Tag: hindu dharma

  • Chhattisgarh News: બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નહીં માનીએ… સરકારી શાળામાં હેડ માસ્તરનું ધર્માંતરણ કરતો વીડિયો થયો વાઈરલ,  પોલીસે કરી કડક કાર્યવાહી..

    Chhattisgarh News: બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નહીં માનીએ… સરકારી શાળામાં હેડ માસ્તરનું ધર્માંતરણ કરતો વીડિયો થયો વાઈરલ, પોલીસે કરી કડક કાર્યવાહી..

    News Continuous Bureau | Mumbai

    Chhattisgarh News:છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.  મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ  અહીં બિલાસપુરમાં એક મુખ્ય શિક્ષક ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પછી, પોલીસે મુખ્ય શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી છે.

    જુઓ વિડીયો 

    તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 27 જાન્યુઆરી 2024નો હોવાનું કહેવાય છે. જેમાં બિલાસપુર બિલહા બ્લોકની એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં ન માનવાની અને તેમની પૂજા ન કરવાના શપથ લેવડાવતા જોવા મળે છે.

    હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો

    વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. સંગઠનોએ મુખ્ય શિક્ષકના પૂતળાનું દહન કરી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત રતનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

    મહત્વનું છે કે હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મુખ્ય શિક્ષકનું પૂતળું બાળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે  આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. આ પછી બિલાસપુર વિસ્તારમાં હિંદુ સંગઠનો દ્વારા વિરોધનો અંત આવ્યો.

    આ સમાચાર પણ વાંચો : Delhi: દિલ્હીમાં DRI એ આટલા કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદી જપ્ત કરી… દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ.. જુઓ વિડીયો..

    કમિટી બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. 

    જિલ્લા શિક્ષણ અધિકારીએ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા અને આ બાબતે તપાસ કરવાના આદેશો જારી કર્યા છે. આજે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી તપાસ પૂર્ણ કરીને બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકને ચાર્જશીટ જારી કરવામાં આવશે અને તેનો જવાબ માંગવામાં આવશે, તેના આધારે કમિટીની તપાસ આગળ વધશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Birthday Special: આ રીતે ડાયના મરિયમ બની નયનતારા, અભિનેત્રીએ આ કારણે બદલ્યુ પોતાનુ નામ

    Birthday Special: આ રીતે ડાયના મરિયમ બની નયનતારા, અભિનેત્રીએ આ કારણે બદલ્યુ પોતાનુ નામ

    News Continuous Bureau | Mumbai

    શ્રીદેવીથી લઈને જયાપ્રદા, અસિન, કાજલ અગ્રવાલ અને તમન્ના ભાટિયા સુધીના અનેક સાઉથની અભિનેત્રી હિન્દી ફિલ્મ જગતમાં પણ પોતાની ઓળખ બનાવી છે. જો કે, તેમની વચ્ચે એક નામ છે જે ટોપ પર છે અને તે છે નયનતારા.

     

    18 નવેમ્બરના રોજ નયનતારાનો જન્મ દિવસ(Birthday) છે, આ પ્રસંગે તેના જીવન વિશે જાણીએ.. નયનતારા(Nayantara) જન્મથી ઈસાઈ હતી. પરંતુ તેણીએ પોતાનો ધર્મ બદલી નાખ્યો અને હિન્દુ બની ગઈ. આવો જાણાવીએ તેની પાછળની ખાસ વાત. 

     

    આર્ય સમાજના નજીકના સૂત્રોનું કહેવું છે કે નયનતારા ઈસાઈ ધર્મથી હિંદૂ ધર્મમાં પરિવર્તિન (Dharm parivartan)થઈ ગઈ છે. ભલે તે પોતેન આ મુદ્દા પર ક્યારેય વાત ન કરતી હોય. 

     

    ડાયના મરિયમ(Diana Maryam) કુરિયનના રૂપમાં જન્મ લેનાર અને મોટી થયેલી નયનતારા જન્મજાત એક ઈસાઈ હતી. ફિલ્મોમાં આવવાના કારણે તેણે પોતાનું નામ બદલું પડ્યું. 

     

    આ રીતે પડ્યું ‘નયનતારા’ નામ 
    સૂત્રોનું કહેવું છે કે કથિત રીતે ચેનાનઈના આર્ય સમાજ મંદિરમાં હિંદૂ ધર્મ અપનાવ્યા બાદમાં તેણે પોતાનું નામ નયનતારા (actress changed her name) રાખી લીધુ હતું. 

     

    શાસ્ત્રો અનુસાર કર્યુ ધર્મ પરિવર્તન 
    ત્યાં જ તે શાસ્ત્રો અનુસાર દરેક ધાર્મિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ. આર્ય સમાજના નજીકના સૂત્રોનું કહેવું છે કે ‘શુદ્ધિ કર્મ’ની દરેક પ્રક્રિયાઓ, વૈદિક શુદ્ધિકરણ સાથે જોડાયેલી એક પ્રક્રિયાનું સાવધાનીપૂર્વક પાલન કરવામાં આવ્યું હતું. 

     

    નયનતારાએ કર્યા મંત્ર જાપ 
    તેમણે એમ પણ કહ્યું કે એક ‘હોમન’ અથવા અગ્નિ અનુષ્ઠાન આયોજીત કરવામાં આવ્યું હતું. જ્યાં નયનતારાએ ભજન અને સંકીર્તન મંત્રનો જાપ(Mantra Jaap) કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે નયનતારા શુદ્ધિકરણ સમારોહ બાદ તરત જતી રહી હતી. તેણે હિંદૂ ધર્મમાં ધર્માંતરણના પ્રમાણ પત્ર પણ જાહેર કર્યા હતા. 

     

    માતા-પિતા ન હતા ઈચ્છતા ધર્મ પરિવર્તન 
    જણાવવામાં આવી રહ્યું છે કે માતા-પિતાએ નયનતારાના હિંદૂ ધર્મ(Hindu Dharma)માં પરિવર્તિત થવાની ઈચ્છાનો વિરોધ કર્યો હતો. 

     

  • Rakhi sawant: હિન્દૂ ધર્મ માં શું ખરાબી હતી કે ઇસ્લામ અપનાવી લીધો? પાપારાઝી ના આ સવાલ પર રાખી નો જવાબ થયો વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ, જુઓ વિડીયો

    Rakhi sawant: હિન્દૂ ધર્મ માં શું ખરાબી હતી કે ઇસ્લામ અપનાવી લીધો? પાપારાઝી ના આ સવાલ પર રાખી નો જવાબ થયો વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Rakhi sawant: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. રાખી ફરી એકવાર આદિલ ખાન દુર્રાનીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આદિલ સાથેના વિવાદ વચ્ચે રાખી મક્કા મદીના ગઈ હતી. રાખી ઉમરાહ બાદ મુંબઈ પરત ફરી છે. આવી સ્થિતિમાં તે એરપોર્ટ પર પાપારાઝીઓથી ઘેરાઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ તેને રાખી બોલાવવાનું શરૂ કર્યું તો તેણે સ્પષ્ટ કહ્યું કે તેને રાખી નહીં પણ ‘ફાતિમા’ કહો. હવે હું ‘ફાતિમા’ છું. આ પછી, અચાનક મીડિયાએ તેને હિંદુ ધર્મને લઈને આવો સવાલ પૂછ્યો, જેનો જવાબ આપવા માટે રાખી થોડી ક્ષણો માટે વિચારતી રહી ગઈ. આ દરમિયાન તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

     

    રાખી સાવંતે હિન્દૂ માંથી ઇસ્લામ ધર્મ કબુલવા પર આપ્યો આ જવાબ 

    રાખી સાવંતને જોઈને પાપારાઝીએ કહ્યું, ‘તમે આટલા દિવસોથી ભારતમાં નહોતા, તમારી પીઠ પાછળ 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવામાં આવી રહ્યો છે.’ આનો જવાબ આપતાં રાખીએ કહ્યું કે, ‘હું હમણાં જ ઉમરાહથી પાછી આવી છું, પવિત્ર ભૂમિ પર ગઈ હતી, મને ખબર નથી કે કોણ શું કરી રહ્યું છે, શું નાટક રચવામાં આવી રહ્યું છે, તમે કોની વાત કરો છો.’આ પછી, રાખીના ઇસ્લામ અપનાવવા અંગે, પાપારાઝીએ પૂછ્યું, ‘હિંદુ ધર્મમાં શું ખોટું હતું, કે ઇસ્લામ પકડી લીધું?’ આનો જવાબ આપતાં રાખીએ કહ્યું, ‘હિંદુ ધર્મમાં કંઈ ખોટું નથી. મારા લગ્ન મુસ્લિમ ધર્મમાં થયા છે અને છેલ્લા એક વર્ષથી આદિલ સાથે મારા લગ્ન થયા છે. જ્યારે તમે લગ્ન કરી લો અને ઇસ્લામ કબૂલ કરો ત્યારે તમારે આ બધું કરવું પડશે. હું નસીબદાર છું કે મને મક્કા અને મદીનાથી બોલાવો આવ્યો.

     

    View this post on Instagram

     

    A post shared by Koimoi.com (@koimoi)

    યુઝર્સે રાખી સાવંત ને ગણાવી ક્રિશ્ચિયન 

    રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ પર કોમેન્ટ કરીને રાખીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘તે ક્યારેય હિંદુ નહોતી, તે પહેલાથી જ ખ્રિસ્તી હતી.’ અન્ય યુઝરે લખ્યું, ‘જ્યારે તેણીએ લગ્ન કર્યા ત્યારે તે મુસ્લિમ બની હતી, હવે જો તે છૂટાછેડા લેશે તો તે ખ્રિસ્તી બની જશે…તમે હિન્દુ નથી.’ આવા બીજા ઘણા યુઝર્સ રાખી પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ક્રિશ્ચિયન ગણાવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Jawan: ફિલ્મ જવાન નું પહેલા જ દિવસે થયું અધધ આટલું એડવાન્સ બુકીંગ, ટિકિટ ના ભાવ જાણીને ઘૂમી જશે માથું

  • રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા શા માટે કરીએ છીએ- જાણો પૂજાની સંપૂર્ણ રીત

    રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા શા માટે કરીએ છીએ- જાણો પૂજાની સંપૂર્ણ રીત

    News Continuous Bureau | Mumbai

    હિંદુ ધર્મમાં(Hinduism) રમા એકાદશીનું(Rama Ekadashi) વિશેષ મહત્વ છે, આ દિવસે લોકો સવારે ઊઠીને લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા(Worship of Lakshmi and Lord Vishnu) કરે છે અને ઘરમાંથી દુ:ખ અને સમસ્યાઓ દૂર કરવાની પ્રાર્થના કરે છે.

    હિંદુ કેલેન્ડર(Hindu Calender) મુજબ કારતક મહિનાના(Kartak month) કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને(Ekadashi Tithi of Krishna Paksha) રમા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રમા એકાદશીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. રમા એકાદશીનો તહેવાર ધનતેરસ પહેલા આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

    આવો જાણીએ રામ એકાદશીની પૂજાની રીત-(Ram Ekadashi Puja)

      1. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો, ન્હાતી વખતે સાબુનો ઉપયોગ ન કરો. . . . . 

      2. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને ફળ અને ફૂલ ચઢાવો. . . . .

      3. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધથી બનેલું પંચામૃત ચઢાવવું જોઈએ. . . . . . 

    વાસ્તુ ટિપ્સ- ધનતેરસના દિવસે મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ- માં લક્ષ્મી ની થશે કૃપા-મળશે તમને અપાર ધન

     4. કોઈપણ શુભ કાર્યમાં હોય તો તે તુલસી વિના અધૂરું માનવામાં આવે છે. પરંતુ એકાદશી પર તુલસીના પાન તોડવામાં આવતા નથી, તેથી રમા એકાદશીના એક દિવસ પહેલા તુલસીના પાન તોડીને ગંગાજળમાં રાખો. . . . 

     5. જે લોકો રમા એકાદશીનું વ્રત રાખે છે તેમણે દ્વાદશી તિથિના(Dwadashi Tithi) રોજ ભગવાન વિષ્ણુને ભોગ ધરાવીને ઉપવાસ તોડવો જોઈએ. . . . 

     શુભ સમય-

     રમા એકાદશીનો શુભ મુહૂર્ત 20 ઓક્ટોબરે સાંજે 04:04 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે અને 21 ઓક્ટોબરે સાંજે 5:22 વાગ્યે સમાપ્ત થશે. 22 ઓક્ટોબરના રોજ સવારે 6:26 થી 8:42 સુધી ઉપવાસ કરવામાં આવશે. . . . . . . .