• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Handicraft
Tag:

Handicraft

Mission Mangalam Yojana women change of jamnagar taluka receiving self employed-and self reliant by handicraft products
રાજ્ય

Mission Mangalam Yojana : શૂન્યમાંથી સર્જન… જામનગર માં સખીમંડળની મહિલાઓ મિશન મંગલમ યોજના અંતર્ગત હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી આર્થિક સદ્ધર બન્યા

by kalpana Verat March 12, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mission Mangalam Yojana :

  • સરસ મેળો-૨૦૨૫:સુરત
  • રૂ.૫૦૦ થી લઈ ૧૫,૦૦૦ સુધીના હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો દ્વારા સ્વરોજગારીઅને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરતું જામનગર તાલુકાના ચંગા ગામનું પ્રગતિ મહિલા સ્વસહાય જૂથ
  • સરસ મેળાઓ થકી અમારા મંડળને લાખ્ખોના ઓર્ડર મળતા થયા: પ્રમુખ અનિતાબા

રસોડાથી લઇ રમતના મેદાન સુધી મહિલાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી બહેનો પણ સ્વસહાય જૂથોમાં જોડાઈને પોતાના કલાકસબને ઉત્પાદકતામાં પરિવર્તિત કરતી થઈ છે, ત્યારે આજે વાત કરવી છે જામનગરના ચંગા ગામના પ્રગતિ મંડળના બહેનોની જેમને પોતાની કળાથી રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.

‘શૂન્યમાંથી સર્જન’ આ વિધાનને ચરિતાર્થ કરતી ખોબા જેવડા ગામની મહિલાઓ અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની છે. જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અનિતાબા ભટ્ટી અને તેમના બહેન કવિતાબા ભટ્ટી હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવે છે. તેઓ મિશન મંગલમ યોજના હેઠળ સહાય પ્રાપ્ત કરી હાલ ૧૦ જેટલી મહિલાઓ સાથે મળીને પ્રગતિ મહિલા સ્વસહાય જૂથ ચલાવી રહ્યા છે.

Mission Mangalam Yojana women change of jamnagar taluka receiving self employed-and self reliant by handicraft products

પ્રગતિ મંડળના પ્રમુખ અનિતાબાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં સ્વસહાય જુથમાં જોડાઈને ઘર બેઠા જ હેન્ડીક્રાફ્ટના ઉત્પાદનો બનાવવાની શરૂઆત કરી હતી. અમે ઉન (વુલન)ના હેન્ડીક્રાફ્ટસ અને ગૃહ સુશોભનની વસ્તુઓ સહિત મોતીના તોરણ, ઉનના તોરણ, મોર, બતક રૂમાલ, મટુકી, ઢીંગલી, ફૂલ ઝાડ, બતક અને સ્ટ્રોબેરીની ડિઝાઈનના પ્રિન્ટવાળા ઉનના રૂમાલ, મોતીના પડદા, મોતીના ભરત વાળા અરીસા, ફ્રૂટના આકારવાળા તોરણ, ઉનના મોરલા, હેન્ડબેગ, મોબાઈલ કવર અને ચાકડા જેવી વિવિધ વસ્તુઓ જૂથની બહેનો સાથે મળીને બનાવીએ છીએ. સરસ મેળાઓ થકી અમારા મંડળને લાખ્ખોના ઓર્ડર મળતા થયા અમે તેમણે ઉમેર્યું હતું.

Mission Mangalam Yojana women change of jamnagar taluka receiving self employed-and self reliant by handicraft products

વધુમાં અનિતાબાએ જણાવ્યું કે, લગ્ન થનાર દીકરીઓના કરિયાવરથી લઈને બર્થ-ડે ગિફ્ટ સેટ્સ બનાવવાના અમને ઓર્ડર પણ મળે છે. રૂ.૫૦૦ થી લઈ રૂ.૧૫,૦૦૦ સુધીની વસ્તુઓ બનાવીએ છીએ. અમારા મંડળને સૌ પ્રથમ 30,000નું રિવોલ્વિંગ ફંડ મળ્યું હતું. ત્યારબાદ એક લાખની સીસી લોન મળી હતી. જે અમે અગિયાર મહિનામાં ભરપાઈ કરી દીધી હતી. એટલે અમારી ક્રેડિટ વધતા વધુ ત્રણ લાખની લોન મળી એ પણ નિયત સમય પહેલા જ પૂર્ણ કરી છે. હાલ અમારા મંડળને પાંચ લાખની લોન મળી છે. આ ઉપરાંત જામનગરમાં હસ્તકલા હેઠળ માસ્ટર ટ્રેનર તરીકે બહેનોને તાલીમ આપવાની તક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં રાખડી બનાવવામાં અમારા જૂથનો પ્રથમ નંબર આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Namo Sakhi Sangam Mela: ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન, કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા આપવમાં આવશે માહિતી .

સુરતના સરસ મેળામાં સુરતવાસીઓ દ્વારા મળેલા સુંદર પ્રતિસાદથી તેમનો ઉત્સાહ બમણો થયો છે એમ જણાવી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા અનિતાબા જણાવે છે કેસરસ મેળા થકી અમારા ઉત્પાદનોને વૈશ્વિક માર્કેટ મળ્યું છે. પહેલા તો આજુ બાજુના ગામમાં વેચાણ કરતા હતા, પણ આજે દેશ-દુનિયામાં વેચાણ થાય છે અને ખૂબ સારૂ આર્થિક વળતર મળે છે. સરસ મેળાથી અમને અમદાવાદથી રૂ.આઠ લાખનો ઓર્ડર મળ્યો છે.

Mission Mangalam Yojana women change of jamnagar taluka receiving self employed-and self reliant by handicraft products

તેઓ જણાવે છે કે, સુરતવાસીઓ દ્વારા મળેલો આવકાર અને પ્રતિસાદ તેમની અપેક્ષાથી ઘણો વધારે અને આત્મવિશ્વાસ વધારનારો રહ્યો છે. વધુમાં તેમણે સરસ મેળાના આયોજન અને સત્કારના વખાણ પણ કર્યા હતા.

Mission Mangalam Yojana women change of jamnagar taluka receiving self employed-and self reliant by handicraft products

 આમ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અદના મહિલા જૂથોને વેચાણ માટેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે સુરત જેવા મેગાસિટીમાં વિનામૂલ્યે સ્ટોલ, રહેઠાણ તથા મુસાફરી ભથ્થું સહિતની સગવડો આપવામાં આવે છે. સાચે જ સુરતીઓએ ‘વોકલ ફોર લોકલ’ને અનુસરી મહિલાઓ નિર્મિત ચીજવસ્તુઓની ખરીદી કરીને વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકારિત કર્યુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
NIFT’s craft bazaar gives a peek into handicraft-making process
ગાંધીનગર

NIFT Gandhinagar : ભારતના આર્ટિઝનલ હેરિટેજની ઉજવણી માટે ગાંધીનગરમાં “ક્રાફ્ટ બજાર”નું કરવામાં આવ્યું આયોજન

by kalpana Verat February 17, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 NIFT Gandhinagar : નિફ્ટ ગાંધીનગર ( Gandhinagar ) ભારતના કલાત્મક વારસાની ઉજવણી કરવા માટે 16-18 ફેબ્રુઆરી 2024 દરમિયાન ક્રાફ્ટ બજાર (શિલ્પ મેળા)નું આયોજન કરી રહ્યું છે.

શ્રી લલિત એન. સિંઘ સંધુ, આઈએએસ અને એમડી જીએસએચડી, અને પ્રો. ડૉ. સમીર સૂદ, ડાયરેક્ટર, નિફ્ટ ગાંધીનગર, નિફ્ટ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે “શિલ્પ બજાર” નું ઉદ્ઘાટન કર્યું, જેમાં સમગ્ર દેશના કારીગરો, ડિઝાઇનર્સ અને ઉત્સાહીઓનું સંકલન જોવા મળ્યું.

ક્રાફ્ટ બજાર એ સર્જનાત્મકતા અને કારીગરીની  ઉત્સાહપૂર્ણ ઉજવણી છે. ક્રાફ્ટ બજારએ નિફ્ટ કેમ્પસને કલાત્મક અભિવ્યક્તિના આશ્રયસ્થાનમાં પરિવર્તિત કર્યું છે જ્યાં પરંપરાગત હસ્તકલા સમકાલીન નવીનતા સાથે એકીકૃત રીતે ભળી જાય છે.

ક્રાફ્ટ બઝારમાં કળાની એક પ્રભાવશાળી શ્રેણી દર્શાવવામાં આવી છે , જેમાં માહેશ્વરી, ચંદેરી, કાલા કોટન, ઇકત અને કોટા ડોરિયા જેવા જટિલ હાથથી વણાયેલા કાપડનો સમાવેશ થાય છે, જે દરેક કારીગરી  નાસીદ અંસારી, મોહમ્મદ યુસુફ અંસારી, પરેશભાઈ વણકર, અકુલા નંદી, સુકા નંદી, મોહનદાસ અને ઈમરાન હુસૈન જેવા કારીગરોની નિપુણતાને પ્રતિબિંબિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Law Commission : NRI હવે ભારતીયોને લગ્નના નામે છેતરી નહીં શકે, NRI, OCI લગ્નોની નોંધણી અંગે કાયદા પંચે કરી આ ભલામણ..

 ટેક્સટાઈલ ઉપરાંત, ઈવેન્ટમાં ભારતના બહુપક્ષીય હસ્તકલા ( Handicraft ) વારસાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેખાબેન અને મહેશભાઈ ચિતારા દ્વારા માતા-ની-પછેડી, પ્રજાપતિ સમુદાયના મુકેશભાઈ દ્વારા બ્લુ પોટરી અને પ્રેમજીભાઈ હરિજન દ્વારા પક્કો એમ્બ્રોઈડરી જેવી ઉત્કૃષ્ટ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવેલ છે.

ક્રાફ્ટ બજારની એક વિશેષતા એ હતી કે સામાજિક અસ્થિરતા વચ્ચે પરંપરાગત હસ્તકલાને સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિફ્ટ ગાંધીનગરે આજના ગતિશીલ વિશ્વમાં કારીગરોને તેમના કૌશલ્યો અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને સશક્તિકરણ કરવા પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો હતો.

આ ઇવેન્ટે ભારતીય કારીગરોને આગળ વધારવા અર્થપૂર્ણ ભાગીદારીની સંભાવનાને પ્રકાશિત કરીને, કારીગર સમુદાયોને ટેકો આપવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનો તાલમેલ દર્શાવ્યો હતો. ક્રાફ્ટ બજારમાં જવું એ રંગો, ટેક્સચર અને પરંપરાઓની દુનિયામાં પ્રવેશવા જેવું જ હતું.

વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા કારીગરોએ લાઇવ પ્રદર્શનો અને પ્રદર્શનો સાથે મુલાકાતીઓને મોહિત કર્યા તથા સદીઓ જૂની તકનીકો અને સાંસ્કૃતિક કથાઓ વિશે આંતરદૃષ્ટિ પ્રદાન કરી. બજારના દરેક સ્ટોલ ભારતીય કારીગરીનાં મિશ્રણની એક અનોખી ઝલક પૂરી પાડે છે, જે મુલાકાતીઓને સર્જનાત્મકતા અને પરંપરાના ક્ષેત્રમાં ડૂબી જવા માટે આમંત્રિત કરે છે. કારીગરી કૌશલ્યોના પ્રદર્શન તરીકેની તેની ભૂમિકા ઉપરાંત, ક્રાફ્ટ બજારે સંવાદ અને વિનિમયને ઉત્પ્રેરક બનાવ્યો છે તથા કારીગરો અને ઉપભોક્તાઓ વચ્ચેના ઊંડા જોડાણને પ્રોત્સાહન આપ્યું છે .

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jasdan : Handicraft becomes employment source
હું ગુજરાતી

Jasdan : ઉપધીને અવસરમાં ફેરવતા સ્થાનિકો: મન:શાંતિ માટે હસ્તકલા-આફત ટાણે આજીવિકાનો અવસર

by Akash Rajbhar June 15, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
Jasdan : જસદણના શેલ્ટર હોમમાં કામચલાઉ આશ્રય (shelter home) લીધેલા સ્થાનિક નાગરિકો વાવાઝોડાથી ગભરાવાને બદલે મન:શાંતિ માટે પોતાની રોજીંદી હસ્તકલાનો (Handicraft ) આશરો લઈ રહ્યા છે આ અંગેની વિગતો આપતા જસદણના મામલતદારશ્રી સંજયસિંહ અશ્વારે જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાને પગલે જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે. આ નાગરિકો જસદણની વિખ્યાત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવાનો કાચો માલ/સામાન પોતાની સાથે લાવ્યા છે અને પારંપરિક રીતે જસદણની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવી રહ્યા છે. (employment) જ્વેલરી બોક્સ, ઓકઝીડાઈઝ કરેલી ભગવાનની મૂર્તિઓ, સુશોભનની વસ્તુઓ, ભરત ગુંથણ તથા વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ્સ બનાવીને આ નાગરિકોએ ઓચિંતી આવી પડેલી આફતને આજીવિકાનો અવસર બનાવ્યો છે. રોજિંદો ઘટનાક્રમ જળવાતો હોવાને લીધે આ નાગરિકો શેલ્ટર હોમમાં પણ આનંદથી પોતાના દિવૂ પસાર કરી રહ્યા છે અને અન્યો માટે નમૂનારૂપ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Biparjoy Cyclone : વાવાઝોડું ગુજરાતમાં જ્યાં ત્રાટકશે તેવા જખૌના મોડી રાતથી હાલ બેહાલ, ભારે પવન સાથે વરસાદ, 20 કિમી આસપાસ લોકોને ખસેડાયા

બિપરજોય News

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય: ચક્રવાતનું નામ કેવી રીતે આપવામાં આવે છે?
આ પણ વાંચોઃ બિપરજોય Viral Video : ટીવી એન્કરે હદ કરી નાખી, બિપરજોય મામલે સ્ટુડિયોમાં એવી એક્ટિંગ કરી કે બધા…
આ પણ વાંચોઃ Biparjoy Cyclone : 74 હજાર લોકોનું સ્થળાંતર, 442 ગામોમાં એલર્ટ, ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે

આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત

આ પણ વાંચોઃ Biparjoy Cyclone :બિપરજોય ચક્રવાત આવતીકાલે ગુજરાતમાં ટકરાશે; 30k થી વધુ સ્થળાંતર.
આ પણ વાંચોઃ Cyclone ‘Biparjoy’ :16 જૂનથી બંધ થતી ગીર-ગિરનાર જંગલ સફારી આજથી બંધ, ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..

આ પણ વાંચોઃ ગુજરાત પર ચક્રવાત ‘બિપરજોય’નું તોળાતું સંકટ, NCMCએ યોજી સમીક્ષા બેઠક.. અપાયા આ આદેશ..
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : બિપરજોયને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 જૂન સુધી 50 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. તમામ હોર્ડિંગ અને બેનરો ઉતારવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Cyclone Biporjoy : ચક્રવાત બિપરજોય: બિપરજોયની કેટેગરી ડાઉનગ્રેડ પરંતુ હજુ પણ ખતરનાક, ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, બંદરો બંધ, NDRF તૈનાત

 

June 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક