Tag: hero

  • કરણ જોહર બનાવવા જઈ રહ્યો છે ધમાકેદાર એક્શન ફિલ્મ, આ અભિનેતા બનશે હીરો? જાણો વિગત

    કરણ જોહર બનાવવા જઈ રહ્યો છે ધમાકેદાર એક્શન ફિલ્મ, આ અભિનેતા બનશે હીરો? જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 18 નવેમ્બર  2021

    ગુરુવાર

    બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહર હંમેશા પોતાની લવ સ્ટોરી અને ફેમિલી ફિલ્મો બનાવવા માટે ફેમસ રહ્યા છે. હવે સમાચાર છે કે કરણ જોહર એક નવી જોનરમાં પગ મુકવા જઈ રહ્યો છે. કરણ જોહર હવે ટૂંક સમયમાં એક એક્શન ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. તેના પ્રોડક્શન હાઉસની આ પહેલી ફિલ્મ હશે જે એક્શન જોનરની હશે.

    માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા હીરો બની શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરતા કરણ જોહરે લખ્યું, 'ધર્મા પ્રોડક્શન્સ તેની પ્રથમ એક્શન ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરવા માટે તૈયાર છે. આવતીકાલે જ આ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે.

    આ વેબ સિરીઝ દ્વારા ‘અન્ના’ એટલે કે દેવેન ભોજાણી કરવા જઈ રહ્યા છે OTT પ્લેટફોર્મ પર પદાર્પણ; જાણો તે સિરીઝ વિશે

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહરે છેલ્લે ડિરેક્ટર તરીકે 'એ દિલ હૈ મુશ્કિલ'નું દિગ્દર્શન કર્યું હતું. હવે તે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી, જયા બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.