Tag: Human Rights Day

  • Human Rights Day Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ NHRC આયોજિત માનવ અધિકાર દિવસની ઉજવણીને કર્યું સંબોધન, હિતધારકોને કરી આ અપીલ…

    News Continuous Bureau | Mumbai

    Human Rights Day Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે (10 ડિસેમ્બર, 2024) ​​નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આયોજિત માનવ અધિકાર દિવસની ઉજવણીમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું.  

    આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતે પોતાની 5,000 વર્ષથી વધુ જૂની સંસ્કૃતિના વારસા સાથે સહાનુભૂતિ, કરુણા અને સુમેળભર્યા સમુદાયમાં વ્યક્તિઓના આંતર-જોડાણના મૂલ્યોને સમર્થન આપ્યું છે. આ મૂલ્યોના આધારે, NHRC અને SHRC જેવી સંસ્થાઓ, નાગરિક સમાજ, માનવાધિકાર રક્ષકો, વિશેષ સંવાદદાતાઓ અને વિશેષ નિરીક્ષકો, બધા માટે માનવ અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કાર્યરત છે. તેમણે ઉલ્લંઘનોને દૂર કરવા, જાગરૂકતા વધારવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારોને જાળવી રાખવા માટે નીતિમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં NHRC દ્વારા સક્રિય ભૂમિકાની પ્રશંસા કરી હતી.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત તમામ નાગરિકોને નાગરિક અને રાજકીય અધિકારોની બાહેંધરી આપવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ છે. સરકાર તમામ માટે આવાસ, સ્વચ્છ પીવાનું પાણી, સુધારેલ સ્વચ્છતા, વીજળી, રાંધણગેસ અને નાણાકીય સેવાઓથી લઈને આરોગ્યસંભાળ અને શિક્ષણ માટે સંખ્યાબધ્ધ સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક અધિકારોની બાંયધરી આપે છે. મૂળભૂત જરૂરિયાતોની જોગવાઈને અધિકારોની બાબત તરીકે જોવામાં આવે છે.

    રાષ્ટ્રપતિએ ( Human Rights Day Droupadi Murmu ) કહ્યું કે જેમ જેમ આપણે ભવિષ્યમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આપણે ઉભરતા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. સાયબર ક્રાઈમ અને ક્લાઈમેટ ચેન્જ માનવ અધિકારો માટે નવા જોખમો છે. ડિજિટલ યુગ, પરિવર્તનશીલ હોવા છતાં, તેની સાથે સાયબર ધમકીઓ, ડીપફેક, ગોપનીયતાની ચિંતાઓ અને ખોટી માહિતીનો ફેલાવો જેવા જટિલ મુદ્દાઓ લાવ્યા છે. આ પડકારો દરેક વ્યક્તિના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતા સુરક્ષિત, સંરક્ષિત અને ન્યાયપૂર્ણ ડિજિટલ વાતાવરણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂકે છે.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે આપણા રોજબરોજના જીવનમાં પ્રવેશી ચૂક્યું છે, જે ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને ઘણી નવી સમસ્યાઓ ઊભી પણ કરે છે. માનવ અધિકાર પર અત્યાર સુધીની ચર્ચા માનવ એજન્સી પર કેન્દ્રિત રહી છે, એટલે કે, ઉલ્લંઘન કરનારને માનવી માનવામાં આવે છે, જેમાં કરુણા અને અપરાધ જેવી માનવીય લાગણીઓ હોય છે. જો કે AIની સાથે ગુનેગાર એક બિન-માનવ પરંતુ બુદ્ધિશાળી એજન્ટ હોઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો : UPSC Mains Result: UPSCએ સિવિલ સર્વિસીસ (મેન્સ) પરીક્ષા 2024ના પરિણામો કર્યા જાહેર, જાણો વિગતે..

    રાષ્ટ્રપતિએ (   Droupadi Murmu ) કહ્યું કે જળવાયુ પરિવર્તન આપણને વૈશ્વિક સ્તરે માનવ અધિકારની વિચારસરણીની સમીક્ષા કરવા દબાણ કરે છે. એક અલગ સ્થળ અને અલગ યુગના પ્રદૂષકો બીજા સ્થાને અને બીજા સમયગાળાના લોકોના જીવનને અસર કરી રહ્યા છે. ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતે જળવાયુની કાર્યવાહીમાં યોગ્ય રીતે નેતૃત્વ લીધું છે. સરકારની પહેલ, જેમ કે 2022 એનર્જી કન્ઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ, ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ, અને લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ, અથવા LiFE, મૂવમેન્ટ, ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળો ગ્રહ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રદર્શન છે.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં માનસિક સ્વાસ્થ્ય મુદ્દો વધુને વધુ મહત્વપૂર્ણ બની ગયો છે, ખાસ કરીને આપણા બાળકો અને યુવાનો માટે. તેમણે તમામ હિતધારકોને આપણા બાળકો અને યુવાનોને અસર કરતા તણાવને દૂર કરવા માટે પર્યાપ્ત પગલાં શરૂ કરવા અપીલ કરી હતી. તેમણે વ્યાપારી નેતાઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી કે વધતી જતી ‘ગીગ ઇકોનોમી’ ગીગ કામદારોના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર ન કરે. જેમ જેમ આપણે નવા આર્થિક મોડલને અપનાવીએ છીએ, આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ વ્યક્તિઓ, ખાસ કરીને નબળા ક્ષેત્રોમાંની સુખાકારી પ્રાથમિકતા રહે. આપણે બધાએ માનસિક બીમારી સાથે સંકળાયેલા કોઈપણ કલંકને દૂર કરવા, જાગૃતિ લાવવા અને તેની જરૂરિયાતવાળા લોકોને મદદ પૂરી પાડવા માટે કામ કરવું જોઈએ.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે માનવ અધિકાર દિવસ ( Human Rights Day ) પર આપણે ન્યાય, સમાનતા અને ગૌરવના મૂલ્યો માટે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનું નવીનીકરણ કરવું જોઈએ જે આપણા રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરે છે. જેમ જેમ આપણે આપણા સમયના પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખીએ છીએ, આપણે દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારોનું સમર્થન કરવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે કોઈ પાછળ ન રહી જાય. તેમણે કહ્યું કે સાથે મળીને, સતત પ્રયત્નો અને એકતા દ્વારા, આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ જેમાં દરેક વ્યક્તિ, વય, પૃષ્ઠભૂમિ અથવા સંજોગોને ધ્યાનમાં લીધા વિના, ગૌરવ, તક અને પરિપૂર્ણતાનું જીવન જીવવા માટે સશક્ત બને.

    આ સમાચાર પણ વાંચો  : Mohan Yadav PM Modi: મધ્યપ્રદેશના CM ડૉ મોહન યાદવે PM મોદી સાથે કરી મુલાકાત, PMOએ શેર કરી આ પોસ્ટ.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

  • Human Rights Day Jagdeep Dhankhar: માનવ અધિકાર દિવસ પર રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરે કર્યું સંબોધન, જાણો શું કહ્યું ??

    News Continuous Bureau | Mumbai

    Human Rights Day Jagdeep Dhankhar: માનનીય સભ્યો, આજે, 10મી ડિસેમ્બર 2024ના રોજ, 1948માં યુનાઈટેડ નેશન્સ દ્વારા અપનાવવામાં આવેલ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાની 76મી વર્ષગાંઠની ઉજવણી કરીએ છીએ. આ દસ્તાવેજ વિશ્વભરમાં માનવ ગરિમા, સમાનતા અને ન્યાય માટે પાયાનો પથ્થર છે, જે જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા અથવા વિશ્વાસની ચિંતા કર્યા વગર તમામ વ્યક્તિઓના અધિકારોની પુષ્ટિ કરે છે. તેના 30 અનુચ્છેદ સ્વતંત્રતા અને સમાનતા માટેની માનવતાની ( Human Rights Day ) સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.  

    માનનીય સભ્યો, આ વર્ષની થીમ, “અમારા અધિકારો, અમારું ભવિષ્ય, અત્યારે,” વધુ શાંતિપૂર્ણ, સમાનતાવાદી, ન્યાયી અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં માનવ અધિકારોની પરિવર્તનશીલ શક્તિ પર ભાર મૂકે છે. માનવ અધિકાર વૈશ્વિક પડકારોને સંબોધવામાં અને વ્યક્તિઓ અને સમુદાયોને સશક્તિકરણ કરવામાં અમને માર્ગદર્શન આપે છે. જ્યારે અમે ( Human Rights Day Jagdeep Dhankhar ) કરવામાં આવેલી પ્રગતિ પર વિચાર કરીએ છીએ, તો અમે આ અધિકારોના રક્ષણ અને સંવર્ધન માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ છીએ.

    આ સમાચાર પણ વાંચો : Rajya Sabha Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ-રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ઘનખર સામે વિપક્ષે ચડાવી બાયો, અધ્યક્ષ વિરુદ્ધ લાવવામાં આવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ, આપી નોટિસ

    ભારત હંમેશા આ સાર્વત્રિક આદર્શોનું ગૌરવપૂર્ણ હિમાયતી રહ્યું છે. હજારો વર્ષોની આપણી સભ્યતાના સિદ્ધાંતોએ આ મૂલ્યોને સંવર્ધન અને ખીલવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેના તમામ નાગરિકોને ગૌરવપૂર્ણ જીવન અને સમાન તકો સુનિશ્ચિત કરવાની ઘોષણાની ભાવનાનો પડઘો પાડ્યો છે. લોકોના પ્રતિનિધિઓ તરીકે, અમે ( Jagdeep Dhankhar ) અમારા રાષ્ટ્રમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનું રક્ષણ અને મજબૂતીકરણ થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી નિભાવીએ છીએ. આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠના મહત્વના અવસર પર, ચાલો આપણે એવી દુનિયા તરફ કામ કરવાનો સંકલ્પ કરીએ કે જ્યાં દરેક વ્યક્તિ સન્માન સાથે, જુલમથી મુક્ત રહી શકે અને તેમની ક્ષમતાઓને પૂર્ણ કરવાની સમાન તકો સાથે જીવી શકે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • Droupadi Murmu Human Rights Day : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિજ્ઞાન ભવનમાં ઉજવવામાં આવતા માનવ અધિકાર દિવસ પર આપશે હાજરી, કાર્યક્રમ પછી આ વિષય પર યોજાશે નેશનલ કોન્ફરન્સ..

    News Continuous Bureau | Mumbai 

    Droupadi Murmu Human Rights Day : માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ (યુડીએચઆર)ની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે, જેને 1948માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યો હતો. યુ.ડી.એચ.આર. માનવાધિકારોના રક્ષણ અને પ્રમોશન માટે વૈશ્વિક બેંચમાર્ક તરીકે સેવા આપે છે. ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) માનવ અધિકાર દિવસને દુનિયાભરના વિવિધ હિતધારકો માટે તેમની કામગીરી અને જવાબદારીઓ પર ચિંતન કરવાની તક તરીકે જુએ છે, જેથી તેઓ માનવાધિકારોના ઉલ્લંઘનમાં યોગદાન ન આપે તેની ખાતરી કરી શકાય.  

    યુ.ડી.એચ.આર. એ સિદ્ધાંતને મૂર્તિમંત કરે છે કે તમામ માનવીઓ ( Human Rights Day ) મુક્ત અને સમાન જન્મે છે, જેમાં જીવન, સ્વતંત્રતા અને સલામતીનો અધિકાર છે, કાયદા સમક્ષ સમાનતા, અને વિચાર, અંતરાત્મા, ધર્મ, અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ સિદ્ધાંતનું પ્રતિબિંબ ભારતના બંધારણ અને માનવ અધિકાર સંરક્ષણ ધારા (પીએચઆરએ), 1993માં પણ જોવા મળે છે, જેણે 12મી ઓક્ટોબર, 1993ના રોજ ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)ની સ્થાપના માટે કાયદાકીય માળખું પૂરું પાડ્યું હતું.

    10 મી ડિસેમ્બર, 2024 રોજ માનવ અધિકાર દિવસ નિમિત્તે, એનએચઆરસી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનના પૂર્ણ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ( Droupadi Murmu )   આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એનએચઆરસી, ભારતનાં કાર્યકારી અધ્યક્ષ વિજયા ભારતી સયાની, મહાસચિવ ભરત લાલ તેમજ વરિષ્ઠ અધિકારીઓ, વૈધાનિક પંચનાં સભ્યો, એસએચઆરસી, રાજદ્વારીઓ, નાગરિક સમાજ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહેશે.

    આ કાર્યક્રમ પછી ‘માનસિક સુખાકારી: વર્ગખંડથી કાર્યસ્થળ સુધી તણાવને નેવિગેટ કરવા’ વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાશે. આ ત્રણ સત્રોમાં ‘બાળકો અને કિશોરોમાં તણાવ’, ‘ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં માનસિક સ્વાસ્થ્યના પડકારો’, અને ‘કાર્યસ્થળો પર તણાવ અને બળતરા’નો સમાવેશ થાય છે. આ પરિષદનો ઉદ્દેશ જીવનના વિવિધ તબક્કે તણાવની મનોવૈજ્ઞાનિક અસરોનું અન્વેષણ કરવાનો છે – શિક્ષણથી લઈને રોજગાર સુધી અને વિવિધ ક્ષેત્રોમાં માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ભલામણો સૂચવવાનો છે.

    આ વર્ષના માનવ અધિકાર દિવસનો ( Droupadi Murmu Human Rights Day  ) વિષય “અમારા અધિકારો, આપણું ભવિષ્ય, રાઇટ નાઉ” એ બાબત પર ભાર મૂકે છે કે માનવ અધિકારો માત્ર મહત્ત્વાકાંક્ષી જ નથી, પરંતુ વ્યક્તિઓ અને સમુદાયોને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે સશક્ત બનાવવા માટેનું એક વ્યવહારુ સાધન પણ છે. માનવ અધિકારોની પરિવર્તનકારી સંભવિતતાને અપનાવવાથી વધારે શાંતિપૂર્ણ, ન્યાયપૂર્ણ અને સ્થાયી વિશ્વનું નિર્માણ કરવામાં મદદ મળી શકે છે. હવે સમય આવી ગયો છે કે માનવીય ગૌરવના મૂળમાં રહેલા ભવિષ્ય માટે વૈશ્વિક કાર્યવાહીને નવીકરણ આપવામાં આવે.

    કમિશને નાગરિક અને રાજકીય બંને અધિકારો તેમજ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોના રક્ષણની ખાતરી કરવા માટે સતત કામ કર્યું છે. તેણે સરકારી નીતિઓ અને કાર્યક્રમોમાં માનવાધિકાર-કેન્દ્રિત અભિગમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં, અને વિવિધ પહેલો દ્વારા જાહેર સત્તાવાળાઓ અને નાગરિક સમાજમાં જાગૃતિ લાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર માનવાધિકારોની ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે અને નાગરિક સમાજ, એનજીઓ, માનવાધિકારોના રક્ષકો, નિષ્ણાતો, વૈધાનિક આયોગના સભ્યો, રાજ્ય માનવાધિકાર પંચો અને સરકારી અધિકારીઓ સાથે સંવાદમાં જોડાય છે.

    આ સમાચાર પણ વાંચો  : Millet PLI Scheme: બાજરી આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકાર, ₹800 કરોડના ખર્ચે શરૂ કરી આ યોજના..

    એનએચઆરસી ( NHRC ) , ભારત દ્વારા 12 ઓક્ટોબર, 1993થી 30 નવેમ્બર, 2024 સુધી અસંખ્ય સ્પોટ ઇન્વેસ્ટિગેશન્સ, ઓપન હિયરિંગ અને કેમ્પ મીટિંગ્સ હાથ ધરવામાં આવી છે. ત્રણ દાયકાથી વધુ સમય દરમિયાન તેણે કુલ 23,14,794 કેસ નોંધ્યા હતા અને સુઓ મોટુ સંજ્ઞાન પર આધારિત 2,880 કેસો સહિત 23,07,587 કેસોનો નિકાલ કર્યો હતો, જેમાં માનવાધિકાર ઉલ્લંઘનના પીડિતોને નાણાકીય રાહત તરીકે આશરે રૂ. 256.57 લાખની ભલામણ કરવામાં આવી હતી.

    છેલ્લા એક વર્ષ દરમિયાન, 1 ડિસેમ્બર, 2023 થી 30 નવેમ્બર, 2024 સુધી, એનએચઆરસી, ભારતમાં 65,973 કેસ નોંધાયા હતા અને 66,378 કેસોનો નિકાલ કર્યો હતો, જેમાં અગાઉના વર્ષોના કેસોનો પણ સમાવેશ થાય છે. તેણે 109 કેસોમાં સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું અને ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન માનવાધિકારના ઉલ્લંઘનનો ભોગ બનેલા લોકોને નાણાકીય રાહત પેટે રૂ. 17,24,40,000/ની ભલામણ કરી હતી. આયોગે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક શિબિર પણ યોજી હતી.

    ભારતમાં એનએચઆરસીની અસર તેની અસંખ્ય ખરડાઓ, કાયદાઓ, પરિષદો, સંશોધન પ્રકલ્પો, 31 સલાહકારો અને 100થી વધારે પ્રકાશનોની સમીક્ષાઓ દ્વારા જોવા મળે છે, જેમાં માસિક ન્યૂઝલેટર્સ અને મીડિયા રિપોર્ટ્સ સામેલ છે. આ તમામ બાબતો માનવાધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવાના તેના પ્રયાસોની સાબિતી આપે છે. જારી કરવામાં આવેલી સલાહોમાં બાળ યૌન શોષણની સામગ્રી (CSAM), વિધવાઓના અધિકારો, ખોરાકનો અધિકાર, આરોગ્ય, માનસિક સ્વાસ્થ્ય, અનૌપચારિક કામદારોના અધિકારો અને પર્યાવરણીય પ્રદૂષણ સહિત અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

    એનએચઆરસીએ દેશના ( Central Government ) વિવિધ પ્રદેશોમાં માનવાધિકારોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 14 વિશેષ સહયોગીઓની નિમણૂક કરી છે. આ સહયોગીઓ આશ્રયસ્થાનો, જેલો અને સમાન સંસ્થાઓની મુલાકાત લે છે, અને ભવિષ્યની કાર્યવાહી માટેની ભલામણો સાથે અહેવાલો તૈયાર કરે છે. વધુમાં, 21 સ્પેશિયલ મોનિટર્સ ચોક્કસ માનવાધિકાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમના તારણો કમિશનને રિપોર્ટ કરે છે.

    કમિશને વિવિધ માનવાધિકાર થીમ્સ પર ૧૨ મુખ્ય જૂથોની સ્થાપના કરી છે અને ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે નિષ્ણાતો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે નિયમિતપણે ચર્ચા કરે છે. તે માનવાધિકારના વિવિધ મુદ્દાઓ પર હિસ્સેદારો સાથે ઓપન હાઉસ ચર્ચાઓનું પણ આયોજન કરે છે. પાછલા એક વર્ષમાં, તેણે માનવ અધિકારોના વિવિધ પાસાઓ પર કેટલીક કોર ગ્રુપ મીટિંગ્સ, ઓપન હાઉસ ચર્ચાઓ અને રાષ્ટ્રીય પરામર્શનું આયોજન કર્યું હતું.

    એનએચઆરસી, ભારત કેન્દ્ર અને રાજ્ય સરકારો, પેરાસ્ટેટલ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ અને માનવાધિકારોના રક્ષકો સાથે માનવ અધિકારોના રક્ષણ અને પ્રોત્સાહન માટે સતત સહયોગ કરી રહ્યું છે. આ વર્ષે, કમિશને આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ સહિત અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓને માનવ અધિકારોની ઊંડી સમજથી સજ્જ કરવા માટે સંવેદનશીલ બનાવવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેથી તેઓ તેમના સંબંધિત સંગઠનોમાં આ જ્ઞાનની આપ-લે કરી શકે.

    કમિશને આશરે 55 સહયોગી વર્કશોપ, 06 મૂટ કોર્ટ સ્પર્ધાઓ અને વિવિધ ઇન્ટર્નશિપનું પણ આયોજન કર્યું હતું, જેનો લાભ દેશભરના વિદ્યાર્થીઓને મળ્યો હતો. ૪૪ યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ માનવાધિકારો અને તેમની સુરક્ષા પદ્ધતિઓ અંગેના અભિગમ માટે કમિશનની મુલાકાત લીધી હતી. વધુમાં, તેણે માનવ અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે કેન્દ્રીય અર્ધ-લશ્કરી દળો અને રાજ્ય પોલીસ સંગઠનો માટે ચર્ચાઓનું આયોજન કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  : Rising Rajasthan Global Investment Summit: PM મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું કર્યું ઉદઘાટન, કહ્યું, ‘ભારતનો માળખાગત ખર્ચ અધધ આટલા ટ્રિલિયન રૂપિયા થઈ ગયો છે.’

    એનએચઆરસી, ભારત અનેક કેસોમાં હસ્તક્ષેપ કરે છે, જેમાં કાર્યસ્થળ પર મહિલાઓની સતામણીને દૂર કરવા માટે રમતગમતની સંસ્થાઓને નોટિસ ફટકારવી, ઘરવિહોણા લોકોને મફત આવાસની ભલામણ કરવી, કોમી રમખાણોનો ભોગ બનેલા લોકોને વળતર આપવું અને કુદરતી આફતોને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસનમાં મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે. તેણે દેવામાં ડૂબેલા ખેડૂતો દ્વારા આત્મહત્યાના કેસોમાં પણ હસ્તક્ષેપ કર્યો છે અને હેન્સેનના રોગથી પીડાતી વ્યક્તિઓ સાથે ભેદભાવ રાખતા 97 કાયદાઓમાં સુધારાની ભલામણ કરી છે.

    કમિશને એચઆરસીનેટ પોર્ટલ મારફતે તેની પહોંચને વિસ્તૃત કરી છે, જે રાજ્યના અધિકારીઓ સાથે જોડાય છે અને વ્યક્તિઓને ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની અને વાસ્તવિક સમયમાં તેમની સ્થિતિ પર નજર રાખવાની મંજૂરી આપે છે. આ પોર્ટલ પાંચ લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર્સ અને નેશનલ ગવર્નમેન્ટ સર્વિસીસ પોર્ટલ સાથે જોડાયેલું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Human Rights Day: આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છે.

    Human Rights Day: આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છે.

    News Continuous Bureau | Mumbai

    Human Rights Days: આજે માનવ અધિકાર દિવસ છે. તારીખ 1948 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના દત્તક અને ઘોષણાને માન આપવા માટે પસંદ કરવામાં આવી હતી.