• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - gujarat assembly
Tag:

gujarat assembly

Medical checkup camp at Gujarat Assembly from March 18 to 21
રાજ્ય

Medical Checkup Camp : ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૧૮ થી ૨૧ માર્ચના યોજાશે એલોપેથીક-આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ

by kalpana Verat March 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Medical Checkup Camp :

  • મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન

ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા.૧૮ થી ૨૧ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં તા.૧૮ અને ૧૯ માર્ચના રોજ એલોપેથીક તેમજ તા.૨૦ અને ૨૧ માર્ચના રોજ આર્યુવેદિક-હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.૧૮ માર્ચના રોજ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.૨૦ માર્ચના રોજ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ માટે અને તા.૨૧ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પ વિધાનસભા સંકુલના ચોથા માળે સવારે ૮:૩૦ કલાકથી કાર્યરત થશે.

આ મેડિકલ કેમ્પમાં ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે. જેમાં જરૂરિયાત મુજબ બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ અને વ્યક્તિ ચકસ્યા બાદ જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાય તો તે માટે GMERS, મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : India slams Pakistan : પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે UNમાં કાઢી ઝાટકણી; કહ્યું વારંવાર જમ્મુ-કાશ્મીરના નારા લગાવવાથી..

તદપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર રહેશે. આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે, એમ કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity Free Gujarat: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત : સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે

by kalpana Verat March 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity Free Gujarat:

  • ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 
  • સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે 
  • સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ 
  • ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત” જનસેવા અભિયાનમાં પ્રજાના પ્રતિનિધિઓને સહભાગી થવા અનુરોધ

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા.૪ માર્ચ – વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ અંતર્ગત એક નિવેદન દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહવાનોને ગુજરાતે હંમેશા ત્વરિત અને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ આપ્યો છે. તેમણે વધતી જતી મેદસ્વિતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે.

તેમણે કહ્યું કે, જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસના વડાપ્રધાનશ્રીના ધ્યેયને હાંસલ કરવા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Gujarat farmer electricity Subsidy : ગુજરાતના જગતના તાતને વીજ બિલમાં રાહત, છેલ્લાં બે વર્ષમાં આટલા હજાર કરોડની સબસિડી અપાઈ…

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.

Obesity Free Gujarat: સ્થૂળતા એટલે શું તે સમજીએ

* અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

* કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે BMI એટલે કે, બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે. ૨૫ કે તેથી વધુના બી.એમ.આઈ.ને વધુ વજનવાળા અને ૩૦ કે તેથી વધુના બી.એમ.આઈ.ને મેદસ્વિતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

* આ બી.એમ.આઈ શોધવા માટે વ્યક્તિનું વજન (કિલોગ્રામ)ને તે વ્યક્તિની ઊંચાઈ (મીટર)ના વર્ગ વડે વિભાજિત કરવાનું હોય છે.

ભારત અને ગુજરાતમાં મેદસ્વિતાપણુ
* નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH-5 (૨૦૧૯-૨૦૨૧) મુજબ ભારતમાં એકંદરે ૨૪% સ્ત્રીઓ અને ૨૩% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં ૨૨.૬ ટકા અને પુરુષોમાં ૧૯.૯ ટકાનું જોવા મળ્યું છે.

Obesity Free Gujarat: સ્થૂળતા માટે મુખ્યતઃ જવાબદાર પરિબળો

* સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્યત: પરિબળો જવાબદાર છે._

અસરો
* આના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુ:ખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે.

મેદસ્વિતા નિયંત્રણ અને નિવારણ ઉપાયો
* સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે.

* એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.

Obesity Free Gujarat: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં

* કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વિતા સામે ઈટ રાઈટ મુવમેન્ટ અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે.

* એન.સી.ડી. અંતર્ગત રાજ્યભરમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે સમુદાય આધારિત સ્ક્રીનીંગ અંતર્ગત કમરનો ઘેરાવો અને બોડી માસ ઇન્ડેક્ષની તપાસ કરવામાં આવે છે અને વધુ વજન તથા સ્થુળતા જણાય તેવા વ્યક્તિઓને જરૂરી સલાહ-સુચન અને સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવે છે.

* હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી સ્થૂળતાની જટિલતાઓ માટે ચકાસણી કરવામાં આવે છે અને નિદાન પામેલ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અને સંદર્ભ સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
AI Used For Speech For The First Time In Gujarat Assembly
રાજ્ય

Gujarat Assembly AI : ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત AI નો ઉપયોગ થયો, મંત્રી ઋષિકેશ પટેલે ‘ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો…’AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો

by kalpana Verat February 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gujarat Assembly AI :

  • ગુજરાત વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો
  • રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચા માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અભિભાષણમાં AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો
  • સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ દૂર થતા ભારતીય બંધારણ “અખંડ” થયું
…………..
કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં “મુખ્યપ્રધાન” કરતા “સમસ્યાઓ જ પ્રધાન” હતી
…………..
:- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ :-

 યોજનાઓ આધાર સાથે લીંક થવાથી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા, દલાલી જેવા દૂષણો હવે ઈતિહાસ બન્યા

 અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો આજે ગુજરાતમાં ઈતિહાસ બની ચૂક્યા છે

 મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે

 ગુજરાતમાં હાલમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૦૫.૮૮ લાખ હેક્ટર અને કુલ પિયત વિસ્તાર ૭૦ લાખ હેક્ટર પહોંચ્યો, રાજ્યમાં કુલ પાકનું ઉત્પાદન ૫૧૯.૭૪ લાખ મે.ટન પહોંચ્યું

 કોંગ્રેસના શાસનમાં કેટલા ગામમાં પાણી પહોંચ્યા તે ગણાતું , અમારી સરકારમાં કેટલા બાકી રહી ગયા તે ગણાય છે

 રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે હવે તહેવારોમાં ઉચાટનો નહિ ઉજવણીનો માહોલ હોય છે
 
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં કહ્યું હતું કે, સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે જે નિરર્થક છે.કોંગ્રેસ તેના શાસનના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન ૮૬ વખત સુધારા કરીને સંવિધાનનું વારંવાર અપમાન કર્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં જમ્મુ-કાશમીરમાંથી ૩૭૦ ની કલમ દૂર થતા આપણું સંવિધાન અખંડ થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રામરાજ્યની આદર્શ કલ્પનાને સાકાર કરી છે. ભગવાનશ્રી રામલલ્લા નિજમંદિરમાં બિરાજયા છે. સાથે ૪ કરોડથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું હોવાનું તેમણે કહ્યું હતુ.
આજે ગુજરાતમાં યોજનાઓ આધાર સાથે લીંક થવાથી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા, દલાલી જેવા દૂષણો હવે ઈતિહાસ બન્યા છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સુશાસનની અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતુ.

ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં તત્કાલીન સરકાર વતી રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ ઉદ્બોધનનો સંદર્ભ ટાંકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે “રાજ્યમાં ભોજન માટે અનાજની અછત છે. અનાજ બચાવવા માટે સરકારે સંયમના પગલાં શરૂ કર્યા છે. ખેડૂતોને સસ્તા અનાજની દુકાનોએથી અનાજ ન લેવાની અને આમ જનતાને અઠવાડિયે એક ટંકનું ભોજન જતું કરવાની અપીલ કરવામાં આવી છે.” તેવા ઉલ્લેખ કરવામાં આવતા હતા જેની જગ્યાએ આજે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ઈતિહાસ બન્યા છે. આજે મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

અગાઉ કોંગ્રેસની સરકારમાં પીડાદાયી, સમસ્યાપ્રધાન, વિકાસની સમસ્યાના ગંભીર મુદ્દાઓને પરિણામેં મુખ્યપ્રધાન કરતા સમસ્યાઓ જ પ્રધાન હતી.. ભા.જ.પા.ના અથાગ પરિશ્રમના પરિણામે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ગુજરાતમાં ઈતિહાસ બની ચૂક્યા છે.
ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ૨૦૨૧-૨૨ માં રૂપિયા ૧૫૬૦૦૭.૦૨ કરોડ થયેલ છે. જે મુજબ ૧૪.૫૮% ની એકંદર મૂલ્યવૃદ્ધી થઇ છે.

આ સમાચાર પણ વાંચો:  Stock Market Crash: ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભૂકંપ, નિફ્ટી અને સેન્સેક્સ તૂટયા…

કૃષિપ્રધાન દેશ માટે સિંચાઈ એ રક્તવાહીની સમાન છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, ગુજરાત સરકારે ૭૦ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે. પાનમ કડાણા અને અન્ય નાના મોટા ચેકડેમ થકી ૫૦,૦૦૦ હેકટરનો પિયત વિસ્તાર વધારવામાં સફળતા મળી છે.

કોંગ્રેસના શાસનમાં સરકાર દ્વારા પીવાના પાણી પહોચાડ્યા હોય તેવા ગામોની ગણતરી કરવામાં આવતી હતી. અમારી સરકારે માત્ર ગામો નથી ગણ્યા પણ છેવાડાના વિસ્તાર સુધી કોઈ પણ ઘર બાકી ન રહી જાય તે માટે દરેક ઘરને યુનિટ બનાવીને નલ સે જલ ઘેર-ઘેર પાણી પહોંચાડવાનું કામ કર્યું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

ગુજરાતમાં હાલમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૦૫.૮૮ લાખ હેક્ટર અને કુલ પિયત વિસ્તાર ૭૦ લાખ હેક્ટર પહોંચ્યો, રાજ્યમાં કુલ પાકનું ઉત્પાદન ૫૧૯.૭૪ લાખ મેટ્રીક ટન એ પહોંચ્યું છે.

આજે કાયદા અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને પરિણામે ગુજરાત ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર થી મુક્ત તેમજ વિકાસશીલ, સલામત, સમરસ અને ગૌરવવંતુ બન્યું છે. આજે તહેવારોમાં ઉચાટનો નહિ ઉજવણીનો માહોલ જોવા મળે છે તેમ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ.

આજે વિધાનસભામાં પોતાની સ્પીચ માં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો,
વિકાસના પંથે ડગલેને પગલે ઝૂમ્યો.

નર્મદાના નીરથી ખીલી છે વાડીઓ,
ઉદ્યોગોના વિકાસથી દોડી રહી છે ગાડીઓ.

શિક્ષણ, આરોગ્ય, સૌને સમાન તક મળી,
ખેડૂત, વેપારી, સૌની મહેનત ફળી.

નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત,
દેશના નકશામાં, અલગ છે એની ભાત.

સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્ર થયો સાકાર,
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવા વિકાસને આકાર…

 

February 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Clinical Establishment Act Registration deadline for health institutions in Gujarat state extended
રાજ્ય

Gujarat Clinical Establishment Act: ગુજરાત રાજ્યમાં આરોગ્ય સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારી, આ તારીખ સુધી વધારાયો સમય

by khushali ladva February 21, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો
  • અગાઉ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું
  • આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા  કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય  દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો
  • અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે ૨૭ હજાર જેટલી અરજીઓ મળી જેમાંથી ૨૦ હજાર જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ
  • રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે :-  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Clinical Establishment Act: આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે 

Gujarat Clinical Establishment Act: સુધારા વિધેયકના મુખ્ય અંશો

  • જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી
  • નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ
  • ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું
  • રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરાઇ
  • જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી

આ સમાચાર પણ વાંચો : Marathi Sahitya Sammelan: રાજધાની દિલ્હીમાં 71 વર્ષ પછી આયોજન થયું મરાઠી સાહિત્યિક સંમેલન, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Gujarat Clinical Establishment Act: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” રજુ કર્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ ,તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો , તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧  સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે.  તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે  ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ , સાધનો ,  કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. 

આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઇજા, શારીરિક ખોડ, વિકૃતિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવિધાઓ પૂરી પાડતા હોય તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા, કાયદાની કલમ – ૯ (૪) માં “કાયમી” શબ્દ નહિ, પરંતુ “કામચલાઉ” શબ્દ ની જોગવાઇ કરાઇ છે. હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ અંતર્ગત  તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.

આ સમાચાર પણ વાંચો: મેડ ઈન ઇન્ડિયાની પાવર.. સુપરપાવર અમેરિકા પહેલીવાર ભારત ખરીદશે આ ઘાતક હથિયાર, ભારતીય કંપની સાથે કર્યો કરાર…

Gujarat Clinical Establishment Act: આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવશે. વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય  દોઢ વર્ષ એટલે કે ૧૨-૦૯-૨૦૨૬ સુધી વધારવામાં આવશે. આ સુધારા વિધેયકની અન્ય મહત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા મંત્રીશ્રી એ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ છે. જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Amit Shah Pune Visit:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે, પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની કરશે અધ્યક્ષતા

Gujarat Clinical Establishment Act: રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,  ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ તા.૧૩/૯/૨૦૨૨ થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા.૨૬/૯/૨૦૨૨ થી અમલમાં આવેલ છે. કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા.૧૩/૩/૨૦૨૪ થી અમલમાં આવ્યા છે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ  દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ   રૂ. ૧૦ હજાર થી રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ,  રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. ૨૫ હજાર થી લઇ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
'Legislative Drafting Training' program held in Gujarat Assembly, Union Home Minister Amit Shah addressed this program.
રાજ્ય

Amit Shah Legislative Drafting Training: ગુજરાત વિધાનસભામાં યોજાયો ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું આ પ્રોગ્રામને સંબોધન.

by Hiral Meria October 23, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amit Shah Legislative Drafting Training: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભામાં ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત જેવા દેશ માટે “કાયદાકીય મુસદ્દો” ( Legislative Drafting Training ) એ ખૂબ જ મહત્વપૂર્ણ અને આવશ્યક કળા છે જે બંધારણ દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે આ કળા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે 10 વર્ષ પૂર્ણ કર્યા છે, જે દરમિયાન ભારત ગુજરાત વિધાનસભામાં  ( Gujarat Assembly ) તેના મૂળિયા સાથે વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું છે. વડા પ્રધાન મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં લોક કલ્યાણમાં ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે.

અમિત શાહે ( Amit Shah Legislative Drafting Training ) નોંધ્યું હતું કે, “કાયદાકીય મુસદ્દો” ઘડવો એ કાયદાનો સાર છે અને આ કળાનું પતન લોકશાહી માટે નુકસાનકારક હોવાની સાથે-સાથે રાજ્ય અને દેશના લાખો લોકોને પણ નુકસાન પહોંચાડશે. તેમણે કહ્યું હતું કે, જો કાયદા બનાવતી વખતે કાયદાકીય પ્રક્રિયાને સમજ્યા વિના મુસદ્દા તૈયાર કરવામાં આવે છે, તો પછી કાયદાઓ ક્યારેય તેમના ઇચ્છિત હેતુને પૂર્ણ કરશે નહીં. કેબિનેટ નોટને ખરડામાં રૂપાંતરિત કરવાની જવાબદારી કાયદાકીય વિભાગની હોય છે, જે છેવટે કાયદાની રચના તરફ દોરી જાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી “કાયદાકીય મુસદ્દા”ની પ્રક્રિયા વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણપણે વિકસાવવામાં નહીં આવે, ત્યાં સુધી લોકશાહીની સફળતાની શક્યતા નહીંવત્ છે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ’ ના માધ્યમથી ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વર્ગ-1ના અધિકારીઓ સાથે સંવાદ કર્યો.

કોઈપણ નવો કાયદો અથવા બિલને જનતા માટે ઉપયોગી બનાવવામાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ મહત્વની ભૂમિકા ભજવે છે. મને વિશ્વાસ છે… pic.twitter.com/iLGH4pVsD5

— Amit Shah (@AmitShah) October 22, 2024

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ( Amit Shah ) જણાવ્યું હતું કે, જો દુનિયામાં “કાયદાકીય મુસદ્દા” માટે કોઈ આદર્શ હોય, તો તે છે ભારતનું બંધારણ ઘડવું. તેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણ ઘડવાથી મોટી કોઈ પ્રક્રિયા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્પષ્ટતા એ “કાયદાકીય મુસદ્દા” ની કળાનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. ધારાસભ્યો તેમના ઉદ્દેશોને કાયદામાં રૂપાંતરિત કરવામાં જેટલા સ્પષ્ટ હશે, તેટલો ભૂખરો વિસ્તાર નાનો હશે; અને ગ્રે એરિયા જેટલો ઓછો હશે, તેટલી જ ન્યાયિક દરમિયાનગીરીઓ ઓછી હશે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યાં સ્પષ્ટ કાનૂની અર્થઘટનનો અભાવ હોય એવા ભૂખરા વિસ્તારો હોય ત્યાં ન્યાયિક હસ્તક્ષેપો થાય છે; તેથી, કાયદાઓ સ્પષ્ટ કરવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  DoPPW Digital Life Certificate Campaign: DoPPWની અત્યાર સુધીનું સૌથી મોટી ડીએલસી ઝુંબેશ, આ તારીખથી હાથ ધરશે રાષ્ટ્રવ્યાપી ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 3.0’.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ઉદાહરણ તરીકે, બંધારણની મુસદ્દા સમિતિ ( Legislative Draft ) દ્વારા કલમ 370 નો મુસદ્દો ખૂબ જ સ્પષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બંધારણની કામચલાઉ જોગવાઈઓ” શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેનો અર્થ એ છે કે તે “કાયમી જોગવાઈ” નથી અને તેને દૂર કરવા માટે બંધારણમાં સુધારાની જરૂર નથી. ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા બંનેમાં સામાન્ય બહુમતી દ્વારા માન્યતા સાથે કોઈપણ સમયે કલમ 370 ને રદ કરવાનો બંધારણીય આદેશ જારી કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે જો તે સમયે કલમ 370ને કામચલાઉ બંધારણ તરીકે રાખવામાં આવી હોત, તો તેને દૂર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડી હોત. જો કે, ધારાસભ્યો ખૂબ સ્પષ્ટ હતા કે કામચલાઉ જોગવાઈ એક કામચલાઉ વ્યવસ્થા હતી, અને પરિણામે, તેને દૂર કરવા માટેનો સંદર્ભ કલમ 370 (3) માં મૂકવામાં આવ્યો હતો.

અમિત શાહે તમામ ધારાસભ્યો અને સાંસદોને કાયદાકીય મુસદ્દા પાંખ સાથે સતત સંપર્ક જાળવી રાખવા અને તેમની સાથે ચર્ચાવિચારણા કરતા રહેવા અપીલ કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સંસદ ભવનની અંદર “કાયદાકીય ડ્રાફ્ટિંગ” માટે એક તાલીમ શાળાની સ્થાપના કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, એક જાગૃત રાજકારણી તેમની કાનૂની સમજ દ્વારા નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. જી. વી. માવળંકરનું ઉદાહરણ ટાંકીને શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, વિપક્ષમાં હોવા છતાં તેમણે 16 સુધારાઓની દરખાસ્ત રજૂ કરી હતી, જે તમામ સુધારાઓ શાસક પક્ષે સ્વીકારવા પડ્યા હતા, કારણ કે તે સુધારા માટેની સારી રીતે વિચારવામાં આવેલી દરખાસ્તો હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાકીય મુસદ્દા તૈયાર કરવામાં સંકળાયેલા લોકો પાસે ફિલોસોફરની ક્ષમતા, ઐતિહાસિક તથ્યોનું જ્ઞાન અને ભાષાશાસ્ત્રની ઊંડી સમજ હોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  Gujarat SWAGAT Program: CM ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની ફરિયાદોનું લાવશે ઓનલાઈન નિવારણ, આવતીકાલે યોજાશે ગુજરાત ‘સ્વાગત’ કાર્યક્રમ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore
સુરતરાજ્ય

PM Ekta Mall: રૂ.૩૩૯ કરોડના ખર્ચે સુરતના રૂંઢ ખાતે નિર્માણ પામશે એકતા મોલ

by Hiral Meria July 24, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

PM Ekta Mall: કેન્દ્ર સરકારના ODOP (વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ) તથા ‘મેક ઈન ઇન્ડિયા’ના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ “પી.એમ. એકતા મોલ”નું સુરતના ( Surat ) રૂંઢ ખાતે નિર્માણ થશે. આ મોલમાં ગુજરાતના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન ( Handicraft products exhibition ) તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા કરવામાં આવશે. આ “પી. એમ. એકતા મોલ” માં ભારતના તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા ગુજરાતના ૩૩ જિલ્લાની ODOP સાથે GI ટેગ(જિયોગ્રાફીકલ ઇન્ડીકેશન) પ્રોડકટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જે માટે ૧૩૪ જેટલાં એમ્પોરીયા / શો રૂમ્સ બનાવાશે. જેથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવના સાર્થક થશે. 

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

રૂ. રૂ.૩૩૯ કરોડ પૈકી રૂા. ૨૦૨ કરોડ ભારત સરકાર અને  બાકીના રૂા.૧૩૭.૩૦ કરોડ રાજય સરકાર ( Gujarat Government ) ફાળવશે. હાથશાળ-હસ્તકલા, એગ્રી સેકટર, ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેકચરીંગ, મરીન જેવા સેક્ટરો, સ્ટાર્ટ અપ્સ, MSME, મહિલા ઉધોગસાહસિકોના ઉત્પાદનો મળશે. અહીં કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા FPOs -સહકારી મંડળી/સંઘ APMC નો સમાવેશ કરવામાં આવશે.

આ એકતા મોલમાં એમ્પોરીયા / શો રૂમ્સ ઉપરાંત ક્રાફ્ટ ગેલેરી, સેમિનાર હોલ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સેન્ટ્રલ એર-કન્ડીશન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.  હસ્તકલા કારીગરોની રહેવાની વ્યવસ્થા માટે ૧૧ માળનું અલગ બિલ્ડીંગ બનશે જેમાં 1 BHK ફ્લેટ્સ, ડોરમેટરીની સુવિધાઓ તેમજ મુલાકાતીઓ અને કારીગરો માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી થશે.  

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

આ સમાચાર પણ વાંચો  :  Club Mahindra : ક્લબ મહિન્દ્રા સાથે અરેબિયન ડ્રીમ્સ હોટેલ એપાર્ટમેન્ટની મજા માણો: દુબઈનું પ્રીમિયર ફેમિલી અર્બન ડેસ્ટિનેશન

ગુજરાત વિધાનસભાની ( Gujarat Assembly  ) જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ( Rundh ) ખાતે કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર ‘પી.એમ.એકતા મોલ’ની સાઈટ વિઝીટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણકાર્ય સંબંધિત વિગતો મેળવી હતી. સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે એમ જણાવ્યું હતું. 

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

આ અવસરે સમિતિના અધ્યક્ષ અને સભ્યો ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવશ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સર્કિટ હાઉસ ખાતે એકતા મોલ સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.  

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Congress has saved these seats
રાજ્ય

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતભરમાં ભાજપની આંધી, તેમ છતાં કોંગ્રેસે બચાવી લીધી આ બેઠકો.. જુઓ આખું લિસ્ટ અહીં

by kalpana Verat December 8, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ખેડબ્રહ્મા (ST), સાબરકાંઠા – તુષાર ચૌધરી (કોંગ્રેસ)
વાવ, બનાસકાંઠા -ગેનીબેન ઠાકોર(કોંગ્રેસ)
દાંતા (ST), બનાસકાંઠા – કાંતિભાઈ ખરાડી(કોંગ્રેસ)
કાંકરેજ, બનાસકાંઠા – અમૃતભાઈ ઠાકોર(કોંગ્રેસ)
ચાણસ્મા, પાટણ – દિનેશ ઠાકોર (કોંગ્રેસ)
પાટણ, પાટણ – ડૉ. કિરીટકુમાર પટેલ(કોંગ્રેસ)
વિજાપુર, મહેસાણા – ડૉ. સી. જે. ચાવડા(કોંગ્રેસ)
જમાલપુર-ખાડિયા, અમદાવાદ – ઈમરાન ખેડાવાલા(કોંગ્રેસ)
દાણીલીમડા (SC), અમદાવાદ – શૈલેષ પરમાર(કોંગ્રેસ)
માણાવદર, જુનાગઢ – અરવિંદ લાડાણી(કોંગ્રેસ)
ખંભાત, આણંદ – ચિરાગ પટેલ(કોંગ્રેસ)
વાંસદા (ST), નવસારી – અનંતકુમાર પટેલ(કોંગ્રેસ)
લુણાવાડા, મહિસાગર – ગુલાબ સિંહ(કોંગ્રેસ)
સોમનાથ, ગિર સોમનાથ – વિમલ ચુડાસમા(કોંગ્રેસ)

આ સમાચાર પણ વાંચો:AAPના પ્રદર્શન પર સંજય સિંહે કહ્યું- ગુજરાત મોદી-શાહનો ગઢ, આ કિલ્લાને ભેદવું સરળ કામ નથી

December 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું, રાહુલ ગાંધીના દાહોદ કાર્યક્રમ બેઠકમાં 5 MLA રહ્યા ગેરહાજર; જાણો કોણ છે આ MLA

by Dr. Mayur Parikh May 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વિધાનસભાની ચૂંટણી(Assembly Election) નજીક આવતા ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) પણ એક્શન જોવા મળી રહી છે. 

કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) ગુજરાત પ્રવાસે આવી દાહોદથી વિધાનસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે. 

જોકે આ કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો(MLA) ગેરહાજર પણ જોવા મળી હતી, જેને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે .

જે ધારાસભ્યો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા તેમાં વિક્રમ માડમ(Vikram madam), જાવેદ પીરઝાદા(Javed pirzada), અનંત પટેલ(Anant patel), ભગાભાઇ બારડ અને સંતોક એરઠીયાનો સમાવેશ થાય છે.

હાલ નરેશ પટેલને(Naresh patel) કોંગ્રેસ જોડાવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

હવે કોંગ્રેસ કેવી રીતે આગળ વધવા તે અંગે મનોમંથન ચાલી રહ્યો છે

આ સમાચાર પણ વાંચો :  દુકાનોના નામના પાટિયાના લઈને આ પ્રધાને આપી ચેતવણી, કહ્યું- મુદતમાં નામ બદલો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.. જાણો વિગતે.

May 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મહાગનરપાલિકા પર ફરી કબ્જો કરવા મહાવિકાસ આઘાડી સરકારે ચાલી આ ચાલ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જ પાલિકાની ચૂંટણી યોજશે.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 30, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની હાલની મુદત સાત માર્ચ 2022ના પૂરી થઈ ગઈ છે. મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ ગઈ છે. શિવસેના કોઈ પણ હિસાબે મુંબઈ મહાનગરપાલિકા પોતાના હાથમાંથી જવા દેવા તૈયાર નથી. તેથી શિવસેના સંચાલિત મહાવિકાસ આઘાડીએ નવી ચાલ રમી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે, તે મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ મુંબઈ મહાગનરપાલિકાની ચૂંટણી યોજવાની યોજના બનાવી રહી છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં સત્તા મેળવ્યા બાદ ભાજપનો ઉત્સાહ વધી ગયો છે. હવે ભાજપે પોતાની કમર દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈની પાલિકાની ચૂંટણી જીતવા કસી છે. જોકે શિવસેના કોઈ પણ હિસાબે પોતાના હાથમાંથી પાલિકાને જતી કરવા તૈયાર નથી. તેથી શિવસેના મુંબઈ મનપાની ચૂંટણી નવેમ્બર સુધી પાછળ ખેંચવાનો ઈરાદો રાખે છે. 

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!! બોરીવલીમાં કાળજુ કંપાવી નાખનારી ઘટના બની.. દસ રખડતા કુતરાને દિવાલમાં જીવતા ચણી દેવાયાં, પ્રાણીપ્રેમીઓએ સમયસર બચાવી લીધા. પોલીસમાં નોંધાયો ગુનો..

આ સમય દરમિયાન ભાજપનો મુંબઈમાં ઉત્સાહ ઓછો થઈ ગયો હશે, કારણ કે આ જ સમયે દેશના અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. તેથી ભાજપના તમામ સ્ટાર પ્રચારકો ત્યાં વ્યસ્ત હશે અને મુંબઈ પ્રત્યે એટલું ધઅયાન આપી શકશે નહીં એવો શિવસેનાનો અંદાજો છે. 

2017ની ચૂંટણીમાં ભાજપ શિવસેનાનથી ફક્ત બે સીટ પાછળ રહી હતી. આ વખતે ભાજપના વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ મુંબઈ મનપાની ચૂંટણી લડવાનો ઈરાદો રાખે છે. જોકે મહાવિકાસ આઘાડી પાલિકાની ચૂંટણી નવેમ્બર સુધી ખેંચી જવા માગે છે. તેથી ભાજપના કેન્દ્રીય નેતાથી લઈને તમામ લોકો અન્ય વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હશે. તેનો પૂરોપૂરો ફાયદો મુંબઈની પાલિકાની ચૂંટણીમાં મળવાની શિવસેનાની ગણતરી છે.

March 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ રાજ્યની વિધાનસભામાં અદાણી હાય હાયના નારા લાગ્યા. જાણો શું છે મામલો.

by Dr. Mayur Parikh March 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાત સરકાર અદાણી પાવર પર મહેરબાન હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. 

આ મામલે ગુજરાત વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ એટલે કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં અદાણી હાય હાયના નારા લગાવ્યા હતા. 

સરકાર પર આરોપ લગાડવામાં આવ્યો છે કે અદાણી કંપનીને લાભ પહોંચાડવા અયોગ્ય રીતે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.

ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલુ PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

March 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક