• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Gujarat Women
Tag:

Gujarat Women

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat
સુરત

Ganga Swarupa Arthik Sahay Yojana: નિરાધાર મહિલાઓનો આર્થિક આધાર આપતી ગુજરાત સરકારની ‘આ’ યોજના, દર મહિને મળતી સહાય લાભાર્થીઓ માટે બની અતિ મૂલ્યવાન.

by Hiral Meria October 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ganga Swarupa Arthik Sahay Yojana: ગુજરાતમાં નારી સશક્તિકરણ માટે ગુજરાતની મહિલાઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણની દિશામાં અનેકવિધ અપ્રતિમ પગલાં લઈને જે અભિનવ માર્ગ કંડાર્યો છે. ગુજરાત સરકાર મહિલા સુરક્ષાથી લઈને સશક્તિકરણ માટે અનેકવિધ પગલાંઓ લઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં હરહંમેશ પ્રયત્નશીલ રહી છે, ત્યારે પરિવારના મોભીનો આધાર ન હોય તેવી હજ્જારો ગંગા સ્વરૂપા બહેનોને સરકારે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ થકી સ્વમાનભેર જીવન જીવવા માટે માર્ગ આપ્યો છે. 

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

                    ઓલપાડના ( Surat ) લવાછા ગામના મોટા ફળિયામાં રહેતા અલ્પાબેન પટેલે કહ્યું હતું કે, દરિયાકાંઠાના છેવાડા ગામોની ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય આપીને મુશ્કેલીઓમાં આધારરૂપ બન્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આજથી ૧૪ વર્ષ પહેલા મારા પતિનું અવસાન થયું હતું. એટલે એક દિકરો અને બે દીકરીની ચિંતા થતી હતી. પેટે પાટા બાંધીને પણ દિકરા-દીકરીઓને ભણાવ્યા છે. દિકરો ITI માં ભણે છે. એક દીકરી હીરાની ફેક્ટરીમાં નોકરી કરે છે અને બીજી  દીકરી માસ્ટર ડિગ્રી કરી છે. જ્યારે પુત્ર ITI માં વાયરમેનની તાલીમ લઈ રહ્યો છે. મને ૧૪ વર્ષથી ગંગા સ્વરૂપા આર્થિક યોજનાના ( Financial assistance ) લાભ થકી દર મહિને રૂ.૧૨૫૦ મળે છે. આ સાથે પીએમ આવાસ યોજનામાં પોતાનું મકાન અને કિશાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષે ૬૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. રાજ્ય સરકારના દ્વારા રાંધણ ગેસની બોટલ અને દર મહિને અનાજ  વિના મૂલ્યે મળે છે. સરકારે અમારા  જેવા મધ્યમ વર્ગીય પરિવારો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે એટલે અમારું જીવન ધોરણ સરળ બન્યું છે એ બદલ સરકારશ્રીના અમે ઋણી રહીશું.

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

Economic Support for Destitute Women Ganga Swarupa Arthik Sahay Yojana in gujarat

આ સમાચાર પણ વાંચો : Baba Siddique murder: …એટલે જ શૂટરોને ઉત્તર પ્રદેશથી બોલાવવામાં આવ્યા હતા, બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો, અત્યાર સુધીમાં 9 ધરપકડ..

Ganga Swarupa Arthik Sahay Yojana:  ગંગા સ્વરૂપા બહેનોને ( Gujarat Women ) મળતી આર્થિક સહાય પીઠબળ સમાન: લાભાર્થી શશિકલાબેન પટેલ

 લવાછા ગામના ગંગા સ્વરૂપા ( Ganga Swarupa Arthik Sahay Yojana ) લાભાર્થી શશિકલાબેન પટેલે કહ્યું હતું કે, પરિવારમાં પુત્ર- પુત્રી છે. દિકરો અભ્યાસ કરે છે અને દીકરી નોકરી કરે છે. ઉપસરપંચ અશોકભાઈએ બંને બાળકોના અભ્યાસમાં મદદરૂપ થયા હતા. વન મંત્રીશ્રી પણ ઘણી મદદ કરી છે. વિધવા સહાય મેળવવામાં તેમજ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો હોવાનું જણાવી સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને મળતી આર્થિક સહાય ઘણી ઉપકારક અને પીઠબળ સમાન બની રહી છે તે બદલ રાજ્ય સરકાર ( Gujarat  Government ) પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

October 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Under Ek Rakhi Desh Ke Jawano Ke Naam, the sisters of Anganwadis in Gujarat will send a kalash of lakhs of Rakhis to the soldiers.
રાજ્ય

Raksha Bandhan: રક્ષાબંધનના પવિત્ર તહેવારે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતની આંગણવાડીઓની બહેનો સૈનિકોને આટલા લાખ રાખડીઓનો કળશ મોકલશે.

by Hiral Meria August 17, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Raksha Bandhan:  ​દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા ( Indian Soldiers ) સૈનિકો-જવાનોને ૧ લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની ( Gujarat Women ) આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે.  

 ​દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે.

 ​ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” ( Ek Rakhi Desh Ke Jawano ke Naam ) અંતર્ગત ગુજરાતે ( Gujarat ) કર્યો છે.

 ​આ હેતુસર ગુજરાતની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું ( Rakhi ) રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.

 ​મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા.  

દેશની સુરક્ષા સાચવતા આપણા ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનોએ ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ પહેલ અંતર્ગત 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષાકવચ દેશની સરહદે તૈનાત… pic.twitter.com/sjsh7RBN5t

— CMO Gujarat (@CMOGuj) August 17, 2024

 ​તાપ, ટાઢ, વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતીમાં અડિખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો-જવાનોના દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભુતિ કરાવતી રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Express Train: રેલવે મુસાફરોને હાલાકી!! 20 ઓગસ્ટ ના રોજ સાબરમતી સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે આ ટ્રેનોને થશે અસર..

 ​આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર શ્રી રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નરશ્રી રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
women of Gujarat became self-sufficient, 8500 sisters of the Sakhi Mandal Collected 5 thousand metric tons lemons in three months, and raised an income of ₹ 4 crore
રાજ્યગાંધીનગર

Gujarat : ગુજરાતના ગામડાઓની મહિલાઓ બની આત્મનિર્ભર, સખીમંડળની 8500 બહેનોએ ત્રણ મહિનામાં 5 હજાર મે. ટન લીંબોળી એકત્ર કરીને ₹4 કરોડની આવક મેળવી

by Hiral Meria July 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarat : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસના વિઝનમાં ભારતની નારી શક્તિનું ઉત્થાન કેન્દ્રસ્થાને રાખ્યું છે. ખાસ કરીને, ગામડામાં રહેતી મહિલાઓના સશક્તિકરણ ( Women Empowerment ) પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે જેથી તેઓ દેશના અર્થતંત્રમાં યોગદાન આપે અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે. ગુજરાતમાં મિશન મંગલમ અંતર્ગત શરૂ કરવામાં આવેલા મહિલા સ્વસહાય જૂથો ( Women Self Help Groups ) આ દિશામાં સાર્થક નિવડ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, સ્વસહાય જૂથોને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. 31 જુલાઇના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વસહાય જૂથની મહિલાઓ સાથે “સખી સંવાદ કાર્યક્રમ” ( Sakhi Samvad ) માં સામેલ થશે. ગુજરાતના ગામડાઓની મહિલાઓની સાફલ્યગાથાઓ આજે સૌ માટે પ્રેરણા બની છે. એક ઉદાહરણ જોઇએ તો વર્ષ 2021-22માં ગુજરાતની 8500 મહિલાઓએ, ત્રણ મહિનામાં 5 હજાર મેટ્રિક ટન લીંબોળી ( Neem Fruit )  એકત્ર કરીને ₹ 4 કરોડની આવક મેળવી છે. 

GNFC દ્વારા નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોળીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે, દવાઓ, નીમ ઓઇલ તેમજ અન્ય ઉત્પાદનો બનાવવામાં થાય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ( GLPC ) હસ્તક સ્વ સહાય જૂથની મહિલાઓ ( Gujarat Women ) લીંબોળી એકત્ર કરીને, તેના વેચાણથી આવક મેળવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021-22માં મે થી જુલાઈ માસ દરમિયાન (લીંબોળી પરિપક્વ થવાનો સમયગાળો) રાજ્યના 15 જિલ્લાના સ્વ સહાય જૂથોની 8500 મહિલાઓએ લીંબોળી એકત્ર કરીને ₹ 4 કરોડની આવક મેળવી છે.

Gujarat : 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તાલીમ મળી

વર્ષ 2010માં મિશન મંગલમ શરૂ થયા બાદ અત્યારસુધીમાં ગુજરાતના 28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે. તાલીમના લીધે મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેમણે પોતાના વ્યવસાય શરૂ કર્યા છે. તેના લીધે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે.

આ સમાચાર પણ વાંચો:  PM Modi: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Gujarat : 23 લાખથી વધુ મહિલાઓને વીમા કવચ

રાજ્યમાં 2.79 લાખથી વધુ સ્વ સહાય જૂથોમાં 27 લાખથી વધુ પરિવારો જોડાયેલા છે. આ પૈકી  પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત 23 લાખથી વધુ મહિલાઓને જીવન વીમા અને સ્વાસ્થ્ય સુરક્ષાનો લાભ મળ્યો છે. 

Gujarat : એક લાખથી વધુ જૂથોને ₹ 4338 કરોડની લોન 

રાજ્યના 118,000 જૂથોને માઇક્રોફાઇનાન્સ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹ 4338 કરોડની લોન આપવામાં આવી છે. રાજ્યમાં 113,287 નવા સ્વ સહાય જૂથો બનાવવામાં આવ્યા છે અને 156,214 જૂથોને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે કુલ 269,507 સ્વ સહાય જૂથો કાર્યરત છે.

Gujarat : 7 લાખથી વધુ ઘરોમાં ન્યૂટ્રી ગાર્ડન, મેળાઓના આયોજનથી મહિલાઓને 10 કરોડથી વધુની વાર્ષિક આવક

કુપોષણને દૂર કરવા તેમજ મહિલાઓ માટે આવકના સ્ત્રોત વધારવાના હેતુથી, એગ્રી ન્યૂટ્રી ગાર્ડનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં સ્વસહાય જૂથોને ઉત્તમ ગુણવત્તાના બીજ આપીને ન્યૂટ્રી ગાર્ડન બનાવવા માટે મદદ કરવામાં આવે છે. અત્યાર સુધી 7,26,495 ઘરોને ન્યૂટ્રી ગાર્ડનમાં આવરી લેવામાં આવ્યા છે. તે સિવાય સરસ મેળા, પ્રાદેશિક મેળા, રાખી મેળા, અને નવરાત્રિ જેવા અલગ અલગ વાર્ષિક 10થી 12 મેળાના આયોજનથી મહિલાઓને તેઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ થકી આજીવિકા ઊભી કરવામાં એક માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.   

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  Gujarat Rain: ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક