Tag: gujarati culture

  • Today’s Horoscope : આજે ૦૫ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    Today’s Horoscope : આજે ૦૫ એપ્રિલ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૫ એપ્રિલ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

    “તિથિ” – ચૈત્ર સુદ આઠમ

    “દિન મહીમા”
    દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની પ્રાકટ્ય, અશોક કાલિકા પ્રાશન, અન્નપૂર્ણાં પૂજા (બં.), પુષ્યનક્ષત્ર ૨૯-૩૨થી, રા. દરિયાઈ દિન, વિષ્ટિ ૦૬-૪૫ સુધી, રવિયોગ ૨૯–૩૨ સુધી.

    “સુર્યોદય” – ૬.૩૦ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૬.૫૨ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૯.૩૬ થી ૧૧.૦૮

    “ચંદ્ર” – મિથુન, કર્ક (૨૩.૨૪)
    આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૨૪ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

    “નક્ષત્ર” – પુનર્વસુ

    “ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૩.૨૪)
    રાત્રે ૧૧.૨૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા
    શુભઃ ૮.૦૩ – ૯.૩૬
    ચલઃ ૧૨.૪૧ – ૧૪.૧૪
    લાભઃ ૧૪.૧૪ – ૧૫.૪૭
    અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

    રાત્રીનાં ચોઘડિયા
    લાભઃ ૧૮.૫૨ – ૨૦.૧૯
    શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૪
    અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૪૧
    ચલઃ ૨૪.૪૧ – ૨૬.૦૮
    લાભઃ ૨૯.૦૨ – ૩૦.૨૯

    આ સમાચાર પણ વાંચો :  US Strikes on Houthi: અમેરિકાએ 25 સેકન્ડમાં હૂતીઓને અલ્લાહ પાસે પહોંચાડી દીધા! ટ્રમ્પે શેર કર્યો વીડિયો

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

    “કર્કઃ”(ડ,હ)-
    માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

    “સિંહઃ”(મ,ટ)-
    નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

    “તુલાઃ”(ર,ત)-
    લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

    “મકરઃ”(ખ,જ)-
    વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

     

  • Tribal Youth Exchange: નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજાયો આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમ, વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા

    Tribal Youth Exchange: નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજાયો આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમ, વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાયા

    News Continuous Bureau | Mumbai

    • છત્તીસગઢની નારાયણપુર ટીમે દ્વિતીય અને છત્તીસગઢની બસ્તર ટીમ તૃતીય સ્થાન મેળવ્યું: વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા
    • ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૦૦ આદિવાસી યુવાનોએ ગુજરાતની સંસ્કૃતિ, વિકાસ અને આતિથ્યની અનુભૂતિ કરી 

    Tribal Youth Exchange:  નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી આદિવાસી યુવાનોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડવા, સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવા અને ગુજરાતના વિકાસની પ્રેરણાત્મક ઝાંખી અન્ય રાજ્યોના આદિજાતિ યુવાનો કરે એવા આશયથી સુરતમાં આયોજિત ૧૬મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું હતું. 

    ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના ૨૦૦ આદિવાસી યુવાનોએ સુરતની સ્થાનિક રહેણીકરણી, ઔદ્યોગિક વિકાસ, ગુજરાતની સંસ્કૃતિ, વિકાસ અને આતિથ્યની અનુભૂતિ કરી હતી. અંતિમ દિવસે સાંસ્કૃતિક સ્પર્ધામાં ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ ટીમે પ્રથમ સ્થાન મેળવી રૂ.૧૦,૦૦૦ ની ઇનામી રાશિ જીતી હતી. છત્તીસગઢના નારાયણપુર ટીમે દ્વિતીય સ્થાન મેળવી રૂ.૫,૦૦૦ જ્યારે છત્તીસગઢના બસ્તર ટીમ તૃતીય સ્થાને રહેતા રૂ.૩,૦૦૦ નો પુરસ્કાર એનાયત કરાયા હતા.

    આ સમાચાર પણ વાંચો:  Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી

    જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શનમાં સુરતમાં આયોજિત આ કાર્યક્રમમાં ચેમ્બર ઑફ કોમર્સના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાલાએ ઉપસ્થિત રહી જણાવ્યું કે, યુવા વિનિમય કાર્યક્રમ યુવાનો માટે એક ઉત્તમ તક છે, જેનાથી વિવિધ સંસ્કૃતિઓને સમજવા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરવા માટે યુવાનો પ્રેરાય છે.  કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય, સંગીત, નાટક અને હસ્તકલાનું પ્રદર્શન કરાયું હતું. વિજેતા તેમજ તમામ ભાગ લેનાર યુવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Surat: સુરત ખાતે સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી

    Surat: સુરત ખાતે સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવી

    News Continuous Bureau | Mumbai

    Surat: સમસ્ત ચારણ સમાજ માટે પૂજનીય એવા આઈ શ્રી સોનલ માઁ ની ૧૦૧મી જન્મ જયંતિનો મહોત્સવ સુરત ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેનું ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન શ્રી ચારણ ગઢવી શક્તિ સમાજ ટ્રસ્ટ-સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. તા.૧ જાન્યુ.૨૦૨૫ ના રોજ પોષ સુદ બીજ નિમિત્તે માઁ સોનલના જન્મદિને સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામે આવેલ સોનલ માતાજીના મંદિરના પ્રાંગણમાં દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Gomata Poshan Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની વધુ ૩૩ ગૌશાળા/પાંજરાપોળને રૂ. ૧૯.૫૦ કરોડની પશુ નિભાવ સહાય ચૂકવાઇ

    Sonal Maa's 101st birth anniversary celebrated in a devotional manner in Surat
    Sonal Maa’s 101st birth anniversary celebrated in a devotional manner in Surat

     

     

     

     

     

     

     

     

    શેરડી ગામે સોનલ માતાજીના પ્રાગટ્ય દિવસે ઘોડા અને બગીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સાંજે ચારણ સમાજના ભાઈઓ-બહેનો મહાઆરતીમાં જોડાયા હતા. રાત્રે વિખ્યાત કલાકારો દ્વારા સંતવાણી અને ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ભાવિકો ભક્તિરસમાં તરબોળ થયા હતા.

    Sonal Maa's 101st birth anniversary celebrated in a devotional manner in Surat
    Sonal Maa’s 101st birth anniversary celebrated in a devotional manner in Surat

     

     

     

     

    Surat:  આમ, સોનલ માતાજીના જન્મદિને આયોજિત કાર્યક્રમમાં સુરત શહેર અને જિલ્લામાં રહેતા ચારણ સમાજના ભાઈઓ-બહેનો-યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી ચારણ (ગઢવી) શક્તિ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • ફક્ત અનુપમા જ નહીં, આ ટીવી શોમાં પણ દર્શાવવામાં આવી છે ગુજરાતી સંસ્કૃતિ, જાણો તે સિરિયલ વિશે

    ફક્ત અનુપમા જ નહીં, આ ટીવી શોમાં પણ દર્શાવવામાં આવી છે ગુજરાતી સંસ્કૃતિ, જાણો તે સિરિયલ વિશે

    News Continuous Bureau | Mumbai

    કેટલાક ગુજરાતી ( gujarati  ) શબ્દો આજે આખા દેશમાં સમજાય છે અને બોલાય છે. જેમ કે બા, મોટા ભાઈ, બેન,બાપુજી, એક જ મિનિટ, ગાંડી … શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમને આટલા બધા ગુજરાતી ( gujarati ) ‘ શબ્દો કેવી રીતે સમજાયા? આમાં આપણી ટીવી ઈન્ડસ્ટ્રીનો મોટો હાથ છે, ટીવી પર ઘણા સુપરહિટ શો ( TV shows )  છે જેમાં ગુજરાતી સંસ્કૃતિને (gujarati culture ) ખૂબ નજીકથી બતાવવામાં આવી છે. આ દિવસોમાં, ટીવી શો ‘અનુપમા’ ટીઆરપી લિસ્ટમાં ટોચ પર છે તે પહેલાં, ઘણા શો આવી વાર્તાઓ સાથે આવ્યા છે જેમાં ગુજરાતી પરંપરાઓ અને સમાજ બતાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી છે. સમગ્ર દેશની નજર આ દિવસોમાં ગુજરાત પર ટકેલી છે. આવી સ્થિતિમાં અમે તમને આ ખાસ ટીવી શો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

     ક્યુંકી સાસ ભી કભી બહુ થી

    ડેલી સોપની પહેલી સુપરહિટ સિરિયલ ( TV shows  ) ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ આ યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યાં તુલસી, બા, મિહિરની વાર્તાએ લોકોને રડાવ્યા અને હસાવ્યા. સંયુક્ત કુટુંબનું મૂલ્ય પણ સમજાવ્યું. આ શોમાં પણ લોકોને ગુજરાતી સંસ્કૃતિ ( gujarati culture ) જોવા મળી હતી.

    આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૨૬:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

     બા, બહુ ઔર બેબી

    ટીવી શો ( TV shows ) ‘બા બહુ ઔર બેબી’માં પણ એક ગુજરાતી પરિવારની ( gujarati  family) વાર્તા સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. આ કોમેડી ડ્રામા પણ લોકોને હસાવી ને ગુજરાતના વાતાવરણનો પરિચય કરાવ્યો હતો.

    ખીચડી

    અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, રાજીવ મહેતા અને જેડી મજેઠિયાનો પ્રખ્યાત કોમેડી શો ( TV shows )  ‘ખિચડી’ એવો હતો કે તેની ક્લિપ્સ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં હંસા બેન, પ્રફુલ્લ, જયશ્રી બેન, જેકી, બાપુજી, પરમિન્દર, હિમાંશુ જેવા પાત્રોએ ગુજરાતી ઉચ્ચારમાં બોલીને લોકો ના ખૂબ જ દિલ જીત્યા હતા.

     તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

    છેલ્લા 14 વર્ષથી ટીવી જગત પર રાજ કરી રહેલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભલે મુંબઈની સોસાયટી ગોકુલધામ ની વાર્તા કહેવામાં આવી હોય. પરંતુ જેઠાલાલ અને દયાનો એક પરિવાર છે, જેઓ હંમેશા તેમની વાતોમાં ગુજરાતી શબ્દોનો ( gujarati culture ) ઉપયોગ કરે છે અને ગુજરાતી ફૂડ ડીશનો પણ ઉલ્લેખ કરે છે.

    આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ

     સાથ નિભાના સાથિયા

    ટીવી શો ( TV shows)  ‘સાથ નિભાના સાથિયા’માં લેપટોપ ધોતી અને સૂકવનાર ગોપી બહુ, કોકિલા મોદી અને ‘રસોડે મેં કૌન થા’ની રાખી બેન ને કોણ ભૂલી શકે. આ શોમાં પણ ગુજરાતી સંસ્કૃતિનો તડકો જોવા મળ્યો હતો.

    અનુપમા

    આ દિવસોમાં ટીવીનો ટોપ શો ‘અનુપમા’ અમદાવાદની વાર્તા પર આધારિત છે. ગુજરાતના ( gujarati  ) ભોજન, તહેવારો અને રીતરિવાજોને શોમાં સુંદર રીતે દર્શાવવામાં આવે છે. આ શોએ રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડેને દેશના ટોચના ટીવી કલાકારો બનાવ્યા છે.