• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - government school
Tag:

government school

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission
અમદાવાદ

Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

by kalpana Verat April 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai   

Ahmedabad News: 

  • સરકારી સ્કૂલ ચલે હમ : થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી ‘થલતેજ અનુપમ શાળા – ૨’માં વાલીઓની એડમિશન માટે પડાપડી – વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડ્યું
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વાલીઓનો ધસારો
  • અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૧ વર્ષમાં કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અહેવાલ : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

‘સરકારી સ્કૂલોમાં એડિશમન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – ૨ એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આ બાબતોને ધ્યામાં રાખીને આ વર્ષે થલતેજ અનુપમ શાળા – ૨માં વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓની લાંબી લાઇનો તો જોવા મળી, સાથો-સાથ આ વર્ષે સ્કૂલ દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission

 

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલિમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે નામાંકન સર્વે મુજબ બાળકોની સંખ્યાની વાત કરીએ તો, બાળવાટિકામાં પ્રવેશપાત્રની બાળકોની સંખ્યા ૮૨૫૫ તેમજ ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૧૫૦૧ છે, આમ કુલ ૯૭૫૬ પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા છે.

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission

 

રાજ્ય સરકાર બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે રાજ્ય સરકારે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કરીને નવા આયામો સાથે લાખો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષિત કરી રહી છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે, ક્વોલિફાઇડ શિક્ષકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. થલતેજ અનુપમ(સ્માર્ટ) પ્રાથમિક શાળા નંબરમાં ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૪, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૯ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના છેલ્લાં ૧૧ વર્ષના આંકડા જોઇએ તો, કુલ ૫૫,૬૦૫ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે. જેમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૧૫ તેમજ ૨૦૨૪-૨૦૨૫માં ૪૩૯૯ જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  LPG Gas Cylinder : હવે તમારા ઘરે નહીં પહોંચે ગેસ સિલિન્ડર, એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ઉતરી શકે છે હડતાળ પર, જાણો કારણ

આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.

Ahmedabad News: Ahmedabad Government School In Demand In Admission

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નીતિઓને કારણે પણ વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે. એટલું જ નહીં, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે-અઢી દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૫ અંતર્ગત મહત્તમ આયોમોનો સમાવેશ કરવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની શાળાઓમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની ૨૧૪ શાળાઓમાં નાની-મોટી માળખાકિય સુવિધા યુક્ત કામગીરી ચાલી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શાળાઓનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, અંદાજિત ૧૮ જગ્યાઓ પર નવી સ્કૂલોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર ભિક્ષાવૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલી રહ્યું છે.

આમ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના ઉપક્રમે આ પ્રકારની માળખાકિય સુવિધાયુક્ત શિક્ષણ, ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમયની સાથે ખભે થી ખભો મિલાવીને જરૂરી તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ બાબતોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ પ્રત્યે વધ્યો છે. આગામી સમયમાં જે વિશ્વાસ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મૂક્યો છે તેને પૂર્ણ કરવામાં સ્કૂલ બોર્ડ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chhattisgarh News Brahma And Vishnu Not God Government School Head Master Converted Hindu Dharma Student
રાજ્ય

Chhattisgarh News: બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નહીં માનીએ… સરકારી શાળામાં હેડ માસ્તરનું ધર્માંતરણ કરતો વીડિયો થયો વાઈરલ, પોલીસે કરી કડક કાર્યવાહી..

by kalpana Verat January 29, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Chhattisgarh News:છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.  મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ  અહીં બિલાસપુરમાં એક મુખ્ય શિક્ષક ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પછી, પોલીસે મુખ્ય શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી છે.

જુઓ વિડીયો 

सरेआम-खुलेआम मैं ब्रह्मा विष्णु महेश को……

सरकारी स्कूल के हेडमास्टर ने कराया धर्मान्तरण। हिंदू देवी देवताओं को नहीं मानने की दिलाई शपथ। हेड मास्टर रतन लाल सरोवर ने हिंदू देवी-देवताओं के खिलाफ दिलाई अभद्र शपथ। बिलासपुर के शासकीय स्कूल का मामला। 22 जनवरी को अयोध्या में राम… pic.twitter.com/m0IO4c5nr6

— Shubham Shukla (@ShubhamShuklaMP) January 29, 2024

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 27 જાન્યુઆરી 2024નો હોવાનું કહેવાય છે. જેમાં બિલાસપુર બિલહા બ્લોકની એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં ન માનવાની અને તેમની પૂજા ન કરવાના શપથ લેવડાવતા જોવા મળે છે.

હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો

વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. સંગઠનોએ મુખ્ય શિક્ષકના પૂતળાનું દહન કરી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત રતનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

મહત્વનું છે કે હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મુખ્ય શિક્ષકનું પૂતળું બાળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે  આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. આ પછી બિલાસપુર વિસ્તારમાં હિંદુ સંગઠનો દ્વારા વિરોધનો અંત આવ્યો.

આ સમાચાર પણ વાંચો : Delhi: દિલ્હીમાં DRI એ આટલા કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદી જપ્ત કરી… દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ.. જુઓ વિડીયો..

કમિટી બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. 

જિલ્લા શિક્ષણ અધિકારીએ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા અને આ બાબતે તપાસ કરવાના આદેશો જારી કર્યા છે. આજે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી તપાસ પૂર્ણ કરીને બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકને ચાર્જશીટ જારી કરવામાં આવશે અને તેનો જવાબ માંગવામાં આવશે, તેના આધારે કમિટીની તપાસ આગળ વધશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bar girls dance in maharajganj government school show cause notice given to headmaster
રાજ્ય

સ્કૂલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો સામે આવતા જ હોબાળો મચી ગયો, પ્રિન્સિપાલ ખરાબ રીતે ફસાયા

by Dr. Mayur Parikh December 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની કમ્પોઝિટ સ્કૂલમાં ઓર્કેસ્ટ્રા પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતી ડાન્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. લક્ષ્મીપુર ડેવલપમેન્ટ બ્લોકના સોંઢી ગામમાં આવેલી સરકારી શાળામાં ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ શાળાના આચાર્ય સહિત શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે… તે આગળ કહે છે કે સરકારનો નિયમ છે કે શાળા કે કેમ્પસમાં લગ્ન કે કોઈ પણ શુભ કાર્યક્રમનું આયોજન ન કરવું જોઈએ. હવે આ કેસમાં પાયાના શિક્ષણાધિકારી દ્વારા મુખ્ય શિક્ષક સામે નોટિસ ફટકારવામાં આવી છે.

શાળાના ઓર્કેસ્ટ્રામાં ડાન્સરે હંગામો મચાવ્યો

હકીકતમાં નિયમો અને નિયમોને બાયપાસ કરીને, ગત 4 ડિસેમ્બરના રોજ, આ શાળાના પરિસરમાં લગ્ન દરમિયાન એક ઓરકેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓર્કેસ્ટ્રા પર ડાન્સરના ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ બેસીને ડાન્સની મજા માણી હતી. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે એક ડાન્સર સ્કૂલના પ્રાંગણમાં અશ્લીલ ગીતો પર જોરદાર ડાન્સ કરી રહી હતી અને લોકો તે ડાન્સની મજા માણી રહ્યા હતા. જે લોકોએ ઓરકેસ્ટ્રાનું આયોજન કર્યું હતું અને ઓર્કેસ્ટ્રામાં અશ્લીલ ગીતો જોયા હતા તેઓએ જરા પણ વિચાર્યું ન હતું કે આ શાળાનું પરિસર છે અને વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવે છે.

આ સમાચાર પણ વાંચો: ‘ખેલ-તમાશો થયો?’ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતની જીત પર પીએમ મોદીને આપ્યા અભિનંદન, સવાલો પણ ઉઠાવ્યા

BSAએ શાળાના આચાર્યને નોટિસ મોકલી

વીડિયો વાયરલ થવાને કારણે ઓરકેસ્ટ્રાનું આયોજન કરનારા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વિડીયો વાયરલ થતાની સાથે જ શિક્ષણ વિભાગે ઉતાવળે મુખ્ય શિક્ષકને કારણ બતાવો નોટીસ ફટકારી છે. આ મામલે મુખ્ય શિક્ષક લાલચંદ ગુપ્તા કહે છે કે તે દિવસે તેઓ રજા પર હતા અને શાળાની ચાવી ગામના રસોઈયા પાસે હતી. BSA આશિષ સિંહે જણાવ્યું કે શાળા પરિસરમાં કોઈપણ કાર્યક્રમ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ ઘટના અંગે સંબંધિત મુખ્ય શિક્ષક સામે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.

December 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક