• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - holi - Page 3
Tag:

holi

Japanese woman harassed on Holi has left India, 3 held for molesting her
રાજ્ય

તહેવારના નામ પર ગંદી મજાક.. હોળી રમવા આવેલી જાપાની યુવતીની યુવકોએ કરી છેડતી, હવે એક્શનમાં આવી પોલીસ.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh March 11, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

રંગોના તહેવાર હોળી પર અવારનવાર છેડતીની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન એક જાપાની યુવતી સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab

— Ram Subramanian (@iramsubramanian) March 10, 2023

આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક યુવકો જાપાની યુવતીને અયોગ્ય રીતે કલર લગાવી રહ્યા છે અને તેના માથા પર ઇંડા પણ ફોડી રહ્યા છે. તેમજ આરોપી યુવકો ‘હોલી હૈ’ બૂમો પાડતા જોઈ શકાય છે. જોકે યુવતી લોકોની હરકતોથી એકદમ અસ્વસ્થ દેખાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : રખડતા ઢોરોનો આતંક… આખલાએ શેરીમાં રમતા 4 વર્ષના માસુમ બાળક પર કર્યો હુમલો, શિંગડું મારી ઉલાળ્યું, ઢસડ્યું અને પછી… જુઓ વિડીયો

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના દિલ્હીના પહાડગંજ વિસ્તારની જણાવવામાં આવી રહી છે. આ બધા પછી હવે દિલ્હી પોલીસે આ કેસમાં સામેલ 3 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જોકે પોલીસનું કહેવું છે કે પીડિત યુવતીએ હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી અને તે ગઈકાલે બાંગ્લાદેશ જવા રવાના થઈ ગઈ છે.

March 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
couple romance on bike video
રાજ્ય

હોળી પર પ્રેમના રંગમાં રંગાયું કપલ, ચાલતી બુલેટ પર કર્યો રોમાન્સ, વીડિયો થયો વાયરલ…

by kalpana Verat March 9, 2023
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

રંગોના તહેવાર હોળી વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં એક કપલનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બુલેટમાં પેટ્રોલની ટાંકી પર છોકરી, પાછળ યુવક બેઠેલો છે. બંને આ રીતે ચાલુ બાઈક પર જાહેર રસ્તામાં રોમાન્સ કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે.

Jaipur.. होली पर सरेराह आशिकी । सोशल मीडिया पर युवक युवती का वीडियो हुआ वायरल। b2 बाईपास का बताया जा रहा है वीडियो . मोटरसाइकिल पर आशिकी करते दिखे युवक-युवती। मोटरसाइकिल के नंबर के आधार पर अब पुलिस कर रही है तलाश। संभवतः ट्रैफिक पुलिस कर सकती है चालान… pic.twitter.com/lZgpY0LsVu

— Jitesh Jethanandani (@jethanandani14) March 7, 2023

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે. જાહેર રસ્તા પર આસપાસના લોકોની ચિંતા કર્યા વિના રોમાન્સ કરતું આ કપલ હગ કરીને બેઠેલું છે. આ દરમિયાન કપલે ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું. વાયરલ થયેલા વીડિયોમાં પ્રેમી કપલ જે બુલેટ બાઇક પર મુસાફરી કરી રહ્યું છે. તે રાજસ્થાનનો છે. હવે આ વીડિયો પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો છે. એવામાં પોલીસ આરોપી બુલેટ ચાલકની શોધ કરી રહી છે, તેના આધારે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે.

આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણીનું જોરદાર કમબેક, અમીરોના યાદીમાં લગાવી 12 સ્થાનની છલાંગ… હવે આ નંબરે પહોંચ્યા

મહત્વનું છે કે, આ પહેલીવાર નથી કે આ રીતે કોઈ કપલનો વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલાં પણ આવો જ એક વીડિયો અજમેરથી સામે આવ્યો હતો.

March 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Watch Virat Kohli dances inside team bus
ખેલ વિશ્વTop Post

‘રંગ બરસે ભીગે…’ ભારતીય ક્રિકેટરોની બસમાં હોળી પાર્ટી, આ ખેલાડી મન મૂકીને ઝૂમ્યો, જુઓ વિડીયો..

by Dr. Mayur Parikh March 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આખો દેશ હોળીના રંગમાં રંગાઈ ગયો છે. ત્યારે ભારતીય ક્રિકેટર્સે પણ અમદાવાદમાં હોળીની ઉજવણી કરી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમે બસમાં હોળી રમી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્મા એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

આ વીડિયોમાં ભારતીય ટીમના ઘણા સ્ટાર ક્રિકેટર્સ હોળીના રંગમાં રંગાયા છે. જણાવી દઈએ કે આ વીડિયો ટીમ ઈન્ડિયાની બસનો છે. હોળી સેલિબ્રેશન સાથે બસમાં કોહલી પોતાને ડાન્સ કરતા રોકી શક્યો નહોતો
વિરાટ કોહલી ‘બેબી કમ ડાઉન, કમ ડાઉન’ ગીત ગાઈને તેની પાછળ ડાન્સ કરી રહ્યો છે. ગિલ દ્વારા બનાવેલા વીડિયોમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સિલસિલા’નું ગીત ‘રંગ બરસે ભીગે ચુનરવાલી’ સંભળાય છે. ભારતીય ટીમના ઓપનિંગ ખેલાડી શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : યાત્રીઓ ધ્યાન આપો… ઈન્ડિયન રેલવેએ જાહેર કર્યા આ 5 મહત્વપૂર્ણ નિયમો, હવે મોબાઈલ લવરની ખૈર નહી

ઉલ્લેખનીય છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં 9 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.

March 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
big b is recovering slowly know when he will return to the set
મનોરંજન

ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે અમિતાભ બચ્ચન, જાણો સેટ પર ક્યારે પરત ફરશે બિગ બી

by Zalak Parikh March 8, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનની તબિયત હવે સુધરી રહી છે. મંગળવારે બિગ બીએ પોતે જ પોતાના સ્વાસ્થ્યની અપડેટ શેર કરી હતી. અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું કે તેઓ ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. જોકે સેટ પર કમબેક ડોક્ટરોની સલાહ બાદ જ કરવામાં આવશે. જણાવી દઈએ કે સોમવારે ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન એક એક્શન સીન શૂટ કરતી વખતે બિગ બી ઘાયલ થયા હતા.

 

ડોક્ટર ની સલાહ બાદ શરૂ કરશે શૂટિંગ  

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું – તમારા બધા ની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે કૃતજ્ઞતા અને પ્રેમ. તમારી પ્રાર્થનાઓ મારા માટે ઈલાજ તરીકે કામ કરી રહી છે. તમારી પ્રાર્થનાથી મારી તબિયત ઝડપથી સુધરી રહી છે. આ સાથે તેણે પોતાના બ્લોગ પર હેલ્થ અપડેટ પણ આપ્યું છે. બિગ બીનું કહેવું છે કે અત્યારે ડૉક્ટર જે પણ સલાહ આપશે, તે તેનું સંપૂર્ણ પાલન કરશે. અત્યારે કામ બંધ છે અને તબિયત સુધરે અને ડોક્ટરની પરવાનગી બાદ જ તે સેટ પર પરત ફરશે.

T 4577 – I rest and improve with your prayers

— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023

બિગ બીએ પાઠવી હોળીની શુભેચ્છા

અમિતાભ બચ્ચને બ્લોગમાં તેમના ચાહકો અને શુભેચ્છકોને હોળીની શુભેચ્છા પાઠવી છે. તેણે લખ્યું- ‘આપ સૌને હોળીની શુભકામનાઓ. ગઈકાલે રાત્રે જલસામાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ વખતે હોળીને લઈને ઘણી મૂંઝવણ છે. હોળીનો તહેવાર આજે અને આવતીકાલે બંને રીતે ઉજવવામાં આવી રહ્યો છે. હોળીના અવસર પર મારી આપ સૌને શુભેચ્છાઓ. હોળીનો તહેવાર તમારા જીવનમાં અનેક રંગો ફેલાવે.’જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન ઘાયલ થયા બાદ ફિલ્મ પ્રોજેક્ટ કેનું શૂટિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક નાગ અશ્વિન છે. રિપોર્ટ્સ અનુસાર, લગભગ 500 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024માં રિલીઝ થવાની આશા છે.

T 4578 – होली की अनेक अनेक शुभकामनाएँ ❤️

— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023

March 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
One person died due to holi baloon at Mumbai
મુંબઈTop Post

હોળીને કારણે મૃત્યુ? પાણીનો બલૂન માથામાં વાગવાથી કથિતપણે યુવકનું મોત, મુંબઈમાં એક કમનસીબ ઘટના.

by Dr. Mayur Parikh March 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પાણીના ફુગ્ગાને કારણે એક યુવકનું મોત થયું છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ દિલીપ ધવંદે (ઉંમર 41) છે. ધવંદે એક શેર ટ્રેડિંગ કંપનીમાં કામ કરતો હતો. આ ઘટના સોમવારે રાત્રે વિલેપાર્લેના શિવાજીનગર સ્થિત સિદ્ધિવિનાયક સોસાયટીમાં બની હતી. સોમવારે રાત્રે 10.30 વાગ્યાના સુમારે દિલીપ ધવંદે તેના પરિવાર માટે પુરણપોળી લાવી રહ્યા હતા.

તે જ સમયે, બાળકો અને પુખ્ત વયના લોકોનું જૂથ એકબીજા પર પાણીના ફુગ્ગા ફેંકી રહ્યું હતું. તેઓ પસાર થતા લોકો પર પાણીના ફુગ્ગા પણ ફેંકી રહ્યા હતા. એક ફુગ્ગો ધવંદેના માથામાં વાગ્યો. બલૂન માથામાં અથડાતાં જ તે નીચે પડી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Women’s Day 2023: મુંબઈના ‘આ’ રેલવે સ્ટેશન પર મહિલારાજ, તમામ બાબતો મહિલાઓના હાથમાં છે!

અચાનક બનેલી આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ ધવાડેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ધવંદેના મૃતદેહને કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ કિસ્સામાં, પોલીસે ઘટનાસ્થળે જઈને નિરીક્ષણ કર્યું અને અકસ્માત મૃત્યુ નોંધ્યું, એક અખબારી અહેવાલ મુજબ મૃતક દિલીપ ધગડે તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમના મોતથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે.

March 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chinese products lose market share as Atmanibhar Bharat take centre stage this Holi
વેપાર-વાણિજ્ય

લોકોમાં ઉજવણીનો થનગનાટ. ભારતીય બજારોમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોનું જોરદાર વેચાણ, ‘વોકલ ફોર લોકલ’ ને સંકલ્પ થશે સાકાર..

by kalpana Verat March 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

આ વખતે હોળીના અવસર પર ‘મેડ ઈન ઈન્ડિયા‘ ઉત્પાદનોનું બજારોમાં જોરદાર વેચાણ થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ભારતીય બજારોમાં વિદેશી ઉત્પાદનોનો દબદબો હતો, પરંતુ હવે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દરેક દેશવાસીને હવે સમજાઈ રહ્યું છે કે ‘મેડ ઈન ઈન્ડિયા’ની શક્તિ કેટલી વિશાળ છે. એટલા માટે ભારતીય ગ્રાહક દરેક નાની વસ્તુને પ્રાથમિકતા આપી રહ્યો છે જે “મેડ ઈન ઈન્ડિયા” છે, જે ભારતીય દ્વારા બનાવવામાં આવી છે અને તે જ ખરીદે છે.

વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે હોળીની ઉજવણી કરો

જો કે, આ ક્રમમાં, દેશને હજુ વધુ આગળ વધવાની જરૂર છે અને આ અભિયાન આપણા બધાના પ્રયત્નો થી જ સફળ થશે. તો જ ભારત સંપૂર્ણ આત્મનિર્ભર બની શકશે. આવી સ્થિતિમાં દરેક દેશવાસીએ સમજવાની જરૂર છે કે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદવી એ “વૉકલ ફોર લોકલ” ને વ્યવહારમાં મૂકવાનું છે. જેના કારણે આપણા દેશના અનેક ઉત્પાદકોની આજીવિકા ચાલે છે અને દેશનું નાણું દેશમાં રહીને ભારતીય અર્થતંત્રની પ્રગતિ માટે ઉપયોગી બને છે.

પીએમ મોદીએ પણ દેશવાસીઓને અપીલ કરી

એટલું જ નહીં, સરકાર પણ આ અભિયાનને સમાન રીતે આગળ વધારવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ પણ ગયા મહિને ‘મન કી બાત’ કાર્યક્રમમાં હોળીના તહેવાર માટે બધાને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે હોળીનો તહેવાર આપણે ‘લોકલ ફોર વોકલ’ના સંકલ્પ સાથે ઉજવવાનો છે. જોકે આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીએ દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું હોય, પરંતુ તેઓ સતત આના પર ભાર આપી રહ્યા છે. પીએમ ખાસ કરીને તહેવારો પર દેશવાસીઓને આ વાત યાદ કરાવે છે.

સ્થાનિક ઉત્પાદકોના જીવનને પણ ભરી દીધું

હકીકતમાં, ભારતમાં તહેવારો દરમિયાન બજારોમાં વેચાણ અચાનક વધી જાય છે અને ભારતમાં આવનાર મોટો તહેવાર “હોળી” છે જે આ વખતે 8 માર્ચે છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે આ અવસર પર દેશમાં ઉત્પાદિત ઉત્પાદનોનો ખૂબ જ પ્રચાર કરવામાં આવે. આનાથી તે ઘરોમાં તહેવારોના રંગો ફેલાશે જેમને નિર્માતા તરીકે તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. વિદેશી ઉત્પાદનોને બદલે દેશના જ નાના ઉદ્યોગપતિઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ ખરીદીને આપણે તેમના જીવનમાં ખુશીના રંગ લાવી શકીએ છીએ.

દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે પગલાં ભરો

માત્ર ‘હોળી’ના તહેવાર પર જ નહીં પરંતુ દેશમાં ઉજવાતા તમામ તહેવારો દ્વારા આપણે દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકીએ છીએ. તમને જણાવી દઈએ કે જ્યારે હોળી આપણી આસપાસ રંગો ફેલાવી રહી છે, ત્યારે વસંત પણ આપણી આસપાસ રંગો ફેલાવી રહી છે. ઉગાડી, યુથાંડુ, ગુડી પડવા, બિહુ, નવરેહ, પોડલા, વૈશાખ, બૈસાખી સમગ્ર દેશમાં ઉત્સાહ, ઉમંગ અને નવી આશા સાથે ઉજવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મિશન ઝીરો સ્ક્રેપ… ભંગાર વેચીને વેસ્ટર્ન રેલવેએ અધધ આટલા કરોડ રૂપિયાની કરી કમાણી.. આવકનો આંકડો જાણીને ચોંકી જશો..

 દરેક ભારતીયએ સંકલ્પ લેવો જોઈએ

આ માટે દરેક ભારતીયે સંકલ્પ લેવો પડશે. આ જ કારણ છે કે આ વખતે પીએમ મોદીએ પણ દેશવાસીઓને “વોકલ ફોર લોકલ” સંકલ્પ સાથે હોળી ઉજવવાની અપીલ કરી છે અને આવનારા તમામ તહેવારોમાં દેશમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા પર ખૂબ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું આ તહેવાર, અન્ય નાના ઉદ્યોગોની ખુશી વિશે વિચારો કે જેઓ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સફળ બનાવવા સખત મહેનત કરે છે. દેશના નાના વેપારીઓ દ્વારા બનતી ચીજવસ્તુઓ ખરીદીને તેમના જીવનમાં પણ રંગ ઉમેરવાનું કામ કરવું જોઈએ.

‘વોકલ ફોર લોકલ’ સાથે આ ફેસ્ટિવલની ઉજવણી દેશના સ્થાનિક ઉત્પાદનોને મજબૂત બનાવશે. આનાથી આપણા દેશના કુટીર ઉદ્યોગોને બળ મળે છે. આપણા દેશે જે રીતે કોરોના સામેની લડાઈ લડી છે અને આગળ વધ્યો છે, તેનાથી ભારતીય તહેવારોમાં અનેક ગણો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે. આ ઉત્સાહ સાથે આપણે આપણા તહેવારો ઉજવવાના છે અને સાથે સાથે આપણે આપણી સાવધાની પણ જાળવી રાખવાની છે.

‘લોકલ માટે વોકલ‘ને વૈશ્વિક ગુણવત્તાનું સ્વરૂપ આપવું જોઈએ

આમ, પીએમ મોદીનું ‘વોકલ ફોર લોકલ’નું આહ્વાન ધીમે ધીમે દેશભરમાં જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે ‘વોકલ ફોર લોકલ’ ને વૈશ્વિક ગુણવત્તા એટલે કે વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવા માટે ભારતીય ઉત્પાદનો ની ગુણવત્તા પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત દેશમાં ઉત્પાદિત ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતીય ઉત્પાદનોએ પણ દેશની બહાર પોતાની ઓળખ બનાવવા માટે વિદેશી ઉત્પાદનો કરતાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. તેનાથી ભારતની વિશ્વસનીયતા પણ મજબૂત થશે.

નોંધનીય છે કે ગ્લોબલ ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ભારતની માન્યતા પ્રણાલીને વિશ્વમાં 5મું સ્થાન મળ્યું છે. ગ્લોબલ ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ વિશ્વભરમાં 184 અર્થતંત્રોને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તાના આધારે રેન્ક આપે છે.

બજારમાં હર્બલ રંગોની માંગ 

હર્બલ રંગોની માંગ સાથે આ વખતે ભારતના સ્થાનિક ઉત્પાદનોની ઓળખ બજારમાં જોવા મળી રહી છે. ભારતીય બજારમાં ઉત્પાદક ખાદીના કપડાં, અગરબત્તીઓ, મીણબત્તીઓ, દીવા, મધ, ધાતુની કલાના ઉત્પાદનો, સુતરાઉ અને રેશમના કાપડ, કૃષિ ઉત્પાદનો અને ખાદ્ય ચીજવસ્તુઓ સુધી મર્યાદિત નથી. હોળીના તહેવારને જોતા તેઓ બજારમાં હર્બલ કલર લાવ્યા છે. હોળી નિમિત્તે બજારોમાં હર્બલ રંગો ગ્રાહકોની પ્રથમ પસંદગી બની ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  સુવર્ણ તક.. હોળી પર સરકાર લાવી સસ્તું સોનું ખરીદવાની ઓફર, આ 4 જ દિવસ મોકો મળશે

હર્બલ ગુલાલથી હોળીનો તહેવાર સ્વસ્થ અને સુરક્ષિત

ઉદાહરણ તરીકે, રંગોના તહેવાર હોળી પર, છત્તીસગઢના મનેન્દ્રગઢ-ચિરમીરી-ભરતપુર જિલ્લામાં સ્વ-સહાય જૂથોની મહિલાઓ હર્બલ ગુલાલ બનાવવામાં વ્યસ્ત છે. ફૂલો અને શાકભાજીના કુદરતી રંગોમાંથી બનાવેલ હર્બલ ગુલાલ હવે હોળીની ખુશીને બમણી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હોળીમાં સૌથી મોટો ડર કેમિકલયુક્ત રંગોનો છે. આવી સ્થિતિમાં, આ જૂથ દ્વારા બનાવવામાં આવતો હર્બલ ગુલાલ સંપૂર્ણપણે સલામત છે. ગુલાલ બનાવવા માટે જરૂરી સામગ્રી સ્થાનિક બજારોમાંથી સરળતાથી મળી રહે છે. પાલક, બીટરૂટ, હળદર, મેરીગોલ્ડ અને પલાશના ફૂલોને એરોરૂટ પાવડરમાં ઉકાળીને ગાળી લેવામાં આવે છે. મેળવેલ મિશ્રણને સૂકવીને ગાળીને તેમાં ગુલાબજળ, કેવરાનું પાણી જેવી કુદરતી સુગંધ ઉમેરીને હર્બલ ગુલાલ તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે, હર્બલ ગુલાલ દેશના ઘણા ભાગોમાં નાના પાયા અને કુટીર ઉદ્યોગો દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તે બજારોમાં વેચવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે પણ હર્બલ ગુલાલ અને ભારતીય ઉત્પાદનો ખરીદીને દેશની પ્રગતિ અને વિકાસમાં યોગદાન આપી શકો છો.

March 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Holi will be lit in the early morning before sunrise on March 7 in front of Bhaktisetu Haveli in Vapi
જ્યોતિષ

અહો આશ્ચર્યમ… વાપીની ભક્તિસેતુ હવેલી સામે ૭’માર્ચે સૂર્યોદય પહેલા વહેલી સવારે હોળી પ્રગટશે…!

by kalpana Verat March 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

(નોંધ : વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈની ફેસબુક વોલ પરથી સાભાર)

શોલે પિક્ચરમાં ગબ્બરસિંહ પૂછતો હતો કે હોલી કબ હૈ…હોલી કબ હે.‌.. પણ આજે આ લખાય છે ત્યારે ૬’ માર્ચ ૨૦૨૩ના દિવસે દેશભરમાં લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે હોલીદહન ક્યારે અને ધુળેટી ક્યારે?

લોકોને જાણવું છે કે ખરેખર હોળી ક્યારે પ્રગટાવવી? માત્ર હોળી નહિ પણ આપણા હિન્દુ ધર્મમાં એવા ઘણા તહેવાર છે કે લોકો અલગ અલગ રીતે ઉજવે છે. ખરેખર તો એક ધર્મ હોય એક તહેવાર હોય તો તિથિ પણ એક જ હોવી જોઈએ. આ વખતે મુંબઈમાં અને દેશમાં ઘણે ઠેકાણે ૬’માર્ચે  સાંજે હોળી પ્રગટાવવામાં આવશે અને સાતમીએ ધુળેટીનો તહેવાર ઉજવાશે…

ખરેખર હોળી ક્યારે પ્રગટાવવી જોઈએ આ સવાલ અમે વાપી ના સરવાળા રોડ પર આવેલી પુષ્ટિમાર્ગી ભકિતસેતુ હવેલીના પરમ પૂજ્ય શ્રી ગોવિંદરાયજીને પૂછ્યું. શ્રી ગોવિંદરાયજી ખૂબ ઊંચા દરજ્જાના વક્તા તો છે જ એ ઉપરાંત વિદ્વાન તરીકે જાણીતા છે. સનાતન ધર્મ વિશે એમનું ઊંડું જ્ઞાન છે.

એઓ અમને કહે, જુઓ દેવાંશુભાઈ અમારા પુષ્ટિમાર્ગીયમાં મંગળવારે સવારે સૂર્યાદય પહેલા આશરે ૬.૫૦ વાગ્યે હોળી પ્રગટાવવામાં આવશે.

Holi will be lit in the early morning before sunrise on March 7 in front of Bhaktisetu Haveli in Vapi

એનું શું કારણ ?

જવાબમાં પૂ. ગોવિંદરાયજી કહે, ૬’ માર્ચે સાંજે ૪.૧૭પછી પૂર્ણિમા બેસી રહી છે. એ દિવસે દિવસ દરમિયાન ચૌદસ છે. સાંજે પૂનમ લાગશે. હોળી એ પૂર્ણિમા પ્રધાન ઉત્સવ છે. સાંજે સૂર્યોદય સમયે પૂનમ લાગે છે ત્યારે વિષ્ટીકરણ યોગ છે. આ સમયે હોળી પ્રગટાવવીએ રાષ્ટ્ર, દેશ કે સમાજ કે ગામ માટે પણ યોગ્ય ન કહેવાય. બીજા દિવસે એટલે કે સાત તારીખે સૂર્યોદય પહેલા બાલવકરણ લાગે છે. જે શુભ કહેવાય.( સૂર્યોદય થાય ત્યારથી લઈને સૂર્યાસ્ત સુધી કદી હોળી પ્રગટાવી ન શકાય.) એટલે ૭’ માર્ચે સવારે સૂર્યોદય થાય એની પહેલા ૬.૫૦મિનિટથી લઈને ૬.૫૩ મિનિટ વચ્ચે અમે છરવાડા રોડની ભકિતસેતુ હવેલી સામે હોળી પ્રગટાવશુ. આ રીતે અગાઉ પણ અમે પાંચ છ વખત પંચાંગ અને મુહૂર્ત પ્રમાણે વહેલી સવારે સૂર્યોદય પહેલા હોળી પ્રગટાવી છે. એ ઉપરાંત બીજી વાત કહું, હોળીના બરાબર એક મહિના પહેલા જ્યાં હોળી પ્રગટાવવાના હો ત્યાં અમે હોળીદાંડો વિધિવત સ્થાપીએ છીએ. પૂજા કરીએ છીએ. પછી જ્યાં દાંડો સ્થાપ્યો હોય એ જ જગ્યાએ હોળી પ્રગટાવવી એવું વિધાન છે. અમે એની પણ કાળજી લઈએ છીએ.

શ્રી ગોવિંદરાયજી કહે,હોળી પ્રગટાવવા વિશે અમે અમારું દોઢસોથી વધુ વર્ષ જૂનું નિર્ણય સાગર પંચાંગ જોઈએ‌. ઉપરાંત શ્રીનાથજી નાથદ્વારામાં પંચાંગ સદસ થાય. સદસ એટલે એક જાતની કોન્ફરન્સ.એમાં રાજસ્થાન અને ભારત વર્ષના જ્યોતિષાચાર્યો,  દૈવૈજ્ઞ અને  ગણિતજ્ઞ ભેગા થાય.આ બધા ભેગા થઈને આવનારા પાંચ વર્ષનું પંચાંગ નિર્માણ કરે. ગ્રહોની ચાલને માપે અને પ્રાચીન માપદંડ સાથે બેસાડીને વૈશ્વિક સ્તરે એક ગણતરી કરીને સમય નક્કી કરે. અમે આ પંચાંગને પણ રિફર કરીએ. જેને લઈને આ વર્ષે મંગળવારે સવારે સૂર્યોદય પહેલા અમે હોળી પ્રગટાવશુ.

Holi will be lit in the early morning before sunrise on March 7 in front of Bhaktisetu Haveli in Vapi

સામાન્ય લોકોએ તો હોળી એટલે સૂર્યાસ્ત પછી જ પ્રગટાવતા જોઈ છે. પણ વાપીની ભક્તિ સેતુ હવેલીની સામે મંગળવારે વહેલી સવારે ૬.૪૫ વાગ્યાની આસપાસ હોળી પ્રગટશે. જેમને વહેલી સ0વારની હોળી પ્રગટતી જોવાની-જાણવાની ઈચ્છા હોય તો છરવાડા રોડ નજીક આવેલી આ હવેલીમાં પહોંચી જજો.

 દેવાંશુ દેસાઈ – વરિષ્ઠ પત્રકાર-લેખક

(૧૯૯૩- મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસનુ સૌથી વધુ સમય સુધી રિપોર્ટિંગ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામનાર એકમાત્ર ભારતીય પત્રકાર અને મધુરયાત્રા પુસ્તકના લોકપ્રિય લેખક)

March 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Holi played with 40 quintal flowers in Ujjain's Mahakaleshwar temple
રાજ્યTop Post

ઉજ્જૈનના મહાકાલેશ્વર દરબારમાં રમાઈ ફૂલોથી હોળી, ભસ્મ આરતીમાં જોવા મળ્યો ફાગ પર્વનો મહિમા. જુઓ વિડીયો…

by Dr. Mayur Parikh March 6, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જગ પ્રસિદ્ધ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ફાગ પર્વનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના એક ભક્તે બાબાના ફાગ ઉત્સવમાં 40 ક્વિન્ટલ ફૂલો અર્પણ કર્યા હતા. ભસ્મ આરતી દરમિયાન વિવિધ પ્રકારના ફૂલોની હોળી રમીને ફાગ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નંદી હોલમાં પણ ભક્તોએ એકબીજા પર ફૂલોની વર્ષા કરી ફાગ ઉત્સવની મજા માણી હતી.

#उज्जैन -महाकाल मंदिर में बाबा महाकाल की भस्मारती में फूलों से खेली गई होली,मनाया गया फाग उत्सव, लगभग 40 क्विंटल फूलों से मनाया गया उत्सव#ujjain #Mahakaleshwar #HoliFestival pic.twitter.com/DEaoDZNO9E

— Vikas Singh Chauhan (@vikassingh218) March 6, 2023

મંદિરના પૂજારી દિલીપ ગુરુએ જણાવ્યું કે દર વર્ષે બાબાની ભસ્મ આરતીમાં 1 ક્વિન્ટલ ફૂલ ચઢાવીને ફાગ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે અન્ય રાજ્યોમાંથી 40 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલો લાવવામાં આવ્યા હતા. આવતીકાલે એટલે કે મંગળવારે સવારે બાબા મહાકાલના દરબારમાં શિવલિંગ પર ફૂલોથી બનેલા ગુલાલથી હોળી રમવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  ગૂગલ અને માઈક્રોસોફ્ટના ઈન્ટરવ્યુ લેનાર ChatGPT, UPSC પરીક્ષામાં ફેલ, લોકોએ કહ્યું- IAS બનશો?

March 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Holi dahan will be for two days due to Bhadrakal
જ્યોતિષ

ભદ્રકાળને કારણે બે દિવસ થશે હોલિકા દહન, ત્રણ દિવસ ઉડશે હોળીના રંગો

by Dr. Mayur Parikh March 6, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ કરવામાં આવે છે અને હોલિકા દહન બીજા દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ ધુળેટી રમવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, પ્રદોષ કાલનો સમય હોલિકા દહન માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, આ વર્ષે ગ્રહોની સ્થિતિને કારણે હોલિકા દહન તિથિ બે દિવસ માટે રચાઈ રહી છે. આવો યોગ ખૂબ જ દુર્લભ છે. આ સ્થિતિમાં હોલિકા દહન ને લઈને લોકોના મનમાં અસમંજસની સ્થિતિ છે. બે દિવસ માટે હોળી દહનના યોગ બનવાને કારણે, દેશના વિવિધ ભાગોમાં ત્રણ દિવસ સુધી રંગોથી ધુળેટી રમવામાં આવશે.

આ વખતે ગ્રહોની સ્થિતિને કારણે બે દિવસ હોળી દહનની શક્યતાઓ સર્જાઈ રહી છે. વાસ્તવમાં, હોલિકા દહન કેટલીક જગ્યાએ 6 માર્ચની મધ્યરાત્રિ પછી કરવામાં આવશે અને ઘણી જગ્યાએ હોલિકા દહન 7 માર્ચે કરવામાં આવશે. આવી સ્થિતિમાં 7 માર્ચથી 9 માર્ચ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી હોળી રમવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશે

ભદ્રા ના કારણે તિથિઓમાં ફેરફાર

વાસ્તવમાં, આ વખતે ફાગણ મહિનાની પૂર્ણિમા ની તિથિ 6 માર્ચે બપોરે 3.57 વાગ્યાથી શરૂ થશે અને 7 માર્ચે સાંજે 5.40 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં, પૂર્ણિમા ની તિથિ રાત્રે જ માન્ય રહેશે અને શાસ્ત્રો અનુસાર, પૂર્ણિમા ની તિથિ અથવા ભદ્રામાં હોલિકા દહન ન થવું જોઈએ. પરંતુ આ વખતે મૃત્યુલોકની ભદ્રા 6 માર્ચ, સોમવારના રોજ સવારે 3:57 કલાકથી શરૂ થશે અને 7 માર્ચ, મંગળવારની સવાર સુધી વ્યાપક રહેશે.

એટલા માટે આ વખતે હોલિકા દહન 6 માર્ચે ભદ્રા ના અંતમાં 12:23 થી 1:35 દરમિયાન કરવામાં આવશે. આ સાથે આ દિવસે હોલિકા દહન પણ કરવામાં આવશે. આ ઉપરાંત 7મી માર્ચે સ્નાન અને દાનનો શુભ યોગ બની રહ્યો છે. 

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.

March 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
centipede If you see centipede at home then your fortune is gonna change soon
જ્યોતિષ

હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશે

by Dr. Mayur Parikh March 6, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આ વખતે હોલિકા દહન 7 માર્ચ એટલે કે ફાગણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે અને બીજા દિવસે ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિએ હોળીની ઉજવણી કરવામાં આવશે. હોલિકા દહન અને હોળી સંબંધિત ઘણી માન્યતાઓ છે. એક એવો જીવ છે, જેનું હોળીના દિવસે દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે એક જીવ છે કાનખજૂરો, જો હોળીના દિવસે કાનખજૂરો દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કાનખજૂરો રાહુનું પ્રતીક છે, જેની ગણતરી છાયા ગ્રહોમાં થાય છે. આવી સ્થિતિમાં જો તમને હોળીના દિવસે કાનખજૂરો દેખાય તો સમજવું કે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે.

હોળીના દિવસે કાનખજૂરો દેખાવાની શુભ અસર

ઘરના મુખ્ય દ્વાર પર

જો તમને હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કાનખજૂરો દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાંથી મુશ્કેલી દૂર થવા જઈ રહી છે.

સીડી હેઠળ

આ સિવાય જો તમને હોળીના દિવસે તમારા ઘરની સીડીની નીચે કાનખજૂરો દેખાય તો એવું માનવામાં આવે છે કે તેનાથી દેવાથી મુક્તિ મળે છે.

આ સમાચાર પણ વાંચો :  ધુળેટીના દિવસે ‘આ’ વસ્તુઓ ટાળો!

ઘરમાં મંદિર પાસે

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં પૂજાના મંદિરની પાસે કાનખજૂરો દેખાય છે, તો તે ઘરમાં સમૃદ્ધિ સૂચવે છે.

મરેલો કાનખજૂરો

આ સિવાય જો તમને હોળીના દિવસે કાનખજૂરો દેખાય તો સમજી લો કે તમારા પર જે પણ આફત આવી શકે છે તે ટળી ગઈ છે.

સપનામાં કાનખજૂરો દેખાવો

હોળીના દિવસે જો તમને સપનામાં પણ કાનખજૂરો દેખાય તો તે કોઈ સારા સમાચાર મળવાનો સંકેત માનવામાં આવે છે.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.

March 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક