• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - hoarding
Tag:

hoarding

Ghatkopar hoarding collapse Ghatkopar hoarding that fell was illegal, not approved by us Mumbai civic body
મુંબઈMain PostTop Post

Ghatkopar hoarding collapse: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાદ નગરપાલિકા સતર્ક, મુંબઈમાં લાગેલા આટલા હજાર અનધિકૃત હોર્ડિંગ્સ સામે લેશે પગલાં…

by kalpana Verat May 14, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ghatkopar hoarding collapse: ગઈકાલે એટલે કે સોમવારે, બપોરે આવેલા તોફાની પવન અને ભારે વરસાદના ઘાટકોપર માં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થવાને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 74 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ હવે મુંબઈ મહાનગર પાલિકા સફાળી જાગી છે. સ્થળ પર મુકવામાં આવેલા બાકીના 3 અનધિકૃત હોર્ડિંગ્સ સામે પાલિકા કાર્યવાહી કરશે અને તેને હટાવવામાં આવશે. આ દુર્ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ઘણા રાજકીય પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકા અને ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી છે.

આ ઉપરાંત મુંબઈમાં કુલ 1025 અનધિકૃત હોર્ડિંગ્સ છે. પાલિકા આ ​​તમામ હોર્ડિંગ માલિકોને નોટિસ મોકલવા જઈ રહી છે. જે બાદ 10 દિવસમાં સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે.

Ghatkopar hoarding collapse રેલવેની જમીન પર હોર્ડિંગ્સ લગાવવા માટે BMCની પરવાનગીની જરૂર નથી

પ્રાપ્ત માહિતી અનુસાર, જીઆરપીની જમીન પર કુલ 129 હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સ માટે BMCને ચૂકવણી કરવામાં આવતી નથી અને તેમને લગાવવા માટે BMCની પરવાનગી લેવામાં આવી નથી. જીઆરપીએ ઈગો મીડિયાને પત્ર લખ્યો છે, જેની એક નકલ સામે આવી છે. GRP એ 26/7/2021 ના ​​રોજ Igo મીડિયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રેલવેની જમીન પર હોર્ડિંગ્સ લગાવવા માટે BMCની પરવાનગીની જરૂર નથી. જીઆરપીના પત્ર મુજબ, કાયદાકીય નિષ્ણાતોની સલાહ મુજબ, સરકારી રેલવે પોલીસ રેલવે એક્ટ, 1989ની કલમ 2(31)(ડી) અને કલમ 184(એ) અને 185(1) હેઠળ રેલવેની વ્યાખ્યા હેઠળ આવે છે. તેથી, જાહેરાત માટે કેન્દ્ર સરકારની પરવાનગી વિના, સ્થાનિક સંસ્થાઓ દ્વારા જાહેરાત બોર્ડ માટે આ સ્થાપના પર ટેક્સ લાદી શકાય નહીં.

આ સમાચાર પણ વાંચો :  Thane : થાણે રેલવે સ્ટેશન પર ધક્કામુકી, ટ્રેનમાં ચઢવા મુસાફરોએ જીવ જોખમમાં મુક્યો, જુઓ વિડીયો..

Ghatkopar hoarding collapse આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે

BMC અનુસાર, આ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આ જ કારણ છે કે IGO અને GRPએ હોર્ડિંગ્સ માટે BMCની પરવાનગીની જરૂરિયાત ધ્યાનમાં લીધી નથી. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે જ્યાં BMCએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

દરમિયાન છગન ભુજબળે ઘાટકોપર હોર્ડિંગની ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી છે. મૃતકોને પાંચ લાખ આપવાથી શું થાય છે? તેવો સવાલ ઉઠાવતા છગન ભુજબળે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પૂછ્યું છે કે શું આમાં ઉદ્ધવ ઠાકરેનું કનેક્શન છે. જો કે તેમણે આ મામલે રાજકારણ ન રમતા સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Ghatkopar hoarding collapse હોર્ડિંગ લગાવવાની મુદત પૂરી થઈ ગઈ 

તો બીજી તરફ ભાજપના નેતા નિતેશ રાણેએ પણ ઘાટકોપર હોર્ડિંગની ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉથી જ સંબંધિત કંપનીને નોટિસ પાઠવી હતી જેનું હોર્ડિંગ હતું. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “હોર્ડિંગને દૂર કરો કારણ કે હોર્ડિંગ લગાવવાની મુદત પૂરી થઈ ગઈ છે.” તેમ છતાં માલિકે કશું સાંભળ્યું નહીં. માલિકનું નામ ભાવેશ ભીંડે છે. આ ભાવેશ ભીંડે કોનો પાર્ટનર છે? નિતેશ રાણેએ પૂછ્યું છે કે સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતનો ભાવેશ સાથે શું સંબંધ છે?

ઉપરાંત, ‘ભાવેશ ભીંડેના ભાગીદાર કોણ છે અને જેના કારણે નિર્દોષ મુંબઈકરોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જો તે હોર્ડિંગને સમયસર હટાવી દેવામાં આવ્યું હોત તો આજે એ બધા મુંબઈકર જીવતા હોત. નિતેશ રાણેએ માંગ કરી છે કે આ ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવે.

May 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સાંસદ ખોવાઈ ગયા હોવાના બાંદ્રામાં લટકયા બેનર: ભાજપ ઉકળી ઉઠયું જાણો વિગત,

by Dr. Mayur Parikh February 2, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022  

બુધવાર.

શિવસેનાનો વિસ્તાર ગણાતા બાંદ્રામાં શિવસેનાની યુવાસેનાના કાર્યકર્તાઓએ ઠેર ઠેર સાંસદ પૂનમ મહાજન ખોવાઈ ગયા હોવાનો બેનર લટકાવી દીધા છે, જે આવતા જતા લોકોમાં કુતૂહલ જમાવી રહ્યું છે. તો આ પ્રકારના હોર્ડિંગ્સને કારણે ભાજપના નેતાઓ ભારે નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી છે. શિવસેના-ભાજપ વચ્ચે અનેક મુદ્દાઓ પર રાજકીય ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. તેમાં પણ આગામી પાલિકાની ચૂંટણી શિવસેનાના યુવા નેતા અને રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં લડવામાં આવે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે શિવસેનાની યુવા સેના પાલિકાની ચૂંટણી ટાણે એક્ટિવ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. સૌ પહેલા તેઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન આવેલા બાંદ્રા વિસ્તારમાં લક્ષ્ય કેન્દ્રિત કર્યું હોવાનું કહેવાય છે.

મુંબઈમાં વધારવામાં આવેલા નવ વોર્ડ શિવસેનાના ગઢમા, વોટબેંકને ફટકો પડવાને ડરે ભાજપનો વિરોધ; જાણો વિગત

હાલ બાંદ્રામાં ઠેર ઠેર ઉત્તર-મધ્ય મુંબઈના સાંસદ અને ભાજપના નેતા પૂનમ મહાજનના ફોટા સાથેના હોર્ડિગ લગાવી દીધા છે.“ તમે આમને જોયા છે કે?  સન્માનીય સાંસદ ખોવાઈ ગયા છે“ એવા બેનર શિવસેનાની યુવાસેનાએ લગાડી દીધા છે. બેનરેને કારણે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓ ફરી સામ-સામે થઈ જવાની શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપ યુતી સંદર્ભને લઈને એક વ્યંગચિત્ર દોર્યું હતું, તેની સામે સાંસદ પૂનમ મહાજને શિવસેના માટે અપશબ્દો કહ્યા હોવાનું ચર્ચાય છે. તેની નારાજગી પણ  શિવસૈનિકોમાં હતી, તેથી મોકા દેખ ચોકા મારે તેમ શિવસેનાની યુવાસેનાએ તેની દાઝ પૂનમ મહાજન ખોવાઈ ગયા હોવાનો બેનર લગાવીને ઉતારી હોવાનું કહેવાય છે.

શિવસૈનિકોના કહેવા મુજબ સ્થાનિક રહેવાસીઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે ત્રણ વર્ષથી તેમના સાંસદે તેમને મોઢુ બતાવ્યું નથી. લોકોને તે મળતા નથી. વિકાસ કામ કરતા નથી.

February 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ.

by Dr. Mayur Parikh August 2, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

સોમવાર

 

મુંબઈ એરપોર્ટ નું સંચાલન હવે અદાણી કંપની પાસે ગયું છે. આ પરિસ્થિતિમાં એરપોર્ટના ગેટ ક્રમાંક આઠ ની બહાર અદાણી કંપની નું પાટીયું લગાડવામાં આવ્યું. આ બોર્ડ લાગતા ની સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું છે. શિવસેનાએ આ પાટિયા નો વિરોધ કર્યો છે.

મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા

ઉલ્લેખનીય છે કે આનાથી અગાઉ જ્યારે જીવીકે કંપની નું પાટિયું હતું ત્યારે શિવસેનાએ કદી વિરોધ નોંધાવ્યો ન હતો. હવે જ્યારે ગુજરાતી માણસ ની કંપની ના નામનું પાટિયું લાગ્યું છે ત્યારે પેટમાં ચૂંક આવે છે

 

August 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક