Tag: house lottery

  • મ્હાડાનો ધમાકો- દીવાળીમાં મુંબઈમાં કાઢશે આટલા ઘરોની લોટરી

    મ્હાડાનો ધમાકો- દીવાળીમાં મુંબઈમાં કાઢશે આટલા ઘરોની લોટરી

    News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં ઘર ખરીદવાનું સપનું(Dream of buying a house) જોનારા માટે મહત્વના સમાચાર છે. ત્રણ વર્ષ બાદમાં મ્હાડાએ(Mhada) મુંબઈમાં ઘરોની લોટરી(House Lottery) કાઢવાની તૈયારીઓ શરૂ કરી છે. તેની સત્તાવાર જાહેરાત(Official Announcement) ટૂંક સમયમાં કરવામાં આવશે.

    મ્હાડા ઓથોરિટીએ(Mhada Authority) દિવાળી(Diwali) દરમિયાન મુંબઈમાં લગભગ 4,000 ઘરો માટે લોટરી કાઢવાનો નિર્ણય લીધો છે. મુંબઈ બોર્ડે(Mumbai Board ) ડ્રોની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એવી માહિતી મળી રહી છે કે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. થોડા દિવસો પહેલા તત્કાલીન હાઉસિંગ મિનિસ્ટર(Housing Minister) જિતેન્દ્ર આવ્હાડે મ્હાડાના(Jitendra Ahwad) મકાનોની લોટરી અંગે જાહેરાત કરી હતી.

    મ્હાડાના આ સસ્તા ઘરો મોટાભાગે ઉપનગરમાં છે. આ ઘરો પહાડી-ગોરેગાંવ, એન્ટોપ  હિલ, વિક્રોલી અને કલ્યાણમાં હશે, જેમાં ગોરેગામમાં 3,015 ઘરમાંથી 2,683  નાના અને મધ્ય સમુહ માટે આ ઘર હશે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકી આપનારે બોમ્બ ડિફ્યુઝ કરવા માટે માંગી અધધ આટલા કરોડની ખંડણી- પોલીસે શરૂ કરી તપાસ

    મ્હાડાએ ડ્રોમાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટમાં(under construction project) ઘરોનો સમાવેશ ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે એવી માહિતી મળી રહી છે કે વર્તમાન પ્રોજેક્ટમાં જે મકાનો આગામી 6 મહિના કે એક વર્ષમાં પૂર્ણ થઈ શકે છે અને રહેઠાણનું પ્રમાણપત્ર મેળવી શકશે તે ડ્રોમાં સામેલ થશે.
     

  • મ્હાડાના ઘર લેવા ઇચ્છુક છો? તો જાણી લેજો મ્હાડાની લોટરીની આવક મર્યાદામાં થયેલા આ ફેરફાર… જાણો વિગતે

    મ્હાડાના ઘર લેવા ઇચ્છુક છો? તો જાણી લેજો મ્હાડાની લોટરીની આવક મર્યાદામાં થયેલા આ ફેરફાર… જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં ઘર ખરીદવા(House buying) માંગતા લોકો માટે આ મહત્વના સમાચાર છે. MHADA હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં(Housing projects) ઘરની લોટરીમાં(House Lottery) માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મર્યાદા હવે ઈકોનોમિકલી વીકર સેકશન(Economically Weaker Section) એટલે કે અત્યંત ઓછી આવક ધરાવતા ગ્રુપ માટે વાર્ષિક રૂ. 6 લાખ, લો ઈન્કમ ગ્રુપ(Low Income Group) માટે રૂ. 6 લાખથી 9 લાખ,  મિડલ ઈન્કમ ગ્રુપ(Middle Income Group) માટે રૂ. 9 લાખથી 12 લાખ અને હાઈઅર ઈન્કમ ગ્રુપ(Higher Income Group) માટે રૂ. 12લાખ થી 18 લાખ કરવામાં આવી છે. 

    હાઉસિંગ ડિપાર્ટમેન્ટે(Housing Department) બુધવારે (25 મે) ના રોજ આ અંગે એક ચુકાદો જારી કર્યો છે. આવક મર્યાદા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR), પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) તેમજ 10 લાખથી વધુ વસ્તી ધરાવતી સ્થાનિક સંસ્થાઓને લાગુ પડશે.

    મ્હાડાના ડ્રોમાં ઈકોનોમિકલી વીકર સેકશન,  લો ઈન્કમ ગ્રુપ, મિડલ ઈન્કમ ગ્રુપ અને હાઈઅર ઈન્કમ ગ્રુપ છે. આ આવક જૂથ માટે ચોક્કસ આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આવક મર્યાદા અનુસાર અરજી ભરવી ખૂબ જ જરૂરી છે. આ આવક મર્યાદા અનુસાર, ઉમેદવારોએ ડ્રોમાં ઘર માટે અરજી ભરવાની રહેશે. હવે MHADA હાઉસિંગ લોટ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. 

    આ સમાચાર પણ વાંચો : હવે મુંબઈના દરેક વોર્ડમાં પાર્કિંગ મળશે. BMC પ્લોટ શોધી રહી છે. જાણો નવી યોજના..

    આ ઉપરાંત બાકીના મહારાષ્ટ્રની આવક મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તદનુસાર, ઈકોનોમીકલી વીકર સેકશન માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 4,50,000,  લો ઈન્કમ ગ્રુપ માટે રૂ. 4,50,001 થી 7,50,000 વાર્ષિક, મિડલ ઈન્કમ ગ્રુપ માટે વાર્ષિક રૂ. 7,50,001 થી રૂ. 12,00,000 પ્રતિ વર્ષ નક્કી કરવામાં આવી છે.