Tag: hindu temples

  • Ranjit Savarkar : નાસિકના ત્ર્યંબકેશ્વરથી અશુદ્ધ પ્રસાદ વિક્રીને રોકવા માટે હવે શુદ્ધ પ્રસાદ ચળવળ શરુ,  પ્રસાદ વિક્રેતાઓને મળશે હવે OM પ્રમાણપત્ર..

    Ranjit Savarkar : નાસિકના ત્ર્યંબકેશ્વરથી અશુદ્ધ પ્રસાદ વિક્રીને રોકવા માટે હવે શુદ્ધ પ્રસાદ ચળવળ શરુ, પ્રસાદ વિક્રેતાઓને મળશે હવે OM પ્રમાણપત્ર..

    News Continuous Bureau | Mumbai  

    Ranjit Savarkar : જો ભગવાનને ચઢાવવામાં આવેલ પ્રસાદ ( Prasad ) અશુદ્ધ હોય તો તેનું પરિણામ વિપરીત આવે છે. માટે ભગવાનને ચઢાવવામાં આવતો પ્રસાદ હંમેશા શુભ પરિણામ માટે શુદ્ધ હોવો જોઈએ, આ મત સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કાર્યકારી અધ્યક્ષ અને ઓમ પ્રતિષ્ઠાન ( Om Pratishthan ) સંસ્થાના પ્રમુખ રણજીત સાવરકરે મિડીયા સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો. 

    હાલમાં હિન્દુ મંદિરોની  બહાર પ્રસાદ વિક્રેતાઓની મોટી સંખ્યામાં દુકાનો લાગેલી નજરે ચઢે છે. તેમાંથી ઘણા વિક્રેતાઓ અન્ય ધર્મના હોય છે. તેથી ઘણા વિક્રેતાઓ આ પ્રસાદમાં ભેળસેળ ( Prasad Adulteration ) કરે છે. જેમાં ગાયની ચરબીમાંથી બનાવેલ ભેળસેળયુક્ત ઘીનાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવ્યા છે. તેથી, હવે તમામ હિન્દુ સંગઠનો ‘ઓમ પ્રતિષ્ઠાન’ ની છત્રછાયા હેઠળ એક થયા છે. આ ભેળસેળને રોકવા અને હિંદુ મંદિરોમાં ( Hindu temples ) પ્રસાદની શુદ્ધતા અને અખંડિતતા જાળવવા માટે ઓમ પ્રમાણપત્રનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ માટે નાસિકમાં હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમ આયોજન કર્યું હતું. આ ચળવળ શુક્રવાર, 14 જૂન, ના નાસિકના ( Nashik  )   ત્ર્યંબકેશ્વર મંદિર ( trimbakeshwar temple ) વિસ્તારમાં કેટલાક મીઠાઈ વિક્રેતાઓને ઓમ પ્રમાણપત્રોના ( OM certificates) વિતરણ સાથે શરૂ થઈ હતી.

     Ranjit Savarkar : ત્ર્યંબકેશ્વરમાં ભેળસેળયુક્ત પેંડાનું વિતરણ થયું હોવાના સમાચાર મળ્યા બાદ આ ચળવળ શરુ કરાઈ..

    આ સમયે રણજીત સાવરકર સાથે મહંત આચાર્ય પીઠાધીશ્વર ડૉ. અનિકેત શાસ્ત્રી મહારાજ, પીઢ અભિનેતા શરદ પોંક્ષે, સ્વતંત્રતા વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના ટ્રેઝરર મંજારી મરાઠે અને હિન્દુ જનજાગૃતિ સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમાચાર  પણ વાંચો : OM Certificate : નાસિકના ત્ર્યંબકેશ્વરથી ઓમ પ્રતિષ્ઠાનની પ્રસાદ શુદ્ધિ ચળવળની શરૂઆત, હિન્દુ ધાર્મિક સ્થળો પર પ્રસાદ વેચતી દુકાનોને હવે ઓમ પ્રમાણપત્ર અપાશે!..

    સર્ટિફિકેટ વિતરિત થયા બાદ રણજીત સાવરકરે મીડિયા સાથે વાત કરતા આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ત્ર્યંબકેશ્વરમાં ભેળસેળયુક્ત પેંડાનું વિતરણ થયું હોવાના સમાચાર મળ્યા હતા. અમરાવતીમાં આ પેડા બનાવવા માટે ગાયની ચરબી અને ઘીનો ઉપયોગ કરીને તેમાંથી 100 ગ્રામના પેકેટ બનાવીને મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારની બાબતને રોકવા માટે અમે મહંત અનિકેત શાસ્ત્રી સાથે ચર્ચા કરીને કેટલાક પગલાં લેવાનું નક્કી કર્યું હતું અને આ ઓમ સર્ટિફિકેટ કન્સેપ્ટને નાસિક વિસ્તારની 13 મોટી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ટેકો અને આશીર્વાદ આપવામાં આવ્યો છે અને તેઓએ કેટલીક માર્ગદર્શિકા પણ આપી હતી.

    ઓમ પ્રમાણપત્ર પ્રસાદની શુદ્ધતાની ખાતરી આપશે. આ પ્રમાણપત્ર કોઈપણ વિક્રેતા પર બળજબરીથી લાદવામાં આવશે નહીં અને તે સ્વૈચ્છિક હશે. આ ‘ઓમ પ્રમાણપત્ર’ અભિયાન ત્ર્યંબકેશ્વરથી શરૂ થયું હતું. આ અભિયાન પહેલા રાજ્યમાં અને બાદમાં દેશભરના તમામ મંદિરોમાં ચલાવવામાં આવશે.

     

  • Karnataka: કોંગ્રેસ સરકાર હવે મંદિરોમાંથી 10% ટેક્સ વસૂલ કરશે, ભાજપે બિલ પાસ થવાથી કર્યા આકરા પ્રહારો આ નિર્ણયને ‘હિંદુ વિરોધી’ ગણાવ્યો.

    Karnataka: કોંગ્રેસ સરકાર હવે મંદિરોમાંથી 10% ટેક્સ વસૂલ કરશે, ભાજપે બિલ પાસ થવાથી કર્યા આકરા પ્રહારો આ નિર્ણયને ‘હિંદુ વિરોધી’ ગણાવ્યો.

    News Continuous Bureau | Mumbai 

    Karnataka: કર્ણાટક વિધાનસભામાં બુધવારે ‘કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ બિલ 2024’ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હિંદુ મંદિરોની ( Hindu temples ) આવક પર 10 ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. તેના પર ભાજપે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ સરકારને હિંદુ વિરોધી ગણાવી છે.

    કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરાયેલા બિલ ( Karnataka Hindu Religious Institutions and Charitable Endowments Bill 2024 ) ‘કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ બિલ 2024’ અનુસાર, સરકાર 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા મંદિરો પર 10% ટેક્સ લગાવશે. તે જ સમયે, 10 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચેની આવક ધરાવતા મંદિરો પર 5% ટેક્સ ( tax ) વસૂલવામાં આવશે.

    સરકારના ( Congress Govt ) પ્રધાન રામલિંગા રેડ્ડીએ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે ફંડના ઉદ્દેશ્યોમાં મંદિરોને સુવિધાઓ, વીમા કવરેજ, મંદિરના પૂજારીઓ માટે મૃત્યુ બાદ તેના પરિવાજનોને રાહત ફંડ અને લગભગ 40,000 પૂજારીઓના પરિવારના બાળકો માટે શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે.

     પૂજારી રેડ્ડી વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ, લગભગ 35,000 મંદિરો અસ્તિત્વમાં છે…

    ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં પૂજારી રેડ્ડી વિભાગના અધિકારક્ષેત્ર હેઠળ, લગભગ 35,000 મંદિરો અસ્તિત્વમાં છે, જે તેમની વાર્ષિક આવકના આધારે વિવિધ શ્રેણીઓમાં વહેંચાયેલા છે. તેમાંથી ગ્રુપ Aમાં 205 મંદિરોનો સમાવેશ થાય છે. જેમની વાર્ષિક આવક 25 લાખ રૂપિયાથી વધુ છે, જ્યારે ગ્રુપ Bમાં 193 મંદિરોનો સમાવેશ થાય છે. જેમની વાર્ષિક આવક રૂપિયા 5 લાખથી 25 લાખની વચ્ચે છે. બાકીના 34,000 મંદિરો, જેમની વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછી છે, તે ગ્રુપ સીમાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો :  IPL 2024 : ગુજરાત ટાઈટન્સને જબરદસ્ત મોટો ફટકો, મોહમ્મદ શમી IPL માંથી થયો બહાર, જાણો વિગતે..

    સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારા હેઠળ, વાર્ષિક રૂ. 1 કરોડથી વધુની વાર્ષિક આવક પેદા કરતા મંદિરો માટે સામાન્ય મંદિરદાન ફંડમાં કોઈપણ સંજોગોમાં 10% ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે. 10 લાખથી 1 કરોડ રૂપિયાની આવક ધરાવતા મંદિરોએ વધારાનો 5% ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે 10 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા મંદિરોને તેમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે.

    બીજી તરફ, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ આ પગલાની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર મંદિરોના ખર્ચે તેના નાણાં વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શા માટે માત્ર મંદિરોને જ નિશાન બનાવવામાં આવે છે અને અન્ય ધાર્મિક સંસ્થાઓને નહીં, મંદિરના નવીનીકરણ અને સુવિધાથી લઈને અન્ય હેતુઓ માટે ભક્તોના પ્રસાદનો ઉપયોગ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

  • Thailand: ભારતની જેમ આ દેશમાં પણ વસે છે અયોધ્યા શહેર…. અહીં રામની પૂજા સાથે રામાયણનો પાઠ પણ થાય છે.. જાણો ક્યો છે આ દેશ..

    Thailand: ભારતની જેમ આ દેશમાં પણ વસે છે અયોધ્યા શહેર…. અહીં રામની પૂજા સાથે રામાયણનો પાઠ પણ થાય છે.. જાણો ક્યો છે આ દેશ..

    News Continuous Bureau | Mumbai 

    Thailand: સમગ્ર દેશમાં આજે એક અલગ પ્રકારનો ઉત્સાહ છે. આજે અયોધ્યામાં ( Ayodhya ) રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ રહ્યો હોય. આ એૈતાહિસ દિવસની સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે વિદેશમાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા ( ayodhya ram janmabhoomi ) કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આજે આ લેખમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સિવાય અમે તમને એક એવા શહેર વિશે જણાવીશું જેને વિદેશની ‘અયોધ્યા’ કહેવામાં આવે છે. જો કે, ત્યાં તે અયુથયા ( Ayutthaya ) તરીકે ઓળખાય છે. ચાલો આ શહેર વિશે વિગતવાર જાણીએ. 

    અયુથયા શહેર થાઈલેન્ડમાં છે. આ દેશમાં લગભગ 95 ટકા વસ્તી બૌદ્ધ ( Buddhist ) છે. જ્યારે આ દેશમાં હિન્દુઓ ( Hindus ) એક ટકાથી પણ ઓછા છે. જો કે, આ પછી પણ તમને થાઈલેન્ડમાં ઘણા હિંદુ મંદિરો ( Hindu temples ) જોવા મળશે. એટલે કે, તે સ્પષ્ટ છે કે એક સમયે અહીં હિન્દુઓ મોટી સંખ્યામાં રહેતા હતા. જ્યારે આપણે ઈતિહાસ પર નજર કરીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે 6ઠ્ઠી સદીથી હિંદુઓ થાઈલેન્ડમાં આવી રહ્યા છે.

     આ શહેરમાં આજે પણ ઘણા લોકો ભગવાન રામની પૂજા કરે છે…

    અયુથાયા 9મી સદી દરમિયાન ખમેર સામ્રાજ્ય હેઠળ હતું. તેમના પર હિંદુ ધર્મનો વિશેષ પ્રભાવ હતો. તે સમયે, ત્યાંનો રાજા જયવર્મન હતો…જયવર્મનના સમયમાં અયુથૈયાને થાઈલેન્ડની પ્રાચીન રાજધાની બનાવવામાં આવી હતી અને સમગ્ર સામ્રાજ્યમાં ઘણા હિંદુ મંદિરો બનાવવામાં આવ્યા હતા. અહીંના લોકો ભગવાન રામને પોતાનો આદર્શ માનતા હતા. આ શહેરમાં આજે પણ ઘણા લોકો ભગવાન રામની પૂજા કરે છે અને પૂજા દરમિયાન રામાયણનો પાઠ કરે છે. અહીંના રાજવી પરિવારના કેટલાક રિવાજો તો હિંદુ ધર્મની ઘણી પરંપરાઓ સમાન જ છે.

    આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરથી યુપીમાં પ્રવાસને વેગ મળશે.. ઉત્તર પ્રદેશ સરકારને આટલા હજાર કરોડની આવકની શક્યતાઃ અહેવાલ.

    રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે અયુથૈયાથી માટી પણ મોકલવામાં આવી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતે કહ્યું છે કે અયુથયા કંઈ નહીં પણ થાઈલેન્ડની અયોધ્યા છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર પણ લોકો આ શહેરને વિદેશની અયોધ્યા કહી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Deep cleaning Drive : મુખ્યમંત્રી શિંદેએ બીએમસીને પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ સુધી મુંબઈના દરેક વોર્ડમાં આટલા મંદિરોને સાફ કરવાનો આપ્યો આદેશ.

    Deep cleaning Drive : મુખ્યમંત્રી શિંદેએ બીએમસીને પ્રાણ પ્રતિષ્ઠા મહોસ્તવ સુધી મુંબઈના દરેક વોર્ડમાં આટલા મંદિરોને સાફ કરવાનો આપ્યો આદેશ.

    News Continuous Bureau | Mumbai

    Deep cleaning Drive : મહાનગરપાલિકાએ મુંબઈના મંદિર પરિસરમાં લોકભાગીદારી અને શ્રમદાન દ્વારા 22 જાન્યુઆરી 2024 સુધી સઘન સફાઈ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. મુંબઈમાં મંદિર ( Temples ) વિસ્તારોમાં દરરોજ સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાએ ( BMC ) માહિતી આપી છે કે દરેક વહીવટી વિભાગમાં ઓછામાં ઓછા ત્રણ મુખ્ય મંદિરોની સ્થાનિક સ્તરે પસંદગી કરવામાં આવશે. 

    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( CM Eknath Shinde ) ગુરુવારે બીએમસીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ( Ram Mandir Pran Pratistha ) સુધી મુંબઈના દરેક વોર્ડમાં દરરોજ ઓછામાં ઓછા ત્રણ મહત્વપૂર્ણ મંદિરોની સઘન સફાઈ અભિયાન હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો.

    22 જાન્યુઆરી સુધી સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરાવવામાં આવશે…

    મુખ્ય પ્રધાન ( CM એકનાથ શિંદે ) એ રાજ્યના તમામ જિલ્લાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં ‘મહા સ્વચ્છતા અભિયાન’ ( Maha Swachhata Abhiyan ) તરીકે મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી સઘન સફાઈ અભિયાનને અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સઘન સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે, મુખ્ય પ્રધાન (CM એકનાથ શિંદે) એ મુંબઈમાં મંદિરોની સફાઈ અને લાઇટિંગ લગાડવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : PM Modi Tamil Nadu visit : PM મોદી આ તારીખનાં રોજ તમિલનાડુમાં અનેક મંદિરોની મુલાકાત લેશે

    BMC કમિશનરે મંદિરની સફાઈનો આદેશ આપ્યો છે અને તમામ નાગરિકોને પોતપોતાના વિસ્તારના મંદિરોમાં અને BMCના 24 વોર્ડમાં સ્વયંસેવકો તરીકે આ વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. મુંબઈમાં અંદાજે 4,500 મોટા અને નાના હિંદુ મંદિરો ( Hindu temples )  છે, જેમાં ઘણા જૂના અને ભવ્ય મંદિરોનો સમાવેશ થાય છે, જેની દરરોજ લાખો ભક્તો મુલાકાત લે છે.

    આ અંગે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઉપનગરો) એ જણાવ્યું હતું કે મુંબઈના મંદિર વિસ્તારોમાં 22 જાન્યુઆરી, 2024 સુધી સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. દરેક વહીવટી વિભાગમાં ઓછામાં ઓછા ત્રણ મુખ્ય મંદિરો સ્થાનિક સ્તરે પસંદ કરવામાં આવશે આ અંગે ડિવિઝનલ જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરને સૂચના આપવામાં આવી છે. એડિશનલ કમિશનરે મુંબઈના નાગરિકોને આ અભિયાનમાં મંદિર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા અને દાન આપવા માટે પણ અપીલ કરી હતી.

  • ઔરંગઝેબના રાજમાં તોડવામાં આવ્યા હતા 1000 મંદિર, આ સ્થળો પર બનાવવામાં આવી મસ્જિદો

    ઔરંગઝેબના રાજમાં તોડવામાં આવ્યા હતા 1000 મંદિર, આ સ્થળો પર બનાવવામાં આવી મસ્જિદો

    News Continuous Bureau | Mumbai 

    જ્ઞાનવાપી કેસ(Gyanvapi case) બાદ ફરી એકવાર મંદિર મસ્જિદોને લઇને ચર્ચા થઇ ગઇ છે. તે જગ્યાઓની વાત થવા લાગી છે, જ્યાં ઔરંગઝેબના રાજમાં(reign of Aurangzeb) મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી. ઔરંગઝેબે ભારત પર ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી રાજ કર્યું. તેના શાસનમાં ભારતમાં ૧૦૦૦ હિંદુ મંદિરોને(Hindu temples) તોડવામાં આવ્યા. ઘણા મંદિર એવા હતા, જેમને તોડીને ત્યાં મંદિર બનાવવામાં આવી.

     સોમનાથ મંદિરને(Somnath temple) બે વાર ઔરગઝેબના શાસન તોડવામાં આવ્યું. પહેલીવાર મંદિરને ૧૬૬૫ માં ધ્વસ્ત કરવામાં આવ્યું. પરંતુ ઔરગઝેબને ખબર પડી કે હિંદુ ફરી ત્યાં પૂજા કરી રહ્યા છે. ત્યારબાદ તેણે સેનાને લૂંટી અને નરસંહાર કરવા મોકલ્યા. ૧૭૧૯ માં ઇનાયતુલ્લાએ ઔરગઝેબના(Inayatullah Aurangzeb) પત્રો અને આદેશોનું કલેક્શન બનાવ્યું હતું. તેમાં ઔરગઝેબના શાસનકાળના ૧૬૯૯-૧૭૦૪ ના વર્ષોનો ઉલ્લેખ છે.

    ૧૬૬૯ માં ઔરંગઝેબએ કાશી વિશ્વનાથ મંદિરને(Kashi Vishwanath Temple) તોડવાનો આદેશ આપ્યો હતો. મંદિરને ધ્વસ્ત કરી અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી. મંદિરના અવશેષ આજે પણ પાયા, થાંભલા અને મસ્જિદની પાછળવાળા ભાગમાં જાેઇ શકો છો. આજે મસ્જિદને અડીને આવેલા કાશી વિશ્વના મંદિરમાં શ્રદ્ધાળુ પૂજા કરે છે, તે પરિસરનું નિર્માણ ઇન્દોરની(Indore) અહિલ્યા બાઇ હોલ્કરે(Ahilya Bai Holkar) ૧૭૮૦ માં કરાવ્યું હતું. માસીર-એ-આલમગિરીના(Masir-e-Alamgiri) ઇસ્લામી રેકોર્ડમાં કહેવામાં આવ્યું કે ૯ એપ્રિલ, ૧૬૬૯ ના રોજ ઔરંગજેબે એક 'ફરમાન' જાહેર કર્યું હતું. જેમાં તમામ પ્રાંતોના ગર્વનરોને હિંદુઓની સ્કૂલો અને મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી ચૂંટણીની મોસમ, રાજ્યસભાની 57 બેઠકો માટે થશે મતદાન; જાણો કયા રાજ્યમાં કેટલી સીટો છે ખાલી

    બીજામંડળ, જેને વિજય મંદિરના નામથી ઓળખવામાં આવે છે, વિદિશા જિલ્લાના મુખ્યાલયમાં સ્થિત છે. ૧૧ મી સદીમાં બનેલા આ મંદિરને ૧૬૮૨ માં નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેના વિધ્વંસ બાદ મુગલ સમ્રાટ ઔરંગઝેબએ આ જગ્યા પર આલમગિરી મસ્જિદ(Alamgiri Mosque)નું નિર્માણ કરાવ્યું હતું. આ મસ્જિદને બનાવવામાં નષ્ટ કરવામાં આવેલી મંદિરની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

    ગોલકોંડા પર કબજો કરતાં ઔરંગઝેબએ અબ્દુર રહીમ ખાનને(Abdur Rahim Khan) હૈદરાબાદ(Hyderabad) શહેરના ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં હિંદુઓની પ્રથાઓ, મંદિરોને નષ્ટ કરવા અને તેમની સાઇટો પર મસ્જિદોના નિર્માણનો આદેશ આપ્યો હતો.  ઔરંગઝેબએ મથુરાના કેશવદેવ મંદિરને પણ ધ્વસ્ત કરવાનું ફરમાન આપ્યું હતું અને તેની જગ્યાએ ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી. ઔરંગઝેબે મંદિરમાંથી બધું ધન પણ લૂંટી લીધું હતું. કેશવદેવ મંદિરને જાન્યુઆરી ૧૬૭૦ માં ધરાશાયે કરવામાં આવ્યું હતું. ઔરગઝેબની કાર્યવાહી રણનિતીથી પણ પ્રેરિત થઇ શકે છે, કારણ કે જે સમયે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું હતું, તે સમયે તે મથુરા ક્ષેત્રમાં બુંદેલોની સાથે સાથે સાથે જાટ વિદ્રોહની સાથે સમસ્યાઓનું સામનો કરવો પડ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

    સરહિંદ સરકારના એક નાનનકડા ગામમાંથે એક સિખ મંદિરને તોડી એક મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. તેના માટે એક ઇમામની નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મારી નાખવામાં આવ્યા.  કહેવામાં આવે છે કે બનારસની મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબએ વિશેશ્વર મંદિરની જગ્યા પર કરાવ્યું હતું. તે મંદિર હિંદુઓ વચ્ચે પવિત્ર હતું. આ જગ્યા પર તે પથ્થરો વડે ઔરંગઝેબે એક ઉંચી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. બનારસની બીજી મસ્જિદનું નિર્માણ ગંગા તટ પર કોતરમાં આવેલા પથ્થરોથી કરવામાં આવ્યું હતું. આ ભારતની પ્રસિદ્ધ મસ્જિદોમાંથી એક છે. તેમાં ૨૮ ટાવર છે, જેમાંથી એક ૨૩૮ ફૂટ લાંબો છે. આ ગંગા તટ પર છે અને તેનો પાયો પાણીમાં ફેલાયેલો છે. ઔરંગજેબએ મથુરામાં પણ એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મસ્જિદનું નિર્માણ ગોવિંદ દેવ મંદિરની જગ્યા પર કરવામાં આવ્યું હતું.

  • આ રાજ્યમાં ઔરંગઝેબ લેન બોર્ડ પર લાગ્યું બાબા વિશ્વનાથ નામનું બોર્ડ, પછી થયું કંઈક આવું… જાણો વિગતે

    આ રાજ્યમાં ઔરંગઝેબ લેન બોર્ડ પર લાગ્યું બાબા વિશ્વનાથ નામનું બોર્ડ, પછી થયું કંઈક આવું… જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    હિંદુ મંદિરો(Hindu Temples) તોડીને તેના પર મસ્જિદ(Mosques) બાંધવામાં આવી હોવાનો હિંદુવાદીઓના દાવા વચ્ચે તાજેતરમાં દિલ્લીમાં(Delhi) કંઈક અલગ બનાવ બન્યો હતો. જેમાં પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

    બનાવ મુજબ દિલ્હીના લુટિયન ઝોન(Lutyens Zone) વિસ્તારમાં ઔરંગઝેબ લેન(Aurangzeb Lane) નામનું બોર્ડ છે. અમુક સંગઠન દ્વારા 19 મેના રોજ આ બોર્ડ પર બાબા વિશ્વનાથ માર્ગનું(Baba Vishwanath Marg) પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી મળતા પોલીસની ટુકડી(Police team) તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ પછી બોર્ડ પરનું પોસ્ટર હટાવી દીધું હતું અને આ અંગે તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં(Tughlaq Road Police Station) કેસ નોંધવામાં આવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  ગોઝારો શુક્રવાર.. મહારાષ્ટ્રના આ શહેરમાં ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત, ટ્રક ચાલક સહિત 9ના દર્દનાક મોત… 

    નવી દિલ્હી જિલ્લાના પોલીસ કમિશનર(Police Commissioner) અમૃતા ગુગલોથના(Amrita Googlelot) કહેવા મુજબ તુઘલક રોડ પોલીસ સ્ટેશનની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ(Patrolling) કરી રહી હતી, ત્યારે તેમણે જોયું કે ઔરંગઝેબ લેનના સાઈન બોર્ડ પર બાબા વિશ્વનાથ માર્ગનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પછી, પોલીસની પેટ્રોલિંગ ટુકડી દ્વારા તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું.

    પોલીસ અધિકારીના કહેવા મુજબ તુઘલક રોડ પોલીસ સ્ટેશન ખાતે ડીપીડીપી એક્ટની(DPDP Act) કલમ 3 હેઠળ આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈનું નામ સામે આવ્યું નથી. તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યું છે તે જાણી શકાયું નથી.

    આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એક્શન મોડમાં, ગાંધીનગરમાં આ IAS અધિકારીને ત્યાં પાડ્યા દરોડા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ.. 

  • શિરડી-ત્ર્યંબકેશ્વર મંદિરોમાં લાઉડસ્પીકર વગર કાકડ આરતી, ભક્તોમાં નારાજગી.  જાણો વિગતે.

    શિરડી-ત્ર્યંબકેશ્વર મંદિરોમાં લાઉડસ્પીકર વગર કાકડ આરતી, ભક્તોમાં નારાજગી. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેની(Raj thackeray) મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવવાના આંદોલનની અસર મંદિરોને થઈ છે. અનેક જગ્યાએ મસ્જિદ પરથી હજી સુધી લાઉડસ્પીકર હટ્યા નથી પરંતુ શિરડીના(Shirdi) સાંઈબાબા મંદિર(Sai baba Temple) અને નાસિકના(nasik) ત્ર્યંબકેશ્વર મંદિરને(Trimbakeshwar Temple) તેનો ફટકો પડ્યો છે. સાંઈ બાબાની સવારની કાકડ અને રાત્રે 10.30  આરતી હવે લાઉડસ્પીકર વિના  થશે. સાંઈબાબા સંસ્થાનના લાઉડસ્પીકરોને પોલીસ દ્વારા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવતા ભક્તોમાં  નારાજ વ્યાપી ગઈ છે.

    શિરડીમાં સવારે કક્કડ આરતી(Aarti) વખતે સ્પીકર બંધ હોવાથી કેટલાય ભક્તોએ આરતી શરૂ કરી કે નહીં? તે એક ભ્રમણા હતી. શિરડીમાં દ્વારકામાઈ ખાતે, લાઉડ સ્પીકરનો ઉપયોગ સાંઈ મંદિરમાં ચારેય આરતીઓનું પ્રસારણ કરવા માટે થાય છે. જે ભક્તો સાંઈ મંદિરમાં આરતીમાં ભાગ લઈ શકતા નથી તેઓ આ લાઉડ સ્પીકર દ્વારા આરતીમાં ભાગ લેતા હોય છે. સાંઈ મંદિરમાં સવારે 5 વાગ્યે લાઉડ સ્પીકર શરૂ થાય છે અને ત્યારબાદ સવારે 5.15 વાગ્યે કક્કડ આરતી થાય છે. મંગલ સ્નાન પછી સવારે 5.50 વાગ્યે કરવામાં આવે છે, અને રાત્રે 10.00 વાગ્યે આરતી  થાય છે.

    આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળની મુલાકાતે, બંગાળના વિભાજનની જાહેરાત કરશે?  જાણો વિગતે

    જો કે, 3 મેના રોજ શિરડી પોલીસે(Shirdi Police) સાઈબાબા સંસ્થાનને પત્ર મોકલીને સાંઈ મંદિરમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમને સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશ મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી ન હોવાનું કહેવામાં આવ્યું હતું. દરમિયાન, જાણવા મળ્યું છે કે સાંઈ મંદિરમાં તેનું પાલન કરવામાં આવશે એવું સંસ્થાન દ્વારા કહેવામાં આવ્યું છે. તો નાસિક ના ત્ર્યંબકેશ્વર મંદિર માં પણ સવારના કાકડ આરતી લાઉડસ્પીકર વગર થઈ હતી.

    MNS પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદ પર ગેરકાયદે ભૂંગળા અને નોઈસ પોલ્યુશન(Noise pollution) મુદ્દો ઉઠાવ્યા પછી લાઉડ સ્પીકર ને લઈને બબાલ થઈ ગઈ છે. અનેક હિંદુ ધાર્મિક સ્થળો(Hindu religious places) પર લાઉડ સ્પીકર બંધ થઈ ગયા છે. પરંતુ હજી પણ અનેક મસ્જિદો પર ગેરકાયદે લાઉડસ્પીકર વાગી રહ્યા છે. આ દરમિયાન રાજ ઠાકરેના આંદોલનની અસર હિંદુ મંદિરોને થઈ રહી હોવાના પ્રહાર શિવસેનાના નેતા સંજય રાઉતે કર્યા હતા. તેની સામે ભાજપે(BJP) વળતો પ્રહાર કર્યો હતો કે શિવસેનાની(Shivsena) સરકારે મંદિરો પરથી લાઉડસ્પીકર હટાવ્યા તો મસ્જિદ પરથી કેમ નહીં?