Tag: Humid

  • Mumbai Weather alert : મુંબઈ, થાણે, રાયગઢ ગરમ થશે; આગામી ત્રણ દિવસ ગરમી માટે ‘યલો એલર્ટ’..

    Mumbai Weather alert : મુંબઈ, થાણે, રાયગઢ ગરમ થશે; આગામી ત્રણ દિવસ ગરમી માટે ‘યલો એલર્ટ’..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Weather alert: મહારાષ્ટ્રમાં હાલ એક તરફ કમોસમી વરસાદ, તો બીજી તરફ હીટવેવની અસર જોવા મળી રહી છે. દરમિયાન મુંબઈ અને થાણે સહિત કોંકણમાં આજથી ફરી ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ, થાણે, રાયગઢ ( Raigad ) , રત્નાગીરીમાં યલો હીટ એલર્ટ ( IMD yellow Alert ) આપવામાં આવ્યું છે. એટલે નાગરિકોને ઘરની બહાર નિકળતી વખતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

    Mumbai Weather alert : તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના

    ઉપરોક્ત ત્રણ રાજ્યમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હોવાથી શહેરીજનોને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. અગાઉ 15 અને 16 એપ્રિલે મુંબઈમાં ઘણી જગ્યાએ તાપમાનમાં વધારો થયો હતો. તે સમયે નવી મુંબઈ (Mumbai ) માં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ, પનવેલમાં 43 ડિગ્રી સેલ્સિયસ હતો.

    આ સમાચાર પણ વાંચો : Heatwave : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો..

    Mumbai Weather alert : આ ભાગમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

    એક તરફ મુંબઈ, થાણે, રાયગઢમાં તાપમાન ઉંચકાશે તો વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી ચારથી પાંચ દિવસમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે જ વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની શક્યતા છે. વિદર્ભ, મરાઠવાડામાં એક સપ્તાહથી વરસાદની હાજરી છે. હવે સાતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, ધારાશિવ, લાતુર, નાંદેડ પરભણી, હિંગોલી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પુણે, નગર, જાલના, જલગાંવ, વાશિમ, યવતમાલ, વર્ધા, ચંદ્રપુર, ગઢચિરોલી જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી છે.