Tag: honoured

  • Manmohan Singh Death News : આજે નહીં થાય પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાયો…

    Manmohan Singh Death News : આજે નહીં થાય પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાયો…

    News Continuous Bureau | Mumbai

    Manmohan Singh Death News :ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધનના સંદર્ભમાં, દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) એ એક પ્રેસ રિલીઝ બહાર પાડી, જેમાં લખ્યું હતું કે, “અત્યંત દુઃખ સાથે અમે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનની જાહેરાત કરીએ છીએ.  

     રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઈને દેશના ઘણા મોટા નેતાઓ અને હસ્તીઓએ પૂર્વ પીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભારત સરકારે આજે (27 ડિસેમ્બર) માટે નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. શનિવારે (28 ડિસેમ્બર) તેમના અંતિમ સંસ્કાર થવાની ધારણા છે. 

    Manmohan Singh Death News : રાષ્ટ્રપતિ ભવનનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ

    Manmohan Singh Death News :કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ધ્વજ અડધી કાઠીએ

    Manmohan Singh Death News :મહારાષ્ટ્રના મંત્રાલયનો ધ્વજ અડધી કાઠીએ

    Manmohan Singh Death News : 

    જણાવી દઈએ કે મનમોહન સિંહનો જન્મ 1932માં પંજાબમાં થયો હતો. તેઓ 2004 થી 2014 સુધી સતત બે ટર્મ માટે ભારતના વડાપ્રધાન હતા. અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની NDA સામે 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ 2004માં તેમણે પ્રથમ વખત PM તરીકે શપથ લીધા હતા. તેમણે 2009 થી 2014 સુધી તેમનો બીજો કાર્યકાળ સંભાળ્યો. જે બાદ 2014માં પીએમ નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા લીધી હતી. તેઓ 33 વર્ષ સુધી સેવા આપ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની સાથે આ અભિનેતા ને પણ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત

    Amitabh bachchan: અમિતાભ બચ્ચન ની સાથે આ અભિનેતા ને પણ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ થી કરવામાં આવશે સન્માનિત

    News Continuous Bureau | Mumbai 

     Amitabh bachchan: બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન ને આ વર્ષનો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 24 એપ્રિલ 2024 ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકર ની 82મી પુણ્યતિથિએ આપવામાં આવશે. આ સાથે જ બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા ને પણ સ્પેશિયલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 200 લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. આ વર્ષે અભિનેતા અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો: Nita Ambani: શું તમે નીતા અંબાણી નું સાડીનું કલેક્શન જોયું છે? અહીં જુઓ લાખો-કરોડો રૂપિયાની સાડીઓ… અને તેની વચ્ચે નીતા અંબાણી નું જાજરમાન વ્યક્તિત્વ

    અમિતાભ બચ્ચન ને મળશે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 

    આ વર્ષે, માસ્ટર દીનાનાથ મંગેશકરની 82મી પુણ્યતિથિ પર, આ સન્માન અમિતાભ બચ્ચનને સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. અમિતાભ બચ્ચન ની સાથે રણદીપ હુડાને ફિલ્મ મેકિંગ એવોર્ડ, એઆર રહેમાનને સંગીત, પદ્મિની કોલ્હાપુરેને સિનેમા, ગાલિબ ડ્રામાને મોહન વાળા એવોર્ડ (નાટક નિર્માણ), દીપસ્તંભ ફાઉન્ડેશન મનોબલને આનંદમયી એવોર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ તમામ એવોર્ડ 24 એપ્રિલ 2024ના રોજ માસ્ટર દીનાનાથ મંગેશકરની 82મી પુણ્યતિથિ પર આપવામાં આવશે.

     

  • શાબ્બાશ! મુંબઈના ‘ગ્રીન મેન’ કહેવાતા આ પર્યાવરણના રક્ષકને એનાયત થયો પ્રતિષ્ઠિત મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ. જાણો વિગત

    શાબ્બાશ! મુંબઈના ‘ગ્રીન મેન’ કહેવાતા આ પર્યાવરણના રક્ષકને એનાયત થયો પ્રતિષ્ઠિત મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

    શનિવાર. 

    અત્યાર સુધી મુંબઈમા 60,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચૂકેલા “ગ્રીન મેન” તરીકે ઓળખતા શુભાજિત મુર્ખજીને પ્રતિષ્ઠિત કહેવાતા મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમની સાથે જ પદ્મશ્રી એવોર્ડ વિજેતા તુલસી ગોવડાજીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    હાર્મની ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણનું સંવર્ધન કરવા સતત પ્રયત્નશીલ રહેલા લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. અત્ચાર સુધી દલાઈ લામા અને પાકિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ માટે કામ કરનારી મલાયલાને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

    13 ડિસેમ્બરના મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીને હસ્તે રાજભવનમાં આ એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ઝાડનું સંવર્ધન કરવા જીવન ઝોકી નાખનારા પદ્મશ્રી તુલસી ગોવડાની સાથે પર્યાવરણ નિષ્ણાત મુંબઈના શુભાજિત મુર્ખજી અને 17વર્ષની યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ આદયા જોશીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આદયા આ પહેલા ચિર્લ્ડન ક્લાઈમેટ પ્રાઈઝ 2020 પણ મેળવી ચૂકી છે અને તે રાઈટ ગ્રીન ઇનિસિયેટિવ નામની સંસ્થાની ફાઉન્ડર પણ છે. જે બાળકોને શિક્ષણ પ્રત્યે કામ કરે છે. મધર ટેરેસા નામ પર વિશ્વનો એક માત્ર એવોર્ડ હોવાનું કહેવાય છે.

    શુભોજિત મુર્ખજીના નામે અત્યાર સુધી મુંબઈમાં 60,000થી વધુ ઝાડ ઉગાડવાનો રેકોર્ડ બોલાય છે. એચઆરમાં સારી એવી કારકીર્દી ધરાવતા શુભોજિત પર્યાવરણ પ્રત્યે તેમના પ્રેમને જોઈને ફૂલ ટાઈમ પોતાનું ધ્યાન પર્યાવરણના સંવર્ધન પાછળ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ મુંબઈના “ગ્રીન મેન”ની સાથે જ “જલ રક્ષક” તરીકે પણ ઓળખાય છે. શુભાજિત રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેના ઉપયોગ કરવા માટે પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને તેમણે અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. 

    સંભાળજો! પાલિકાના આ પગલાને કારણે મુંબઈમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી જશેઃ હાલ મુંબઈમાં અઢી લાખ રખડતા શ્ર્વાન છે જાણો વિગત.

    પોતાને મળેલા એવોર્ડ  બાબતે શુભાજિત મુર્ખજીએ ન્યુઝકન્ટીન્યુઝને જણાવ્યું હતું કે પદ્મશ્રી તુલસી ગોવડાજીની સાથે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો તે મારી માટે સન્માનની વાત છે. માણસ દીઠ એક ઝાડ એવું મારું માનવું છે. તેથી પર્યાવરણના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રયાસ કરુ છે. પૃથ્વીને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર જરૂર છે. ઝાડ રહેશે તો પૃથ્વીનું અસ્તિત્વ રહેશે.