Tag: gunaratna sadavarte

  • Maratha Protest: શું આ આંદોલન છે કે અરાજકતા? મુંબઈ પોલીસની મુશ્કેલીઓ વધી

    Maratha Protest: શું આ આંદોલન છે કે અરાજકતા? મુંબઈ પોલીસની મુશ્કેલીઓ વધી

    News Continuous Bureau | Mumbai

     Maratha Protest: મરાઠા અનામત આંદોલનની તીવ્રતા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે મુંબઈ પોલીસની મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન વકીલ ગુણરત્ન સદાવાર્તેએ પોલીસ તંત્ર લાચાર હોવાનું ગંભીર ચિત્ર રજૂ કર્યું. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કોર્ટે સીધા કાર્યવાહી કરવાના આદેશો માંગ્યા છે. સદાવાર્તેએ આક્ષેપ કર્યો કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે આંદોલનકારીઓ સામે ઝૂકી રહ્યા છે.

    આંદોલનમાં મહિલા પોલીસ પગ પકડતા હોવાના આરોપ

    વકીલ સદાવાર્તેએ કોર્ટમાં જણાવ્યું કે, કેટલાક સ્થળોએ મહિલા પોલીસકર્મીઓ આંદોલનકારીઓના પગ પકડતા જોવા મળ્યા છે, જે ખૂબ જ આઘાતજનક ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ આંદોલન સામે લાચાર બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહેશે તે એક મોટો પ્રશ્ન છે. આ આરોપ બાદ કોર્ટમાં માહોલ ગરમાયો હતો અને કોર્ટે આ મામલે ગંભીરતાથી નોંધ લીધી છે.

    આ સમાચાર પણ વાંચો : Kedarnath Yatra: કેદારનાથ યાત્રા આ તારીખ સુધી અસ્થાયી રૂપે સ્થગિત, જાણો શું છે કારણ

    આંદોલનમાં દારૂ અને અરાજકતાનો આરોપ

    વકીલ ગુણરત્ન સદાવાર્તેએ વધુ એક ગંભીર આરોપ લગાવ્યો કે કેટલાક આંદોલનકારીઓ પાસે દેશી દારૂ છે અને તેઓ નશાની હાલતમાં છે. તેમણે કહ્યું કે આંદોલનના નામે શિસ્તભંગ, ગરબડ અને ડરનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. જો આ વાત સાચી હોય તો આ આંદોલન નથી, પરંતુ અરાજકતા તરફ જઈ રહ્યું છે. આ આરોપથી પોલીસ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે આંદોલનકારીઓને નિયંત્રિત કરવા માટે તેમને વધુ કડક પગલાં ભરવા પડશે.

    શું મુંબઈ પોલીસ ખરેખર લાચાર છે?

    આ ગંભીર આરોપો બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું મુંબઈ પોલીસ ખરેખર આ આંદોલનને રોકી શકતી નથી? કે પછી આની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે? આ આંદોલનને રોકવા માટે કોર્ટ અને પોલીસ વચ્ચે સંકલન કઈ રીતે થશે તે જોવું રહ્યું. આ મુદ્દે આગામી નિર્ણય કોર્ટની સુનાવણી બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ અને પ્રશાસન માટે આ એક મોટો પડકાર છે.

  • NCP સુપ્રીમો શરદ પવારના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શનના કેસમાં વકીલ ગુણરત્ન સદાવર્તેને 2 દિવસની પોલીસ કસ્ટડી, તો 109 આરોપીઓને આટલા દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા; જાણો વિગતે

    NCP સુપ્રીમો શરદ પવારના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શનના કેસમાં વકીલ ગુણરત્ન સદાવર્તેને 2 દિવસની પોલીસ કસ્ટડી, તો 109 આરોપીઓને આટલા દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા; જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    મુંબઈની એક અદાલતે શરદ પવારના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શનના સંબંધમાં વકીલ ગુણરત્ન સદાવર્તેને 11 એપ્રિલ સુધી 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. 

    સાથે અન્ય 109 આરોપીઓને 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

    પોલીસે વકીલ ગુણરત્ન સદાવર્તેની પૂછપરછ માટે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી.

    સરકાર સાથે વિલીનીકરણની માંગણી સાથે, હડતાળ પર રહેલા એસટી કર્મચારીઓએ શુક્રવારે સાંજે NCP પ્રમુખ શરદ પવારના સિલ્વર ઓક હાઉસમાં અચાનક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    આ દરમિયાન એસટી કર્મચારીઓએ શરદ પવારના ઘર પર પથ્થરો અને ચપ્પલ ફેંકીને વિરોધ કર્યો હતો.

    મહારાષ્ટ્રના સૌથી ઊંચા નેતાના ઘર પર થયેલા આ હુમલાથી મહાવિકાસ આઘાડી સરકાર પણ ચોંકી ગઈ હતી.

     આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

  • અમે શરદ પવાર સામે ગુનો નોંધાવ્યો છે. અમારા જાનને જોખમ છે. જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો આરોપ.

    અમે શરદ પવાર સામે ગુનો નોંધાવ્યો છે. અમારા જાનને જોખમ છે. જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો આરોપ.

    News Continuous Bureau | Mumbai

    રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘર પર હુમલો કરવાના પ્રકરણમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ  (ST) કર્મચારીઓના વકીલ એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને શુક્રવારે રાત્રે ગાંવદેવી પોલીસે અટકાયતમાં લીધા હતા. સદાવર્તે પર ST કર્મચારીઓ દ્વારા શરદ પવારના ઘર પર હુમલાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. સદાવર્તેની ધરપકડ બાદ તેની પત્ની જયશ્રી પાટીલે ચોંકાવનારો આરોપ કરતા કહ્યું છે કે મારા પતિ અને પરિવારનો જાન જોખમમાં છે.

    મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ ગુણરત્ન સદાવર્તેની પત્ની જયશ્રીએ આરોપ કર્યો છે કે મેં દિલીપ વાલસે પાટીલ અને શરદ પવાર સામે કેસ દાખલ કર્યો હોવાથી શરદ પવાર દબાણની રણનીતિ વાપરી રહ્યા છે.

    જયશ્રી સદાવર્તેએ મિડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં એવા આરોપ કર્યા હતા કે મેં રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ સામે રૂ. 600 કરોડની ફરિયાદ નોંધાવી છે. બદલો લેવા માટે આ શરદ પવારની પ્રેશર યુક્તિ છે. મારા પતિ, મારી પુત્રી અને મારો જાન જોખમમાં છે. અનિલ દેશમુખ અને દિલીપ વાલસે પાટીલ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આ અમારી લડાઈ છે એવો દાવો પણ સદાવર્તેના પત્ની જયશ્રી પાટીલે કર્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો :  વાહ! !મુંબઈના રસ્તાઓ ઝગમગી ઉઠ્યા એલઈડી લાઈટ થી, ઉર્જાની થશે બચત. જાણો વિગતે

    મેં શરદ પવાર વિરુદ્ધ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. CIDએ ગયા અઠવાડિયે મારો 80 પાનાનો જવાબ રેકોર્ડ કર્યો હતો. તેમાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારની ગંદી રાજનીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારા પતિ આખો દિવસ કોર્ટમાં હતા, પોલીસ દ્વારા તેમની જાણ વગર ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી એવો ચોંકાવનારો આક્ષેપ પણ જયશ્રી પાટીલે કર્યો છે. શરદ પવાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.

    આ દરમિયાન પોલીસે કલમ 120-બી અને કલમ 353 હેઠળ ગુણરત્ન સદાવર્તેની ધરપકડ કરી છે. તેમના પર સરકારી કામમાં અવરોધ અને શરદ પવારના ઘર પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. સદાવર્તન પર લાદવામાં આવેલી આ બંને કલમો બિનજામીનપાત્ર છે