Tag: hafoos

  • સાવધાન, તમે મોંઘા ભાવે ખરીદીને ખાઈ રહ્યા છો એ બનાવટી હાફૂસનો તો નથી ને.. જાણો વિગતે

    સાવધાન, તમે મોંઘા ભાવે ખરીદીને ખાઈ રહ્યા છો એ બનાવટી હાફૂસનો તો નથી ને.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    બજારમાં અન્ય કેરીઓને દેવગઢ અને રત્નાગિરી હાફૂસના નામે  મોંધા ભાવે વેચવામાં આવી રહી  હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. પુણેની બજારમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કમિટી બજાર (એપીએમસી) માં અન્ય કેરીઓને હાફૂસ નામે ગ્રાહકોને વેચી તેમની સાથે છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમ જ આંબાની 42 પેટીઓ જપ્ત કરવામાં આવી હતી.

    હાલ મુંબઈ સહિત રાજ્યમાં કેરીનો માલ ઠલવાઈ રહ્યો છે. મોટાભાગની હાફૂસ દેવગઢ, રત્નાગીરી વગેરે  જિલ્લામાંથી આવી રહી છે. જોકે હાલ પ્રમાણમાં માલ થોડો ઓછો આવી રહ્યો છે અને તે પણ મોંઘા ભાવે વેચાઈ રહ્યો છે. એવામાં પુણેની બજારમાં દેવગઢ, રત્નાગીરીની હાફૂસના નામે અન્ય કેરીઓ વેચાઈ રહી હોવાની ફરિયાદ આવી હતી. ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની અનેક ફરિયાદ આવી હતી. તેથી  પુણેની એપીએમસી બજાર દ્વારા તપાસ કરીને આવા વેપારી સામે એક્શન લેવામાં આવી હતી. જેમાં 42 પેટીઓ જપ્ત કરવામાં આવી હતી. ગ્રાહક સાથે છેતરપિંડી કરનારા વેપારી સામે ગુનો નોંધવાની ચીમકી એપીએમસી પ્રશાસકે આપી છે.

    નવી મુંબઈ એપીએમસી બજારના ડાયરેક્ટર સંજય પાનસરેએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે મુંબઈની બજારમા ગ્રાહકોને હાફૂસને નામે અન્ય કેરીઓ વેચવાના બનાવ નોંધાયા  નથી. પુણેમા્ં આવા બનાવ બન્યા છે. નવી મુંબઈની એપીએમસીમાં આવા બનાવ ન બને તેની કાળજી લેવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : શોકિંગ! સત્તાધારીએ બેસ્ટના ઈ-બસના કોન્ટ્રેક્ટ પાકિસ્તાની એજેન્ટને આપ્યા, ભાજપના આ નેતાએ વિધાનસભામાં કર્યો ચોંકાવનારો આરોપ… જાણો વિગતે

    પુણેમાં ગ્રાહકો સાથે થયેલી છેતરપીંડી બાબતે સંજય પાનસરેએ કહ્યુ હતું કે હાફૂસના નામે દક્ષિણ ભારતથી ઓછા ભાવે મળી કેરીઓના વેચવાના બનાવ પુણેમાં બન્યા છે. ત્યાંની કેરીઓન ક્વોલીટી હાફૂસ જેવી હોતી નથી. પરંતુ તે દેખાવમાં હાફૂસ જેવી હોય છે. તેથી તેને હાફૂસના નામે મોંધા ભાવે વેચવાના બનાવ પુણેમાં બન્યા છે. 

    સંજય પાનસરેએ વધુ બોલતા કહ્યું હતું કે હાલના તબક્કામાં દક્ષિણ ભારતથી કેરીઓ ઓછા પ્રમાણમાં આવી રહી છે. એપ્રિલ બાદ દક્ષિણ ભારત અને ગુજરાતથી મોટા પ્રમાણમાં માલ ઠલવાશે.