• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Godrej Group
Tag:

Godrej Group

Story of rising empire of Godrej.
વેપાર-વાણિજ્ય

Godrej: તાળું તો ગોદરેજ નું જ, વિશ્વાસથી શરૂ થયો ધંધો હવે બે લાખ કરોડ ની સંપત્તિ. જાણો ગોદરેજ વિશે બધું જ.

by Hiral Meria May 1, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Godrej: ગોદરેજ એટલે એક વિશ્વાસ. એક જમાનામાં ગોદરેજ ના તાળાને ( Godrej locks ) સૌથી મજબૂત તાળા માનવામાં આવતા હતા. આ કંપનીએ તાળા ચાવીથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને ત્યારબાદ અંગ્રેજો માટે તિજોરી પણ બનાવી. આજની તારીખમાં ગોદરેજ કંપનીનો કારોબાર 90 દેશોમાં ફેલાયેલો છે અને તેની સંપત્તિ આશરે અઢી લાખ કરોડ રૂપિયા છે.

Godrej: તાળાથી શરૂ કરીને ચંદ્રયાન અને ચૂંટણીમાં મત પેટીઓ બનાવી.

અનેક લોકોને વિશ્વાસ નહીં થાય પરંતુ ગોદરેજ ( Godrej Group ) પરિવારે 127 વર્ષ પહેલાં તાળા ચાવી બનાવવાની શરૂઆત કરી અને હાલ મિશન ચંદ્રયાન ( Mission Chandrayaan ) માં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1897 માં અરદેશર ગોદરેજ ( Ardeshir Godrej ) અને તેમના ભાઈ પિરોજ શાહ ગોદરેજ દ્વારા ગોદરેજ ની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1951 ના વર્ષમાં જ્યારે ભારત દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારે ગોદરેજ કંપનીએ મત પેટીઓ બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  IMD: ભારતીય હવામાન વિભાગે મે 2024 ના પહેલા અઠવાડિયા માટે હવામાનની આગાહી જાહેર કરી

Godrej: ગોદરેજ કંપનીનો કારોબાર આ રીતે વધ્યો. 

જ્યારે ગોદરેજ બજારમાં આવ્યું ત્યારે ટાટા કંપની પણ પોતાનો વ્યવસાય આગળ વધારી રહી હતી. વર્ષ 1958માં ગોદરેજ કંપનીએ રેફ્રિજરેટર બનાવ્યું હતું. આમ તાળાથી શરૂ કરીને તેઓ રેફ્રિજરેટર સુધી પહોંચી ગયા, લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમને  typewriterનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ કર્યું. વર્ષ 1963 માં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ની એન્ટ્રી થઈ અને ત્યારબાદ ગોદરેજે ઝપાટાવેર કામ શરૂ કર્યું. એફએમસીજી સેક્ટરમાં તેમજ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં તેઓ ઝડપથી આગળ વધ્યા. આજની તારીખમાં ગોદરેજ કંપનીની પાંચ કંપનીઓ શેર બજારમાં છે. જેમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રો વેટ, અને એસ્ટેક લાઈફ સાયન્સ જેવી કંપનીઓ સામેલ છે. આમ ગોદરેજ કંપનીએ સતત પોતાનો કારોબાર વધાર્યો અને આજે તેની સંપત્તિ આશરે અઢી લાખ કરોડ રૂપિયા જેટલી છે.

 

May 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej Group 127 year old Godrej Group got split, this is the big reason.. Know who got what share..
વેપાર-વાણિજ્યMain PostTop Post

Godrej Group: 127 વર્ષ જૂનાં ગોદરેજ ગ્રુપના ભાગલા પડ્યા, આ છે મોટું કારણ.. જાણો કોના હિસ્સામાં શું આવ્યું..

by Bipin Mewada May 1, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Godrej Group: ભારતમાં જ્યારે પણ આઝાદી પહેલાના બિઝનેસ હાઉસનો ઉલ્લેખ થાય છે ત્યારે ગોદરેજ ( Godrej ) પરિવારનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આ પરિવારનો બિઝનેસ રિયલ એસ્ટેટથી લઈને હોમ એપ્લાયન્સિસ સુધી ફેલાયેલો છે. પરંતુ હવે આ 127 વર્ષ જૂના ઉદ્યોગના ભાગલા પડી ગયા છે. ગોદરેજ પરિવારનો બિઝનેસ બે ભાગમાં વેચાય ગયો છે. 

કરાર મુજબ, આદિ ( Adi Godrej  ) અને તેનો ભાઈ નાદિર ગોદરેજ ( Nadir Godrej ) ઇન્ડસ્ટ્રીઝ પર નિયંત્રણ જાળવી રાખશે, જેમાં પાંચ લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે. દરમિયાન, પિતરાઈ ભાઈઓ જમશેદ અને સ્મિતા અનલિસ્ટેડ ગોદરેજ એન્ડ બોયસ સાથે તેના આનુષંગિકો અને મુંબઈમાં મુખ્ય મિલકત સહિત નોંધપાત્ર લેન્ડ બેંકનો વારસો મેળવશે.

 Godrej Group: ગોદરેજ ગ્રુપને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વહેંચવામાં આવ્યું છે…

ગોદરેજ ગ્રૂપ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ગ્રુપને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વહેંચવામાં આવ્યું છે. એક તરફ આદિ ગોદરેજ (82) અને તેનો ભાઈ નાદિર (73) છે અને બીજી તરફ તેમના પિતરાઈ ભાઈ જમશેદ ગોદરેજ (75) અને સ્મિતા ગોદરેજ કૃષ્ણા (74) નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આદિ હાલમાં ગોદરેજ ગ્રુપના ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે તેમના ભાઈ નાદિર ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ( Godrej Industries) અને ગોદરેજ એગ્રોવેટના ચેરમેન છે. તેમના પિતરાઈ ભાઈ જમશેદ અનલિસ્ટેડ ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપનીના ચેરમેન છે. વધુમાં, તેની બહેનો સ્મિતા કૃષ્ણા અને રિશાદની પણ ગોદરેજ એન્ડ બોયસમાં હિસ્સો ધરાવે છે, જે વિક્રોલીની મોટાભાગની સંપત્તિની માલિકી ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai News: મુંબઈમાં કાળઝાળ ગરમીના કારણે સુકાઈ રહ્યા છે જળાશયો, મુંબઈગરાઓ પર પાણી કાપ લટકતી તલવાર..

નિવેદન અનુસાર, પરિવારે વિભાજનને ગોદરેજ કંપનીઓમાં ( Godrej companies ) તેના હિસ્સાની “માલિકીનું પુનર્ગઠન” ગણાવ્યું છે. ગોદરેજ પરિવારના સભ્યોના વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્યને સ્વીકારીને સંવાદિતા જાળવવા અને માલિકીનું વધુ સારી રીતે સંરેખણ કરવા માટે આદરપૂર્વક અને સાવચેતીપૂર્વક પુનર્ગઠન હાથ ધરવામાં આવ્યું છે. આનાથી શેરધારકો અને અન્ય તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવાની પ્રક્રિયાને વ્યૂહાત્મક દિશા વધારવા, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વેગ આપવામાં મદદ મળશે.

  Godrej Group: કોને શું મળ્યું..

ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપ ( Godrej Enterprise Group )માં ગોદરેજ એન્ડ બોયસ (G&B) અને તેની સંલગ્ન કંપનીઓનો સમાવેશ થાય છે, જે ઉડ્ડયન, સંરક્ષણ, એન્જિન અને મોટર્સ, ઉર્જા, સુરક્ષા, આરોગ્ય સંભાળ સાધનો, ટકાઉ ફર્નિચર, ઇન્ટિરિયર ડિઝાઇન, IT, સોફ્ટવેર અને ઇન્ફ્રા સોલ્યુશન્સ ઉદ્યોગોમાં કાર્યરત છે. આ જૂથના માલિકો હવે ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર જમશેદ ગોદરેજ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરિકા હોલકર અને તેમના અંગત પરિવારો હશે.

બીજું જૂથ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ (GIG), જેમાં લિસ્ટેડ કંપનીઓ છે – ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફ સાયન્સ. આદિ ગોદરેજ, નાદિર ગોદરેજ અને તેમના નજીકના પરિવારના સભ્યો તેના માલિક હશે. નાદિર ગોદરેજ તેના અધ્યક્ષ રહેશે. પિરોજશા ગોદરેજ તેના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન હશે અને ઓગસ્ટ 2026માં નાદિર ગોદરેજનું સ્થાન લેશે.

આ સમાચાર પણ વાંચો : Election Commission of India: ભારતના ચૂંટણી પંચે પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે મતદારોના મતદાનના આંકડા પ્રકાશિત કર્યા

May 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
So many Indians worry about home safety even on vacation.
વેપાર-વાણિજ્ય

Godrej Locks: આટલા ભારતીયો વેકેશન પર પણ કરતા હોય છે ઘરની સલામતીની ચિંતા..

by Hiral Meria February 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai    

Godrej Locks: વેકેશન એટલે આરામ, વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવાની અને આનંદ માણવાનો સમય. વેકેશનની ( vacation ) રજાઓમાં મોટાભાગના ભારતીયો ( Indians ) ફરવાનો શોખ ધરાવતા હોય છે. પરંતુ વેકેશન સ્પોટ પર પણ તેઓ ઘરની સલામતીની ( Home security ) ચિંતાથી હેરાન થતા હોય છે. ગોદરેજ ગ્રૂપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની, ગોદરેજ એન્ડ બોયસના બિઝનેસ, ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ દ્વારા ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ના ( Live Safe Live Freely ) નવા રિસર્ચ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી ચિંતાઓ ઘણીવાર રજાના આયોજનમાં વિક્ષેપ પાડે છે.

ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફીટીંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ આ વિચાર પર ટીપ્પણી કરી હતી કે, “’લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસના તારણો દર્શાવે છે કે મોર્ડન વેકેશનર (આધુનિક પ્રવાસી) માટે તેમના ઘરની સલામતી ચિંતાઓ બોજારૂપ છે. વેકેશન દરમિયાન દરવાજા યોગ્ય રીતે બંધ થયા હતા કે કેમ તે અંગેના પ્રશ્નો સતત તેમના મગજમાં ચાલતા હોય છે. તે સ્પષ્ટ છે કે ચિંતામુક્ત મુસાફરી માટે ઘરની સલામતીની ખાતરી કરવી અનિવાર્ય છે. આ અભ્યાસ ઘરની સલામતીમાં ટેક્નોલોજીની ભૂમિકા પર ભાર મૂકાયો છે, જે વ્યક્તિઓને તેમના વેકેશનના સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે સશક્ત બનાવે છે.

ડિજિટલ લોક જેવા અદ્યતન સોલ્યુશન્સ સાથે લોકો હવે ચિંતામુક્ત મુસાફરી કરી શકે છે, કારણ કે તેઓ Wi-Fi સાથે વિશ્વમાં ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરના લોકને યોગ્ય રીતે ઓપરેટ કરી શકે છે. ગોદરેજ લૉક્સ અને આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને સિસ્ટમ્સમાં, અમારી પ્રતિબદ્ધતા અત્યાધુનિક ઉકેલો પ્રદાન કરવાની છે જે વ્યક્તિઓને સલામતી સાથે સમાધાન કર્યા વિના મુક્તપણે જીવન માણવા સશક્ત બનાવે છે.”

So many Indians worry about home safety even on vacation.

So many Indians worry about home safety even on vacation.

 

‘લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસનો હેતુ ભારતીયોના જીવનમાં મૂલ્યવાન પાસાંઓ ઉમેરવાની સાથે ઘરની સુરક્ષા માટે ટેક્નોલોજીના વિકલ્પો પ્રદાન કરી ચિંતામુક્ત શાંતિથી વેકેશન માણવાની ખાતરી આપવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  Israel-Hamas war: ઈઝરાયલ- હમાસ યુદ્ધમાં જઈ રહ્યા છે મહિલા અને બાળકોના જીવ! હવે યુરોપિયન યુનિયનના આટલા દેશોએ કરી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ.

અભ્યાસમાં પ્રવાસનો વિષય એ મહત્વના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવ્યો છે. જે દર્શાવે છે કે, 79% ઉત્તરદાતાઓ વેકેશન પર હોય ત્યારે તેમના ઘરના તમામ દરવાજા અને બારીઓને યોગ્ય રીતે લોક કર્યા હતાં કે નહિં તેની અસમંજસમાં રહી ચિંતિત થતા હોય છે. તેમજ 40%થી વધુ લોકોએ વરિષ્ઠ નાગરિકો દ્વારા ઘરની ચાવીઓ ભૂલી જવા કે ગુમાવી દેવાની અને લોક આઉટ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

So many Indians worry about home safety even on vacation.

So many Indians worry about home safety even on vacation.

આ રિસર્ચમાં નોંધ્યું હતું કે, 48% ઉત્તરદાતાઓ કે જેઓ તેમના ઘરની સુરક્ષા માટે ચિંતિંત નથી હોતાં તેઓ તેમની રજાઓના સમયગાળાને લંબાવી વર્કેશનમાં ફેરવતા હોય છે. વધુમાં 49% લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ટેક ગેજેટની મદદથી દિવસમાં એકવાર તો ઘરની સુરક્ષા ચકાસતા હોય છે. ઓફિસમાં બેઠા બેઠા પણ આ પ્રક્રિયા તો રોજિંદા કરતાં હોય છે, 29% લોકો ઓફિસમાંથી દર ત્રીજા કલાકે ઘરની સુરક્ષાની ખાતરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

‘લીવ સેફ, લિવ ફ્રીલી’ અભ્યાસનો ઉદ્દેશ સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરતાં સ્માર્ટ-હોમ ડિવાઈસિસ અપનાવવા પર લોકોની ટેવો અને સ્વભાવ સમજવાનો છે. આ અભ્યાસમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં 2,000 લોકોને આવરી લેવામાં આવ્યા હતાં

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.
વેપાર-વાણિજ્ય

Godrej Locks: આટલા ટકા ભારતીયો હજુ પણ પડોશીઓને જ ઘરની ચાવી આપવાનું સમજે છે સુરક્ષિત..

by Hiral Meria January 23, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Godrej Locks : પરંપરાગત રીતે ભારતીયો ( Indians ) હંમેશા વિવિધ બાબતો માટે પોતાના પડોશીઓ પર આધાર રાખવા માટે જાણીતા છે અને તેમાંનું એક પાસું છે મુખ્ય દરવાજાની વધારાની ચાવી પાડોશીને સોંપવી. જો કે, ગુનાખોરીના વધેલા પ્રમાણ વચ્ચે બદલાતા સંજોગોમાં – શું હજુ પણ આ સૌથી સલામત વિકલ્પ છે? ઉપભોક્તાઓની આ પ્રકારની વર્તણૂંકને સમજવા માટે ગોદરેજ લૉક્સે તાજેતરમાં ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ ( Live Safe  Live Freely’ ) નામે એક સંશોધન અભ્યાસ પૂર્ણ કર્યો છે. 

ગોદરેજ ગ્રૂપની ( Godrej Group ) અગ્રણી કંપની, ગોદરેજ એન્ડ બોયસેના બિઝનેસ યુનિટ, ગોદરેજ લૉક્સે હોમ સેફ્ટી ડે નિમિત્તે તેમની વાર્ષિક પહેલના ભાગ રૂપે આ અભ્યાસ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકો પોતાના ઘર સુરક્ષા માટેની પસંદગીઓને અપગ્રેડ કરવા માટે શું વિચારે છે તે અંગે અનોખી રીતે નિરીક્ષણ કરવાનો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અભ્યાસમાં ભાગ લેનારા લગભગ અડધા (49%) લોકોએ જણાવ્યું હતું કે જો તેઓ કામ કરતા માતા-પિતા હોય તો તેઓ તેમનું બાળક ઘરની અંદર રહી શકે તેની ખાતરી કરીને ઘરની વધારાની ચાવી પડોશી, સંબંધી કે પછી પરિવારના સભ્યને સોંપે છે. તેવી જ રીતે, અડધાથી વધુ (56%) લોકોએ જણાવ્યું હતું કે તેઓ ચીજવસ્તુઓની ડિલિવરીમાં સુવિધા રહે તે માટે પોતાના પાડોશીઓને ચાવી સોંપે છે.

Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.

Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.

 

લગભગ અડધા ઉત્તરદાતાઓ (46%) એ જણાવ્યું હતું કે તેઓ પરિવારના સભ્ય માટે ચાવીને તેમના પાડોશીને સોંપવામાં આરામદાયક અનુભવ કરે છે, પછી ભલે સમય મોડી રાતનો હોય, જ્યારે ચોથા ભાગથી વધુ (26%) એ દાવો કર્યો હતો કે જો ઘરમાં તાળું હોવાને કારણે જો તેઓ ઘરની બહાર રહી જાય છે,તો તેની પાછળનું કારણ એ હોય છે કે વધારાની ચાવી સોંપી હોય તે પાડોશી પોતાના ઘરે ન હતો.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir : 5 સદીઓનું વચન થયું પૂર્ણ… અયોધ્યામાં રામ મંદિર યુગો સુધી સનાતન સંસ્કૃતિનું પ્રતીક : અમિત શાહ

ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીના ( Shyam Motwani ) જણાવ્યા અનુસાર, “પહેલાના સમયમાં મોટાભાગના સમુદાયોમાં પોતાના પડોશીઓ સાથે સારી રીતે પરિચય હોવો એક નિયમ સમાન બાબત હતી, આટલું જ નહીં પાડોશીઓ એક વિસ્તૃત પરિવાર જેવા હતા અને તેથી આ પ્રકારની નિર્ભરતા સામાન્ય બાબત હતી. જો કે, દુનિયા ઝડપથી બદલાઈ ગઈ છે, ખાસ કરીને શહેરી અને અર્ધગ્રામીણ ક્ષેત્રોમાં, જ્યાં લોકો મોટાભાગે કામ અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે ઘરની બહાર હોય છે અને તુલનાત્મક રીતે ઝડપી જીવન જીવે છે. આજની દુનિયામાં, જ્યારે આપણા ઘરની સલામતીની વાત આવે ત્યારે આપણા પડોશીઓ સહિત બાહ્ય પક્ષો પર નિર્ભર રહેવું યોગ્ય નથી. ગોદરેજમાં, અમે હંમેશા નવી ટેક્નોલોજી માટે પહેલ કરી છે અને સતત કંઈક નવું કરતા રહ્યા છીએ, જેથી ગ્રાહકો તેમના ઘરના તાળાને અપગ્રેડ કરવા માટે તેમની જીવનશૈલી સાથે મેળ ખાતી વધુ પસંદગીઓ કરી શકે. CIOT ડિજિટલ તાળા જેવા અમારા લેટેસ્ટ ઈનોવેશન આધુનિક ઉપભોક્તાને તેમના દરવાજાના તાળાનું નિયંત્રણ કરવા માટે એવી રીતે સક્ષમ બનાવે છે, જે પહેલા ક્યારેય નહતું. વધારાની ચાવીઓ હવે એટલી મહત્વપૂર્ણ નથી રહી, કેમકે અમારી પાસે ફોન દ્વારા મુખ્ય દરવાજો ખોલવાનો વિકલ્પ છે, જે આ ઈનોવેશનને આભારી છે.અમે જોયું છે કે ભારતીય ઉપભોક્તા પહેલાથી જ પોતાના ઘરોના અન્ય પાસાઓને અપગ્રેડ કરવાનું અને ટેક્નોલોજી આધારિત વધુ વિકલ્પોની પસંદગી કરવાનું શરૂ કરી ચૂક્યા છે અને અમે એ બાબતે સકારાત્મક છીએ કે ટૂંક સમયમાં મુખ્ય દરવાજાના તાળા સુધી પણ આ વિકલ્પોનું વિસ્તરણ થશે.”

Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.

Such a percentage of Indians still think it is safe to give house keys to neighbors.

લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસનો ઉદ્દેશ્ય સલામતી અને સુવિધાને સુનિશ્ચિત કરવા માટે સ્માર્ટ-હોમ ઉપકરણોને અપનાવવા માટેની માનવીય વર્તણૂંકને સમજવાનો છે. આ અભ્યાસ મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં બે હજાર વ્યક્તિઓ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

January 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
godrej-security-solutions-launches-desh-ki-tijori-campaign-with-brand-ambassador-ayushmann-khurrana
વેપાર-વાણિજ્ય

Ayushmann Khurrana: ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના સાથે ‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન લોન્ચ કર્યું

by Hiral Meria October 4, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ayushman Khurrana: ભારતમાં ‘તિજોરી’ની સમાનાર્થી ગણાતી ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સે ( Godrej Security Solutions ) આજે બોલિવૂડ સ્ટાર ( Bollywood star ) અને બ્રાન્ડ એમ્બેસેડર ( Brand Ambassador ) આયુષ્માન ખુરાના ( Ayushmann Khurrana ) સાથે તેમના નવીનતમ કેમ્પેઈન ( campaign ) ‘દેશ કી તિજોરી’ ( Desh Ki Tijori ) લોન્ચ કર્યું હતું. બ્રાન્ડ કે જે ગોદરેજ ગ્રુપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોયસનું ( Godrej & Boyce ) બિઝનેસ યુનિટ છે, તેના પ્લેટફોર્મ સિક્યોર 4.0 દ્વારા નવીનતાઓ અને ટેક સક્ષમ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

‘દેશ કી તિજોરી’ કેમ્પેઈન જણાવે છે કે કેવી રીતે 1902માં ગોદરેજ દ્વારા ભારતમાં બનાવેલ પ્રથમ લોકર નવીનતમ ડિજિટલ લોકર્સ સુધી, આ પ્રોડક્ટ ભારતના ઘરોમાં અનેરું સ્થાન મેળવી ચૂકી છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુસન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું કે કેવી રીતે આજના વિકસતા સમયમાં, જ્યાં એસ્થેટિક્સ અને ઘરની સજાવટ ઘરના માલિકો દ્વારા ઘણી વખત કેન્દ્રસ્થાને હોય છે, ત્યારે કોઈ અઘટિત ઘટના બને તેની પહેલા જ ગ્રાહકોને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના મહત્વ વિશે શિક્ષિત કરવા જરૂરી છે. તે ઉપરાંત, જેમ જેમ સ્માર્ટ હોમ ડિવાઈસનો ટ્રેન્ડ ચાલુ રહે છે, તે જરૂરી છે કે હોમ સિક્યોરિટી બ્રાન્ડ્સ પણ સ્માર્ટ હોમ ટેક્નોલોજી સાથે સક્ષમ હોય, કારણ કે આજે ગ્રાહકો વધુ ટેક-ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ પસંદ કરી રહ્યા છે.

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

 

વાનની અંદર ડિઝાઇન કરાયેલું સ્માર્ટ હોમ હોમ સિક્યોરિટી લોકર, વીડિયો ડોર ફોન, હોમ સિક્યોરિટી કેમેરા અને સીસીટીવી કેમેરા સુધીની સ્માર્ટ હોમ સિક્યોરિટી પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જનું પ્રદર્શન કરે છે. વેનની અંદરનું સ્માર્ટ હોમ એક શક્તિશાળી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે જેનો ઉદ્દેશ્ય ઘરના માલિકોને સ્માર્ટ હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ અપનાવવા અને ઘરની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો છે. 

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે: “એક બ્રાન્ડ તરીકે તેણે માત્ર ભારતીય ઘરોને જ નહીં, પરંતુ બેન્કિંગ, જ્વેલરી, હોસ્પિટાલિટી અને ઘણા મુખ્ય ક્ષેત્રોની સુરક્ષામાં પણ ફાળો આપ્યો છે. અમે સિક્યોર 4.0 અમ્બ્રેલા હેઠળ લોન્ચ કરી રહ્યા છીએ તે અમારા ઇનોવેશન્સના પ્રતિભાવમાં હકારાત્મક પ્રતિસાદ જોઈને મને આનંદ થાય છે. 

ભારતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે, ‘દેશ કી તિજોરી’ પાછળનો વિચાર એક એવી પ્રોડક્ટને પ્રદર્શિત કરવાનો હતો કે જેના પર લોકોએ ઘણા દાયકાઓથી વિશ્વાસ કર્યો છે, અને એવી કેટેગરી કે જે જોખમી લેન્ડસ્કેપને કારણે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસિત થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra News: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ, નાંદેડ બાદ છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં 24 કલાકમાં 18ના મોતથી આરોગ્ય વિભાગમાં મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

આ પહેલના ભાગ રૂપે, અમે અમારી લેટેસ્ટ હોમ સિક્યોરિટી ઈનોવેશન્સ દર્શાવવા માટે ખાસ કરીને “ચાર (4) વાન” ડિઝાઇન કરી છે અને આ વાન મુંબઈથી શરૂ કરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં પ્રવાસ શરૂ કરશે. અમારું લક્ષ્ય ભારતના 100 શહેરોને 100 દિવસથી ઓછા સમયમાં આવરી લેવાનું છે અને હોમ સિક્યોરિટી સ્પેસની અંગે જાગૃતિ ફેલાવવાનું અને અમારા ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવાનું છે”. 

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન આજે અમારી સાથે છે, કારણ કે તેઓ સુરક્ષામાં રોકાણ કરવાના મહત્વ વિશે અને વ્યક્તિની માનસિક શાંતિ અંગે ભારતીય ઘરો સુધી અમારા વિચારોનો પહોંચાડે છે”.

ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સના બ્રાન્ડ એમ્બેસડર અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે “હું ઘણી મુસાફરી કરું છું અને ઘરની બહાર ઘણો સમય વિતાવું છું એટલે હું મારા ઘર અને તેની આસપાસની સુરક્ષાનું મૂલ્ય સંપૂર્ણપણે સમજું છું. ઘણા બધા ભારતીયોની જેમ હું પણ મારા ઘરમાં ગોદરેજ સાથે ઉછર્યો છું. કોઈને કોઈ સ્વરૂપે અને ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સ સાથે સંકળાયેલું હોવું એ ખરેખર સન્માનની વાત છે. મને એક જૂની ‘તિજોરી’ યાદ છે જે મારા પરિવાર પાસે હતી અને તે ઘરની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવાના પ્રતીક તરીકે જોવામાં આવતી હતી. આજે, મને વધુ તકનીકી સક્ષમ અને ડિજિટલી સમજદાર પ્રોડક્ટ્સ જોઈએ છે. મને ખૂબ આનંદ છે કે હું હજી પણ મારા ‘મનની શાંતિ’ માટે ગોદરેજ ‘તિજોરી’ પર વિશ્વાસ કરી શકું છું.  મારી પાસે બાયોમેટ્રિક સ્કેનર્સ સાથેનું ખૂબ જ સરસ ડિજિટલ લોકર છે. આજનું કેમ્પેઈન બરાબર આ જ છે કે તિજોરી અથવા ગોદરેજ હોમ લોકર સતત વિકસિત થઈ રહ્યા છે અને ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ માત્ર અમારા ઘરો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે સતત નવીનતાઓ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તે જોઈને હું ખૂબ જ રોમાંચિત છું કારણ કે ગ્રાહક તરીકે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરના લોકર અને બેંક લોકરને સર્વશ્રેષ્ઠ રીતે સુરક્ષિત કરવામાં આવે!” 

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

નવીનતા અને સુરક્ષા પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ વ્યવસાયો અને વ્યક્તિઓની વિકસતી જરૂરિયાતોને સંબોધતી એડવાન્સ્ડ પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે. સિક્યોર 4.0 એ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ દ્વારા બદલાયેલા જોખમો અંગે જાગૃતિ ફેલાવવા અને શ્રેષ્ઠ સુરક્ષા પગલાં પર અપગ્રેડ કરવા વિશે વપરાશકર્તાઓને જાગૃત બનાવવાની પહેલ છે.

Godrej Security Solutions launches 'Desh Ki Tijori' campaign with brand ambassador Ayushmann Khurrana

Godrej Security Solutions launches ‘Desh Ki Tijori’ campaign with brand ambassador Ayushmann Khurrana

October 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej Group: Godrej company, famous for selling locks, preparation for division- 1.76 lakh crore rupees company valuation…
વેપાર-વાણિજ્ય

Godrej Group: તાળા વેચી વિખ્યાત બનેલી આ કંપનીમાં ભાગલાની તૈયારી! 1.76 લાખ કરોડ રૂપિયા કંપનીનું વેલ્યૂએશન… જાણો શું છે સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 4, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Godrej Group: જ્યારે પણ દેશના અગ્રણી બિઝનેસ હાઉસની વાત આવે છે ત્યારે અંબાણી, ટાટા, બિરલા, ગોદરેજના નામની ગણતરી કરવામાં આવે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે 126 વર્ષ જૂનું ગોદરેજ ગ્રુપ ( Godrej Group ) વિભાજિત ( Divided ) થઈ શકે છે. 1.76 લાખ કરોડના આ કોર્પોરેટમાં બિઝનેસને વહેંચવાની કવાયત શરૂ થઈ ગઈ છે. શું છે મામલો અને કેવી રીતે વિભાજિત થશે આ મહાન કોર્પોરેટ, ચાલો જાણીએ.

કોર્પોરેટનું વિભાજન ( Corporate division ) એટલા માટે પણ ખાસ હોય છે કારણ કે તે પરિવારની સાથે અન્ય ઘણા લોકોનું ભવિષ્ય પણ તેમાં સામેલ હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે મોટા ઉદ્યોગગૃહોના ( industries ) વિભાજનમાં ઘણી ગૂંચવણો હોય છે. જો તમને મુકેશ અંબાણી ( Mukesh Ambani ) અને અનિલ અંબાણી ( Anil Ambani ) વચ્ચેનું વિભાજન યાદ હોય તો તમે આ સમજી શકો છો.

જ્યારે પણ ગોદરેજ ગ્રૂપનું નામ આવે છે, ત્યારે સૌથી પહેલા મનમાં તાળાઓ આવે છે. વાસ્તવમાં 1.76 લાખ કરોડ રૂપિયાના ગોદરેજ ગ્રુપે તાળા વેચીને (Lock ) તેની યાત્રા શરૂ કરી હતી. આ જૂથ, ભારતની સૌથી જૂની કંપનીઓમાંની એક છે, જેની શરૂઆત 5 દાયકા પહેલા કરવામાં આવી હતી. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, હવે આ જૂથના વિભાજનને લઈને વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાટાઘાટો એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઈ છે અને તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

ગોદરેજ ગ્રુપ હાલમાં 5 લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે..

ગોદરેજ ગ્રુપ હાલમાં 5 લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. તેમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ( Godrej Industries) , ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( Godrej Consumer Products ) , ગોદરેજ એગ્રોવેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને લાઇફસાયન્સનો સમાવેશ થાય છે. હાલમાં ગોદરેજ પરિવારમાં બે જૂથ છે. ગોદરેજ ગ્રૂપના વડા આદિ ગોદરેજ ( Adi Godrej ) અને તેમના ભાઈ નાદિર ગોદરેજ ( Nadir Godrej ) ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએટ્સનું નિયંત્રણ કરે છે. જ્યારે ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપનીનું નેતૃત્વ આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ જમદેશ ગોદરેજ અને સ્મિતા કૃષ્ણા ગોદરેજ કરે છે. હવે સમાચાર એ છે કે એન્જિનિયરિંગ, સિક્યોરિટી, એગ્રી, રિયલ એસ્ટેટ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના આ જૂથના વર્ટિકલ્સને વિભાજિત કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai’s Living Statue: ગોલ્ડન મેનના નામે જાણીતા કલાકાર સાથે મુંબઈ પોલીસે કર્યો દુર્વ્યવહાર… વીડિયો થયો વાયરલ..જુઓ શું છે આ સમગ્ર મામલો..

તમને જાણીને નવાઈ લાગશે કે આજે ગ્રુપનું વેલ્યુએશન 1.76 લાખ કરોડ રૂપિયા છે. તે એક સમયે તાળાઓ વેચવા સાથે શરૂ થયું હતું. હવે આ જૂથે તેની પહોંચ એટલી વધારી દીધી છે કે તે લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવી રહ્યું છે. આ જૂથે નાણાકીય વર્ષ 2023 માટે 42,172 કરોડ રૂપિયાની જંગી આવક હાંસલ કરી છે. નફાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો 4000 કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે.

કોઈપણ મોટા બિઝનેસ ડિવિઝનમાં ઘણી ગૂંચવણો છે. ગોદરેજ ગ્રૂપની વાત કરીએ તો અહીં પણ એક સમસ્યા જોઈ શકાય છે. નિષ્ણાતોના મતે, કંપનીની સંપત્તિ G&Bની 3400 એકર જમીનનો મુદ્દો ઉકેલવો મહત્વપૂર્ણ છે. ઇક્વિટી ક્રોસહોલ્ડિંગના કારણે આ જમીનના વિતરણમાં સમસ્યા છે. જો કે, આંતરિક રીતે આ મુદ્દાને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, આને ઉકેલવામાં સૌથી મોટી સમસ્યા તેના મૂલ્યાંકનની છે.

October 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Is plastic waste recycling really making a difference?
વેપાર-વાણિજ્ય

શું પ્લાસ્ટિકના કચરાના રિસાઇકલિંગ થી ખરેખર ફેર પડી રહ્યો છે?

by Dr. Mayur Parikh March 21, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

સિમેન્ટ કિલ્ન્સમાં પ્લાસ્ટિક બાળવું એ સરળ ઉપાય છે. પણ, એ સાચું પ્લાસ્ટિક રિસાઇકલિંગ નથી, કારણ કે તેમાં વર્જિન પ્લાસ્ટીકનું ઉત્પાદન ચાલુ જ રહે છે. શું આપણે પ્લાસ્ટિક રિસાઇકલિંગમાં ખરેખર પ્રગતિ કરી રહ્યા છીએ કે પછી આ પ્રક્રિયામાં નવાં જ પ્રકારની સમસ્યાઓ ઊભી કરી રહ્યા છીએ?

ભારતમાં દર વર્ષે 34 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન થાય છે. આપણે જાણીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ રિસાઇકલિંગ છે, પણ વાસ્તવિકતા ઘણી જટિલ છે. માત્ર ઊંચી મૂલ્યનાં પ્લાસ્ટિકનું જ નવી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સમાં રિસાઇકલિંગ થાય છે, જ્યારે મધ્યમ મૂલ્યનું પ્લાસ્ટિક મોટે ભાગે સિમેન્ટ કિલ્ન્સમાં ઇંધણ તરીકે જાય છે. ઓછાં મૂલ્યનાં પ્લાસ્ટિકની તો વાત ન જ કરીએ તો સારું. આવાં પ્લાસ્ટિકને લેન્ડફિલનાં પહાડોમાં ફેંકી દેવામાં આવે છે, જે ધીમે ધીમે જમીનના નીચેનાં પડ સુધી પહોંચે છે અથવા તો સમુદ્રમાં જાય છે. આમ, મોટો સવાલ એ છે કે આપણે રિસાઇકલિંગને કઈ રીતે ઠીક કરીએ?

વર્ષ 2016થી પ્લાસ્ટિકનાં વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે, પણ આ જ સમયગાળામાં પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન બમણું થયું છે. મિકેનિકલ રિસાઇકલિંગ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક નું પ્રમાણ 65 ટકાથી વધુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફંડનો અભાવ અને ઓછા લોકોને રસ હોવાથી રિસાઇકલિંગ માટેની અન્ય પધ્ધતિઓ ભારતમાં હજુ પ્રાથમિક તબક્કામાં છે. મોટે ભાગે, રિસાઇકલિંગ અંગેની ચર્ચામાં ટેકનોલોજી અને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થતી હોય છે, જાણે કે તે કાર્યક્ષમ રિસાઇકલિંગ આડે અવરોધક હોય. જો કે, મોટા ભાગનાં વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓછો ઉપયોગ થાય છે અને તે ઇષ્ટતમ નથી હોતું. ખરો પડકાર તો મૂળ સ્થાન (સોર્સ)થી પ્રોસેસિંગ સુધી સરળ અને પારદર્શક લિન્ક ઊભી કરવાનો છે. મૂળ સ્થાનેથી જ સેગ્રીગેશન ન થાય અને કચરો લેન્ડફિલ સાઇટ પર જતો રહે પછી રિસાઇકલ્ડ પ્લાસ્ટિક્સની રિકવરી ક્ષમતા જતી કરી શકો છો. ઓછા મૂલ્યનું પ્લાસ્ટિક લેન્ડફિલમાંથી ક્યારેય ઉઠાવી નહીં લેવાય.

આ સમાચાર પણ વાંચો : શું રેલ્વેનું પણ થશે ખાનગીકરણ? રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ

કડક નિયમ પાલન દ્વારા સોર્સ સેગ્રીગેશન કરવાની, સોર્સ અને પ્રોસેસર્સ વચ્ચે કાર્યક્ષમ લિન્કેજ ઊભું કરવાની, કલેક્શન ચાર્જીસ વસૂલવાની (જે અત્યંત વિવાદાસ્પદ અને રાજકીય મુદ્દો છે), રિસાઇકલિંગ ઇકોસિસ્ટમની ક્ષમતા મહત્તમ કરવાનો વ્યૂહ ઘડવાની તથા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને રિસાઇકલિંગ નો જથ્થો અને પ્રકાર માં વધારો કરવાની જરૂર છે.

નવા ઘડવામાં આવેલા ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022’ (PWM) આ દિશામાં પ્રોત્સાહક પગલું છે. હાલમાં બ્રાન્ડ માલિકોએ 100 ટકા કલેક્શન અને રિસાઇકલિંગ કરવું પડે છે, અને હવે પેકેજીંગમાં રિસાઇક્લેબલ પ્લાસ્ટિકનો હિસ્સો વધારવાનું, પેકેજિંગ પ્લાસ્ટિકની જાડાઈ વધારવાનું તથા લેબલિંગ અંગેની ગાઇડલાઇન્સ બહાર પાડવાનું લક્ષ્ય છે, જેનો હેતુ કલેક્શન કાર્યક્ષમતા વધારવાનો છે. જો કે, આ નવી ગાઇડલાઇન્સની સફળતા માટે એકંદર ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂર છે.

અગાઉ જણાવ્યું તેમ રિસાઇકલિંગ હબ્સ કેટલાંક વિસ્તારોમાં કેન્દ્રિત છે, તેથી તેનો ઓછો વપરાશ થાય છે અને સપ્લાય ચેઇન સરળ નથી. બીજું, પ્લાસ્ટિકના રિસાઇકલિંગમાં વધુ ખર્ચ થાય છે અને તે ટકાઉ નથી. વેસ્ટ જનરેટરે થોડો ખર્ચ ઉઠાવવો જોઇએ. પ્લાસ્ટિક રિસાઇકલિંગમાં સૌથી મોટી ચિંતા કલેક્શન અને વેસ્ટ સેગ્રીગ્રેશનના ઊંચા ખર્ચની છે. ઘર, કલેક્શન પોઇન્ટ, પ્રોસેસિંગ અને રિસાઇકલ્ડ મટિરિયલની અંતિમ વહેંચણી સુધીની વેસ્ટ વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલાં દરેક હિતધારકે જવાબદારી ઉઠાવવાની જરૂર છે.

ગોદરેજ ગ્રૂપમાં અમે કેટલાંક સોલિડ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. અમે એ નોંધ્યું છે કે ધરમાં સોર્સ સેગ્રીગ્રેશનમાં સૌથી વધુ સંગઠિત પ્રયાસ કરવાની જરૂર છે. ઘરમાં જ વેસ્ટ સેગ્રીગ્રેશન માટે લોકોની વર્તણુકમાં પરિવર્તન લાવવા લોકોને સમજાવવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે, ત્યાર પછી જ લોકોને તેની આદત પડશે. એક તબક્કે નગરપાલિકાઓએ પણ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનીટરીંગ (અમે અમારાં કેટલાક પ્રોજેક્ટ્સમાં તેનો અમલ કર્યો છે) કરીને સેગ્રીગ્રેશન નહીં કરનાર પાસેથી દંડ વસૂલવાનું વિચારવું જોઇએ. વર્તણુંકમાં ફેરફાર લાવવાની સાથે સાથે આપણે લોકોને ઇલેક્ટ્રિસિટી, વોટર કે ગેસ સપ્લાયની જેમ વેસ્ટ મેનેજમેન્ટને પણ મહત્વની સેવા ગણવા સમજાવવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : વાહન ચાલકો માટે સારા સમાચાર.. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે મોટો ઘટાડો, મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો..

એક કન્સેપ્ટ તરીકે રિસાઇકલિંગ ભારતમાં તેની સંભાવના પૂરી કરે તે સુનિશ્ચિત કરવા માટે વેસ્ટ વેલ્યુ ચેઇનમાં આપણે બધાંએ મહત્વની ભૂમિકા ભજવવાની છે. રિસાઇકલિંગ ઉદ્યોગમાં પુનર્વિચાર કરવાનાં અનેક લાભ છે. કચરાથી ઊભરાતી લેન્ડફિલ સાઇટ ઘટવાથી આપણા સમુદાયને લાભ થશે, હિતધારકો કચરાનું સાતત્યપૂર્ણ અર્થતંત્ર ઊભું કરી શકશે, સરકાર રોજગારી અને આવકનું સર્જન કરી શકશે અને કચરાનાં ક્ષેત્રમાં રોજગારીની તકો ખુલવાથી લોકોને આજીવિકાનો સ્ત્રોત મળશે.. ‘વેસ્ટ- ટુ-વેલ્થ’એ માત્ર એક કલ્પના કે ખ્યાલ નથી, પણ રોકાણ તથા તક માટેનો સાચો કેસ છે.

March 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક