• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - guest list
Tag:

guest list

મનોરંજન

Naga and Sobhita: આજે લગ્નના બંધનમાં બંધાશે નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા, જાણો વેડિંગ વેન્યુ થી લઈને ગેસ્ટ લિસ્ટ સુધીની તમામ વિગતો અહીં

by Zalak Parikh December 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Naga and Sobhita: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા આજે લગ્ન ના બંધન માં બંધાશે. કેટલાક દિવસો થી નાગા અને શોભિતા ના લગ્ન પહેલા ની વિધિ કરવામાં આવી રહી છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.હવે ફાઈનલી આજે તેમના એક થવાનો દિવસ આવી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા પ્રતિષ્ઠિત અન્નપૂર્ણા સ્ટુડિયો ખાતે ભવ્ય લગ્ન કરવા જઈ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : The Sabarmati Report PM Modi: PM મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી, ફિલ્મના નિર્માતાઓ માટે કહી ‘આ’ વાત..

નાગા અને શોભિતા ના લગ્ન માં સામેલ થનાર મેહમાનો ની યાદી 

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન, રામચરણ અને ઉપાસના, એનટીઆરની સાથે ચિરંજીવી,એસએસ રાજામૌલી, મહેશ અને નમ્રતા, પ્રભાસ, પીવી સિંધુ, નયનતારા, અક્કીનેની પરિવાર અને દગ્ગુબાતી પરિવાર નાગા ચૈતન્ય અને શોભિતા ના હાઈપ્રોફાઈલ લગ્ન માં હાજરી આપશે.

Naga Chaitanya-Sobhita Dhulipala wedding live updates: Allu Arjun to attendhttps://t.co/1FEHkuR5Ig

— India Today Showbiz (@Showbiz_IT) December 4, 2024


તમને જણાવી દઈએ કે આ નાગા ચૈતન્ય ના બીજા લગ્ન છે અંગે નાગા એ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and radhika wedding ambani family invite these celebs see full guest list
મનોરંજન

Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ના આ લોકો ને મળ્યું છે આમંત્રણ, વાંચો મેહમાનો ની લિસ્ટ અહીં

by Zalak Parikh July 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika wedding: અનંત અને રાધિકા આવતીકાલે લગ્ન ના બંધન માં બંધાશે.અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને અંબાણી પરિવાર માં ગજબ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ તેમના નાના દીકરા ના લગ્ન ને લઈને કોઈ કસર .છોડી નથી. અનંત અને રાધિકા ના લગ્ન પ્રંસંગ માં અંબાણી પરિવારે દેશ,વિદેશ, રાજનીતિ, બોલિવૂડ સેલેબ્સ જેવી ઘણી મોટી હસ્તીઓ ને આમંત્રણ આપ્યું છે. તો ચાલો જાણીયે કોને કોને મળ્યું છે આમંત્રણ 

આ સમાચાર પણ વાંચો: Anant and radhika mehndi: ભાઈ અનંત ની મહેંદી સેરેમની માં છવાયો ઈશા અંબાણી નો લુક,સી ગ્રીન લહેંગા માં જોવા મળી દુલ્હેરાજા ની બહેન

અનંત અને રાધિકા ના લગ્ન નું ગેસ્ટ લિસ્ટ 

અનંત-રાધિકાના ભવ્ય લગ્નમાં બોલિવૂડથી લઈને દેશ ના નેતાઓ, રાજકારણીઓ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્નમાં બચ્ચન પરિવાર, સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, જેવા બોલિવૂડ ના ઘણા સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના ત્રણ દિવસીય લગ્ન સમારોહ માટે ઠાકરે પરિવાર, દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે ઉપરાંત તમામ પાર્ટી અને પાર્ટીના નેતાઓએ લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે. અંબાણીના વિદેશી મહેમાનો માં સ્પોર્ટ્સ લિજેન્ડ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ,કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર્સ લાના ડેલ રે અને એડેલ, અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયનના મેકઅપ આર્ટિસ્ટ મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે અને હેર સ્ટાઈલિશ ક્રિસ એપલટનને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anant and radhika shubh ashirwad ceremony card goes viral see guest list
મનોરંજન

Anant and radhika: અનંત અને રાધિકા ના શુભ આશીર્વાદ લગ્ન નું કાર્ડ થયું વાયરલ, આ સમારોહમાં સામેલ થવા વાળા મહેમાનો નું લિસ્ટ આવ્યું સામે

by Zalak Parikh July 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant and radhika:  અનંત અને રાધિકા 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. આ દરમિયાન કપલ ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે પહેલા મામેરું ત્યારબાદ સંગીત, હલ્દી, મહેંદી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું. કપલ ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે.13 જુલાઈ એ કપલ ની શુભ આશીર્વાદ સેરેમની થશે જેનું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે તેમજ આ સમારોહ માં સામેલ થવા વાળ મહેમાનો નું લિસ્ટ પણ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Neetu kapoor birthday: પોતાની પ્રેમિકા માટે નીતુ કપૂર પાસે આ કામ કરાવતો હતો રિશી કપૂર, જાણો પછી કેવી રીતે તેમની મિત્રતા પ્રેમ માં પરિણમી

અનંત અને રાધિકા ના શુભ આશીર્વાદ નું કાર્ડ 

અનંત અને રાધિકા ના શુભ આશીર્વાદ સમારોહ 14 જુલાઈ ના રોજ થવાનો છે. આ દરમિયાન તેનું કાર્ડ વાયરલ થઇ રહ્યું છે જે મુજબ આ સમારોહ 14 જુલાઈ શનિવારે જીઓ વર્લ્ડ સેન્ટર માં થશે.જેની એન્ટ્રી ગેટ નંબંર 20 પર થશે. તેમજ આ સમારોહ માટે ડ્રેસ કોડ ઇન્ડિયન ફોર્મલ રાખવામાં આવ્યો છે આ કાર્ડ મુજબ લગ્નમાં ફક્ત 14 વર્ષથી વધુ ઉંમરના મહેમાનોને જ આવવાની મંજૂરી છે.

Anant Ambani Wedding Card: सामने आया अनंत-राधिका का शुभ आशीर्वाद वेडिंग कार्ड, देखें गेस्ट लिस्ट#AnantAmbani #AnantRadhikaWedding #entertainment #entertainmentupdate https://t.co/74LDWYcCjx pic.twitter.com/kHV5LdBYi2

— News State Madhya Pradesh Chhattisgarh (@NewsStateMPCG) July 10, 2024


મીડિયા રિપોર્ટ મુજબ આ સમારોહમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ ભાગ લેશે, જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા મોટા નામ સામેલ છે. આ ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિકી કૌશલ ના નામ પણ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ જેમ કે ઠાકરે પરિવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અંબાણી પરિવારે આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પણ આમંત્રણ આપ્યું છે, જેમના માટે પરિવારે ખાનગી જેટની વ્યવસ્થા કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sonakshi sinha zaheer iqbal wedding date venue update
મનોરંજન

Sonakshi sinha zaheer iqbal: થઇ ગયું કન્ફ્રર્મ! સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ લગ્ન માં આ લોકો ને મળ્યું છે આમંત્રણ,જાણો અહીં લગ્નની તારીખ થી લઈને સ્થળ સુધી બધું

by Zalak Parikh June 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Sonakshi sinha zaheer iqbal: સોનાક્ષી સિન્હા તેના અને ઝહીર ઇકબાલ સાથે ના લગ્ન ને લઈને ચર્ચામાં છે. સોનાક્ષી વિશે  સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી 23 જૂને તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવાની છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા માં સોનાક્ષી સિન્હા ની લગ્ન ની તાયીખ, સ્થળ અને મેહમાનો ની સૂચિ જાહેર થઇ છે. 

આ સમાચાર પણ વાંચો: Shatrughan Sinha: શું સોનાક્ષી ના ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા પિતા શત્રુઘ્ન સિન્હા ને નથી પસંદ? અભિનેતા એ કહી આવી વાત

સોનાક્ષી સિન્હા ના લગ્ન નો ક્રાયક્રમ 

મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝીન ના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખેલું હશે – ‘અફવાઓ સાચી છે…’ લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ફોર્મલ માં આવવા ની વિનંતી કરવામાં આવી છે. આ ઉજવણી મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટ બેસ્ટિયનમાં થઈ શકે છે.મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલી આ રેસ્ટોરન્ટની માલિક શિલ્પા શેટ્ટી છે. રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષીના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ હાજરી આપશે. ગેસ્ટ લિસ્ટમાં સોનાક્ષી અને ઝહીરના લગ્નના નજીકના મિત્રો સામેલ હશે. આ કપલે બોલિવૂડ સ્ટાર્સ આયુષ શર્મા, હુમા કુરેશી અને નરુણ શર્માને આમંત્રણ આપ્યું છે.આ સિવાય હીરામંડીમાં સોનાક્ષી સાથે કામ કરનાર સ્ટારકાસ્ટ પણ વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.

Sonakshi Sinha will marry boyfriend Zaheer Iqbal! Wedding date and venue details revealed🔥🔥🔥♥⁠╣⁠[⁠-⁠_⁠-⁠]⁠╠⁠♥💜🖤🖤🔻 शुभ प्रभात दोस्तों 🌅🌅🌅#SonakshiSinha pic.twitter.com/bUxplIIxis

— Ved Prakash (@Kanishka76474) June 11, 2024


આ ઉપરાંત સોનાક્ષી ની એક મિત્ર એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મને 23 જૂનની સાંજે પાર્ટીનું આમંત્રણ મળ્યું છે.આમંત્રણ પર લગ્ન વિશે કોઈ માહિતી નથી. જ્યાં સુધી મને ખબર છે, તેઓએ પહેલેથી જ રજિસ્ટર્ડ લગ્ન કરાવી લીધા છે અથવા 23 જૂન ની સવારે કરશે. પરંતુ કોઈ મોટા લગ્ન નહીં, માત્ર એક નાની પાર્ટી હશે.”લગ્નને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સોનાક્ષીના પરિવારના નજીકના સૂત્રોએ એક ન્યૂઝ ને જણાવ્યું કે લગ્નના સમાચાર સાચા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ગેસ્ટ ની લિસ્ટ આવી સામે, કરણ જોહર-અર્જુન કપૂર સહિત આ સેલેબ્સ આપશે હાજરી; જાણો વિગત

by Dr. Mayur Parikh April 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના સૌથી મોટા લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટ 13 થી 17 એપ્રિલની વચ્ચે મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે લગ્ન સાથે જોડાયેલી વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ લગ્નને લગતું એક અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ તેમના લગ્નમાં હાજર રહેલા મહેમાનો સાથે સંબંધિત છે. અહીં અમે તમને રણબીર-આલિયાના લગ્નમાં હાજરી આપનારા મહેમાનોના નામ જણાવી રહ્યા છીએ, જેમને લગ્ન માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપવા માટે ડિરેક્ટર કરણ જોહર, સંજય લીલા ભણસાલી, ઝોયા અખ્તર, ડિઝાઈનર મસાબા ગુપ્તા, વરુણ ધવન અને તેનો ભાઈ રોહિત ધવન, અયાન મુખર્જી, અર્જુન કપૂર, મનીષ મલ્હોત્રા, આકાંક્ષા રંજન અને અનુષ્કા રંજનને આમંત્રિત કરવામાં આવ્યા છે. ચર્ચા છે કે આલિયાએ શાહરૂખ ખાનને પણ આમંત્રણ આપ્યું છે. શાહરૂખ અને આલિયાએ 'ડિયર જિંદગી'માં સાથે કામ કર્યું હતું.રિપોર્ટ અનુસાર, એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કરણ જોહર, અયાન મુખર્જી, મનીષ મલ્હોત્રા, અનુષ્કા રંજન અને તેની બહેન આકાંક્ષા રંજન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ચોક્કસપણે હાજરી આપશે. આ બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત રણબીર અને આલિયાના મિત્રો અને પરિવારજનો પણ તેમના ખાસ દિવસનો ભાગ હશે.

આ સમાચાર પણ વાંચો : ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા બાદ હવે ટેલિવિઝન ના આ કપલ ના ઘરે પણ ગુંજી કિલકારી, નવરાત્રી માં તેમના ઘરે થયું માતાજી નું આગમન; જાણો વિગત

આ તો થઇ રણબીર અને આલિયા ના મિત્રો અને સેલેબ્સ ની લિસ્ટ આ ઉપરાંત તેમના ફેમિલી મેમ્બર્સ એટલે કે રણબીરની માતા નીતુ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર સાહની, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને સોની રાઝદાન બધા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં હાજરી આપશે. લગ્ન બાદ આલિયા-રણબીરે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. આ રિસેપ્શન મહિનાના અંતમાં થશે. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આદિત્ય ચોપરા, આદિત્ય રોય કપૂર, અયાન મુખર્જી, અર્જુન કપૂર, કરણ જોહર, શાહરૂખ ખાન સહિત અન્ય સેલેબ્સ પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના રિસેપ્શનમાં હાજરી આપશે.

 

April 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નમાં આ સ્ટાર્સ બનશે ગેસ્ટ; જાણો પુરી લિસ્ટ અહીં

by Dr. Mayur Parikh February 19, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022         

શનિવાર

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની ઉજવણી ગુરુવારે મહેંદી સાથે શરૂ થઈ ગઈ છે. પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે ફરહાનના ઘરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. તેના મુંબઈના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. શબાના આઝમી એક્ટર-ફિલ્મમેકરના ઘરની ટેરેસ પર જોવા મળી હતી. ફરહાન 19 ફેબ્રુઆરીએ ખંડાલામાં એક ખાનગી સમારંભમાં શિબાની સાથે લગ્ન કરશે. બંને 21 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ કરશે. હવે ગેસ્ટ લિસ્ટથી લઈને લગ્ન સ્થળ સુધીની વિગતો બહાર આવી છે.

ફરહાનનો સૌથી નજીકનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર રિતેશ સિધવાણી ચોક્કસપણે ગેસ્ટ લિસ્ટમાં ટોચના નામોમાંનું એક છે. હૃતિક રોશન ફરહાનનો બાળપણનો મિત્ર છે અને તે તેના લગ્નમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, મહેમાનોની યાદીમાં મેયાંગ ચાંગ, ગૌરવ કપૂર, સમીર કોચર, મોનિકા ડોગરા અને રિયા ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે, જેઓ ગુરુવારે ફરહાનના બેન્ડસ્ટેન્ડ ઘરે ક્લિક થયા હતા.અહેવાલો સૂચવે છે કે તેના ઘણા મિત્રો શિબાનીના સંગીત સમારોહમાં પરફોર્મ કરવા માટે તૈયાર છે. શિબાનીની બહેનો અનુષા અને અપેક્ષા અને ફરહાનની બહેન ઝોયા અખ્તર ચોક્કસપણે લગ્નમાં હાજરી આપશે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ, ગંગુબાઈના દીકરાએ ફિલ્મ સામે ઉઠાવ્યો વાંધો; કહી આ વાત 

ફરહાન અને શિબાનીએ કથિત રીતે તેમના મહેમાનો માટે ખંડાલા અને તેની આસપાસના તમામ બંગલા બુક કરાવ્યા છે. લગ્નમાં લગભગ 50 મહેમાનો આવવાની અપેક્ષા છે, જે ખૂબ જ ખાનગી બાબત હશે. અહેવાલો અનુસાર, "લગ્ન માટે કાર ભાડાની સેવાઓ અને સુરક્ષા બુક કરવામાં આવી છે. મહેમાનોને આ આલીશાન બંગલામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં પૂલ સહિતની ઘણી સુવિધાઓ છે."ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર નિકાહ કે મહારાષ્ટ્રીયન લગ્ન નહીં કરે. અહેવાલો અનુસાર, "તેઓ તેને શક્ય તેટલું મૂળભૂત અને સરળ રાખવા માંગતા હતા. ત્યાં કોઈ નિકાહ અથવા મરાઠી લગ્ન થશે નહીં. તેના બદલે, બંનેએ તેમની પ્રતિજ્ઞાઓ લખી છે જે તેઓ 19 ફેબ્રુઆરીના મુખ્ય લગ્નના દિવસે વાંચશે.ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ચાર વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પહેલા ફરહાને હેરસ્ટાઈલિસ્ટ અધુના સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2017માં બંને અલગ થઈ ગયા હતા.

February 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આ દિવસથી શરૂ થશે મૌની રોય અને સૂરજ નામ્બિયારના તમામ ફંક્શન: જાણો કોણ કોણ થશે લગ્નમાં સામેલ

by Dr. Mayur Parikh January 19, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

બુધવાર

ટીવી પછી મૌની રોય ફિલ્મોમાં પોતાનો જાદુ  ચલાવી રહી છે. મૌની રોય તેના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે તે 27 જાન્યુઆરીએ સૂરજ નામ્બિયાર સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, કપલે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું છે. હવે તેમના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મૌની રોય ગોવામાં બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી રહી છે. એક મીડિયા માં પ્રકાશિત અહેવાલ મુજબ, બંને છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મૌની અને સૂરજના લગ્ન ડબલ્યુ ગોવાની હોટેલમાં થઈ રહ્યા છે અને લગ્નના ફંક્શન 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી ચાલશે. હાલમાં મૌની જ્યાં રહે છે તે જ બિલ્ડિંગમાં આ કપલે એક મોટો ફ્લેટ પણ ખરીદ્યો છે. હાલ માં તેનું ઈન્ટીરીયર નું  કામ ઝડપથી થઈ રહ્યું છે.મંદિરા બેદી, આશકા  ગરોડિયા, મીટ બ્રધર્સ, કોરિયોગ્રાફર રાહુલ અને પ્રતિક, ફેશન ડિઝાઇનર અનુ ખુરાના આ સેલેબ્સ  મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નમાં હાજરી આપવાના છે. તે જ સમયે, મુંબઈમાં સંગીત પાર્ટીના ડાન્સ રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મૌની અને સૂરજ પહેલીવાર 2019ની ન્યૂ યર પાર્ટીમાં દુબઈની એક નાઈટ ક્લબમાં મળ્યા હતા.

કાજોલને અજય દેવગન પર નહિ પરંતુ આ એક્ટર પર હતો ક્રશ, આજે છે બોલિવૂડ નો સુપરસ્ટાર; જાણો તે અભિનેતા વિશે

મૌની રોય ને નામ્બિયાર પરિવાર દ્વારા તરત જ પસંદ કરવામાં આવી હતી . નાગિન અભિનેત્રી સૂરજની માતા રેણુકા નામ્બિયાર અને પિતા રાજા નામ્બિયાર સાથે ખૂબ જ સારું  બોન્ડ શેર કરે છે. આ સિવાય સૂરજનો ભાઈ નીરજ અને તેની પત્ની મૌનીના ઘણા સારા મિત્રો બની ગયા છે. મૌની રોય લગ્નના સમાચાર વચ્ચે પાંચ વર્ષ પછી ટીવી પર કમબેક કરી રહી છે. મૌની ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સીઝન 5માં જજ તરીકે જોવા મળશે.

January 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ઓમિક્રોનની ઈફેક્ટ : વિક્કી – કેટરિનાના લગ્ન માં મહેમાનો સંદર્ભે આ નિર્ણય લેવાયો.

by Dr. Mayur Parikh December 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

બ્રિટીશ મૂળની કેટરિનાના લગ્નમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવાના હતા. પરંતુ ઓમિક્રોનના કારણ ેસરકાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા તેમના ભારત આવવા પર સંશય થઇ રહ્યો છે.  કેટરિના અને વિક્કીના લગ્નની સંગીત સેરેમનીને કરણ અને ફરાહ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની ઘોષણા તો નથી કરી, પરંતુ તેમના લગ્ન વિશે નવી નવી વાતો આવ્યા કરે છે. હવે વાત એવી છે કે, તેઓ પોતાના લગ્નના મહેમાનોની સંખ્યા ઓછી કરી રહ્યા છે. જાેકે વિક્કી કૌશલની બહેન ડો. પાસના વોહરાએ જણાવ્યુ હતુ કે, કેટરિના અને વિક્કીના લગ્ન એ એક માત્ર અફવા જ છે, તેઓ લગ્ન નથી કરી રહ્યા. રિપોર્ટને સાચો માનીએ તો આ યુગલ ૯ ડિસેમ્બરના રોજ લગ્નના ફેરા લેવાનું છે. તેમણે પોતાના લગ્નમાં આમંત્રિતોની એક યાદી તૈયાર કરી હતી. પરંતુ હવે ફરી આ યાદી પર ફેરવિચારણા થઇ રહી છે. વાત એમ બની છે કે, કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન લોકોને સપાટામાં લઇ રહ્યો છે. તેથી સરકાર નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી રહી હોવાથી આમંત્રિતોની સંખ્યા ઘટાડવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવી છે.
 

ચા કરતા કીટલી ગરમ : સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો. સારાએ આ પગલું લીધું.

 

December 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક