• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - hiraba
Tag:

hiraba

Check dam named after PM Modi's mother Hiraba in Rajkot
રાજ્યTop Post

અનોખી શ્રદ્ધાંજલિ.. અહીં PM મોદીના માતા હીરાબાના નામ પર ડેમનું નામ, બે સપ્તાહમાં પુરુ થશે કામ…

by Dr. Mayur Parikh January 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાતના રાજકોટ ( Rajkot ) ખાતે નિર્માણાધીન નાના ડેમનું ( dam  ) નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબેન ( Hiraba  ) મોદીના નામ પરથી રાખવામાં આવશે. આ ડેમ ‘ગીર ગંગા’ પરિવારના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. રાજકોટ-કાલાવડ રોડ પર વાગુદડ ગામ પાસે ન્યારી નદી પર આ ડેમ બનાવવામાં આવી રહ્યો છે અને તેના માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નવીનતમ ડેમનું કામ બે સપ્તાહમાં પુરૂ થઈ જશે. જેની ક્ષમતા લગભગ 2.5 કરોડ લીટર પાણી જમા કરવાની હશે.

બુધવારે સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટના મેયર પ્રદીપ દેવની હાજરીમાં આ ડેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ રૂપે આ ડેમનું નામ ‘હીરાબા સ્મૃતિ સરોવર’ રાખવામાં આવ્યું છે. કારણ કે તેમને હંમેશા યાદ કરી શકાય. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, હીરા બાના મોત બાદ પણ તેમની સાદગી નવી પેઢીને પ્રેરિત કરશે.

આ સમાચાર પણ વાંચો:  ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીને શૂટિંગ દરમિયાન થઈ ઈજા, નજીકની હોસ્પિટલમાં કરવામાં આવ્યો દાખલ.. જાણો કેવી છે તેમની તબિયત..

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગુજરાતના ગાંધીનગરમાં 60 મીટર લાંબા રોડનું નામ બદલીને ‘પૂજ્ય હીરા માર્ગ’ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીનું 30 ડિસેમ્બરે 100 વર્ષની વયે નિધન થયું હતું. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે હિરાબન મોદીની યાદમાં રાજકોટના ડેમનું નામ હીરાબા સ્મૃતિ સરોવર રાખવાનું નક્કી કર્યું.

January 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
heeraben modi death kangana ranaut to anupam kher mourns pm modi mother demis
અમદાવાદTop Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું હોસ્પિટલે જારી કર્યું હેલ્થ બુલેટિન, જાણો શું આવ્યું રિપોર્ટમાં…

by Dr. Mayur Parikh December 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમદાવાદની હોસ્પિટલમાં ( Ahmedabad hospitals )  દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા ( PM Modi’s mother ) હીરા બાની તબિયત ( health  ) સુધારા પર છે. તેમને હવે ઓરલ ડાયટ આપવામાં આવી રહી છે. આ સંદર્ભમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક સ્વાસ્થ્ય સમાચાર આપ્યા છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે. દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે તેમને એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

મહત્વનું છે કે હીરા બાને બુધવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાની તબિયત જાણવા દિલ્હીથી પહોંચ્યા હતા. PM નરેન્દ્ર મોદી અહીં લગભગ દોઢ કલાક રોકાયા હતા. જોકે બાદમાં માતા હીરા બાની તબિયતમાં સુધારો જણાતા તેઓ સાંજે દિલ્હી પરત ફર્યા હતા.

આ સમાચાર પણ વાંચો:   વધુ એક હસ્તીએ દુનિયાને કહ્યું અલવિદા, બોલિવૂડના આ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનું મુંબઈમાં થયું નિધન

ઉલ્લેખનીય છે કે હીરા બા તેમની ઉંમરના શતાબ્દી વર્ષમાં છે. તેમનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો. આ વર્ષે જ્યારે હીરા બાએ 100 વર્ષની ઉંમરમાં પ્રવેશ કર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્લોગમાં માના સમગ્ર જીવનનું વર્ણન કરતો એક સુંદર લેખ લખ્યો હતો.

December 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
heeraben modi death kangana ranaut to anupam kher mourns pm modi mother demis
વધુ સમાચાર

શતાયુમાં પ્રવેશેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની ફિટનેસનું શું છે રહસ્ય- જાણો શું કહેવું છે તેમના પરિવારનું

by Dr. Mayur Parikh June 18, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા(PM Narendra Modi's Mother)  હીરાબા(Hiraba) આજે જન્મદિવસ(Birthday) છે. હીરાબાએ આજે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની 100 વર્ષની ઉંમરે પણ તેમને  એકે  બીમારી નથી અને તેમનું સ્વાસ્થ્ય(Health) કોઈ યુવાને પણ શરમાવે એવું છે.  હીરાબાના આ સ્વાસ્થ્યનું રહસ્ય જાણવા જેવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ(Prahlad Modi) એક મીડિયા હાઉસને જણાવ્યા મુજબ હીરાબાનો કઠોર પરિશ્રમ(Hard work) તેમજ સારા અને હકારાત્મક વિચારોને(Positive Thinking) કારણે જ તેઓ આ ઉંમરે પણ અત્યંત સ્વસ્થ છે. તેઓ કોઈપણ પ્રકારની દવા લેતા નથી.

પ્રહલાદ મોદીના કહેવા મુજબ તેમની માતા બહારનું કોઈ પણ પ્રકારનું ભોજન લેતાં નથી.બને ત્યાં સુધી તેઓ ચણા ખાતા હતા, પરંતુ કોઈ નાસ્તો કરતાં નહોતાં. 'અવિરત પરિશ્રમ'(Relentless hard work) એ તેમના મુદ્રાલેખ જેવું છે. વડનગરમાં(Vadnagar) એક જ કૂવામાંથી તેઓ રોજ પાણી લઈ આવતા હતા. આ કૂવો અમરકોટ દરવાજા(Amarkot gates) પાસે અમથેર માતાના મંદિરની(Amther Mata Temple) પાછળના ભાગમાં એક ઠાકોરનું ખેતર હતું, ત્યાં આવેલો હતો, ત્યાંથી તેમના માતા દિવસમાં ઓછામાં ઓછી બે વખત પાણીની હેલ ભરીને લાવતાં હતાં, જેમાં 15 ફૂટનો ઢાળ પણ ચડતાં હતાં.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય સંદર્ભે આવ્યા મોટા સમાચાર

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે સતત પરિશ્રમી અને સાદું જીવન જીવવાને કારણે તેમની તંદુરસ્તી આજે તેમના તમામ બાળકો  કરતાં પણ સારી છે. તેઓ સાદગીભર્યું જીવન જીવે છે. તેમના સાદગીભર્યા જીવનની અસર હેઠળ તમામ ભાઈઓ પણ સાદગીભર્યું જીવન જીવે છે. અમે પણ પરિશ્રમ કરીને જ અમારો જીવનનિર્વાહ ચલાવીએ છીએ. હાલમાં હીરાબા પોતાનાં અંગત અને જરૂરી કામ જાતે જ કરે છે.'

હીરાબાનાં પરિવારજનોના કહેવા મુજબ 'હીરાબાનો સ્વભાવ આજે પણ ધાર્મિકતાવાળો(Religious) છે. હાલ તેઓ જમવાના સમયે જ રૂમની બહાર આવે છે અને ક્યારેક હીંચકા પર બેસે છે.
 

June 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક