Tag: Gujarati Sahitya

  • Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!

    Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!

    News Continuous Bureau | Mumbai

    Zarukho:  ‘ઝરૂખો ‘ની સાહિત્યિક સાંજ છેલ્લા સોળ વર્ષથી ભાવકોને સાહિત્યના વિવિધ પાસાંનો પરિચય કરાવે છે. ઉત્તમ સર્જકો, પત્રકારો, કલાકારોએ આ મંચ પર વક્તવ્ય આપ્યાં છે. શનિવારનો ‘ઝરૂખો ‘નો કાર્યક્રમ નોખો હતો જેમાં ભાવકોએ પોતાને ગમતાં પુસ્તક વિશે વાત કરી.

    Zarukho various books discussed at zarukho program at borivali in mumbai

    સંવિત્તિ તથા કેઈએસ ગુજરાતી ભાષાભવન સાથે સંકળાયેલા કીર્તિ શાહે ‘લેખકો-વાચકો સાથે ગોષ્ઠી’ એ રમણ સોનીના પુસ્તક વિશે વાત કરી. આ પુસ્તક સાહિત્યજગતમાં પ્રવેશ કરતાં તેમજ આગળ વધી ચૂકેલાં સજાગ સર્જકો તથા વાચકો બંને માટે માર્ગદર્શક નિવડશે એવું એમણે જણાવ્યું.આજે સાહિત્ય સર્જનમાં સજ્જતાનો અભાવ, વાંચનમાં ઘટતો રસ, પુસ્તક પ્રકાશનની ઉતાવળ, ત્વરિત વાહવાહીના સમયમાં શું યોગ્ય છે અને શું નથી એની વાત રમણ સોનીએ કરી છે.

    Zarukho : ર.વ.દેસાઈની ‘ ભારેલો અગ્નિ ‘ની વાત 

    પ્રગતિ મિત્ર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ વસંત શાહે ર.વ.દેસાઈની ‘ ભારેલો અગ્નિ ‘ની વાત કરતાં પોતાની ધુંઆધાર વક્તૃત્વ શક્તિનો પરિચય કરાવ્યો. ચાલીસ વર્ષ અગાઉ વાંચેલી આ નવલકથાના ‘રુદ્રદત્ત’ને હું હજી ભૂલી શક્યો નથી એવું એમણે જણાવ્યું હતું. શસ્ત્રથી શાંતિ ન આવે એ સમજીને આ સમર્થ માનવી પોતાના શસ્ત્રાગારને સળગાવી દે છે.ઋદ્રદત્તની સામે પાદરી જ્હોનસન, કલ્યાણીની સામે લ્યુરીનું પાત્રાલેખન લેખકે સુંદર રીતે કર્યું છે.તાલીમબદ્ધ, શિસ્તબદ્ધ અંગ્રેજી લશ્કર સામે, ભારતીય લશ્કરની હારનો અગાઉથી સ્વીકાર પણ ઋદ્રદત્ત દ્વારા લેખકે સરસ રીતે દર્શાવ્યો છે.

    Zarukho various books discussed at zarukho program at borivali in mumbai

    જમનાબાઈ સ્કૂલના શિક્ષિકા તથા સાહિત્યનાં અભ્યાસી જાસ્મીન શાહે આજથી સવાસો વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપનાર પારસી બાનુ આવાબાઇ લીમજીભાઇ પાલમકોટની આત્મકથા ‘મારી જીંદગીનો હેવાલ’ ને એક અદભુત કૃતિ લેખાવી.જે પાછળથી તેમનાં દીકરી ભીખાઈજી પાલમકોટે ‘ મારાં માતાજી’ ના નામે પૂર્ણ કરી છે. જીવનના ચાલીસમે વર્ષે લખવાની શરૂઆત કરનાર આવાબાઇ બહાદુર, ધૈર્યવાન, સાહિત્યપ્રેમી અને ઉદાર મન ધરાવનાર વ્યક્તિ હતાં. જીવનમાં સંઘર્ષોનો મકકમતાથી સામનો કરનાર અને વિદ્યાભ્યાસ પર ભાર મૂકનાર આવાબાઇએ કાવ્યની પણ રચના કરી છે. આત્મકથામાં ૧૮૬૫ની આસપાસનું મુંબઈ, એડન અને પાલમકોટ શહેરનુ વર્ણન રસપ્રદ રીતે આલેખવામાં આવ્યું છે. ઘર ગૃહસ્થીની સાથે વાંચન – લેખન અને બીજી અનેક કલામાં નિપુણ એવા આવાબાઇની આત્મકથામાં તે સમયના પારસી સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે.

    Zarukho: વીનેશ અંતાણીની નવલકથા વિશે વાત 

    તેમણે નારી મનની વેદના અને સંવેદનાને બખૂબી ટાંકી છે. જાસ્મીન શાહનું આ વક્તવ્ય ખરેખર અભ્યાસી રહ્યું. “‘પ્રિયજન’ મારું ગમતું પુસ્તક છે. પહેલીવાર વાચ્યું ત્યારથી એણે મારાં દિલ દિમાગ પર કબજો જમાવી દીધો છે. “વીનેશ અંતાણીની નવલકથા વિશે વાત કરતાં સ્મિતા શુક્લે જણાવ્યું હતું. આ પુસ્તકનું કથાવસ્તુ અલગ છે.ત્રીસ વર્ષ પછી બે પ્રેમી આઠ દિવસ સાથે રહે એ પહેલીવાર બન્યું હશે. લેખકે ઘણા નવા શબ્દપ્રયોગો કર્યા છે. આખી નવલકથામાં પ્રિયજન શબ્દ એક જ વાર આવે છે. ત્રીસ વર્ષ પછી મળ્યાં છે છતાં નથી એમની વાતોમાં આછકલાઈ કે નથી આકર્ષણ. તટસ્થતા છે.એમનુ મળવું પણ એક આકસ્મિક છે.પ્રેમનો મર્મ અહીં અન્ય વ્યાખ્યાની બહારનો છે. નિકેત -ઉમા અને ચારુ -દિવાકરનાં પાત્રોની રેખાઓ એકબીજામાં ભળી જાય છે.

    Zarukho various books discussed at zarukho program at borivali in mumbai

    આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya :કાંદીવલીમાં યોજાશે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ ‘ મને સાંભરે રે’.

    “નોબલ પુરસ્કાર વિજેતા હરમન હેસે “સિદ્ધાર્થ” નામની નવલકથા, ભારતની આધ્યાત્મિકતાને ધ્યાનમાં લઈને લખી છે.નવલકથાના નાયક સિદ્ધાર્થની જીવનયાત્રા, નાનપણમાં આધ્યાત્મિકતા તરફ, જુવાનીમાં ભૌતિકતા તરફ અને છેલ્લે પાછી આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરે છે.” એવું વિવિધ લેખો લખતા પ્રકાશ સંઘવીએ જણાવ્યું હતું. વીસ વર્ષની ઉંમરે નાયક ઘર છોડીને, થોડા વર્ષો સાધુઓના સંઘમાં વિતાવે છે. પછી ગૌતમ બુદ્ધનો ઉપદેશ સાંભળે છે પરંતુ શિષ્ય નથી બનતા.પછી સ્ત્રી પ્રત્યેના સહજ આકર્ષણને કારણે લગભગ બે દા

    Zarukho various books discussed at zarukho program at borivali in mumbai

    યકા સંસારની માયાજાળમાં ડૂબી જાય છે. અહીં નૈતિક પતન એટલી હદે થાય છે કે તેઓ આત્મહત્યા કરવાની અણી પર આવી જાય છે. સિદ્ધાર્થ પ્રૌઢ અવસ્થા નદી કિનારે વિતાવે છે અને નદી પાસેથી રોજ જીવનના રહસ્યો જાણે છે.

    Zarukho: “ભાત ભાત કે લોગ” વિષે વાત 

    સાહિત્યપ્રેમી મિતાબેન દીક્ષિતે પુ. લ. દેશપાંડેના જાણીતા પુસ્તક “વ્યકિત આણિ વલ્લી” ના ગુજરાતી અનુવાદ, “ભાત ભાત કે લોગ” વિષે વાત કરી પુ. લ. નો પરિચય આપ્યો અને એમના જાણીતાં પુસ્તકો, નાટકોનો સંદર્ભ આપ્યો. એમના પ્રિય પુસ્તકમાંના ૨૦ રેખાચિત્રોમાંથી, “હન્ડ્રેડ પર્સન્ટ પેસ્તનકાકા” ના રેખાચિત્રનું થોડું વાચિક્મ કર્યું.

    લેખિકા નીલા સંઘવીએ સમગ્ર કાર્યક્રમનું બખૂબી સંચાલન કર્યું અને વક્તાઓનો પરિચય આપ્યો. સંકલનકર્તા સંજય પંડ્યાએ જણાવ્યું કે આપણી પાસે આપણી ભાષાનું અને ઈતર ભાષાનું અઢળક સાહિત્ય છે અને આ પ્રકારના કાર્યક્રમો દોઢ કલાકમાં છ પુસ્તકો વિશે જાણકારી આપે છે. ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલે વક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarati Sahitya : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે….. ઝેર પીને શહેરનું, નદી રોજ શંકર થાય છે…

    Gujarati Sahitya : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે….. ઝેર પીને શહેરનું, નદી રોજ શંકર થાય છે…

    News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya :

    પ્રકૃતિથી મોટો કોઈ દાતા નથી. પ્રકૃતિની સેવા અને સુરક્ષા કરનારને જ કુદરતી તત્ત્વોના સેવનનો, તેના ઉપભોગનો અધિકાર છે.

    સાંઈ કવિ મકરંદ દવે કહે છે : 

    વૃક્ષ સિંચયામી, સૂર્ય સેવયામી, 

    સત્યં પાલયામિ…

    ઝાડને જળ સિંચીને ઉછેરું છું, સૂર્યપ્રકાશને સેવું છું અને સત્યનું પાલન કરું છું.

    ગુણવંત શાહે લખ્યુંઃ

    વૃક્ષ શરણં ગચ્છામિ, સૂર્યમ્ શરણં ગચ્છામિ,

    સત્યં શરણં ગચ્છામિ…

    વૃક્ષને મૂળસોતાં ઉખેડી ફેંકનારને તેનાં ફળ-ફૂલ-છાલ કે છાયાનો અધિકાર નથી, જે ઝાડ પર બેઠા છીએ તેને કુહાડી મારવાની મૂર્ખામી માનવજાત કરી રહી છે. પ્રકૃતિને તરછોડીને, તેની સાથે ડિવોર્સ લઈને, ખરેખર તો આપણે માનવતાનો અપરાધ કરી રહ્યા છીએ. કુદરતનો દ્રોહ કરીએ ત્યારે આપણી માણસાઈનાં મૂળિયાં હચમચી ઊઠે છે, તેના આંચકા સમગ્ર સૃષ્ટિચક્રને અવળસવળ કરી મૂકે છે.

    ઉમાશંકર જોશીએ એટલે જ ગાયું હતુંઃ

    વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી 

    પશુ છે, પંખી છે. ફૂલો, વનોની છે વનસ્પતિ… 

    કુદરત પર કુઠારાઘાત કરીને માણસ પોતાની સુખ- સુવિધાઓ વધારતો જાય છે, પણ ખરેખર તો સંસ્કૃતિની હત્યા કરતો જાય છે…

    જનાબ શોભિત દેસાઈની વ્યથાનાં વીતક સરવા કાને સાંભળોઃ 

    સગવડભરી બની ગઈ સિમેન્ટની સડક 

    પણ વધ થયો છે સામટો રે ! ગુલમ્હોરનો… 

    એના સહારે કંઈક પ્રદૂષણ કર્યા પસાર 

    બચપણમાં સાંભળ્યો હતો ટહુકો જે મોરનો….

    માણસે લોકમાતા ગણાતી નદીઓના ઘાટને ઉકરડા બનાવી દીધા, જીવન ગણાતા જળને ઝેરીલું બનાવ્યું.

    નિમેશ પરમારે અહીં કટાક્ષનો કોરડો વીંઝ્યો છેઃ 

    ઝેર અઢળક પીને આખા શહેરનું 

    આ નદી તો રોજ શંકર થાય છે…

    ગણતરીબાજ અને કાવતરાંબાજ, નગુણી અને નઠોર માણસજાતને કુદરતની અપાર ઉદારતા અને દરિયાદિલીની ક્યાં ખબર છે? એટલે જ સંવેદનશીલ કવિની આ હૃદયદ્રાવક ચીસ સાંભળીએ.

    કરે ક્યાં હિસાબ એવો એ દરિયો ? 

    કે મીઠું કેટલું લઈ ગયો અગરિયો….

    પ્રકાશ મારો કોણ કેટલો માણે છે? 

    એવા કેલક્યુલેશનને સૂર્ય ક્યાં જાણે છે? 

    મહેક મારી ક્યાં કેટલી ફેલાય છે ? 

    પુષ્પ ક્યાં ફૂટપટ્ટી લઈ માપવા જાય છે?

     પ્રકૃતિના યંત્રમાં તો વહાલા, 

    ફક્ત સરવાળા ને ગુણાકાર જ થાય છે, 

    એક માનવના કેલક્યુલેટરમાં જ 

    બાદબાકી ને ભાગાકાર થાય છે !!!

    કુદરતના ખોળે જળચર-સ્થળચર અને ખેચર-સમગ્ર સૃષ્ટિ પાંગરે છે. સહુ જીવોને પ્રેમના પારણિયે ઝુલાવતી આ પ્રકૃતિને વારંવાર વંદન કરીએ… તેનો લાજ-મલાજો જાળવીએ. પર્યાવરણની શુદ્ધિ અને સુરક્ષાચક્રને સાચવીએ. માણસ અને કુદરત વચ્ચેનો આ સ્નેહસંબંધ સર્જન જૂનો છે. તેમાં સમજણની સુગંધ ઉમેરીને જીવનરસથી સતત સિંચન કરતાં રહીએ.

    છેલ્લે,

    કવિ ચીમન પુરોહિતના ઉદબોધનમાં તેનું રહસ્ય પિછાણીએઃ 

    તમે અમારે આંગણ ઊગ્યા સુરભિત સુંદર છોડ 

    અમે તમારી ડાળે મ્હોર્યા પુલકિત કોમળ કોડ 

    તમે ઘૂઘવતો દરિયો ભીતર, ભરચોમાસે લીલો 

    અમે મોરનો ચોગમ વહેતો ભીનો કંઠ રસીલો 

    તમે શિશુની આંખે ઝરતો સાવ અચંબો ભોળો 

    અમે છલોછલ હૂંફ ભરેલો સ્નેહ તૃષાતુર ખોળો.

    પ્રો. અશ્વિન મહેતા

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarati Sahitya :કાંદીવલીમાં યોજાશે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ ‘ મને સાંભરે રે’ .

    Gujarati Sahitya :કાંદીવલીમાં યોજાશે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ ‘ મને સાંભરે રે’ .

    News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya : મીનાક્ષી દીક્ષિત ( Meenaxi Dixit ) આપણા જાણીતા વાર્તાકાર અને નિબંધલેખિકા. એપ્રિલ 24 મીએ એમના અવસાનને એક વર્ષ થશે પણ એમના બાળપણની સ્મૃતિકથા ‘ અંજની તને યાદ છે? ‘ અને હળવા નિબંધ સંગ્રહ ‘ ઘેરે ઘેર લીલાલહેર’માં તેઓ હજી જીવંત છે.

    વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ એક સરસ વિચારબીજ આપ્યું કે મીનાક્ષીબહેનની પુણ્યતિથિ નિમિત્તે 26 એપ્રિલે ત્રણ વિદુષી મહિલાઓ આજથી ૬૦/૭૦ વર્ષ અગાઉના એમના બાળપણની ખાટી, મીઠી અને તૂરી યાદોની ભાવકો સમક્ષ વાત કરે. ગુજરાતી તખ્તા અને સિરિયલના બળૂકાં અભિનેત્રી મીનળ પટેલ, વરિષ્ઠ લેખિકા કલ્પના દવે અને પત્રકાર સંપાદક તરુ કજારિયા પોતાનાં બાળપણની યાદોનો પટારો ભાવકો સમક્ષ ખોલશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ‘નવનીત સમર્પણ’ ના સંપાદક દીપક દોશી હાજરી આપશે. મીનાક્ષી દીક્ષિતના બંને પુસ્તકોની નવી આવૃત્તિ પ્રકાશક આર.આર.શેઠ ( R.R. Sheth )આ મહિને પ્રકાશિત કરી રહ્યા છે. એનું વિમોચન દીપક દોશી તથા સર્વ વક્તાઓ સાથે મળીને કરશે.

    જાણીતા કવિ અને અદાકાર દિલીપ રાવલ એક નિબંધનું સાભિનય વાચિકમ કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા અને ‘લેખિની’ સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, મીનાક્ષી દીક્ષિતના સર્જનમાંથી વાચિકમ કરશે. મીનાક્ષી દીક્ષિતની એક ટૂંકી વાર્તા ‘ હિંચકો ‘ ખૂબ વખણાઈ છે. એના પરથી યુવાન નાટ્યકલાકાર પ્રીતા પંડ્યાએ એકોક્તિ લખી છે . એ એકોક્તિ ગીતા ત્રિવેદી રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમના સૂત્રધાર કવિ સંજય પંડ્યા રહેશે.

    આ સમાચાર પણ વાંચો : Desh Videsh Nu Sahitya : ત્રણ પુસ્તક ત્રણ વક્તા… મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીમાં યોજાયો ‘ઝરૂખો’ ‘દેશ વિદેશનું સાહિત્ય’ કાર્યક્રમ

    સાહિત્યના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જાણીતી સંસ્થા કે.ઈ.એસ. ગુજરાતી ભાષાભવન તથા કે.ઈ.એસ.ના પ્રમુખ મહેશ શાહ હંમેશાં પીઠબળ આપતા હોય છે. આ કાર્યક્રમ પણ ભાષાભવનના નેજા હેઠળ યોજાયો છે જેને ‘લેખિની’, ‘ઝરૂખો’, ( Zarukho ) તથા દીક્ષિત પરિવારે સહયોગ આપ્યો છે.
    તો ૨૬ એપ્રિલ શનિવારે સાંજે ૫.૩૦ પહેલાં જયંતીલાલ પટેલ લૉ કૉલેજ ઑડિટોરિયમ ( બીજા માળે) , ભોગીલાલ ફડિયા રોડ, કાંદીવલી રિક્રિએશન ક્લબ પાસે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જશો. બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Jharukho : બોરીવલીમાં શનિવારે ઝરૂખોની સાહિત્યિક સાંજ, દિલીપ ઝવેરીના કાવ્ય સંગ્રહ ‘ભગવાનની વાતો’ નાં કાવ્યોનું કરાશે પઠન..

    Jharukho : બોરીવલીમાં શનિવારે ઝરૂખોની સાહિત્યિક સાંજ, દિલીપ ઝવેરીના કાવ્ય સંગ્રહ ‘ભગવાનની વાતો’ નાં કાવ્યોનું કરાશે પઠન..

    News Continuous Bureau | Mumbai

    ” જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું
    ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે
    એમની સાથે બેસી
    એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે.”

    કવિ દિલીપ ઝવેરીએ ૧૯૮૯માં ‘ પાંડુકાવ્યો ‘ કાવ્યસંગ્રહ આપી ભાવકો તથા વિવેચકો બંનેની ચાહના મેળવી. એ પછી નવી બાની, આધુનિક વિષયવસ્તુ, નવા આંતરલય સાથેનાં કાવ્યો એમણે આપ્યાં ‘ ખંડિતકાંડ અને પછી ‘ કાવ્યસંગ્રહમાં. કંઈક નવું જ આપવાના પડકાર દિલીપ ઝવેરીએ સાહજિકતાથી ઝીલ્યા છે. આ બે સંગ્રહ પછી એમના કાવ્ય સંગ્રહ આવ્યા ‘ કવિતા વિશે કવિતા ‘ અને ‘ ભગવાનની વાતો ‘ . કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક ‘ ભગવાનની વાતો ‘ ને મળ્યું છે.જાણીતા સર્જક રાજેશ પંડ્યાએ એના વિશે લખ્યું છે,’ આ કાવ્યોમાં બાળકનું વિસ્મય છે, સંતની સમતા છે, જ્ઞાનીનું ડહાપણ છે ને કવિનું હૃદય છે.’

    Jharukho literary evening on Saturday in Borivali, poems from Dilip Zaveri's poetry collection 'Bhagwan ni Vaat' will be recited

    ગુજરાતી અગાઉ આ કાવ્યસંગ્રહ ‘ ટેલ્સ ઑફ ગૉડ ‘ નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ દિલીપ ઝવેરી ‘ ભગવાનની વાતો ‘ નાં કાવ્યોનું પઠન કરશે તથા હાજર અન્ય કવિઓ અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.

    Jharukho literary evening on Saturday in Borivali, poems from Dilip Zaveri's poetry collection 'Bhagwan ni Vaat' will be recited

    આ સમાચાર પણ વાંચો : Jharukho :રવિવારે બોરીવલીમાં ઝરૂખોની સાહિત્યિક સાંજ, ‘મસ્તીની પાઠશાળા’ની બીજી આવૃત્તિ નિમિત્તે ‘બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન’

    ૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે.‌‌ ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પ્રગતિ મિત્ર મંડળ વ્યાખ્યાનમાળાનું આ સંયુક્ત આયોજન છે. સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓએ સર્વને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

    Jharukho literary evening on Saturday in Borivali, poems from Dilip Zaveri's poetry collection 'Bhagwan ni Vaat' will be recited

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Akademi Award Function : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન..

    Akademi Award Function : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન..

      News Continuous Bureau | Mumbai 

    Akademi Award Function : મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ તા. ૨૧ માર્ચે, સાંજે ૭.૦૦ વાગ્યે પી.ડી. બૅન્કવેટ્સ હૉલ, પાંચમે માળે, પી. એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે. 

    અકાદમી દ્વારા વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવે છે. ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તાંબોળીને એનાયત કરવામાં આવશે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા; કલા ક્ષેત્રે નિરંજન મહેતા; પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ- એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે. 

    સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. 

    • કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના `શ્રીકૃષ્ણ ચરિતમ્ (ગઝલ સ્વરૂપે)’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળે છે. 
    • નવલકથા વિભાગમાં પ્રથમ ઈનામ દેવયાની દવેની `આવકાર’ તથા દ્વિતીય ઈનામ ઊર્મિલા પાલેજાની `ત્રીજો ભવ’ નવલકથાને અપાશે. 
    • લલિત નિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના `જાત સાથે વાત’ પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના `છીપ મોતી શંખ’ પુસ્તકને દ્વિતીય ઈનામ મળશે. 
    • વાર્તા વિભાગમાં કામિની મહેતાના `ઉડાન’ તથા નીલા સંઘવીના `નીલા સંઘવીની નવી વાર્તાઓ’ વાર્તાસંગ્રહને દ્વિતીય ઈનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવે છે. 
    • પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઈનામ મેધા ગોપાલભાઈ ત્રિવેદીના `મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન’ પુસ્તકને અપાશે. 

    સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માન. ઍડ. શ્રી આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે.  

    આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત? જાણો જગતના સર્જન અને પુરુષ-સ્ત્રી સંબંધમાં તેની અગત્યતા…

    જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. ૧.૦૦.૦૦૦/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 30,000/- અને દ્વિતીય ઈનામમાં રૂ. ૨૦.૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત?  જાણો જગતના સર્જન અને પુરુષ-સ્ત્રી સંબંધમાં તેની અગત્યતા…

    Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત? જાણો જગતના સર્જન અને પુરુષ-સ્ત્રી સંબંધમાં તેની અગત્યતા…

    News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત?

    તમને આંસુની લિપિ ઉકેલતાં આવડે છે ? તમે ક્યારેય જુદાઈનો ઝુરાપો અનુભવ્યો છે? તમારું ભાવગદ્ગદ્ હૈયું ક્યારેય વહાલપનો વીરડો બનીને વહ્યું છે? અંતરના ઝળહળતા શ્રધ્ધા દીપને અજવાળે, સંકલ્પ અને સુદ્રઢ મનોબળથી જીવનની વસમી ૩૦૩૬૮ વાટને સરળ-સુગમ બનાવવાનો કીમિયો તમને હાથવગો છે? સ્ત્રી હોવાની અનુભૂતિ અને પ્રતીતિ સ્નેહા પટેલની પંક્તિમાં ઝિલાઈ છેઃ

    તમે મારી ભીતર પધારી જુઓ, વિચારું છું હું એ વિચારી જુઓ એમાં મોતી, કવિતા હશે, તમે આંસુ ભીતર ઉતારી જુઓ.

    પુરુષની લાપરવાહી હોય કે બેવફાઈ- પ્રેમમાં હૃદયથી સમર્પિત નારીની અંતરંગ ભાવદશાનો તાગ મેળવવો કેટલો દુષ્કર છે! સ્નેહી પરમાર લખે છેઃ

    તમે ચાલ્યાં જવાની વાતના બહુ ઢોલ પીટો મા. તમે આવ્યા હતા સાજન બહુ ચૂપચાપ મારામાં તમે જાઓ અગર બેસો હવે ના ફેર પડવાનો તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં…

    એકમેકમાં ઓગળી જવાની તમન્ના અને તાલાવેલી જ્યારે સ્ત્રીની સાથે પુરુષમાં પણ પ્રગટે ત્યારે રાહી ઓઘારીયાની આ વજનદાર વાતનો મર્મ સમજાય છે:

    મારો વિચાર, મારું મનન એટલે તમે… ને મારું મૌન, મારું કથન એટલે તમે….. મારું કહી શકાય એવું શું રહ્યું પછી? સ્મિત, હર્ષ, શોક, અશ્રુવહન એટલે તમે… લ્યો! અંતે ઓગળી ગયો મારા મહીંનો હું, કે તમને પામવાની લગન એટલે તમે… માની લો કે દરિયો એ પુરુષ છે અને નદી એ સ્ત્રી છે. હવે ધ્વનિલ પારેખની પંક્તિ વાંચોઃ

    દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, એને ખબર નથી કે નદીનું ઉધાર છે!

    છેલ્લે, લોકદૂહામાં નારીના અપરંપાર મહિમાગાન સાથે વિરમીએઃ

    નારીએ જગ ઉપજે, દાનવ-માનવ-દેવ નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘર લેત? જતી-સતી-સુરમા-ભક્ત-દાસ અરુ સંત નારી બિન કૈસે ઉપજે, નારીએ નામ રહંત…

    પ્રો. અશ્વિન મહેતા

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Sahitya Manch Zarukho: કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો કાર્યક્રમ ‘સાહિત્ય મંચ ‘ શુક્રવારે બોરીવલીમાં ‘ઝરૂખો’ના સહયોગમાં! આ પાંચ કવિઓ કરશે કાવ્યપાઠ..

    News Continuous Bureau | Mumbai

    Sahitya Manch Zarukho:  મુંબઈના ગુજરાતી સાહિત્ય ચાહકો માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરા ઉપરી કાર્યક્રમ યોજી રહી છે. વ્યકતિને સંવેદનશીલ બનાવવામાં કવિતા મોટો ભાગ ભજવે છે. ‘ સાહિત્ય મંચ ‘ નામે યોજાયેલા સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ સંદીપ ભાટિયા, મુકેશ જોશી અને જ્યોતિ હિરાણી સાથે નવી પણ તેજસ્વી કલમો દિગંત મેવાડા અને પારુલ વોરા કાવ્યપાઠ કરશે.  

    Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!
    Kendriya Sahitya Akademi’s program ‘Sahitya Manch’ in Borivali on Friday in collaboration with ‘Zharukho’!

           સાહિત્ય અકાદમીના ( Kendriya Sahitya Akademi ) મુંબઈ કાર્યાલયના પ્રભારી ઓમ પ્રકાશ નાગર સ્વાગત વક્તવ્ય આપશે. સંયોજક સંજય પંડ્યા ( Gujarati Poet ) પરિચય આપશે અને આભારવિધિ કરશે.

    Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!
    Sandeep Bhatia
    Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!
    Mukesh Joshi

    આ સમાચાર પણ વાંચો:  Men’s Hockey Junior Asia Cup 2024: ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને મળી ઐતિહાસિક જીત.. જીત્યો ‘જુનિયર એશિયા કપ 2024’, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

    Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!
    Digant Mewada

           આ કાર્યક્રમ ( Sahitya Manch Zarukho ) ૬ ડિસેમ્બર શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . ૭ વાગ્યે આવનાર ભાવકો ચા કૉફી માણી શકશે.ઝરુખો ( શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ) આ કાર્યક્રમની ( Zarukho ) સહયોગી સંસ્થા છે અને સર્વેને હાજરી આપવા નિમંત્રણ છે.

    Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!
    Parul Vora
    Kendriya Sahitya Akademi's program 'Sahitya Manch' in Borivali on Friday in collaboration with 'Zharukho'!
    Jyoti Hirani

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Kutch Files: ‘ઝરૂખો ‘માં રણ, રહસ્ય, રોમાંચના પુસ્તક ‘ કચ્છ ફાઈલ ‘વિશે એના લેખક પ્રફુલ શાહ તથા કથાનાયક પત્રકાર વિપુલ વૈદ્ય સાથે ગોષ્ઠિ..

    News Continuous Bureau | Mumbai

    Kutch Files:  કચ્છ પોતાની આગવી ઓળખ ધરાવે છે.એનો મિજાજ, એનો માહોલ, એની ભૌગોલિક સ્થિતિ તથા ત્યાંના સંસ્કાર અને સંસ્કૃતિ બાકીના પ્રદેશથી નોખાં છે. ત્યાં રણ છે પણ રાજસ્થાન જેવું નહિ, ત્યાં આંતરરાષ્ટ્રીય સરહદ છે પણ પંજાબ કે કાશ્મીર જેવી નહિ. આવા કચ્છની ભૂમિ પર ચાર દાયકા જેમણે પત્રકારત્વ કર્યું છે અને અનેક રસપ્રદ તથા ચોંકાવનારી ઘટનાઓના સાક્ષી રહ્યા છે એવા વિપુલ વૈદ્યના જીવનની ઘટનાઓની આસપાસ જાણીતા લેખક પ્રફુલ શાહે એક ડૉક્યુ નોવેલ રચી છે જેનું નામ છે ‘ કચ્છ ફાઈલ ‘  

    discussion author Praful Shah and journalist Vipul Vaidya about the desert, mystery, thriller book 'Kutch files' in 'Zarukho'.
    discussion author Praful Shah and journalist Vipul Vaidya about the desert, mystery, thriller book ‘Kutch files’ in ‘Zarukho’.

           લેખક તથા પત્રકાર પ્રફુલ શાહ ( Praful Shah ) વાચકને જકડી રાખે એવી નવલકથાઓ માટે જાણીતા છે. એમની ‘દ્રશ્યમ – અદ્રશ્યમ ‘ સત્ય ઘટના આધારિત નવલકથા ગુજરાતી ( Gujarati Sahitya ) ઉપરાંત હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં છપાઈ છે. નવલકથાઓ ઉપરાંત યુદ્ધના આપણા જાંબાઝો વિશે એમણે સેંકડો લેખો લખ્યા છે.

    discussion author Praful Shah and journalist Vipul Vaidya about the desert, mystery, thriller book 'Kutch files' in 'Zarukho'.
    Praful Shah

         વિપુલ વૈદ્યે પણ કચ્છની ભૂમિ પર રિપોર્ટરથી લઈને અખબારના તંત્રી સુધીની જવાબદારી સંભાળી છે.

       ‘ ઝરૂખો’ ( Zarukho ) કાર્યક્રમમાં આ બંને સાથે એક રસપ્રદ ગોષ્ઠિ કરશે ( Sanjay Pandya ) સંજય પંડ્યા.

    discussion author Praful Shah and journalist Vipul Vaidya about the desert, mystery, thriller book 'Kutch files' in 'Zarukho'.
    વિપુલ વૈદ્ય

    આ સમાચાર પણ વાંચો: Mumbai-Ahmedabad Bullet Train : મુંબઈ અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશનનો નાખવામાં આવ્યો પ્રથમ બેઝ સ્લેબ કાસ્ટ, જાણો આ સ્લેબની મુખ્ય વિશેષતાઓ..

         ૭ ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી જશો… કચ્છની ( Kutch  ) ધરતી તથા કચ્છની સરહદ સાથે જોડાયેલું એક પત્રકારનું સાહસ અને રોમાંચ ભરેલું જીવન તમારી સમક્ષ ઉઘાડવાનું છે.

         આ જાહેર કાર્યક્રમમાં સર્વે હાજરી આપી શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarati Sahitya: ગાંધીનગરમાં ‘ ચલ મન મુંબઈ નગરી..’ કાર્યક્રમમાં મુંબઈના કવિ લેખક અને કલાકારો ગયાં છવાઈ..

    Gujarati Sahitya: ગાંધીનગરમાં ‘ ચલ મન મુંબઈ નગરી..’ કાર્યક્રમમાં મુંબઈના કવિ લેખક અને કલાકારો ગયાં છવાઈ..

      News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya:  ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ ભાગ્યેશ જહાએ તથા મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવે એક અનોખી પહેલ કરી છે. એમણે ગાંધીનગરના મેઘાણી હૉલમાં મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તથા  મુંબઈના કવિઓ ,પ્રોફેસર તથા કલાકારોને નિમંત્રણ આપીને ગુજરાતના ભાવકોને મુંબઈના સર્જનની ઝાંખી કરાવી હતી. 

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

           કાર્યક્રમની શરૂઆતમાં  મંજાયેલા ગાયક તથા અભિનેતા જોની શાહે સરસ્વતી વંદના રજૂ કરી . કવિ હિતેન આનંદપરાએ આ આયોજન માટે આનંદ વ્યક્ત કરી સંચાલનનું સુકાન સંભાળ્યું હતું.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          મહેમાનોનું ખેસથી સ્વાગત કર્યા બાદ ડૉ.જયેન્દ્રસિંહે ગુજરાત સાહિત્ય અકાદમીની ( Gandhinagar ) પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપી આવકાર આપ્યો હતો.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          ત્યારબાદ ( Gujarati Sahitya ) કવિ સંજય પંડ્યાએ  મુંબઈગરાને પડોશમાં બ્યુટી ક્વિન રહેતી હોય એવો દરિયો મળ્યો છે , સહ્યાદ્રિની લીલીછમ હારમાળા મળી છે એની વાત કરી હતી. મુંબઈના નેશનલ પાર્ક તથા હેંગિંગ ગાર્ડન પણ સર્જકોને લખવાનું વાતાવરણ પૂરું પાડે છે એવું એમણે જણાવ્યું હતું . ગુજરાત સાહિત્ય અકાદમીએ એક વર્ષમાં ૧૭૫ પુસ્તકો પ્રકાશિત કર્યાં એ માટે એમણે અકાદમીને અભિનંદન આપ્યા હતા.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          કવિ ભાગ્યેશ જહાએ એમના સ્વાગત પ્રવચનમાં પ્રકૃતિની આ વાતને પકડીને જણાવ્યું હતું કે ગાંધીનગર પણ રાજનીતિ કરતાં પ્રકૃતિની નજીક છે. એમણે  માતૃભાષાના પ્રસારની ખેવના દરેકે રાખવી જોઈએ અને યુવાનોને ભાષા અને સાહિત્યના કાર્યક્રમમાં સાથે રાખવા જોઈએ એની વાત કરી હતી. એક હજાર વર્ષ જૂની ગુજરાતી ભાષાને ટકાવવામાં અન્ય બધી રીતે ડાહ્યાં ગુજરાતીઓ પાછાં પડ્યાં છે એનો અફસોસ એમણે વ્યક્ત કર્યો હતો. મુંબઈના સર્જકો કેવી પરિસ્થિતિમાં ભાષાને જાળવીને લખી રહ્યાં છે એનો પણ ઉલ્લેખ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે ગુજરાત અને મુંબઈના સાહિત્યને સાંકળતા કાર્યક્રમ તો ફક્ત શરૂઆત છે અને હવે પછી વધુ કાર્યક્રમો દ્વારા મુંબઈ અને ગુજરાત વચ્ચેનું અંતર ઓછું કરાશે. ગાંધીનગર વિશેની એમની એક સંસ્કૃત કવિતા પણ એમણે રજૂ કરી હતી.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

         મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ( Gujarat Sahitya Akademi ) કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે પ્રથમ દસ મિનિટ સંસ્કૃતમાં સંભાષણ કરી બન્ને રાજ્યોની અકાદમીના સહકાર્યને અનુમોદન આપ્યું હતું ત્યારબાદ એમણે ‘ચલ મન મુંબઈ નગરી’ની  વિભાવનાને ખાસ્સી જૂની ગણાવીને સંભવત: ઈ.સ. ૧૦૨૬માં ભીમદેવ સાથે સાંકળી હતી . શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓના પ્રદાન અંગે ચર્ચા કરી પંડિત ઓમકારનાથજી અને ન્હાનાલાલ વિશે વાત કરી હતી. અંતમાં શાર્દૂલવિક્રીડિત છંદમાં એમણે આભાર વ્યક્ત કર્યો હતો.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

    આ સમાચાર પણ વાંચો  :  ITBP Raising Day: PM મોદીએ ITBPના સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી હિમવીરોને પાઠવી શુભેચ્છા, તેમની કામગીરીની પ્રશંસા કરતા કહી આ વાત.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

           મુંબઈની એસ.એન.ડી.ટી.યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.દર્શના ઓઝાએ મુંબઈની સ્ત્રી સર્જકો વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું હતું. મુંબઈનું નામ મુંબા આઈ ( મુંબા માતા) પરથી પડ્યું એવું એમણે જણાવ્યું હતું.પોર્ટુગીઝે આ સ્થળને બોઆવડા નામ આપ્યું હતું.પછીથી અંગ્રેજોએ આવીને ‘ બોમ્બે ‘ નામ આપ્યું હતું. 

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

         મુંબઈની સ્ત્રી સર્જકોએ કાવ્યમાં ( Gujarati Poet ) વિશેષ કામ કર્યું છે એવું જણાવી દર્શના ઓઝાએ પેરીન ડ્રાઈવરથી માંડી આજની કવયિત્રીનાં નામોલ્લેખ કર્યાં હતાં.સ્ત્રી કવિતા કેમ લખે છે, કયું બળ એને લખાવે છે, સ્ત્રી પરંપરા, દ્રષ્ટિકોણ, ભાષા, બોલી, ઈતિહાસ વગેરેના પૃથક્કરણની એમણે વાત કરી. કેટલીક કવયિત્રી બ કે વ એવા નામે પણ લખતી જેથી એમની ઓળખ છતી ન થાય. આ બધી કવયિત્રીની અભિવ્યક્તિની તરાહો સમજવી રસપ્રદ હોય છે એવું એમણે જણાવ્યું હતું.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          કવિ સંજય પંડ્યાએ ( Sanjay Pandya ) પણ કવિ નર્મદથી માંડી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ રણજિતરામ વાવાભાઈ મહેતા અને ત્યાંથી મોહનલાલ મહેતા ‘સોપાન ‘ થી લઈને અનેક જાણીતા સર્જકોનો ઉલ્લેખ કર્યો જેમણે મુંબઈમાં રહી સાહિત્ય સર્જન કર્યું.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          વરિષ્ઠ ગઝલકાર હેમેન શાહ, કવિ ભાગ્યેશ જહા,  હિતેન આનંદપરા, સંજય પંડ્યા, ડૉ.ભૂમા વશી તથા મીતા ગોર મેવાડાનાં ગીત , ગઝલ, દુહાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. 

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          ડિમ્પલ આનંદપરાની એકોક્તિ ‘ મારું સરનામું આપો ‘ એ એમના લાજવાબ લેખન તથા અભિનયનો પરિચય કરાવ્યો. કનૈયાલાલ મુનશીની નવલકથાના યાદગાર પાત્ર ‘ મંજરી ‘ ને ડૉ.મંજરી મુઝુમદારે પોતાના અભિનયથી જીવંત કર્યું. 

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          સ્નેહલ મુઝુમદારે છંદોબદ્ધ ગાનથી કાર્યક્રમને પડાવ તરફ દોર્યો. નવલકથાકાર કેશુભાઈ દેસાઈ, જિજ્ઞેશ અધ્યારૂ તથા અન્ય ભાવકોથી હૉલ ભરાયેલો હતો.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

          કાર્યક્રમનું સંચાલન કવિ હિતેન આનંદપરાએ કર્યું હતું અને મુંબઈના કવિ ગઝલકારની પંક્તિઓ એમણે ટાંકી હતી. ‘ આ ઈમારતમાં કવિ આવીને કાવ્યપાઠ કરે ત્યારે એ ભવન બને છે ‘ એવા કવિ ભાગ્યેશ જહાના શબ્દો કાર્યક્રમના અંતે જાણે સાચા પડતા હતા.

    Mumbai's poets, writers and artists appeared in 'Chal Mann Mumbai Nagri..' program in Gandhinagar by Gujarati Sahitya Akadmi
    Mumbai’s poets, writers and artists appeared in ‘Chal Mann Mumbai Nagri..’ program in Gandhinagar by Gujarati Sahitya Akadmi

    આ સમાચાર પણ વાંચો  : Bengaluru Building Collapse: બેંગલુરુમાં મકાન ધરાશાયી! PM મોદીએ જાન હાનિ પર વ્યક્ત કર્યો શોક, આટલા લાખની આર્થિક સહાયની કરી જાહેરાત.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarati Sahitya:  મનની મૈત્રીનાં પુષ્પો કદી કરમાતાં નથી…

    Gujarati Sahitya: મનની મૈત્રીનાં પુષ્પો કદી કરમાતાં નથી…

    News Continuous Bureau | Mumbai 

    Gujarati Sahitya: મૈત્રીનું મેઘધનુષ જીવનના ગગનને રળિયામણું રાખે છે અને પ્રેમનો છલકાતો પા૨ાવા૨ જીવનની સફરને સોહામણી રાખે છે. S.M.S.ના જમાનામાં લાગણીઓની લેણદેણ મુઠ્ઠીભર મોબાઇલમાં ધબકતી સંભળાય છેઃ 

    ખુલ્લી આંખોના સપના સાચા નથી હોતા,

    ચમકતા બધાંયે કંઈ સિતારા નથી હોતા.

    મળે જો સાચો પ્રેમ તો ભરી લેજો દિલમાં

    આ હાથની લકીરોના કોઈ દિવસ ભરોસા નથી હોતા!

    દોસ્તીની દોલત જેને મળે છે એ જિંદગીમાં ન્યાલ થઈ જાય છે, માલામાલ થઈ જાય છે, એટલે જ તો જનાબ ‘ખલીલ’ ધનતેજવી લખે છેઃ

    મળવું હોય તો આનાકાની નહીં ક૨વાની, આમ મહોબ્બત છાનીમાની નહીં કરવાની 

    જરૂર પડે તો ‘ખલીલ’ આ માથું દઈ દેવાનું, મિત્રતામાં પાછીપાની નહીં કરવાની…

    પણ દોસ્તીમાં ( friendship ) ગદ્દારીનું ઝે૨ ભળે ત્યારે ‘શૂન્ય’ સાહેબ ચીસ પાડી ઊઠે છે.

    દુશ્મનો તો મર્દ છે જે હોય સામી છાતીએ, પીઠ પાછળ ઘા કરે એ દોસ્ત હોવા જોઈએ ! ! 

    દોસ્તી અને દુશ્મનાવટની અનુભવ વાણી જ્યારે અવળ વાણી થઈને અવતરે ત્યારે કાળજે ઘા વાગે છેઃ 

    મિત્રો વધારવાની મને એ મજા મળી કે દુશ્મનોની સંખ્યામાં વધારો થઈ ગયો.

    આ પણ વાંચો :  Gujarati Sahitya: જમાનો જિંદગીભર નિતનવા આઘાત આપે છે…

    અને હા, ‘ઘાયલ’ ( Ghayal Sahab ) સાહેબની આ રાવ ફરિયાદ કાન ખોલીને સાંભળોઃ

    ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા, પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

     સાચો – સો ટચના સોના જેવો સ્નેહ જિંદગીમાં જીરવવો અઘરો છે, શાય૨ લખે છેઃ

    પ્રેમ કરે છે તેને કોઈ માફ નથી કરતું, જગત તેની સાથે ઇન્સાફ નથી કરતું

     સહુ કોઈ કહે છે પ્રેમ કરવો એ પાપ છે પણ કોણ છે એવું જે આ પાપ નથી કરતું. 

    જે બડભાગીને આ અમૃત સાંપડે છે એ નિખાલસ એક૨ા૨ ક૨તાં કહે છેઃ

    ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા સ્નેહની સુંવાળી સંગત મળી જશે

     દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, આવું કોઈ જગતમાં અંગત મળી જશે…

    છેલ્લે, શશિકાંત નાકરને થયેલી આ પ્રેમપ્રાપ્તિની ધન્યતા આગળ અટકીએઃ

    તમારા પ્રણયનો સહારો મળ્યો છે, મઝધારમાં પણ કિનારો મળ્યો છે

    નથી સ્વર્ગની હવે કોઈ ઝંખના, તમારા હૃદયમાં ઉતારો મળ્યો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    Ashwin Mehta
    Ashwin Mehta