• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - gujarat - Page 7
Tag:

gujarat

Gujarat Rain News: Light to heavy rain in 209 talukas of 33 districts in the state in the last 24 hours
રાજ્ય

Gujarat Rain : છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

by kalpana Verat June 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Rain : રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં ૭ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો :  Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

વધુમાં, રાજ્યના ૭ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૬૭ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anganwadi Praveshotsav-2025 More than 5 lakh children enrolled in Anganwadi in Gujarat in the last 3 years
રાજ્ય

Anganwadi Praveshotsav-2025 : ભુલકાઓના ઉજ્જવળ ભવિષ્યનું પ્રથમ સોપાન, છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવ્યો

by kalpana Verat June 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Anganwadi Praveshotsav-2025 : 

 અંદાજે ૭૭,૫૭૦ કુમાર તથા ૭૩,૩૭૯ કન્યાઓ એમ મળીને રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં ૧.૫૦ લાખથી વધુ બાળકોને ચાલુ વર્ષે પ્રવેશ અપાશે
 આંગણવાડી પ્રવેશમાં ગુજરાતનું નામાંકન ૮૭.૬ ટકા નોંધાયું
 બાળકોની અઠવાડિક પ્રવૃત્તિઓના આયોજનની માહિતી આપતું ડિજિટલ કેલેન્ડર
 આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ માટે યુટ્યુબ ઉપર “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ કાર્યરત
*
રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ૩ થી ૬ વર્ષના ભૂલકાઓને આંગણવાડીમાં દાખલ કરવા માટે દર વર્ષે આંગણવાડી પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં આ વર્ષે રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં અંદાજે ૧.૫૦ લાખથી વધુ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં ૭૭,૫૭૦ કુમાર તથા ૭૩,૩૭૯ કન્યાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના સૌને શિક્ષણ આપવાના અવિરત પ્રયાસો થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ૫ લાખથી વધુ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે જેમાં ૨.૬૮ લાખ કુમાર અને ૨.૫૩ લાખથી વધુ કન્યાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી પ્રવેશમાં ગુજરાતની નામાંકન ટકાવારી સમગ્ર દેશ કરતા વધુ છે. દેશમાં વર્ષ ૨૦૨૪માં આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નામાંકન ૬૬.૮ ટકા છે જેની સામે ગુજરાતની આંગણવાડીઓમાં ત્રણ વર્ષના બાળકોનું નામાંકન ૮૭.૬ ટકા નોંધાયું છે.

આંગણવાડીમાં ૩ થી ૬ વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓના આધારે અનૌપચારિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોનો શારીરિક, ભાષાકીય, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય તેવું હુંફાળું વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. વ્યક્તિગત રીતે નાના અને મોટા જૂથમાં બાળક સ્વયં ઉપર નિયંત્રણ રાખી બીજા બાળકો સાથે હળે મળે અને આંતરિક શિસ્ત કેળવાય તે પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિવિધ સાધન સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

આંગણવાડીમાં અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે, સર્કલ ટાઈમ, થીમ આધારિત ચર્ચા ગીત, સંગીત, વાર્તા, ઉખાણા, જોડકણા દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. વાલીઓ માટે ડિજિટલ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં બાળકોના અભ્યાસક્રમ મુજબ જે અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે તેની માહિતી, બાળકો માટેની દૈનિક બે પ્રવૃત્તિઓ, માસમાં બાળક શું શીખશે અને માસના અંતે બાળકે શું શીખ્યું તે વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.

આ ઉપરાંત ‘મારી વિકાસયાત્રા’ બુક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવામાં આવે છે. બાળકોને વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં બાળ દિવસની ઉજવણી, વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્સવ તથા પ્રાયોગિક અનુભવો થાય તે હેતુથી બાળ મેળાઓ પણ યોજવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક કીટનો ઉપયોગ કરી ચિટકકામ, માટીકામ, છાપકામ, ગડીકામ, રંગકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે “ઉંબરે આંગણવાડી” યુટ્યુબ દ્વારા અભ્યાસક્રમ આધારિત કાર્યક્રમો જેવા કે, બાળઆનંદ, સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપરાંત માતા-પિતા અને વાલીઓ માટે પોઝિટિવ પેરેન્ટિંગના કાર્યક્રમો પણ યોજાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Rains Heavy rains forecast in Gujarat during the next week
ગાંધીનગર

Gujarat Rains : ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની આગાહી, રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

by kalpana Verat June 25, 2025
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

Gujarat Rains :  રાહત નિયામકશ્રી અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં IMD ના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે.

એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે.

GSRTC અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં CWC- મહી અને તાપી ડિવીઝન, વન, આરોગ્ય, ઊર્જા, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ISRO, ફીશરીઝ, વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kesar Keri Mahotsav 2025 farmers sold 2.70 lakh kilograms of mangoes at Ahmedabad Hat
અમદાવાદ

Kesar Keri Mahotsav 2025: અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેરીનો આનંદ માણ્યો, ખેડૂતો દ્વારા ૨.૭૦ લાખ કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું

by kalpana Verat June 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Kesar Keri Mahotsav 2025: 

  •  કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ. ૪ કરોડની કિંમતની ૩.૩૦ લાખ કિગ્રાથી વધુ કેરીનું વિક્રમી વેચાણ
  • ગુજરાતના વિવિધ પ્રદેશોની સુપ્રસિદ્ધ કેરીઓના સીધા વેચાણથી શહેરીજનોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને ૨૦ ટકા જેટલો વધારે નફો મળ્યો

દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. સાથે જ, નાગરિકોને રસાયણમુક્ત ખેત પેદાશો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ભાર આપી રહી છે. શહેરમાં વસતા નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

નાગરિકોને રસાયણમુક્ત કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં અમદાવાદ ખાતે ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા. ૧૪મી મે, ૨૦૨૫થી એક મહિના સુધી ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’ યોજાયો હતો, જેનો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો.

કેરી મહોત્સવના સફળ આયોજન અંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ ઉનાળામાં અમદાવાદીઓએ મન મૂકીને રસાયણમુક્ત કેરીનો આનંદ માણ્યો છે. વર્ષ ૨૦૨૩માં યોજાયેલા કેસર કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા ૨.૭૦ લાખ કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષના કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા કેરીનું અત્યાર સુધીનું સૌથી વિક્રમી વેચાણ કરવામાં આવ્યું છે. માત્ર એક મહિનાના સમયગાળામાં જ ખેડૂતોએ રૂ. ૪ કરોડની કિંમતની ૩.૩૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીનું વેચાણ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં ઉભા કરાયેલા આશરે ૮૫ જેટલા સ્ટોલ પૈકી ૪૫ સ્ટોલ આત્મા સમેતિમાં નોંધાયેલા ખેડૂતોને, ૨૧ સ્ટોલ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને, ૧૨ સ્ટોલ ખેડૂત ઉત્પાદક સંગઠનોને, ૦૩ સ્ટોલ ગોપકામાં નોંધાયેલા ખેડૂતોને તેમજ ૦૨ સ્ટોલ સહકારી મંડળીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા. ખેડૂત અને નાગરીકો વચ્ચેના વેપારી દૂર થતા આ કેરી મહોત્સવના માધ્યમથી ખેડૂતોએ તેમની ગુણવત્તાયુક્ત કેરીનું સીધું વેચાણ કરીને સામાન્ય કરતા ૨૦ ટકા જેટલો વધારે નફો મેળવ્યો છે. એક મહિનામાં આશરે એક લાખથી વધુ શહેરીજનોએ કેરી મહોત્સવની મુલાકાત લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

નાગરિકોને ગુણવત્તાયક્ત અને કાર્બાઈડ ફ્રી કેરી ઘર આંગણે ઉપલબ્ધ થતા, આ કેરી મહોત્સવ માત્ર એક ખરીદીનો પોઈન્ટ જ નહીં, પરંતુ શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધતા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીના વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે કેસર કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરીઓ સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ખેડૂતોને ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડીને સહાયરૂપ થઇ રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat Rain News Monsoon starts with a bang with more than 9 inches of rain in Surat City
સુરત

Surat Rain News : ‘વેલકમ મોન્સુન’: સુરત સિટીમાં ૯ ઈંચ થી વધુ વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત

by kalpana Verat June 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat Rain News : દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર-જિલ્લામાં રાતથી પડી રહેલા ભારે વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. સમગ્ર સુરત જિલ્લામાં સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં સરેરાશ ૪ થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે સુરત શહેરમાં ૨૩૯ મિમી અને સૌથી ઓછો મહુવામાં ૪૩ મિમી વરસાદ નોંધાયો હોવાનું સુરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, કામરેજમાં ૧૮૧ મિમી, પલસાણામાં ૧૫૪ મિમી, બારડોલીમાં ૧૧૯ મિમી, ઓલપાડમાં ૧૦૭ મિમી, ચોર્યાસીમાં ૯૦ મિમી, માંગરોળ અને માંડવીમાં ૭૬ મિમી વરસાદ નોંધાયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat Heavy Rain 112 people were safely evacuated from low-lying areas flooded due to heavy rains in Surat.
સુરત

Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

by kalpana Verat June 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

 Surat Heavy Rain :

સુરત શહેરમાં વરસી રહેલા અવિરત વરસાદ ( Heavy Rain ) ના કારણે શહેરના વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગના જવાનોએ ભારે વરસાદના કારણે એલ.પી. સવાણી સર્કલ પાસે, ટયુશન કલાસના આઠ બાળકો, સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિવાનમાં જતા પાંચ બાળકો, આનંદમહલ રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ફસાયેલા ૩૩ લોકો, સરથાણા જકાતનાકા પાસેથી ૨૮ વિદ્યાર્થીઓ, વરાછાના ખાંડ બજાર પાસેથી બેન્કના ૧૮ કર્મચારીઓ, વનિતા વિશ્રામ કેમ્પસમાંથી વિદ્યાર્થી-વાલી સહિત ૬ લોકો, રામનગર વોક-વેથી એક મહિલા, મ્યુ. ટેનામેન્ટ પાસેથી ૧૦ બાળકોને, પી. એમ ભગત સ્કૂલના એક વિદ્યાર્થી સહિત કુલ ૧૧૨ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અખંડ આનંદ કોલેજની બે વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદી સ્થિતિમાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપી આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Unified Pension Scheme : યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ વિકલ્પનો ઉપયોગ કરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway News Change in the terminal station of these trains running from Ahmedabad Railway Station
અમદાવાદ

Railway News : અમદાવાદ રેલવે સ્ટેશનથી ચાલનારી આ ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર,   ટ્રેનોના સ્ટોપેજ અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર થશે

by kalpana Verat June 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Railway News :  અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈ થી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. તે અનુસાર અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવા માં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવામાં આવી રહ્યા છે.

ટર્મિનલો માં આ ફેરફાર સંચાલનમાં ફ્લેક્સિબિલિટીની જોગવાઈ કરાવશે, અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની ભીડને ઓછી કરશે, યાત્રી સેવાઓને વધારવા અને અપગ્રેડ કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં માળખાગત પરિયોજનાઓના ઝડપી અમલીકરણને સક્ષમ બનાવશે.

અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસના ટર્મિનલને અસારવામાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. જ્યારે 2 જોડી ટ્રેનોના ટર્મિનલને મણીનગર/વટવામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તથા કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અમદાવાદ (કાલુપુર) સ્ટેશનને બદલે સાબરમતી સ્ટેશન પર આપવામાં આવ્યા છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે.
પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો આ મુજબ છે :

Railway News : અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન

• ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 05 જુલાઈ, 2025 થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 કલાકે ઉપડશે. આ રીતે, ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર 18.20 કલાકે પહોંચશે.

Railway News : અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો

• ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 07 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05.50 કલાકે ઉપડશે. આ જ રીતે, ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 21.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
• ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટર્મિનલ 05 જુલાઈ, 2025 થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી 18.20 કલાકે ઉપડશે.
• ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 05 જુલાઈ, 2025 થી વટવા સ્ટેશન પર 14.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Extension : મુંબઈગરાઓ ને ભીડથી મળશે રાહત. લોકલ ટ્રેનોની સંખ્યા વધશે; રેલ્વે મંત્રીની મોટી જાહેરાત

નીચે જણાવેલી ટ્રેનોનું સ્ટોપેજ અમદાવાદ સ્ટેશન પર નહીં થાય તથા સાબરમતી સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે :

Railway News : બદલાયેલા સમય સાથે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ લેનારી ટ્રેનો

• ટ્રેન નંબર 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.20 કલાકે આગમન થશે તથા 05.30 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.20 કલાકે આગમન થશે તથા 07.30 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટર્મિનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 20.49 કલાકે આગમન થશે તથા 20.59 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 04.47 કલાકે આગમન થશે તથા 04.57 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12479 જોધપુર-બાન્દ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 03.00 કલાકે આગમન થશે તથા 03.10 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22452 ચંદીગઢ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 00.01 કલાકે આગમન થશે તથા 00.10 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22916 હિસાર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12998 બાડમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 07.10 કલાકે આગમન થશે તથા 07.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 21.50 કલાકે આગમન થશે તથા 22.00 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 11 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 7 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 02.10 કલાકે આગમન થશે તથા 02.20 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ 2025 થી સાબરમતી સ્ટેશન પર 05.25 કલાકે આગમન થશે તથા 05.35 કલાકે પ્રસ્થાન કરશે.
• ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ 2025 થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર 06.48 કલાકે આગમન થશે તથા 06.58 કલાકે પ્રસ્થાન કરશે.

યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે .

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Digital Gujarat Gujarat is using AI for proactive measures to prevent primary school students from dropping out of school
રાજ્ય

Digital Gujarat : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા અગમચેતીના પગલાં માટે ગુજરાત કરી રહ્યું છે AIનો ઉપયોગ

by kalpana Verat June 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Digital Gujarat : 

  • શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS)
  • EWS થકી સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી, જેમના પર અપાશે વિશેષ ધ્યાન
  • શાળા પ્રવેશોત્સવ 2025 દરમિયાન ઓળખ કરાયેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આમંત્રિત કરવામાં આવશે, બાળકની પ્રગતિ માટે શાળાકીય શિક્ષણના મહત્વની સમજણ આપવામાં આવશે

 ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષ 2002-03થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમના પરિણામે આજે ગુજરાતની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2001-02 જ્યાં ધો 1 થી 8માં વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 37.22 ટકા હતો, તે વર્ષ 2023-24માં ઘટીને 2.42 ટકા થયો. 

પરંતુ, ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે, જેથી તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાય. 

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ (ધો- 1 થી 8)માં આજે લગભગ 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, અને આ વિદ્યાર્થીઓમાંથી EWS થકી અત્યારસુધીમાં લગભગ 1,68,000 એટલે કે 2%થી પણ ઓછા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવે છે. રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા આ 1,68,000 બાળકો તેમનું શાળાકીય શિક્ષણ ચાલુ રાખે. આ માટે આ બાળકો અને તેમના વાલીઓને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે, અને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની સમજ આપવામાં આવશે. આમ, સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા રાજ્ય સરકાર સક્રિયપણે કાર્યરત છે. 

Digital Gujarat : શું છે AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS)?

સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી AI આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) પ્રાથમિક શાળામાં (ધો- 1 થી 8) ભણતા પ્રત્યેક વિદ્યાર્થીના રેકોર્ડ (ઉંમર, જાતિ, વિકલાંગતા વગેરે), શાળા પ્રદર્શન, હાજરી અને મૂલ્યાંકન જેવા ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની અગાઉથી આગાહી કરે છે અને તેને અટકાવવા માટેના પગલાં લેવા માટે એલર્ટ આપે છે. 

આ સિસ્ટમમાં એલ્ગોરિધમ્સ દ્વારા ડેટાની પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ લેનારા બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઇ શકાય. વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ માટેના મુખ્ય પરિબળોમાં શાળામાં તેમની સતત ગેરહાજરી, શાળા શિક્ષણમાં નબળું પ્રદર્શન, બાળકની તંદુરસ્તી અને શારીરિક વિકલાંગતા, બાળકની વર્તણૂંક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની શાળા સંબંધિત માહિતી જેમકે, વિદ્યાર્થીની શાળાનો પ્રકાર (સરકારી, સહાયિત, ખાનગી વગેરે), મલ્ટિગ્રેડ વર્ગખંડો, શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, તેમજ વિદ્યાર્થીઓના પરિવાર અંગેની માહિતી જેમકે, પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારનું સ્થળાંતર, ઘરમાં શિક્ષણ અંગેના વિચારો અને ધારણા, પરિવારમાં બાળકોની સંખ્યા, વસ્તી વિષયક માહિતી વગેરેનો પણ સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો : Iran-Israel War :અમેરિકા પછી, ઇઝરાયલે ઇરાની પરમાણુ સ્થળ પર કર્યો હુમલો, ઇરાને કહ્યું- પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કરીએ; ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું, અમે ખતમ કરીશું

આમ, આ સિસ્ટમનો ઉદ્દેશ મુખ્ય સૂચકાંકોના આધારે શાળા છોડી દેવાનું જોખમ ધરાવતા બાળકોની ઓળખ કરવાનો છે. આવા બાળકોની ઓળખ થઈ ગયા પછી તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, નિવારક પ્રતિભાવ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપોના માધ્યમથી તેમને શાળામાં ટકી રહેવા માટે સહયોગ પૂરો પાડવામાં આવશે. 

Digital Gujarat : EWS દ્વારા અત્યારસુધીમાં સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ

ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં EWS દ્વારા સંભવિત ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 બાળકોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત શાળામાં અભ્યાસ કરતાં અને ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી તમામ શાળાઓને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ના લોગઇનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબના બાળકોને શાળા છોડતા અટકાવવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025 દરમિયાન બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) કો-ઓર્ડિનેટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC) કો-ઓર્ડિનેટર અને શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓનો સંભવિત ડ્રોપઆઉટ અટકાવવા માટે અગમચેતીના જરૂરી પગલાં લેવા માટે જિલ્લા કક્ષાએથી યોગ્ય આદેશ, સમીક્ષા અને મોનિટરીંગ હાથ ધરવામાં આવશે. 

EWS દ્વારા ઓળખી કાઢવામાં આવેલ સંભવિત ડ્રોપઆઉટ થવાનું જોખમ ધરાવતા બાળકો અને તેમના વાલીઓને આગામી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે. બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું મહત્વપૂર્ણ છે, તેની વાલીઓને સમજણ આપવામાં આવશે. આ ઉપરાંત, આ બાળકોના વાલીઓને કોઇ જ પ્રકારની નકારાત્મક કે શરમજનક લાગણીનો અનુભવ ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. 

સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સંબંધિત પરિબળોની ઓળખ કર્યા પછી, તેમને શાળા છોડતા અટકાવવા માટે તેમના વાલીઓ સાથે ચર્ચા કરીને બાળકો શાળા શિક્ષણ પૂર્ણ કરે અને તેમનું શાળામાં સ્થાયીકરણ સુનિશ્ચિત થાય તે અંગે શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે ડ્રોપઆઉટ થવાની સંભાવના ધરાવતા બાળકો અચૂક શાળા પ્રવેશ મેળવે અને નિયમિતપણે શાળાએ આવે તે શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત સુનિશ્ચિત કરવામાં આવશે. 

આમ, અર્લી વૉર્નિંગ સિસ્ટમ થકી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ કર્યા બાદ લોકજાગૃતિ, વાલીસંપર્ક અને સામુદાયિક સહયોગ થકી બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Heavy rain 10 reservoirs full due to widespread rains in Gujarat
રાજ્ય

Gujarat Heavy rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦ જળાશયો સંપૂર્ણ : ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

by kalpana Verat June 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Heavy rain :

 ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ
 ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ ૧૦ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૧ ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૦.૧૫ ટકા પાણી સંગ્રહાયેલુ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૨૩ જૂન-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જળ સંગ્રહ હતો.

વધુમાં સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં સૌથી વધુ ૪૮.૧૫ ટકા જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૩.૮૦ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૨.૦૩ ટકા, ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૩.૧૦ ટકા તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં ૨૮.૭૨ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૬૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે જયારે ૮૨ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં ૧૮ હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં ૧૬ હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં ૧૩ હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં ૧૩ હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

આ સમાચાર પણ વાંચો : EPFO New members :સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધ્યો, એપ્રિલમાં 2025 19.14 લાખ સભ્યો EPFOમાં જોડાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહૃવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
2036 Olympic Ahmedabad Ahmedabad, Gujarat is strongly positioned to host the 2036 Olympics
ખેલ વિશ્વઅમદાવાદ

2036 Olympic Ahmedabad : ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની કરવા ગુજરાત સજ્જ – અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

by kalpana Verat June 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

2036 Olympic Ahmedabad :

  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શહેરી વિકાસ અને ટ્રાન્સપોર્ટ કનેક્ટીવિટી થકી ઊભી થઈ રહી છે ઓલિમ્પિક સ્પોર્ટ્સ એરેના
  • રાજ્યમાં બનવા જઈ રહ્યાં છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના ૧૩ અને તાલુકા કક્ષાના ૧૮ મળીને કુલ ૩૧ નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
  • રાજ્યમાં કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SOG)ના કુલ ૩૦ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ‘ફ્યુચર મેડાલિસ્ટ’ ખેલાડીઓ તૈયાર કરીને મેડલ મશીન બનવા સજ્જ
  • રાજ્યમાં કાર્યરત ૨૦ સ્પોર્ટ્સ હોસ્ટેલ ૪૦૦૦ જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે
    આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

ગુજરાતનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવું અમદાવાદ શહેર વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોનું યજમાન શહેર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ને ૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ ઔપચારિક રીતે લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલીને ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની માટે દાવેદારી નોંધાવી છે. ગુજરાત રાજ્ય અને એમાંય અમદાવાદ શહેરને આ મહાકુંભની યજમાની માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે ગુજરાત સરકારે રમતગમતના વિકાસ માટે મજબૂત નીતિઓ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કર્યું છે. આ સાથે, રાજ્યના ઉભરતા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, જે ૨૦૩૬ના ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરવાની સંભાવનાઓને મજબૂત બનાવે છે. રાજ્યભરમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ દ્વારા ફ્યુચર મેડાલિસ્ટ તૈયાર કરવાનો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ધ્યેય

ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. રાજ્યમાં હાલમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના જિલ્લા કક્ષાના ૨૪ અને તાલુકા કક્ષાના ૬ મળીને કુલ ૩૦ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ કાર્યરત છે. સાથે જ, રાજ્યમાં કુલ ૨૦ સ્પોર્ટ્સ હોસ્ટેલ ૪૦૦૦ જેટલાં ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત આગામી સમયમાં જિલ્લા કક્ષાના ૧૩ અને તાલુકા કક્ષાના ૧૮ મળીને કુલ ૩૧ નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઈકો સિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ સાથે કામગીરી કરી રહ્યું છે. નવા બનનારા ૩૧ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેકગણી વધવાની આશા છે.

કયા કયા જિલ્લાઓમાં સ્થાપાશે નવા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ

અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર અને વલસાડ સહિતના કુલ ૧૩ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શરૂ થનાર છે.

કઈ કઈ રમતોમાં ખેલાડીઓને મળે છે તાલીમ અને માર્ગદર્શન ?

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા વોલિબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જૂડો, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખો ખો સહિતની રમતોની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

2036 Olympic Ahmedabad : ઓલિમ્પિક ૨૦૩૬ની તૈયારીઓ

રાજ્યમાં ઓલિમ્પિક ગેમ્સને અનુરૂપ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે ગુજરાત સરકારે ગુજરાત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (Gujrat Sports Infrastructure Development Corporation Ltd.- GSID)ની સ્થાપના કરી છે, જે ૬૦૦૦ કરોડના બજેટ સાથે ૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે.

આ ઉપરાંત, પેથાપુર, કરાઈ પોલીસ એકેડેમી, ગિફ્ટ સિટી, અને મણિપુર-ગોધાવીમાં નવી સ્પોર્ટ્સ સુવિધાઓ બનાવવામાં આવશે. જેના લીધે અમદાવાદ અને ગાંધીનગર ઓલિમ્પિકની ૮૦%થી વધુ રમતો યોજાવા માટે સક્ષમ હશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ‘શક્તિદૂત’ જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવિધ રમતોના ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે. જેના લીધે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ સંબંધિત યોજનાના લાભાર્થી અથવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે તાલીમ મેળવેલા વિવિધ ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ અને પેરિસ ઓલિમ્પિક ૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કર્યું હતું.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ
– તાલીમ અને કોચિંગ સપોર્ટ
– હાઇપરફોર્મન્સ સેન્ટર
– સિન્થેટિક એથ્લેટિક ટ્રેક
– સ્ટ્રેન્થ એન્ડ એન્ડયોરન્સ રૂમ
– સાયકોલોજી રૂમ
– સ્ટીમ સોના રૂમ એન્ડ કન્સલ્ટેશન રૂમ
– હાઇપરફોર્મન્સ જિમ
– જકુઝી
– મલ્ટી પર્પઝ હોલ
– હોસ્ટેલ સુવિધા
– ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ
– ચેન્જ રૂમ
– કલાઇમ્બિંગ વોલ
– ડોર્મીટરી
– શૂટિંગ રેન્જ
– ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ
– નાણાકીય સહાય
– શિક્ષણ સુવિધા
– ડાયટ
– ટુર્નામેન્ટ એક્સપોઝર
– હોસ્ટેલ સુવિધા
– સ્ટાયપેન્ડ
– અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્પોર્ટ્સ કિટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ
– પરફોર્મન્સ રિવ્યૂ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ
– ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ નર્ચરિંગ

આ સમાચાર પણ વાંચો :Gujarat Road infrastructure :ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ: Rs 93 હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે

2036 Olympic Ahmedabad :  કઈ રીતે અમદાવાદ બનશે ઓલિમ્પિક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન ?

– નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ૧.૧૦ લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને ઓલિમ્પિકની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની માટે આદર્શ સ્થળ બની શકે છે. આ સ્ટેડિયમની આસપાસ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે, જે ૩૦૦ એકરમાં ફેલાયેલું હશે અને ૧૦ નવા સ્ટેડિયમોનો સમાવેશ કરશે. આ એન્ક્લેવ ૩૦૦૦ એથ્લેટ્સ માટે ઓલિમ્પિક વિલેજ તરીકે પણ કામ કરશે.

– સાબરમતી રિવરફ્રન્ટ
સાબરમતી રિવરફ્રન્ટ હાલ ફેઝ-IIમાં નિર્માણાધીન છે, વોટર સ્પોર્ટ્સ જેવી રમતો માટે રિવરફ્રન્ટ યોગ્ય સ્થળ બની શકે છે. આ રિવરફ્રન્ટ પર ૨ કિલોમીટર જેટલા વિસ્તારમાં ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાનું આયોજન છે, જેમાં વોટર બેરેઝનું નિર્માણ થઈ રહ્યું છે.

– નારણપુરા ખાતે ઓલિમ્પિક કક્ષાનું નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ પામ્યું છે, જે ઓલિમ્પિક કક્ષાની વિવિધ રમતોની યજમાની કરવા સજ્જ છે. ટૂંક સમયમાં આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખુલ્લું મૂકવામાં આવી શકે છે.

– શહેરી વિકાસ અને પરિવહન
અમદાવાદનું શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓલિમ્પિકની યજમાની માટે આદર્શ છે. શહેરમાં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને મેટ્રો રેલ સેવાઓ કાર્યરત છે, જે લોકલ ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવે છે. આ ઉપરાંત, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પણ આગામી વર્ષોમાં શરૂ થવાની અપેક્ષા છે, જે ઓલિમ્પિક દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સુવિધાજનક બનશે.

– મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ
અમદાવાદ અને ગાંધીનગરમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પશ્ચિમ રેલવે ટ્રેક અને સિટી બસ સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એસજી હાઈવે પર ૧ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન થયું છે, જે આંબલી, ઘુમા, જોધપુર, શેલા, અને વેજલપુર જેવા વિસ્તારોને જોડશે.

– સેટેલાઈટ ટાઉન
અમદાવાદની આસપાસના ૫ નાના શહેરો (કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદ)ને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાની યોજના છે, જે ઓલિમ્પિકની તૈયારીઓને વેગ આપશે.

ગુજરાત સરકારની સ્પોર્ટ્સ યોજનાઓ
ગુજરાત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ૨૦૧૬માં ‘સ્પોર્ટ્સ પોલિસી’ રજૂ કરી હતી, જેનું નવીનીકરણ ૨૦૨૩માં કરવામાં આવ્યું. આ નીતિ હેઠળ, રાજ્યમાં ગ્રાસરૂટ લેવલથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના ખેલાડીઓને તાલીમ, શિષ્યવૃત્તિ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

‘ખેલ મહાકુંભ’ – ખેલ મહાકુંભ એ ૨૦૧૦થી શરૂ થયેલી એક મહત્વપૂર્ણ સ્ટેટ લેવલ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે,જે રાજ્યના લાખો યુવાનોને ૨૮થી વધુ રમતોમાં ભાગ લેવાની તક આપે છે. આ કાર્યક્રમમાં ગામડાઓથી લઈને રાજ્ય સ્તર સુધીની સ્પર્ધાઓ યોજાય છે, જેમાં વિજેતાઓને રોકડ ઈનામો, સ્કોલરશિપ, અને ટ્રેનિંગની તકો મળે છે. ૨૦૨૩-૨૪ના ખેલ મહાકુંભમાં અંદાજિત ૫૦ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે રાજ્યના રમતગમત પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે.

‘શક્તિદૂત’ યોજના – આ યોજના હેઠળ ખેલાડીઓને આર્થિક સહાય અને નિષ્ણાત તાલીમ આપવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક