Tag: Government Initiative

  • Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો

    Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો

    News Continuous Bureau | Mumbai

    Atal Bhujal Yojana: જળ એ જીવન છે’ના મંત્રને ચરિતાર્થ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. 

    પ્રથમ તબક્કામાં દેશમાં ગુજરાત સહિત વિવિધ ૭ રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને નીચે જતું અટકાવવું અને તેનું સ્તર ઊંચુ લાવવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુસાશન દિવસ તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ‘અટલ ભૂજલ યોજના’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજનાના અમલીકરણના પરિણામે ગુજરાતમાં પસંદગી કરાયેલા ૬ જિલ્લાઓના ૩૬ તાલુકામાં  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં તેમજ જળ સંચયના લોક ભાગીદારીના  સંયુક્ત પ્રયાસોથી કેટલાક વિસ્તારમાં  ભૂગર્ભ જળ સ્તરમાં ૦૪ મીટર સુધી  અને તેના કરતાં વધુ ઊંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે તેમ, જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું

    ‘અટલ ભૂજલ યોજના’ કેવી રીતે કામ કરે? 

    આ યોજના હેઠળ ૧,૮૭૩ ગ્રામ પંચાયતો માં પાણીના સંચાલન માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો: CREDAI Change of Guard Ceremony-2025 : મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-૨૦૨૫’ યોજાઈ

    ભૂગર્ભ જળ સ્તર માં નોંધપાત્ર વધારો 

    વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ (2015-2023) દરમિયાન પ્રી-પોસ્ટ મોનસૂન સરેરાશ વોટર લેવલની તુલનામાં વર્ષ ૨૦૨૪માં વધારો જોવા મળ્યો છે.

    સરકારના મોનિટરિંગ પ્રયાસો 

    ૩,૦૬૦ મોનિટરિંગ સ્ટેશન પર ભૂગર્ભ જળ સ્તર અને ગુણવત્તા માટે નિયમિત મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે

  • Millet festival: પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનો તરફ વધ્યો ઝુકાવ, સુરતમાં આયોજિત બે દિવસીય મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મળ્યો બહોળો પ્રતિસાદ

    Millet festival: પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનો તરફ વધ્યો ઝુકાવ, સુરતમાં આયોજિત બે દિવસીય મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મળ્યો બહોળો પ્રતિસાદ

    News Continuous Bureau | Mumbai

    • ‘મિલેટ્સ મહોત્સવ- પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’
    • પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ઉત્પાદનો તરફ ઝુકાવ વધ્યો: ૩૩ સ્ટોલમાંથી રૂ.૧૨.૩૫ લાખના ઉત્પાદનોનું વેચાણ

    Millet festival: પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરીને સ્વસ્થ રહે તેમજ ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરતા થાય તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા.૮ અને ૯મી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ યોજાયો હતો.

    Millet festival Increased inclination towards natural farming and natural products
    Millet festival Increased inclination towards natural farming and natural products

     

     

     

     

     

     

     

     

    Millet festival: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લા મૂકાયેલા આ મહોત્સવમાં સુરત સહિતના દ. ગુજરાતના જિલ્લાઓમાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ મિલેટ્સ પાકો અને તેમાંથી તૈયાર ઉત્પાદનો, શાકભાજી, ફળફળાદિના પ્રદર્શન તેમજ વેચાણ માટેના ૭૧ સ્ટોલમાંથી સુરતીઓએ બહોળા પ્રતિસાદ સાથે ખરીદી કરી હતી. પ્રથમ દિવસે રૂ. ૮.૭૮ લાખ અને બીજા દિવસે રૂ. ૧૯.૪૯ લાખનું વેચાણ થયું હતું. જે પૈકી ૩૩ જેટલા માત્ર પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સમાંથી રૂ.૧૨.૩૫ લાખનું વેચાણ નોંધાયું હતું.

    આ સમાચાર પણ વાંચો:  Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણી માટે તૈયારીઓ થઇ પૂર્ણ, વોર્ડ નં. ૧૮ની ચૂંટણી આ તારીખે થશે

    Millet festival Increased inclination towards natural farming and natural products
    Millet festival Increased inclination towards natural farming and natural products

     

     

     

     

     

     

     

     

     

     

    આ મહોત્સવ દ્વારા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળ્યો હતો. પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોની રૂચિમાં વધારો જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના ઉમદા આયોજનો કરીને ખેડૂતોને સશક્ત બનાવવાના નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

  • National Girl Child Day : આજે છે રાષ્ટ્રીય કન્યા દિવસ, જાણો ક્યારથી થી થઇ હતી આ દિવસની શરૂઆત.. 

    National Girl Child Day : આજે છે રાષ્ટ્રીય કન્યા દિવસ, જાણો ક્યારથી થી થઇ હતી આ દિવસની શરૂઆત.. 

    News Continuous Bureau | Mumbai

    National Girl Child Day :  ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કન્યા દિવસ ઉજવવામાં આવે છે.  24 જાન્યુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધીએ મહિલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી. આ માટે 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2008માં મહિલા કલ્યાણ તેમજ બાળ વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવી હતી. કારણ કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયુ હતુ કે એક મહિલા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી બદલાવા હતો.

    આ સમાચાર પણ વાંચો:  U Thant : 22 જાન્યુઆરી 1909 ના જન્મેલા થાંટ બર્મી રાજદ્વારી અને બર્માના પ્રથમ વડા પ્રધાન યુ નુના નજીકના મિત્ર હતા..