ મોટા રૂફટોપ ઇન્સ્ટોલેશન પૈકીનું એક બને છે. વર્ષ 2030 સુધીમાં રિન્યૂએબલ ક્ષમતા ત્રણ ગણી કરવાના સરકારના લક્ષ્યને અનુરૂપ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા તથા કોર્પોરેટના ટકાઉપણાના લક્ષ્યોને સહયોગ કરવા માટે કટીબદ્ધ છે. 

ગોદરેજ એન્ડ બોય્સના ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના ( Godrej Electricals & Electronics ) એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “રિન્યૂએબલ એનર્જી ( Renewable Energy ) તરફ પરિવર્તન આબોહવા પરિવર્તનને અંકુશમાં લેવાની સાથે-સાથે દેશની લાંબાગાળાની ઉર્જા સ્વતંત્રતા અને આર્થિક ટકાઉપણાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. આ સીમાચિહ્નરૂપ સોલર ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ ઔદ્યોગિક વૃદ્ધિની સાતત્યતાને બળ આપવા ભારતમાં અપાર સૌર ઊર્જાનો ( solar energy ) લાભ લેવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. આપણો દેશ વર્ષ 2030 સુધીમાં તેની રિન્યૂએબલ ક્ષમતાને ત્રણ ગણી કરવાનું લક્ષ્ય રાખે છે ત્યારે અમે રોજગાર સર્જન અને ટેક્નોલોજીકલ નેતૃત્વને આગળ ધપાવવાની સાથે ઉર્જા-સઘન સેક્ટરના ડિકાર્બનાઇઝેશનમાં ઇનોવેટિવ સોલ્યુશન મહત્વપૂર્ણ બની રહેશે. સ્વચ્છ ઉર્જા ભવિષ્યની દિશામાં પરિવર્તનની આ શરૂઆત છે, જે આર્થિક સમૃદ્ધિની ખાતરી આપવાની સાથે-સાથે આગામી પેઢીઓ માટે આપણા પર્યાવરણને સુરક્ષિત રાખે છે.”

આ સમાચાર પણ વાંચો :  Wadia Group History: ટાટા-બિરલા નહીં, આ છે ભારતની સૌથી જૂની કંપની, જેની શરૂઆત જહાજો બનાવવાથી થઈ હતી.. જાણો વિગતે..

સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન હરિત ઉર્જાનો ઉપયોગ કરીને આ સુવિધાને સક્ષમ કરશે, જેનાથી અંદાજે 17 મિલિયન kWhની વાર્ષિક બચત થાય છે. ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સિમેન્ટ, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ અને ફાર્મા સહિતના વિવિધ ઉદ્યોગોમાં સમાન પ્રોજેક્ટમાં કાર્યરત છે.

વિશ્વભરમાં ભારત ત્રીજા-ક્રમનું સૌથી મોટું સોલર પાવર જનરેટર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે દેશનું રિન્યૂએબલ એનર્જી સેક્ટર જબરદસ્ત વૃદ્ધિ અને ગતિ જોઇ રહ્યું છે. પોતાના ગ્રાહકોની ઉર્જાની જરૂરિયાતો અને ટકાઉપણાના લક્ષ્યોની ઓળખ કરતાં ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇનોવેટિવ અને વિશિષ્ટ સોલર રૂપટોપ સોલ્યુશન્સ પ્રદાન કરીને તેના પ્રયાસોને બમણા કરી રહ્યું છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej Appliances rated number 1 in after-sales service
વેપાર-વાણિજ્યવિજ્ઞાન-ટેકનોલોજી

Godrej Appliances: ગોદરેજ એપ્લાયન્સિસને આફ્ટર-સેલ્સ સર્વિસમાં નંબર 1 રેટિંગ

by Hiral Meria June 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Godrej Appliances: ગોદરેજ એન્ડ બોય્ઝના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસને હોમ એપ્લાયન્સિસ ( Home Appliances ) કેટેગરીમાં સર્વેક્ષણમાં ઉત્તરદાતાઓ દ્વારા આફ્ટર-સેલ્સ સર્વિસમાં નંબર 1 રેટિંગ ( Rating ) આપવામાં આવ્યું છે. આ જાણકારી ગોદરેજ એપ્લાયન્સિસ અને નિલસનઆઇક્યૂ દ્વારા ભારતના 12 શહેરોમાં કરાયેલા એક કસ્ટમ સ્ટડી*માં મળી છે. 

કસ્ટમ સ્ટડીનો ઉદ્દેશ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ્સ દ્વારા અપાતી આફ્ટર-સેલ્સ સર્વિસ અંગે એકંદર સંતોષનું મૂલ્યાંકન કરવાનો હતો. સર્વેક્ષણ હેઠળ ઉત્તરદાતાઓમાં ગોદરેજ એપ્લાયન્સિસે સર્વોચ્ચ નેટ પ્રમોટર સ્કોર, સર્વોચ્ચ રિલેશનશીપ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસમાં સૌથી વધુ એકંદર સંતોષ મેળવ્યો છે. ઉત્તરદાતાઓ વર્તમાન એપ્લાયન્સિસ માલીકો (રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, એર કન્ડિશનર) હતાં કે જેમણે આફ્ટર સેલ્સ સર્વિસનો અનુભવ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Gautam Adani Net Worth: ગૌતમ અદાણી દર કલાકે કમાવી રહ્યા છે રુ. 45 કરોડ, છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં થયો 82 ટકાનો જબદસ્ત વધારો

આ સિદ્ધિ વિશે વાત કરતાં ગોદરેજ એન્ડ બોય્સનો ( Godrej & Boyce ) હિસ્સો ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કમાલ નંદીએ કહ્યું હતું કે, “ગોદરેજ ખાતે ગ્રાહક સંતોષ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારી પ્રોડક્ટ્સ સખ્ત ગુણવત્તા પરીક્ષણમાંથી પસાર થાય છે અને અમે અમારા ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ એપ્લાયન્સિસ અને આફ્ટર સેલ્સ સર્વિસ ( After sales service )  ઓફર કરવા કટીબદ્ધ છીએ. સતત ત્રીજી વખત નં. 1 આફ્ટર-સેલ્સ સર્વિસની માન્યતા ગ્રાહક સંતોષ પ્રત્યેની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. અમે અમારી આફ્ટર-સેલ્સ સર્વિસમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને અમારા સર્વિસ એક્સપર્ટને વ્યાપક ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રદાન કરીએ છીએ. સેવાઓને મજબૂત કરવામાં ઓટોમેશન ઉપર પણ ધ્યાન અપાય છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej Appliances wins patent for its innovative anti-leak split air conditioner technology
વિજ્ઞાન-ટેકનોલોજીવેપાર-વાણિજ્ય

Godrej Appliances: ગોદરેજ અપ્લાયન્સિસે તેના ઈનોવેટીવ એન્ટી લીક સ્પ્લિટ એર કન્ડિશનર ટેકનોલોજી માટે પેટન્ટ જીતી

by Hiral Meria May 3, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Godrej Appliances: ગોદરેજ એન્ડ બોયસના બિઝનેસ યુનિટ ગોદરેજ અપ્લાયન્સિસને ગોદરેજ લીક પ્રૂફ સ્પ્લિટ એર કન્ડિશનર્સમાં  તેની એન્ટી લીક ટેકનોલોજી ( Godrej anti-leak Split AC  )માટે પેટન્ટ આપવામાં આવી છે-તે ભારતનું એકમાત્ર સ્પ્લિટ એસી છે કે જેને લીક એસીની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે.

અંદાજીત 85 ટકા એસી ગ્રાહક તેમના ઉત્પાદનના જીવનકાળમાં ઓછામાં ઓછા એક વખત લીકેજવાળા એસીથી મુશ્કેલીનો સામનો કરે છે અને તેને પરિણામે આ બાબત એસીને લગતી મુખ્ય ચિંતાઓ પૈકીની એક છે. રૂમની અંદર એસીમાંથી પાણી ટપકવું તે એક ચિંતાજનક અનુભવ છે, તે રૂમની એકંદર સુંદરતાને અસર કરી દીવાલોને નુકસાન પહોંચી શકે છે, શરમજનક સ્થિતિનું કારણ બની શકે છે અને તેનાથી પણ વધુ ખરાબ બાબત એ છે કે શોર્ટ સર્કિટ તથા સુરક્ષાને લગતી સમસ્યા પણ સર્જાઈ શકે છે. ગોદરેજ લીક પ્રૂફ સ્પ્લિટ એસીમાં ( leak proof split AC )  સામેલ એન્ટી-લીક ટેકનોલોજીનો ઉદ્દેશ આ તમામ સમસ્યાનો અસરકારક રીતે ઉકેલ મેળવવા માટે સમાધાન રજૂ કરવાનો છે. આ એસી અનેક અત્યાધુનિક વિશેષતા તતા ટેકનોલોજીની ઓફર પણ કરે છે, જેમ કે 5-ઈન-1 કન્વર્ટીબલ કૂલિંગ ટેકનોલોજી, આઈ-સેન્સ ટેકનોલોજી, ઈન્વર્ટર ટેકનોલોજી વગેરે.

આ સમાચાર પણ વાંચો : Vallabhacharya Jayanti : વલ્લભાચાર્ય જયંતિ 2024: શ્રીનાથજીએ વલ્લભાચાર્યજી ને આપ્યા હતા દર્શન, જાણો પૌરાણિક કથા વિશે

આ ઉપલબ્ધિ અંગે માહિતી આપતા ગોદરેજ એન્ડ બોયસનો ( Godrej & Boyce ) હિસ્સો ગોદરેજ અપ્લાયન્સિસ બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ કહ્યું કે, “ પેટન્ટ યોગ્ય ઈનોવેશન્સનું સર્જન કરવા માટે સતત વિતાર, પ્રયાસ, મહેનત માંગી લેતા ટેસ્ટીંગ-પરિક્ષણ અને અન્ય ઘણીબધી બાબતની જરૂર રહેતી હોય છે. અમે આ તમામ બાબતથી રોમાંચિત છીએ કે અમારા લીક પ્રૂફ સ્પ્લિટ એસીમાં અમારી એન્ટી લીક ટેકનોલોજીને ( Anti-leak technology ) આ ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પેટન્ટ અમારા પ્રણેતારૂપ પ્રયત્નોનું રક્ષણ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે અમારી આ ટેકનોલોજી ખાસ બની રહે.આ ‘થિંગ્સ મેડ થોટફુલી’ એટલે કે ‘સોચ કે બનાયા હૈ’ના અમારી બ્રાન્ડનું ઉત્તમ પ્રણા છે તથા અમારા સતત નવિનીકરણ કરતાં રહેવા માટે પ્રેરણા આપે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
godrej-security-solutions-launches-desh-ki-tijori-campaign-with-brand-ambassador-ayushmann-khurrana
વેપાર-વાણિજ્ય

Ayushmann Khurrana: ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના સાથે ‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન લોન્ચ કર્યું

by Hiral Meria October 4, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ayushman Khurrana: ભારતમાં ‘તિજોરી’ની સમાનાર્થી ગણાતી ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે ( Godrej Security Solutions ) આજે બોલિવૂડ સ્ટાર ( Bollywood star ) અને બ્રાન્ડ એમ્બેસેડર ( Brand Ambassador ) આયુષ્માન ખુરાના ( Ayushmann Khurrana ) સાથે તેમના નવીનતમ કેમ્પેઈન ( campaign ) ‘દેશ કી તિજોરી’ ( Desh Ki Tijori ) લોન્ચ કર્યું હતું. બ્રાન્ડ કે જે ગોદરેજ ગ્રુપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનું ( Godrej & Boyce ) બિઝનેસ યુનિટ છે, તેના પ્લેટફોર્મ સિક્યોર 4.0 દ્વારા નવીનતાઓ અને ટેક સક્ષમ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન જણાવે છે કે કેવી રીતે 1902માં ગોદરેજ દ્વારા ભારતમાં બનાવેલ પ્રથમ લોકર નવીનતમ ડિજિટલ લોકર્સ સુધી, આ પ્રોડક્ટ ભારતના ઘરોમાં અનેરું સ્થાન મેળવી ચૂકી છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુસન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું કે કેવી રીતે આજના વિકસતા સમયમાં, જ્યાં એસ્થેટિક્સ અને ઘરની સજાવટ ઘરના માલિકો દ્વારા ઘણી વખત કેન્દ્રસ્થાને હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના બને તેની પહેલા જ ગ્રાહકોને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા જરૂરી છે. તે ઉપરાંત, જેમ જેમ સ્માર્ટ હોમ ડિવાઈસનો ટ્રેન્ડ ચાલુ રહે છે, તે જરૂરી છે કે હોમ સિક્યોરિટી બ્રાન્ડ્સ પણ સ્માર્ટ હોમ ટેક્નોલોજી સાથે સક્ષમ હોય, કારણ કે આજે ગ્રાહકો વધુ ટેક-ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ પસંદ કરી રહ્યા છે.

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

 

વાનની અંદર ડિઝાઇન કરાયેલું સ્માર્ટ હોમ હોમ સિક્યોરિટી લોકર, વીડિયો ડોર ફોન, હોમ સિક્યોરિટી કેમેરા અને સીસીટીવી કેમેરા સુધીની સ્માર્ટ હોમ સિક્યોરિટી પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જનું પ્રદર્શન કરે છે. વેનની અંદરનું સ્માર્ટ હોમ એક શક્તિશાળી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જેનો ઉદ્દેશ્ય ઘરના માલિકોને સ્માર્ટ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવા અને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો છે. 

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે: “એક બ્રાન્ડ તરીકે તેણે માત્ર ભારતીય ઘરોને જ નહીં, પરંતુ બેન્કિંગ, જ્વેલરી, હોસ્પિટાલિટી અને ઘણા મુખ્ય ક્ષેત્રોની સુરક્ષામાં પણ ફાળો આપ્યો છે. અમે સિક્યોર 4.0 અમ્બ્રેલા હેઠળ લોન્ચ કરી રહ્યા છીએ તે અમારા ઇનોવેશન્સના પ્રતિભાવમાં હકારાત્મક પ્રતિસાદ જોઈને મને આનંદ થાય છે. 

ભારતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે, ‘દેશ કી તિજોરી’ પાછળનો વિચાર એક એવી પ્રોડક્ટને પ્રદર્શિત કરવાનો હતો કે જેના પર લોકોએ ઘણા દાયકાઓથી વિશ્વાસ કર્યો છે, અને એવી કેટેગરી કે જે જોખમી લેન્ડસ્કેપને કારણે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસિત થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra News: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ, નાંદેડ બાદ છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં 24 કલાકમાં 18ના મોતથી આરોગ્ય વિભાગમાં મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

આ પહેલના ભાગ રૂપે, અમે અમારી લેટેસ્ટ હોમ સિક્યોરિટી ઈનોવેશન્સ દર્શાવવા માટે ખાસ કરીને “ચાર (4) વાન” ડિઝાઇન કરી છે અને આ વાન મુંબઈથી શરૂ કરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં પ્રવાસ શરૂ કરશે. અમારું લક્ષ્ય ભારતના 100 શહેરોને 100 દિવસથી ઓછા સમયમાં આવરી લેવાનું છે અને હોમ સિક્યોરિટી સ્પેસની અંગે જાગૃતિ ફેલાવવાનું અને અમારા ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનું છે”. 

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન આજે અમારી સાથે છે, કારણ કે તેઓ સુરક્ષામાં રોકાણ કરવાના મહત્વ વિશે અને વ્યક્તિની માનસિક શાંતિ અંગે ભારતીય ઘરો સુધી અમારા વિચારોનો પહોંચાડે છે”.

ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના બ્રાન્ડ એમ્બેસડર અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે “હું ઘણી મુસાફરી કરું છું અને ઘરની બહાર ઘણો સમય વિતાવું છું એટલે હું મારા ઘર અને તેની આસપાસની સુરક્ષાનું મૂલ્ય સંપૂર્ણપણે સમજું છું. ઘણા બધા ભારતીયોની જેમ હું પણ મારા ઘરમાં ગોદરેજ સાથે ઉછર્યો છું. કોઈને કોઈ સ્વરૂપે અને ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સ સાથે સંકળાયેલું હોવું એ ખરેખર સન્માનની વાત છે. મને એક જૂની ‘તિજોરી’ યાદ છે જે મારા પરિવાર પાસે હતી અને તે ઘરની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવાના પ્રતીક તરીકે જોવામાં આવતી હતી. આજે, મને વધુ તકનીકી સક્ષમ અને ડિજિટલી સમજદાર પ્રોડક્ટ્સ જોઈએ છે. મને ખૂબ આનંદ છે કે હું હજી પણ મારા ‘મનની શાંતિ’ માટે ગોદરેજ ‘તિજોરી’ પર વિશ્વાસ કરી શકું છું.  મારી પાસે બાયોમેટ્રિક સ્કેનર્સ સાથેનું ખૂબ જ સરસ ડિજિટલ લોકર છે. આજનું કેમ્પેઈન બરાબર આ જ છે કે તિજોરી અથવા ગોદરેજ હોમ લોકર સતત વિકસિત થઈ રહ્યા છે અને ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ માત્ર અમારા ઘરો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે સતત નવીનતાઓ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે જોઈને હું ખૂબ જ રોમાંચિત છું કારણ કે ગ્રાહક તરીકે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરના લોકર અને બેંક લોકરને સર્વશ્રેષ્ઠ રીતે સુરક્ષિત કરવામાં આવે!” 

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

નવીનતા અને સુરક્ષા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ વ્યવસાયો અને વ્યક્તિઓની વિકસતી જરૂરિયાતોને સંબોધતી એડવાન્સ્ડ પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. સિક્યોર 4.0 એ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ દ્વારા બદલાયેલા જોખમો અંગે જાગૃતિ ફેલાવવા અને શ્રેષ્ઠ સુરક્ષા પગલાં પર અપગ્રેડ કરવા વિશે વપરાશકર્તાઓને જાગૃત બનાવવાની પહેલ છે.

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

October 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક