Tag: iit mumbai

  • Mumbai: આજે ફરી મુંબઈમાં પાણી પુરવઠાને થશે અસર, કયાંક પાણીકપાત તો ક્યાંક સંપૂર્ણપણે પાણી બંધ રહેશે..  જાણો સમય..

    Mumbai: આજે ફરી મુંબઈમાં પાણી પુરવઠાને થશે અસર, કયાંક પાણીકપાત તો ક્યાંક સંપૂર્ણપણે પાણી બંધ રહેશે.. જાણો સમય..

    News Continuous Bureau | Mumbai

    Mumbai: મુંબઈગરાઓ ગત એક અઠવાડિયાથી પાણી (Water) માટે હેરાન થઈ રહ્યા છે. ગયા ગુરુવારે વેરાવલી ખાતે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે પશ્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠાને ફટકો પડ્યો હતો. પાઈપલાઈનના સમારકામને 50 કલાકથી વધુ સમય બાદ બુધવારના પણ પશ્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો નહોતો. તેમાં હવે આજે મલબાર હિલ (Malabar Hill) જળાશયના રીઝર્વિયરની નિષ્ણાતો મુલાકાત લેવાના છે, તેથી રિઝવિયરના કમ્પાર્ટમેન્ટ- 2ને ખાલી કરવામાં આવવાનું હોવાને કારણે દક્ષિણ મુંબઈ (South Mumbai) ના કફ પરેડ (Cuff Parade) સહિતના પાંચ વોર્ડમાં આજે પાણીપુરવઠો બંધ રહેવાનો છે. તેથી, મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ મુંબઈકરોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

    મલબાર હિલ જળાશયના પુનઃનિર્માણ કાર્ય માટે IIT મુંબઈના પ્રોફેસરો, સ્થાનિક નિષ્ણાત નાગરિકો, મ્યુનિસિપલ અધિકારીઓનો સમાવેશ કરતી નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ વર્તમાન દરખાસ્તની સમીક્ષા કરશે અને યોગ્ય પગલાં સૂચવશે તેવી અપેક્ષા છે. તેથી, મલબાર હિલ જળાશયમાં કપ્પા નંબર 2 નું આંતરિક નિરીક્ષણ નિષ્ણાત સમિતિ દ્વારા આજે હાથ ધરવામાં આવશે. આ કારણોસર જળાશય કમ્પાર્ટમેન્ટ નંબર 2 ખાલી કરવું જરૂરી છે. તેથી કેટલાક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ઘટાડવો પડશે.

    નિરીક્ષણ ક્યારે થશે?

    ગુરુવાર, 7 ડિસેમ્બર, 2023 એટલે કે આજે  સવારે 8 થી 10, નિષ્ણાત સમિતિ આ બે કલાકના સમયગાળા દરમિયાન જળાશયનું આંતરિક નિરીક્ષણ કરશે. તેના માટે  જળાશય કમ્પાર્ટમેન્ટ નંબર 2 ખાલી કરવાથી મુંબઈ શહેરમાં પાણી પુરવઠાને અસર થશે.

    >> વિભાગ ‘A’-

    કફ પરેડ અને આંબેડકર નગર – (સવારે 11.20 થી બપોરે 1.45 વાગ્યા સુધી નિયમિત પાણી પુરવઠાનો સમય) – આ સ્થળોએ 100 ટકા પાણી પુરવઠો બંધ રહેશે.

    આ સમાચાર પણ વાંચો : Natural face wash : ચહેરો ધોવા મોંઘા ફેસ વોશને બદલે ઘરમાં રહેલી આ ચીજોનો ઉપયોગ કરો, સ્કિન બનશે સુંદર અને ચમકદાર

    નરીમાન પોઈન્ટ અને જી. ડી. સોમાણી – (પાણી પુરવઠાનો નિયમિત સમય બપોરે 1.45 થી 3 વાગ્યા સુધી) – પાણી પુરવઠામાં 50 ટકા પાણી પુરવઠો કરવામાં આવશે.

    લશ્કરી ક્ષેત્ર- (નિયમિત પાણી પુરવઠાનો સમય – 24 કલાક) – પાણી પુરવઠામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

    મલબાર હિલ અને આઝાદ મેદાન જળાશયમાંથી પાણી પુરવઠો મેળવતા ‘A’ વિભાગના તમામ વિસ્તારો (ઉપરના વિભાગને બાદ કરતાં) – પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો.

    >>સી વિભાગ-

    મલબાર હિલ અને આઝાદ મેદાન જળાશયમાંથી પાણી પુરવઠો મેળવતા ‘C’ વિભાગના તમામ વિસ્તારો – પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો.

    >>વિભાગ ડી-

    પેડર રોડ- (પાણી પુરવઠાનો નિયમિત સમય – બપોરે 1 વાગ્યાથી રાત્રે 10.30 વાગ્યા સુધી) – પાણી પુરવઠામાં 20 ટકાનો ઘટાડો થશે.

    મલબાર હિલ અને આઝાદ મેદાન જળાશયમાંથી પાણી પુરવઠો મેળવતા ‘ડી’ વિભાગના તમામ વિસ્તારો (ઉપરોક્ત વિભાગને બાદ કરતાં) પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

    >> જી ઉત્તર અને જી દક્ષિણ વિભાગ-

    સીધો પાણી પુરવઠો ધરાવતા જી ઉત્તર અને જી દક્ષિણ વિભાગના તમામ વિભાગો – પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.

    7 ડિસેમ્બર, ગુરુવારે જણાવ્યા મુજબ પાણી આપવામાં આવશે. તેમજ કેટલીક જગ્યાએ પાણીનું દબાણ ઓછું રહેશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે આ પાણી ઘટાડા દરમિયાન જળાશયના સ્તરને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે વિભાગવાર પાણીનો સમય બદલવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકાના વહીવટીતંત્રે આ સમયગાળા દરમિયાન પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અને મહાનગરપાલિકાને સહકાર આપવાની અપીલ કરી છે.

  • Lower Parel Bridge : લાલબાગ-પરેલકરોની ચિંતા થશે દૂર! લગભગ પાંચ વર્ષ પછી લોઅર પરેલ ફ્લાયઓવરની એક લેન આ તારીખથી લોકો માટે ખુલશે.. 

    Lower Parel Bridge : લાલબાગ-પરેલકરોની ચિંતા થશે દૂર! લગભગ પાંચ વર્ષ પછી લોઅર પરેલ ફ્લાયઓવરની એક લેન આ તારીખથી લોકો માટે ખુલશે.. 

    News Continuous Bureau | Mumbai 

    Lower Parel Bridge : છેલ્લા પાંચ વર્ષથી અટવાયેલો લોઅર પરેલ બ્રિજ શરૂ થવાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કારણ કે બ્રિજની બીજી બાજુનો એક માર્ગ 18મીએ ખુલ્લો મુકવામાં આવશે. લોઅર પરેલથી પ્રભાદેવી(prabhadevi) સુધીનો રૂટ 3 જૂને શરૂ કરવામાં આવ્યો હતો. સોમવારે લોઅર પરેલથી કરીરોડ સુધીનો માર્ગ ખોલવામાં આવશે. આ પુલ પ્રભાદેવી, વરલી, કરીરોડ અને લોઅર પરેલના રહેવાસીઓ તેમજ કામ માટે લોઅર પરેલના રોજિંદા મુસાફરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    એવું જાણવા મળ્યું છે કે લોઅર પરેલ ફ્લાયઓવર(fly over) બ્રિજ પરનો બીજો માર્ગ ગણેશોત્સવની પૂર્વસંધ્યાએ એટલે કે આવતા સોમવારથી ખોલવામાં આવશે. દિલાઈ રોડ, વરલી, લોઅર પરેલ, દાદર સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોને મોટી રાહત થશે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી અટવાયેલો લોઅર પરેલનો પુલ આખરે ખુલ્લો મુકવામાં આવશે. ગણેશોત્સવ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પરંતુ હવે, વરલી, દાદર તરફ જતો માર્ગ ડિલે રોડથી શરૂ કરવામાં આવશે, તે જોઈ શકાય છે કે ટ્રાફિકની ભીડ થોડી હદ સુધી ઘટી છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના રહીશોને આ વિસ્તારમાં ટ્રાફિકજામનો સામનો કરવો પડતો હતો. 2018માં IIT મુંબઈએ આ પુલને ખતરનાક જાહેર કર્યો હતો અને તરત જ તેને તોડી પાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારપછી આવેલા કોરોનાને કારણે બે વર્ષ માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પછી રેલવેની કેટલીક પરમિશનને કારણે બીજું એક વર્ષ પસાર થઈ ગયું હતું. પરંતુ, હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બ્રિજનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે સોમવારથી આ બ્રિજ પરનો બીજો રસ્તો ખુલ્લો જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો : Joe Biden : અમેરિકી રાષ્ટ્રપતિની બાયડેનનો દીકરો હંટર બાયડેન દોષિત જાહેર, જાણો શું છે મામલો

    લોઅર પરેલ બ્રિજ એ લાલબાગ, પરેલ, વરલી, પ્રભાદેવીને જોડતી લિંક છે..

    રેલવે એડમિનિસ્ટ્રેશન, IIT મુંબઈ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સેફ્ટી ઓડિટ બાદ લોઅર પરેલ રેલ્વે બ્રિજને જોખમી જાહેર કરવામાં આવ્યો હતો અને તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આથી લોઅર પરેલ રેલ્વે બ્રિજ જાહેર સલામતી માટે 24 જુલાઈથી વાહનોની અવરજવર અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજ બંધ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની સ્થાનિક નાગરિકોએ બૂમો પાડી હતી. આ પછી મ્યુનિસિપલ, રેલવે, આઈઆઈટી અને સ્થાનિક પ્રતિનિધિઓએ ફરીથી પુલનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ બ્રિજને માત્ર રાહદારીઓ માટે ખુલ્લો કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પુલ બંધ થયાને એક માસ જેટલો સમય વીતી જવા છતાં પુલનું કામ શરૂ થયું નથી. પુલ બંધ થવાના કારણે આસપાસના વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે કામગીરી શરૂ કરી પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવે તેવી નાગરિકો માંગ કરી રહ્યા હતા. ત્યાર બાદ બ્રિજનું કામ શરૂ થયું, પરંતુ તે પૂર્ણ થયું ન હતું.
    લોઅર પરેલ બ્રિજ એ લાલબાગ, પરેલ, વરલી, પ્રભાદેવીને જોડતી લિંક છે. ગણેશોત્સવ દરમિયાન પરેલના લાલબાગમાં ભારે ભીડ હોય છે. આ સમયગાળા દરમિયાન, લોઅર પરેલ પુલ પરિવહન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પુલ બનાવવાના કારણે આ રસ્તો સદંતર બંધ હતો. આ રીતે ગણેશોત્સવ નિમિત્તે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવનાર હોવાથી લાલબાગ-પરેલકરને ટ્રાફિક જામમાંથી ખરેખર રાહત મળશે.

  • દક્ષિણ મુંબઈના 150 વર્ષ જૂના આ ફ્લાયઓવર પાસેના બાંધકામ તોડી પડાશે- સ્થાનિકો આક્રમક થવાનો BMCને ડર

    દક્ષિણ મુંબઈના 150 વર્ષ જૂના આ ફ્લાયઓવર પાસેના બાંધકામ તોડી પડાશે- સ્થાનિકો આક્રમક થવાનો BMCને ડર

    News Continuous Bureau | Mumbai

    દક્ષિણ મુંબઈમાં મસ્જિદ બંદર (Masjid Bandar) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus) વચ્ચે આવેલા કર્ણાક બંદર ફ્લાયઓવરને(Karnak Bandar Flyover) મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા પુનઃ બાંધવામાં(Rebuilt) આવવાનો છે. પરંતુ આ પુનઃનિર્માણ પહેલા જૂનો પુલ તોડી પાડવામાં આવવાનો છે. આ ડિમોલિશન દરમિયાન અવરોધરૂપ સ્ટોલ અને જીમખાનાઓને(Blocking stalls and gymnasiums) પાલિકા તોડી પાડવામાં આવવાના છે, તેને કારણે હવે પુલની આજુબાજુમાં રહેતા નાગરિકો આક્રમક બનીને આના વિરોધમાં રસ્તા પર ઉતરશે તેવી માહિતી મળી રહી છે.

    IIT મુંબઈ (IIT Mumbai) અને સેન્ટ્રલ રેલવે(Central Railway) દ્વારા સંયુક્ત નિરીક્ષણમાં કર્ણાક બ્રિજને જોખમી જાહેર કરવામાં આવ્યો છે. આ પુલ તોડીને પુનઃનિર્માણ કરવામાં આવવાનો છે. પુલ બંધ કરવા માટે જરૂરી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ છે.

    આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત

    સેન્ટ્રલ રેલવેના કહેવા મુજબ આગામી થોડા દિવસોમાં કર્ણક બ્રિજને તોડી પાડવાનું કામ શરૂ થશે. દરમિયાન આ તમામ કામગીરી અગાઉ મોટો વિરોધ થવાનો ડર પાલિકા પ્રશાસનને સતાવી રહ્યો છે. હકીકતમાં આ પુલ પર અને તેની આજુબાજુ મોટા પ્રમાણમાં દુકાનો અને બાંધકામ આવેલા છે. પુલ તોડી પાડવા અગાઉ આ બાંધકામ તોડવામાં આવવાના છે. તેની સામે નાગરિકોના વિરોધની શક્યતા છે.