• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - highcourt
Tag:

highcourt

Masjid Loud speaker issue again in High court
રાજ્ય

મસ્જિદના ભૂંગળા નો મુદ્દો ફરી હાઈકોર્ટમાં, વડાલાના રહેવાસી વૃદ્ધની અરજી; 12 જૂને સુનાવણી

by Akash Rajbhar April 18, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
મસ્જિદ પરના ભૂંગળાનો મામલો ફરી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એન્ટોપ હિલની મસ્જિદો તેમજ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ અવાજ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વડાલાના 70 વર્ષીય મહેન્દ્ર સપ્રેએ રિટ પિટિશન દાખલ કરીને વિનંતી કરી છે કે વહીવટીતંત્રને સંબંધિતો સામે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે. કોર્ટે તેમની અરજી પર 12 જૂને સુનાવણી નિયત કરી છે.

વડાલાના બંગાળીપુરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નિર્ધારિત સમય કરતા વધુ અઝાન મોટા અવાજે વગાડવામાં આવી રહી છે. આ અંગે વહીવટી તંત્રને અનેક ફરિયાદો કરવામાં આવી છે. જો કે, સપ્રેએ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે તે ફરિયાદ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે એડ્વ. ઈન્ચાર્જ ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ખંડપીઠે પ્રેરક ચૌધરી દ્વારા દાખલ કરાયેલી રિટની ગંભીર નોંધ લીધી છે. માટુંગા પૂર્વમાં શાંતિપૂર્ણ વિસ્તાર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી (ICT) કેમ્પસ પણ અવાજ પ્રદૂષણના નિયમોનું સખતપણે પાલન કરતું નથી. ચોક્કસ મર્યાદા બહારના મોટા અવાજને કારણે વૃદ્ધ રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ હૃદયરોગ અને અન્ય ગંભીર બિમારીઓથી પીડિત લોકોના જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા છે, એમ એડવ. ચૌધરીએ કોર્ટમાં રજૂ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કાસ્ટિંગ ડિરેક્ટર-એક્ટર આરતી મિત્તલની થઇ ધરપકડ, ઈન્ડસ્ટ્રીમાં આ ધંધો કરવાનો લાગ્યો આરોપ, જાણો સમગ્ર મામલો

 

April 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા શિવસેનાનો મરણિયો પ્રયાસ- મંજૂરી મેળવવા મૂકી હાઇકોર્ટમાં દોડ- અરજી પર  આ તારીખે થશે સુનાવણી

by Dr. Mayur Parikh September 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવાજી પાર્કમાં(Shivaji Park) દશેરા રેલી(Dussehra rally) યોજવાને લઈને વિવાદ હવે હાઈ કોર્ટમાં પહોંચી ગયો છે. અગાઉથી પરવાનગી માંગવા છતાં પાલિકાએ(BMC) હજુ સુધી નિર્ણય લીધો નથી કહીને  શિવસેનાએ હાઈકોર્ટમાં(Highcourt) પિટિશન દાખલ કરીને છે. શિવસેનાએ ગણેશોત્સવ(Ganesha Festival) પહેલાં જ મુંબઈ મહાનગરપાલિકાએ મંજૂરી માટે અરજી દાખલ કરી હતી, જોકે, મહાનગરપાલિકાના જી-ઉત્તર વોર્ડે(G-North Ward) હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેથી શિવસેનાએ આ મામલામાં તાત્કાલિક સુનાવણીની (immediate hearing)માંગણી કરી હતી. તેના પર હવે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

શિવસેના(Shivsena) તરફથી દશેરા મેળા માટે શિવાજી પાર્કનું મેદાન મેળવવાના પ્રયાસો ચાલુ છે. ગણેશોત્સવ પહેલા જ શિવસેનાએ મહાનગરપાલિકાને મેદાન માટે અરજી કરી હતી. થોડા દિવસો પછી, શિંદે ગ્રુપના(Shinde Group) ધારાસભ્ય સદા સરવણકરે(MLA Sada Saravankar) મેદાન માટે અરજી દાખલ કરી. બંને જૂથની અરજી પર મહાનગરપાલિકાએ કોઈ નિર્ણય લીધો નથી. શિવસેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને(State Govt) પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

 આ સમાચાર પણ વાંચો :  મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે

શિવસેનાના વિભાગ પ્રમુખ  મિલિંદ વૈદ્યએ(President Milind Vaidya) આરોપ લગાવ્યો છે હતો કે રાજ્ય સરકાર શિવસેના દશેરાના સભા માટે મંજૂરી ન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પર દબાણ લાવી રહી છે. એક મહિનાનો  સમય વીતી જવા છતાં પણ પરવાનગી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. મિલિંદ વૈદ્યે કહ્યું હતું કે કે શિવસેના કોઈપણ પરિસ્થિતિમાં શિવાજી પાર્ક ખાતે સભા કરશે.

મિલિંદ વૈદ્ય, મહેશ સાવંત(Mahesh Sawant) સાથે શિવસૈનિકો(Shivsainik) મંગળવારે જી-ઉત્તર વિભાગના અધિકારીઓને મળ્યા હતા અને શિવાજી પાર્ક મેદાનના ઉપયોગ માટે કરવામાં આવેલી અરજી પર કેમ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એ બાબતે સવાલ પણ ઉપસ્થિત કર્યો હતો. જોકે પાલિકાએ હજી સુધી કોઈ  નિર્ણય લીધો નથી. તેથી નાછૂટકે શિવસેનાએ હવે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

September 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા મરાઠીમાં લખવા સામે વેપારીઓને મળશે વધારાનો સમય- હાઈકોર્ટના ઓર્ડર સામે FRTWAની સુપ્રીમ કોર્ટમાં અપીલ

by Dr. Mayur Parikh June 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા(Shops and Establishment Name Boards) મરાઠીમાં કરવાની 30 જૂનની મુદત પૂરી થવાની છે. તેથી પહેલી જુલાઈથી  મુંબઈના વેપારીઓને પાલિકાની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે એવી શક્યતા હોવાનું કહેવાય છે. જોકે વેપારીઓની સંસ્થાઓનું(Organizations of merchants) નેતૃત્વ કરતી ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશને (FRTWA) મહારાષ્ટ્ર સરકારને(Maharashtra govt) પત્ર લખીને અરજી કરી છે કે હાઈકોર્ટના ઓર્ડરને(High Court order) પડકારતી તેઓએ સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) અરજી કરી છે, તેથી જયાં સુધી તેના પર સુનાવણી ના થાય વેપારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવે નહીં.

FRTWAના અધ્યક્ષ વિરેન શાહના(Viren Shah) જણાવ્યા મુજબ મરાઠીમાં(Marathi) પાટિયા નામ( Name Boards) લખવાને મુદ્દે ફેબ્રુઆરી 2022 હાઈ કોર્ટના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેના પર 10 જુલાઈ, 2022ના સુનાવણી થવાની છે. તેથી જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી થાય નહીં ત્યાં સુધી વેપારીઓ અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠીમાં પાટિયા લખવાને મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં એવી માગણી મહારાષ્ટ્ર સરકારને કરવામાં આવી છે. તેને લગતો પત્ર પણ મહારાષ્ટ્ર સરકારને લખવામાં આવ્યો છે. તેથી જયાં સુધી તેના પર સુનાવણી ના થાય ત્યાં સુધી કોઈ પગલાં લેવામાં આવશે નહીં એવું અમારું માનવું છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો -હવે મુંબઈના ભૂતપૂર્વ મેયરને મળી જાનથી મારી નાખવાની ધમકી- જાણો વિગત

 મુંબઈ મહાનગર પાલિકાએ(BMC) સતત બે વખત મરાઠીમાં  દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટના નામનાં પાટિયાં મરાઠીમાં લગાડવાની મુદત વધારી આપી હતી. જોકે વેપારી સંઘટનોએ ૩૦ જૂનની પાલિકાએ આપેલી મુદતને  વધારી  આપવાની માગણી કરી હતી. પરંતુ આ મુદત વધારી આપવાનું શક્ય ન હોવાનું પાલિકાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું.. તેથી પહેલી જુલાઈ બાદ જે દુકાનોના નામ મરાઠીમાં નહીં હોય તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે એવું એડિશનલ કમિશનર(Additional Commissioner) આશિષ શર્માએ(Ashish Sharma) અગાઉ જ જાહેર કરી ચૂક્યા છે

હાલ જોકે વેપારીઓની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેના પર સુનાવણી થવાની છે, તેથી હાલ પૂરતી વેપારીઓને રાહત મળે એવી શક્યતા જણાઈ રહી છે. તો પાલિકાના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે હજી સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ આદેશ આપ્યો નથી. તેથી પાલિકા કાર્યવાહી કરવા માટે કોઈ ઉતાવળ કરશે નહીં. 

આ સમાચાર પણ વાંચો :  તમારી બિલ્ડિંગ તો સી-વન કેટેગરીમાં નથીને- મુંબઈની આટલી બિલ્ડિંગમાં અતિશય જોખમી હાલતમાં-જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે દુકાન પર લાગેલાં નામનાં પાટિયા પર બીજી ભાષા કરતા મોટા અને પહેલા લખવાનું ફરજિયાત કર્યું છે. તે માટે અગાઉ ૩૧ મેની ડેડલાઈન આપવામાં આવી હતી, ત્યારબાદ તેને 30 જૂન સુધી વધારી આપવામાં આવી હતી. જોકે વેપારી સંગઠનો અને હોટલ અને રેસ્ટોરાના અસોસિયેશ સહિત અન્ય સંસ્થાઓએ મરાઠીમાં દેવનાગરી લિપીમાં પાટિયાં બનાવવા માટે પૂરતા કારીગર ઉપલબ્ધ નથી. તેમ જ કારીગરો વધુ પૈસા વસૂલી રહ્યા છે. તો અમુક જગ્યાએ પૈસા આપીને પણ કારીગર મળતા નથી. તેથી છ મહિનાની મુદત વધારી આપવાની માગણી કરી હતી. જોકે છ મહિનાની મુદત વધારી આપવું શક્ય ન હોવાનું સ્પષ્ટ કરીને ૩૦ જૂન સુધી મરાઠીમાં પાટિયાં કરવાના આદેશને અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. તેથી મુદત બાદ પણ નિયમને અમલમાં નહીં મૂકનારા દુકાનદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.
 

June 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં ફ્લેટ આપવાને નામે ગ્રાહકો સાથે છેતરપિંડી- પાંચ બિલ્ડરની ધરપકડ- જાણો શું છે મામલો

by Dr. Mayur Parikh June 21, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

મુંબઇમાં(Mumbai) ફ્લેટના વેચાણ માં(flat sale) છેતરપિંડી(Fraud) કરનારા 5 બિલ્ડરોની ત્રણ અલગ-અલગ કેસમાં મુંબઈ પોલીસની(Mumbai Police) ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) ધરપકડ કરી છે. આ બિલ્ડરોએ મકાન ખરીદનારાઓ(House buyers) સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગના (EOW) સૂત્રોના જણાવ્યા અનુસાર, રમાકાંત રામચંદ્ર જાધવ(Ramakant Ramchandra Jadhav) અને તેની શિવાલિક વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને(Shivalik Ventures Pvt) 60 વર્ષના આરોપી બિલ્ડર મંગેશ તુકારામ સાવંતે  જાન્યુઆરી 2008થી એપ્રિલ 2008 વચ્ચે પવઇ પ્રોજેક્ટમાં રૂ. 15 કરોડનું રોકાણ કરવા દબાણ કર્યું હતું. હજી સુધી રોકાણકારોને(investors) તેમના ફ્લેટ મળી શક્યા નથી. આ કારણથી પોલીસે રમાકાંત રામચંદ્ર જાધવની ફરિયાદના આધારે બિલ્ડર મંગેશ તુકારામ સાવંતની(Mangesh Tukaram Sawant) ધરપકડ કરી છે.

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ- ઘરના તાળા તોડનારા ઘરનોકરને 24 કલાકની અંદર દિંડોશી પોલીસે માલમત્તા સાથે ઝડપી લીધો- જાણો વિગત

 એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ  બીજા કિસ્સામાં, ફરિયાદી અનિલ હલદણકરે મેસર્સ રાજ આર્કેડ એન્ડ ડેવલપર્સ પ્રા.લિ. સામે ફરિયાદ નોંધાવી છે. તેણે ડેવલપર પાસેથી 14 ફેબ્રુઆરી 2019ના રોજ રાજ શિવગંગા સોસાયટીમાં ફ્લેટ નંબર 206 કાયદેસર રીતે રજીસ્ટર કરાવ્યો હતો અને તેને રૂ. 76 લાખમાં ખરીદયો હતો. અનિલ હલ્દનકરે ચારકોપ પોલીસ સ્ટેશનમાં(Charkop police station) ફરિયાદ નોંધાવી હતી. આ પછી અનિલ હલ્દનકરે હાઈકોર્ટમાં(Highcourt) બિલ્ડર વિરુદ્ધ અરજી કરી હતી. હાઈકોર્ટે આ કેસની તપાસ EOW ને સોંપી હતી. કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ફ્લેટ અન્ય કોઈને વેચતા પહેલા અનિલ હલ્દનકરને ફ્લેટ વેચી દીધો હતો અને તે ફ્લેટ પર લોન પણ લીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી રાજેશ દામજી સાવલા (53), અશ્વિન મધુસુદન મિસ્ત્રી (59) અને જયેશ વ્રજલાલ રામી (63)ની ધરપકડ કરી છે.

અન્ય એક બનાવમાં  ફરિયાદી હરનીત સિંહ અરવિંદ પાલ સિંહ ગાંધી અને અન્ય 29 ફ્લેટ ખરીદનારાઓએ 10 વર્ષ પહેલાં આરોપી બિલ્ડર જયેશ ઠોકરશી શાહ (59) પાસેથી ઓશિવારા અને અંધેરીના હાઉસિંગ પ્રોજેક્ટ(Housing project) 'ગૌરવ લિજેન્ડ'માં ફ્લેટ ખરીદ્યા હતા. તેના બદલામાં ખરીદદારોએ બિલ્ડર જયેશ શાહને 12 કરોડ 14 લાખ 66 હજાર 536 રૂપિયા આપ્યા હતા, પરંતુ બિલ્ડર શાહે હજુ સુધી પ્રોજેક્ટ પૂરો કર્યો નથી, જેના કારણે તે તમામને આજ સુધી ઘર મળી શક્યાં નથી. આ કેસમાં 100થી વધુ ફ્લેટ ખરીદનારાઓ છેતરાયા હોવાની આશંકા છે.

કેસ નોંધાયા બાદ આરોપી બિલ્ડર ફરાર થઈ ગયો હતો. પોલીસની EOW એ 17 જૂને જયેશ શાહની ધરપકડ કરી હતી અને કોર્ટે તેને 27 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. શાહ સામે છેતરપિંડીના 10 કેસ નોંધાયા છે. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે છેતરપિંડી કરનારા બિલ્ડરોથી સંબંધિત લોકોને તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
 

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લો બોલો-બોરીવલીના કોરા કેન્દ્ર ફ્લાયઓવરનું પ્રકરણ હવે કોર્ટમાં- ખર્ચામાં 50 ટકા વધારા સામે કોર્ટમાં જનહિતની અરજી

by Dr. Mayur Parikh June 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

બોરીવલી(વેસ્ટ)માં(Borivali (West)) કોરાકેન્દ્ર ફ્લાયઓવરને(Korakendra flyover) લઈને ઊભો થયેલો વિવાદ થમવાનું નામ જ લેતો નથી. પુલનું કામ લગભગ પૂરું થઈ ગયું છે પરંતુ હજી સુધી તે ખુલ્લો મુકાયો નથી ત્યાં તેના ઉદ્ઘઘાટનથી(inauguration) લઈને તેને બાંધવામાં થયેલા વધારાના ખર્ચાને લઈને વિવાદ વધી ગયો છે. ફલાયઓવરના બાંધકામનો(Flyover construction) ખર્ચ 50 ટકાથી વધી ગયો હોવાના દાવા સાથે કોર્ટમાં મુંબઈ મહાનગરપાલિકાના(BMC) વિરોધમાં જનહિતની અરજી કરવામાં આવી છે.

આ પુલનું કામ લગભગ પૂરું થયું હોવાથી વાહન વ્યવહાર(Transportation) માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) હસ્તે આગામી દિવસોમાં ખુલ્લો મુકાવાનાની શક્યતા છે. આ પુલના ઉદ્ઘાટનમાં વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) આમંત્રણ આપવાને લઈને હાલ ભાજપ-શિવસેના(BJP-Shivsena) સામ-સામે થઈ ગયા છે અને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં હવે ફ્લાયઓવરનું પ્રકરણ કોર્ટ સુધી પહોંચી ગયું છે. 

બોરીવલી ઈસ્ટ અને વેસ્ટના જોડતા આ ફ્લાયઓવરને કારણે એસ.વી. રોડ પર થનારી ટ્રાફિકની સમસ્યાથી(traffic problem) છૂટકારો મળવાનો છે. બોરીવલી વેસ્ટમાં આર.એમ.ભટ્ટ માર્ગ (R. M. Bhatt Marg) અને એસ.વી. રોડ જંકશન અને કલ્પના ચાવલા ચોક(Kalpana Chawla Chowk) વચ્ચે બાંધવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : ડૂબી રહ્યું છે સપનાનું શહેર મુંબઇ-દરીયાના વધી રહેલા સ્તરે ઊભી કરી નવી ચિંતા- રિસર્ચમાં થયો મોટો ખુલાસો-જાણો વિગતે 

પુલનું બાંધકામ નવેમ્બર 2018માં ચાલુ કરવામાં આવ્યું હતું. 22 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, પરંતુ પુલના વિસ્તારીકરણને કારણે કામ લંબાતુ ગયું હતું અને તેના નિર્માણનો ખર્ચ પણ 50 ટકાથી વધી ગયો છે. ત્યારે આ પુલનું કામ બ્લેકલિસ્ટેડ કોન્ટ્રેક્ટરને(blacklisted contractor) આપવામાં આવ્યો હોવાના આરોપ સાથે સામાજિક કાર્યકર્તા વિકી વાઘમારેએ હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી છે. કોઈ નવા ટેન્ડર બહાર પાડ્યા વગર પુલનું વિસ્તારીકરણનું કામ કરવામાં આવ્યું હોવાનો તેમણે અરજીમાં આરોપ કર્યો છે.

કોર્ટે પાલિકાને આ બાબતે સોગંદનામું નોંધવાનો આદેશ આપ્યો છે અને 12 જુલાઈ પર સુનાવણી મોકૂફ રાખી છે.
 

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai 

મધ્ય પ્રદેશના(Madhya Pradesh) એક પ્રેમલગ્નના કેસની(love marriage case) સુનાવણીમાં રજૂ કરવામાં આવેલું આર્ય સમાજનું(Arya Samaj) મેરેજ સર્ટિફિકેટ(Marriage certificate) સુપ્રીમ કોર્ટે(Supreme Court) માન્ય રાખ્યુ નથી. તેમ જ કોર્ટે ટકોર પણ કરી છે કે આર્ય સમાજનું કાર્ય અને અધિકાર ક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી, એ કામ નિયત સરકારી વિભાગ જ કરી શકે છે. લગ્ન પહેલાં ભારતના બંધારણ(Constitution of India) પ્રમાણે વિગતોની ચકાસણી કરવાની ટકોર પણ સુપ્રીમ કોર્ટે આર્ય સમાજને કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશના એક પ્રેમલગ્નના કેસની સુનાવણી થઈ હતી. મધ્યપ્રદેશના એક યુવકે ૧૮ વર્ષથી ઓછી વયની કિશોરી સાથે આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા. કિશોરીના પરિવારે યુવક સામે પોક્સો(POCSO) હેઠળ અપહરણ-રેપની(Abduction-Rape) ફરિયાદ નોંધાવી હતી. એ મુદ્દો મધ્યપ્રદેશમાં હાઈકોર્ટ(Highcourt) સુધી પહોંચ્યો હતો. યુવકની દલીલ  હતી કે કિશોરીએ તેની મરજીથી લગ્ન કર્યા હતા. હાઈકોર્ટે એ માન્ય રાખીને યુવકને જામીન આપ્યા હતા. જોકે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્યસમાજે જારી કરેલું લગ્નનું પ્રમાણપત્ર અમાન્ય ઠેરવ્યું ન હતું. એ સમયે હાઈકોર્ટે આર્યસમાજને સૂચન કર્યું હતું કે લગ્ન સર્ટિફિકેટમાં ભારતના મેરેજ એક્ટ(Marriage Act)-૧૯૫૪ના સેક્શન ૫,૬, ૭ અને આઠને સામેલ કરે તે વધુ યોગ્ય ગણાશે.

એ પછી એ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આર્યસમાજના લગ્ન પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિસભાએ જારી કરેલું લગ્ન પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કર્યું હતું, સુપ્રીમ કોર્ટે તેને માન્ય ગણ્યું ન હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્ન પ્રમાણપત્ર આપવું તે આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે. આર્યસમાજને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો બંધારણીય અધિકાર અપાયો નથી. સુપ્રીમ કોર્ટે એ કેસમાં લગ્નનું સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : અનાજની તંગીનો સામનો કરી રહેલા આ દેશે ભારતને નુકસાનીથી બચાવી લીધુ- તુર્કીએ રિજેક્ટ કરેલા ઘઉં હોંશે હોંશે ખરીદી લીધા- જાણો વિગતે

સુપ્રીમ કોર્ટે અગાઉ જ હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપી દીધો હતો. એ પછી આર્યસમાજને પણ તેમનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું હતું. આર્ય સમાજે સુપ્રીમમાં દલીલ કરી હતી કે ભારતમાં ૧૯૩૭થી આર્ય સમાજના મંદિરોમાં લગ્નો થઈ રહ્યા છે. જ્યારે ભારતના બંધારણમાં હિન્દુ મેરેજ એક્ટ લાગુ થયો ન હતો તે પહેલાંથી જ આર્યસમાજના લગ્નોને માન્ય રાખવામાં આવે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટને(Special Marriage Act) સર્ટિફિકેટમાં સામેલ કરવાનું આર્યસમાજ માટે જરૂરી નથી. જો બેમાંથી કોઈ એક હિન્દુ(Hindu) હોય તો એ આર્ય સમાજમાં લગ્ન કરી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના ટંકારામાં ૧૮૨૪માં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ(Maharshi Dayanand Saraswati) દેશમાં ધાર્મિક સુધારણાના(Religious Reformation) સમયગાળામાં ૧૦મી એપ્રિલ, ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. વૈદિક મૂલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ પ્રકારનું દેશનું પ્રથમ હિન્દુ સંગઠન હતું. પરંપરાગત હિન્દુ ધર્મમાં દયાનંદ સરસ્વતીએ નવીનતા લાવીને દેશભરમાં ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવાની પણ શરૂઆત કરી હતી. આજે આર્ય સમાજની પદ્ધતિને અનુસરતા ૮૦ લાખથી એક કરોડ અનુયાયીઓ દેશ-વિદેશમાં વસતા હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ED એ જારી કર્યું નવું સમન્સ- હવે આ તારીખે પૂછપરછ માટે કોંગ્રેસ નેતાને બોલાવ્યા-જાણો શું છે કારણ 

 

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શાહીન બાગમાં બુલડોઝર રોકનારાઓને સુપ્રીમે આપ્યો ઝાટકો, કોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગતે

by Dr. Mayur Parikh May 9, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

શાહીન બાગમાં(Shaheen bagh) MCDની કાર્યવાહી પર રોક લગાવવાની માંગણી કરનારાઓને સુપ્રીમ કોર્ટનો(supreme court) ઝટકો લાગ્યો છે. 

સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીકર્તાને જ ફટકાર લગાવી અને સુનાવણી(Hearing) કરવાની ના પાડી દીધી છે. 

સાથે જ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે આ મામલે પીડિતોની જગ્યાએ રાજકીય પક્ષો(Political parties) કેમ કોર્ટમાં પહોંચ્યા.

આ ઉપરાંત કોર્ટે રાજકીય પક્ષને હાઈકોર્ટમાં(Highcourt) જવાનો આદેશ આપ્યો છે. 

દેશભરમાં અતિક્રમણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો પર કોર્ટે રોક લગાવી નથી. શાહીન બાગમાં મામલો રહણાંક મકાનો(Residential houses) સંલગ્ન નથી, રસ્તો ખાલી કરાવવા સંદર્ભે છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હીમાં(delhi) ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તેને રોકવા માટે CPIM એ સુપ્રીમમાં અરજી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  નવનીત રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે ઠાકરે સરકાર, જામીનની આ શરતોનું ઉલ્લંઘનનો છે આરોપ… જાણો વિગતે 

May 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

૬ વર્ષના બાળકોને જ ધોરણ-૧માં પ્રવેશ અપાશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો ર્નિણય માન્ય રાખ્યો

by Dr. Mayur Parikh April 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય વિદ્યાલયના(Kendriya Vidyalaya) પહેલા ધોરણમાં પ્રવેશ માટે હવે લઘુત્તમ વય(Minimum age) મર્યાદા છ વર્ષની રહેશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ના નિર્ણયને માન્ય રાખ્યો છે. આ નિર્ણયને પહેલા હાઈકોર્ટમાં(Highcourt) અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એટલે કે સત્ર ૨૦૨૨-૨૩માં ફક્ત તે જ બાળકોને પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ઓછામાં ઓછી ૬ વર્ષ છે. પહેલા ધોરણ ૧માં ૫ વર્ષના બાળકોને પ્રવેશ મળતો હતો. (justice)જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ એમ સુંદરેશની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના ૧૧ એપ્રિલના ચુકાદાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે અમે પણ હાઈકોર્ટે આપેલા ર્નિણય પર તેમની સાથે સહમત છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(National Education Policy) ૨૦૨૦ મુજબ ધોરણ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય વધારવામાં આવી છે.  જોકે અલાદતે એક વાત સ્પષ્ટ કરી છે કે કોઈપણ બાળક અન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકે છે જેણે હજી સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો નથી.

આ સમાચાર પણ વાંચો :   MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના તારીફોના બાંધ્યા પુલ… જાણો વિગતે.

April 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અનામતને લઈને કેરળ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો, જાણો વિગતે

by Dr. Mayur Parikh April 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અનામત મેળવવાને પાત્ર વ્યક્તિ ધર્મ બદલે કે કે લગ્ન કરે તેનો અનામતનો હક ખતમ ના થઈ શકે એવો કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. 

ધર્માતરણ કરવાથી કે અનામતનો લાભ મળતો ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી અનામતનો લાભ મળતો બંધ ના થઈ શકે. એટલું જ નહીં પણ અનામતનો લાભ ધરાવતી વ્યક્તિને અનામતના લાભ નહીં ધરાવતી વ્યક્તિ દત્તક લે તો પણ જે-તે વ્યક્તિ અનામતનો લાભ મેળવવા માટે હકદાર હોવાનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો, ગોરખનાથ મંદિરનો હુમલાખોર આરોપી ઘરની છત પર જ કરતો હતો નિશાનેબાજીની પ્રેક્ટિસ; જાણો વિગતે

કેરળમાં એક યુવતીએ ખ્રિસ્તી યુવક સાથે લગ્ન કરતા તેને સ્થાનિક ગામ ઉડુંબંચોલાના તલાટીએ જાતિનું પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કર્યો હતો. તેથી તેણે તેના વકીલ મારફત તલાટીના જાતિ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. તેની અરજી પણ વિચારણા કર્યા પછી કેરળ હાઈકોર્ટે તેના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

તલાટીના કહેવા મુજબ બેક્સી એ.એ. નામની યુવતી લેટિન કેથોલિક સાથે સંબંધિત છે. તેણે ખ્રિસ્તી સિરોમાબાર સીરિયન કેથોલિક સંપ્રદાય સંબંધિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેથી તેને અનામતનો લાભ મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર આપી શકાય નહીં.

આ યુવતીએ લોકસેવા આયોગ મારફત પ્રાથમિક વિદ્યાલયની શિક્ષિકા તરીકે નોકરી મેળવી હતી. નિમણૂક પછી તેણે જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. 18 માર્ચે હાઈકોર્ટે આપેલા ચુકાદામાં બંને પક્ષની દલીલો સાંભળીને યુવતીને તાત્કાલિક જાતિ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો હતો.
 

April 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદ વિવાદ પર હાઇકોર્ટમાં આ તારીખથી સુનાવણી ફરી શરૂ થશે.. જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh March 26, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને દાખલ અરજીઓની સુનાવણી હવે 29 માર્ચથી સતત જારી રહેશે. 

જસ્ટિસ પ્રકાશ પડિયાએ વારાણસીમાં અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનાવણી દરમિયાન સમયની અછતને કારણે દલીલો પૂર્ણ થઈ શકી ન હોવાથી કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો છે. 

આ પછી પણ ચર્ચા નિયમિતપણે ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. 

અગાઉ, કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને અરજીમાં પક્ષકાર બનાવવાની અરજીકર્તાની વિનંતીને સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે મંદિર પરિસરનો સર્વે કરવાના વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિને મોકલી નોટિસ, આ તારીખે થશે સુનાવણી; જાણો શુ છે સમગ્ર મામલો 

March 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક