Tag: Guyana

  • Ek Ped Maa Ke Naam Guyana : ગુયાનાના રાષ્ટ્રપતિએ ભારતની ‘આ’ પહેલને આપ્યું સમર્થન, PM મોદીએ માન્યો આભાર..

    Ek Ped Maa Ke Naam Guyana : ગુયાનાના રાષ્ટ્રપતિએ ભારતની ‘આ’ પહેલને આપ્યું સમર્થન, PM મોદીએ માન્યો આભાર..

    News Continuous Bureau | Mumbai

    Ek Ped Maa Ke Naam Guyana : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક પેડ માઁ કે નામ પહેલને સમર્થન આપવા બદલ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો આભાર માન્યો હતો. PM મોદીએ ગઈકાલના મન કી બાત એપિસોડમાં ગુયાનામાં ભારતીય સમુદાય પ્રત્યેની તેમની પ્રશંસાનો પુનરોચ્ચાર કર્યો હતો. 

    Ek Ped Maa Ke Naam Guyana : ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ‘X’ પર કહ્યું:

    “આપનો સહકાર હંમેશા આવકાર્ય છે. ( Narendra Modi ) મેં મારા #MannKiBaat કાર્યક્રમ દરમિયાન તેના વિશે વાત કરી હતી. એ જ એપિસોડમાં ગુયાનામાં ( Ek Ped Maa Ke Naam Guyana ) ભારતીય સમુદાયની પણ પ્રશંસા કરી.

    @DrMohamedIrfaa1

    @presidentaligy”

    આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad sequel: કલ્કી 2898 એડી ના બીજા પાર્ટ પર આવ્યું મોટું અપડેટ, મેકર્સે ફિલ્મમાં દીપિકા પાદુકોણ ના રોલ ને લઈને કર્યો ખુલાસો

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • PM Modi Guyana: PM મોદીનું જ્યોર્જટાઉનમાં ગુયાનાના રાષ્ટ્રપતિએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત, જુઓ ફોટોસ..

    PM Modi Guyana: PM મોદીનું જ્યોર્જટાઉનમાં ગુયાનાના રાષ્ટ્રપતિએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત, જુઓ ફોટોસ..

    News Continuous Bureau | Mumbai

    PM Modi Guyana:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2024 દરમિયાન ગુયાનાની રાજકીય યાત્રા અંતર્ગત આજે જ્યોર્જટાઉન પહોંચ્યા હતા. 56 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાની આ પ્રથમ મુલાકાત છે. વિશેષ સન્માન તરીકે, એરપોર્ટ પર આગમન થતાં ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી અને ગુયાનાના પ્રધાનમંત્રી માનનીય બ્રિગેડિયર (નિવૃત્ત) માર્ક એન્થોની ફિલિપ્સ દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં ગુયાના સરકારના એક ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ હાજર હતા. 

    હોટેલ પર આગમન થતા જ પ્રધાનમંત્રીનું ( Narendra Modi ) સ્વાગત રાષ્ટ્રપતિ અલીની સાથે-સાથે બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી અને ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ ડિકોન મિશેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીનું ભારતીય સમુદાય અને ગુયાના કેટલાક કેબિનેટ મંત્રીઓની હાજરીમાં ભારત-ગુયાના પ્રવાસીઓ દ્વારા ભવ્ય અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi G20 Summit: PM મોદીએ સતત વિકાસ અને ઉર્જા પરિવર્તન પર જી20 સત્રને કર્યું સંબોધિત, ભારત દ્વારા ઉઠાવેલી આ વૈશ્વિક પહેલો અંગે કરી વાત.. 

    એરપોર્ટ અને હોટલમાં સ્વાગતની વચ્ચે ગુયાના સરકારનું સમગ્ર કેબિનેટ હાજર હતું. ભારત-ગુયાનાની ગાઢ મિત્રતાના પ્રમાણપત્ર તરીકે, જ્યોર્જટાઉનના મેયરે પ્રધાનમંત્રીને ( Narendra Modi Guyana ) ” જ્યોર્જટાઉન શહેરની ચાવી” સોંપી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • PM Modi Nigeria: PM મોદી નાઈજીરીયા સહીત આ ત્રણ દેશોની મુલાકાત માટે થયા રવાના, આપ્યું પ્રસ્થાન નિવેદન..

    PM Modi Nigeria: PM મોદી નાઈજીરીયા સહીત આ ત્રણ દેશોની મુલાકાત માટે થયા રવાના, આપ્યું પ્રસ્થાન નિવેદન..

    News Continuous Bureau | Mumbai

    PM Modi Nigeria:  હું નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.  

    મહામહિમ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર, નાઇજીરીયાની આ મારી ( Narendra Modi ) પ્રથમ મુલાકાત હશે, જે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં અમારા નજીકના ભાગીદાર છે. મારી આ યાત્રા એ આપણી વ્યૂહાત્મક ભાગીદારી કે જે લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત છે તેના પર નિર્માણ કરવાની તક હશે. હું ભારતીય સમુદાય અને નાઈજીરીયાના મિત્રોને મળવાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જેમણે મને હિન્દીમાં ઉષ્માભર્યા સ્વાગત સંદેશો મોકલ્યા છે.

    બ્રાઝિલમાં ( Brazil ) , હું ટ્રોઇકા સભ્ય તરીકે 19મી જી-20 સમિટમાં હાજરી આપીશ. ગયા વર્ષે, ભારતના સફળ અધ્યક્ષતાએ જી-20ને લોકોના જી-20માં ( G20 ) ઉન્નત કર્યું અને વૈશ્વિક દક્ષિણની પ્રાથમિકતાઓને તેના એજન્ડામાં મુખ્ય પ્રવાહમાં લાવી હતી. આ વર્ષે, બ્રાઝિલે ભારતના વારસાને આગળ વધાર્યો છે. હું “એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય”ના અમારા વિઝનને ધ્યાનમાં રાખીને હું અર્થપૂર્ણ ચર્ચાઓની રાહ જોઉં છું. હું આ તકનો ઉપયોગ અન્ય કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કરવા માટે પણ કરીશ.

    ગુયાનાની ( Guyana ) મારી મુલાકાત મહામહિમ રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર છે, 50 વર્ષથી વધુ સમયમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત હશે. અમે અમારા અનોખા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કરીશું, જે સહિયારો વારસો, સંસ્કૃતિ અને મૂલ્યો પર આધારિત છે. હું 185 વર્ષથી પણ વધુ સમય પહેલા પ્રવાસ કરનાર સૌથી જૂના ભારતીય પ્રવાસીઓમાંથી એકને આપણું સન્માન સમર્પિત કરીશ અને સાથી લોકતંત્ર સાથે જોડાઈશ, કેમકે હું તેમની સંસદને સંબોધિત કરીશ.

    આ સમાચાર પણ વાંચો :  Hindustan Times Leadership Summit 2024 PM Modi: PM મોદીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2024ને કર્યું સંબોધન, કહ્યું, ‘આ દિગ્ગજોએ એચટી માટે લખ્યા હતા લેખો..’

    મુલાકાત દરમિયાન, હું કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ ( India-CARICOM Summit ) માટે પણ જોડાઈશ. અમે દરેક સારા-ખરાબ સમયમાં એક સાથે ઊભા રહ્યાં છીએ. શિખર સંમેલન આપણને ઐતિહાસિક સંબંધોને નવીકરણ કરવા અને નવા ક્ષેત્રોમાં આપણા સહયોગના વિસ્તારવા માટે સક્ષમ બનાવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • IND vs ENG Semi Final :રદ્દ થઈ શકે છે ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ, ગયાનામાં ભારે વરસાદ – જુઓ વીડિયો..

    IND vs ENG Semi Final :રદ્દ થઈ શકે છે ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ, ગયાનામાં ભારે વરસાદ – જુઓ વીડિયો..

     News Continuous Bureau | Mumbai

    IND vs ENG Semi Final : ટીમ ઈન્ડિયા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ( England ) T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઈનલ ( Semifinal )  મેચમાં સામસામે ટકરાશે. આ મેચ ગયાના ( Guyana ) ના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં બંને ટીમો સતત બીજી વખત આમને-સામને થશે. દરમિયાન ગયાનામાં આ રોમાંચક મેચ પહેલા ભારે વરસાદનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે.. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું આજની મેચ થશે કે નહીં કારણ કે ICCએ આ મેચ માટે રિઝર્વ ડે ( Reserve Day ) નથી રાખ્યો.

      IND vs ENG Semi Final : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ રદ્દ થઈ શકે છે

    ગયાનામાં વરસાદના જે પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે અને મેદાનની હાલત જોઈને લાગી રહ્યું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કહી નિવેદન આવ્યું નથી. પરંતુ ICCના નિયમો મુજબ, વરસાદ અથવા મેચ રદ થવી એ ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે શાનદાર રન રેટ અને ટેબલમાં ટોપ પર હોવાને કારણે ભારત મેચ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે. ICCએ આ મેચ માટે અનામત દિવસ રાખ્યો નથી, તેના બદલે 250 મિનિટનો વધારાનો સમય (4 કલાક 10 મિનિટ) રાખવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai station : બહારગામથી આવતા પાર્સલ રેલ્વે સ્ટાફ દ્વારા આ રીતે હેન્ડલ કરવામાં આવે છે.. વાયરલ વિડીયો તમને ચોંકાવી દેશે.. જુઓ

    IND vs ENG Semi Final : જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે

    ગયાનામાં આજે વરસાદની સારી સંભાવના છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત ( India ) અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ્દ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ શરૂ થવાના એક કલાક પહેલા વરસાદની 40 ટકા સંભાવના છે. મેચ શરૂ થવાના સમયે વરસાદની 60 ટકા શક્યતા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ICCના નિયમો અનુસાર, ટીમ ઈન્ડિયા સુપર-8માં ટોચ પર રહેવાને કારણે ફાઇનલમાં પ્રવેશ કરશે..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • IND vs ENG Weather: શું T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઈ જશે? જાણો ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન ગયાનામાં કેવું રહેશે હવામાન

    IND vs ENG Weather: શું T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઈ જશે? જાણો ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન ગયાનામાં કેવું રહેશે હવામાન

    News Continuous Bureau | Mumbai

    IND vs ENG Weather: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુયાનાના ( Guyana ) પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડની ટીમો 2022માં આયોજિત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં આમને-સામને રમી હતી. 2022માં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. હવે 2024 T20 વર્લ્ડ કપમાં ( T20 World Cup 2024  ) ભારતીય ટીમ ઈન્દ્ર દેવના આશીર્વાદથી ઈંગ્લેન્ડ સાથે મેચ રમ્યા વિના જ હરાવી શકે છે. 

    વાસ્તવમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં વરસાદ ( Rain ) પડી શકે છે. જેના કારણે આ મેચ ( T20 Semifinale ) રદ્દ થઈ શકે છે. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ( Team India ) સીધી ફાઈનલમાં પહોંચી જશે. ભારતીય ટીમ ગ્રુપ-1માં ટોપ પર છે, જેના કારણે મેચ રદ્દ થતાની સાથે જ રોહિત બ્રિગેડને ફાઇનલમાં જગ્યા મળી જશે. 

    જ્યારે મેચ ( Cricket Match ) વરસાદને કારણે વિક્ષેપિત થાય છે અને પરિણામ DLS પદ્ધતિથી નક્કી કરવાનું હોય તો ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે. જ્યારે સામાન્ય રીતે T20 મેચોમાં ( T20 Match ) ,  DLS પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે પછી ભલે તે રમત 5-5 ઓવરની હોય. જોકે, ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે 250 મિનિટ વધારાની રાખવામાં આવી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચે છે કે પછી ભગવાન ઈન્દ્રના આશીર્વાદ તેમને ફાઈનલ સુધી લઈ જાય છે

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: બોરીવલીના ચીકુવાડીમાં કોન્ટ્રેક્ટરની ખુલી પોલ, રોડનું કામ નિકળ્યું હલકી ગુણાવત્તાવાળુ, ફરી નજરે ચઢ્યા ખાડા. જાણો વિગતે.

    IND vs ENG Weather: જો રિપોર્ટ્સનું માનીએ તો ગયાનામાં મેચના દિવસે એટલે કે આજે અહીં વરસાદની 60 થી 70 ટકા શક્યતા છે….

    જો રિપોર્ટ્સનું માનીએ તો ગયાનામાં મેચના દિવસે એટલે કે આજે અહીં વરસાદની 60 થી 70 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં, ચાહકોને સંપૂર્ણ રમત જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું. સ્થાનિક સમય અનુસાર, મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. સવારે એટલે કે મેચના સમયે વરસાદની શક્યતા લગભગ 35 ટકા છે, જે બપોરે 1 વાગ્યા સુધીમાં વધીને લગભગ 65 ટકા થઈ શકે છે. 

    નોંધનીય છે કે, રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ સતત તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામે સતત ત્રણ મેચ જીતી હતી. ત્યાર બાદ કેનેડા સામે રમાનાર ચોથી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ પછી સુપર-8માં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને સતત ત્રણ મેચમાં હરાવ્યું હતું. 

     

  • Cheddi Jagan : 22 માર્ચ 1918ના જન્મેલા,  ચેડી બેરેટ જગન એક ગુયાનીઝ રાજકારણી અને દંત ચિકિત્સક હતા

    Cheddi Jagan : 22 માર્ચ 1918ના જન્મેલા, ચેડી બેરેટ જગન એક ગુયાનીઝ રાજકારણી અને દંત ચિકિત્સક હતા

    News Continuous Bureau | Mumbai

    Cheddi Jagan :1918 માં આ દિવસે જન્મેલા, ચેડી બેરેટ જગન એક ગુયાનીઝ રાજકારણી ( Guyanese politician ) અને દંત ચિકિત્સક હતા જેઓ પ્રથમ વખત 1953 માં મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા અને પછીથી 1961 થી 1964 સુધી બ્રિટિશ ગુઆનાના પ્રીમિયર તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેમણે 1992 થી 1997 માં તેમના મૃત્યુ સુધી ગયાનાના ( guyana ) રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. 

    આ પણ વાંચો : Tribhuvandas Luhar : 22 માર્ચ 1908 ના જન્મેલા, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, તેમના ઉપનામ સુંદરમથી વધુ જાણીતા, ભારતના ગુજરાતી કવિ અને લેખક હતા.

  • ગયાનામાં ‘મિલેટ્સ મોડેલ ફાર્મ’ સ્થાપવાની શક્યતા ચકાસવા યુપીએલ અને ગયાના સરકાર વચ્ચે સમજૂતી

    ગયાનામાં ‘મિલેટ્સ મોડેલ ફાર્મ’ સ્થાપવાની શક્યતા ચકાસવા યુપીએલ અને ગયાના સરકાર વચ્ચે સમજૂતી

    News Continuous Bureau | Mumbai

    ટકાઉ કૃષિ ઉપાયો પૂરા પાડનાર અગ્રણી કંપની યુપીએલ દ્વારા ગયાનામાં 200 એકર જમીન પર મિલેટ્સ મોડેલ ફાર્મ શરૂ કરવા માટે રિપબ્લિક ઑફ ગયાના સાથે સમજૂતી થઈ હોવાની આજે જાહેરાત કરવામાં આવી. યુપીએલ જૂથના ગ્રુપ સીઈઓ શ્રી જય શ્રોફ તથા રિપબ્લિક ઑફ ગયાનાના માનનીય કૃષિમંત્રી શ્રી ઝુલ્ફીકાર મુસ્તફા વચ્ચે ગયાનાના જ્યોર્જટાઉન ખાતે ગત 21 એપ્રિલ, 2023ના રોજ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જેના હેઠળ ગયાનામાં જાડા ધાન (મિલેટ્સ)ની વિવિધ જાતો ઉગાડવાની અને ભોજનમાં તેનો ઉપયોગ કરવાની સંભાવનાઓ ચકાસવામાં આવશે. ભારતના વિદેશપ્રધાન માનનીય શ્રી એસ. જયશંકરના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળની ગયાનાની મુલાકાત દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

    આ ભાગીદારી હેઠળ યુપીએલ ટેકનિકલ કુશળતા તથા નિશ્ચિત કૃષિ સામગ્રી પૂરી પાડશે, જ્યારે ગયાના સરકાર 200 એકર જમીન તથા મિલેટ્સની ખેતીવાડી માટે સ્થાનિક સહાય પૂરી પાડશે.

    મિલેટ્સ સુપર ફૂડ તરીકે પણ ઓળખાય છે અને જે તે વાતાવરણ સાથે સાનુકૂળ થાય છે, હેરિટેજ રિચ હોય છે તેમજ અત્યંત પોષક તત્વો ધરાવે છે. ચોખાની સરખામણીમાં મિલેટ્સના ઉત્પાદન માટે પ્રતિ એકર ચોખાની ખેતી કરતાં અડધા જ પાણીની જરૂર પડે છે, આમ તે પાણીની બચત કરતો પાક છે અને સાથે અન્ય કૃષિ પાકોની સરખામણીમાં દુષ્કળ, પૂર, તીવ્ર ગરમી, અનિયમિત વરસાદ વગેરે પર્યાવરણીય અનિયમિતતા સામે ટકી શકે છે, પરિણામે નાના ખેડૂતોને લાભદાયક રહે છે.

    આ સમાચાર પણ વાંચો : નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

    એફએઓ અનુસાર, મિલેટ્સમાં વિવિધ સીરીયલ ગ્રુપનો સમાવેશ થાય છે જેમ કે, પર્લ, પ્રોસો, ફોક્સટેઇલ, બાર્નયાર્ડ, લિટલ, કોડો, બ્રાઉનટૉપ, ફિંગર તથા ગિયાના મિલેટ્સ, ઉપરાંત ફોનિઓ, સોરગમ (અથવા ગ્રેટ મિલેટ) તથા ટેફ. આ પાકો સબ-સહારન આફ્રિકા તથા એશિયામાં લાખો લોકો માટે પોષક તત્વોનો મહત્ત્વનો સ્રોત છે. આ પાકો સ્થાનિક પ્રજાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને સાંસ્કૃતિક રીતે સુસંગત હોય એવા વિસ્તારોમાં તેને કારણે અન્ન સલામતીની ખાતરી મળે છે. મિલેટ્સ અત્યંત પોષણયુક્ત હોય છે કેમ કે તેમાં એન્ટીઑક્સિડન્ટ, મિનરલ તથા પ્રોટીન હોય છે. મિલેટની પ્રત્યેક જાતમાં ચોક્કસ પ્રકાર અને માત્રામાં ફાયબર હોય છે જે આંતરડા, બ્લડ સુગર તથા લિપિડ્સને નિયમિત કરે છે.

    યુપીએલના ગ્લોબલ કોર્પોરેટ એન્ડ ઈન્ડસ્ટ્રી બાબતોના પ્રમુખ શ્રી સાગર કૌશિકે જણાવ્યું કે, “ગયાનામાં મિલેટની ખેતીની સંભાવના ચકાસવા માટે લેટિન અમેરિકાના પ્રથમ દેશ તરીકે રિપબ્લિક ઑફ ગયાના સાથે ભાગીદારીથી અમને આનંદ છે. આ ખેતીથી નાનાં ખેતર ધરાવતા ખેડૂતોને પણ લાભ થશે.”

    આ અંગે વધુ વિગત આપતા શ્રી કૌશિકે કહ્યું કે, “યુપીએલ મિલેટની ખેતી માટે માર્ગ કંડારી રહી છે તથા આ સમજૂતી દ્વારા વિશ્વની અન્ન સલામતીની દિશામાં મહત્ત્વનાં પગલાં લઈ રહી છે. આ ભાગીદારી ગયાના તેમજ યુપીએલ બંને માટે લાભદાયક રહેશે. યુપીએલની ટેકનિકલ જાણકારીની કુશળતા આ પહેલની સફળતા સુનિશ્ચિત કરશે, જે વિશ્વમાં નાનાં ખેતર ધરાવતા ખેડૂતોને નિશ્ચિત આજીવિકા પૂરી પાડી શકે તેમ છે. આ સમજૂતીની સંભાવના બાબતે અમે રોમાંચિત છીએ અને ટકાઉ ખેતીવાડીને પ્રોત્સાહન આપવાના અમારા સામૂહિક ધ્યેય માટે રિપબ્લિક ઑફ ગયાના સાથે કામ કરવા ઉત્સુક છીએ.”