• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - governor
Tag:

governor

CP Radhakrishna: એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કરાયું, જાણો તેમના વિશે મુખ્ય બાબતો
શહેરMain PostTop Post

CP Radhakrishna: એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કરાયું, જાણો તેમના વિશે મુખ્ય બાબતો

by Dr. Mayur Parikh August 18, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  
NDA (એનડીએ) દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan) ના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) એક અનુભવી નેતા તરીકે ઓળખાતા રાધાકૃષ્ણનનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે વર્ષો જૂનો સંબંધ રહ્યો છે. મૂળ તમિલનાડુના વતની એવા રાધાકૃષ્ણન દક્ષિણ ભારતમાં પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે અનેક રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે.

રાધાકૃષ્ણનનો રાજકીય અને વહીવટી અનુભવ

સી.પી. રાધાકૃષ્ણન, જેમની વય હાલમાં ૬૮ વર્ષ છે, તેમનો રાજકીય અને વહીવટી અનુભવ ઘણો વ્યાપક છે. તેઓ અનેક રાજ્યોના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૪ સુધી તેઓ ઝારખંડના રાજ્યપાલ રહ્યા હતા. આ ઉપરાંત, માર્ચથી જુલાઈ ૨૦૨૪ દરમિયાન તેમણે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી પણ નિભાવી હતી. ૨૦૨૩માં ઝારખંડના રાજ્યપાલ બન્યા પછી, માત્ર ચાર મહિનાના સમયગાળામાં તેમણે રાજ્યના તમામ ૨૪ જિલ્લાઓની મુલાકાત લીધી હતી અને સામાન્ય નાગરિકો તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Dimple Kapadia: ડિમ્પલ કાપડિયા સાથે બેડરૂમ સીન કરતી વખતે આ એક્ટર બધું ભૂલી ગયો- એવું કંઈક કર્યું કે અભિનેત્રી ડરીને રડવા લાગી

તમિલનાડુ અને સંઘ સાથેનો ઊંડો સંબંધ

રાધાકૃષ્ણનનો જન્મ ૧૯૫૭માં તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેમણે કોયમ્બતુર ની ચિદમ્બરમ કોલેજમાંથી BBA (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ની ડિગ્રી મેળવી. તેમનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે ઘણો જૂનો સંબંધ છે. ૧૯૭૪માં તેઓ ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણી સમિતિના સભ્ય બન્યા. રાધાકૃષ્ણન તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ (state president) પણ રહી ચૂક્યા છે. ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન તેમણે આ પદ પર રહીને ૧૯,૦૦૦ કિલોમીટરની ‘રથ યાત્રા’ કાઢી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નદીઓને જોડવા , આતંકવાદનો અંત લાવવા, સમાન નાગરિક સંહિતાલાગુ કરવા અને ડ્રગ્સના જોખમ સામે લડવાનો હતો. તેઓ બે વખત કોઇમ્બતુર થી લોકસભાચૂંટણી પણ જીતી ચૂક્યા છે.

રમત-ગમત અને વૈશ્વિક પ્રવાસ

રાધાકૃષ્ણન રાજકારણ ઉપરાંત રમત-ગમતમાં પણ રુચિ ધરાવે છે. તેઓ કોલેજમાં ટેબલ ટેનિસના ચેમ્પિયન રહી ચૂક્યા છે અને એક સારા દોડવીર પણ હતા. તેમને ક્રિકેટ અને વોલીબોલ રમવાનું પણ પસંદ છે. તેમના કામના ભાગરૂપે તેમણે અનેક દેશોની યાત્રા કરી છે, જેમાં અમેરિકા , બ્રિટન , જર્મની , ચીન , સિંગાપોર અને મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં તેમને કોચીના કોયર બોર્ડ ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા અને ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતમાં કોયરની નિકાસ ૨૫૩૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

Five Keywords:

August 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Veda Manjusha Release of the Mahagranth 'Veda Manjusha' by Governor Acharya Devvratji
રાજ્ય

Veda Manjusha : મહાગ્રંથ ‘વેદ મંજુષા’ નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન, વેદ એ મનુષ્યને મળેલું ઈશ્વરીય જ્ઞાન..

by kalpana Verat July 11, 2025
written by kalpana Verat

Veda Manjusha :

  • ‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની મહેનત પ્રકાશન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત મહાગ્રંથ ‘વેદ મંજુષા’નું વિમોચન કર્યું હતું. ‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં 20,348 ઋચાઓ સમાવવામાં આવી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે, તેમાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં વેદની ઋચાઓનો અનુવાદ આપવામાં આવ્યો છે. જેથી કરીને કોઈને વેદ વાંચવામાં તકલીફ ન પડે. આ ઉપરાંત દરેક રુચાનો અર્થ અને તેનો સારાંશ પણ આપવામાં આવ્યો છે.

Veda Manjusha Release of the Mahagranth 'Veda Manjusha' by Governor Acharya Devvratji

‘વેદ મંજુષા’ના વિમોચન અવસરે દિલ્હી વિશ્વવિદ્યાલયના હિન્દી વિભાગના સેવા નિવૃત્ત પ્રોફેસર, સાહિત્યકાર અને અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન તથા નીતા પ્રકાશનના શ્રી રાકેશ ગુપ્તા તથા રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભારત દેશની ધરતી પર જન્મેલા તમામ લોકો વેદોથી પરિચિત હોવા જોઈએ. કારણ કે, વેદ એવા શાસ્ત્રો છે જેનો કોઈ લેખક નથી, તે મનુષ્યને મળેલું ઈશ્વરીય જ્ઞાન છે. એવી કોઈ વિદ્યા નથી, જે વેદોમાં ન હોય. વેદો તમામ વિદ્યાના જનક છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, સર્વ સત્યનું મૂળ વેદ છે, પરંતુ આપણે વેદોને ભૂલી ગયા છીએ. ગુજરાતની ભૂમિ પર એક મહાપુરુષ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોના ઉત્થાનનું કાર્ય કર્યું છે. જો તેઓ ના હોત, તો હજારો વર્ષોથી વેદો પર પડેલી ધૂળ દૂર ન થઈ હોત અને આપણને વેદોનો પરિચય ન થયો હોત.

Veda Manjusha Release of the Mahagranth 'Veda Manjusha' by Governor Acharya Devvratji

નીતા પ્રકાશન દ્વારા ખૂબ મહાન કાર્ય કરવામાં આવ્યું છે. આજે આપણી વચ્ચે સ્વર્ગસ્થ પૂજ્ય રાધેશ્યામજી ગુપ્તા નથી. પરંતુ, ‘વેદ મંજુષા’ મહાગ્રંથના માધ્યમથી આ અદ્રશ્ય જ્ઞાનને જનતામાં ફેલાવવાના તેમના મહાન સંકલ્પના કારણે તેઓ અમર બની ગયા છે. તેમણે કરેલું કાર્ય આવનારી પેઢીઓ માટે વરદાન સાબિત થશે.

આ સમાચાર પણ વાંચો : Auto Rickshaw Theft : મુંબઈમાં રિક્ષામાં મુસાફરી કરનારાઓ સાવધાન! મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે આપી ચેતવણી..

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આ મહા ગ્રંથના હિન્દી અનુવાદક ડૉ. પૂરણ ચંદ ટંડન પોતે પણ એક જીવતો જાગતો જ્ઞાનકોશ છે, તેઓ જ્ઞાનના ભંડાર છે, વેદ અને સાહિત્યના મહાન વિદ્વાન છે. તેમના દ્વારા વેદોના વિશાળ સ્વરૂપને સરળ બનાવવામાં આવ્યું છે. લોકો વેદોને હિન્દી અને અંગ્રેજીમાં સરળતાથી સમજી શકે તેવી વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી છે. રાજ્યપાલશ્રીએ પુસ્તક ‘રાષ્ટ્ર મંજુષા’ નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પુસ્તક હું બે દિવસ વાંચતો રહ્યો, જેમ જેમ વાંચતો ગયો, તેમ તેમ જ્ઞાનનો ખજાનો ખૂલતો ગયો.

આ પ્રસંગે પ્રોફેસર ડૉ. પૂરણ ચંદ ટંડને જણાવ્યું હતું કે,  આ સમગ્ર કાર્ય કરવામાં લગભગ ૧૮ વર્ષ જેટલો સમય લાગ્યો છે. પરંતુ મને ગર્વ છે કે, આપણા દેશ, સંસ્કૃતિ અને ભારતીયતા માટે કંઈક કર્યું છે. ભલે જેટલો પણ ખર્ચ થાય પરંતુ’ન ભૂતો ન ભવિષ્યતિ’ તેવું સીમાચિહ્નનરૂપ પ્રકાશન પ્રસિદ્ધ કરવાનું નીતા પ્રકાશનના સ્થાપક રાધેશ્યામ ગુપ્તાજીનું સ્વપ્ન હતું. આ ગ્રંથના પ્રકાશન પહેલાં તેમનું દુઃખદ અવસાન થયું. રાધેશ્યામજીના પત્ની શ્રી શાંતિ દેવીજીનું સ્વપ્ન તેમના પતિના સ્વપ્નને પૂર્ણ કરવાનું હતું. માટે રાધેશ્યામ ગુપ્તાજીના પુત્ર રાકેશ ગુપ્તા સાથે મળીને આ કાર્ય પૂર્ણ કર્યું. ભારતમાં આવું કોઈ પ્રકાશન કે પુસ્તક નથી, તેમ જણાવી તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Veda Manjusha Release of the Mahagranth 'Veda Manjusha' by Governor Acharya Devvratji

રાજ્યપાલ શ્રીએ નીતા પ્રકાશનના શ્રી રાકેશ ગુપ્તા અને પ્રોફેસર ડૉ. પુરણ ચંદ ટંડનનું સન્માન કર્યું હતું.
આ પુસ્તક, આ શ્રેણી, આખી દુનિયા સુધી પહોંચે, જેથી વિદેશના લોકોને પણ ભારતની ભવ્ય સંસ્કૃતિનો ખ્યાલ આવે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gurukul Kurukshetra Annual session of the Indian Arya Bhajan Preachers' Council at Gurukul Kurukshetra
રાજ્ય

Gurukul Kurukshetra : ગુરુકુલ કુરુક્ષેત્રમાં ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન : વરિષ્ઠ ભજનોપદેશકોનું સન્માન કરાયું

by kalpana Verat June 4, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Gurukul Kurukshetra : ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન આજે ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે સંપન્ન થયું હતું. અધિવેશનના મુખ્ય અતિથિ, ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના ઉપદેશકોને સંબોધતાં કહ્યું કે, હવે તેઓ પ્રાકૃતિક ખેતીને પણ પોતાનું ‘મિશન’ બનાવો અને હિન્દી આંદોલન તથા ગૌરક્ષા આંદોલનની જેમ જન-જન સુધી પહોંચાડો.

Gurukul Kurukshetra Annual session of the Indian Arya Bhajan Preachers' Council at Gurukul Kurukshetra

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આર્ય સમાજે હંમેશાં સમાજમાંથી કુરિવાજો, પાખંડ, અંધશ્રદ્ધા અને છુત-અછૂત જેવી સામાજિક બદીઓને દૂર કરી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે એવી જ જાગૃતિ ખેતી ક્ષેત્રે લાવવાની જરૂર છે, કારણ કે રાસાયણિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઈડ્સથી ભૂમિ, પાણી, પર્યાવરણ અને સ્વાસ્થ્ય બધું જ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. આ સંકટનો એકમાત્ર ઉકેલ છે – પ્રાકૃતિક ખેતી.

Gurukul Kurukshetra Annual session of the Indian Arya Bhajan Preachers' Council at Gurukul Kurukshetra

 

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે નાનાં નાનાં બાળકોને પણ કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થવા લાગી છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં માતાના દુધમાં પણ યુરિયાની પુષ્ટિ થઈ છે. દરેક ઘરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓના દર્દીઓ છે અને તેનું મુખ્ય કારણ છે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતો આહાર. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ચેતવણી આપી છે કે, આવતા ૧૦થી ૧૫ વર્ષોમાં ભારતમાં કેન્સર વિસ્ફોટ થઈ શકે છે. આવા સમયમાં માનવ કલ્યાણ અને પ્રકૃતિના રક્ષણ માટે દેશે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું અત્યંત આવશ્યક છે.

Gurukul Kurukshetra Annual session of the Indian Arya Bhajan Preachers' Council at Gurukul Kurukshetra

 

તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના પૂર્વે ‘ગૌકૃષિ આદિ રક્ષિણી સભા’ની સ્થાપનાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ હતો કે ગૌમાતાનું રક્ષણ થાય અને લોકો સુધી શુદ્ધ-સાત્વિક અન્ન પહોંચે. પરંતુ આજની રાસાયણિક ખેતીમાં ગૌવંશની ભૂમિકા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે, જેના કારણે ગૌવંશ રસ્તાઓ પર દુર્ઘટનાનું કારણ બની રહ્યા છે. આપણે વધુ ઉત્પાદનની લાલચમાં યુરિયા, પેસ્ટિસાઈડ અને ડીએપીનો ઉપયોગ કરી ભૂમિને વેરાન અને ભૂગર્ભ જળને દૂષિત બનાવી દીધું છે.

Gurukul Kurukshetra Annual session of the Indian Arya Bhajan Preachers' Council at Gurukul Kurukshetra

પોતાના સંબોધનમાં તેમણે પ્રાકૃતિક, રાસાયણિક અને જૈવિક ખેતી વચ્ચેનો મૂળભૂત તફાવત વિગતવાર સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ગૌમાતાનું રક્ષણ થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, પર્યાવરણ સુધરશે અને જમીનની ઉપજ શક્તિમાં વધારો થશે. સાથે જ લોકો સુધી શુદ્ધ અનાજ પહોંચશે, જેનાથી તેઓ સ્વસ્થ અને નીરોગી રહેશે અને ખેડૂતોને પાકનું બમણું મૂલ્ય મળશે, જેનાથી તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બનશે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

આ અવસરે પરિષદના પ્રમુખ શ્રી સહદેવસિંહ બેધડક, ઉપપ્રમુખ પંડિત યોગેશ દત્ત, મહામંત્રી કૈલાશ કર્મઠ, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી વિનય આર્ય, ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગ, રાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર તેમજ દેશના વિવિધ ભાગોમાંથી પધારેલા અનેક આર્ય વિદ્વાનો, ઉપદેશકો અને ભજનોપદેશકો ઉપસ્થિત રહ્યા હતા.

Gurukul Kurukshetra Annual session of the Indian Arya Bhajan Preachers' Council at Gurukul Kurukshetra

 

કાર્યક્રમની શરૂઆતમાં પરિષદના તમામ સભ્યોએ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ગુરુકુલના પ્રાકૃતિક કૃષિ ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ઉદાહરણોથી પ્રાકૃતિક ખેતીના લાભો પ્રત્યક્ષ નિહાળ્યા હતા. તમામ ઉપસ્થિતોએ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને પ્રાકૃતિક કૃષિને સમાજમાં ક્રાંતિ લાવવાનું શક્તિશાળી સાધન ગણાવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગુરુકુલ વ્યવસ્થાપક સમિતિ દ્વારા આર્ય સમાજના વરિષ્ઠ ભજનોપદેશકોને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુરુકુલના પ્રમુખ શ્રી રાજકુમાર ગર્ગ દ્વારા શ્રી ધનિરામ બેધડક, માસ્ટર હરિસિંહ, બીરસિંહ આર્ય, અમરસિંહ, પંડિત સીતારામ તથા શ્રીમતી સંતોશબાલા આર્યાને શૉલ, શ્રીફળ તથા ₹૧૧,૦૦૦ની રકમ આપીને તેમની સેવા અને યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

અધિવેશનમાં ઉપસ્થિત તમામ વિદ્વાનો અને ઉપદેશકો એ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંદેશને હૃદયપૂર્વક આવકારીને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના જનજાગૃતિ અભિયાનને ગતિ આપવાનો સંકલ્પ લીધો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Natural Krishi Bazaar Governor Acharya Devvratji inaugurated the Natural Krishi Bazaar at Vesu
Agricultureસુરત

Natural Krishi Bazaar : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ, સૂરતીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Natural Krishi Bazaar :

  • સુરત જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ફળ-શાકભાજી અને અન્ય ખેત પેદાશોનું સપ્તાહમાં બે દિવસ; દર બુધવાર અને રવિવારે  વેચાણ કરશેઃ
  • સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લા પંચાયતની વિશ્વ આરોગ્ય દિવસે આગવી પહેલઃ
  • પ્રાકૃતિક કૃષિબજારના કોન્સેપ્ટથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પેદાશોને સીધું વેચાણ કરી શકશે

ખેડૂતો અને વપરાશકર્તાઓને અત્યંત લાભદાયી એવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડુતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવા આશયથી સુરત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સુરત શહેરના વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ થયો છે. પ્રાકૃતિક કૃષિ માટે મિશન મોડ માં કામ કરી રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે પ્રાકૃતિક કૃષિ બજાર ખુલ્લું મુકાયું હતું.

Natural Krishi Bazaar Governor Acharya Devvratji inaugurated the Natural Krishi Bazaar at Vesu

 

વેસુની એસ.ડી.જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પૈકીના  ૭૦થી વધુ ખેડૂતો પોતાના ઉત્પાદનોના વેચાણ માટે આવ્યા હતા. ખેડૂતો અહીં દર બુધવાર અને રવિવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી શ્રેષ્ઠ અને સ્વાસ્થ્યપ્રદ ગુણવત્તાવાળા અને કેમિકલમુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરશે.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. તેમણે ખેડુતોના પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.

Natural Krishi Bazaar Governor Acharya Devvratji inaugurated the Natural Krishi Bazaar at Vesu

 

રાજય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય, ધરતીની ફળદ્રુપતા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે. જે માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉકેલ છે, એમ કહીને તેમણે જણાવ્યું હતું કે, આજે નવા નવા રોગોનું પ્રમાણ વધ્યું છે. કેન્સર, ડાયાબિટીસ, નાના બાળકોમાં હાર્ટ એટેક જેવી ગંભીર બિમારીઓ વધી રહી છે. ખેતીમાં રાસાયણિક ખાતરો, પેસ્ટીસાઈડસના બેફામ ઉપયોગથી ખોરાકમાં ઝેરનું પ્રમાણ વધ્યું છે. લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરીને ઉપભોકતાઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતનમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.
  
શ્રી આચાર્ય દેવવ્રતજીએ દર બુધવારે અને રવિવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો વેચાણ માટે આવે ત્યારે સુરતીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, લોકો જેટલા નાણા હોસ્પિટલમાં ખર્ચ કરે છે તે નાણાનો ઉપયોગ પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદીમાં કરશે તો બિમારી આવશે જ નહી. શરીર નિરોગી અને સ્વસ્થ રહેશે. 

Natural Krishi Bazaar Governor Acharya Devvratji inaugurated the Natural Krishi Bazaar at Vesu

 

તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પ્રાકૃતિક ખેતી મિશનને રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન બનાવીને દેશના બજેટમાં રૂા.૧૪૮૧ કરોડની જોગવાઇ કરી છે. જેનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન મિશન મોડમાં ચાલશે.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પંચાયત તથા સુરત મહાનગરપાલિકાની આ પહેલ અંતર્ગત ખેડૂતો તેમની પ્રાકૃતિક કૃષિ પેદાશોને સીધા જ બજારમાં વેચી શકશે, જેનાથી તેમને ખેત ઉત્પાદનોના સારા ભાવ મળશે અને આવકમાં વધારો થશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોના લોકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રાકૃતિક કૃષિ પેદાશો વાજબી કિંમતે મેળવવા માટે સરળતા થશે જેનાથી સ્વાસ્થ્યની જાળવણી થશે.

Natural Krishi Bazaar Governor Acharya Devvratji inaugurated the Natural Krishi Bazaar at Vesu

 

આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલ, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત,ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતીષ ગામીત, જિલ્લાના આત્માના પ્રોજેકટ ડાયરેકટશ્રી એન.જી.ગામીત, કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Veer Narmad University 56th convocation ceremony held at Veer Narmad University
રાજ્ય

Veer Narmad University : વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

by kalpana Verat April 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Veer Narmad University : 
 ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી
 ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ
 જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે
 કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગ કરજો
-:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
———
 યુવાનો નક્કી કરે દેશની પ્રગતિની દિશા: દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં
 માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી:
:- આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ
પ્રાપ્ત કરેલી વિદ્યા જીવનપથ પર અજવાળું પાથરશે: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
૪૪ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત
૨૧ ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી
આરોગ્ય તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ તેમણે આપી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૪ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર,શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

Veer Narmad University 56th convocation ceremony held at Veer Narmad University

 

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

રાષ્ટ્રનિર્માણ ભૌતિક સુખસુવિધાઓથી નહીં, પરંતુ વીર માતાઓના સતીત્વ અને તેમના પ્રતાપી પુત્રોના સંસ્કારો, સમર્પણથી થાય છે એમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે. આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જરૂરી છે. રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનવું એ સમયની માંગ છે.

ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજનકલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ એવી મહામૂલી શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ‘માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ:’ ના આપણા સંસ્કૃતિભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Chhattisgarh Railway Project :છત્તીસગઢ ની નવી ધમની બનશે ખરસિયા-પરમાલકસા 5મી-6ઠ્ઠી રેલ્વે લાઇન, મળશે બમ્પર રોજગાર…

દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે સામૂહિક પુરૂષાર્થ કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓને ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

આરોગ્ય, તાંત્રિક, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજ, રાજ્ય અને દેશના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. યુવાનો દેશની પ્રગતિની દિશા નક્કી કરે, કારણ કે દેશની ઉન્નતિ, સમૃદ્ધિની બાગડોર યુવાનોના હાથમાં છે.

નર્મદ યુનિવર્સિટી આર્ય સંસ્કૃતિ, ભારતીયતાના સંસ્કારોને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહી છે એમ જણાવી સમગ્ર યુનિવર્સિટી તંત્રને અભિનંદન આપી મંત્રીશ્રીએ જણાવ્યું કે, એ.આઈ. અને આધુનિક ટેકનોલોજીના યુગમાં વિકાસનો માર્ગ પણ ખૂલ્યો છે સાથોસાથ ટેકનોલોજીનો દુષ્પ્રભાવ પણ વ્યાપક બન્યો છે, ત્યારે યુવાનોએ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણા પ્રાચીન મૂલ્યોને ન છોડતા જમીન સાથે જોડાયેલા રહીને મળેલી તકોનો ઉજ્જવળ ભાવિ ઘડવામાં ઉપયોગ કરવો જોઈએ.

મંત્રીશ્રીએ તમામ પદવીધરોને ઉજ્જવળ ભાવિની શુભકામના આપી બદલાતી દુનિયા સાથે કદમતાલ મિલાવી સતત પરિવર્તનશીલ બની રહેવા અને યુવાધનને નવા પડકારોનો સામનો કરીને વિકસિત ભારત તરફ દેશની આગેકૂચમાં જોડાવા પ્રેરિત કર્યા હતા. 

Veer Narmad University 56th convocation ceremony held at Veer Narmad University

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. જ્ઞાનના પ્રકાશથી સમાજનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ ખીલવવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા પર ભાર મૂક્યો હતો.

શ્રી પાનશેરીયાએ શિક્ષણનું મહત્વ સમજાવતાં કહ્યું કે, વર્ષોના અભ્યાસ બાદ મેળવેલું જ્ઞાનનું ભાથુ સમાજના હિત માટે ઉપયોગમાં લેવું જોઈએ. પ્રાપ્ત કરેલી વિદ્યા જીવનપથ પર અજવાળું પાથરશે. ગીતાના ધ્યેયમંત્ર ‘કર્મ કરો, ફળની આશા ન રાખો’ને જીવનમાં ઉતારી યુવાનો નિર્વ્યસની, પરાક્રમી બને. વ્યસનો, પ્રલોભનો અને ભૌતિકતા સામે કદી ઝૂકવું નહીં એવી પણ તેમણે શીખ આપી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.૬૦ કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.

ડો.ચાવડાએ શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવા અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓએ બનાવેલ અંગદાનનો સંદેશ આપતી પ્રતિકૃતિ અને સરદાર પટેલ સાહેબની પ્રતિમા અર્પણ કરી રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રીઓનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Soil testing ISRO : 10 દિવસને બદલે માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું ડિવાઇસ

ડિજીલોકરમાં તમામ ૧૦,૪૧૫ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે
. . . . . . . . . . . . . . .
૫૫મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૧૦,૪૧૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલશ્રીએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Natural Farming Natural farming is beneficial not only for small farmers, but also for medium and large farmers.
Agriculture

Natural Farming : પ્રાકૃતિક ખેતી ફક્ત નાના ખેડૂતો જ નહિ, પણ મધ્યમ અને મોટા ખેડુતોને પણ લાભદાયી..

by kalpana Verat March 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Natural Farming : 

  • પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઈટ્રોજન ચક્ર દ્વારા છોડ વિકાસ માટેની તમામ જરૂરિયાતો પ્રાકૃતિક રીતે સંતોષાય છે
  • પ્રાકૃતિક કૃષિની જંતુનાશકમુક્ત જમીનમાં પાંગરેલા સૂક્ષ્મ જીવાણુઓ જમીનને છિદ્રાળુ બનાવીને પાણી સંગ્રહ કરે છે

 પ્રાકૃતિક ખેતી એ જમીનના સત્વનું રક્ષણ કરતી વિલક્ષણ ખેતી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતી હવે વ્યવહારિક ખેતી તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી ફક્ત નાના ખેડૂતો જ નહિ, પણ મધ્યમ અને મોટા ખેડુતોને પણ લાભદાયી છે. પ્રાકૃતિક ખેતીથી ઉપજેલ ખેતપેદાશો ઝેરમુક્તઅને સ્વાસ્થ્યની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ સાબિત થઈ છે. રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા સતત કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓની જગ્યાએ કુદરતી ચક્રો દ્વારા છોડનું પોષણ અને રક્ષણ કેમ થાય છે? તે જાણીએ.

 Natural Farming : જળચક્ર

પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રીય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિના કારણે જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે. જેથી વરસાદી પાણીનો મોટો જથ્થો જમીનમાં ઊંડે સુધી ઉતરે છે, સંગ્રહ થાય છે. આ સંગ્રહિત પાણીમાં જમીનમાં રહેલા પોષક તત્વો અને ખનીજો મિશ્રિત થાય છે. જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે નીચેનું સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા દ્રાવ્ય થયેલા પોષક તત્વો સાથે મૂળ નજીક આવે અને છોડને જરૂરી ભેજ અને પોષક તત્વો પૂરા પાડે છે. આમ, પ્રાકૃતિક કૃષિમાં થતા જળવ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકસાન થતું નથી અને પાણીની અછતમાં છોડને જરૂરી ભેજ મળી રહે છે.

 Natural Farming : ખાદ્યચક્ર

છોડના બંધારણમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન (કાર્બોદિત પદાર્થો)નો હિસ્સો ૯૫ થી ૯૬ ટકા જેટલો હોય છે. જેનું નિર્માણ છોડના પર્ણમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પાણી અને (હવામાં રહેલા) કાર્બન ડાયોક્સાઈડના સંયોજનથી થાય છે. પાણી, હવા અને સૂર્યપ્રકાશનું જરૂરિયાત મુજબનો સમન્વય થાય તો છોડના પોષણની ૯૫ ટકા જરૂરિયાતો સંતોષાય છે. પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિના ઉપયોગથી આવો સમન્વય સ્થાપિત થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Natural Farming : સુરતમાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા ખાસ પહેલ, ખેડુતોને ૦ કેન્દ્રો માટે ૨૫ પોર્ટેબલ એનાયત કરાયા

 Natural Farming : નાઈટ્રોજન ચક્ર

પાકની વૃદ્ધિ માટે નાઈટ્રોજન તત્વ આવશ્યક છે. હવામાં ૭૮ ટકા નાઈટ્રોજન રહેલો છે. છોડને નાઈટ્રોજન બે પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે નાઈટ્રોજન પાણીમાં દ્રાવ્ય થઈ વરસાદના પાણી દ્વારા જમીનને મળે છે. પ્રાકૃતિક કૃષિના વિવિધ જીવામૃત વગેરેના ઉપયોગથી તેમજ ઝેરી જંતુનાશક ન વપરાવાથી જમીનમાં મોટી માત્રામાં સૂક્ષ્મ જીવાણું હાજર હોય છે. આ જીવાણુંઓ દ્વારા નાઈટ્રોજનનું શોષણ થાય છે તથા છોડને જરૂરી સ્વરૂપમાં પરિવર્તન થાય છે. આથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બહારથી કોઈ પણ પ્રકારના ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી.

આમ, પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઈટ્રોજન ચક્રનું અનેરૂ મહત્વ છે, જેનાથી છોડના વિકાસ માટેની તમામ જરૂરિયાતો પ્રાકૃતિક રીતે જ સંતોષાય છે અને હાનિકારક ખાતર અને ઝેરી જંતુનાશકો વગર સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો મેળવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra News Bombay High Court Dismisses Shiv Sena Leader's PIL Against Withdrawal Of 12 MLC Nominations By Governor
રાજ્ય

Maharashtra News: બોમ્બે હાઇકોર્ટે શિવસેના યુબીટીને આપ્યો ઝટકો, 12 એમએલસીની નિમણૂકમાં હાઇકોર્ટે આપ્યો આ મોટો ચુકાદો..

by kalpana Verat January 9, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Maharashtra News:  મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મહાયુતિને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આ વિવાદ રાજ્યપાલ દ્વારા નામાંકિત 12 MLC સાથે સંબંધિત હતો. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને કોલ્હાપુર શહેર પ્રમુખ સુનિલ મોદીએ વિધાન પરિષદમાં 12 બેઠકો ભરવામાં વિલંબ અને નિમણૂકોને પડકાર ફેંક્યો હતો. હકીકતમાં, વર્ષ 2022 માં, તત્કાલીન એકનાથ શિંદે સરકારે અગાઉની MVA સરકાર દ્વારા નામાંકિત નામોની યાદી પાછી ખેંચી લીધી હતી, ત્યારબાદ શિવસેના UBT એ ‘અતિક્રમણ’ અને ‘રાજ્યપાલની નિષ્ક્રિયતા’નો આરોપ લગાવ્યો હતો.

Maharashtra News: યાદી પાછી ખેંચવાનો નિર્ણય સાચો

મળતી જાણકારી મુજબ બોમ્બે હાઈકોર્ટે શિવસેના યુબીટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે મહાયુતિ સરકારનો યાદી પાછી ખેંચવાનો નિર્ણય સાચો છે. વર્ષ 2020 માં, તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને તત્કાલીન મહા વિકાસ આઘાડી સરકાર વચ્ચે આ અંગે લાંબો વિવાદ થયો હતો.

જણાવી દઈએ કે MVA સરકારે 6 નવેમ્બર, 2020 ના રોજ તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને 12 નામાંકિત MLC ની યાદી મોકલી હતી. તે સમયે રાજ્યપાલે આ યાદી પર કોઈ કાર્યવાહી કરી ન હતી. આ પછી, 5 સપ્ટેમ્બર 2022 ના રોજ, એકનાથ શિંદેની મહાયુતિ સરકારે યાદી પાછી ખેંચી લીધી. મહાયુતિ સરકારે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે યાદી પાછી ખેંચવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જોકે, શિવસેના યુબીટી દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેબિનેટે કોઈ કારણ આપ્યા વિના યાદી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો, જે ખોટું છે.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Politics : આદિત્ય ઠાકરેએ આજે ફરી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે કરી બેઠક, એક મહિનામાં ત્રીજી મુલાકાત; ચર્ચાનું બજાર ગરમ..

Maharashtra News: સીપી રાધાકૃષ્ણને 7 નવા નામોને મંજૂરી આપી  

સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ અમિત બોરકરની બેન્ચે નોમિનેશનમાં રાજ્યપાલની ભૂમિકા શું હતી અને શું વિવિધ મંત્રાલયો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વચ્ચે તફાવત હોવો જોઈએ તે અંગે તપાસ કરી. તે જ સમયે, વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા 7 એમએલસીની નવી યાદીને મંજૂરી આપી હતી. આ દરમિયાન સુનિલ મોદીએ દલીલ કરી હતી કે જ્યાં સુધી નિર્ણય કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી રાજ્યપાલ આ નામોને મંજૂરી આપી શકતા નથી.

 

January 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

RBI new Governor : સંજય મલ્હોત્રા બનશે RBIના 26માં ગવર્નર, શક્તિકાંત દાસ નું સ્થાન લેશે; આટલા વર્ષ સુધીનો રહેશે કાર્યકાળ..

by kalpana Verat December 9, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

RBI new Governor : સંજય મલ્હોત્રાની ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ શક્તિકાંત દાસનું સ્થાન લેશે. શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે પૂરો થાય છે. સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર હશે. સંજય મલ્હોત્રાનો કાર્યકાળ બુધવારથી ત્રણ વર્ષનો રહેશે. આ નિમણૂક કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કરવામાં આવી છે. 

RBI new Governor : આ ક્ષેત્રોમાં આપી છે સેવા 

સંજય મલ્હોત્રાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અને અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. 33 વર્ષથી વધુની કારકિર્દીમાં, મલ્હોત્રાએ પાવર, ફાઇનાન્સ અને ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ખાણો વગેરે સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપી છે.

મહેસૂલ સચિવ તરીકે નિયુક્ત થયા પહેલા, સંજય મલ્હોત્રા નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ હતા. મહેસૂલ વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં નાણા અને કરવેરાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મલ્હોત્રાએ પ્રત્યક્ષ અને પરોક્ષ કર માટે કર નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

RBI new Governor : સંજય મલ્હોત્રા શક્તિકાંત દાસનું સ્થાન લેશે

સંજય મલ્હોત્રા હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે શક્તિકાંત દાસનો કાર્યકાળ મંગળવારે પૂરો થઈ રહ્યો છે. RBIના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ શક્તિકાંત દાસને 12 ડિસેમ્બર, 2018ના રોજ RBIના 25મા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે પૂર્વ રાજ્યપાલ શક્તિકાંત દાસને તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  : Noida Jewar Airport: નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાન ઉતર્યું, વોટર કેનનથી આપવામાં આવી સલામી; જુઓ વિડીયો..

આરબીઆઈનો હવાલો સંભાળ્યા પછી તરત જ, શક્તિકાંત દાસે સરપ્લસ ટ્રાન્સફરના મુદ્દા પર આરબીઆઈ અને સરકાર વચ્ચેની ખેંચતાણ વચ્ચે પટેલના અચાનક રાજીનામાથી હચમચી ગયેલા બજારને આશ્વાસન આપ્યું. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ઘણા નિર્ણયો પણ લીધા હતા.

 

December 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra polls 7 Maharashtra MLCs sworn in, hours before EC announcement of Assembly polls
રાજ્ય

Maharashtra polls : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા આ 7 નેતાઓની લોટરી લાગી, ધારાસભ્ય પદના લીધા શપથ..

by kalpana Verat October 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Maharashtra polls :છેલ્લા પાંચ વર્ષથી અટવાયેલ રાજ્યપાલ દ્વારા નિયુક્ત વિધાન પરિષદના ધારાસભ્યને આખરે આજે તક મળી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા વિધાન પરિષદના ધારાસભ્યો માટે 12 ધારાસભ્યોની નિમણૂક અટકી પડી હતી. આખરે રાજ્યપાલની નિમણૂક ધારાસભ્ય માટે આજે 12માંથી 7 નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ બપોરે 12 વાગ્યે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી સ્પીકર ડો. નીલમ ગોરહેએ વિધાન પરિષદના સભ્યોને શપથ લેવડાવ્યા હતા.

 Maharashtra polls : ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા મહાગઠબંધન માટે મોટી હિલચાલ

મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે વિધાનસભામાં તૈયારીઓ કરવામાં આવી હતી. ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા મહાગઠબંધન માટે મોટી હિલચાલ કરવામાં આવી હતી. રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યોની યાદી મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ધારાસભ્યોના નામની યાદી સોમવારે રાજ્યપાલને મોકલવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે રાજ્યપાલે આ નામોને મંજૂરી આપી દીધી છે.

 

महाराष्ट्र प्रदेश महिला मोर्चा अध्यक्ष सौ @chitrakwagh यांची राज्यपाल नियुक्त विधानपरिषदेवर आमदार पदी निवड झाल्या बद्दल खूप खूप अभिनंदन !!!#devendrafadnavis #bjpmahilamorcha #bjp #bjpindia #bjp4maharashtra pic.twitter.com/FpDu5fkCiM

— BJP Mahila Morcha Maharashtra (@BJPMM4Maha) October 15, 2024

 

 Maharashtra polls : મહાગઠબંધનની ફોર્મ્યુલા પણ નક્કી  

રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલને 12 માંથી 7 રાજ્યપાલ નિયુક્ત બેઠકો માટેના ઉમેદવારોના નામ મોકલવામાં આવ્યા હતા. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 7 ધારાસભ્યોના નામ પર મહોર મારતા પહેલા મહાગઠબંધનની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી હતી. આ મુજબ ભાજપ 3, શિવસેના અને NCP અજિત પવાર જૂથ માટે 2-2-2 બેઠકોની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા સાત ધારાસભ્યોમાં ચિત્રા વાઘ, વિક્રમ પાટીલ અને ધર્મગુરુ મહારાજ રાઠોડને ભાજપ દ્વારા તક આપવામાં આવી છે. જ્યારે શિવસેનાના પૂર્વ સાંસદ હેમંત પાટીલ અને મનીષા કાયંદે અને એનસીપીના ઈન્દ્રિસ નાયકવાડી અને પંકજ ભુજબલને રાજ્યપાલના ક્વોટામાંથી ધારાસભ્યની તક આપવામાં આવી છે. હાલમાં જ આ સાત લોકોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Maharashtra election: ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેનો ટોણો, કહ્યું- દાઢી એ જ મહાવિકાસ આઘાડીને ઉથલાવી, સત્તા કબજે કરવી સરળ નથી…

 Maharashtra polls : આ સાત  નેતાઓએ શપથ લીધા

શપથ ગ્રહણ સમારોહ પહેલા તમામ ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર ડૉ. નીલમ ગોરહે સાથે ફોટો સેશન કર્યું હતું. શિંદે જૂથના નેતા પૂર્વ સાંસદ હેમંત પાટીલે પ્રથમ વખત શપથ લીધા. જે બાદ અજિત પવાર જૂથના નેતા અને છગન ભુજબળના પુત્ર પંકજ ભુજબળે શપથ લીધા હતા. આ પછી શિંદે જૂથના નેતા અને પૂર્વ ધારાસભ્ય મનીષા કાયંદેએ શપથ લીધા. આ પછી સાંગલી-મિરાજ-કુપવાડના પૂર્વ મેયર અને અજિત પવાર જૂથના નેતા ઇદ્રિસ નાયકવાડીએ ધારાસભ્ય તરીકે શપથ લીધા. આ પછી ભાજપના નેતા અને પ્રદેશ મહાસચિવ વિક્રાંત પાટીલે શપથ લીધા. આ પછી, વાશિમમાં પોહરાદેવી સંસ્થાનના બાબુસિંહ મહારાજ રાઠોડ અને ભાજપ મહિલા આઘાડીના પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘએ રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યો તરીકે શપથ લેવડાવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Elections 2024 Hours before Maharashtra Assembly elections announcement, 7 nominated MLCs to be sworn in
રાજ્યMain PostTop Post

Maharashtra Elections 2024: આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ મહાયુતિએ ખેલ પાડ્યો, આ 7 નેતાઓ વિધાન પરિષદના બનશે સભ્ય

by kalpana Verat October 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Maharashtra Elections 2024:મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે. જોકે વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા ધારાસભ્યોની યાદી મહાયુતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા 12માંથી 7 નામો પર રાજ્ય સરકારે મહોર મારી દીધી છે. આ ધારાસભ્યોના નામની યાદી સોમવારે રાજ્યપાલને મોકલવામાં આવી હતી. રાજ્યપાલે સોમવારે મોડી રાત્રે આ નામોને મંજૂરી આપી દીધી છે. આ ધારાસભ્યોનો શપથ સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે. 

Maharashtra Elections 2024: બપોરે 12 વાગ્યે ધારાસભ્યોનો શપથ સમારોહ યોજાશે

મહાયુતિ દ્વારા 7 નામ નક્કી કરવામાં આવ્યા છે અને બપોરે 12 વાગ્યે ધારાસભ્યોનો શપથ સમારોહ યોજાશે. શપથ ગ્રહણ વિરુદ્ધ ઠાકરે જૂથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ઠાકરે જૂથના નેતા સુનીલ મોદીએ રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યોના શપથ ગ્રહણ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

Maharashtra Elections 2024: આજે આ સાત ધારાસભ્યો લેશે શપથ  

  • ચિત્રા વાઘ (ભાજપ)
  • વિક્રાંત પાટીલ (ભાજપ)
  • બાબુસિંહ મહારાજ રાઠોડ (ભાજપ)
  • મનીષા કાયંદે (શિંદે ગ્રુપ)
  • હેમંત પાટીલ (શિંદે ગ્રુપ)
  • પંકજ ભુજબળ (અજિત પવાર જૂથ)
  • ઈદ્રીસ નાયકવડી (અજિત પવાર ગ્રુપ)

આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર, ચૂંટણી પંચ આટલા વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ..

Maharashtra Elections 2024: શપથ ગ્રહણ સમારોહ વિધાનસભામાં યોજાશે

રાજ્યપાલ દ્વારા નિયુક્ત ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે 12 વાગ્યે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે. વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. હાલમાં વિધાનસભામાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ડેપ્યુટી સ્પીકર ડૉ. નીલમ ગોરહે વિધાન પરિષદના સભ્યોને શપથ લેવડાવશે.

 

 

October 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક