News Continuous Bureau | Mumbai
Taarak Mehta Ka Ooltah Chashmah પ્રખ્યાત ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહે હાલમાં જ એક ખાસ વાતચીત કરી હતી. લગભગ 13 વર્ષ સુધી શોનો હિસ્સો રહેલા ગુરચરણ કોવિડ પછી તેનાથી અલગ થઈ ગયા હતા અને અભિનયથી દૂર રહેતા હતા. આ દરમિયાન તેમની પર અનેક મુસીબતો પણ આવી હતી અને એક સમયે તેઓ અચાનક ગુમ પણ થઈ ગયા હતા, જોકે બાદમાં પરત ફર્યા હતા. હવે અભિનેતાએ જણાવ્યું છે કે તે લાઈમલાઈટથી દૂર રહીને શું કરી રહ્યા છે અને ચાહકો તેમને ફરીથી ટીવી પર ક્યારે જોઈ શકશે.
લાઈમલાઈટથી દૂર રહીને શું કરી રહ્યા છે ‘સોઢી’?
ગુરચરણ સિંહે જણાવ્યું કે તેમને દિલ્હીના તિલક નગર માં ‘વીરજી મલાઈ ચાપ’ નામની એક રેસ્ટોરન્ટ શોપ ભેટમાં મળી છે. તેમણે કહ્યું, “અમે હજી કોઈને જણાવ્યું નથી કે અમે દિલ્હીમાં છીએ, કારણ કે ફેન્સનો ઘણો પ્રેમ મળે છે. અમે ચૂપચાપ ફેન્સ સાથે ફોટા પડાવીને આવીએ છીએ. જોકે, હું ફેન્સનો ખૂબ-ખૂબ આભાર માનું છું, જેઓ મને આટલો પ્રેમ આપે છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હવે બિઝનેસમેન બની ગયા છે, તો ગુરચરણ સિંહે સ્પષ્ટ કર્યું કે દુકાનની જવાબદારીઓ તેઓ સંભાળતા નથી. તેઓ આ ભાગીદારીમાં માત્ર એક સેલિબ્રિટી ચહેરો છે અને હાલમાં તેઓ તેમના કામને અલગ-અલગ જગ્યાએ જઈને પ્રમોટ કરે છે.
ક્યારે થશે ટીવી પર વાપસી અને શું આવ્યા છે ઓફર?
ગુરચરણ સિંહ છેલ્લે 2020 માં સ્ક્રીન પર જોવા મળ્યા હતા. ટીવી પર પરત ફરવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ગયા વર્ષે તેમને ‘બિગ બોસ 18’ની ઓફર આવી હતી અને વાતચીત પણ થઈ હતી. જોકે, આ વખતે ‘બિગ બોસ 19’માં જવાની જે ખબર આવી હતી તેનો તેમને કોઈ આઈડિયા નહોતો. અભિનેતાએ કહ્યું કે જ્યારે પણ તેમને અભિનયનો કોઈ સારો પ્રસ્તાવ કે ટીવી પર આવવાનો મોકો મળશે, ત્યારે તેઓ ચોક્કસ આવશે. હાલ તેમણે આ વિકલ્પ ભગવાન પર છોડી દીધો છે. તેઓ માને છે કે જો તમે દિલથી ભગવાન પાસે કંઈક માંગો છો, તો તે ચોક્કસ આપે છે.
આ સમાચાર પણ વાંચો : Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
‘તારક મહેતા’ સાથેનો સંબંધ અને દયાબેન સાથેનો અનુભવ
ગુરચરણ સિંહે જણાવ્યું કે તેઓ શોથી અલગ નથી થયા, પરંતુ હંમેશ માટે જોડાયેલા રહેશે અને મેકર્સ સાથેના સંબંધોને ખૂબ માન આપે છે. તેઓ જ્યારે મમ્મી-પાપા શો જોતા હોય છે ત્યારે ક્યારેક જોઈ લે છે. જૂના એપિસોડ્સ જોઈને તેમને ખૂબ જ મજા આવે છે. તેમણે તેમનો એક પ્રિય એપિસોડ યાદ કર્યો, જ્યારે ગોકુલધામ સોસાયટીમાં પાણીનો ટેન્કર આવ્યો હતો. અભિનેતાએ દિશા વાકાણી (દયાબેન) સાથે કામ કરવાના અનુભવને યાદ કરતાં કહ્યું કે એક વખત શૂટિંગ દરમિયાન ખૂબ જ બીમાર હોવા છતાં, કામ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ને કારણે તેઓ સેટ પર પહોંચ્યા હતા. તે સીન પૂરો કર્યા બાદ તેઓ તરત જ બેહોશ થઈને નીચે પડી ગયા હતા. અંતે, તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ કલાકારો અને મેકર્સનો આભાર માન્યો.
