Tag: Good governance

  • Delhi Assembly Elections Result :દિલ્હી ચૂંટણી પરિણામો પર પીએમ મોદીની પ્રતિક્રિયા- કહ્યું ‘સુશાસનનો વિજય થયો, અમે…’

    Delhi Assembly Elections Result :દિલ્હી ચૂંટણી પરિણામો પર પીએમ મોદીની પ્રતિક્રિયા- કહ્યું ‘સુશાસનનો વિજય થયો, અમે…’

    News Continuous Bureau | Mumbai

    Delhi Assembly Elections Result : દિલ્હીમાં ભાજપે જોરદાર એન્ટ્રી કરી છે. 27 વર્ષના વનવાસનો અંત લાવીને, ભાજપે દિલ્હીમાં ભગવો ધ્વજ લહેરાવ્યો છે. દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટી (AAP) ને એવી રીતે નકારી કાઢી કે પાર્ટીના નંબર-1 નેતા અરવિંદ કેજરીવાલ અને નંબર-2 નેતા મનીષ સિસોદિયા પણ ચૂંટણી હારી ગયા. દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત પર પીએમ મોદીએ કહ્યું કે વિકાસ અને સુશાસનનો વિજય થયો છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમે દિલ્હીના વિકાસમાં કોઈ કસર છોડીશું નહીં. આની ખાતરી આપવામાં આવે છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલે હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલે કહ્યું કે અમે હાર સ્વીકારીએ છીએ.

    દિલ્હી ચૂંટણી પરિણામો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડીશું નહીં અને અહીંના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે, આ અમારી ગેરંટી છે.

    Delhi Assembly Elections Result : જનશક્તિ સર્વોપરી…

    પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “જનશક્તિ સર્વોપરી છે! વિકાસ જીત્યો, સુશાસન જીત્યું. ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન! તમે આપેલા પુષ્કળ આશીર્વાદ અને પ્રેમ માટે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. આ સાથે, અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે, જેમણે આ વિશાળ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે અમારા દિલ્હીવાસીઓની સેવા માટે વધુ મજબૂત રીતે સમર્પિત રહીશું.”

    આ સમાચાર પણ વાંચો: Delhi Election Results 2025 : દિલ્હી AAPમાં મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલના સૂપડા સાફ; ભાજપનું કમળ ખીલ્યું..

    Delhi Assembly Elections Result : 70 બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું 

    દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તમામ 70 બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થયું હતું. દિલ્હીમાં 699 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે રાજધાનીમાં ચૂંટણીને AAP, BJP અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા માનવામાં આવી રહી છે. આ ઉપરાંત બસપા અને ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

     

     

     

  • National Panchayat Award 2024:  ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા કરી પુરવાર, રાજ્યની આ પંચાયતને “સુશાસન યુક્ત પંચાયત” શ્રેણીમાં મળ્યું પ્રથમ સ્થાન..

    National Panchayat Award 2024: ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા કરી પુરવાર, રાજ્યની આ પંચાયતને “સુશાસન યુક્ત પંચાયત” શ્રેણીમાં મળ્યું પ્રથમ સ્થાન..

    News Continuous Bureau | Mumbai 

    National Panchayat Award 2024:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત “સુશાસન યુક્ત પંચાયત” શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (ગુજરાત સરકાર)ને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સુશાસનમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો એવા સમયે થયો છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતને મળેલા આ રાષ્ટ્રીય સન્માનને કારણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતના સુશાસન અને વિકાસમાં નવો સીમાચિહ્ન સ્થાપિત થયો છે.

    National Panchayat Award 2024: વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો

    દેશમાં વિકાસના મોડલ તરીકે પ્રખ્યાત ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ અને શહેરોની આધુનિક સુવિધાઓ માટે ઓળખાય છે. પરંતુ, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે કે રાજ્ય સરકાર ( Gujarat Government ) શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને પંચાયત સ્તરે તમામ સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થા સુધારવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. ગુજરાતના ( Bhupendra Patel ) પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.

    ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરે આ વિશેષ સિદ્ધિ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ગ્રામીણ વિકાસ અને ગ્રામ પંચાયતોને ( Good Governance ) આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોમાં વહીવટી પ્રક્રિયાઓમાં ઈ-ગવર્નન્સનું અનુપાલન વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપવા જેવી બાબતોને પ્રાથમિકતા આપી રહી છે. આ માટે રાજ્ય સરકાર, ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં નાગરિક કેન્દ્રિત સેવાઓ પર વધુ ધ્યાન આપી રહી છે, જેના પરિણામે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયત આજે દેશની સૌથી “સુશાસન યુક્ત ગ્રામ પંચાયત” બની ગઈ છે. ગુજરાતને મળેલું આ સન્માન આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.”

    આ સમાચાર પણ વાંચો:  KVS Foundation Day: આજે કે.વી.એસ. સ્થાપના દિવસ, PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં થઈ આ દિવસની ભવ્ય ઉજવણી..

    National Panchayat Award 2024: 45 એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા ₹46 કરોડની રકમ એનાયત

    રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં ( Vavkulli-2 ) 45 એવોર્ડ વિજેતા પંચાયતોને કુલ ₹46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી, જે સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમાંથી દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP)ના 27 વિજેતાઓ માટે સૌથી વધુ ₹20.25 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. 27 વિજેતા પંચાયતોને સંયુક્ત રીતે પ્રાપ્ત થયેલી આ રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

    National Panchayat Award 2024: 9 થીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ગ્રામ પંચાયતોને સન્માન પ્રાપ્ત થયું

    પંચાયતોને 9 વિષયક્ષેત્રમાં તેમની કામગીરીના આધારે રેન્કિંગ અને સન્માન પ્રાપ્ત થયા હતા. તેમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, જળ પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ તેમજ હરિત પંચાયત, આત્મનિર્ભર માળખાકીય સુવિધાઓ યુક્ત પંચાયત, સામાજિક રીતે ન્યાય સંગત અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-મૈત્રીપૂર્ણ પંચાયત, આ 9 વિષયનો સમાવેશ થાય છે.

    National Panchayat Award 2024: રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા શું છે?

    રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા બહુ-સ્તરીય સંરચનામાં આયોજિત કરવામાં આવે છે, જેમાં પંચાયતોનું મૂલ્યાંકન બ્લોક, જિલ્લા, ( Gujarat  ) રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પાયાના સ્તરે ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ પુરસ્કારો માત્ર શ્રેષ્ઠ પ્રણાલીને જ પ્રોત્સાહિત નથી કરતા, પરંતુ પંચાયતોમાં પ્રતિસ્પર્ધાની ભાવના લાવીને ગ્રામીણ સમુદાયોને ગુણવત્તાયુક્ત શાસન અને સેવાઓ પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા પણ આપે છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 માટે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 45 વિજેતા પંચાયતોમાંથી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ કરે છે.

    આ સમાચાર પણ વાંચો:  Mumbai BEST Bus: મુંબઈગરાઓનો જીવ જોખમમાં, બેસ્ટ ડ્રાઈવર બસ રોકીને ખરીદવા ગયો દારૂ, વિડીયો વાયરલ થતા પ્રશાસન આવ્યું હરકતમાં…

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

  • Sardar Patel:  કુશાગ્ર અને દીર્ઘદ્રષ્ટા વહીવટકર્તા સરદાર સાહેબની જન્મજયંતીએ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ જાહેર કરીને સરદાર સાહેબનું અદકેરું ગૌરવ કરતી ગુજરાત સરકાર

    Sardar Patel: કુશાગ્ર અને દીર્ઘદ્રષ્ટા વહીવટકર્તા સરદાર સાહેબની જન્મજયંતીએ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ જાહેર કરીને સરદાર સાહેબનું અદકેરું ગૌરવ કરતી ગુજરાત સરકાર

    News Continuous Bureau | Mumbai

    Sardar Patel: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ( Narendra modi ) સુરાજ્ય-ગુડ ગવર્નન્સની ( Surajya-Good governance ) પરંપરા દ્વારા સામાન્ય માનવી, ગરીબ-વંચિત સૌના કલ્યાણથી સુશાસન એ જ લક્ષ્યનો શાસનભાવ વિકસાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) પ્રધાનમંત્રીશ્રીના આ જ લક્ષ્યની પ્રેરણાથી ગુજરાતમાં ( Gujarat ) ગુડ ગવર્નન્સને ( Good governance ) વેગ આપતું આગવું કદમ ઉઠાવ્યું છે.

    મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટીવ આઈડિયાઝ-વિચારોની ઊર્જાના વિનીયોગ માટે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે.

    રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો-એક્ટિવ પ્રો-પીપલ ગવર્નન્‍સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલા આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ( Sardar Patel Good Governance CM. Fellowship Program )  માટે યુવાઓ પાસેથી આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરાશે.

    આ ફેલોશીપની સમાયાવધિ એક વર્ષની રાખવામાં આવી છે તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક રૂ. ૧ લાખનું મહેનતાણું પણ સરકાર આપશે.

    રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી પ્રોજેક્ટસના સફળ અમલીકરણમાં નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા સુધારણા માટે આ ફેલો યુવાઓની જ્ઞાન સંપદાનો ઉપયોગ કરાશે.

    આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટસમાં મુખ્યત્વે પી.એમ. પોષણ યોજના, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક્સમાં આ યોજના અન્વયે અપાતા ભોજન-પોષણયુક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારણા તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રૂચી કેળવવા જેવી બાબતો આવરી લેવાઇ છે.

    આ ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવો, નર્મદાના જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગ, હેરિટેજ, વાઇલ્ડ લાઇફ, બિચ ટુરીઝમને પ્રમોટ કરવા અને શહેરી તથા ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાના રિસાયકલિંગના આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.

    ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ માં વિશ્વ ખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે. IIM-અમદાવાદના ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

    ફેલોશીપ માટે આવેલી અરજીઓ સાથેના વ્યક્તિગત આવેદનનાં મૂલ્યાંકન, અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂ તેમજ ત્યારબાદ ફેલો યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ સેવાઓ આપવાની છે.

    એટલું જ નહીં, ફેલોના કાર્યકાળ દરમિયાન ફેલો દ્વારા કરવામાં આવેલ કામગીરીના ઇવેલ્યુએશનમાં પણ IIM, અમદાવાદના તજજ્ઞોનો સહયોગ લેવામાં આવશે અને કાર્યકાળ પૂર્ણ થયા પછી ફેલોને ગુજરાત સરકાર અને IIM, અમદાવાદ સંયુક્ત સર્ટિફિકેટ પણ આપશે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની નીતિઓના ઘડતર, સેવા વિષયક બાબતો, જન કલ્યાણ યોજનાઓ વગેરેમાં નવિન અને અસરકારક અભિગમોના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાવેલા સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામને તેમના માર્ગદર્શનમાં આગળ ધપાવતા હવે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ શરૂ કરવાની દિશા લીધી છે.

    વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રની મહત્વપૂર્ણ વિકાસ અને જનહિત યોજનાઓના અમલીકરણમાં તજજ્ઞોના અનુભવ જ્ઞાનના સહયોગની શરૂ કરેલી નવતર પરંપરા ગુજરાતમાં આ ‘સી.એમ. ફેલોશીપ’ માં પણ અપનાવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Apple alert: વિપક્ષી નેતાઓના ફોન હેકિંગના મામલે Apple કંપનીએ આપી સ્પષ્ટતા, અશ્વિની વૈષ્ણવે પણ કરી આ મોટી વાત..

    રાજ્યના હોનહાર યુવાઓને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થવાની છે. ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’માં ૬૦ કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને ૩૫ વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે. 

    રાજ્ય સરકાર આવા પસંદ થયેલા સી.એમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટસ હાથ ધરાશે. આ યુવાઓના ઇનોવેટિવ વિચારો, આગવું કૌશલ્ય તથા નવ યુવાઓની ઉર્જા-ચેતના સરકારના જનહિત કાર્યોમાં ઉપકારક બનશે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતાને ગુજરાતમાં વધુ વેગવંતા બનાવવાની નેમ સાથે આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ જાહેર કર્યો છે.

    સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે આગવી કુનેહ, કોઠાસૂઝ અને કુશાગ્ર વહીવટકર્તા તરીકે સ્વતંત્રતા બાદ રજવાડાઓનું વિલીનીકરણ કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે સિવીલ સર્વિસીસ ક્ષેત્રને પણ આપણા પોતાના બંધારણને અનુરૂપ ઢાંચો અને ઓપ આપીને દેશમાં વહીવટી સુધારણાથી સુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે સરદાર સાહેબની જન્મજયંતીએ આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાતથી સરદાર સાહેબનું યથોચિત ગૌરવ સન્માન કર્યું છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિભાવંત યુવાશક્તિને આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત માટે યુવાશક્તિ માટે પ્રતિભા નિખાર, બૌદ્ધિક કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની તક આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ થી મળશે.

    આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi on PM Modi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંભળાવી રાજા અને પોપટની કહાની, ગૌતમ અદાણીને લઈને સાધ્યું મોદી સરકાર પર નિશાન..