• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - gujarat - Page 8
Tag:

gujarat

Gujarat Road infrastructure Gujarat will be strengthened at a cost of over 93 thousand crores
રાજ્ય

Gujarat Road infrastructure :ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ: Rs 93 હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Namo Shakti Expressway :

  • નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે મહત્વના ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જોડશે
  • બન્ને એક્સપ્રેસ વે 13 જિલ્લામાંથી પસાર થશે, રાજ્યની 45 ટકા વસ્તીને ફાયદો
  • લોજિસ્ટિક્સ ખર્ચ અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઔદ્યોગિક વિસ્તારોને કાર્યક્ષમ પોર્ટ કનેક્ટિવીટી મળશે
  • રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરીને અત્યાધુનિક અને વિશ્વકક્ષાનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

 

રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને વિશ્વસ્તરીય બનાવવાનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. તેમણે વિઝનરી આયોજનથી રાજ્યના માર્ગોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરીને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો હતો. આ વિકાસયાત્રાને આગળ લઇ જતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે.

Gujarat Road infrastructure :નમોશક્તિ અને સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે : ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રના આર્થિક વિકાસ નું વ્યાપક આયોજન

આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે એક્સપ્રેસ વે છે : (અ) નમોશક્તિ અને (બ) સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે. અંદાજિત ₹ 36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકાની આસપાસના વિસ્તારો માટે ની કનેક્ટિવિટી સુગમ બનશે.

Namo Shakti Expressway :સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે વ્યૂહાત્મક પોર્ટ કનેક્ટિવિટી

આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ બંદરો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગુજરાતને ભારતના અન્ય પ્રદેશો સાથે પણ મજબૂતી સાથે જોડશે. આ કનેક્ટિવિટી શરૂ થવાથી ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે અને પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

Gujarat Road infrastructure :અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ-વે : મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે સ્થાપિત થશે

મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એક્સપ્રેસ વે ધોલેરા-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોરના ઇન્ફ્લુઅન્સ એરિયામાંથી પસાર થાય છે. પરિણામે અમદાવાદ-રાજકોટ એક્સપ્રેસ વે એક મુખ્ય ઔદ્યોગિક અને ઉત્પાદન કોરિડોર તરીકે ઉભરી આવશે. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા વધવાથી સાણંદના સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો થશે. આ કનેક્ટિવિટીથી રાજકોટના ટૂલ્સ અને મશીન ઉપકરણોનું ઉત્પાદન કરતા એકમોને પણ ફાયદો થશે. સુરેન્દ્રનગરમાં MSMEs ને આ મુખ્ય શહેરો સાથે સુગમ જોડાણ મળશે. તે સિવાય ઉત્તર ગુજરાતમાં પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં કૃષિ સંબંધિત વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.

Gujarat Road infrastructure :બન્ને એક્સપ્રેસ વે 13 જિલ્લામાંથી પસાર થશે, રાજ્યની 45 ટકા વસ્તીને ફાયદો

આ બન્ને એક્સપ્રેસ વે એક અભૂતપૂર્વ રોડ નેટવર્કનું નિર્માણ કરશે જેનો ફાયદો રાજ્યના 13 જિલ્લાને થશે. બન્ને એક્સપ્રેસ વે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાંથી પસાર થશે અને રાજ્યની આશરે 45 ટકા વસ્તીને તેનો ફાયદો મળશે. આ 13 જિલ્લા કેન્દ્રોમાં થી આ એક્સપ્રેસ વે પર પહોંચવા માટે એક કલાક કરતા પણ ઓછો સમય લાગશે.

આ સમાચાર પણ વાંચો : Kailash Manasarovar Yatra 2025: પાંચ વર્ષ પછી ફરી શરૂ થઈ કૈલાશ માનસરોવર યાત્રા, આટલા યાત્રીઓનું પહેલું જૂથ નાથુલાને પાર કરીને પહોંચ્યું ચીન.. .

Gujarat Road infrastructure :એક્સપ્રેસ વે નેટવર્કમાં 42 ઇન્ટરચેન્જ અને વે સાઇડ એમેનિટિઝ

આ બન્ને એક્સપ્રેસ વે નેવટર્કમાં 42 જેટલા ઇન્ટરચેન્જ રહેશે જેનાથી પ્રાદેશિક જોડાણને વેગ મળશે. તે સિવાય રોડ પર વિશેષ સુવિધાઓ માટે 50 કિ.મીના અંતર પર વેસાઇડ એમેનિટિઝ પ્રદાન કરવામાં આવશે. આ એમેનિટિઝમાં નાના અને ભારે વાહનો માટે પાર્કિંગ, રેસ્ટરૂમ, ગુણવત્તાયુક્ત ખાણીપીણીની સુવિધાઓ, મેડિકલ સુવિધાઓ, પેટ્રોલ પંપ અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ રોડ નિર્માણ સમયે જ્યાં જરૂર જણાશે ત્યાં વન્યજીવોને પસાર થવા માટે ઓવરપાસ અથવા તો અંડરપાસ નું પણ નિર્માણ કરવામાં આવશે.

Gujarat Road infrastructure : મહત્વપૂર્ણ ઔદ્યોગિક- પ્રવાસન સ્થળોને મળશે સુગમ કનેક્ટિવિટી

આ બન્ને એક્સપ્રેસ વે રાજ્યના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળો સુધી સીમલેસ જોડાણ પ્રદાન કરશે. તેમાં અંબાજી, ધરોઇ, પોળોના જંગલ, મોઢેરા, બેચરાજી, જામનગર, દ્વારકા, પોરબંદર અને સોમનાથ જેવા સ્થળો ને સુધી સીધું જોડાણ મળશે. તે સિવાય માંડલ વિશેષ રોકાણક્ષેત્ર, બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર-કોડીનાર તેમજ ધોલેરા જેવા ઔદ્યોગિક ક્ષેત્રો સુધીની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.

આ બે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યમાં એક ભવ્ય રોડ નેવટર્કનું નિર્માણ થશે અને નાગરિકોને 8,000 કિ.મીથી વધુના 4-6 લેન હાઇવે ઉપલબ્ધ થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Yoga Day More than 11 thousand citizens practiced yoga at 339 Amrit Sarovar in Gujarat and celebrated the 11th International Yoga Day in grand style
રાજ્ય

World Yoga Day : ગુજરાતના અમૃત સરોવરો બન્યા યોગમય, રાજ્યના ૩૩૯ અમૃત સરોવર ખાતે ૧૧ હજારથી વધુ નાગરીકોએ યોગાભ્યાસ કરી ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Yoga Day : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ તથા ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ સાથે આજે ૧૧મા વિશ્વ યોગ દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને આહ્વાનના પગલે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રતીક બની રહ્યાં છે. આ અમૃત સરોવરો આજે યોગમય વાતાવરણથી ગુંજી ઊઠ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૩૩૯ જેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૨૯૧ થી વધુ નાગરીકો યોગના અભ્યાસમાં સહભાગી થયા હતા. જેમાં ગ્રામજનો અને શાળાના બાળકોએ યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

• અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા, શિયાળ, સાલજડા, જુવાલ રૂપાવટી, કેસરડી, સાકોદરા, કાવીઠા અને કવલા જેવા કુલ ૮ ગામોમાં આવેલાં અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

• દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે આવેલ અમૃત સરોવર નજીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અભ્યાસ કરીને ”વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરી હતી.

• નવસારી જિલ્લાના ૩૭ અમૃત સરોવરો ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૭૩ નગરીકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી.

• પાટણ જિલ્લાના કુલ ૩૪ અમૃતસરોવર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ૧૨૦૦ જેટલા યુવાઓ અને યુવતીઓ સહભાગી થયા હતા.

• મહીસાગર જિલ્લાના ૩૬ અમૃત સરોવરો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૪૬૫ લોકો જોડાયા હતા.

• જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજડી, ઉમટવાડા, કુંભડી, કેશોદ તાલુકાના હાંડલા, માંગરોળ તાલુકાના થલી ગામોમાં આવેલ અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

• વડોદરા જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અંટોલી, ચાણસદ, મુવાલ, ડેસર, સુવાલજા, ઉતરજ, કંથાડિયા, તુલસીપૂરા, કાયાવરોહણ અને વઢવાણા ખાતેની ઉજવણીમાં અબાલ વૃદ્ધ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.

• ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા, રાંચરડા, મીરાપુર, દેવકરણના મુવાડા, આંત્રોલી, કડજોદરા, ધારીસણા ગામના અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

• અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગોવિંદપુર સ્થિત અમૃત સરોવર ખાતે ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

• સાબરકાંઠા જિલ્લાના નેત્રામલી, વડાલી દાંત્રોલી, ભાવપુર, વોરાવાવ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણી કરાઈ હતી.

• ડાંગના આહવા, સુબીર અને વઘઇ તાલુકાના ૧૪ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણીમાં ૩૫૦થી વધુ નાગરીકો જોડાયા હતા.

• પોરબંદર જિલ્લામાં આવેલા માલણકા, ફરેર, હેલાબેલી, દોલતગઢ, ખીસ્ત્રી, એરડા, રીણાવાડા, બરડિયા, સુખપુર સહિતનાં ગામોના આવેલા અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Coaching Assistance Scheme :કોચિંગ સહાય યોજના’ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો

• ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના છગિયા અને ગોરખમઢી ગામે, કોડિનાર તાલુકાના માઢવાડ ગામે તેમજ તાલાલા તાલુકાના ધ્રામણવા ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવર ખાતે ગ્રામજનોએ યોગ કર્યા હતાં.

• ભાવનગર જિલ્લાના ૨૨ અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જાંબુડા, ઓથા, ગોરીયાળી, અવાણિયાં, ગોરખી, મેસણકા, દડવા, દરેડ, કાનાતળાવ, વળાવડ, રોયલ, ભંડારિયા, જુના રતનપર, સેંજળીયા, કુડા, જેસર, ઘાંઘળી, ઠાડચ, પરવડી, ઉમરાળા., લીંબડા તેમજ પરવડી – ૨ અમૃત સરોવરનો સમાવેશ થાય છે.

• આ ઉપરાંત બોટાદ જિલ્લાના પસંદગી પામેલા અમૃત સરોવર ખાતે નાગરીકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Coaching Assistance Scheme : 9229 students from Scheduled Caste and Developing Caste in Gujarat benefited from coaching assistance scheme
રાજ્ય

Coaching Assistance Scheme :કોચિંગ સહાય યોજના’ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Coaching Assistance Scheme :
• NEET, JEE, GUJCET સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂ. ૨૦ હજારની સહાય DBT મારફતે ચૂકવાય છે
• તાલીમ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ esamaj.kalyan.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની હોય છે
 
ગુજરાત સરકારે ‘સૌ ભણે, સૌ આગળ વધે’ ના સૂત્રને સાકાર કરવા માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ સૂત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દરેક વર્ગના વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાના સપનાને સાકાર કરી દેશ અને દુનિયામાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરી શકે તેવો છે.

રાજ્યના છેવાડાના દરેક વર્ગના નાગરિકને યોગ્ય શિક્ષણ મળી રહે તેની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ અમલી બનાવાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત વિકસતી જાતિના ૮,૭૯૪ તથા અનુસૂચિત જાતિના ૪૩૫ વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે સહાય આપવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજનામાં રૂ. ૨૦ હજારની સહાય DBT મારફતે વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામા આવે છે. આ યોજના દ્વારા અનુસુચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી કોચિંગ ઉપલબ્ધ થાય છે. વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં અનુસૂચિત જાતિ પ્રભાગ હેઠળ ત્રણસો વિદ્યાર્થીઓ માટે રૂ. ૬૦ લાખ તથા વિકસતી જાતિના ત્રણ હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. છ કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :International Yoga Day : PM મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું, યોગ દરેક માટે છે, સીમાઓથી આગળ, પૃષ્ઠભૂમિથી આગળ, ઉંમર કે ક્ષમતાથી આગળ

NEET, JEE, GUJCETની પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અંતર્ગત લાભ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ esamaj.kalyan.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની રહે છે. NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને ફક્ત એક જ વાર મળવાપાત્ર છે.

લાભ મેળવવા ઈચ્છુક અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીએ ધોરણ ૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા રૂ. છ લાખ રાખવામાં આવી છે.

આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ અરજી સાથે જાતિ પ્રમાણપત્રની નકલ, ધોરણ ૧૦ની માર્કશીટની નકલ, વિદ્યાર્થી હાલ જે શાળામાં ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા હોય તે અંગે શાળાનું બોનાફાઇડ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આધારકાર્ડની નકલ, વિદ્યાર્થીના બેંકની વિગતો તથા જે તે સંસ્થામાં ફી ભર્યાની પાવતીની નકલ સાથે અપલોડ કરવાની રહેશે.

આ યોજના અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને તેમના સપનાની કારકિર્દી તરફ આગળ વધવા માટે મહત્વપૂર્ણ સહારો પૂરું પાડે છે. પાત્રતા ધરાવતા ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લઈને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું જોઈએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
CBI Upavan Pavan Jain CBI extradites Rs 3.66 crore Gujarat fraud accused Upavan Pavan Jain from UAE
દેશ

CBI Upavan Pavan Jain: સીબીઆઈએ ઇન્ટરપોલ ચેનલોના માધ્યમથી UAEથી વોન્ટેડ ભાગેડુ ઉપવન પવન જૈનને પરત લાવવા માટે સંકલન કર્યું

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

CBI Upavan Pavan Jain: સેન્ટ્રલ બ્યૂરોરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઇન્ટરપોલ ચેનલો દ્વારા UAEથી ઉપવન પવન જૈનને પરત લાવવાનું સફળતાપૂર્વક સંકલન કર્યું છે. ઉપવન પવન જૈન ગુજરાત પોલીસનો વોન્ટેડ ગુનેગાર છે.

CBIના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (IPCU) એ NCB-અબુ ધાબી, UAEના સહયોગથી 20 જૂન 2025ના રોજ વોન્ટેડ રેડ નોટિસના ગુનેગાર ઉપવન પવન જૈનને સફળતાપૂર્વક ભારત પરત લાવાવમાં આવ્યો છે. ઉપવન પવન જૈન દુબઈ, UAEથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગુજરાત પરત ફર્યો છે. UAEમાં આ ગુનેગારનું ભૌગોલિક સ્થાન પહેલાથી જ NCB-અબુ ધાબી સાથે ઇન્ટરપોલ દ્વારા સઘન ફોલો-અપ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આરોપીને શોધી રહી છે. તેના પર છેતરપિંડી, અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી કરાવવા, મૂલ્યવાન સુરક્ષાની બનાવટ કરવી અને ગુનાહિત કાવતરું રચવાનો આરોપ છે.

આરોપી ઉપવન પવન જૈન અને તેના સહ-આરોપીઓએ બનાવટી દસ્તાવેજો બનાવવા અને ફરિયાદીને છેતરવાનું કાવતરું ઘડ્યું હતું. તે સમયે રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા આરોપીએ ફરિયાદીને 4 અલગ અલગ મિલકતો બતાવી અને ફરિયાદીને તેના દ્વારા મિલકતો ખરીદવા માટે સમજાવ્યા હતા. તેણે તેના સાથીદારોને અસલી મિલકત માલિકોની નકલી ઓળખ બનાવી અને ખોટા ઓળખ દસ્તાવેજોના આધારે અસલી મિલકત માલિકોના નામે બેંક ખાતા ખોલવા કહ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે 3,66,73,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી.

ગુજરાત પોલીસની વિનંતી પર, સીબીઆઈએ 06.03.2023ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ વિષય સામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. આરોપી ઉપવન પવન જૈનની યુએઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને ગૃહ મંત્રાલય/વિદેશ મંત્રાલય દ્વારા યુએઈમાં પ્રત્યાર્પણ અરજી મોકલી હતી.

આ સમાચાર પણ વાંચો : Bullet Train News: મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માર્ગ માટે પ્રથમ સંપૂર્ણ લંબાઈના બોક્સ ગર્ડરનું લોકાર્પણ કરવામાં આવ્યું

ઇન્ટરપોલ દ્વારા પ્રકાશિત રેડ નોટિસ વોન્ટેડ ભાગેડુઓને શોધવા માટે વિશ્વભરના તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવે છે.

ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યૂરો તરીકે, સીબીઆઈ ઇન્ટરપોલ ચેનલો દ્વારા સહાય માટે ભારતની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને 100થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારતમાં પાછા લાવવામાં આવ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
BIS Ahmedabad Jewelers Awareness Program organized by BIS, Ahmedabad
અમદાવાદ

BIS Ahmedabad : BIS, અમદાવાદ દ્વારા આયોજિત જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમ

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

BIS Ahmedabad : 

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS કાયદા 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક તૈયાર કરવા માટે ફરજિયાત છે અને ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે પણ ફરજિયાત છે.

BIS અમદાવાદ દ્વારા 19 જૂન 2025 ના રોજ અમદાવાદ જિલ્લાના હોટેલ રિયો રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ ખાતે એક જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માણેકચોક, અમદાવાદના 135 ઝવેરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

BIS અમદાવાદના ડિરેક્ટર અને વડા શ્રી સુમિત સેંગરે હોલમાર્કિંગ યોજના અને ઝવેરીઓ માટે તેના ફાયદાઓ વિશે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. આ પ્રસંગે, જાગૃતિ લાવવા માટે BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ એસોસિએશનના સહયોગથી ગ્રાહક જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. શ્રી સુમિત સેંગરે આ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે BIS કેર એપના મહત્વ વિશે પણ માહિતી આપી અને તેમને BIS કેર એપનો ઉપયોગ કરવા માટે જાગૃત કર્યા.

BIS અમદાવાદના વૈજ્ઞાનિક નિયામક/સંયુક્ત નિયામક શ્રી વિપિન ભાસ્કરે ઝવેરીઓને માર્ગદર્શિકા વિશે માહિતી આપી અને BIS નિયમો અને નિયમન પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને HUID નું મહત્વ સમજાવ્યું.

આ સમાચાર પણ વાંચો :  Shahrukh khan Mannat: શાહરુખ ખાન ના મન્નત માં પહોંચ્યા BMC અધિકારીઓ, કિંગ ખાન ના ઘર ના રીનોવેશન સાથે જોડાયેલો છે મામલો

કાર્યક્રમ પછી હોલમાર્ક (HUID) સંબંધિત વિવિધ શંકાઓ, પ્રશ્નો અને પ્રશ્નો પર ઝવેરીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

માણેકચોક જ્વેલર્સ એસોસિએશને BIS અમદાવાદની ગ્રાહક જાગૃતિ પહેલનું સ્વાગત કર્યું અને ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે ગ્રાહક જાગૃતિ અભિયાનમાં ઝવેરીઓ સમુદાય તરફથી સમર્થનની ખાતરી પણ આપી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad Plane Crash 70 tolas of gold found at the plane crash site Ahmedabad
અમદાવાદ

Ahmedabad Plane Crash :અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળેથી મળેલ 70 તોલા સોના અને રોકડનું શું થશે?

by kalpana Verat June 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ahmedabad Plane Crash : ગત 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ થઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો અને 30 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોના મૃતદેહોની ઓળખ માટે હાલમાં ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યા છે. દરમિયાન વિમાનના કાટમાળની તપાસ કરતી વખતે, કેટલીક ખૂબ જ કિંમતી વસ્તુઓ મળી આવી છે. તેમાં 70 તોલા સોનું (લગભગ 800 ગ્રામ), 80 હજાર રૂપિયા રોકડા, એક ભગવદ ગીતા  અને કેટલાક પાસપોર્ટનો સમાવેશ થાય છે. આ મૂલ્યવાન વસ્તુઓ પર કોનો કાયદેસર અધિકાર હશે તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Ahmedabad Plane Crash : મૂલ્યવાન વસ્તુઓ સરકારી તિજોરીમાં જમા 

હાલમાં, આ બધી વસ્તુઓ સરકારી સુરક્ષા હેઠળ રાખવામાં આવી છે. આવી મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષિત રાખવાની જવાબદારી સરકારની હોવાથી, તેને સરકારી તિજોરી અથવા લોકરમાં જમા કરવામાં આવી છે. ભારતમાં, વિમાન દુર્ઘટના પછી કાટમાળમાંથી મળેલી વસ્તુઓની માલિકી અંગે સ્પષ્ટ કાનૂની નિયમો છે, જેનું પાલન નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે.

Ahmedabad Plane Crash :કેવી રીતે નક્કી થાય છે વાસ્તવિક માલિક કોણ છે

અકસ્માત પછી મળેલી કોઈપણ કિંમતી વસ્તુઓ, પછી ભલે તે રોકડ હોય કે દાગીના, પોલીસ કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક જપ્ત કરવામાં આવે છે. આ વસ્તુઓ ખોટા હાથમાં ન જાય તે માટે આ પછી, વસ્તુઓનો વાસ્તવિક માલિક કોણ છે તે શોધવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ માટે, દસ્તાવેજી ચકાસણી કરવામાં આવે છે. મૃતકની ઓળખ કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું હોવાથી, તે પૂર્ણ થયા પછી દસ્તાવેજોના આધારે સોના અને રોકડનો વાસ્તવિક માલિક નક્કી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Plane Crash : જીવ બચાવવા સંઘર્ષ, અમદાવાદ વિમાન દુર્ઘટના પછી વિદ્યાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદી પડ્યા.. જુઓ વિડીયો..

જો કોઈ વ્યક્તિ કે પરિવાર આ વસ્તુઓનો દાવો કરવા માંગે છે, તો તેમણે મૃતક સાથેના તેમના સંબંધના પુરાવા, મુસાફરી દસ્તાવેજો અથવા અન્ય કાનૂની પુરાવા રજૂ કરવા પડશે.

Ahmedabad Plane Crash :જો કોઈ દાવેદાર ન મળે તો શું થશે?

જો આ કિંમતી વસ્તુઓ માટે કોઈ વાસ્તવિક દાવેદાર ન મળે, તો તેમને સરકારી મિલકત તરીકે જપ્ત કરી શકાય છે. ઉપરાંત, કારણ કે આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે, મોન્ટ્રીયલ કન્વેન્શન 1999 ના નિયમો પણ લાગુ થઈ શકે છે. આ નિયમો અનુસાર, ઓળખ પૂર્ણ થયા પછી જ સોના અને રોકડનો વાસ્તવિક માલિક નક્કી કરવામાં આવશે.

June 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

Ration Card e-KYC : રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ

by kalpana Verat June 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ration Card e-KYC :

  • વિવિધ ૬ જેટલા માધ્યમો ઉપરાંત ઘરે બેઠા e-KYC કરવાની સુવિધા
  • અત્યાર સુધીમાં કુલ ૩.૧૪ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ
  • જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ ૯૩.૪૦ ટકા અનાજ વિતરણ કરાયું
  • લાભાર્થીઓનું ડુપ્લીકેશન અટકાવવાના હેતુથી છેલ્લા ૧.૫ વર્ષથી e-KYCની કામગીરી ચાલુ
     

રાજ્યમાં એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે સરકારે e-KYCનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેથી જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા માટે e-KYC કરાવવું જરૂરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩.૧૪ કરોડ એટલે કે ૮૫.૮૦ ટકા NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યુ છે. જેમાં ૫,૭૦,૩૬૩ બાળકો તથા ૯૨,૪૨૧ સભ્યો, ૭૦ વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓ ઉમેરાતા કુલ ૮૮ ટકા જેટલું e-KYC પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યભરમાં ચાલુ જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ ૯૩.૪૦ ટકા અનાજ વિતરણ કરાયું છે. સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશનકાર્ડ ધારકોને લાભ આપવા માટે હંમેશા કટિબદ્ધ છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની ખરાઈ કરવા માટે આધાર આધારિત ચકાસણી કરવાની પ્રક્રિયા એટલે e-KYC તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,નામદાર સુપ્રિમ કોર્ટના તા.૧૧ ડિસેમ્બર-૨૦૨૩ અને તા.૧૯ માર્ચ-૨૦૨૪ના હુકમ તથા કેન્દ્ર સરકારના તા.૧૭ માર્ચ-૨૦૨૩ના પત્ર અન્વયે, રાજ્યના રેશનકાર્ડ લાભાર્થીની ખરાઈ કરવા, સાચા લાભાર્થીને લાભો પ્રાપ્ત થાય અને રેશનકાર્ડ લાભાર્થીઓનું ડુપ્લીકેશન ઘટે તે માટે e-KYCની કામગીરી છેલ્લા ૧.૫ વર્ષથી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોના e-KYCની કામગીરી ઘરે બેઠા “My Ration” મોબાઈલ એપ્લિકેશનથી, નજીકનાં મામલતદાર/ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત ખાતે V.C.E. દ્વારા, વાજબી ભાવનાં દુકાનદારો દ્વારા, શાળા/કોલેજના શિક્ષક અથવા સરકારી કર્મચારી દ્વારા “PDS Plus” મોબાઈલ એપ્લિકેશનથી થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત e-KYCની કામગીરી વધુ ઝડપી અને સરળ રીતે થઈ શકે તે માટે પોસ્ટ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે-ઘરે જઈને NFSA હેઠળના રેશનકાર્ડ લાભાર્થીઓનું “PDS Plus” મોબાઈલ એપ્લિકેશન વડે e-KYC કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં આધારકાર્ડમાં જરૂરિયાત મુજબનાં સુધારા-વધારા માટે પોસ્ટ વિભાગની મદદથી આધારકાર્ડની વિવિધ રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવે છે.જેનો મહત્તમ લાભ લેવા લાભાર્થીઓને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad plane crash updates: અમદાવાદ વિમાન દુર્ઘટના: વિમાનના બ્લેક બોક્સને ક્યાં ડીકોડ કરવામાં આવશે;AAIB નક્કી કરશે, સરકારે કરી સ્પષ્ટતા..

મંત્રીશ્રીએ NFSA કાર્ડધારકોને એપ્રિલ, મે અને જૂન-૨૦૨૫માં વિતરણ કરાયેલ જથ્થાની વિગતો આપતાં કહ્યું હતું કે, એપ્રિલ –૨૦૨૫માં વિવિધ કોમોડીટીનું ૯૩.૪૨ ટકા વિતરણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા મે તથા જૂન-૨૦૨૫ના એડવાન્સ ઘંઉ તથા ચોખાના જથ્થાની ફાળવણી કરવાનું જણાવ્યું હોવાથી મે-૨૦૨૫માં કુલ વિતરણ ૮૪.૮૧ ટકા તેમજ જૂન-૨૦૨૫માં ઘંઉ તથા ચોખાના જથ્થાની ફાળવણી સામે કુલ વિતરણ ૯૩.૪૦ ટકા થયુ છે.
આમ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ- NFSA : ૨૦૧૩ મુજબ દરેક સાચા લાભાર્થીને અનાજ મળી રહે તે માટે એફ.પી.એસ. સંચાલકો સહિત સમગ્ર પુરવઠા તંત્રએ સરાહનીય કામગીરી કરી છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Rain In the last 24 hours, about 7 inches of rain fell in Vapi taluka of Valsad and more than 5 inches in Pardi taluka
રાજ્ય

Gujarat Rain : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના વાપી તાલુકામાં ૭ ઇંચ જેટલો તેમજ પારડી તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

by kalpana Verat June 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Rain : રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો અને પારડી તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં ૪ ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૧૨ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૭૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૩ જિલ્લાના ૧૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

આ સમાચાર પણ વાંચો  : Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના પર સરકાર કડક, DGCA એ જારી કરી આ માર્ગદર્શિકા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
International Yoga Day 11th State-level International Yoga Day to be celebrated in PM Modi's hometown Vadnagar
રાજ્ય

International Yoga Day : PM મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે સામૂહિક યોગ કાર્યક્રમમાં..

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

International Yoga Day :  ૧૭ મહાનગરપાલિકા-નગરપાલિકા – ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો – ૨૫૧ તાલુકા પંચાયતો –શાળા-કોલેજો – ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ – ૩૩ જિલ્લાઓના પોલીસ હેડક્વાટર્સ – પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો

International Yoga Day : ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય

૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાના-રીરી ગાર્ડનમાં ૨૧મી જુને સવારે ૬:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં ૧૭૭ દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગદિવસની ઉજવણી ૨૧મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે. તદઅનુસાર, સમગ્ર વિશ્વમાં ૨૦૧૫થી ૨૧મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે ૧૧મો યોગદિવસ ઉજવાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train:હવેથી મુસાફરો લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને પ્રવાસ નહીં કરી શકે! … અકસ્માતો રોકવા માટે RPF અને રેલવે પોલીસે આ પગલાં ભર્યા..

June 19, 

તા. ૨૧મી જૂન ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના સ્થળ વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનશ્રીના આ સંદેશના જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્યઆયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.

યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે ૧ હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના ૩૫થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો ૨૧મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુસર તા.૧૫ થી ૨૦ જૂન દરમિયાન દરેક જિલ્લાઓમાં કોમનયોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસ તંત્ર દ્વારા યોગ રેલી અને યોગ સત્રનું આયોજન, ગ્રામસભાઓના આયોજનથી ગ્રામીણ સ્તરે પણ યોગનો પ્રચાર, નગરપાલિકા-મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ તેમજ બગીચા અને જાહેર સ્થળોએ આવા કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમો પાર પાડવામાં આવ્યા છે.

રાજ્યના જિલ્લા મથકો, નગરો-મહાનગરોમાં સ્થાનિક આઇકોનિક સ્થળો પસંદ કરીને યોગ કાર્યક્રમ યોજવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ ૧૧ આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જન-જનને યોગ સાથે જોડીને સ્વસ્થ-તંદુરસ્ત રહેવાનું જે આહવાન કર્યું છે તેને ૧૧માં વિશ્વ યોગ દિવસે સાકાર કરવા ગુજરાતે ગ્રામ્ય કક્ષાથી લઈને મહાનગરો સુધી જન ભાગીદારી સાથે યોગ કાર્યક્રમનું વ્યાપક આયોજન કર્યું છે. તદ્અનુસાર, ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો અને ૨૫૧ તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧૦.૪૦ લાખ લોકોને જોડવાનું આયોજન છે.

શાળા કોલેજોના છાત્રો પણ આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૪૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૬૦૦ કોલેજ અને ૩ યુનિવર્સિટી મળી ૬૦,૧૦૦ સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે ૫.૭૩ લાખ લોકો યોગમય બનશે. આ ઉપરાંત રાજ્યની ૨૮૭ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ૧૪૭૭ પી.એચ.સી., ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ, ૩૦ જેલ, ૩૩ પોલીસ હેડક્વાટર્સ અને ૧૧૫૨ પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે.

ગુજરાતે ગત વર્ષે ૧૦મા વિશ્વ યોગદિવસની ઉજવણીમાં ૧ કરોડ ૩૧ લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Rain News More than 9.5 inches of rain recorded in Dang-Ahva taluka and Kaprada of Valsad in the last 24 hours
રાજ્ય

Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Gujarat Rain News : 
 
ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે ૧૧૩.૬૩ મિમિ એટલે કે ૧૨.૮૭ ટકા જેટલો નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ ૯.૮ ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં ૯.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

SEOCના અહેવાલ મુજબ આજે સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર તેમજ ભરૂચના હાંસોટ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ ૨.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક