• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - gorakhpur
Tag:

gorakhpur

Railway News Sabarmati-Gorakhpur-Sabarmati Express train restored
રાજ્ય

Railway News : મુસાફરોની સુવિધામાં વધારો.. સાબરમતી-ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પુનઃસ્થાપિત

by kalpana Verat April 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Railway News : પૂર્વોત્તર રેલવે ના કુસ્મહી -ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો ની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, ટ્રેન સંખ્યા 19409/19410 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ, જે અગાઉ રદ સૂચિત કરવામાં આવી હતી, હવે મુસાફરોની સુવિધા માટે, આ ટ્રેનને રીશેડ્યૂલ સમય ની સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે: 

  1. 17, 19, 24, 26 એપ્રિલ અને 1 મે 2025ના રોજ ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આ ટ્રેન સાબરમતી થી 4 કલાક રીશેડ્યુલ રહેશે અને 24, 26 એપ્રિલ અને 1 મે 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ બસ્તી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને બસ્તી-ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 
  2. 19,21, 26, 28 એપ્રિલ અને 3 મે 2025 ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ને પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને 26, 28 એપ્રિલ અને 3 મે 2025 ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ બસ્તી સ્ટેશન થી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ગોરખપુર-બસ્તી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..

યાત્રીઓ ને વિંનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનો ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Express Train Ahmedabad-Gorakhpur Express of June 26 will run on altered route
અમદાવાદરાજ્ય

Express Train : 26 જૂનની અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

by Hiral Meria June 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Express Train :  નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં ભટની-ઓરીહર સેક્શનના કીડિહરાપુર-બેલથરા રોડ સ્ટેશનો વચ્ચે પેચ  ડબલિંગ માટે નૉન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ( Ahmedabad-Gorakhpur Express ) પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-

26 જૂન 2024ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) દોડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વારાણસી-મઉ-ભટની-ગોરખપુર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-ગોરખપુર ( Gorakhpur  ) થઈને દોડશે. આ ટ્રેન મઉ, ભટની અને દેવરિયા સદર સ્ટેશને નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૫ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A one-way special train will run between Ahmedabad and Gorakhpur on June 9
રાજ્યઅમદાવાદ

Western Railway: 9 જૂન ના રોજ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

by Hiral Meria June 7, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ( Ahmedabad ) અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન ( Special train ) વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Western Railway: ટ્રેન નંબર 09461 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ (એક ફેરો)

ટ્રેન નંબર 09461 અમદાવાદ-ગોરખપુર ( Gorakhpur ) સ્પેશિયલ 9 જૂન, 2024 રવિવારના રોજ અમદાવાદથી 15.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.00 કલાકે ગોરખપુર પહોંચશે.

આ સમાચાર  પણ વાંચો: ECI : ECIએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હિંસા મુક્ત મતદાન સમર્પિત કર્યું.

માર્ગમાં, આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, નિશાતપુરા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, મનકાપુર અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09461 નું બુકિંગ 07 જૂન 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થયેલ છે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનની સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway News Western Railway will run a special train between Ahmedabad and Gorakhpur
અમદાવાદ

Railway News : મુસાફરોને નહીં થાય હેરાનગતિ, પશ્ચિમ રેલવે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે દોડાવશે વિશેષ ટ્રેન, જાણો સમયપત્રક

by kalpana Verat April 16, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ રેલ્વે ( Western Railway ) એ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Railway News : ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ)

ટ્રેન નંબર 09403 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ અમદાવાદ થી બુધવાર, 17 એપ્રિલ, 2024ના રોજ સવારે 09:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:00 કલાકે ગોરખપુર  પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09404 ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ગોરખપુરથી ગુરુવાર, 18 એપ્રિલ 2024 ના રોજ 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:40 કલાકે અમદાવાદ પહોંચશે.

Railway News :  બંને દિશામાં ટ્રેન આ સ્ટેશનો પર રોકાશે

માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે.

ટ્રેન નંબર 09403 નું બુકિંગ 16 એપ્રિલ, 2024 થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થાય છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.
રાજ્ય

Railway News : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. પૂર્વોત્તર રેલવેમાં હાથ ધરાશે બ્લોક, આ બે ટ્રેનને અસર થશે..

by Akash Rajbhar August 10, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Railway News : પૂર્વોત્તર રેલવે વારાણસી મંડળ ના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને(block) કારણે અમદાવાદ(Ahmedabad)–ગોરખપુર(Gorakhpur) એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર વિશેષ ટ્રેનોને અસર થશે. જેની સૂચિ નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:-

તારીખ 11, 18 અને 25 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ એક્સપ્રેસ રદ્દ રહેશે.

તારીખ 14, 21 અને 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભાગલપુર થી ઉપડતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ(express) રદ્દ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Skin Care : ચંદનના પાવડરમાં આ એક વસ્તુ મિક્સ કરો અને ફેસ પર લગાવો, ચહેરો ખીલી ઉઠશે અને ડાઘા થઇ જશે દૂર..

શોર્ટ ટર્મિનેટેડ/ શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો:-

તારીખ 23, 27 અને 29 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટેડ (સમાપ્ત) થશે. અને ભટની અને ગોરખપુર વચ્ચે રદ્દ રહેશે.

તારીખ 24, 28 અને 30 ઓગસ્ટ 2023ના રોજ ગોરખપુર થી ઉપડતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભટની જંકશન સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટેડ (શરૂઆત) થશે. અને ગોરખપુર અને ભટની જંકશન વચ્ચે રદ્દ રહેશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

August 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway will run a one-way special train between Ahmedabad and Gorakhpur on July 9
અમદાવાદ

Western Railway : પશ્ચિમ રેલવે આ તારીખના રોજ દોડાવશે અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન, જાણો ટિકિટ બુકિંગ ની તમામ વિગતો..

by Akash Rajbhar July 8, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

ટ્રેન નંબર 09493 અમદાવાદ-ગોરખપુર વન-વે સ્પેશિયલ ટ્રેન

Western Railway : ટ્રેન નંબર 09493 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ(Special Train) 09 જુલાઈ 2023 (રવિવાર)ના રોજ અમદાવાદથી(Ahmedabad) 09:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) 17:30 કલાકે ગોરખપુર પહોંચશે. માર્ગમાં આ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, દૌસા, બાંદિકૂઇ, ભરતપુર, અછનેરા, મથુરા, હાથરસ, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલિલાબાદ સ્ટેશનો પર રોકાશે.

ટિકિટ બુકિંગ

ટ્રેન નંબર 09493 નું બુકિંગ 06 જુલાઈ, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઇ ગયું છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સારો વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ, સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો…

July 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi flags off Gorakhpur-Lucknow, Jodhpur-Ahmedabad Vande Bharat Express trains
દેશ

Vande Bharat: પીએમ મોદીએ ગોરખપુર રેલ્વે સ્ટેશનથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, જાણો સંપૂર્ણ રૂટ અને સમયપત્રક..

by Dr. Mayur Parikh July 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Vande Bharat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ આજે ગોરખપુર રેલવે સ્ટેશન (Gorakhpur Railway Station) થી ગોરખપુર-લખનઉ (Lucknow-Gorakhpur Vande Bharat Express Train) અને જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ (Jodhpur-Ahmedabad Vande Bharat Express Train) ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ દરમિયાન તેમણે રૂ. 498 કરોડના ગોરખપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

PM Narendra Modi flanked by UP CM Yogi Adityanath flagging off Vande Bharat Express train from Gorakhpur to Lucknow @NewIndianXpress @santwana99 @Shahid_Faridi_ @TheMornStandard pic.twitter.com/ppnQy9aFyC

— Namita_TNIE (@Namita_TNIE) July 7, 2023

ગીતા પ્રેસના શતાબ્દી સમારોહ (Centenary celebrations of Gita Press) ના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી આજે ગોરખપુર પહોંચ્યા હતા. આ પછી પીએમ મોદીએ સૌથી પહેલા ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશનથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા જોધપુરથી અમદાવાદ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ને લીલી ઝંડી આપી. આ બે ટ્રેનો સહિત હવે દેશમાં લગભગ 50 વંદે ભારત ટ્રેનો છે.

ટિકિટ બુકિંગ શરૂ

અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વેએ ગુરુવારથી જ ગોરખપુર-લખનઉ વંદે ભારત ટ્રેન માટે ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે. IRCTC શતાબ્દી એક્સપ્રેસ જેવી વૈકલ્પિક કેટરિંગ સેવાઓ હેઠળ મુસાફરોને ચા નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા પૂરી પાડશે. તેમણે કહ્યું કે 02549 વિશેષ વંદે ભારત ટ્રેન ગોરખપુરથી તેના ઉદ્ઘાટન બાદ લખનઉ જંક્શન પહોંચશે. આ મુસાફરી દરમિયાન, ટ્રેન સહજનવા, ખલિલાબાદ, બસ્તી, બભનાન, માનકાપુર, અયોધ્યા અને બારાબંકી રેલવે સ્ટેશન પર રોકાશે.

આ સમાચાર પણ વાંચો : Bal Sansad : નાની વયે જ બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપવા સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ, દર વર્ષે યોજાય છે ચૂંટણી

સમય અને ભાડું

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોરખપુરથી લખનૌની મુસાફરી માટે મુસાફરોએ ચેર કાર માટે લગભગ 724 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કાર માટે લગભગ 1470 રૂપિયા ચૂકવવા પડશે. તેમણે કહ્યું કે રેલવે બોર્ડે ભોજન, નાસ્તો અને ચા વગેરેની કિંમત પણ નક્કી કરી છે.

આ ટ્રેન 9મી જુલાઈથી ગોરખપુર અને લખનૌ વચ્ચે નિયમિત દોડશે. તેમાં સાત ચેર-કાર અને એક એક્ઝિક્યુટિવ-કાર સહિત આઠ કોચ છે અને કુલ 556 લોકોને લઈ જઈ શકે છે. વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર નિયમિત કામગીરી શરૂ થયા બાદ વંદે ભારત ટ્રેન માત્ર બસ્તી અને અયોધ્યામાં જ ઉભી રહેશે. મુસાફરો આ સ્ટેશનોના કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકે છે. ટ્રેન ઓપરેશનલ હોલ્ટ માટે માનકાપુર લેવલ ક્રોસિંગ પર પણ ઉભી રહેશે.

આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ 2 કલાકની બચત થશે. આ ટ્રેન ગોરખપુરથી સવારે 06:05 વાગ્યે ઉપડશે અને 10:20 વાગ્યે લખનૌ પહોંચશે અને સાંજે 7:15 વાગ્યે લખનૌથી ગોરખપુર પરત ફરશે.

જોધપુર-સાબરમતી વંદે ભારત

અધિકારીઓએ જણાવ્યું હતું કે જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોધપુર, આબુ રોડ, અમદાવાદ જેવા પ્રખ્યાત સ્થળો સાથે પરિવહન જોડાણમાં સુધારો કરશે અને પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કર્યો હતો. અધિકારીઓએ માહિતી આપી હતી કે સ્ટેશનને લગભગ રૂ. 498 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે, જે વિશ્વ સ્તરની મુસાફરોની સુવિધાઓ પૂરી પાડશે.

ગોરખપુરમાં કાર્યક્રમો પૂરા કર્યા પછી, પીએમ મોદી વારાણસી જવા રવાના થશે જ્યાં તેઓ જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 12,100 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

July 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપની બલ્લે બલ્લે, સીએમ યોગી ગોરખપુરમાં આટલા વોટથી આગળ; બસપા અને કોંગ્રેસના સૂપડાં સાફ

by Dr. Mayur Parikh March 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી સ્પષ્ટ દેખાઇ રહી છે

ગોરખપુરમાં ભાજપના યોગી આદિત્યનાથ 13મા રાઉન્ડમાં 44430 મતોથી આગળ છે.

આ બેઠક પર અત્યાર સુધી આદિત્ય નાથને 65,805, સપાના ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત શુક્લાને 21,375, ખ્વાજા શમસુદ્દીનને 3,984, કોંગ્રેસના ડોક્ટર ચેતના પંડ્યાને  1207 મત મળ્યા છે 

યોગી સરકારમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થનારા ત્રણ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે 

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી નીલકંઠ તિવારી તેમની દક્ષિણ વારાણસી સીટ પર પાછળ ચાલી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :  ‘આપ’ની આંધીમાં પૂર્વ પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહનુ સામ્રાજ્ય પણ ધ્વસ્ત, આ બેઠક પરથી હાર્યા; જાણો વિગતે

March 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વડાપ્રધાન મોદીએ ગોરખપુરને આપી ડબલ ભેટ, આટલા કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું કર્યું લોકાર્પણ, જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

વડાપ્રધાન મોદી ગોરખપુરમાં ૧૧૨ એકર ક્ષેત્રમાં ફેલાયેલી છૈંૈંસ્જીનું પણ ઉદ્ધાટન કર્યુ. વર્ષ ૨૦૧૬માં ઁસ્ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેની સમકક્ષ, ૈંઝ્રસ્ઇ નું પ્રાદેશિક કેન્દ્ર પણ મ્ઇડ્ઢ મેડિકલ કોલેજ, ગોરખપુરમાં પૂર્ણ થયું છે. મોદીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યાં યુરિયા ૬૦-૬૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. તે જ સમયે, યુરિયા પણ ભારતમાં સસ્તું વેચાઈ રહ્યું છે. એ જ રીતે ભારત ખાદ્યતેલ ખરીદવા માટે કરોડો રૂપિયા વિદેશમાં મોકલે છે. ભારત કાચા તેલ પર પણ ૫-૭ લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. અમે ઇથેનોલ અને બાયોફ્યુઅલ પર ભાર મૂકીને આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં બાયોફ્યુઅલ બનાવવા માટે ઘણી ફેક્ટરીઓમાં કામ ચાલી રહ્યું છે.નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. ઁસ્ લગભગ ૯,૬૦૦ કરોડના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ પ્રોજેક્ટ્‌સમાં સૌથી મહત્વપૂર્ણ ગોરખપુરની ખાતર ફેક્ટરી છે, જેની કુલ કિંમત ૮૬૦૩ કરોડ છે. આ સિવાય ઁસ્ મોદીએ ગોરખપુરમાં છૈંૈંસ્જી અને ઇસ્ઇઝ્રના ટેસ્ટિંગ સેન્ટરનું પણ ઉદ્‌ઘાટન કર્યું. મોદીએ ગોરખપુરની ખાતર ફેક્ટરીનું ઉદ્ધાટન કર્યુ તે ૬૦૦ એકર વિસ્તારમાં બનેલી ખાતર ફેક્ટરીમાં ૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન કરશે. ઁસ્ નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં ખાતરની ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો અને આ ફેક્ટરી નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થઈ ગઈ છે. મોદીએ લગભગ ૬૦૦ એકર વિસ્તારમાં હિન્દુસ્તાન ફર્ટિલાઇઝરના નામે બનેલી આ ફેક્ટરીને આજે રાષ્ટ્રને સમર્પિત કરી. જેમાં ૧૨ લાખ મેટ્રિક ટનથી વધુ યુરિયાનું ઉત્પાદન થશે. આનાથી આ વિસ્તારના ખેડૂતોને ફાયદો તો થશે જ, સાથે સાથે રોજગારીની સંભાવનાઓને આગળ વધારવામાં પણ તે મોટી ભૂમિકા ભજવશે.

ભારત : નાગાલેન્ડમાં 14 નાગરિકોનાં મોત બદલ સૈન્ય ટુકડી સામે પોલીસે કરી આ કાર્યવાહી. જાણો વિગતે  

December 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક