Tag: govinda accident

  • Govinda Health Update : ‘હીરો નંબર વન’ એક્ટર  ગોવિંદા ખતરાની બહાર, આટલા કલાક માટે ICUમાં રહેશે; પુત્રી ટીનાએ આપી  હેલ્થ અપડેટ

    Govinda Health Update : ‘હીરો નંબર વન’ એક્ટર ગોવિંદા ખતરાની બહાર, આટલા કલાક માટે ICUમાં રહેશે; પુત્રી ટીનાએ આપી હેલ્થ અપડેટ

    News Continuous Bureau | Mumbai 

    Govinda Health Update: બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા ( Govinda ) સાથે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અભિનેતાને આજે સવારે તેમના પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના સવારે 4.45 કલાકે બની હતી. જોકે ગોવિંદાના પગમાંથી ગોળી નીકળી ગઈ છે અને તે હવે ખતરાની બહાર છે. ગોવિંદા સાથે પત્ની સુનીતા અને પુત્રી ટીના આહુજા છે.  

     Govinda Health Update: ગોળી ઘૂંટણની નીચે વાગી

    ટીના આહુજાએ મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું કે પપ્પા ગોવિંદા ( Govinda Misfire ) પહેલા કરતા સારા છે અને તે તેમની સાથે છે. ટીનાએ જણાવ્યું કે ગોવિંદાના પગની સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી છે. ગોળી ઘૂંટણની નીચે વાગી હતી, જેને નીકાળી દેવામાં આવી છે.

    Govinda Health Update: ગોવિંદા 24 કલાક ICUમાં રહેશે, ખતરાની બહાર

    દરમિયાન ટીના એ કહ્યું, ‘પપ્પા 24 કલાક ICUમાં રહેશે. ગભરાવાની જરૂર નથી અને તે ખતરાની બહાર છે. રિવોલ્વર કબાટમાં રાખતા જ પપ્પાને ગોળી વાગી હતી. રિવોલ્વર જમીન પર પડી ત્યારે તેમાંથી એક ગોળી નીકળી હતી, જે તેમને પગમાં વાગી.

    આ સમાચાર પણ વાંચો : Actor Govinda: ગોળી વાગ્યા બાદ અભિનેતા ગોવિંદા નું નિવેદન આવ્યું સામે, પોતાની વાત માં અભિનેતા એ માન્યો આ લોકો નો આભાર

    Govinda Health Update: ગોવિંદાને ગોળી વાગી ત્યારે તે ઘરમાં એકલા હતા .

    દરમિયાન DCP દીક્ષિત ગેદામે  જણાવ્યું કે ગોવિંદાને  જ્યારે ગોળી લાગી ત્યારે તેઓ ઘરમાં એકલા હતા. હાલમાં આ મામલે ન તો કોઈ ફરિયાદ નોંધાઈ છે કે ન તો કોઈ શંકાસ્પદ છે. જોકે, મુંબઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગોવિંદાની રિવોલ્વર જપ્ત કરી લીધી હતી. ગોવિંદાની આ રિવોલ્વર લાયસન્સવાળી છે.