• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Home Guards
Tag:

Home Guards

Minister of State for Home Harsh Sanghvi will rehabilitate 29 tribal families who left the village with dignity
ગાંધીનગર

Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 : ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ‘આ’ રમતોત્સવનો કરાવ્યો શુભારંભ, હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને ફ્લેગ ઓફ આપી કરાવ્યું પ્રસ્થાન.

by Hiral Meria November 28, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 : ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા સંકુલ ખાતે આયોજિત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪ને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે ખુલ્લો મૂક્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રીએ હોમગાર્ડઝ જવાનોની બાઈક રેલીને પણ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા.  

ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર માટે ગુજરાત હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે. હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના સુપર ફીટ જવાનોને જોઇને ચોક્કસપણે કહી શકાય કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હોમગાર્ડઝનું ચિત્ર બદલાયું છે. ગુજરાતની દરેક સમસ્યા અને ઘટનામાં ફર્સ્ટ રીસ્પોન્સર તરીકે હોમગાર્ડ ઘટના સ્થળ પર પહોંચે છે, એટલા માટે જ તેનું મહત્વ સૌથી વધુ છે.

મંત્રી સંઘવીએ હોમગાર્ડઝ જવાનોને ( Home Guards personnel ) ગુજરાતના સિતારાઓ ગણાવતા કહ્યું હતું કે, સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી હોમગાર્ડઝ ( Home Guards ) હરહંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે. નાગરીકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી હોમગાર્ડઝ સરકાર અને પોલીસ માટે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે વિશેષ સહાય કરી શકે છે. તમારી આસપાસ થતા ખોટા કામો તથા સમાજની અવ્યવસ્થાઓ અંગેની જાણકારી સીધી જિલ્લાના પોલીસ અધિક્ષક સુધી પહોંચાડીને એક શાંત અને સુરક્ષિત રાજ્યના નિર્માણમાં સહભાગી બનવા સૌ જવાનોને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.     

રાજ્યના નાગરીકો વતી હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનોનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષા માટે જવાનો સ્વસ્થ રહેવા ખૂબ જ જરૂરી છે. જવાનોની શારીરિક સ્ફૂર્તિ, ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે રમત-ગમત મહત્વનો ભાગ ભજવતી હોવાથી, આ જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ જવાનો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તો કેટલાક પ્રતિભાવાન જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Share Market crash : મજબૂત શરૂઆત બાદ શેરબજાર તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો; આ શેર સૌથી વધુ ગગડ્યા

આગામી સમયમાં ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો ( Home Guards and Civil Defense Force State Level Sports Festival 2024 ) વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે રાજ્ય સરકાર આયોજન કરશે. રમત-ગમતમાં રસ ધરાવતા પ્રતિભાવાન જવાનોને વિવિધ રમતોની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રોફેશનલ અને કાયમી તાલીમ આપવા માટે આગામી સમયમાં સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

જિલ્લા અને ઝોન કક્ષાએ આયોજિત સ્પર્ધામાં ( Sports Festival ) શ્રેષ્ઠ પ્રદર્શન બાદ પસંદગી પામેલા આશરે ૨૬૦ ખેલાડીઓ આજે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ખેલાડીઓ ઉત્તર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મહિલા અને નાગરિક સંરક્ષણ ઝોન એમ કુલ ૬ ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ અને ખો-ખો રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

રમતોત્સવના ઉદઘાટન સમારોહ દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા ગુજરાત હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના પ્રતિભાવાન જવાનોને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે, નાના ભૂલકાઓ દ્વારા યોગ કલાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ સમારોહના પ્રારંભે ગુજરાત હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ખેલાડીઓને ખેલદિલીથી સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી, જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ, ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રકટરશ્રીઓ, ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  NIELIT PM Shri Kendriya Vidyalaya No. 1 Shahibaug : NIELIT દ્વારા પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1 શાહીબાગના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યનું શિક્ષણ, આ ક્ષેત્રોનું આપવામાં આવ્યું જ્ઞાન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

November 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amit Shah addressed the All India Home Guard and Civil Defense Conference
ગાંધીનગરરાજ્ય

All India Home Guard and Civil Defense Conference: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓલ ઇન્ડિયા હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ કોન્ફરન્સને કર્યું સંબોધન, બે દિવસીય સંમેલન આ મુદ્દાઓ પર થશે ચર્ચા.

by Hiral Meria October 23, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

All India Home Guard and Civil Defense Conference: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 14મી ઓલ ઇન્ડિયા હોમગાર્ડઝ એન્ડ સિવિલ ડિફેન્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

પોતાનાં સંબોધનમાં અમિત શાહે ( Amit Shah ) ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ વિઝનમાં આપણે દરેક ક્ષેત્રમાં વિકાસની સાથે-સાથે આપણાં મૂલ્યો, પરંપરાઓ, સંસ્કૃતિ અને ભાષાઓનું જતન કરીને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવું પડશે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કટિબદ્ધતાને સાકાર કરવા સેવા અને સુરક્ષા એ બે અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સુરક્ષામાં દરેક વ્યક્તિ, સંપત્તિ, ભવિષ્ય, અધિકારો સામેલ છે અને સાથે સાથે આપણી સેવાનાં મુખ્ય મૂલ્યોનો પણ સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સ એ સુરક્ષા અને સેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, જે સમાજનાં એક વર્ગને સમુદાયનાં સંરક્ષણ અને સેવા સાથે જોડવાનું કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ વિકસિત ભારતનું નિર્માણ કરવાની કટિબદ્ધતાને હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવા અને સુરક્ષાનાં પરિમાણો મારફતે હાંસલ કરી શકાશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ નોંધ્યું હતું કે, આ બે દિવસીય સંમેલન દરમિયાન, પાંચ સત્રોમાં હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સને ( Home Guards and Civil Defence ) મજબૂત કરવા, ક્ષમતા નિર્માણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમની ભૂમિકા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ કોન્ફરન્સ રાજ્યો વચ્ચે સંવાદનાં માધ્યમ તરીકે પણ કામ કરશે, સારી પદ્ધતિઓનાં આદાન-પ્રદાનની સુવિધા આપશે અને ઊભરતા પડકારોનું સમાધાન કરવામાં તેમની ક્ષમતાઓને પ્રોત્સાહન આપશે.

आज गाँधीनगर में 14वें अखिल भारतीय होम गार्ड व सिविल डिफेंस सम्मेलन को संबोधित किया।

होम गार्ड और सिविल डिफेंस के वीर सामुदायिक सुरक्षा के साथ-साथ आपदाओं के दौरान राहत व बचाव कार्यों में भी महत्वपूर्ण भूमिका निभा रहे हैं। यह सम्मेलन राज्यों के होम गार्ड व सिविल डिफेंस संगठनों के… pic.twitter.com/r6P3emzfHH

— Amit Shah (@AmitShah) October 22, 2024

અમિત શાહે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ વર્ષ 1962થી અત્યાર સુધી હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સને ( All India Home Guard and Civil Defense Conference)  મહત્ત્વ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે નોંધ્યું હતું કે સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટની સ્થાપના 1962માં કરવામાં આવી હતી અને સિવિલ ડિફેન્સ એક્ટ 1968માં પસાર કરવામાં આવ્યો હતો. શ્રી શાહે 1965 અને 1971નાં યુદ્ધો દરમિયાન હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણનાં સ્વયંસેવકોનાં અમૂલ્ય પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ સંસ્થાઓએ આવશ્યક માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવામાં, નાગરિકોને સામાન્ય તાલીમ પૂરી પાડવામાં અને સશસ્ત્ર દળો અને સ્થાનિક વહીવટના સહયોગથી તેમને સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ચાર મહિનામાં અનેક નવા પાસા અને સમયસર ફેરફારો ઉમેરીને હોમગાર્ડ્સ ( Home Guards ) અને સિવિલ ડિફેન્સ ચાર્ટરને સુસંગત અને ઉપયોગી બનાવવાના પ્રયાસો મોદી સરકાર દ્વારા કરવામાં આવશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ પગલાંનો ઉદ્દેશ બંને સંસ્થાઓમાં નવી જાગૃતિ અને જોમ લાવવાનો છે. શ્રી શાહે સમજાવ્યું હતું કે, વર્તમાન ચાર્ટરમાં યુદ્ધની કટોકટી માટે લોકોને તૈયાર કરવા, નાગરિકોનું સંરક્ષણ કરવા, યુદ્ધની અસરો ટાળવા માટે તેમને તાલીમ આપવી, અહિંસક નાગરિક પ્રતિકારની માનસિકતાને પ્રોત્સાહન આપવું, સમુદાયોનું આયોજન કરવું, યુદ્ધમાં નુકસાન પામેલી માળખાગત સુવિધાઓની મરામતમાં મદદ કરવી અને મનોબળ વધારવાનો સમાવેશ થાય છે. તેમણે નોંધ્યું હતું કે, જો કોઈ સંસ્થાના ચાર્ટરમાં 50 વર્ષ સુધી ફેરફાર ન થાય, તો સંસ્થા અને ચાર્ટર બંને અપ્રચલિત થઈ જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 50 વર્ષમાં દેશમાં આમૂલ પરિવર્તનો થયાં છે અને ટેકનોલોજીકલ પ્રગતિઓએ જરૂરિયાતોમાં ફેરફાર કર્યો છે, જે દેશને નોંધપાત્ર પ્રગતિ તરફ દોરી જશે.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah Legislative Drafting Training: ગુજરાત વિધાનસભામાં યોજાયો ‘લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ’ કાર્યક્રમ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું આ પ્રોગ્રામને સંબોધન.

અમિત શાહે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સનાં ( Civil Defence ) સ્વયંસેવકોએ લોકોની સેવા કરવા માટે તેમનાં સમર્પણની સાથે-સાથે જે ભૂમિકા ભજવી હતી, તે પ્રશંસનીય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રોગચાળા દરમિયાન, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના 27 જવાનોએ લોકોની સેવા કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી જણાવ્યું હતું કે હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ માટે ઇમરજન્સી સેવાઓમાં યોગદાન માટેની તાલીમ વ્યવસ્થિત હોવી જોઈએ અને તેમના ચાર્ટરમાં સ્થાન હોવું જોઈએ. તેમણે કહ્યું કે ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ માટે સંસ્થાકીય વ્યવસ્થા કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આ જ રીતે તેમણે નશીલા દ્રવ્યોથી મુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, જળ સંરક્ષણ, સામાજિક દૂષણો સામે જાગૃતિ, મહિલા સુરક્ષા, સામુદાયિક સ્વાસ્થ્ય સંભાળ, ટીબી મુક્ત ભારત, કુપોષણ સામે યુદ્ધ, પોષણ અભિયાન વગેરે જેવા જાગૃતિલક્ષી કાર્યક્રમોમાં સામેલ થવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, સાયબર સુરક્ષા અને ડિજિટલ કૌભાંડ સામે જાગૃતિ ફેલાવવામાં રચનાત્મક ભૂમિકા હોવી જોઈએ.  પર્યાવરણ સંરક્ષણ માટે સ્વચ્છ ભારત અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારત અને વૃક્ષારોપણ અભિયાન. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થામાં સહાયતા માટે એક રોડમેપ બનાવવો જોઈએ જેથી સ્થાનિક કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વચ્ચે સંકલન થાય. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, 100 ટકા નોંધણી અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો જેવી તેમની ભૂમિકાને પણ નવા ચાર્ટરમાં સ્થાન આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સને રોજગાર અને અખંડ ભારત માટેનાં ઘણાં સરકારી કાર્યક્રમો સાથે જોડવા માટે ચાર્ટરમાં સામેલ કરવાની જરૂર છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ બંને સંસ્થાઓની ભૂમિકા વિશે નવેસરથી વિચારવાની જરૂર છે, જેથી તેમને વધારે પ્રસ્તુત બનાવી શકાય. તેમણે કહ્યું કે, આગામી 4 મહિનામાં આ બંને સંગઠનોમાં નવું પ્રાણ ફૂંકવાની જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તાલીમ આપવા અને નવા અને યુવાન ચહેરાઓને આગળ લાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી માત્ર એ જ લોકો હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા છે જે સમાજ માટે આગળ આવવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે, જે રીતે સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ એનસીસી, એનએસએસમાં થાય છે તેવી જ રીતે સમાજના દરેક વર્ગના યુવાનોને પણ આ સંસ્થાઓ સાથે જોડવામાં આવે તેવો સરકાર પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવાનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આપણે તેની સાથે સંબંધિત દરેક પાસાંને મજબૂત કરવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો :  Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નું બીજું ગીત થયું રિલીઝ, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amit Shah will inaugurate the All India Civil Defense and Home Guards Conference in Gandhinagar
ગાંધીનગર

Amit Shah Gandhinagar Conference: અમિત શાહ ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન, સંમેલનમાં આ વિષયો પર કરવામાં આવશે વિશેષ ચર્ચા.

by Hiral Meria October 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Amit Shah Gandhinagar Conference: દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની 14મી નેશનલ કોન્ફરન્સનું આયોજન 22 અને 23 ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક ઘટના પણ છે કારણ કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસની આ મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સ ૧૯ વર્ષ પછી યોજાવા જઈ રહી છે અને તે પણ પ્રથમ વખત ગુજરાતમાં અને પાટનગર ગાંધીનગરમાં.

દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત અને સલામત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ( Amit Shah Gandhinagar Conference ) કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રના ઘણા મહાનુભાવો પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ બંને દળોના IAS, GAS, DG, ADG, IG, DIG, SP સહિત રેન્કના ૬૦ થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને દળના ૧૨૦૦ થી વધુ માનદ સભ્યો ખાસ ભાગ લેવા આવશે. 

નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોના વડાઓની આ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યત્વે ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ-૨૦૨૪ અને મોડલ હોમગાર્ડ બિલ અને નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોની નીતિઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન કામગીરીના માર્ગો અને માધ્યમો ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં આ બંને દળોની કામગીરીને ટેક્નોલોજી અને આધુનિકતાની મદદથી કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. પોલીસ તંત્રને કેવી રીતે મદદ કરી શકાય અને વધુ મજબૂત, કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય અને નાગરિક સંરક્ષણની સેવાઓને સુરક્ષિત કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે વધુ ચુસ્ત અને સારી બનાવી શકાય, તે સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-સૂચનો, રજૂઆતો, મૂલ્યાંકન અને રૂપરેખાનું કાર્ય હાથ ધરાશે. હાલ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૪,૫૦,૦૦૦ હોમગાર્ડ અને ૬,૦૦,૦૦૦ નાગરિક સંરક્ષણ ( Civil Defense ) દળના માનદ સભ્યો પોતાની સેવાઓ આપી રહ્યા છે.

તેમના રોજબરોજના વ્યસ્ત જીવનમાં તેમના મુખ્ય વ્યવસાય અથવા નોકરી ઉપરાંત, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યો દળમાં અથાક સેવા આપીને ખરેખર દેશની પ્રશંસનીય સેવા કરી રહ્યા છે. જે ખરેખર ખૂબ જ આદર અને પ્રશંસાને પાત્ર છે.

આ સમાચાર પણ વાંચો : National Water Awards 2023: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય જળ પુરસ્કાર કર્યા પ્રદાન, આ નવ કેટેગરીમાં આપવામાં આવ્યા એવોર્ડ. જુઓ ફોટોસ

કોવિડ-૧૯ ની વિશ્વવ્યાપી મહામારી જેવો કસોટીનો સમય હોય, તેમાં પણ નાગરિક સંરક્ષણ ( All India Civil Defense and Home Guards Conference ) અને હોમગાર્ડ દળના સભ્યોએ ડર અને ખચકાટ વિના તેમની નિઃસ્વાર્થ સેવાઓ આપી છે જેણે સમાજમાં પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે. દેશના આ દળના તમામ સભ્યોને કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, CPR પદ્ધતિ જેવી જીવન રક્ષક તાલીમ પણ તમામ સભ્યોને આપવામાં આવે છે જેના કારણે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યોએ ખેડા-નડિયાદ જિલ્લામાં એક વ્યક્તિને CPR આપી તેની જાન બચાવેલ. વધુમાં અમદાવાદ ખાતે દળના સભ્યોને પોતાની ફરજ દરમ્યાન એક લાવારીશ પર્સ (આશરે રૂ.૪૦,૦૦૦ ના દાગીના) તથા રૂપિયા સાથેની બેગ (આશરે રૂ.૧૮,૦૦૦) મળેલ હતી જેને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી ઈમાનદારી સાથે ફરજ નિભાવેલ છે. ગાંધીધામ ખાતે જીવના જોખમે એક નાસતા ભાગતા ગુનેગારને પકડી પોલીસની મદદ કરેલ હતી. તથા પુર જેવી હોનારત પરિસ્થિતિમાં સુરત અને વડોદરા ના સભ્યોએ જીવના જોખમે લોકોને મદદરૂપ થયેલ હતા અને મગર જેવા જોખમી પ્રાણીને પકડીને વન વિભાગને સોંપેલ હતો. કચ્છ-પશ્વિમ જિલ્લા ખાતે આગ લાગેલાની પરિસ્થિતિમાં પણ દળના સભ્યોએ કામગીરી કરેલ છે. આમ ખુબ જ પ્રશંસનીય કામગીરી દળના સભ્યો પોતાની સામાજીક ફરજ સમજી બજાવેલ છે.      

જીવનના તમામ ક્ષેત્રો અને વ્યવસાયોના લોકો આ દળમાં તેમની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે જેમ કે, ડૉક્ટર, એન્જિનિયર, સુથાર, માળી અથવા તો સરકારી અધિકારી.

ગુજરાત ( Amit Shah ) રાજ્યના આશરે ૪૦ હજારથી વધુ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના ૧૧ હજારથી વધુ જવાનો આ કોન્ફરન્સને વંદે ગુજરાત ચેનલ દ્વારા લાઈવ નિહાળશે.

હાલમાં ૪૦,૦૦૦ થી વધુ હોમગાર્ડ ( Home Guards ) સભ્યો અને ૧૧,૦૦૦ નાગરિક સંરક્ષણ સભ્યો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સામાજિક સેવા, કુદરતી આફત અથવા કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે.

આ દળના તમામ સભ્યો નાગરિક સંરક્ષણના “ સર્વ ભુતે હિતે રત: ” અને હોમગાર્ડઝના “ નિષ્કામ સેવા ” ના મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ્યને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ છે.

દેશના ઈતિહાસમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના સભ્યોની માનદ સેવાઓને ક્યારેય ભૂલી શકાશે નહીં. અને તેથી જ આ બે દિવસીય કોન્ફરન્સ દ્વારા આ બંને દળોને વધુ મજબૂત, કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Maharashtra election 2024 : કોંગ્રેસે ભૂલોમાંથી શીખ્યો પાઠ, મહારાષ્ટ્રમાં નાના પટોલેને કર્યા સાઈડલાઈન… આ નેતાને સોંપી સીટ વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી કરવાની જવાબદારી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat State Alloted 2000 Home Guards Members For Lok Sabha Elections 2024
રાજ્યઅમદાવાદલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Elections: લોકસભા ચૂંટણી બંદોબસ્ત 2024 માટે ગુજરાત રાજ્ય દ્વારા 2000 હોમગાર્ડ્સના સભ્યોની ફાળવણી કરાઈ

by Hiral Meria May 22, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections:  હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ ( Home Guards  ) સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તારીખ 20/05/2024ના રોજ બપોરે 12:30 કલાકે મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તારીખ 21/05/2024ના રોજ એટલે 24 કલાકમાં જ તમામ હોમગાર્ડઝ સભ્યોને અમદાવાદ ( Ahmedabad ) અને વડોદરા રેલ્વે સ્ટેશનથી રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ખોડિયાર રેલ્વે સ્ટેશન અને અદાણી શાંતિગ્રામ અમદાવાદ ખાતે કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ દ્વારા બંદોબસ્તમાં જનાર સભ્યોને વિદાય આપવામાં આવી હતી. વિદાય આપતા પહેલા તારીખ  21 મેના રોજ આંતકવાદ વિરોધી દિવસ હોવાથી કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની હાજરીમાં તમામ કર્મચારીઓ અને હોમગાર્ડઝ સભ્યો દ્વારા આંતકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. હોમગાર્ડઝ સભ્યોમાં લોકસભા ચૂંટણીની કામગીરીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.  

લોકસભા સામાન્ય ચૂંટણી બંદોબસ્તમાં અગાઉ જ્યારે ફાળવણી કરાઈ હતી ત્યારે નજીકના જ રાજ્યો જેવા કે રાજસ્થાન, મહરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંજ ફાળવણી થઈ હતી, પરંતુ પ્રથમ વખત હોમગાર્ડઝ સભ્યોની ફાળવણી હજારો કિલોમીટર દૂર કરવામાં આવી છે. ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા મંજૂરી મળતાની સાથે માત્ર 24 કલાકની અંદર તમામ હોમગાર્ડઝ સભ્યો અને સુપરવાઈઝરી સ્ટાફને સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા છે અને  બંદોબસ્તમાં જનાર હોમગાર્ડઝ સભ્યોને તેઓના યુનિટ ખાતેથી રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવા માટે ગુજરાત પોલીસ ( Gujarat Police ) દ્વારા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી અને હોમગાર્ડઝ સભ્યોને રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Air Ambulance: ગુજરાત સરકાર દ્વારા એર એમ્બ્યુલન્સ સેવા સુનિશ્ચિત મરામત બાદ ફરી શરૂ

હાલમાં ઉનાળાના સમય દરમિયાન અમદાવાદમાં 45 ડિગ્રી અને હરિયાણામાં 47 ડિગ્રી જેટલું તાપમાન હોવાથી સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી બંદોબસ્તમાં જનાર તમામ સભ્યોને આ સમયગાળામાં ગરમીથી બચવા અને શરીરમાં પાણીની ઊણપ ન થાય તેમજ બંદોબસ્તમાં પૂર્ણ નિષ્ઠાથી તેઓ ફરજ બજાવે તેની તમામ તકેદારી રાખવાની સૂચના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી.

આ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel ) અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર આ કામગીરી માત્ર 24 કલાકમાં પૂર્ણ કરાઈ હોવાથી કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ અને તમામ અધિકારીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી  હતી.

‘Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક